________________
૨૭૦
લલિતવિસ્તરા ભાગ-૩
નિરર્થક ચેષ્ટા છે તેમ વિચારીને તેના દોષો કહેવા શિષ્ટ પુરુષને ઉચિત નથી, પરંતુ તેના રહસ્યને જાણવા માટે પ્રશ્ન કરવો જ ઉચિત છે. આથી જ ગીતાર્થ પાસે પ્રસ્તુત વૃત્તિની પરીક્ષા માટે ઉચિત પ્રશ્નો ક૨વા જોઈએ, જેથી પ્રસ્તુત ગ્રંથ ચૈત્યવંદનના પરમાર્થને બતાવનાર છે તેવો પોતાને નિર્ણય થાય અથવા પોતાના અથવા અન્ય શ્રોતાના જ્ઞાનની વૃદ્ધિ માટે ગીતાર્થને પ્રશ્નો કરવા જોઈએ. જેમ ગૌતમસ્વામી અન્ય યોગ્ય જીવોના બોધ માટે સ્થાને સ્થાને ભગવાનને પ્રશ્નો કરતા હતા, તે રીતે સ્વયં તત્ત્વને જાણનાર પણ પુરુષ ગીતાર્થને તે રીતે પૂછે કે જેથી અન્ય શ્રોતાઓને પ્રસ્તુત ગ્રંથના હાર્દની પ્રાપ્તિ થાય અથવા પદાર્થમાં કોઈ સ્થાને સંશય હોય તોપણ ગીતાર્થને પુછવું જોઈએ, જેથી ચૈત્યવંદન સૂત્રના પદાર્થવિષયક માર્ગાનુસારી સૂક્ષ્મબોધ થાય. અંતે ગ્રંથકારશ્રી મંગલ માટે કહે છે કે પ્રસ્તુત ટીકા રચવાથી ચૈત્યવંદન સૂત્રના જે સૂક્ષ્મ ભાવો ગ્રંથકારશ્રીના ચિત્તને સ્પર્ધા, તેનાથી જે શુભ ભાવ થયો તે શુભ ભાવ વડે જે પુણ્ય બંધાયું તેનાથી સર્વ જીવો પ્રકૃષ્ટ માત્સર્યના વિરહને પામે, તેથી સર્વ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે.
આ રીતે શુભ ભાવ દ્વારા હરિભદ્રસૂરિ મહારાજે પ્રસ્તુત ગ્રંથ સમાપ્ત કર્યો છે.
લલિતવિસ્તરા ભાગ-૩ સમાપ્ત