Page #1
--------------------------------------------------------------------------
________________
સૂરિપુરંદર, યાકિનીમહત્તરાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત
આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી વિરચિત પંજિકા સમન્વિત
'લલિતવિસ્તરા
શબ્દશઃ વિવેચન
ભાગ-૩
ક
S
દક કને
વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
શબ્દશઃ વિવેચન
* મૂળ ગ્રંથકાર * સૂરિપુરંદર, યાકિનીમહારાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા
* પંજિકાકાર « આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા
* દિવ્યકૃપા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષડ્રદર્શનવેત્તા,
પ્રવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
* આશીર્વાદદાતા * વ્યાખ્યાનાવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
* વિવેચનકાર * પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલન-સંશોધનકારિકા * શાસનસમ્રાટ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના
સાધ્વીજી ચારિત્રશ્રીજી મ. સા.ના પ્રશિષ્યા સાધ્વી ઋજુમતિશ્રીજી મ. સા.
* પ્રકાશક *
માતાથી
“શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-ઇ.
Page #3
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ શબ્દશઃ વિવેચન
વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૪૦ વિ. સં. ૨૦૭૦
જ
આવૃત્તિ : પ્રથમ + નકલ : ૧૦૦૦
મૂલ્ય : રૂ. ૧૫૦-૦૦
Kક આર્થિક સહયોગ કર
પરમપૂજ્ય શ્રી વિશ્વદર્શનવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી
શ્રી શરદભાઈ અમૃતલાલ ઝવેરી પરિવાર, મુંબઈ.
મુખ્ય પ્રાપ્તિસ્થાન :
गाता गो
૧૬)
શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com
Visit us online : gitarthganga.wordpress.com
* મુદ્રક *
સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૯. ફોનઃ ૨૨૧૭૪૫૧૯
| સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.]
Page #4
--------------------------------------------------------------------------
________________
- પ્રાપ્તિસ્થાન -
જ અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
3 (૦૭૯) ૨૩૭૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in
gitarthganga@gmail.com
વડોદરાઃ શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ દર્શન', ઈ-, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. 3 (૦૨૭૫) ૨૩૯૧૭૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in
મુંબઈઃ શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 3 (૦૨૨) ર૫૩૮૦૦૧૪, ૨૫૬૮૩૦૩૦
(મો.) ૯૭૨૨૨૩૧૧૧૭ Email : jpdharamshi60@gmail.com
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨,૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 3 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪
(મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in
સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ. બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 1 (૦૨૬૧) ૩૨૨૮૦ર૩.
(મો.) ૯૦૧૬૧૮૮૯૯૦
જામનગર : શ્રી ઉદયભાઈ શાહ clo. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧.
(૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૭૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com
* BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. 1 (080) (O) 22875262 (R) 22259925
(Mo) 948359925 Email : amitvgadiya@gmail.com
જ રાજકોટ : " શ્રી કમલેશભાઈ દામાણી “જિનાલા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 3 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦
(મો.) ૯૪૨૭૧૭૮૩૧૩ Email : shree_veer@hotmail.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય ,
સુજ્ઞ વાચકો ! પ્રણામ...
અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે.
કારણ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે.
તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે થાપાત્ર છે;
કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે.
અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ.
અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે.
જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી, કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધાશ પ્રગટ થયેલ છે.
અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્ય જ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે.
વિધાનેરા વિનાના િવિજ્જનપરિઝમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિલંભોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે.
બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે.
જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ...
“શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ
અને શ્રુતભક્તો
Page #7
--------------------------------------------------------------------------
________________
છે
ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો
પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
(મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર
પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
(પંડિત મ. સા.) કુત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો. ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કર્ણિકા ૫. કર્મવાદ કણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) ૮. દર્શનાચાર ૯. શાસન સ્થાપના ૧૦. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૧. અનેકાંતવાદ ૧૨. પ્રસ્નોત્તરી ૧૩. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૪. ચિત્તવૃત્તિ. ૧૫. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૬. ચાલો, મોક્ષનું સાચું સવરૂપ સમજીએ. ૧૭. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૯. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન)
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૦. ભાવધર્મ ભાગ
વજ્ઞજય, સિદ્ધિ, વિનિયોગ) ૨૧. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૨. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્યો ૨૩. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૪. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૫. જિનશાસન રસ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) ૨૬. Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) 20. Status of religion in modern Nation State theory (way Myfa) ૨૮. ગૃહજિનાલય મહામંગલકારી, ૨૯. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા
- संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર iii ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરત્ર Irrr (હિન્દી આવૃત્તિ) 4. Right to Freedom of Religion !!!!! ૬. “રક્ષાધર્મ' અભિયાન 9. 'Rakshadharma' Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃતિ)
સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
ટક ૬
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત
વિવેચનનાં ગ્રંથો
$
વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
)
૧. યોગવિંશિકા શદશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુભંગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકૃત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનહાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચના ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા- શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચના ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનાઝિશિકા-૩૦ શબદશઃ વિવેચન ૩૧. પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા- શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચના ૩૬. યોગલક્ષણ દ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચના ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચના ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચના ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચના
Page #11
--------------------------------------------------------------------------
________________
૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાત્રિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન
૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન
૫૮. ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન
૫૯. વિનયદ્વાત્રિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન
૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન
૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪
૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩
૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪
૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨
૬૬. મુક્તિદ્વાત્રિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન
૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન
૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨
૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧
૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧
૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન
૭૩. કથાદ્વાત્રિંશિકા-૯ શબ્દશઃ વિવેચન
૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪
૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫
૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૭૭, નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨
Page #12
--------------------------------------------------------------------------
________________
૮૨. અમૃતવેલની મોટી સક્ઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા
શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચના ૮૫. પક્નીસૂત્ર (પાક્ષિકસૂચ) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩
૦. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧
૯. વાદદ્વાત્રિશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચના ૧૦૪. પગામસિજજા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા-૭ શબદશઃ વિવેચન ૧૦૭. દેવસિઆ રાઈઅ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦. વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૯. દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન ૧૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૩. ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૪. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨૫. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૬. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩
ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
:
ત ગ્રંથો
૧. ધર્મતીર્થ ભાગ-૧
૨. ધર્મતીર્થ ભાગ-૨
Page #14
--------------------------------------------------------------------------
________________
ની
- પ્રસ્તાવના
(
ક) )
દીક્ષાનો સ્વીકાર કર્યા પછી મોક્ષનો માર્ગ જાણવાની મારી તીવ્ર ઇચ્છા હતી. સૌપ્રથમ પંડિતવર્ય પ્રવીણભાઈની શિક્ષા અનુસાર યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથનું સંકલન કર્યું, તેથી મારી જિજ્ઞાસા કંઈક અંશે સંતોષાઈ. ત્યારપછી ગુરુતત્ત્વવિનિશ્ચયનું સંકલન કરવાથી મૂળગુણ, ઉત્તરગુણથી સંવલિત ભાવચારિત્રનો બોધ થયો, તેથી ચારિત્ર જીવન વિષયક મારી ઘણી મુંઝવણ ઉકેલાઈ ગઈ. ત્યારપછી યોગબિંદુ ગ્રંથનું સંકલન કર્યું, તેથી યોગની ઘણી અવાંતર ભૂમિકાનો બોધ થયો. પ્રવીણભાઈનો મારા ઉપર થયેલો આ ઉપકાર ભવોભવ મારું હિત કરશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.
આ અનુપમ મનોહર આનંદદાયી યોગમાર્ગને સમજ્યા પછી જીવનમાં ઉતારવા માટે મારું મનોમંથન સતત ચાલુ રહ્યું છે, તેમાં યોગવિંશિકા અને યોગશતકના કેટલાક પાઠ પ્રવીણભાઈના મુખથી સાંભળ્યા. પ્રણિધાન આદિ આશયો કરીને, વિષાદિ અનુષ્ઠાન નહિ કરીને, પ્રીતિ-ભક્તિ આદિ અનુષ્ઠાનપૂર્વક શ્રમણક્રિયા કરવાનો ભાવ થતો હતો, તેમાં બે પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થનું જ્ઞાન પર્યાપ્ત ન લાગ્યું, સૂત્રોના ઔદંપર્યને જાણવા માટે મન સતત તલસતું હતું, તેવા શુભ ભાવો દ્વારા જ મારાં કોઈક ક્લિષ્ટ કર્મ ખસી ગયાં હશે અને મને લલિતવિસ્તરા ગ્રંથના અભ્યાસનો અવસર મળી ગયો. પૂજ્ય ચારુનંદિતાશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા સાધ્વી કલ્પનંદિતાશ્રીજીને આ ગ્રંથનો મંગલ પ્રારંભ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમણે “પુરિસુત્તમાર્ણ સુધી લખાણ કરેલ, ત્યારપછી તેમને દૂર બેંગ્લોર ચાતુર્માસ કરવા જવાનું થયું અને ગ્રંથનું લખાણ અટક્યું. વળી, મારો પુણ્યોદય જાગ્યો અને “પુરિસસિહાણથી મેં આ ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી નિર્વિઘ્ન ગ્રંથ સમાપ્ત થયો છે.
ધર્મસંગ્રહ અને ચૈત્યવંદન ભાષ્ય દ્વારા સૂત્રોની સંપદાઓ જાણ્યા પછી સૂત્રોમાં બતાવેલા ભાવોને નિષ્પન્ન કરવા મારું મન તત્પર રહેતું, છતાં એવું લાગતું હતું કે આમાં હજુ ઘણું ખૂટે છે, પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ દ્વારા સૂત્રોના ઔદંપર્યને કેમ પામવું, કદાચ આવા જ કોઈક શુભ ભાવથી બાધક ક્લિષ્ટ કર્મો ખસ્યાં અને બિંદુ જેટલું પણ આ સૂત્રોનું ઐદંપર્ય જાણવા માટે મને અભ્યાસનો સુયોગ સાંપડ્યો.
જિન થવા માટે જેને જિનાજ્ઞાની તીવ્ર ભૂખ લાગી છે તેને જ આ ગ્રંથ ઘેબર આરોગવા જેવો મીઠો લાગશે. જેને જિનાજ્ઞાની તીવ્ર તરસ લાગી છે તેને જ આ ગ્રંથ અમૃતપાન તુલ્ય લાગશે. આ ગ્રંથ ભણ્યા પહેલાં પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે, ભણતી વખતે પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે અને ભણ્યા પછી પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે. આ તીવ્ર મનોમંથન જ અંતિમ લક્ષ સુધી લઈ જવા સમર્થ બનશે.
યોગશતકમાં બતાવેલા ચૈત્યવંદનનો મહિમા વર્ણવતાં જે વિશેષણો છે – દુઃખરૂપી પર્વતને ભેદવામાં વજસમાન, સુખનું કલ્પવૃક્ષ, મહાકલ્યાણકર, સંસાર પરિમિતિકરણ, દુર્લભથી પણ દુર્લભ - આ પાંચ
Page #15
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ | પ્રસ્તાવના
વિશેષણોનું યથાર્થ જ્ઞાન કરીને, યોગવિંશિકામાં બતાવેલા પ્રણિધાનાદિ આશયોનાં લક્ષણોનો ગર્ભિત અર્થ સમજીને, તેમાં આ લલિતવિસ્તરાનું સદ્જ્ઞાન ભેળવીને જો ચૈત્યવંદન કરવામાં આવશે તો મહાનિર્જરાની પ્રાપ્તિ થશે. આ ગ્રંથના અધ્યયન દ્વારા અનેક જીવો મહાકલ્યાણને પામે એવી નિર્મળ ભાવના રાખું છું.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત નિર્મળચંદ્રસૂરિ મહારાજ (સંસારી પક્ષે ભાઈ)ની અનુમતિ આજ્ઞાનો પ્રવાહ મારા આ સકલ અભ્યાસમાં વહેતો રહ્યો છે, તેમના ઉપકારનું ઋણ મને સતત સ્મૃતિમાં રહો.
મારા વડીલો સાબરમતી રહેતા હોય અને મારે પાલડીમાં મારા સમુદાયનાં અન્ય સાધ્વીજી સાથે રહીને અભ્યાસ કરવાનો રહે, તેમાં પૂજ્ય પ્રવીણાશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા, પ્રશિષ્યા પૂજ્ય મનોજ્ઞગુણાશ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય વિપુલયશાશ્રીજી મ.સા. પૂ. વિનીતયશાશ્રીજી મ.સા. સૌરભયશાશ્રીજી મહારાજે મને સાથે રાખીને મારા ઉપર ઉપકાર કર્યો છે, તેનું ઋણ જીવનભર ભુલાય તેમ નથી.
પૂજ્ય હેમલતાશ્રીજી મ.સા.ના શિષ્યા, પૂજ્ય સુવિદિતાશ્રીજી મહારાજે કેટલીક વિષમ પરિસ્થિતિમાં પણ મને સાથે રાખીને મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે.
અંતે આ ગ્રંથનું પ્રૂફ જોવામાં સ્મિતાબેન કોઠારી વગેરેએ જે સહયોગ આપ્યો છે તે સર્વના ત્રણનું સ્મરણ કરીને વિરમું છું...”
- “સ્થાપના સર્જકીવાનામ' વિ. સં. ૨૦૧૯, આસો સુદ-૧૦,
શાસનસમ્રાટ પૂજ્ય નેમિસૂરિ મહારાજ સાહેબ તા. ૧૪-૧૦-૨૦૧૩, સોમવાર.
સમુદાયનાં પૂ. સાધ્વી શ્રી ચારિત્રીજી મ.સા.નાં પ્રશિષ્યા સાધ્વી શ્રી ઋજુમતિશ્રીજી.
Page #16
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ | સંકલના
સંકલના
-
જગતમાં સર્વોત્તમ પુરુષ તીર્થંકરો છે; કેમ કે જગતના જીવમાત્રને સન્માર્ગ બતાવનારા છે, તેથી જગદ્ગુરુ છે, તે જગદ્ગુરુની પ્રતિમા તે ચૈત્ય છે અને તેમને વંદન ક૨વાથી વંદન ક૨ના૨ને શુભ ભાવો થાય છે. તે શુભ ભાવો પ્રકર્ષને પામીને તે જીવને જગત્ગુરુ તુલ્ય બનાવે છે, તેથી જગદ્ગુરુની પ્રતિમાને વંદન કરવા માટે ગણધરોએ ચૈત્યવંદનનાં સૂત્રોની રચના કરી છે અને તેના પારમાર્થિક ભાવોને સ્પષ્ટ કરવા માટે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચેલ છે, જેનાથી યોગ્ય જીવોને ચૈત્યવંદન ક૨વાથી કઈ રીતે વીતરાગતુલ્ય થવાને અનુકૂળ ઉત્તમ ભાવો થાય છે તેનો માર્ગાનુસા૨ી બોધ કરાવ્યો છે.
તેમાં પ્રથમ ચૈત્યવંદન કરવાના અધિકારી જીવો કેવી યોગ્યતાવાળા હોય છે, અનધિકા૨ી જીવો ચૈત્યવંદન કરીને પણ તે પ્રકારના કોઈ સુંદર ફળને પામતા નથી તે બતાવેલ છે, તેથી ચૈત્યવંદનના અધિકારી થવા માટે જે મહાત્મા તેને અનુરૂપ ઉચિત ગુણોમાં યત્ન કરે છે તે ક્રમસર ચૈત્યવંદન કરવાના અધિકારને પામે છે. તે અધિકારને પ્રાપ્ત કર્યા પછી દૃઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરે તો તે મહાત્માને અવશ્ય સર્વ પ્રકારની કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે; કેમ કે આ ચૈત્યવંદન અચિંત્ય ચિંતામણિ કલ્પ છે, છતાં અનધિકારી જીવો તેને વિધિપૂર્વક સેવવા સમર્થ નથી અને યથાતથા ચૈત્યવંદન કરીને તેના લાઘવનું આપાદન કરે છે અને લોકોને પણ આ ચૈત્યવંદનની ક્રિયા અસાર છે તેવો બોધ કરાવે છે. તેવા અયોગ્ય જીવોને ચૈત્યવંદન આપવાનો પણ નિષેધ છે, તેથી મહાત્મા યોગ્ય જીવોને વિધિપૂર્વક ચૈત્યવંદન આપે, તેનાથી આપના૨ને પણ મહાનિર્જરા થાય છે; કેમ કે તે મહાત્મા ભગવાનની આજ્ઞાનુસાર અધિકારીને ચૈત્યવંદન આપીને તે જીવોનું હિત કરે છે અને ભગવાનની આજ્ઞાનું સમ્યગ્ આરાધન કરે છે, તેથી સ્વપરને ઇષ્ટ ફલની પ્રાપ્તિ થાય છે. વળી, અનધિકા૨ી જીવોને ચૈત્યવંદન નહિ આપવાથી તેઓનું હિત થાય છે; કેમ કે અનધિકારી જીવો યથાતથા ચૈત્યવંદન કરીને તેના પ્રત્યે અનાદર પરિણામવાળા હોવાથી ક્લિષ્ટ કર્મોને બાંધે છે અને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે, માટે વિવેકી પુરુષે યોગ્ય જીવોને ભગવાનના શાસનનું ગાંભીર્ય બતાવીને ચૈત્યવંદનની અધિકારિતાના ગુણો પ્રથમ તેનામાં સ્થિર થાય તે પ્રકારે કહેવું જોઈએ, ત્યારપછી યોગ્યતાની પ્રાપ્તિ થાય ત્યારે વિધિપૂર્વક ચૈત્યવંદન સૂત્ર ગ્રહણ કરાવે. વળી અભ્યાસદશામાં શુદ્ધ ચૈત્યવંદન કરવાના અર્થી થઈને કંઈક શુદ્ધિને અભિમુખ ત્રુટિવાળું ચૈત્યવંદન કરે તોપણ તેઓનું હિત થાય છે.
વળી, ચૈત્યવંદનમાં પ્રથમ નમુન્થુણં સૂત્ર બોલાય છે, તેમાં જગદ્ગુરુ કેવા ઉત્તમ ગુણોવાળા છે તે પ્રથમ બતાવેલ છે. ત્યારપછી અન્ય જીવો કરતાં તીર્થંકર થાય તેવી અનાદિ વિશેષ યોગ્યતાવાળા છે, માટે ભગવાનને પુરુષોત્તમ કહ્યા. વળી સમ્યક્ત્વ પામ્યા પછી તે મહાત્માઓ કઈ રીતે યોગમાર્ગને સાધે છે અને ચરમભવમાં સંયમ ગ્રહણ કરે છે ત્યારે સિંહની જેમ ઘાતી કર્મને જીતવા મહા પરાક્રમ કરે છે, સંસારમાં જન્મ્યા હોવા છતાં પુંડરીકની જેમ વિષયોથી કઈ રીતે નિર્લેપ રહે છે તે બતાવ્યું. કેવલજ્ઞાન પામ્યા પછી
*
Page #17
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩/ સંકલના
કઈ રીતે જગતના જીવોને ઉપકાર કરે છે અને અંતે શિવ, અચલ આદિ શબ્દો દ્વારા કેવી ઉત્તમ સિદ્ધિગતિને પામે છે અને ત્યાં મોહ રહિત હોવાથી જિન અને કર્મ વગેરેના ઉપદ્રવ રહિત હોવાથી જિતભયવાળા સદા રહે છે તે બતાવેલ છે. તેનું સ્મરણ કરવાથી સિદ્ધ અવસ્થાનું અત્યંત સ્મરણ થાય છે તેના બળથી પરમગુરુ એવા તીર્થકરોને અનાદિ કાળથી કેવું ઉત્તમ સ્વરૂપ છે અને સિદ્ધ અવસ્થાને પામે છે ત્યારે કેવી આત્માની અવસ્થા છે તેનો પારમાર્થિક બોધ થાય છે. તેથી તેવા ઉત્તમ તીર્થકરો પ્રત્યે અત્યંત ભક્તિ ઉલ્લસિત થાય છે, જે ચૈત્યવંદનની પૂર્વભૂમિકા સ્વરૂપ છે. ત્યારપછી અરિહંત ચેઇયાણ સૂત્ર દ્વારા જે જિનાલયમાં પોતે ચૈત્યવંદન કરે છે તેમના વંદન, પૂજન, સત્કાર, સન્માન દ્વારા જે ઉત્તમ ભાવો થાય છે તે ભાવો મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ એ પ્રકારનું પ્રતિસંધાન કરાય છે, અને તે ભાવો શા માટે જોઈએ છે, તે સ્પષ્ટ કરવા અર્થે બોધિલાભની ઇચ્છા કરાય છે અને બોધિલાભ પૂર્ણ સુખમય મોક્ષ માટે જોઈએ છે તેમ ઇચ્છા કરાય છે. તેથી જે મહાત્મા અરિહંત ચેઇયાણં સૂત્રમાં કહ્યું એ પ્રમાણે વધતી જતી શ્રદ્ધા આદિ પૂર્વક કાયોત્સર્ગ કરે છે તે મહાત્માને પ્રસ્તુત એક નવકારના કાઉસ્સગ્ગ દ્વારા તીર્થકરોના વંદન, પૂજન, સત્કાર, સન્માનથી થતા ભક્તિના ભાવો જેટલા ઉલ્લસિત થાય છે તેને અનુરૂપ બોધિની પ્રાપ્તિ સુલભ બને છે; કેમ કે નમુત્થણે સૂત્ર દ્વારા તે મહાત્માએ પરમગુરુના સ્વરૂપનું સ્મરણ કરેલ અને તેના પ્રત્યે જેટલો ભક્તિનો આતશય થાય તેને અનુરૂપ વીતરાગતાને અભિમુખ ચિત્ત પ્રસર્પણ પામે છે અને તેનાથી જે ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થાય છે તે બોધિની પ્રાપ્તિ દ્વારા અવશ્ય મોક્ષનું કારણ બને છે.
વળી એક તીર્થંકરની સ્તુતિરૂપ ચૈત્યવંદન કર્યા પછી સર્વ ચૈત્યને વંદન કરીને વિશેષ પ્રકારે તે જ ભાવોને દૃઢ કરવા માટે લોગસ્સ અને સવ્વલોએ અરિહંત ચેઇયાણંથી યત્ન કરાય છે, તેથી જગતમાં વર્તતી સર્વ શાશ્વત અશાશ્વત પ્રતિમાઓ પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે અને તે પ્રતિમાઓ જગતુગુરુની છે, તેથી તે ભક્તિ જગતુગુરુ પ્રત્યે જ અતિશયિત થાય છે. ત્યારપછી જગતુગુરુએ બતાવેલ યોગમાર્ગ કઈ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે, મોહનાશનું કારણ છે અને સુગતિઓની પરંપરા દ્વારા જીવોના એકાંત હિતનું કારણ છે તેનું સ્મરણ “પુષ્પરવરદી' સૂત્રથી કરાય છે; કેમ કે જગતગુરુ પણ શ્રુતજ્ઞાન આપીને જગતના હિતને કરનારા છે. તેથી જેમ જગતુગુરુ પૂજ્ય છે, તેમ તેમનો બતાવેલો માર્ગ પણ અત્યંત પૂજ્ય છે, તેથી તેના પ્રત્યે પણ ભક્તિનો અતિશય કરવા માટે ચૈત્યવંદનમાં ત્રીજી સ્તુતિ બોલાય છે અને ત્યાં પણ તે શ્રુત ભગવાન પ્રત્યે વંદન, પૂજન, સત્કાર, સન્માન દ્વારા જે ઉત્તમ ફળ મળે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ એમ પ્રતિસંધાન કરાય છે અને તે પ્રતિસંધાન દ્વારા બોધિલાભ અને મોક્ષ ઇચ્છાય છે; કેમ કે પરમગુરુએ બતાવેલા માર્ગ પ્રત્યેનો બહુમાનભાવ તે માર્ગમાં અપ્રમાદથી યત્ન કરાવીને જગતુગુરુની જેમ માક્ષરૂપ ફળમાં જ વિશ્રાંત થાય છે. તેથી જે મહાત્માઓ વધતી જતી શ્રદ્ધા આદિ ભાવપૂર્વક તે પ્રકારનો કાઉસ્સગ્ગ કરે છે તેઓનો બહુમાનભાવ શ્રત પ્રત્યે અતિશય થાય છે. તેથી જે અંશથી શ્રુતનો બહુમાનભાવ અતિશય થાય તે અંશથી તે મહાત્માને જન્મ-જન્માંતરમાં તે શ્રુતજ્ઞાનની પારમાર્થિક પ્રાપ્તિ થાય છે, જેનાથી તે મહાત્મા પૂર્ણ યોગમાર્ગને સેવીને અવશ્ય સિદ્ધગતિને પામશે અને આ ત્રણે સ્તુતિઓ પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિનું એક કારણ છે અને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુગતિઓની પરંપરાનું કારણ છે. વળી જીવના સર્વ પ્રયત્નના ફળ સ્વરૂપ મોક્ષ છે, તેથી ત્રણ સ્તુતિ કર્યા પછી સિદ્ધ અવસ્થાનું સ્મરણ કરાય છે, જેથી ઉપયોગપૂર્વક ચૈત્યવંદન કરનારા મહાત્માને સિદ્ધ અવસ્થા પ્રત્યે ભક્તિનો અતિશય થાય અને તેની પ્રાતિ
Page #18
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ / સંકલના
માટે જ હું તીર્થકરોની અને તીર્થકરોના બતાવેલા માર્ગની સ્તુતિ કરીને તેના પ્રત્યે ભક્તિવાળો થાઉં છું, તે પ્રકારનું પ્રતિસંધાન થાય છે, ત્યારપછી આસન્ન ઉપકારી વીર ભગવાનની સ્તુતિ કરાય છે, તેથી તેમને આશ્રયીને કૃતજ્ઞતા ગુણનું સ્મરણ થાય છે અને તેમની સ્તુતિ પણ ભાવનાપ્રકર્ષથી મોક્ષફળને આપનાર છે તેમ સ્મરણ કરાય છે, જેથી વિવેકી મહાત્માને પ્રસ્તુત ચૈત્યવંદન ભાવનાપ્રકર્ષથી તત્પણ મોક્ષનું કારણ છે તેવો સ્પષ્ટ નિર્ણય થાય છે અને તે ભાવનાપ્રકર્ષ માટે જ મહાત્માઓ ફરી ફરી ચૈત્યવંદન કરીને સુવિશુદ્ધ ચૈત્યવંદનની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે.
વળી ચોથી સ્તુતિ વૈયાવચ્ચ કરનારા દેવોની કરાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ એવા તે દેવો માર્ગમાં પ્રવૃત્તિ કરનારા જીવોને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં અતિશય યત્ન કરાવવામાં પ્રબળ કારણ બને છે. વળી, તે દેવો. સમ્યગ્દષ્ટિ છે અને તેઓમાં દેવભવકૃત વિશિષ્ટ શક્તિ છે અને તે દેવો ચૈત્યવંદન કરનારાને ક્વચિતુ સાક્ષાત્ સહાય ન કરે, તોપણ ઉચિત સ્થાને કરાયેલી ઉચિત પ્રાર્થના પોતાના શુભ અધ્યવસાયથી યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્નોના શમનમાં પ્રબળ કારણ છે. તેથી ચોથી સ્તુતિ દ્વારા સાધુઓ અને શ્રાવકો તે દેવોની પણ સ્તુતિ કરે છે અને ચૈત્યવંદનના અંતે જયવીયરાય સૂત્ર બોલાય છે જેમાં સંક્ષેપથી સંપૂર્ણ યોગમાર્ગના પ્રયત્ન માટે અપેક્ષિત ભાવોની ઇચ્છા કરાય છે, તેથી જે મહાત્મા તે ભવનિર્વેદ આદિ ભાવો કેવા ઉત્તમ ભાવોવાળા છે અને સરુનો યોગ અને તેનું પાતંત્ર્ય પ્રાપ્ત થવા માટે પોતાનામાં કેવી યોગ્યતા જોઈએ તેનું રહસ્ય પ્રસ્તુત ગ્રંથથી જાણશે અને તે પ્રમાણે તે ભાવો પ્રત્યે અત્યંત પક્ષપાત થાય તે રીતે જગતુગુરુ પાસે તેની યાચના કરશે. તેના ફળરૂપે તે મહાત્માને જન્મજન્માંતરમાં કઈ રીતે બો બધાં અંગો પૂર્ણ પ્રાપ્ત થાય છે અને તેના બળથી તે મહાત્મા સુખપૂર્વક સંસારસાગરને તરે છે તેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું છે, તેથી જે મહાત્મા પ્રસ્તુત ગ્રંથને નિપુણતાપૂર્વક જાણશે અને જાણ્યા પછી તેના ભાવોથી આત્માને અત્યંત ભાવિત કરશે અને જે સ્થાનોનો બોધ દુષ્કર છે તે સ્થાનો ગીતાર્થ પાસેથી જાણીને તે ભાવોને સેવવામાં સમ્યગુ યત્ન કરશે તે મહાત્મા અવશ્ય અલ્પભવમાં સંસારનો અંત કરવા સમર્થ બનશે, માટે પોતાની શક્તિને ગોપવ્યા વગર ચિંતામણિથી અધિક એવા ચૈત્યવંદન સૂત્ર છે અને તેના અર્થને પ્રકાશન કરનારી લલિતવિસ્તરા વૃત્તિ છે તેનો યથાર્થ બોધ કરવા અને પુનઃ પુનઃ ભાવન કરવા શક્તિ અનુસાર પ્રસ્તુત ગ્રંથમાં સર્વ પ્રકારે યત્ન કરવો જોઈએ, જેનાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય.
છબસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૯, આસો સુદ-૧૦, તા. ૧૪-૧૦-૨૦૧૩, સોમવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩ર૪૪૭૦૧૪
Page #19
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ | અનુક્રમણિકા
પાના નં.
૧-૨
જે
૧-૩
૭-૧૨
૧૨-૧૫ ૧૫-૧૮ ૧૯-૨૪ ૨૪-૨૫ ૨૭-૨૮
૨૮-૩૩
અનુક્રમણિકા 0% | સૂત્ર નં.
વિષય અરિહંત ચેઈયાણં સૂત્ર. સહદયનટ જેવી ક્રિયા, કૂટનટના નૃત્ય જેવું અભાવિત અનુષ્ઠાન વિદ્વાનોને શ્રદ્ધાનું કારણ થતું નથી. અરિહંત ચેઈયાણં સૂત્ર અર્થ સહિત. અરિહંત, ચૈત્ય આદિ શબ્દોની વ્યુત્પત્તિ. દ્રવ્યસ્તવ સાધુનું કર્તવ્ય, સાધુને અનુમોદનાનો સદ્ભાવ. વચન પ્રામાણ્યથી સાધુને પૂજન-સત્કારના ફલની ઇચ્છા કરવામાં હેતુ, ગૃહસ્થને દ્રવ્યસ્તવનો ઉપદેશ સાધુ આપે તેમાં દોષ નથી, દષ્ટાંતથી સિદ્ધિ. જિનની પૂજા અને સત્કારમાં કરણની લાલસાવાળો દેશવિરતિનો પરિણામ. આજ્ઞામૃત યુક્ત દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ. સન્માન આદિ શબ્દોની વ્યુત્પત્તિ. સાધુ અને શ્રાવકને બોધિલાભ નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં શંકા-સમાધાન. શ્રદ્ધાદિ વિકલ પુરુષને કાયોત્સર્ગ નિષ્ફળ, શ્રદ્ધાનું સમ્ય સ્વરૂપ. મેધાનું સભ્ય સ્વરૂપ. ધૃતિનું સભ્ય સ્વરૂપ. ધારણાનું સમ્ય સ્વરૂપ. અનુપ્રેક્ષાનું સમ્યમ્ સ્વરૂપ. શ્રદ્ધાદિ અપૂર્વકરણરૂપ મહાસમાધિના બીજો છે, અરિહંત ચેઇયાણં સૂત્રના અધિકારી. શ્રદ્ધાદિમાં કાર્ય-કારણભાવ. | શ્રદ્ધાદિના મંદ-તીવ્ર આદિ ભેદોમાં ઉપમા. | અપેક્ષાવાળા જીવનો કાયોત્સર્ગની પ્રતિજ્ઞામાં મૃષાવાદ.
અન્નત્થ સૂત્ર. અન્નત્થ સૂત્ર અર્થ સહિત. આગારોનું સ્વરૂપ, શંકા-સમાધાન. કાઉસ્સગનો કાળ, મુદ્રા, મનનું પ્રતિસંધાન. કાયોત્સર્ગના બે પ્રકાર – ચેષ્ટા અને અભિભવ. કાઉસ્સગ્ન એટલે ધ્યેયનું ધ્યાન ત્રણ પ્રકારે ધ્યેય. કાઉસ્સગ પારવા માટે નમો અરિહંતાણં પદનું રૂઢપણું, પહેલી સ્તુતિ સન્મુખ રહેલી પ્રતિમાની કરવી.
% < છે ? ? ? ? ? ? ? ? છે છે કે જે જે રે છે.
૩૩-૩૬ ૩૦-૩૮ ૩૮-૪૦ ૪૦-૪૨ ૪૨-૫૦ ૫૦-૫૩ ૫૩-૫૮ પ૯-૧ર ઉર-૯૪ ૯ર-૯૩ ૭૩-૭૧ ૭૧-૭૩ ૭૩-૮૪ ૮૪-૯૧
૯૨-૯૪
Page #20
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ / અનુક્રમણિકા
સૂત્ર નં.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩૨.
૩૩.
૩૪.
૩૫.
39.
39.
૩૮.
૩૯.
૪૦.
૪૧.
૪૨.
૪૩.
૪૪.
૪૫.
૪૭.
૪૭.
૪૮.
૪૯.
૫૦.
૫૧.
પર.
વિષય
લોગસ્સ સૂત્ર.
ચોવીશ તીર્થંકરોનું આસન્નતર ઉપકારિપણું. ગાથા-૧, ભગવાનના વિશેષણોની સાર્થકતા. ગાથા-૨-૩-૪, નામકીર્તનથી થતા લાભો.
ગાથા-૫, વિશેષણોનો અર્થ, સ્તુતિથી ફલની સિદ્ધિ .
ગાથા-૬,
અન્ય પ્રકારે યાચના – દ્રવ્યસમાધિનો વ્યવચ્છેદ.
નિદાનનું સ્વરૂપ
ગાથા-૭.
સવ્વ લોએ સૂત્ર – અન્ય કાયોત્સર્ગ અને અન્ય સ્તુતિ કરવાથી અતિપ્રસંગ, બીજી સ્તુતિ સર્વ તીર્થંકરોની કરવાની આજ્ઞા
શંકા-સમાધાન પ્રાર્થનાથી પ્રવચનની આરાધના.
પુખ્ખરવરદી સૂત્ર.
તીર્થંકરો વડે ઉપદેશ કરાયેલા આગમની ત્રીજી સ્તુતિ.
પાના નં.
મિથ્યાદષ્ટિને દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ, મહા મિથ્યાદ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિનો ભેદ. સામાયિક માંડીને ચોદપૂર્વ પર્યંત શ્રુતના નિમિત્તે કાઉસ્સગ્ગ, શ્રુતજ્ઞાનથી સર્વ પ્રવાદો વ્યાપ્ત, વિધિ-પ્રતિષેધ અને અનુષ્ઠાનની સાથે અવિરોધથી પદાર્થની પ્રાપ્તિ સમાન જાતિય જ શ્રુતની સ્તુતિ બોલવી. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર.
૯૪-૧૩૫
૯૪
૯૪-૧૦૫
૧૦૫-૧૦૭
૧૦૭-૧૧૪
૧૧૪
૧૧૪-૧૧૮
૧૧૮-૧૩૪
૧૩૪-૧૩૫
૧૩૫–૧૩૭
૧૩૭–૧૯૦
૧૩૭-૧૩૮
૧૩૯-૧૫૭
૧૩૯૮-૧૪૦
૧૪૦-૧૫૦
૧૫૧-૧૫૭
૧૫૭-૧૫૮
૧૫૯-૧૬૨
૧૭૨-૧૯૦
૧૭૨-૧૭૭
૧૭૩-૧૭૦
ગાથા-૧.
જંબુદ્રીપ આદિ શબ્દોની સમજ, શ્રુતધર્મનો અધિકાર. અપૌરુષેય વચનનો નિરાસ.
વચનપૂર્વક અરિહંતો – બીજાંકુરનું દૃષ્ટાંત.
ગાથા-૨, સીમાધર કહેવાથી આગમધર અને શ્રુતનો અભેદ.
ગાથા-૩, શ્રુત અપ્રમાદનો વિષય.
ગાથા-૪.
જિનમતનું સ્વરૂપ.
અપૂર્વ શાનગ્રહણમાં તીર્થંકર નામકર્મનો બંધ શ્રુતધર્મની વૃદ્ધિ મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુ. શ્રુતધર્મની વૃદ્ધિમાં શાલિબીજ આરોપણનું દૃષ્ટાંત, અતિપાત ગુણવાળા ચિંતામણિ તુલ્ય વિવેકશાન વગરની ક્રિયા, બળદ જેવી બુદ્ધિવાળાને વિવેકશાનવાળી ક્રિયા એકાંત અવિષય. ૧૭૦-૧૭૬ વિવેકનું સ્વરૂપ, મહા મિથ્યાદ્દષ્ટિને અયોગ્ય જીવને ચિંતામણિની જેમ ધર્મની પ્રાપ્તિ અપ્રાપ્તિ.
૧૭૭-૧૮૧
૧૮૧-૧૮૫
૧૮૫-૧૯૦
૧૯૦-૨૨૧
Page #21
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ અનુક્રમણિકા
સૂત્ર નં.
વિષય
પાના નં.
૫૩.
ગાથા-૧,
૧૯૧-૧૯૯ ૫૪. | સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા માટે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ત્રણ સ્તુતિ બોલ્યા પછી તે બોલવું.
૧૯૧ સિદ્ધ શબ્દનો જુદી જુદી રીતે પ્રયોગ, સિદ્ધ અવસ્થામાં શંકાઓ-સમાધાનો.
૧૯૧-૧૯૭ સિદ્ધના પંદર ભેદોનું વિસ્તૃત સ્વરૂપ.
૧૯૬-૧૯૯ ગાથા-૨, ભગવાનની સ્તુતિ કઈ રીતે કરે છે?
૧૯૯-૨૦૧ ગાથા-૩.
૨૦૧-૨૨૧ સંસારનો અર્થ, સ્ત્રીને મળેલા અધિકારો.
૨૦૧-૨૧૨ સ્તુતિમાં વિધિવાદ-અર્થવાદની ચર્ચા, અધિકૃત ફલસિદ્ધિમાં ભાવનમસ્કાર અવંધ્ય હેતુ. ૨૧૨-૨૦૧૭ | ભગવાનની સ્તુતિ વિશિષ્ટ ફલવાળી.
૨૧૮-૨૨૧ વૈયાવચ્ચગરાણં સૂત્ર.
૨૨૧-૨૨૭ વૈયાવચ્ચગરાણં સૂત્ર બોલવાનું કારણ.
૨૨૧ | પ્રવચનના પ્રયોજન માટે વ્યાપારવાળા દેવોની સ્તુતિ ઉચિત છે, તેમાં હેતુ, વચનનું | પ્રામાણ્ય, કાયોત્સર્ગ કરનારને ઉપકાર.
૨૨૨-૨૨૭ | જયવીયરાય સૂત્ર.
૨૨૭-૨૪૯ પ્રણિધાન સૂત્ર બોલવાનો વિધિ, જયવીયરાય પ્રણિધાન કોને માટે ઉચિત છે? ૨૨૭-૨૩૨ ભવનિર્વેદથી માંડીને પરાર્થકરણ સુધીની માગણી લૌકિક સૌંદર્ય છે, શુભગુરુનો યોગ અને તેમના વચનની સેવા એ લોકોત્તરધર્મની પ્રાપ્તિ છે.
૨૩૨-૨૩૮ પ્રણિધાનમાં યાચન અનિદાન, પ્રણિધાનના અધિકારી, પ્રણિધાનનું લિંગ વિશુદ્ધભાવનાદિ, સકલ કલ્યાણનો આક્ષેપ હોવાથી અલ્પ કાળવાળું પ્રણિધાન પણ શોભન છે.
૨૭૮-૨૪૨ | પ્રણિધાન અતિગંભીર-ઉદાર, ધર્મકાયાદિનો લાભ, સકલ ઉપાધિની શુદ્ધિ.
૨૪૨-૨૪૫ | પ્રણિધાનથી સર્વ પ્રકારના સુખની પરંપરાના સર્વ અંગોની પ્રાપ્તિ, તેમાં વ્યતિરેકથી | દષ્ટાંત, સદુપદેશનું એકાંતથી પરિણમન, સદૂધન્યાયથી માર્ગગમન.
૨૪૬-૨૪૯ પ્રણિધાનને અનુકૂળ ઉત્તમચિત્તને પ્રાપ્ત કરવા માટેના ૩૩ કર્તવ્યો.
૨૪૯-રપ૬ ૩૩ કર્તવ્ય કરનારા જીવની પ્રવૃત્તિ સુંદર, તે પ્રવૃત્તિ કરનારા અપુનબંધકાદિ | જીવો જ હોય, પ્રથક અપુનાબંધકનું થાય તવ અવિરોધક હદય.
૨૫-૨૬૪ | સુખ મંડિત પ્રબોધ દર્શન આદિ અન્ય દર્શનના દષ્ટાંતો જૈનદર્શનમાં યોજવા.
૨૬૧-૨૭૪ પ્રસ્તુત ગ્રંથ આદરથી સાંભળવા માટે હિતોપદેશ.
૨૪-૨૮ | ગ્રંથની પરીક્ષા કરવાનું પુરુષોને ગ્રંથકારશ્રીનું આહ્વાન, ગીતાર્થને રહસ્ય પૂછવું. ૨૬૮-૨૭૦
Page #22
--------------------------------------------------------------------------
________________
है ही अहं नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः।
છે નમઃ |
સૂરિપુરંદર, યાકિનીમહારાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી વિરચિત પંજિકા સમન્વિત ક્ષલિસ્તવિક્તા
શબ્દશઃ વિવેચન
ભાગ-૨
અવતરણિકા -
एवंभूतैः स्तोत्रैर्वक्ष्यमाणप्रतिज्ञोचितं चेतोभावमापाद्य पञ्चाङ्गप्रणिपातपूर्वकं प्रमोदवृद्धिजनकानभिवन्द्याचार्यादीन् आगृहीतभावः सहृदयनटवद् अधिकृतभूमिकासंपादनार्थं चेष्टते वन्दनासंपादनाय, स चोत्तिष्ठति जिनमुद्रया, पठति चैतत् सूत्रम्-अरिहंतचेइयाणं ति।
अनेन विधिनाऽराधयति स महात्मा वन्दनाभूमिकाम, आराध्य चैनां परंपरया निवृत्तिमेति नियोगतः; इतरथा तु कूटनटनृत्तवदभावितानुष्ठानप्रायं न विदुषामास्थानिबन्धनम्, अतो यतितव्यमत्रेति। અવતરણિકાર્ચ -
આવા પ્રકારનાં સ્તોત્રો વડેeતમુત્યુર્ણ સૂત્ર બોલ્યા પછી પ્રાયઃ તેના જેવા જ ભાવોને કહેનારાં રાગાદિ વિષના પરમ મંત્રરૂપ બને એવા પ્રકારનાં સ્તોત્રો વડે, વચમાણ પ્રતિજ્ઞાને ઉચિત ચિતના ભાવને સંપાદન કરીને=ચૈત્યવંદન કરવાને અનુકૂળ કેવું ચિત્ત પ્રગટ કરવું જોઈએ તેના માટે આગળ પ્રતિજ્ઞા કરવામાં આવશે તેને ઉચિત ચિતને સ્તોત્રોથી સંપાદન કરીને, પંચાંગ પ્રણિપાતપૂર્વક પ્રમોદની વૃદ્ધિના જનક એવા આચાર્ય આદિને વંદન કરીને આગૃહીત ભાવવાળા=ભગવાનના ગુણોના ભાવોને સ્પર્શી શકે તેવા પ્રાપ્ત થયેલા પરિણામવાળા સાધુ કે શ્રાવક, સહદય નટની જેમ= જે પ્રકારે ચેષ્ટા કરે છે તેવા જ ભાવોને સ્પર્શે તેવા હદયવાળા નટની જેમ, અધિકૃત ભૂમિકાના સંપાદન માટે-ચૈત્યવંદન ભાવથી નિષ્પન્ન થાય તેવી અધિકૃત ભૂમિકાના સંપાદન માટે, ચેષ્ટા કરે છે અને ત=સાધુ કે શ્રાવક, વંદના સંપાદન માટે જિનમુદ્રાથી ઊભો રહે છે અને આ અરિહંત ચેઈયાણ સૂત્રને બોલે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ આ વિધિથી=પૂર્વમાં કાં એવા પ્રકારનાં સ્તોત્રોથી વયમાણ પ્રતિજ્ઞાને ઉચિત ચિતના ભાવને પ્રાપ્ત કરીને વંદના સંપાદન માટે જિનમુદ્રાથી ઊભો રહે છે એ વિધિથી, તે મહાત્મા-ચૈત્યવંદન કરવા માટે તત્પર થયેલા મહાત્મા, વંદનાની ભૂમિકાની આરાધના કરે છે=વંદનાને અનુકૂળ ઉચિત ચિત નિષ્પન્ન કરે છે, અને આની આરાધના કરીને=વંદનાની આરાધના કરીને, પરંપરાથી નક્કી નિવૃત્તિને પામે છે=વંદના દ્વારા પ્રગટ થયેલા શુભ ચિત્તની ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ પરંપરા દ્વારા તે મહાત્મા અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે, વળી, ઇતરથા=પૂર્વમાં કહેલી વિધિ દ્વારા વંદનાની ભૂમિકાની આરાધના કર્યા વગર ચૈત્યવંદન કરે તો, ફૂટ નટના નૃત્યની જેવું અભાવિત અનુષ્ઠાનરૂપ વિદ્વાનોને આસ્થાનું કારણ નથી=અભાવિત અનુષ્ઠાન વિદ્વાનોને કર્તવ્ય ભાસતું નથી, આથી અહીં=વંદનાની ભૂમિકાને પ્રગટ કરવામાં, યત્ન કરવો જોઈએ. ભાવાર્થ
પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્તોત્રો વડે સાધુ કે શ્રાવક અરિહંત ચેઇયાણું સૂત્ર દ્વારા જે પ્રતિજ્ઞા કરવાની છે તેને ઉચિત ચિત્તને પ્રાપ્ત કરે છે, તેથી જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક નમુત્થણે સૂત્રને બોલીને ત્યારપછી નમુત્યુર્ણ સૂત્ર સદંશ જ પ્રાયઃ ભગવાનના ગુણોને કહેનારાં સ્તવનો બોલે જેનાથી ચિત્ત ભગવાનના ગુણોને અત્યંત અભિમુખ બને છે, ત્યારપછી અરિહંત ચેઇયાણ સૂત્ર દ્વારા કાયોત્સર્ગ કરવાની જે પ્રતિજ્ઞા કરવાની છે તેને અનુકૂળ સમૃદ્ધ ચિત્ત બને છે અને તેવું ચિત્ત પ્રગટ કર્યા પછી ભક્તિના અતિશય માટે ભગવાનને પંચાંગ પ્રણિપાતપૂર્વક નમસ્કાર કરે છે અને પ્રમોદની વૃદ્ધિના જનક એવા આચાર્ય આદિને નમસ્કાર કરે છે; કેમ કે આચાર્ય આદિ મહાપુરુષો ભગવાનનું પારમાર્થિક ચૈત્યવંદન કરવા સમર્થ છે, એથી તેવા પૂર્ણ વિધિ અનુસાર ચૈત્યવંદન કરનારા મહાપુરુષોને નમસ્કાર કરવાથી પોતે પણ કંઈક અંશથી તેમના તુલ્ય દૃઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરવાને અનુકૂળ આગૃહીત ભાવવાળા બને છે=પ્રાપ્ત થયેલા સીર્યવાળા બને છે, ત્યારપછી સહૃદય નટની જેમ ચૈત્યવંદનને અનુકૂળ ભૂમિકા સંપાદન માટે વિવેકી સાધુ કે શ્રાવક ચેષ્ટા કરે છે અર્થાત્ જેમ સહૃદય નટ જે જે ભાવો કરે છે તે તે ભાવો તેના હૈયાને સ્પર્શે તે રીતે કરે છે, તેમ સાધુ કે શ્રાવક ચૈત્યવંદન સમ્યગૂ નિષ્પન્ન થાય તેને અનુરૂપ ઉપયોગ પ્રવર્તે તે માટે અરિહંત ચેઇયાણં સૂત્ર બોલવા પ્રયત્ન કરે છે અને તે સૂત્ર બોલીને કાયોત્સર્ગકાળમાં જે ચૈત્યવંદન સંપાદન કરવું છે તે સંપાદન કરવા માટે જિનમુદ્રાથી ઊભો રહીને અરિહંત ચેઇયાણં સૂત્ર બોલે છે. આ પ્રકારે જે મહાત્મા સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તે મહાત્મા વંદનાની ભૂમિકાને આરાધના કરે છે અર્થાત્ ચૈત્યવંદનની નિષ્પત્તિ સમ્યગુ થાય તેને અનુરૂપ ચિત્તની ભૂમિકાને પ્રાપ્ત કરે છે અને તે પ્રાપ્ત કર્યા પછી એક એક નવકારના કાઉસ્સગ્ગ દ્વારા ચાર થોયો બોલે છે, તે ચાર થોયો ચૈત્યવંદન સ્વરૂપ છે અને તેની આરાધના કરીને તે મહાત્મા પરંપરાએ નક્કી મોક્ષને પ્રાપ્ત કરે છે; કેમ કે કાયોત્સર્ગકાળમાં તીર્થકરની, ચોવીસ તીર્થંકરની, શ્રુતજ્ઞાનની ભક્તિ માટે કાઉસ્સગ્ન કરે છે અને અરિહંત ચેઇયાણ આદિ સૂત્ર દ્વારા ચિત્તની ભૂમિકાને સંપાદન કરીને જેઓ તીર્થંકર, સર્વ તીર્થકરો અને તીર્થકરો દ્વારા બતાવાયેલા શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિનો અતિશય પ્રાપ્ત કરે છે, તે ભક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને તે મહાત્માને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ કરાવશે.
Page #24
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂબા
ઇતરથા=જેઓ વંદનાની ભૂમિકાને સંપાદન કર્યા વગર કૂટનટના નૃત્યની જેમ અભાવિત ચૈત્યવંદન અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન વિદ્વાનોને આસ્થાનું કારણ નથી અર્થાત્ વિદ્વાનો જાણે છે કે આ ચૈત્યવંદન અનુષ્ઠાનથી મોક્ષને અનુકૂળ અંતરંગ યોગ પ્રગટ થયો નથી, તેથી તે ચૈત્યવંદન પરંપરાએ પણ મોક્ષનું કારણ નથી, તેથી નિષ્ફળ પ્રાયઃ છે, જેમ કૂટનટ નૃત્ય કરીને લોકોને રંજન કરી શકે છે તેમ તે ચૈત્યવંદન અનુષ્ઠાન પોતાના માટે મિથ્યા આશ્વાસનરૂપ થાય છે અર્થાત્ મેં ચૈત્યવંદન કર્યું છે તેવું મિથ્યા આશ્વાસન માત્ર પોતાને મળે છે, માટે બુદ્ધિમાન પુરુષો તેવા અનુષ્ઠાનને પ્રમાણ સ્વીકારતા નથી, આથી કલ્યાણના અર્થી જીવોએ ચિત્તની ભૂમિકાની નિષ્પત્તિમાં યત્ન કરવો જોઈએ, ત્યારપછી ચૈત્યવંદનને અનુકૂળ પ્રતિજ્ઞા કરવા માટે અરિહંત ચેઇયાણં સૂત્ર બોલવું જોઈએ, તે સૂત્ર આ પ્રમાણે છે – सूत्र:
अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं वंदणवत्तियाए पूयणवतियाए सक्कारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए,
सद्धाए मेहाए घिइए धारणाए अणुप्पेहाए वड्डमाणीए ठामि काउस्सग्गं । सूत्रार्थ :
અરિહંત ચૈત્યોના વંદન નિમિર્ત, પૂજન નિમિર્ત, સત્કાર નિમિત્તે, સન્માન નિમિર્ત, બધિલાભ નિમિત્તે, મોક્ષ નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું, વધતી જતી શ્રદ્ધાથી, મેધાથી, વૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી કાઉસ્સગ્નમાં સ્થિર થઉં છું. ललितविस्तरा :
सूत्रार्थस्त्वयम्-अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामहन्तीत्यर्हन्तः-तीर्थकराः, तेषां चैत्यानिप्रतिमालक्षणानि अर्हच्चैत्यानि। चित्तम्-अन्तःकरणं, तस्य भावः कर्म वा, वर्णदृढादिलक्षणे ष्यत्रि ('वर्णदृढादिभ्यः ष्यञ्च' पा.५-१-१२३) कृते 'चैत्यं' भवति, तत्रार्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादहच्चैत्यानि भण्यन्ते, तेषां, किम् ? 'करोमि' इत्युत्तमपुरुषैकवचननिर्देशनात्माभ्युपगमं दर्शयति, किम्? इत्याह- कायः-शरीरं, तस्योत्सर्ग:-कृताकारस्य स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य परित्याग इत्यर्थः, तं कायोत्सर्गम्।
आह-'कायस्योत्सर्ग इति षष्ठ्या समासः कृतः, अर्हच्चैत्यानामिति च प्रागावेदितं, तत्किम् 'अर्हच्चैत्यानां कायोत्सर्ग करोमीति?' नेत्युच्यते, षष्ठीनिर्दिष्टं तत्पदं पदद्वयमतिक्रम्य मण्डूकप्लुत्या वन्दनप्रत्ययमित्यादिभिरभिसंबध्यते, ततश्च 'अर्हच्चैत्यानां वन्दनप्रत्ययं करोमि कायोत्सर्गमिति द्रष्टव्यम्, तत्र 'वन्दनम्' अभिवादनं प्रशस्तकायवाङ्मनःप्रवृत्तिरित्यर्थः, 'तत्प्रत्ययं'=तनिमित्तं 'तत्फलं मे कथं नाम कायोत्सर्गादेव स्याद्' इत्यतोऽर्थमित्येवं सर्वत्र भावना कार्या, तथा 'पूअणवत्तियाए'
Page #25
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
‘પૂનનપ્રત્યયં’=પૂનનનિમિત્તે, પૂનનું મ્યમાત્ત્વાલિમિઃ સમય્યર્થનમ્, તથા ‘સવારવત્તિયાણ’‘सत्कारप्रत्ययं’=सत्कारनिमित्तं, प्रवरवस्त्राभरणादिभिरभ्यर्चनं सत्कारः ।
४
લલિતવિસ્તરાર્થ :
વળી, સૂત્રનો અર્થ=અરિહંત ચેઈયાણં સૂત્રનો અર્થ, આ છે=આગળ કહે છે એ છે – અશોક આદિ આઠ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને યોગ્ય છે એ અરિહંત તીર્થંકરો છે, તેઓનાં પ્રતિમારૂપ ચૈત્યો અરિહંતનાં ચૈત્યો છે.
ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે
ચિત્ત અંતઃકરણ છે, તેનો ભાવ અથવા કર્મ વ્યાકરણના સૂત્ર અનુસારે તે થાય છે, તેથી અંતઃકરણના ભાવ માટે અથવા કર્મ માટે (જે જિનપ્રતિમા છે તે) ચૈત્ય થાય છે=ભગવાનની પ્રતિમાના દર્શનને કારણે અંતઃકરણ વીતરાગભાવને અભિમુખ થાય છે તેથી તે અંતઃકરણ નિષ્પત્તિના ભાવ માટે જિનપ્રતિમા છે અથવા તે અંતઃકરણની નિષ્પત્તિનું કર્મ જિનપ્રતિમા છે તેથી જિનપ્રતિમા ચૈત્ય કહેવાય છે, ત્યાં=અરિહંત રોઇયાણં સૂત્રમાં, અરિહંતોની પ્રતિમાઓ પ્રશસ્ત એવી સમાધિના ચિત્તનું ઉત્પાદકપણું હોવાથી અર્હત્ ચૈત્યો કહેવાય છે, તેઓનું શું ? એથી કહે છે – ‘કરું છું’ એ ઉત્તમપુરુષ એકવચનનો નિર્દેશ હોવાથી=પહેલો પુરુષ એકવચનનો નિર્દેશ હોવાથી, આત્માના અશ્રુપગમને બતાવે છે અર્થાત્ ‘હું કરું છું’ તે પ્રકારના પોતાના સ્વીકારને બતાવે છે, શું કરું છું ? એથી કહે છે કાય શરીર છે તેનો ઉત્સર્ગ=કૃત આકારવાળા પુરુષની સ્થાન-મૌન-ધ્યાનની ક્રિયાને છોડીને યિાંતરના અધ્યાસને આશ્રયીને અર્થાત્ અન્ય ક્રિયાની પ્રવૃત્તિને આશ્રયીને, પરિત્યાગ અર્થાત્ કાયાનો પરિત્યાગ, તે કાયોત્સર્ગને હું કરું છું એમ અન્વય છે.
-
અહીં પ્રશ્ન કરે છે – કાયાનો ઉત્સર્ગ એ પ્રમાણે ષષ્ઠીથી સમાસ કરાયો અને અર્હત્ ચૈત્યોનું એ પ્રમાણે પૂર્વમાં આવેદન કરાયું=ક્શન કરાયું, તેથી શું ? અરિહંત ચૈત્યોનો કાયોત્સર્ગ કરું છું એ પ્રમાણે સંબંધ છે ? એથી કહે છે
—
નહિ, એ પ્રમાણે ઉત્તર અપાય છે – તો શું છે તે સ્પષ્ટ કરે છે, ષષ્ઠીથી નિર્દિષ્ટ એવું તે પદ પદન્દ્વયનું અતિક્રમણ કરીને=કરેમિ કાઉસ્સગ્ગ એ બે પદોને ઓળંગીને, મંડુક જેવા કૂદકાથી વંદન પ્રત્યય ઇત્યાદિ સાથે સંબંધ કરાય છે=વંદણવત્તિયાએ ઇત્યાદિ સાથે અરિહંત ચેઇયાણં પદનો સંબંધ કરાય છે, અને તેથી અરિહંત ચૈત્યોના વંદન નિમિત્તે કાયાના ઉત્સર્ગને કરું છું એ પ્રમાણે જાણવું, ત્યાં=વંદનપ્રત્યય કાઉસ્સગ્ગમાં, વંદન અભિવાદન છે=પ્રશસ્ત કાયા, વાણી અને મનની પ્રવૃત્તિ છે એ પ્રકારનો અર્થ છે અર્થાત્ અભિવાદન અભિવાદ છે એ વ્યુત્પત્તિ અનુસાર વીતરાગતાને અભિમુખ કાયા, વાણી અને મનની પ્રવૃત્તિ પ્રવર્તે તેવી ક્રિયાવિશેષ વંદન છે, તત્પ્રત્યય=તદ્ નિમિત્તે, હું કાઉસ્સગ્ગ કરું છું એમ અન્વય છે=તેનું ફળ અર્થાત્ વંદનનું ફળ
Page #26
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર મને કાયોત્સર્ગથી જ કેવી રીતે થાય એ પ્રકારના અર્થે હું કાઉસ્સગ્ન કરું છું, એ પ્રકારે સર્વત્ર= વંદન સિવાયના પૂજન આદિ સર્વમાં, ભાવના કરવી જોઈએ અને પૂજન પ્રત્યય પૂજન નિમિત, પૂજન ગંધમાલ્યાદિથી સમ્યમ્ અભ્યર્થન છે અને સત્કારપ્રત્યય સત્કાર નિમિતે, શ્રેષ્ઠ વસ્ત્ર આભરણ આદિથી અભ્યર્ચન સત્કાર છે. પંજિકા - 'कृताकारस्येति विहितकायोत्सर्गार्हशरीरसंस्थानस्य उच्चरितकायोत्सर्गापवादसूत्रस्य वेति। 'तत्फले 'त्यादि, तत्फलं-तस्य वन्दनस्य फलं कर्मक्षयादि, मे मम, कथं नाम केन प्रकारेण कायोत्सर्गस्यैवावस्थाविशेषलक्षणेन, कायोत्सर्गादेव, न त्वन्यतोऽपि व्यापारात्, तदानीं तस्यैव भावात्, स्याद्-भूयाद्, इति अनया आशंसया, अतोऽर्थम् वन्दनार्थमिति। પંજિકાર્ય -
તારતિ » વનનાર્થમિતિ વૃત્તાવિરતિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – કરાયેલા કાયાના ઉત્સર્ગને યોગ્ય શરીરના સંસ્થાનવાળા પુરુષનો, શરીરનો પરિત્યાગ કાયોત્સર્ગ છે એમ અવય છે અથવા ઉચ્ચારિત કાયોત્સર્ગના અપવાદ સૂત્રવાળા=ઉચ્ચારણ કર્યું છે અન્નત્ય સૂત્ર જેણે એવા પુરુષનો, કાયાનો પરિત્યાગ કાયોત્સર્ગ છે એમ અવથ છે.
તત્તેહિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – તેનું ફળ તે વંદનનું કર્મક્ષય આદિ ફળ અર્થાત્ કર્મક્ષય અને ગાદિ પદથી પ્રાપ્ત નિર્મળ પરિણતિ એ રૂપ ફલ, મને કેવી રીતે કાયોત્સર્ગના જ અવસ્થાવિશેષરૂપ કેવા પ્રકારથી? કાયોત્સર્ગથી જ થાય, પરંતુ અન્ય પણ વ્યાપારથી નહિ; કેમ કે ત્યારે=સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરાય છે ત્યારે, તેનો જ=કાયોત્સર્ગનો જ, સદ્ભાવ છે, એ=આ આશંસાથી આ અર્થે=વંદન માટે, હું કાઉસ્સગ્ન કરું છું એમ અવય છે. ભાવાર્થ :
અરિહંત ચેઇયાણં સૂત્રનો અર્થ કરતાં ‘વંદન, પૂજન, સત્કાર માટે હું કાઉસ્સગ્ન કરું છું એટલા અંશનું સ્પષ્ટીકરણ લલિતવિસ્તરામાં પ્રસ્તુત કથનથી કરે છે, ત્યાં અરિહંત કોણ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને યોગ્ય જે હોય તે અરિહંત તીર્થંકરો છે, તેથી ઉપસ્થિત થાય કે જગતમાં સર્વ શ્રેષ્ઠ એવા દેવતાઓથી મહાસમૃદ્ધિપૂર્વક જે પૂજાય છે તે તીર્થકરો છે, માટે સર્વ કલ્યાણના એક કારણ છે; કેમ કે કલ્યાણના અર્થી એવા બુદ્ધિના નિધાન દેવો પણ તીર્થંકરની પૂજા કરીને પોતાનું કલ્યાણ થાય છે તેમ જાણીને જ અષ્ટ મહાપ્રાતિહાર્યથી તેમની પૂજા કરે છે અને તેઓનાં ચૈિત્યો પ્રતિમા છે. ચૈત્ય પ્રતિમા કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સંસારી જીવોનું જે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્ત છે તેનો ભાવ અથવા તેની ક્રિયા તેને કરવા માટે ચૈત્ય સમર્થ છે અર્થાત્ યોગ્ય જીવો જિનની પ્રતિમાનું આલંબન લઈને જિનના પારમાર્થિક સ્વરૂપને સ્મૃતિપટમાં
Page #27
--------------------------------------------------------------------------
________________
૬
લલિતવિસ્તરા ભાગ-૩
લાવે છે, જેથી વીતરાગતાના ગુણને સ્પર્શનારું તેઓનું મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્ત બને છે અને તે ચિત્ત પ્રશસ્ત સમાધિરૂપ છે; કેમ કે તે મતિજ્ઞાનનો ઉપયોગ વીતરાગભાવમાં લીન થવાને અનુકૂળ છે અને તેવા ચિત્તની ઉત્પાદક અરિહંતની પ્રતિમા છે, માટે પ્રતિમાને ચૈત્યો કહેવાય છે, તેથી જે વિવેકી સાધુને કે શ્રાવકને ચૈત્ય શબ્દના અર્થનો બોધ છે તેઓ જિનપ્રતિમાને જોઈને દેવતાઓથી પણ પૂજાતા વીતરાગ સર્વશ એવા તીર્થંકરોનું સ્મરણ કરાવનાર આ જિનપ્રતિમા છે તે પ્રકારે પ્રતિસંધાન કરે છે અને તેઓનાં વંદન, પૂજન, સત્કાર, સન્માન માટે હું આ કાયોત્સર્ગ કરું છું એ પ્રકારનું પ્રતિસંધાન કરે છે. કાયોત્સર્ગ કરનારના વિશેષણનો અર્થ સ્પષ્ટ કરે છે –
જેઓ કાયાના ત્યાગને યોગ્ય શરીરનું સંસ્થાન કરે છે અને તેના અપવાદ માટે અન્નત્થ સૂત્ર બોલે છે અને ત્યારપછી તે મર્યાદા અનુસાર કાયાને સ્થિર કરવી, વચનથી મૌન રહેવું અને મનથી કાયોત્સર્ગમાં બોલાતા સૂત્રના અર્થ સાથે પ્રતિસંધાન કરવું તે ક્રિયાને છોડીને મન-વચન-કાયાની અન્ય સર્વ ક્રિયાનો પરિત્યાગ કરે છે અને તે રીતે કાયોત્સર્ગ કરવા માટે પ્રતિસંધાન કરે છે કે અરિહંતનાં વંદન, પૂજન, સત્કાર, સન્માન માટે હું આ પ્રકારનો કાયોત્સર્ગ કરું છું.
અહીં શંકા થાય કે કાયાનો ઉત્સર્ગ કરું છું, તેની પૂર્વે ‘અરિહંત ચૈત્યોના' એ પ્રકારનો શબ્દ છે, તેથી અરિહંત ચૈત્યોનો કાઉસ્સગ્ગ કરું છું તેમ પણ યોજન થાય, તેનો ઉત્તર આપે છે તેમ યોજન નથી, પણ અરિહંત ચૈત્યોનાં વંદન, પૂજન આદિ નિમિત્તે હું કાઉસ્સગ્ગ કરું છું તેમ યોજન છે તેથી ‘અરિહંત ચૈત્યોના વંદન નિમિત્તે હું કાઉસ્સગ્ગ કરું છું' એ અર્થ છે તેનાથી એ પ્રાપ્ત થાય કે અરિહંતની સન્મુખ ગમનરૂપ અભિવાદન છે અને તે વંદન શબ્દનો અર્થ છે, તેથી અરિહંતના ગુણોને સ્પર્શે તે રીતે પ્રશસ્ત કાયા, વાણી અને મનની પ્રવૃત્તિ વંદન શબ્દનો અર્થ છે, તેથી અરિહંતના ગુણોને સ્પર્શે તેવી મન-વચન-કાયાની પ્રવૃત્તિનું જે ફળ થાય છે તે ફળ મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રાપ્ત થાવ, એ પ્રકારે પ્રસ્તુત સૂત્રથી સાધુ આદિ પ્રતિસંધાન કરે છે એ રીતે અરિહંતના પૂજનનું જે ફળ થાય છે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ અને અરિહંતના સત્કારથી જે ફળ પ્રાપ્ત થાય તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રાપ્ત થાવ, અને અરિહંતના સન્માનથી જે ફળ પ્રાપ્ત થાય તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રાપ્ત થાવ, આ પ્રકારનું પ્રતિસંધાન કરવાથી એ પ્રાપ્ત થાય કે લોકોત્તમ પુરુષનાં વંદન, પૂજન, સત્કાર અને સન્માન દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય છે અને તે ભક્તિની વૃદ્ધિ લોકોત્તમ પુરુષતુલ્ય થવામાં બાધક કર્મોના નાશનું કારણ છે અને લોકોત્તમ પુરુષની તુલ્ય કંઈક કંઈક ગુણો પોતાનામાં પ્રગટ કરવાનું કારણ છે અને તેવું ફળ પ્રસ્તુત કાયોત્સર્ગથી મને થાવ, એ પ્રકારે પ્રતિસંધાન કરવાથી કાયોત્સર્ગકાળમાં ચિત્ત લોકોત્તમ પુરુષને અભિમુખ અભિમુખતર થાય તેવી પરિણતિવાળું બને છે, જેમ પ્રતિનિયત સ્થાનમાં જવાના સંકલ્પવાળો પુરુષ તે સંકલ્પના બળથી તે દિશાને અભિમુખ જ ગમનની પ્રવૃત્તિ કરે છે તેમ દૃઢ પ્રણિધાનપૂર્વક અરિહંત ચેઇયાણં સૂત્રથી જેઓ સુહતુ નટની જેમ તે પ્રકારનું પ્રતિસંધાન કરે છે તેઓનું ચિત્ત કાયોત્સર્ગકાળમાં જે નવકારનું સ્મરણ કરે છે તેના દ્વારા પણ લોકોત્તમ પુરુષ પ્રત્યેના આદરના અતિશયને અનુરૂપ જ પરિણતિવાળું થાય છે અને કાયોત્સર્ગમાં બોલાતા પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ પણ હેતુ-ફલ ભાવથી લોકોત્તમ પુરુષ સાથે જ જોડાયેલ છે, તેથી તે
Page #28
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
પ્રકારના પ્રતિસંધાનના બળથી કાયોત્સર્ગકાળમાં ચિત્ત અવશ્ય લોકોત્તમ પુરુષ પ્રત્યેની ભક્તિના અતિશયવાળું થાય છે.
લલિતવિસ્તરા ઃ
आह—‘क एवमाह, साधुः श्रावको वा ? तत्र साधोस्तावत् पूजनसत्कारावनुचितावेव, द्रव्यस्तवत्वात्, तस्य च प्रतिषेधात्, 'तो कसिणसंजमविऊ पुप्फाईयं न इच्छन्ति' इति वचनात्, श्रावकस्तु सम्पादयत्येवैतौ यथाविभवं, तस्य तत्प्रधानत्वात्, तत्र तत्त्वदर्शित्वात्, 'जिणपूयाविभवबुद्धि' त्ति वचनात्, तत्कोऽनयोर्विषय ?' इति । उच्यते, सामान्येन द्वावपि साधुश्रावकौ, साधोः स्वकरणमधिकृत्य द्रव्यस्तवप्रतिषेधः, न पुनः सामान्येन, तदनुमतिभावात्; भवति च भगवतां पूजासत्कारावुपलभ्य साधोः प्रमोदः, 'साधु शोभनमिदमेतावज्जन्मफलमविरतानाम्' इति वचनलिङ्गगम्यः तदनुमतिरियम् ।
उपदेशदानतः कारणापत्तेश्च ददाति च भगवतां पूजासत्कारविषयं सदुपदेशम्, 'कर्त्तव्या जिनपूजा, न खलु वित्तस्यान्यच्छुभतरं स्थानम्' इति वचनसंदर्भेण, तत्कारणमेतत्, अनवद्यं च तद् दोषान्तरनिवृत्तिद्वारेण, अयमत्र प्रयोजकोंऽशः, तथाभावतः प्रवृत्तेः, उपायान्तराभावात् ।
લલિતવિસ્તરાર્થ :
આહથી કોઈ પ્રશ્ન કરે છે કોણ આ પ્રમાણે=અરિહંત ચેઈયાણં સૂત્રમાં પૂઅણવત્તિયાએ સક્કારવત્તિયાએ એ પ્રમાણે, કહે છે અર્થાત્ સાધુ કહે છે અથવા શ્રાવક કહે છે ? ત્યાં=સાધુ કહે છે અથવા શ્રાવક કહે છે એ પ્રકારના સ્વીકારમાં, સાધુને પૂજન, સત્કાર અનુચિત જ છે; કેમ કે દ્રવ્યસ્તવપણું છે અને તેનો=દ્રવ્યસ્તવનો, પ્રતિષેધ છે=સાધુને પ્રતિષેધ છે.
-
4
સાધુને દ્રવ્યસ્તવનો પ્રતિષેધ છે તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે
-
તે કારણથી સંપૂર્ણ સંયમને જાણનારા સાધુ પુષ્પાદિને ઈચ્છતા નથી. એ પ્રકારનું વચન છે, વળી, શ્રાવક આને=પૂજનને અને સત્કારને, યથાવૈભવ=પોતાની શક્તિ અનુસાર, સંપાદન કરે છે જ; કેમ કે તેનું=શ્રાવકનું, તપ્રધાનપણું છે=દ્રવ્યસ્તવ પ્રધાનપણું છે=શ્રાવકના જીવનમાં પ્રધાનરૂપે શક્તિના પ્રકર્ષથી દ્રવ્યસ્તવની આચરણા જ હોય છે.
કેમ શ્રાવક પોતાના વૈભવને અનુરૂપ પ્રધાનરૂપે દ્રવ્યસ્તવ કરે છે જ ? તેમાં બીજો હેતુ કહે છે તેમાં=દ્રવ્યસ્તવમાં, તત્ત્વદર્શિપણું છે=મારા જીવનમાં મારી ભૂમિકા અનુસાર દ્રવ્યસ્તવ જ મારા માટે એકાંતે હિતનું કારણ છે એ પ્રકારના તત્ત્વને જોનાર શ્રાવક હોય છે.
–
કેમ શ્રાવક અન્ય સર્વ કૃત્યો કરતાં ભગવાનના પૂજનને અને સત્કા૨ને તત્ત્વરૂપે જુએ છે તેમાં ત્રીજો હેતુ કહે છે –
જિનપૂજામાં વૈભવબુદ્ધિ છે. એ પ્રકારનું વચન છે=શક્તિના પ્રકર્ષથી જિનપૂજા કરું એ જ મારો
Page #29
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તાર ભાગ-૩ વૈભવ છે, અન્ય વૈભવ નથી એ પ્રકારની બુદ્ધિ શ્રાવકને હોય છે એમ શાસ્ત્રવચન છે, તે કારણથી=સાધુને દ્રવ્યસ્તવ ઉચિત નથી અને શ્રાવક શક્તિ અનુસાર કરે છે જે તે કારણથી, આ બે નિમિતે કાઉસ્સગ્ન કરનાર પૂજન અને સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ગ કરનાર, કોણ છેઃ પૂજન અને સત્કાર નિમિતે કાઉસગ્ગ સાધુ અને શ્રાવકમાંથી કોણ કરે છે અર્થાત્ કઈ કરે એ ઉચિત નથી, તિ શબ્દ શંકાની સમાપ્તિમાં છે.
તેનો ઉત્તર આપે છે – સામાન્યથી સાધુ અને શ્રાવક બંને પણ=પૂજન અને સત્કાર નિમિત્તે બંને પણ કાઉસ્સગ્ન કરે છે. કેમ સાધુ પૂજન, સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ન કરે છે ? તેથી કહે છે –
સાધુને સ્વકરણને આશ્રયીને સ્વયં દ્રવ્યસ્તવ કરણને આશ્રયીને, દ્રવ્યસ્તવનો નિષેધ છે, પરંતુ સામાન્યથી નિષેધ નથી=કરણ-કરાવણ-અનુમોદન ત્રણેને આશ્રયીને નિષેધ નથી; કેમ કે તેની અનુમતિનો ભાવ છે=સાધુને દ્રવ્યસ્તવની અનુમોદનાનો સદ્ભાવ છે, અને ભગવાનના પૂજા-સત્કારને જોઈને સાધુને પ્રમોદ થાય છે. કેવા પ્રકારનો પ્રમોદ થાય છે ? એથી કહે છે –
સુંદર શોભન આ છે=પૂજન-સત્કાર છે, અવિરતિવાળા જીવોના જન્મનું ફલ આટલું છે, એ પ્રકારના વચનના લિંગથી ગમ્ય સાધુનો પ્રમોદ છે, તેની અનુમતિ=દ્રવ્યસ્તવની અનુમતિ, આ છે=પ્રમોદ છે.
અને ઉપદેશના દાનથી કારણની આપત્તિ છે= સાધુને દ્રવ્યસ્તવના કરાવણની પ્રાપ્તિ છે, અને ભગવાનના પૂજા-સત્કાર વિષયક સદુપદેશને આપે છે=સાધુ આપે છે, જિનની પૂજા કરવી જોઈએ, ખરેખર ધનનું અન્ય શુભતર સ્થાન નથી, એ પ્રકારના વચનના સંદર્ભથી સાધુ સદુપદેશ આપે છે એમ અન્વય છે, તે કારણથી આ સદુપદેશ, કારણ છે=દ્રવ્યસ્તવનું કરાવણ છે, અને તે દ્રવ્યસ્તવનું કરાવણ, દોષાંતરની નિવૃત્તિ દ્વારા અનવઘ છે, આમાં દ્રવ્યસ્તવના ઉપદેશમાં, આ પ્રયોજક અંશ છે મોટા દોષથી નિવૃત્તિરૂપ પ્રવર્તક અંશ છે; કેમ કે તે પ્રકારના ભાવથી=દોષાંતરની નિવૃત્તિના ભાવથી, પ્રવૃત્તિ છે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે અન્ય પ્રવૃત્તિ દ્વારા પણ સાવઘ પ્રવૃત્તિની નિવૃત્તિ થશે, તેના નિરાકરણ માટે હેતુ કહે
છે
–
ઉપાયાંતરનો અભાવ છે દ્રવ્યસ્તવને છોડીને અન્ય ઉપાયથી મોટા દોષથી નિવૃત્તિનો અભાવ છે. પંજિકા -
ननु यावज्जीवमुज्झितसर्बसावद्यस्य साधोः कथं सावधप्रवृत्तेर्द्रव्यस्तवस्योपदेशनेन कारणं युज्यते? इत्याशङ्क्याह
Page #30
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
अनवद्यं च-निर्दोषं च एतद्-द्रव्यस्तवकारणं; हेतुमाह- दोषान्तरनिवृत्तिद्वारेण, दोषान्तराद्-द्रव्यस्तवापेक्षयाऽन्यस्मादिन्द्रियार्थहेतोर्महतः कृष्याघारम्भविशेषात्, तस्य (=दोषान्तरस्य) वा, या निवृत्तिः उपरमः, स एव द्वारम् उपायः तेन।
ननु कथमिदमनवद्यम्, अवद्यान्तरे प्रवर्त्तनात् ? इत्याशङ्क्याह- अयं-दोषान्तरान्महतो निवृत्तिरूपः, अत्र-द्रव्यस्तवोपदेशने, प्रयोजक: प्रवर्तकः, अंशः निवृत्तिप्रवृत्तिरूपाया द्रव्यस्तवकर्तृक्रियाया विभागः, कुत इत्याह- तथाभावतो-दोषान्तरनिवृत्तिभावात्, प्रवृत्तेः चेष्टायाः, उपायान्तराभावात् उपायान्तरस्य उपायान्तरतो वाऽभावात्, द्रव्यस्तवपरिहारेण अन्यहेतोरभावात्। પંજિકાર્ય -
નિનુ વાવMવ .. ચોતરમાવાન્ ! નવુથી શંકા કરે છે – માવજીવ ત્યાગ કર્યો છે સર્વ સાવધતો જેમણે એવા સાધુને કેવી રીતે સાવધ પ્રવૃતિરૂપ દ્રવ્યસ્તવના ઉપદેશ દ્વારા કરાવણ ઘટે? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
અને અવધ=નિર્દોષ, આ છે=દ્રવ્યસ્તવનું કરાવણ છે, હેતુને કહે છે–સાધુને ઉપદેશ દ્વારા વ્યસ્તવનું કરાવણ નિર્દોષ છે તેમાં હેતુને કહે છે – દોષાંતરની નિવૃત્તિ દ્વારા અનવદ્ય છે એમ અવય છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – દોષાંતરથી દ્રવ્યસ્તવની અપેક્ષાએ મોટા કૃષિ આદિ આરંભ વિશેષરૂપ અન્ય ઈન્દ્રિયાઈ હેતુથી, નિવૃતિ–ઉપરમ, તે જ દ્વાર=ઉપાય, તેના દ્વારા દ્રવ્યસ્તવનો ઉપદેશ અનવદ્ય છે એમ અવાય છે અથવા તેની=દોષાંતરની નિવૃત્તિ તે જ ઉપાય છે તેના દ્વારા દ્રવ્ય-સ્તવનો ઉપદેશ અનવદ્ય છે એમ અત્રય છે.
નવુથી શંકા કરે છે – કેવી રીતે આ=સાધનો દ્રવ્યસ્તવનો ઉપદેશ, અનવદ્ય થાય? અર્થાત થાય નહિ; કેમ કે અવઘાંતરમાં=સંસારના અવધ કરતાં અન્ય પ્રકારના દ્રવ્યસ્તવના સાવદ્યમાં, પ્રવર્તત છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – અહીં દ્રવ્યસ્તવના ઉપદેશમાં, આ પ્રયોજક અંશ છે=મોટા, દોષાંતરથી નિવૃત્તિરૂપ પ્રવર્તક વિભાગ છે અર્થાત્ નિવૃતિ-પ્રવૃત્તિરૂપ દ્રવ્યસ્તવ કરનારની ક્રિયાનો વિભાગ છે અર્થાત સાવધની નિવૃત્તિને અનુકૂળ પ્રવૃત્તિરૂપ દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકની ક્રિયાનો વિભાગ છે, કયા કારણથી એથી કહે છે=દ્રવ્યસ્તવના ઉપદેશમાં મોટા દોષાંતરથી નિવૃત્તિનો પ્રયોજક અંશ દ્રવ્યસ્તવ કયા કારણથી છે? એથી કહે છે – તે પ્રકારના ભાવથી પ્રવૃત્તિ હોવાને કારણે દોષાંતરની નિવૃત્તિના ભાવથી દ્રવ્યસ્તવની ચેષ્ટા હોવાના કારણે, દ્રવ્યસ્તવથી મોટા દોષની નિવૃત્તિ છે એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે આરંભ-સમારંભની પ્રવૃત્તિને છોડીને શયન આદિ ક્રિયાથી પણ મોટા દોષોની નિવૃત્તિ થશે, તેથી દ્રવ્યસ્તવથી જ મોટા દોષોની નિવૃત્તિ છે તેમ કેમ કહી શકાય ? તેના નિવારણ માટે હેતુ કહે છે –
Page #31
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
ઉપાયાંતરનો અભાવ હોવાથી અથવા ઉપાયાંતરથી મોટા આરંભની નિવૃત્તિનો અભાવ હોવાથી અર્થાત્ દ્રવ્યસ્તવને છોડીને અન્ય હેતુથી અભાવ હોવાને કારણે અર્થાત્ આરંભ-સમારંભની પ્રવૃત્તિના પરિહારનો અભાવ હોવાને કારણે આ જ પ્રયોજક અંશ છે એમ લલિતવિસ્તરામાં અવય છે. ભાવાર્થ:
પૂર્વમાં અરિહંત ચેઇયાણ સૂત્રનો અર્થ પૂઅણવત્તિયાએ - સક્કારવત્તિયાએ સુધીનો કર્યો, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે “અરિહંત ચેઇયાણં' સૂત્ર દ્વારા આ પ્રમાણે કોણ કહે ? સાધુ કહે કે શ્રાવક કહે ? તે બંનેને આશ્રયીને આ પ્રકારનું કથન સંગત નથી; કેમ કે પૂજન ગંધમાલ્યાદિથી છે અને સત્કાર શ્રેષ્ઠ વસ્ત્રઆભરણ આદિથી છે અને તે દ્રવ્યસ્તવ સ્વરૂપ છે અને સાધુને દ્રવ્યસ્તવનો નિષેધ છે, તેથી મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ', એ પ્રકારની ઇચ્છા કરવી સાધુને ઉચિત નથી. વળી, શ્રાવક પોતાના વૈભવને અનુરૂપ પૂજા-સત્કાર અવશ્ય કરે છે જ; કેમ કે વિવેકી શ્રાવકને ભગવાનની પૂજા એ પોતાનો વૈભવ છે તેવી બુદ્ધિ છે, તેથી પોતાની શક્તિના પ્રકર્ષથી ભગવાનનાં પૂજા-સત્કાર અવશ્ય કરે છે અને જેઓ તે પ્રકારે શક્તિ અનુસાર પૂજા-સત્કાર કરતા નથી તેઓ પરમાર્થથી શ્રાવક જ નથી અને જે શ્રાવકો ભગવાનના વચનના રહસ્યને જાણનારા છે તેઓને વીતરાગની પૂજા જ પોતાનો વૈભવ છે તેવી સ્થિરબુદ્ધિ છે, તેથી અવશ્ય પૂજા સત્કાર કરે છે, માટે “મને કાયોત્સર્ગથી પૂજા-સત્કારનું ફળ થાવ” એમ કહેવું શ્રાવકને પણ ઉચિત નથી, તેથી સાધુને કે શ્રાવકને માટે “મને આ કાયોત્સર્ગથી પૂજા અને સત્કારનું ફળ થાવ' એમ પ્રસ્તુત સૂત્રથી કહેવું ઉચિત નથી, આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે.
સામાન્યથી સાધુ અને શ્રાવક બંને પણ આ પ્રકારે કહે છે અર્થાતુ મને આ કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ એ પ્રમાણે કહે છે, કેમ બંને કહે છે ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે – સાધુને સ્વયં દ્રવ્યસ્તવ કરવાનો પ્રતિષેધ છે, પરંતુ સામાન્યથી દ્રવ્યસ્તવનો પ્રતિષેધ નથી, જેમ સાધુને સંસારના આરંભ-સમારંભ કરવાનો કરણ-કરાવણ-અનુમોદનરૂપ સામાન્યથી પ્રતિષેધ છે તેમ દ્રવ્યસ્તવનો સામાન્યથી પ્રતિષેધ નથી; કેમ કે સાધુને પણ દ્રવ્યસ્તવની અનુમતિનો સદ્ભાવ છે માટે ભગવાનના પૂજા-સત્કારને જોઈને સાધુને પ્રમોદ થાય છે, તેથી વિવેકી શ્રાવકોના પૂજા-સત્કારને જોઈને સાધુ તેઓની પ્રશંસા કરતાં કહે છે કે આ શ્રાવકની પૂજા સુંદર છે, આનાથી જ આ શ્રાવકોનો જન્મ સફળ છે, તે ભગવાનની પૂજાની પ્રશંસારૂપ અનુમતિ છે.
તેથી એ ફલિત થાય કે વિવેકી સાધુઓ સંસારી જીવોની કોઈ અન્ય સાવદ્ય પ્રવૃત્તિની ક્યારેય પ્રશંસા કરતા નથી, તેથી તેઓને પ્રશંસા અનુમતિ નથી, વળી, સાવદ્ય પ્રવૃત્તિ કરનારા શ્રાવકોને ઉપદેશ દ્વારા વારણ કરીને નિરવદ્ય ભાવને અનુકૂળ ચિત્ત પ્રાપ્ત કરાવે છે, તેથી અનિષિદ્ધની અનુમતિ નથી અને આરંભ-સમારંભ કરનારા શ્રાવકો પ્રત્યે આ મારા ભક્ત છે, ભક્તિવાળા છે, ઇત્યાદિ સ્નેહબુદ્ધિ ધારણ કરતા નથી, તેથી સંવાસાનુમતિ નથી. વળી, શ્રાવકો ઉપદેશ સાંભળીને પાપની નિવૃત્તિ કરે છે અને સંયમને અનુકૂળ શક્તિનો સંચય થાય તે પ્રકારે પૌષધ આદિ કરે છે, તેની અનુમોદના કરે છે, આથી જ વીર
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૧
અરિહંત ચેઈયાણં સૂત્ર ભગવાને સાગરચંદ્રની પૌષધ પ્રતિમાની પ્રશંસા કરી, તેમ વિવેકી સાધુ ભગવાનનાં પૂજન-સત્કાર કરીને ભાવસ્તવની નિષ્પત્તિ થાય તેવા ઉત્તમ ભાવો કરતા હોય અર્થાત્ વિતરાગના ગુણોમાં લીન થઈને સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચય કરતા હોય તેવા વિવેકી શ્રાવકોના પૂજન-સત્કારની પ્રશંસા કરે છે, તે રીતે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારના ફળની પ્રાપ્તિ થાવ એમ અભિલાષા કરે છે, તેથી જેમ વિવેકી શ્રાવકો સ્વભૂમિકા અનુસાર પૂજન-સત્કાર કરીને ભાવસ્તવને પ્રાપ્ત કરે છે, તેમ સાધુ વિચારે છે કે હું પણ પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા પૂજન-સત્કારનું ફલ પ્રાપ્ત કર્યું, જેથી મારામાં વિદ્યમાન સંયમના કંડકો ઉત્તરોત્તર વૃદ્ધિ પામે, માટે પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ પ્રાપ્ત થાવ તેમ કહેવું સાધુને દોષરૂપ નથી.
વળી, સાધુ જેમ વિવેકી શ્રાવકના દ્રવ્યસ્તવનું અનુમોદન કરે છે, તેમ ઉપદેશદાનથી દ્રવ્યસ્તવ કરાવે પણ છે અર્થાત્ સાક્ષાત્ તું પૂજા કર, જિનાલય કર, એ પ્રકારે કરાવતા નથી, પરંતુ શ્રાવક માટે ભગવાનની પૂજા કર્તવ્ય છે, શ્રાવકના ધનનું આનાથી અધિક શુભ સ્થાન અન્ય નથી તેમ ઉપદેશ આપે છે; કેમ કે ઉત્તમ દ્રવ્યોથી જગદ્ગુરુની પૂજા કરીને વિવેકી શ્રાવકો ક્ષાયિકભાવના વીતરાગ પ્રત્યે બહુમાનભાવવાળા થાય છે, જેનાથી શ્રાવકમાં ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે, માટે વિવેકી શ્રાવકે ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ભગવાનનાં પૂજા-સત્કાર કરવાં જોઈએ એમ ઉપદેશ આપે છે, તેથી ઉપદેશ દ્વારા સાધુને દ્રવ્યસ્તવ કરાવણ પણ છે.
વળી, શ્રાવકના દ્રવ્યસ્તવની અનુમોદના કરે અને ઉપદેશ દ્વારા દ્રવ્યસ્તવ કરાવે તે અનવદ્ય છે, પરંતુ આરંભ-સમારંભરૂપ સાવદ્ય પ્રવૃત્તિરૂપ નથી, કેમ અનવદ્ય છે? તેમાં યુક્તિ આપે છે – દોષાંતરની નિવૃત્તિ દ્વારા દ્રવ્યસ્તવ કરાવણ અનવદ્ય છે, તેથી એ પ્રાપ્ત થાય કે સાધુ જેમ શ્રાવકને દ્રવ્યસ્તવ કર્તવ્ય છે તેમ કહે છે, તેમ આ દ્રવ્યસ્તવ કઈ રીતે ભાવસ્તવનું કારણ છે તેનું રહસ્ય પણ શ્રાવકને બતાવે છે, જેથી વિવેકી શ્રાવકને બોધ થાય છે કે સંસારના ક્ષયનું એક કારણ વિતરાગતા છે અને વીતરાગતાની પ્રાપ્તિનો એક ઉપાય ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થવારૂપ નિરવદ્ય સાધુજીવન છે અને જેમાં તેનું નિરવદ્ય જીવન જીવવાની શક્તિ નથી તેવા શ્રાવકોએ નિરવદ્ય જીવન જીવીને ક્ષાયિકભાવને પામેલા પરમગુરુની તે રીતે ભક્તિ કરવી જોઈએ, જેથી તેઓના ગુણોથી રંજિત થયેલું ચિત્ત નિરવદ્ય જીવનને અભિમુખ અભિમુખતર બને. આ પ્રકારના ઉપદેશથી પ્રેરાયેલા શ્રાવકો દ્રવ્યસ્તવ કરે છે ત્યારે ભગવાનના ગુણોથી શ્રાવકનું રંજિત થયેલું ચિત્ત ભોગાદિને અનુકૂળ ચિત્તથી વિપરીત ચિત્તરૂપ હોવાથી તેમનો ભોગાદિ પ્રત્યેનો સંશ્લેષનો પરિણામ અલ્પ-અલ્પતર થાય છે, માટે શ્રાવકને પૂર્વમાં ભોગોના સંશ્લેષથી જે કર્મબંધ થતો હતો તે દોષાંતરની નિવૃત્તિ દ્રવ્યસ્તવથી થાય છે અર્થાત્ દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકને આ વૈભવ મારો છે, જેનાથી હું ભગવાનની ભક્તિ કરું છું એવો પરિણામ વર્તે છે, તેમાં જે સંપત્તિમાં મમત્વબુદ્ધિરૂપ દોષ છે તેના કરતાં ભોગાદિમાં સંશ્લેષના પરિણામરૂપ જે દોષાંતર છે, તેની નિવૃત્તિ દ્રવ્યસ્તવથી થાય છે, માટે સાધુને ઉપદેશ દ્વારા દ્રવ્યસ્તવ કરાવણ અનવદ્ય છે, આ જ પદાર્થને સ્પષ્ટ કરતાં કહે છે –
સાધુના દ્રવ્યસ્તવના ઉપદેશમાં દોષાંતરની નિવૃત્તિ એ જ પ્રયોજક અંશ છે; કેમ કે દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકમાં ભોગ પ્રત્યેના સંશ્લેષની નિવૃત્તિને અનુકૂળ ભગવાનની પૂજાની પ્રવૃત્તિ છે અર્થાત્ વિવેકી શ્રાવક
Page #33
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તા ભાગ-૩
૧૨
તેવા પ્રકારના ભાવથી જ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે પણ ‘આ આપણા ભગવાન છે, માટે પૂજા કરવી જોઈએ' એવા સ્થૂલ બોધથી વિવેકી શ્રાવક પ્રવૃત્તિ કરતા નથી પરંતુ ભગવાનમાં વર્તતા ક્ષાયિક ચારિત્રને જોઈને જગદ્ગુરુની ભક્તિ કરવાના પરિણામવાળા થઈને દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે, તેથી ભગવાનની પૂજાના કાળમાં ક્ષાયિક ચારિત્ર પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનનો પરિણામ દોષાંતરની નિવૃત્તિથી દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરાવે છે. અહીં સ્થૂલથી જોનારા કોઈકને જણાય કે શ્રાવક ભગવાનની પૂજા કરે છે ત્યારે વ્યાપારવાણિજ્યરૂપ આરંભ-સમારંભની નિવૃત્તિ છે, તેમ શયનક્રિયામાં કે અન્ય તેવા પ્રકારની નિર્વ્યાપારની પ્રવૃત્તિમાં પણ આરંભ-સમારંભની નિવૃત્તિની પ્રાપ્તિ છે, તેના નિરાકરણ માટે કહે છે -
-
દ્રવ્યસ્તવને છોડીને શ્રાવક શયનક્રિયા કરે કે નિર્વ્યાપાર રહે ત્યારે વીતરાગના ગુણોને સ્પર્શનારું રમ્ય ચિત્ત નથી, તેથી શ્રાવકનો ભોગ પ્રત્યેનો સંશ્લેષનો પરિણામ તે ક્રિયાથી ક્ષીણ થતો નથી, પરંતુ દ્રવ્યસ્તવ કરે છે ત્યારે વીતરાગના ગુણોને સ્પર્શનારું ચિત્ત હોવાથી ભોગ પ્રત્યેનો સંશ્લેષનો પરિણામ અવશ્ય ક્ષીણ થાય છે, તેથી શ્રાવક માટે દોષાંતરથી નિવૃત્તિનો ઉપાય અન્ય કોઈ નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ છે.
લલિતવિસ્તરા ઃ
नागभयसुतगर्त्ताकर्षणज्ञातेन भावनीयमेतत् । तदेवं साधुरित्थमेवैतत्संपादनाय कुर्वाणो नाविषयः, वचनप्रामाण्यात्, इत्थमेवेष्टसिद्धेः, अन्यथाऽयोगादिति ।
લલિતવિસ્તરાર્થ :
નાગના ભયથી પુત્રને ખાડામાંથી ખેંચવાના દૃષ્ટાંતથી આ=સાધુને દ્રવ્યસ્તવની દેશના દ્વારા કારણ, ભાવન કરવું જોઈએ.
સાધુને દ્રવ્યસ્તવની અનુમતિ છે અને ઉપદેશથી કરાવણ છે તેમ યુક્તિથી સ્થાપન કર્યું તેનું તત્ત્વથી નિગમન કરે છે આ રીતે જ=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે જ, આના સંપાદન માટે= દ્રવ્યસ્તવના સંપાદન માટે, ‘અરિહંત ચેઈયાણં' સૂત્રથી પ્રયત્ન કરતા સાધુ અવિષય નથી=કાયોત્સર્ગ દ્વારા પૂજા-સત્કારનું ફળ થાવ એ પ્રકારે કહેવાનો અવિષય નથી; કેમ કે વચનનું પ્રામાણ્ય છે= અરિહંત ચેઈયાણં સૂત્ર ગણધરરચિત છે તે વચનનું પ્રમાણપણું છે.
કેમ વચનના પ્રામાણ્યથી સાધુને પૂજન-સત્કારના ફલની ઇચ્છા કરવી જોઈએ ? તેમાં હેતુ કહે છે
—
આ રીતે જ ઈષ્ટની સિદ્ધિ છે=સાધુ કાયોત્સર્ગથી પૂજન-સત્કારના ફલની ઈચ્છા કરે એ રીતે જ જગદ્ગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થવાથી સાધુને સંયમની વૃદ્ધિરૂપ ઇષ્ટની સિદ્ધિ છે, અન્યથા=સાધુ કાયોત્સર્ગ દ્વારા પૂજન-સત્કારના ફ્લની ઈચ્છા ન કરે તો, અયોગ છે=સંયમના કંડકોની વૃદ્ધિનો અયોગ છે.
પંજિકા ઃ
યમિત્યા- ‘નાને'ત્યાતિ, નામથેન=સર્પમીત્વા, સુતસ્થ=પુત્રસ્ય, ગર્ભા=શ્વપ્રાપ્, આવર્ષળ=
Page #34
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈચાણ સૂત્ર अपनयनम्, एतदेव ज्ञातं दृष्टान्तः, तेन, ‘भावनीयम्', 'एतत्' साधोव्यस्तवकारणं देशनाद्वारेण, तथाहिकिल काचित् स्त्री प्रियपुत्रं रमणीयरूपमुपरचय्य रमणाय मन्दिरस्य बहिर्विससर्ज, स चातिचपलतया अविवेकतया च इत इतः पर्यटनवटप्रायमतिविषमतटमेकं गर्त्तमाविवेश, मुहूर्तान्तरे च प्रत्यपायसम्भावनया चकितचेता माता तमानेतुं तं देशमाजगाम, ददर्श च गर्त्तान्तर्वतिनं तं निजसू, तमनु च प्रचलितम् आकालिककोपप्रसरमाञ्जनपुञ्जकालकायमुद्घाटितातिविकटस्फुटाटोपं पन्नगम्, ततोऽसौ गुरुलाघवालोचनचतुरा 'नूनमतः पनगादस्य महानपायो भवितेति विचिन्त्य सत्वरं प्रसारितकरा गर्तात् पुत्रमाचकर्ष, यथाऽसौ स्तोकोत्कीर्णशरीरत्वक्तया सपीडेऽपि तत्र न दोषवती, परिशुद्धभावत्वात् (प्र०... भावात्), तथा सर्वथा त्यक्तसर्बसावद्योऽपि साधुरुपायान्तरतो महतः सावद्यान्तरानिवृत्तिमपश्यन् गृहिणां द्रव्यस्तवमादिशनपि न दोषवानिति। પાંજિકાર્ય :
નિત્યદ... રોજિરિ | કેવી રીતે પૂર્વમાં કહ્યું કે દ્રવ્યસ્તવને છોડીને દોષાંતર નિવૃત્તિનો અન્ય ઉપાય નથી તે કેવી રીતે નથી ? એથી કહે છે – નાત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, નાગના ભયથી=સર્પના ભયથી, પુત્રને ગર્તામાંથીeખાડામાંથી, આકર્ષણaખેંચવું, એ જ દષ્ટાંત છે, તેનાથી આ=દેશના દ્વારા સાધુને દ્રવ્યસ્તવનું કરાવણ, ભાવન કરવું જોઈએ, તે આ પ્રમાણે –
ખરેખર ! કોઈક સ્ત્રીએ પ્રિયપુત્રને રમણીયરૂપવાળો કરીને ઘરની બહાર રમવા માટે મોકલ્યો અને અતિ ચપલપણું હોવાથી અને અવિવેકપણું હોવાથી આમતેમ ભટકતા એવા તેણે=પ્રિયપુત્રએ, કૂવા જેવા અતિવિષમ તટવાળા એક ખાડામાં પ્રવેશ કર્યો અને મુહૂર્ત પછી પ્રત્યપાની સંભાવનાથી પુત્રના અનર્થની સંભાવનાથી, ચકિત ચિત્તવાળી માતા તેને લાવવા માટે તે દેશમાં આવી અને ખાડાની અંદર રહેલા તે પોતાના પુત્રને અને તેની પાછળ આકાલિક કોપના પ્રસરવાળા અંજનના પુંજ જેવી કાળી કાયાવાળા ઉઘાડેલી અતિવિક્ટ પ્રગટ ફણાવાળા ચાલેલા નાગને, જોયો તેથી ગુરુલાઘવ આલોચનમાં ચતુર એવી નક્કી સાપથી આનેત્રપુત્રને, મોટો અપાય થશે એ પ્રમાણે વિચારીને સત્વર ફેલાવેલા હાથવાળી આe=સ્ત્રીએ, ખાડામાંથી પુત્રને ખેંચ્યો, જે પ્રમાણે આ=સ્ત્રી, થોડી ઉખેડાયેલી શરીરની ત્વચા હોવાથી પીડાવાળા પણ તેમાં=પીડાવાળા પણ પુત્રના ખેંચવામાં, દોષવાળી નથી; કેમ કે પરિશુદ્ધ ભાવ છે, તે પ્રમાણે સર્વથા ત્યક્ત સર્વ સાવધવાળા પણ મોટા સાવધથી ઉપાયાંતર દ્વારા નિવૃત્તિને નહિ જોતા સાધુ ગૃહસ્થોને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપતા પણ દોષવાળા નથી. ભાવાર્થ
પૂર્વમાં કહ્યું કે શ્રાવકને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપ્યા વગર અન્ય પ્રવૃત્તિ દ્વારા શ્રાવકમાં સર્વવિરતિને અનુકૂળ બળસંચય થઈ શકે તેમ નથી, આથી વિવેકી સાધુ જે શ્રાવકો સદુપદેશ સાંભળીને સંસારથી ભય પામેલ છે, મોક્ષના અર્થી થયા છે, પરંતુ સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ છે તેઓને સર્વવિરતિને
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
લલિતવિસ્તરા ભાગ-૩
અનુકૂળ શક્તિ-સંચય અર્થે દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે છે; કેમ કે તે શ્રાવકો અન્ય ઉપાય દ્વારા ભાવથી સર્વવિરતિને અનુકૂળ બળસંચયવાળા થઈ શકે તેમ નથી. કેમ તેઓ અન્ય ઉપાયથી સર્વવિરતિની શક્તિના સંચયવાળા થતા નથી, તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
—
સાધુનું શ્રાવકને દેશના દ્વારા દ્રવ્યસ્તવનું કરાવણ નાગના ભયથી પુત્રને ખાડામાંથી ખેંચતી માતાના દૃષ્ટાંતથી ભાવન કરવું જોઈએ. જેમ તેવા વિષમ સંયોગમાં રહેલા પુત્રને ખેંચીને ખાડામાંથી કાઢવામાં ન આવે તો તેનું રક્ષણ થાય નહિ, તેથી તે પુત્રને ખેંચવાથી પુત્રના શરીરમાં કંઈક ઉઝરડા થાય તે દોષરૂપ નથી, પરંતુ પુત્રના પ્રાણરક્ષણનો ઉપાય છે, તેમ જે શ્રાવકો ભોગની લાલસાથી મોહરૂપી સર્પથી અત્યંત નાશ પામવાના હતા તે શ્રાવકોને વિવેકી સાધુ સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે ત્યારે તેને સાંભળીને શ્રાવકો મોક્ષના અર્થી થાય છે, છતાં ભોગલાલસારૂપ સર્પથી તેઓ વિનાશ પામે તેમ છે, ત્યારે વિવેકી સાધુ સંસા૨થી ભય પામેલા તે શ્રાવકને કહે છે કે જગદ્ગુરુની પૂજા કરવામાં તમારા ધનનું સાફલ્ય છે; કેમ કે જગતગુરુ પ્રત્યે પ્રવર્ધમાન રાગ તમારું તૃષ્ણારૂપી નાગથી રક્ષણ કરી શકશે, તેથી જે શ્રાવકો સર્વથા તૃષ્ણા રહિત નથી તેઓને અવિરતિના પરિણામને કારણે આત્મારૂપ દેહમાં કંઈક મમત્વરૂપ ઉઝરડા તુલ્ય સંસ્કારો પડે, તોપણ જગતગુરુની પૂજાના પરિણામથી વિરતિને અભિમુખ અભિમુખતર પરિણામ થશે, તેથી તૃષ્ણારૂપી કાળા સર્પથી તેઓનું ૨ક્ષણ થશે, આ પ્રમાણે ભાવન કરવું જોઈએ.
સાધુને દ્રવ્યસ્તવ અનુમોદનરૂપે અને કરાવણરૂપે કઈ રીતે છે તે દૃષ્ટાંતથી સ્થાપન કર્યું, હવે તેનું નિગમન કરતાં સાધુને પૂજન-સત્કાર નિમિત્તે કાયોત્સર્ગ કઈ રીતે ઇષ્ટ ફલનો સાધક છે તે બતાવતાં કહે છે–
જે વિવેકી સાધુ જગતગુરુને ક્ષાયિક વીતરાગ સ્વરૂપે જાણે છે અને તેમના પ્રત્યે પ્રવર્ધમાન ભક્તિ તેમના તુલ્ય થવાનું કારણ છે તેવું સ્વઅનુભવ અનુસાર જાણે છે, તેથી ભગવાનની ભક્તિની વૃદ્ધિ માટે તે ચૈત્યવંદન કરતી વખતે ભગવાનના પૂજા-સત્કાર દ્વારા જે ફળ પ્રાપ્ત થાય તે મને કાયોત્સર્ગ દ્વારા પ્રાપ્ત થાવ, એ પ્રકારે અભિલાષ કરીને ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિના સંપાદન માટે કાયોત્સર્ગ કરે છે તે અનુચિત નથી; કેમ કે વચનનું પ્રામાણ્ય છે અર્થાત્ ગણધરોએ ચૈત્યવંદન કરતી વખતે સાધુએ આ પ્રકારે અભિલાષ ક૨વો જોઈએ તે અરિહંત ચેઇયાણં સૂત્રમાં બતાવેલ છે. તે વચનના પ્રામાણ્યથી નક્કી થાય છે કે સાધુને તે પ્રકારે અભિલાષ કરવો ઉચિત છે. આ રીતે આગમ વચનના બળથી સાધુને પૂજન-સત્કા૨ના ફળનો અભિલાષ કરવો ઉચિત છે, એમ બતાવ્યા પછી યુક્તિથી પણ સાધુને તે પ્રકારનો અભિલાષ કરવો ઉચિત છે તે બતાવે છે –
આ રીતે જ સાધુના ઇષ્ટની સિદ્ધિ છે અર્થાત્ સાધુને આત્મામાં નિર્લેપ નિર્લેપતર પરિણતિ વૃદ્ધિ પામે તે ઇષ્ટ છે અને ભુવનગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિથી તે નિર્લેપ પરિણતિ વૃદ્ધિ પામે છે અને ભુવનગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિનો ઉપાય પૂજન-સત્કાર દ્વારા પ્રાપ્ત થતા ફળની ઇચ્છાપૂર્વક કાયોત્સર્ગ કરવો તે છે, અન્યથા—તે પ્રકારે કાયોત્સર્ગ કરવામાં ન આવે તો, ભુવનગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થતી નથી, આથી
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૫
અરિહંત ચેઈયાણં સૂત્ર વિવેકી સાધુ વધતી જતી શ્રદ્ધા આદિપૂર્વક ભુવનગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ મળો એવો અભિલાષ કરે તે ઉચિત છે. લલિતવિસ્તરા :
श्रावकस्तु सम्पादयन्नप्येतो भावातिशयादधिकसम्पादनार्थमाह, न तस्यैतयोः संतोषः, तद्धर्मस्य तथास्वभावत्वात्, जिनपूजासत्कारयोः करणलालसः खल्वाद्यो देशविरतिपरिणामः, औचित्यप्रवृत्तिसारत्वेन; उचितौ चारम्भिण एतौ, सदारम्भरूपत्वात्, औचित्याज्ञामृतयोगात्, असदारम्भनिवृत्तेः, अन्यथा तदयोगादतिप्रसङ्गादिति। ... લલિતવિસ્તરાર્થ -
વળી, શ્રાવક આને પૂજા-સત્કારને, સંપાદન કરતાં પણ ભાવના અતિશયથી અધિક સંપાદન માટે પૂજા-સત્કારના અધિક ફળને પ્રાપ્ત કરવા માટે, કહે છે, તેને શ્રાવકને, આ બંનેમાં=પૂજનસત્કારમાં, સંતોષ નથી; કેમ કે તેના ઘર્મનું=શ્રાવકધર્મનું, તથાસ્વભાવપણું છે, જિનના પૂજાસત્કારમાં કરણની લાલસાવાળો જ આધ દેશવિરતિ પરિણામ છે; કેમ કે ઔચિત્ય પ્રવૃત્તિનું સારપણું છે અને આરંભી એવા શ્રાવકને આ=પૂજન-સત્કાર, ઉચિત છે; કેમ કે સઆરંભરૂપપણું છે, કેમ સદ્ આરંભરૂપ છે તેમાં હેતુ કહે છે – ઔચિત્ય આજ્ઞા અમૃતનો યોગ છે. કેમ આવા પ્રકારની આજ્ઞા છે ? એમાં હેત કહે છે –
અસદ્ આરંભની નિવૃત્તિ છે; કેમ કે અન્યથા=ભગવાનના પૂજન-સત્કાર વગર, તેનો અયોગ છે અસુંદર આરંભની નિવૃત્તિનો અયોગ છે, (ભગવાનના પૂજન-સત્કાર વગર શ્રાવકને અસદ્ આરંભની નિવૃત્તિ સ્વીકારવામાં આવે તો તો શું દોષ છે તેથી કહે છે) અતિપ્રસંગ હોવાથી ભગવાનના પૂજાસત્યારથી જ અસદ્ આરંભની નિવૃત્તિ છે એમ અન્વય છે. પંજિકા - - 'तद्धर्मे'त्यादि, तद्धर्मस्य श्रावकधर्मास्य, तथास्वभावत्वात्-जिनपूजासत्कारयोराकाङ्क्षातिरेकात् असंतोषस्वभावत्वात्, एतदेव भावयति- जिनपूजासत्कारयोः उक्तरूपयोः, करणलालस एव-विधानलम्पट एव, 'खलु'शब्दस्यैवकारार्थत्वात्, आध: आरम्भवर्जाभिधानाष्टमप्रतिमाभ्यासात् प्राक्कालभावी, देशविरतिपरिणामः श्रावकाध्यवसायः, कुत इत्याह- औचित्यप्रवृत्तिसारत्वेन-निजावस्थाया आनुरूप्येण या प्रवृत्तिःचेष्टा तत्प्रधानत्वेन। औचित्यमेव भावयन्नाह- उचितौ च योग्यौ च, आरम्भिणः=तत एव पृथिव्याद्यारम्भवतः, एतो-पूजासत्कारी कुत इत्याह- सदारम्भरूपत्वात् सन्सुन्दरो जिनविषयतया, आरम्भः-पृथिव्याधुपमर्दः, तद्रूपत्वात्, आरम्भविशेषेऽपि कथमनयोः सदारम्भत्वमित्याशङ्क्याह- आज्ञामृतयोगात आजैव' जिनभवनं जिनबिम्बमित्याद्याप्तोपदेशरूपा अमृतम् अजरामरभावकारित्वात्, तेन योगात्, आज्ञापि किंनिबन्धनमित्थमित्या
Page #37
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
शङ्क्याह- असदारम्भनिवृत्तेः = *=સત:- इन्द्रियार्थविषयतया असुन्दरस्य आरम्भस्य, ततो वा, जिनपूजादिकाले નિવૃત્તઃ।
૧૭
ननु तत्रिवृत्तिरन्यथापि भविष्यतीत्याशङ्क्याह- अन्यथा = आज्ञामृतयुक्तौ पूजासत्कारौ विमुच्य, तदयोगाद्= असुन्दरारम्भनिवृत्तेरयोगात् । विपक्षे बाधामाह- अतिप्रसङ्गात् प्रकारान्तरेणाप्यसदारम्भनिवृत्त्यभ्युपगमे द्यूतरमणान्दोलनादावपि तत्प्राप्त्यातिप्रसङ्गादिति । 'इतिः' वाक्यसमाप्तौ ।
પંજિકાર્ય ઃ
'तद्धर्मेत्यादि વાવવસમાપ્તો ।। તામ્મેત્યાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેના ધર્મનું=શ્રાવકના ધર્મનું, તથા સ્વભાવપણું હોવાથી=જિનના પૂજામાં અને સત્કારમાં ઇચ્છાનો અતિરેક હોવાને કારણે અસંતોષ સ્વભાવપણું હોવાથી, શ્રાવકને પૂજા-સત્કારમાં સંતોષ નથી એમ લલિતવિસ્તરામાં યોજન છે, આને જ=શ્રાવકને પૂજા-સત્કારમાં અસંતોષ છે એને જ, ભાવન કરે છે – ઉક્ત રૂપવાળા જિનપૂજા-સત્કારમાં કરણલાલસાવાળો જ=કરવામાં લંપટ જ, આદ્ય દેશવિરતિનો પરિણામ છે, હજુ શબ્દનું Çકાર અર્થપણું હોવાથી કરણલાલસાવાળો જ એમ અર્થ કરેલ છે.
કયો આદ્ય દેશવિરતિનો પરિણામ છે ? તે સ્પષ્ટ કરે છે --
આરંભવર્જન નામવાળી આઠમી પ્રતિમાના અભ્યાસથી પૂર્વ કાલભાવી શ્રાવકનો અધ્યવસાય જિનના પૂજા-સત્કારમાં કરણની લાલસાવાળો જ છે એમ અન્વય છે, કયા કારણથી ?=કયા કારણથી જિનના પૂજા-સત્કારમાં કરણલાલસાવાળો જ છે ? એથી કહે છે ઔચિત્ય પ્રવૃત્તિનું સારપણું હોવાથી=પોતાની અવસ્થાને અનુરૂપપણાથી જે પ્રવૃત્તિ અર્થાત્ ચેષ્ટા, તેનું પ્રધાનપણું હોવાથી જિનના પૂજા-સત્કારમાં શ્રાવકને કરણલાલસા છે, ઔચિત્યને જ ભાવન કરતાં કહે છે=શ્રાવકને પૂજા-સત્કારમાં ઔચિત્ય છે એને જ ભાવન કરતાં કહે છે અને આરંભીને આ પૂજા-સત્કાર ઉચિત છે=પૃથ્વી આદિ આરંભવાળાને તેનાથી=પૃથ્વી આદિના આરંભથી પૂજા-સત્કાર યોગ્ય છે, કયા કારણથી યોગ્ય છે ? એથી કહે છે સદ્ આરંભરૂપપણું છે=સત્ અર્થાત્ જિનવિષયપણાને કારણે સુંદર આરંભ અર્થાત્ પૃથ્વીકાય આદિનો ઉપમર્દ તદ્રુપપણું છે, આરંભવિશેષમાં પણ=સંસારના વિષય કરતાં જિનવિષયક હોવાથી આરંભવિશેષમાં પણ, કેવી રીતે આ બંનેનું=પૂજન-સત્કારનું, સદ્ આરંભપણું છે એ પ્રકારની આશંકા કરીને હેતુ કહે છે · આજ્ઞા અમૃતનો યોગ છે=જિનભવનજિનબિંબ ઇત્યાદિ આપ્ત ઉપદેશરૂપ આજ્ઞા જ અજર-અમર ભાવકારીપણું હોવાથી અમૃત તેની સાથે યોગ છે, આશા પણ કયા કારણે આ પ્રકારે છે=શ્રાવકે જિતવિષયક પૃથ્વીકાય આદિનો આરંભ કરવો જોઈએ એ પ્રકારે છે ? એ આશંકા કરીને હેતુ કહે છે અસદ્ આરંભની નિવૃત્તિ છે=અસદ્ અર્થાત્ ઇન્દ્રિયાર્થ વિષયપણાથી અસુંદર એવા આરંભની નિવૃત્તિ છે, અથવા તેનાથી અર્થાત્ અસુંદર આરંભથી, જિનપૂજાદિકાલમાં નિવૃત્તિ છે.
-
‘નનુ'થી શંકા કરે છે
તેની નિવૃત્તિ=અસદ્ આરંભની નિવૃત્તિ, અન્યથા પણ થશે અર્થાત્
-
-
-
Page #38
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈચાણં સૂત્ર જિનપૂજાને છોડીને અન્ય ઉપાયથી પણ થશે એ આશંકા કરીને હેતુ કહે છે – અન્યથા આજ્ઞા અમૃતયુક્ત પૂજા-સત્કારને છોડીને=જિનપૂજાકાળમાં જિનગુણને સ્પર્શે તેવા પરિણામરૂપ આશારૂપી અમૃતથી યુક્ત પૂજા-સત્કારને છોડીને, તેનો અયોગ છે અસુંદર આરંભની નિવૃત્તિનો અયોગ છે=શ્રાવકનો ભોગ પ્રત્યેના સંશ્લેષના પરિણામરૂપ અસુંદર આરંભની નિવૃત્તિનો અયોગ છે, વિપક્ષમાં આજ્ઞા અમૃતયુક્ત પૂજા-સત્કારને છોડીને અન્ય પ્રવૃત્તિથી અસ૬ આરંભની નિવૃત્તિને સ્વીકારવામાં, બાધાને કહે છે – અતિપ્રસંગ હોવાથી પ્રકાાંતરથી પણ અસ૬ આરંભની નિવૃત્તિ સ્વીકાર કરાયે છતે અર્થાત્ આશા અમૃતયુક્ત પૂજા-સત્કારને છોડીને અન્ય પ્રકારથી અસ૬ આરંભની નિવૃત્તિ સ્વીકાર કરાયે છતે, જુગાર રમવું, હીંચકા ખાવા આદિમાં પણ તેની પ્રાપ્તિનો અતિપ્રસંગ હોવાથી અર્થાત્ અસ૬ આરંભની નિવૃત્તિની પ્રાપ્તિનો અતિપ્રસંગ હોવાથી આજ્ઞા અમૃતયુક્ત પૂજા-સત્કારને છોડીને અસદ્ આરંભની નિવૃત્તિ નથી એમ સંબંધ છે, રૂત્તિ શબ્દ વાક્યની સમાપ્તિમાં છે. ભાવાર્થ :
વિવેકી શ્રાવક સંસારને અત્યંત નિર્ગુણ જાણે છે, મોક્ષ અવસ્થા જ જીવની સુંદર અવસ્થા છે તેમ જાણે છે અને તેની પ્રાપ્તિના પ્રધાન ઉપાયરૂપ સર્વવિરતિના પાલનમાં ભાવથી પોતે અસમર્થ છે તેમ જાણે છે અને તેની શક્તિના સંચયનો ઉપાય ભગવાનનાં પૂજન-સત્કાર છે તેમ પણ જાણે છે; કેમ કે જગતગુરુના પૂજનસત્કારથી પોતાનું ચિત્ત જિનગુણથી અત્યંત રંજિત થાય છે, જેથી જિનતુલ્ય થવાના પ્રબળ કારણરૂપ સર્વવિરતિને અનુકૂળ નિર્લેપ-નિર્લેપતર ચિત્ત થાય છે, તેથી વિવેકી શ્રાવક પોતાની શક્તિના પ્રકર્ષથી ભગવાનના પૂજન-સત્કારને સંપાદન કરે છે, આમ છતાં પૂજન-સત્કારના ભાવનો અતિશય કરવા માટે ચૈિત્યવંદનમાં પણ આ કાઉસ્સગ્ગ દ્વારા “મને પૂજન-સત્કારનું ફળ મળો” તેમ અભિલાષ કરે છે; કેમ કે શ્રાવકને ભગવાનના પૂજન-સત્કારમાં સંતોષ નથી, તેથી શક્તિ અનુસાર પૂજન-સત્કાર કર્યા પછી પણ કાયોત્સર્ગ દ્વારા મને પૂજા-સત્કારનું ફળ મળો એ પ્રકારે અભિલાષ કરે છે; કેમ કે શ્રાવકધર્મનો એવો જ સ્વભાવ છે અર્થાત્ શ્રાવકને સર્વવિરતિને પ્રગટ કરવાના પ્રબળ ઉપાયભૂત પૂજા-સત્કારને ફરી ફરી કરવાનો અભિલાષ કરાવે એવો જ સ્વભાવ છે, આથી જ કહે છે – જિનના પૂજા અને સત્કારના કરણની લાલસાવાળો જ આદ્ય દેશવિરતિનો પરિણામ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સાધુજીવન સંપૂર્ણ નિરારંભ છે અને તેવા નિરારંભ જીવનને અનુકૂળ આરંભવર્જના નામની શ્રાવકની આઠમી પ્રતિમા છે, તે પ્રતિમામાં શ્રાવક ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સાધુતુલ્ય થવા માટે મન-વચન-કાયાથી બાહ્ય આરંભોનો ત્યાગ કરીને અંતરંગ નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવા યત્ન કરે છે તેવી આઠમી પ્રતિમાની પ્રાપ્તિ પૂર્વે શ્રાવકને તેવો સંવર પરિણામ નથી, જેથી સર્વ ઉદ્યમથી આરંભનું વર્જન કરીને આત્માની નિરાકુળ પ્રકૃતિમાં સ્થિર થઈ શકે ત્યાં સુધી જે ગૃહસ્થજીવનના આરંભો કરે છે તે આરંભોની નિવૃત્તિનો ઉપાય જિનનાં પૂજા-સત્કાર છે તેવો સ્પષ્ટ બોધ હોવાથી વિવેકી શ્રાવકને જિનના પૂજા અને સત્કારના કરણની લાલસા જ સતત વર્તે છે, તેથી તેમાં તેને સંતોષ નથી, આથી જ શક્તિ
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮
લલિતવિસ્તરા ભાગ-૩ અનુસાર જિનપૂજા અને સત્કાર કર્યા પછી પણ ચૈત્યવંદન દ્વારા તેના ફળની ઇચ્છા વિવેકી શ્રાવક કરે છે. કેમ શ્રાવકને જિનની પૂજામાં અને સત્કારમાં અસંતોષ છે ? તેથી કહે છે – પોતાની ભૂમિકા અનુસાર પ્રધાનરૂપે ઉચિત પ્રવૃત્તિરૂપ ભગવાનનાં પૂજા-સત્કાર છે; કેમ કે તેવી ભૂમિકાવાળા શ્રાવક માટે પૂજાસત્કાર સદ્ આરંભરૂપ છે અર્થાત્ કલ્યાણના કારણભૂત તેવા આરંભરૂપ છે. કેમ શ્રાવકને ભગવાનના પૂજા-સત્કારકાળમાં થતા આરંભ પણ કલ્યાણનાં કારણ છે? તેથી કહે છે –
ઉચિત પ્રવૃત્તિરૂપ જે ભગવાનની આજ્ઞા છે તે રૂ૫ અમૃતનો યોગ પૂજા-સત્કારમાં છે; કેમ કે ભગવાનની પૂજાના કાળમાં વિવેકી શ્રાવકનું ચિત્ત જિનગુણથી અત્યંત રંજિત-રંજિતતર થાય છે, જેથી જિનતુલ્ય થવામાં બાધક ભોગતૃષ્ણાનો પરિણામ જે શ્રાવકના ચિત્તમાં વર્તે છે તેને ક્ષય કરનાર જિનભક્તિ છે, તેથી તે જિનભક્તિ આત્માને માટે અજર-અમર ભાવરૂપ જે મોક્ષ તેનું પરંપરાએ કારણ છે, માટે ભગવાનના પૂજા-સત્કારમાં શ્રાવકને ઉચિત પરિણામરૂપ આજ્ઞા અમૃતનો સંયોગ છે, આથી જ શ્રાવકની પૂજાથી અસદ્ આરંભની નિવૃત્તિ થાય છે. જો કે શ્રાવક પૂલથી પૂજા કરે છે ત્યારે પણ તે તે પ્રકારના આરંભ કરે છે અને સંસારની ક્રિયા કરે છે ત્યારે પણ તે તે પ્રકારના આરંભની ક્રિયા કરે છે, પરંતુ સંસારના આરંભની ક્રિયાના કાળમાં ભોગનો કંઈક સંશ્લેષ વર્તે છે અને જિનના પૂજાકાળમાં જિનના ગુણોથી ચિત્ત વાસિત થવાને કારણે તે ભોગનો સંશ્લેષ ક્ષીણ થાય છે, તેથી પૂજા કર્યા પછી શ્રાવકની સંસારની પ્રવૃત્તિમાં બાહ્ય રીતે અસદ્ આરંભની નિવૃત્તિ ન જણાય તોપણ અસદ્ આરંભમાં જે સંશ્લેષની પરિણતિ છે તે પૂજાથી ક્ષીણ થાય છે, તેથી ઉત્તરનો અસદ્ આરંભ ભાવથી ક્ષીણ શક્તિવાળો હોય છે. અને પૂજા-સત્કાર વગર તે ભોગના સંશ્લેષની પરિણતિ ક્ષીણ થઈ શકે તેમ નથી, એમ વિવેકી શ્રાવક સ્વઅનુભવથી જાણે છે વળી જેઓ ભગવાનની આજ્ઞા વિતરાગ થવાની છે તેના સ્મરણપૂર્વક વિતરાગતુલ્ય થવાના અભિલાષને અતિશય કરવા માટે યત્ન થાય તે પ્રકારે પૂજા-સત્કાર કરતા નથી તેઓને અસદ્ આરંભની નિવૃત્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ વિવેકી શ્રાવકના વિવેકપૂર્વકના પૂજા-સત્કારથી અવશ્ય અસ આરંભની નિવૃત્તિ થઈ શકે છે,
ભગવાનની પૂજાથી અન્ય પ્રકારે શ્રાવકના અસદ્ આરંભની નિવૃત્તિ કેમ થઈ શકતી નથી ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
જો વીતરાગગામી ઉપયોગ વગરની માત્ર બાહ્ય પ્રવૃત્તિના નિવર્તનથી અસદ્ આરંભની નિવૃત્તિ થતી હોત તો કોઈક જુગાર રમે કે હીંચકા પર બેસીને હીંચકા ખાય ત્યારે સાક્ષાત્ કોઈ જીવની હિંસા થતી નથી, ત્યાં પણ અસદ્ આરંભની નિવૃત્તિ સ્વીકારવાનો પ્રસંગ આવે, વસ્તુતઃ જુગાર રમવાની કે હીંચકા ખાવાની ક્રિયાના કાળમાં ભોગના સંશ્લેષનો પરિણામ લેશ પણ ક્ષીણ થતો નથી, તેથી અસદ્ આરંભની નિવૃત્તિ થતી નથી, જ્યારે ભગવાનની પૂજાના કાળમાં વીતરાગતાને અભિમુખ જતું ચિત્ત હોવાને કારણે વીતરાગભાવને અનુકૂળ ઉત્તમ સંસ્કારોનું આધાન થાય છે જેનાથી અસ આરંભના બીજભૂત બાહ્ય પદાર્થો પ્રત્યેનો સંશ્લેષ ક્ષણ-ક્ષણતર થાય છે, માટે જિનપૂજા અને સત્કારને છોડીને અન્ય પ્રકારે શ્રાવકમાં વર્તતા અસદ્ આરંભની નિવૃત્તિ થતી નથી.
Page #40
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર લલિતવિસ્તરા :
तथाहि, द्रव्यस्तव एवैती, स च भावस्तवाङ्गमिष्टः, तदन्यस्याप्रधानत्वात्, तस्याभव्येष्वपि भावात्, अतः आज्ञयाऽसदारम्भनिवृत्तिरूप एवायं स्यात्, औचित्यप्रवृत्तिरूपत्वेऽप्यल्पभावत्वाद् द्रव्यस्तवः, गुणाय चायं कूपोदाहरणेन, म चैतदप्यनीदृशमिष्टफलसिद्धये, किन्त्वाज्ञामृतयुक्तमेव, स्थाने विधिप्रवृत्तेरिति सम्यगालोचनीयमेतत्। तदेवमनयोः साधुश्रावकावेव विषय इत्यलं प्रसङ्गेन। લલિતવિસ્તરાર્થ
તે આ પ્રમાણે શ્રાવકનું દ્રવ્યસ્તવ ઔચિત્ય આજ્ઞા અમૃતના સંયોગવાળું છે તે આ પ્રમાણે, દ્રવ્યસ્તવ જ આ છે=પૂજા-સત્કાર છે, અને તે ભાવસ્તવનું અંગ ઈષ્ટ છે શુદ્ધ સાધુપણાનું કારણ ઈષ્ટ છે; કેમકે તેનાથી અન્યનું=ભાવસ્તવનું કારણ ન બને તેવા દ્રવ્યસ્તવનું, પ્રધાનપણું છે. કેમ અપ્રધાનપણું છે ? તેમાં હેતુ કહે છે – તેનો=ભાવસ્તવનું કારણ ન બને તેવા દ્રવ્યસ્તવનો, અભવ્યમાં પણ સદ્ભાવ છે, આથી= ભાવસ્તવનું અકારણ એવું દ્રવ્યસ્તવ અપ્રધાન છે આથી, આજ્ઞા વડે અસદ્ આરંભની નિવૃત્તિરૂપ જ આ=દ્રવ્યસ્તવ છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવ ઉચિત પ્રવૃત્તિરૂપ છે તો તેને ભાવસ્તવ કેમ ન કહ્યો ? તેથી કહે છે –
ઓચિત્યપૂર્વકની પ્રવૃત્તિરૂપપણું હોવા છતાં પણ અલાપણું હોવાથી વ્યસ્તવ છે અને આ દ્રવ્યસ્તવ, ફૂપ ઉદાહરણથી ગુણ માટે છે અને આ પણ કૂપ ઉદાહરણ પણ, અનીશ ઈષ્ટ ફલસિદ્ધિ માટે નથી, પરંતુ આજ્ઞા અમૃતયુક્ત જ કૂપ ઉદાહરણ ઈષ્ટ ફલ સિદ્ધિ માટે છે; કેમ કે સ્થાનમાં જલનિષ્પતિને ઉચિત સ્થાનમાં, વિધિથી પ્રવૃત્તિ છે, એથી આ કૂપ ઉદાહરણ, સમ્યક્ આલોચન કરવું જોઈએ.
સાધુ અને શ્રાવકમાંથી મને કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ એમ કોણ કહે છે ? એ પ્રકારની શંકાનું સમાધાન અત્યાર સુધી કર્યું તેનું નિગમન તવંથી કરતાં કહે છે –
આ રીતે આ બેનો-પૂજન-સત્કારનો, વિષય સાધુ અને શ્રાવક જ છે, એથી પ્રસંગથી સર્યું. પંજિકા -
औचित्यमेव पुनर्विशेषतो भावयत्राहतथाहि- द्रव्यस्तवः, एती-पूजासत्कारी, ततः किमित्याह- स च-द्रव्यस्तवः, भावस्तवाङ्ग-शुद्धसाधुभावनिबन्धनम्, इष्टः अभिमतः, कुत इत्याह- तदन्यस्य-भावस्तवानङ्गस्य, अप्रधानत्वाद्= अनादरणीयत्वात्, कुत इत्याह- तस्य-अप्रधानस्य, 'अभव्येष्वपि' किं पुनरितरेषु, भावात् सत्त्वात्, न च ततः काचित्प्रकृतसिद्धिः, अतः=अन्यस्याप्राधान्याद्धेतोः, आज्ञया आप्तोपदेशेन, असदारम्भनिवृत्तिरूप
Page #41
--------------------------------------------------------------------------
________________
ललितविस्तरा भाग-3
एव=असदारम्भाद्-उक्तरूपात् तस्य वा, या निवृत्तिः = := उपरम:, तद्रूप एव, न पुनरन्यो बहुलोकप्रसिद्धः, अयं=शास्त्रविहितो द्रव्यस्तवः, स्याद् =भवेत्।
२०
आह- 'कथमसौ न भावस्तवः ? औचित्यप्रवृत्तिरूपत्वात् साधुधर्म्मवद्' इत्याशङ्क्याह- औचित्यप्रवृत्तिरूपत्वेऽपि=श्रावकावस्थायोग्यव्यापारस्वभावतायामपि किं पुनस्तदभावे, अल्पभावत्वात् = तुच्छशुभपरिणामत्वात्, द्रव्यस्तवः पूजासत्कारौ, एवं तर्हि अल्पभावत्वादेवाकिञ्चित्करोऽयं गृहिणामित्याशङ्क्याहगुणाय च = उपकाराय च, अयं = द्रव्यस्तवः, कथमित्याह कूपोदाहरणेन = अवटज्ञातेन ।
इह चैव साधनप्रयोगो, 'गुणकरम् अधिकारिणः किञ्चित्सदोषमपि पूजादि, विशिष्टशुभभावहेतुत्वात्, यद् यद् विशिष्टशुभभावहेतुभूतं तद् गुणकरं दृष्टं यथा कूपखननं; विशिष्टशुभभावहेतुश्च यतनया पूजादि, ततो गुणकरमिति', कूपखननपक्षे शुभभावः तृष्णादिव्युदासेनानन्दाद्यवाप्तिरिति । इदमुक्तं भवतियथा कूपखननं श्रमतृष्णाकर्दमोपलेपादिदोषदुष्टमपि जलोत्पत्तावनन्तरोक्तदोषानपोह्य स्वोपकाराय परोपकाराय वा यथाकालं भवति, एवं पूजादिकमप्यारम्भदोषमपोह्य शुभाध्यवसायोत्पादनेनाशुभकर्म्मनिर्ज्जरणपुण्यबन्धकारणं भवतीति ।
दृष्टान्तशुद्ध्यर्थमाह
'न च ' = नैव, 'एतदपि ' = कूपोदाहरणमपि, 'अनीदृशम् ' = उदाहरणीयबहुगुणद्रव्यस्तवविसदृशं यथाकथञ्चित् खननप्रवृत्त्या, 'इष्टफलसिद्धये', इष्टफलम् आरम्भिणां द्रव्यस्तवस्य बहुगुणत्वज्ञापनं, तत्सिद्धये भवतीति, दान्तिकेन वैधर्म्यात्, यथा तु स्यात् तथाह- 'किन्त्वाज्ञामृतयुक्तमेव ' = आशैवामृतं परमस्वास्थ्यकारित्वादाज्ञामृतं, तद्युक्तमेव = तत्संबद्धमेव; तथाहि, महत्यां पिपासाद्यापदि कूपखननात्सुखतरान्योपायेन विमलजलासंभवे निश्चितस्वादुशीतस्वच्छजलायां भूमौ अन्योपायपरिहारेण कूपखननमुचितं, तस्यैव तदानीं बहुगुणत्वाद्; इत्थमेव च खातशास्त्रकाराज्ञा, कुत एतदित्याह - 'स्थाने' = द्रव्यस्तवादौ कूपखननादिके च उपकारिणि, 'विधिप्रवृत्तेः=औचित्यप्रवृत्तेः, अन्यथा ततोऽप्यपायभावात् ।
પંજિકાર્થ :
:
औचित्यमेव ततोऽप्यपायभावात् ।। सोयित्यने ४= श्रावना द्रव्यस्तवमां रहेला सोयित्यने ४, वणी, विशेषथी लावन इस्तां=स्पष्ट इरतां, हे छे તે આ પ્રમાણે
द्रव्यस्तव खा छे=पूनन-सत्कार छे, तेथी शुं ? = द्रव्यस्तव पूजन-सत्कार छे तेथी शुं प्राप्त थाय ? એથી કહે છે અને તેદ્રવ્યસ્તવ, ભાવસ્તવનું અંગ=શુદ્ધ સાધુભાવનું કારણ, ઇષ્ટ છે=અભિમત છે, કયા કારણથી ? એથી કહે છે=શુદ્ધ ભાવસાધુનું કારણ હોય તે જ દ્રવ્યસ્તવ છે અન્ય નહિ તે પ્રમાણે કયા કારણથી છે ? એથી કહે છે – તેના અન્યનું=ભાવસ્તવના અકારણનું, અપ્રધાનપણું હોવાથી=અનાદરણીયપણું હોવાથી, ભાવસ્તવનું અંગ જ દ્રવ્યસ્તવ ઇષ્ટ છે, કયા કારણથી ? એથી
*****
-
-
Page #42
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણ સૂત્ર કહે છે=ભાવસ્તવનું અકારણ એવું દ્રવ્યસ્તવ કયા કારણથી અનાદરણીય છે? એથી કહે છે – તેનું= અપ્રધાન દ્રવ્યસ્તવનું, શું વળી, ઈતરોમાં ?=ભવ્યોમાં, અભવ્યોમાં પણ સત્વ હોવાથી નિરર્થક છે, અને તેનાથી અપ્રધાન દ્રવ્યસ્તવથી, કોઈ પ્રકૃત સિદ્ધિ નથી=નિર્લેપચિતરૂપ પ્રકૃત સિદ્ધિ નથી, આથી=અન્યતા અપ્રાધાન્યરૂપ હેતુથી=ભાવસ્તવના અકારણ એવા દ્રવ્યસ્તવના અપ્રાધાન્યરૂપ હેતુથી, આજ્ઞા વડે=આત ઉપદેશ વડે અસદ્ આરંભની નિવૃત્તિરૂપ જ આ શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ થાય=પૂર્વમાં કહેલા સ્વરૂપવાળા ભોગમાં સંશ્લેષની પરિણતિરૂપ અસ આરંભથી ઉપરમરૂપવાળો જ આ શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ થાય અથવા તેની અર્થાત્ અસ૬ આરંભની, જે નિવૃત્તિ તદ્રુપ જ શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ થાય. પરંતુ બહુલોકપ્રસિદ્ધ અન્ય નહિ અર્થાત માત્ર પુષ્પાદિથી ભગવાનના અર્ચનરૂપ લોકમાં પ્રસિદ્ધ એવો દ્રવ્યસ્તવ નહિ.
ગાદથી શંકા કરે છે – કેમ આ=શ્રાવકથી કરાયેલ પૂજન-સત્કાર, ભાવસ્તવ નથી ? અર્થાત ભાવસ્તવ જ છે; કેમ કે ઔચિત્ય પ્રવૃતિરૂપપણું છે=વીતરાગતાને સ્પર્શનાર પરિણતિને અનુકૂળ વ્યાપારરૂપપણું છે, સાધુધર્મની જેમ=જેમ સાધુધર્મ વીતરાગતાની પરિણતિને સ્પર્શે છે તેમ શ્રાવકના પૂજન-સત્કાર વીતરાગતાની પરિણતિને સ્પર્શતાર છે, માટે ભાવાસ્તવ છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – ઔચિત્ય પ્રવૃતિરૂપપણું હોવા છતાં પણ=શ્રાવકની અવસ્થાયોગ્ય વ્યાપારનું સ્વભાવપણું હોવા છતાં પણ=શ્રાવકની અવસ્થાયોગ્ય વીતરાગતાને અનુકૂળ એવા વ્યાપારવાળો સ્વભાવ હોવા છતાં પણ, અલ્પપણું હોવાથી તુચ્છ શુભપરિણામપણું હોવાથી=સાધુના નિર્લેપ પરિણામના સ્પર્શની અપેક્ષાએ અલ્પમાત્રાના નિર્લેપ પરિણામનો સ્પર્શ હોવાથી, પૂજા-સત્કાર દ્રવ્યસ્તવ છે, શું વળી, તેના અભાવમાં શ્રાવક અવસ્થાયોગ્ય વ્યાપારના અભાવમાં, એ ગોરિયપ્રવૃત્તિરૂપવૅપિમાં રહેલા શબ્દનો અર્થ છે, આ રીતે દ્રવ્યસ્તવમાં શ્રાવકને અલ્પ શુભ ભાવ છે એ રીતે, તો અલ્પભાવપણું હોવાથી જ ગૃહસ્થોનો આ=પૂજા-સત્કારરૂપ દ્રવ્યસ્તવ, અકિંચિત્કર છે એ પ્રકારની આશંકા કરીને કહે છે – અને આ દ્રવ્યસ્તવ, કૂવાના દષ્ટાંતથી=અવટના દષ્ટાંતથી, ગુણ માટે છે=ઉપકાર માટે છે અર્થાત્ નિર્જરાતી પ્રાપ્તિ દ્વારા કલ્યાણની પરંપરાનું કારણ છે, અને અહીં દ્રવ્યસ્તવ ગુણ માટે છે એમાં, આ રીતે આગળ બતાવે છે એ રીતે, સાધનનો પ્રયોગ છે=અનુમાનનો પ્રયોગ છે, અધિકારીને કંઈક સદોષ પણ પૂજાદિ ગુણકર છે=પૂજાના અધિકારી એવા ગુણસંપન્ન શ્રાવકને કંઈક ઉપયોગની
અલવાથી સદોષ પણ પૂજાદિ નિર્જરા કરનાર છે; કેમ કે વિશિષ્ટ શુભભાવતું હતુપણું છે=વીતરાગતાતા ગુણને સ્પર્શે તેવા શુભભાવતું હતુપણું છે, જે જે વિશિષ્ટ શુભભાવનું હેતુભૂત છે તે ગુણકર જોવાયું છે, જે પ્રમાણે કૂવાની ખનન ક્રિયા અને વિશિષ્ટ શુભભાવનો હેતુ થતાથી પૂજાદિ છે, તેથી ગુણકર છે, હૃત્તિ શબ્દ અનુમાન પ્રયોગની સમાપ્તિમાં છે, ફૂપખાન પક્ષમાં શુભભાવ તૃષા આદિના વ્યદાસથી આનંદ આદિની પ્રાપ્તિ છે, આ કહેવાયેલું થાય છે – જે પ્રમાણે કૂવાનું ખનન શ્રમ-તૃષા-કાદવનો ઉપલેપ આદિ દોષથી દુષ્ટ પણ જલની ઉત્પત્તિમાં અનંતર કહેવાયેલા દોષોને દૂર કરીને સ્વઉપકાર માટે અને પરઉપકાર માટે યથાકાલ થાય છે કૂવાના અસ્તિત્વ કાળ સુધી થાય છે, એ રીતે પૂજાદિક
Page #43
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
૨
પણ આરંભદોષને દૂર કરીને=પૂજાકાળમાં સ્ખલનાજન્ય આરંભદોષને દૂર કરીને, શુભ અધ્યવસાયના ઉત્પાદનથી અશુભકર્મનું નિર્જરણ અને પુણ્યબંધનું કારણ થાય છે.
દૃષ્ટાંતશુદ્ધિને માટે કહે છે=જે તે પ્રકારનું કૂપખનન દૃષ્ટાંત નથી, પરંતુ જલનિષ્પત્તિનું કારણ બને તેવું જ કૂપખનન દૃષ્ટાંત છે તે રૂપ દૃષ્ટાંતની શુદ્ધિને માટે કહે છે – આ પણ=કૂવાનું દૃષ્ટાંત પણ, અનીદૅશ=ઉદાહરણીય એવા બહુગુણવાળા દ્રવ્યસ્તવથી વિસદેશ, યથા કથંચિત્ ખનન પ્રવૃત્તિથી ઇષ્ટ ફલની સિદ્ધિ માટે થતું નથી જ=આરંભીઓને દ્રવ્યસ્તવના બહુગુણત્વનું જ્ઞાપન ઇષ્ટ ફલ છે અર્થાત્ કૂપ દૃષ્ટાંતથી સાધ્ય ઇષ્ટ ફલ છે, તેની સિદ્ધિ માટે થતું નથી; કેમ કે દાષ્કૃતિકની સાથે વૈધર્મી છે= પૂજાના ફલરૂપ દાાઁતિક સાથે યથા કથંચિત્ કૂવાના દૃષ્ટાંતનું વૈધર્મી છે, જે રીતે થાય=જે રીતે દૃષ્ટાંતનું સાધર્મ્સ થાય, તે પ્રમાણે કહે છે પરંતુ આજ્ઞા અમૃતયુક્ત જ=આજ્ઞા જ અમૃત પરમ સ્વાસ્થ્યકારીપણું હોવાથી આજ્ઞા અમૃત છે, તેનાથી યુક્ત જ અર્થાત્ તેનાથી સંબદ્ધ જ, કૂપખનન ઇષ્ટ ફલસિદ્ધિ માટે છે એમ અન્વય છે, તે આ પ્રમાણે – અત્યંત પિપાસા આદિ આપત્તિમાં કૂપખનનથી સુખતર અન્ય ઉપાય દ્વારા વિમલ જલનો અસંભવ હોતે છતે અન્ય ઉપાયના પરિહારપૂર્વક નિશ્ચિત સ્વાદુ શીત સ્વચ્છ જલવાળી ભૂમિમાં ફૂપખનન ઉચિત છે; કેમ કે ત્યારે તેનું જ=ધૂપખનનનું જ, બહુગુણપણું છે અને આ રીતે જ=નિશ્ચિત સ્વાદુ શીત સ્વચ્છ જલવાળી ભૂમિમાં ફૂપખનન કરવું જોઈએ એ રીતે જ, ખાતશાસ્ત્રની આજ્ઞા છે, કયા કારણથી આ છે ?=કયા કારણથી આવા પ્રકારનું કૂપખનન આશા અમૃતસંયુક્ત છે ? એથી કહે છે – સ્થાનમાં=ઉપકારી એવા દ્રવ્યસ્તવ આદિમાં અને કૂપખનન આદિમાં, વિધિની પ્રવૃત્તિ હોવાને કારણે=ઔચિત્યથી પ્રવૃત્તિ હોવાને કારણે, તેવું દ્રવ્યસ્તવ અને તેવું કૂપખનન આશા અમૃતયુક્ત છે એમ અન્વય છે, અન્યથા=આજ્ઞા અમૃત સંયુક્ત ન હોય તેવું દ્રવ્યસ્તવ કરવામાં આવે કે પખનન કરવામાં આવે તો, તેનાથી પણ=કૂપખનનથી અને દ્રવ્યસ્તવથી પણ, અપાયનો ભાવ હોવાથી તે કૂપખનન અને તે દ્રવ્યસ્તવ ઇષ્ટ ફલસિદ્ધિ માટે નથી.
-
ભાવાર્થ:
વિવેકી શ્રાવકનું દ્રવ્યસ્તવ ઔચિત્ય આજ્ઞા અમૃતના યોગવાળું હોવાથી અસદ્ આરંભની નિવૃત્તિનું કારણ છે તે કથનને તર્વાદથી સ્પષ્ટ કરે છે .
શ્રાવકથી કરાયેલાં ભગવાનનાં પૂજન-સત્કાર દ્રવ્યસ્તવ છે અને દ્રવ્યસ્તવ ભાવસ્તવના કારણરૂપે જ ઇષ્ટ છે, પરંતુ જે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ નથી તે દ્રવ્યસ્તવ પરમાર્થથી દ્રવ્યસ્તવ નથી; કેમ કે ભાવસ્તવનું કારણ ન હોય તેવું ભગવાનની પૂજાના આચરણરૂપ દ્રવ્યસ્તવ અપ્રધાન દ્રવ્યસ્તવ છે અને તેવું દ્રવ્યસ્તવ અભવ્યમાં પણ વર્તે છે, તેથી જે શ્રાવકો ભગવાનની આજ્ઞા સર્વ શક્તિથી વીતરાગ થવાની છે તેનું સ્મરણ કરીને ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરીને વીતરાગ પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનવાળા થાય છે તે દ્રવ્યસ્તવ જ પરમાર્થથી દ્રવ્યસ્તવ છે અને આવું દ્રવ્યસ્તવ અસદ્ આરંભની નિવૃત્તિરૂપ જ છે; કેમ કે
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૩
અરિહંત ચેઈયાણ સૂત્ર દ્રવ્યસ્તવકાળમાં ક્ષાયિકભાવના ક્ષમાદિ ગુણોવાળા ભગવાન પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનનો ભાવ શ્રાવકના સર્વવિરતિ કાલીન ક્ષમાદિ ભાવોના પ્રતિબંધક કર્મોનો કંઈક કંઈક અંશથી ક્ષયોપશમભાવ કરાવીને ભોગતૃષ્ણાને ક્ષણ કરે છે, તેથી અસ આરંભના બીજભૂત શ્રાવકની ભોગતૃષ્ણા જેટલા જેટલા અંશથી દ્રવ્યસ્તવથી ક્ષણ થાય છે તેટલા તેટલા અંશથી શ્રાવકની અસદ્ આરંભની નિવૃત્તિ જ થાય છે, માટે દ્રવ્યસ્તવ આજ્ઞા અમૃતસંયુક્ત જ છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ સુસાધુ અનાદિથી આત્મામાં સ્થિર થયેલી ભોગતૃષ્ણાને ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સતત ક્ષણ કરે છે, તેથી સાધુનું સંયમ વીતરાગનું ભાવસ્તિવ છે અર્થાત્ વીતરાગની આજ્ઞા પાલન કરીને વીતરાગતુલ્ય થવાની ક્રિયારૂપ છે તેમ વિવેકી શ્રાવક પણ પૂજન-સત્કાર કરીને દ્રવ્યસ્તવથી ભોગતૃષ્ણાનો ક્ષય કરી રહ્યા છે માટે તેઓના દ્રવ્યસ્તવને ભાવસ્તવ જ કહેવો જોઈએ; કેમ કે વીતરાગતુલ્ય થવા માટે યત્ન કરે છે, એ પ્રકારની શંકાનું સમાધાન કરતાં કહે છે –
સાધુની જેમ વિવેકી શ્રાવક પણ ભોગતૃષ્ણા ક્ષીણ થાય તે રીતે ઔચિત્યથી દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, તોપણ સાધુની અપેક્ષાએ અલ્પભાવ હોવાને કારણે=ભોગતૃષ્ણાના નાશને અનુકૂળ અલ્પ વ્યાપાર હોવાને કારણે, શ્રાવકનાં પૂજન-સત્કાર દ્રવ્યસ્તવરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે જો શ્રાવકના દ્રવ્યસ્તવમાં અલ્પ શુભભાવ છે તો તે દ્રવ્યસ્તવ નિષ્ફળ છે, એ પ્રકારની શંકાના નિરાકરણ માટે કહે છે –
કૂવાના દૃષ્ટાંતથી દ્રવ્યસ્તવ શ્રાવક માટે ગુણકારી છે, જેમ કોઈક તેવા સ્થાનમાં ગૃહસ્થોને સ્વાદુ જલની પ્રાપ્તિનો સંભવ ન હોય અને કૂપખનનથી જ પ્રાપ્ત થઈ શકે તેમ હોય ત્યારે કૂપખનનમાં યત્કિંચિત્ શ્રમ આદિ દોષો થાય છે, તોપણ સ્વાદુ જલની પ્રાપ્તિથી તે પ્રમાદિ દોષો દૂર થાય છે અને ઉત્તરમાં તે કૂવામાંથી જલની પ્રાપ્તિને કારણે પોતાને અને અન્ય જીવોને તે કૂવાના વિદ્યમાન કાળ સુધી ઉપકાર થાય છે તેમ વિવેકી શ્રાવક ભગવાનની પૂજા સિવાય અન્ય રીતે ભોગતૃષ્ણાને શમન કરવા સમર્થ નથી, આથી જ વિતરાગતાના અર્થી હોવા છતાં ત્રણ ગુપ્તિવાળા સાધુની જેમ વિતરાગતાને પ્રગટ કરવા માટે યત્ન કરી શકતા નથી, તેથી અન્ય રીતે ભોગતૃષ્ણા શમન થાય તેમ નથી તેવું જાણનાર શ્રાવક ઉત્તમ દ્રવ્યોથી વીતરાગની ભક્તિ કરીને પૂજાકાળમાં વીતરાગના ગુણોના સ્મરણથી આત્માને તે રીતે ભાવન કરે છે, જેનાથી ભોગતૃષ્ણાનું કંઈક શમન થાય છે, તેથી જેમ કૂવો ખોદવાથી શ્રમ થવા છતાં સ્વાદુ જલની પ્રાપ્તિથી ઉપકાર થાય છે, તેમ કંઈક આરંભ દોષવાળું પણ દ્રવ્યસ્તવ હોય અને યતનાપૂર્વક પ્રયત્ન કરવા છતાં પૂજાકાળમાં શ્રાવકનું ચિત્ત કંઈક સ્કૂલના પામતું હોય, તોપણ ભગવાનના ગુણોથી ચિત્ત વાસિત થાય છે ત્યારે તે અલનાથી થયેલા દોષો નિવર્તન પામે છે અને પૂર્વે જે ભોગમાં સંશ્લેષવાળું ચિત્ત હતું તે પણ ક્રમસર અલ્પ અલ્પતર થાય છે, તેથી શ્રાવકનું દ્રવ્યસ્તવ અસદ્ આરંભની નિવૃત્તિનું પ્રબળ કારણ અને સર્વવિરતિને અનુકૂળ બળસંચયનું પ્રબળ કારણ છે. અને જે શ્રાવકોનું તેવું દ્રવ્યસ્તવ નથી તે દ્રવ્યસ્તવ ઇષ્ટ ફલ સિદ્ધિવાળું નથી. જેમ કૂવો ખોદવાની ક્રિયા પણ જેઓની વિવેકવાળી નથી તેઓની તેવી કૂવો
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪.
લલિતવિસ્તરા ભાગ-૩
ખોદવાની ક્રિયા જલપ્રાપ્તિનું કારણ નથી, જેમ ખાતશાસ્ત્રની આજ્ઞા નિરપેક્ષ જે તે ભૂમિમાં કૂવો ખોદવાની ક્રિયા કોઈ કરે તો તે કૂવો ખોદવાની ક્રિયાથી જલપ્રાપ્તિ થાય નહિ, પરંતુ ખોદવાના શ્રમમાત્રની જ પ્રાપ્તિ થાય છે અને જેઓ વિવેકવાળા છે તેઓ ખાતશાસ્ત્રની આજ્ઞા અનુસાર જે સ્થાનમાં નિશ્ચિત સ્વાદુ શીત સ્વચ્છ જલ હોય તેવી ભૂમિમાં જ ઉચિત વિધિપૂર્વક કૂપખનન કરે છે અને તેવી ખાતશાસ્ત્રની આજ્ઞારૂપી અમૃતથી યુક્ત જ કૂવો ખોદવાની ક્રિયા ઇષ્ટ ફલની પ્રાપ્તિ માટે છે, એ રીતે જેઓના ચિત્તમાં વીતરાગ પ્રત્યે સ્વાદુ જલતુલ્ય બહુમાન છે અને વીતરાગ થવાનો એક ઉપાય ભાવસાધુપણું છે તેવો પરિણામ વર્તે છે તેઓ પોતાના ચિત્તમાં ભાવસાધુ થવાના અભિલાષરૂપ જે સ્વાદુ જલ છે તેને પ્રગટ કરવાને અનુકૂળ વીતરાગની આજ્ઞા અનુસાર દ્રવ્યસ્તવ કરે છે તે કૂપખનનતુલ્ય હોવાથી તે દ્રવ્યસ્તવના બળથી તે શ્રાવકના ચિત્તમાં ભોગના અસંશ્લેષના પરિણામરૂપ સ્વાદુ જલની પ્રાપ્તિ થાય છે, તેથી કષાયોના તાપને શમન કરીને અને ઇન્દ્રિયોની તૃષાનું શમન કરીને તેઓ પણ જલપ્રાપ્તિના ફળને પ્રાપ્ત કરે છે, તેથી તેવા શુભભાવવાળું દ્રવ્યસ્તવ કૂપના ઉદાહરણથી શ્રાવકને ગુણને માટે છે, એ પ્રકારે સમ્યગુ આલોચન કરવું જોઈએ.
આ રીતે અરિહંત ચેઇયાણં સૂત્રમાં “મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ' તે પ્રકારે બોલવાના અધિકારી કોણ છે તેનું અત્યાર સુધી સમાધાન કર્યું, તેનું નિગમન કરતાં કહે છે –
અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે ‘મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ' એનો વિષય સાધુ અને શ્રાવક બંને છે, તેથી વિસ્તારથી સર્યું અર્થાત્ અરિહંત ચેઇયાણં સૂત્રનો અર્થ કહેવાનો પ્રારંભ કર્યો, ત્યાં વંદન, પૂજન, સત્કાર સુધીનો અર્થ કર્યો ત્યાં પ્રસંગથી સ્મરણ થયું કે પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ કોણ ઇચ્છી શકે ? તેની સ્પષ્ટતા અત્યાર સુધી કરી તે પ્રસંગ અહીં પૂર્ણ થાય છે. લલિતવિસ્તરા -
तथा 'सम्माणवत्तियाए'त्ति सन्मानप्रत्ययं सन्माननिमित्तम्, स्तुत्यादिगुणोन्नतिकरणं सन्मानः; तथा मानसः प्रीतिविशेष इत्यन्ये, अथ वन्दनपूजनसत्कारसन्माना एव किंनिमित्तमिति? अत आह'बोहिलाभवत्तियाए' बोधिलाभप्रत्ययं बोधिलाभनिमित्तम्, जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते, अथ बोधिलाभ एव किंनिमित्तमिति? अत आह- 'निरुवसग्गवत्तियाए'-निरुपसर्गप्रत्ययं निरुपसर्गनिमित्तम्, निरुपसग्र्गो मोक्षः, जन्माधुपसर्गाभावेन, લલિતવિસ્તરાર્થ :
અને સન્માન નિમિતે, તેનો અર્થ કરે છે - સન્માન પ્રત્યય સન્માન નિમિતે હું કાઉસ્સગ્ગ કરું છું એમ યોજન છે, સ્તુતિ આદિથી ગુણોનું ઉન્નતિકરણ સન્માન છે=શ્રાવક કે સાધુ ભગવાનની સ્તુતિ આદિથી ભગવાનના ગુણોનું પોતાના ચિત્તમાં ઉન્નતિકરણ કરે તે સન્માન છે, તે પ્રકારની મન સંબંધી પ્રીતિવિશેષ=ભગવાનની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને તે પ્રકારની મનની પ્રીતિ
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૫
અરિહંત ચેઈયાણં સૂત્ર થાય છે તે રૂપ પ્રીતિવિશેષ, સન્માન છે એમ અન્ય કહે છે, વળી, વંદન, પૂજન, સત્કાર, સન્માન જ કયા નિમિત્તે કરાય છે? આથી કહે છે – બોધિલાભ નિમિતેઃબોધિલાભ પ્રત્યય બોધિલાભ નિમિત છે, જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ બોધિલાભ કહેવાય છે, વળી, બોધિલાભ જ કયા નિમિતે ઈચ્છાય છે ? આથી કહે છે – નિરુપસર્ગ માટે નિરુપસર્ગ પ્રત્યય=નિરુપસર્ગ નિમિત બોધિલાભ ઈચ્છાય છે, નિરુપસર્ગ મોક્ષ છે; કેમ કે જન્માદિ ઉપસર્ગનો અભાવ છે. ભાવાર્થ :
વળી, અરિહંતોના સન્માન નિમિત્તે કાયોત્સર્ગ કરાય છે, સન્માન શું છે ? તેથી કહે છે – ભગવાનની સ્તુતિ આદિ દ્વારા પોતાના આત્મામાં વીતરાગતાતુલ્ય ગુણોની ઉન્નતિનું કરણ સન્માન છે, તેથી જેઓ ભગવાનની સ્તુતિ દ્વારા વીતરાગના ભાવોને સ્પર્શે તે પ્રકારના ઉપયોગવાળા છે, તે ઉપયોગ ભગવાનનું સન્માન છે. વળી, અન્ય કહે છે કે સ્તુતિકાળમાં બોલનારના ચિત્તમાં ભગવાનના ગુણોનો સ્પર્શ થવાથી જે પ્રીતિવિશેષ થાય છે તે સન્માન છે. આ રીતે વંદન, પૂજન, સત્કાર અને સન્માન તે ચારેય ક્રિયાઓ વીતરાગતાને અનુકૂળ ભાવનિષ્પત્તિની ક્રિયા છે અને તે ક્રિયાઓ દ્વારા જે ફળ પ્રાપ્ત થાય તે મને પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા થાવ, તે પ્રકારનું પ્રતિસંધાન કરીને વિવેકી શ્રાવક કે સાધુ કાયોત્સર્ગ ક્રિયા દ્વારા સર્વ શક્તિથી વિતરાગતાને અભિમુખ અંતરંગ વીર્યને ઉલ્લસિત કરે છે, આથી જ તેવા ઉત્તમ ચૈત્યવંદનરૂપ કાયોત્સર્ગ નિષ્પન્ન કરવા અર્થે પૂર્વ ભૂમિકારૂપે નમુત્થણ આદિ સૂત્રો બોલાય છે, જેથી સ્પષ્ટ-સ્પષ્ટતર વીતરાગતાના સ્વરૂપમાં લીન થયેલા સાધુ અને શ્રાવક જ્યારે અરિહંત ચેઇયાણ સૂત્ર દ્વારા અભિલાષ કરે છે કે જગનૂરુનાં વંદન-પૂજન-સત્કાર-સન્માનથી જે પ્રકારે ચિત્ત વીતરાગતાને આસન્ન-આસન્નતર થાય છે તેવું મારું ચિત્ત પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ.
અહીં પ્રશ્ન થાય કે વંદન-પૂજન-સત્કાર-સન્માનના ફળને પ્રસ્તુત કાયોત્સર્ગથી સાધુ અને શ્રાવક કયા કારણથી ઇચ્છે છે ? તેથી કહે છે – બોધિલાભ નિમિત્તે હું પ્રસ્તુત કાયોત્સર્ગ કરું છું, તેથી એ ફલિત થાય કે ભગવાને કહેલો શ્રુત-ચારિત્રરૂપ ધર્મ બોધિ છે અને તેની પ્રાપ્તિ માટે ભગવાનનાં વંદન-પૂજન-સત્કારસન્માનના ફળને સાધુ અને શ્રાવક ઇચ્છે છે, તેથી જેમ જેમ વીતરાગના ગુણોને સ્પર્શે તેમ તેમ ભગવાને કહેલા શ્રુત-ચારિત્રધર્મની પ્રાપ્તિ સાધુ અને શ્રાવકને અતિશય-અતિશયતર થાય છે.
અહીં પ્રશ્ન થાય કે બોધિલાભ શેના માટે સાધુ અને શ્રાવકને જોઈએ છે ? તેથી કહે છે – નિરુપસર્ગ માટે, નિરુપસર્ગ મોક્ષ છે; કેમ કે જન્મ-જરા-મરણ, રોગ, શોક વગેરે ઉપદ્રવોનો અભાવ છે, તેથી સંપૂર્ણ ઉપદ્રવ વગરની સ્વસ્થ અવસ્થા મોક્ષ છે, તેની પ્રાપ્તિનો ઉપાય શ્રુત-ચારિત્રરૂપ ધર્મ છે, તે બોધિ સ્વરૂપ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જગતગુરુ પ્રત્યે વંદન-પૂજન-સત્કાર-સન્માન છે, માટે મોક્ષના પ્રયોજનથી તેના ઉપાયભૂત બોધિની ઇચ્છા સાધુ અને શ્રાવક કરે છે અને તે બોધિની પ્રાપ્તિનો ઉપાય વીતરાગની ભક્તિ છે તેથી વંદન-પૂજન-સત્કાર-સન્માન દ્વારા વિતરાગની ભક્તિની વૃદ્ધિ કરીને સાધુ અને શ્રાવક અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૬
લલિતવિસ્તરા ભાગ-૩ લલિતવિસ્તરા :
आह-'साधुश्रावकयो|धिलाभोऽस्त्येवः कथं तत्प्रत्ययं; सिद्धस्यासाध्यत्वात् ? एवं तनिमित्तो निरुपसर्गोऽपि तथाऽनभिलषणीय एवः इति किमर्थमनयोरुपन्यास इति?' उच्यते-क्लिष्टकर्मोदयवशेन बोधिलाभस्य प्रतिपातसम्भवाज्जन्मान्तरेऽपि तदर्थित्वसिद्धेः; निरुपसर्गस्यापि तदायत्तत्वात्, सम्भवत्येवं भावातिशयेन रक्षणमित्येतदर्थमनयोरुपन्यासः, न चाप्राप्तप्राप्तावेवेह प्रार्थना, प्राप्तभ्रष्टस्यापि प्रयत्नप्राप्यत्वात्, क्षायिकसम्यग्दृष्ट्यपेक्षयाप्यक्षेपफलसाधकबोधिलाभापेक्षया एवमुपन्यासः। લલિતવિસ્તરાર્થ:
સાદથી પ્રશ્ન કરે છે - સાધુ અને શ્રાવકને બોધિલાભ છે જ, કેમ તેના માટે કાઉસ્સગ્ન કરે છે? અર્થાત્ બોધિલાભ માટે કાઉસ્સગ્ન કરવો ઉચિત નથી; કેમ કે સિદ્ધનું અસાધ્યપણું છેઃ સાધુ અને શ્રાવને બોધિલાભસિદ્ધ હોવાને કારણે કાયોત્સર્ગથી સાધ્ય નથી, આ રીતે=બોધિલાભ સાધુ અને શ્રાવકને સિદ્ધ છે એ રીતે, તેના નિમિતવાળો મોક્ષ પણ તે પ્રકારે અનભિલાષણીય જ છે સાધુ અને શ્રાવકને બોધિલાભ છે તે બોધ સ્વયં મોક્ષને પ્રાપ્ત કરાવશે, તેથી બોધિલાભ મોક્ષ માટે જોઈએ છે તેવો અભિલાષ કરવો સાધુ અને શ્રાવકને ઉચિત નથી, એથી કયા કારણથી આ બેનો=બોધિલાભ નિમિત અને નિરુપસર્ગ નિમિત એ બેનો, ઉપન્યાસ છે?=પ્રસ્તુત સૂત્રમાં કથન છે? ઉત્તર આપે છે –
ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી બોધિલાભના પ્રતિપાતનો સંભવ હોવાથી જન્માંતરમાં પણ તેના આર્ધિત્વની સિદ્ધિ હોવાથી=બોધિલાભના અથિત્વની સિદ્ધિ હોવાથી, સૂત્રમાં બોધિલાભનો ઉપચાસ છે એમ અન્વય છે, નિરુપસર્ગનું પણ=મોક્ષનું પણ, તેને આધીનપણું હોવાથી=અવિચ્છિન્ન બોધિલાભને આઘીનપણું હોવાથી, નિરુવસગ્ગવત્તિયાએ એ પ્રમાણે સૂત્રમાં ઉપવાસ છે એમ અન્વય છે, આ રીતે=બોધિલાભ માટે અને નિરુપસર્ગ માટે હું કાઉસ્સગ્ન કરું છું એ રીતે, ભાવના અતિશયથી=બોધિલાભ અને મોક્ષ પ્રત્યેના અભિલાષરૂપ ભાવના અતિશયથી, રક્ષણ સંભવે છે બોધિનું રક્ષણ સંભવે છે, એથી એના માટે આ બેનો ઉપવાસ છે=પ્રસ્તુત સૂત્રમાં બોધિલાભ અને નિરુપસર્ગનો ઉપન્યાસ છે, અને અહીં સંસારમાં, અપ્રાપ્તની પ્રાપ્તિમાં જ પ્રાર્થના નથી; કેમ કે પ્રાપ્ત ભ્રષ્ટને પણ પ્રયત્ન પ્રાપ્યપણું છે, ક્ષાયિક સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ પણ આક્ષેપ ફ્લ-સાધક બોધિલાભની અપેક્ષા હોવાને કારણે આ રીતે સાધુ અને શ્રાવકે બોધિલાભ માટે અને મોક્ષ માટે પ્રસ્તુત કાયોત્સર્ગ કરવો જોઈએ એ રીતે, ઉપન્યાસ છે. ભાવાર્થ -
બોધિ એ ભગવાને જે પદાર્થો બતાવ્યા છે તે પદાર્થો તેમ જ છે એ પ્રકારે તત્ત્વના સૂક્ષ્મ બોધપૂર્વક સ્થિર નિર્ણયરૂપ મતિજ્ઞાનનો અપાયાત્મક બોધ છે. તે બોધ શક્તિના પ્રકર્ષથી ભગવાનના વચનના રહસ્યને
Page #48
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈચાણ સૂત્રા જાણવા યત્ન કરાવે છે અને શક્તિના પ્રકર્ષથી ભગવાનના વચનનું અવલંબન લઈને વિતરાગતુલ્ય થવા યત્ન કરાવે છે અને આવું બોધિ ભાવસાધુ અને ભાવશ્રાવકને છે જ, આથી વિવેકી શ્રાવક સદા શક્તિ અનુસાર નવું નવું શ્રુત ભણે છે, સાધુ સમાચારીના સૂક્ષ્મ રહસ્યને જાણવા સદા યત્ન કરે છે અને પોતાનામાં વીતરાગતાની પ્રાપ્તિમાં પ્રબળ કારણભૂત ભાવસાધુપણાને અનુરૂપ શક્તિ પ્રગટે તેવો સદા યત્ન કરે છે. અને સુસાધુ પણ સદા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને અસંગ ભાવમાં જવા સદા યત્ન કરે છે. તેથી સાધુ અને શ્રાવકને બોધિલાભ છે જ, છતાં બોધિલાભ માટે તેની પ્રાર્થના કેમ કરે છે ? અર્થાત્ તે પ્રકારે પ્રાર્થના કરવી ઉચિત નથી; કેમ કે જે વસ્તુ સિદ્ધ હોય તે પ્રાર્થના દ્વારા સાધ્ય બને નહિ, આ પ્રકારે કોઈક શંકા કરે છે, વળી, બોધિલાભના ફળરૂપ મોક્ષ પણ તે પ્રકારે અભિલાષ કરવા યોગ્ય નથી; કેમ કે બોધિલાભ અવશ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષમાં પર્યવસાન થનાર છે, તેથી પ્રાપ્ત થયેલા બોધિના બળથી મોક્ષને અનુકૂળ ઉદ્યમ સતત થાય જ છે, માટે વિવેકી સાધુ અને શ્રાવકે નિરુપસર્ગ એવા મોક્ષની અભિલાષા કરવી પણ આવશ્યક નથી, આમ છતાં પ્રસ્તુત સૂત્રમાં બોધિલાભ માટે અને નિરુપસર્ગ માટે હું કાઉસ્સગ્ન કરું છું એ પ્રકારે ઉપન્યાસ કેમ કર્યો છે ? તેનો ઉત્તર આપતાં કહે છે –
ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી બોધિલાભના પ્રતિપાતનો સંભવ છે. જેમ કોઈ ગાથા ગોખીને યાદ કરેલા હોય છતાં વારંવાર તેને સ્થિર કરવામાં ન આવે તો તેનું વિસ્મરણ થાય છે, તેમ તથા પ્રકારના જ્ઞાનાવરણીયકર્મ, દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી સાધુને કે શ્રાવકને બોધિલાભની પ્રાપ્તિ થઈ છે અને તેને અતિશય કરવા માટે સતત દૃઢ યત્ન કરવામાં ન આવે તો પ્રતિપાતનો સંભવ છે, આથી જ ભગવાનના વંદન-પૂજન આદિના ફળની ઇચ્છા કરીને સાધુ અને શ્રાવક વિતરાગ પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ કરે છે, જેથી ચિત્ત વીતરાગતાને અભિમુખ સતત પ્રસર્પણવાળું રહે, જેના કારણે બોધિના પ્રતિબંધક ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી વીતરાગતાને વિમુખ પરિણામ થવાનો સંભવ રહે નહિ, પરંતુ વીતરાગતાને અભિમુખ જવામાં બાધક સોપક્રમ કર્મ તે પ્રકારના પ્રયત્નથી અધિક અધિક ક્ષયોપશમભાવને પામે, જેનાથી વજની ભીંત જેવા દુર્ભેદ્ય ક્ષયોપશમભાવની પ્રાપ્તિ થાય, જેથી બોધિના પાતનો સંભવ રહે નહિ. વળી, આ ભવના કરાયેલા સમ્યગુ યત્નથી બોધિનો પાત ન થાય, તોપણ જન્માંતરમાં બોધિની પ્રાપ્તિ ન પણ થાય તેવી સંભાવનાના નિવારણ માટે બોધિલાભની અભિલાષા કરીને સાધુ અને શ્રાવક બોધિ પ્રત્યેનો પક્ષપાત સ્થિર-સ્થિરતર કરે છે, તેથી સ્થિર થયેલા બોધિના પક્ષપાતના સંસ્કારો જન્માંતરમાં પણ બોધિલાભની પ્રાપ્તિનું કારણ બને. આથી જે મહાત્માઓએ વજની ભીંત જેવા દુર્ભેદ્ય બોધિની પ્રાપ્તિને અનુકૂળ ક્ષયોપશમભાવ સ્થિર કર્યો છે તેઓ જન્માંતરમાં પણ બોધિને સાથે લઈને જન્મે છે, આથી જ તીર્થકરના જીવો ગર્ભાવસ્થામાં પણ નિર્મળબોધિને સાથે લઈને જ આવે છે, તેથી બોધિના પરિણામને સ્થિર કરવા માટે સાધુ અને શ્રાવક બોધિલાભની ઇચ્છા કરે અને વારંવાર તેના બળથી નિર્મળ-નિર્મળતર બોધિને પ્રાપ્ત કરે તેના માટે બોધિલાભ નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું, એ પ્રકારનો અભિલાષ કરવો ઉચિત જ છે.
વળી, મોક્ષ પણ બોધિલાભને આધીન જ છે, તેથી મોક્ષની પ્રાપ્તિ સુધી પોતાને સતત નિર્મળ-નિર્મળતર બોધિ પ્રાપ્ત થાવ એ પ્રકારના પ્રયોજનથી મોક્ષ માટે મને બોધિલાભ જોઈએ છે, એ પ્રકારનો અભિલાષા
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
લલિતવિસ્તાર ભાગ-૩ પણ ઉચિત જ છે અને મોક્ષ સર્વ ઉપદ્રવ વગરની જીવની સુંદર અવસ્થા છે, તેથી મોક્ષ કયા કારણથી જોઈએ છે એ પ્રકારના પ્રશ્નને અવકાશ નથી.
વળી, જેઓ દઢ પ્રણિધાનપૂર્વક પ્રસ્તુત સૂત્રથી વારંવાર બોધિલાભ અને મોક્ષ નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું એ પ્રકારે અભિલાષ કરે છે, તેનાથી થયેલા ભાવના અતિશયને કારણે મોક્ષપ્રાપ્તિ સુધી બોધિનું રક્ષણ સંભવે છે, એથી મોક્ષપ્રાપ્તિ સુધી અમ્મલિત ઉત્તરોત્તર બોધિલાભની પ્રાપ્તિ થયા કરે તેના માટે જ પ્રસ્તુત સૂત્રમાં બોધિલાભ નિમિત્તે અને નિરુપસર્ગ નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું, એ પ્રકારનો ઉપન્યાસ કરાયો છે.
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે જે વસ્તુ સિદ્ધ થયેલ હોય તે સાધ્ય બને નહિ, માટે સિદ્ધ એવા બોધિલાભવાળા સાધુને અને શ્રાવકને તેની પ્રાપ્તિનો અભિલાષ કરવો ઉચિત નથી, તેનું નિરાકરણ કરવા માટે કહે છે –
સંસારમાં અપ્રાપ્તની પ્રાપ્તિમાં જ પ્રાર્થના છે એવો નિયમ નથી, પરંતુ પ્રાપ્ત થયેલી વસ્તુથી ભ્રષ્ટ થયેલાને પણ પ્રયત્નથી તેનું પ્રાપ્યપણું છે, જેમ કોઈને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ હોય અને કોઈક રીતે તે વસ્તુ નાશ પામે તો ફરી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તેમ સાધુ અને શ્રાવક બોધિલાભને પામેલા છે તોપણ પ્રમાદવશ બોધિ પ્લાન થાય કે નાશ પામે ત્યારે ફરી પ્રયત્નથી તેને પ્રાપ્ત કરવું આવશ્યક છે, આથી જ સુસાધુ કે ભાવશ્રાવક બોધિલાભને પામ્યા હોય અને શક્તિ અનુસાર તે બોધિના બળથી ઉત્તરોત્તર નિર્મળ બોધિને માટે યત્ન કરતા હોય, આમ છતાં અનાદિ ભવ-અભ્યાસને કારણે પ્રમાદદોષથી આકર્ષ દ્વારા બોધિથી પાત થાય, છતાં તે સાધુ કે શ્રાવક પોતાના ઉચિત આચારોનું પાલન કરતા હોય, તોપણ તે આચારપાલન બોધિ રહિત હોવાથી ગુણવૃદ્ધિનું કારણ બને નહિ, તેવા સાધુ કે શ્રાવક પ્રસ્તુત સૂત્રથી દૃઢ પ્રણિધાનપૂર્વક બોધિલાભ માટે અને મોક્ષ માટે હું કાઉસ્સગ્ન કરું છું તેવો પ્રયત્ન કરે તો ભ્રષ્ટ થયેલું બોધિ પણ ફરી પ્રયત્નથી પ્રાપ્ત થાય છે, તેથી પણ સાધુ અને શ્રાવકને બોધિલાભ માટે કાયોત્સર્ગ કરવો ઉચિત છે.
અહીં પ્રશ્ન થાય કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ક્યારેય સમ્યક્તથી પાત પામવાના નથી અને તેવા પણ સાધુ કે શ્રાવક બોધિલાભ માટે હું કાઉસ્સગ્ન કરું છું તેમ કેમ બોલે ? તેથી કહે છે –
ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને બોધિના આવારક દર્શનમોહનીયકર્મનો નાશ થયેલો હોવાથી તેમનું બોધિ ક્યારેય પાત પામવાનું નથી, તોપણ વિલંબ વગર ફળને આપે તેવું બોધિ અપ્રમત્ત મુનિને હોય છે અને તેવું બોધિ જ વીતરાગતાની પ્રાપ્તિ દ્વારા શીઘ્ર કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે અને તેવા બોધિની પ્રાપ્તિ સાયિક સમ્યગ્દષ્ટિને થઈ નથી, તેથી પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ પણ આક્ષેપફલ સાધક બોધિલાભની ઇચ્છા કરે છે, તેથી પ્રસ્તુત સૂત્રમાં બોધિલાભ નિમિત્તે એ પ્રકારનો ઉપન્યાસ કરાયો છે. લલિતવિસ્તરા :
अयं च कायोत्सर्गः क्रियमाणोऽपि श्रद्धादिविकलस्य नाभिलषितार्थप्रसाधनायालमित्यत आह'सद्धाए मेहाए थीइए धारणाए अणुप्पेहाए वडमाणीए ठामि काउस्सग्गं'ति। श्रद्धया-हेतुभूतया, न
Page #50
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
बलाभियोगादिना, श्रद्धा-निजोऽभिलाषः मिथ्यात्वमोहनीयकर्म्मक्षयोपशमादिजन्यश्चेतसः प्रसाद इत्यर्थः, अयं च जीवादितत्त्वार्थानुसारी समारोपविघातकृत् कर्म्मफलसम्बन्धास्तित्वादिसंप्रत्ययाकारः चित्तकालुष्यापनायी धर्म्मः, यथोदकप्रसादको मणिः सरसि प्रक्षिप्तः पङ्कादिकालुष्यमपनीयाच्छतामापादयति, एवं श्रद्धामणिरपि चित्तसरस्युत्पन्नः सर्व्वं चित्तकालुष्यमपनीय भगवदर्हत्प्रणीतमार्गं सम्यग्भावयतीति । લલિતવિસ્તરાર્થ :
અને આ કરાતો પણ કાયોત્સર્ગ=પ્રસ્તુત સૂત્રથી વંદનાદિ નિમિત્તે ઈત્યાદિ બોલીને કરાતો પણ કાયોત્સર્ગ, શ્રદ્ધાદિ વિકલ પુરુષને અભિલષિત અર્થના પ્રસાધન માટે સમર્થ નથી=પ્રસ્તુત સૂત્રમાં બોલાયેલ કે મને બોધિલાભ થાવ અને બોધિલાભ મોક્ષ માટે થાવ એ પ્રકારના અભિલષિત અર્થને સાધવા માટે સમર્થ થતો નથી, આથી કહે છે=સૂત્રમાં કહે છે વધતી જતી શ્રદ્ધાથી, મેઘાથી, ધૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી હું કાઉસ્સગ્ગમાં રહું છું.
શ્રદ્ધાનો અર્થ કરે છે -
૨૯
હેતુભૂત એવી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગ કરું છું, પરંતુ બલાભિયોગાદિથી નહિ, શ્રદ્ધા પોતાનો અભિલાષ છે, મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી જન્ય ચિત્તનો પ્રસાદ છે એ પ્રકારે શ્રદ્ધાનો અર્થ છે, અને આ=ચિત્તના પ્રસાદરૂપ શ્રદ્ધા, જીવાદિ તત્ત્વના અર્થને અનુસરનાર, સમારોપના વિઘાતને કરનાર, કર્મ અને ફ્ળ એ બેના સંબંધના અસ્તિત્વાદિ સંપ્રત્યયના આકારવાળો ચિત્તના કાલુષ્યને દૂર કરનાર ધર્મ છે, જે પ્રમાણે ઉદના પ્રસાદને કરનારો મણિ=પાણીને સ્વચ્છ કરનારો મણિ, સરોવરમાં નંખાયેલો કાદવ આદિના કાલુષ્યને દૂર કરીને અચ્છતાને=જલની નિર્મળતાને, પ્રાપ્ત કરાવે છે, એ રીતે શ્રદ્ધારૂપી મણિ પણ ચિત્તરૂપી સરોવરમાં ઉત્પન્ન થયેલા સર્વ ચિત્તકાલુષ્યને દૂર કરીને ભગવાન અરિહંતપ્રણીત માર્ગને સમ્યગ્ ભાવન કરાવે છે.
પંજિકા ઃ
'श्रद्धा०' । 'समारोपे 'त्यादि, समारोपविघातकृत् = समारोपो नामासतः स्वभावान्तरस्य मिथ्यात्वमोहोदयात्तध्ये वस्तुन्यध्यारोपणं, काचकामलाद्युपघाताद् द्विचन्द्रादिविज्ञानेष्विवेति, तद्विघातकृत् = तद्विनाशकारी । 'कर्म्मफलसम्बन्धास्तित्वादिसंप्रत्ययाकार' इति, कर्म्म- शुभाशुभलक्षणं, फलं च तत्कार्यं तथाविधमेव, तयोः संबन्धः आनन्तर्येण कार्यकारणभावलक्षणो वास्तवः संयोगो, न तु सुगतसुतपरिकल्पितसन्तानव्यवहाराश्रय इवोपचरितो, यथोक्तं तैः - 'यस्मिन्नेव हि सन्ताने, आहिता कर्म्मवासना । फलं तत्रैव सन्धत्ते, कार्पासे रक्तता यथा । ' तस्य अस्तित्वं= सद्भावः, 'आदि' शब्दाद् 'आत्मास्ति स परिणामी, बद्धः सत्कर्म्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगाद्, हिंसाऽहिंसादि तद्धेतुः । । १ । । इत्यादि, ' इत्यादिचित्रप्रावचनिकवस्तुग्रहः। तस्य सम्प्रत्ययः= सम्यक् श्रद्धानता प्रतीतिः, स आकारः = स्वभावो यस्य स तथा ।
Page #51
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
પંજિકાર્ય -
કા', ‘મારો ચારિ ....... થી ૪ તથા l શ્રદ્ધા સમાજોત્યાદિ પ્રતીક છે, સમારોવિયાતિવૃત્તો અર્થ કરે છે – સમારોપ એટલે મિથ્યાત્વ મોહના ઉદયથી અસત એવા સ્વભાવાંતરનું તથ્ય વસ્તુમાં અધ્યારોપણ, જેમ દ્વિચંદ્રાદિ વિજ્ઞાનોમાં કાચકામલ આદિ ચક્ષરોગના ઉપઘાતથી એક ચંદ્રાદિમાં બે ચંદ્રાદિનું અધ્યારોપણ એ સમારોપ છે, તેના વિઘાત કરનાર=નાશ કરનાર, શ્રદ્ધા છે એમ અન્વય છે, કર્મ અને ફલના સંબંધના અસ્તિત્વાદિ સંપ્રત્યયતા આકારવાળો ચિત્તનો ધર્મ શ્રદ્ધા છે એમ અવય છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – કર્મ શુભ-અશુભ લક્ષણવાળું છે અને કુલ તેનું કાર્ય તેવા પ્રકારનું જ છે શુભ-અશુભ લક્ષણવાળું જ છે, તે બેનો સંબંધ આતંતર્યથી કાર્ય-કારણભાવ રૂપ વાસ્તવ સંયોગ=જીવની સાથે કર્મ અને તેના ફળનો અંતર વગર કાર્ય-કારણભાવરૂપ વાસ્તવસંયોગ એ કર્મફલ સંબંધ છે, પરંતુ સુગતપુત્રથી પરિકલ્પિત સંતાન વ્યવહારના આશ્રયની જેમ ઉપચરિતા નથી, જે પ્રમાણે તેઓ વડે કહેવાયું છે – જે જ સંતાનમાં કર્મવાસના આહિત છે, ત્યાં જ ફલ પ્રાપ્ત થાય છે, જે પ્રમાણે કપાસમાં રક્તના સંધાન પામે છે રૂમાં રહેલી રક્તતા તેની ઉત્તરના સંતાનમાં પ્રાપ્ત થાય છે. તેનું= કર્મના અને લૂના સંબંધનું, અસ્તિત્વ=સદ્ભાવ, આદિ શબ્દથી કર્મ અને ફ્લના સંબંધના અસ્તિત્વાદિમાં રહેલા આદિ શબ્દથી, આત્મા છે, તે પરિણામી છે પોતાનો આત્મા પરિણામી છે, વિચિત્ર એવા સત્કર્મથી=વિવિધ પ્રકારનાં વિદ્યમાન એવાં કર્મોથી, બદ્ધ છે અને તેના વિયોગથીઃકર્મના વિયોગથી, મુક્ત છે, હિંસાહિંસાદિ તેના હેતુ છે=હિંસાદિ કર્મબંધના હેતુ છે અને અહિંસાદિ કર્મકાશના હેતુ છે, ઈત્યાદિ અનેક પ્રકારની પ્રાવચતિક વસ્તુનું ગ્રહણ છે=આદિ શબ્દથી ગ્રહણ છે, તેનો=પૂર્વમાં કહેલા કર્મ અને ફલના સંબંધના અસ્તિત્વાદિ સર્વનો, સંપ્રત્યય=સમ્યફ શ્રદ્ધાથી યુક્ત પ્રતીતિ, તે છે આકાર=વભાવ, જેને તે તેવો છે કર્મ અને ફલના સંબંધના અસ્તિત્વાદિ સંપ્રત્યયતા આકારવાળો છે. ભાવાર્થ -
પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે વંદન-પૂજન આદિ નિમિત્તે સાધુ કે શ્રાવક કાયોત્સર્ગ કરે તો પણ તે કાયોત્સર્ગથી તેઓએ બોધિલાભની અને મોક્ષની જે અભિલાષા કરી છે તેની પ્રાપ્તિ માટે તે કાયોત્સર્ગ શ્રદ્ધાદિ ભાવોથી વિકલ હોય તો સમર્થ નથી અર્થાત્ તે ફળની પ્રાપ્તિનું કારણ કાયોત્સર્ગ બનતો નથી, તેથી પ્રસ્તુત સૂત્રમાં કહે છે – વધતી જતી શ્રદ્ધા આદિપૂર્વક હું કાઉસ્સગ્નમાં રહું છું, તેથી જે સાધુ અને શ્રાવક જે પ્રકારે સૂત્ર બોલે છે તે પ્રકારે જ શ્રદ્ધા આદિની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ યત્ન કરે તો બોલાયેલા સૂત્રના બળથી તે પ્રકારનો સંકલ્પ થાય છે અને તે સંકલ્પને અનુરૂપ જીવવીર્ય ઉલ્લસિત થાય છે અને જે પ્રકારે શ્રદ્ધા આદિને અનુકૂળ તે સૂત્રના બળથી વીર્ય ઉલ્લસિત બને તેને અનુરૂપ વધતી જતી શ્રદ્ધાપૂર્વક તે મહાત્મા કાયોત્સર્ગ કરવા સમર્થ બને છે, તેથી સૂત્રમાં કરાયેલા પ્રણિધાનને અનુરૂપ વંદન-પૂજન આદિના પરિણામ દ્વારા વિતરાગતાને અભિમુખ બહુમાનની વૃદ્ધિ થાય છે અને તે જીવમાં પ્રગટ થયેલી વધતી જતી શ્રદ્ધાને અનુરૂપ બોધિલાભરૂપ નિર્મળ મતિ સ્થિર-સ્થિરતર થાય છે જે ઉત્તરોત્તર વૃદ્ધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષરૂપ ફળમાં
Page #52
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
૩૧
વિશ્રાંત થશે, તેથી ચૈત્યવંદનકાળમાં શ્રદ્ધાદિ ભાવોના પ્રકર્ષને અનુરૂપ બોધિલાભનો પ્રકર્ષ પ્રાપ્ત થશે અને બોધિલાભના પ્રકર્ષના બળથી તે મહાત્માને શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ થશે. એથી પ્રસ્તુત સૂત્રમાં કહે છે કે બોધિલાભના હેતુભૂત શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગ કરું છું, પરંતુ બલાભિયોગાદિથી નહિ અર્થાત્ ગુરુવર્ગના આગ્રહ આદિથી નહિ અને મૂઢતાથી પણ નહિ, પરંતુ ભગવાનની ભક્તિની વૃદ્ધિ જ બોધિલાભની પ્રાપ્તિ દ્વારા મારા હિતની પરંપરાનું કારણ છે તેવા સ્થિર નિર્ણયરૂપ શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગ કરું છું. વળી, તે શ્રદ્ધા જ કેવા સ્વરૂપવાળી છે તે સ્પષ્ટ કરતાં કહે છે -
શ્રદ્ધા પોતાનો અભિલાષ છે અર્થાત્ આ ચૈત્યવંદન મારા કલ્યાણની પરંપરાનું કારણ છે તેવો બોધ થવાથી સમ્યગ્ ચૈત્યવંદન કરવાનો જે પોતાનો અભિલાષ તે શ્રદ્ધા છે. વળી, તે શ્રદ્ધા મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી જન્ય ચિત્તના પ્રસાદરૂપ છે. જેમ કોઈ દરિદ્રને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થાય, તેથી ચિંતામણિના ગુણને જાણનારા તેને ચિંતામણિ રત્નની પ્રાપ્તિથી ચિત્તમાં પ્રસન્નતા થાય છે તેમ જેઓને મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ આદિ ભાવ પ્રગટ્યો છે તેઓને વીતરાગની મૂર્તિને જોઈને વીતરાગની મૂર્તિના અવલંબનથી વીતરાગ પ્રત્યે મોક્ષની પ્રાપ્તિ સુધી સર્વ સુખની પરંપરાને કરનારા પ્રવર્ધમાન બહુમાનભાવની પ્રાપ્તિનો ઉપાય દૃઢ પ્રણિધાનપૂર્વક કરાયેલું પ્રસ્તુત ચૈત્યવંદન છે તેવો બોધ થવાથી ચિંતામણિતુલ્ય ચૈત્યવંદનની પ્રાપ્તિથી ચિત્તમાં જે પ્રસન્નતા થાય છે તે શ્રદ્ધા છે અને આવી શ્રદ્ધા જ વિવેકી સાધુ અને શ્રાવકને હોય છે, તેથી પોતાના અભિલાષથી જ તેઓ ચૈત્યવંદન કરવા માટે યત્ન કરે છે, પરંતુ મૂઢ ભાવથી ચૈત્યવંદન કરવા માટે યત્ન કરતા નથી, વળી, આ ચૈત્યવંદન કરવાનો અભિલાષ કેવા ફળને કરનારો છે ? તે સ્પષ્ટ કરે છે
—
જીવાદિ તત્ત્વને અનુસ૨ના૨ છે અર્થાત્ મારો આત્મા શરીરથી ભિન્ન છે અને કર્મને કારણે હું શરીરથી બંધાયેલો છું, તેથી સંસારની સર્વ વિડંબના પ્રાપ્ત થાય છે અને સંસારના પરિભ્રમણનું કારણ આશ્રવ છે અને સંસારના ઉચ્છેદનું કારણ સંવર છે અને તે સંવરની વૃદ્ધિ અર્થે જ સંવરની પૂર્ણતાને પામેલા તીર્થંકરોને વંદન આદિ કરવા અર્થે હું ચૈત્યવંદન કરું છું એ પ્રકારની બુદ્ધિ હોવાથી પ્રસ્તુત શ્રદ્ધા જીવાદિ પદાર્થને અનુસ૨ના૨ છે, આથી જ સંસારના ઉચ્છેદના અર્થી એવા સાધુ અને શ્રાવક આશ્રવનો નિરોધ ક૨વા માટે અને સંવરને અતિશય કરવા માટે દૃઢ પ્રણિધાનપૂર્વક કાયોત્સર્ગ દ્વારા યત્ન કરે છે અને આથી જ વિવેકી સાધુઓ અને શ્રાવકો પ્રતિદિન ચૈત્યવંદન આદિ કરીને સંવરના અતિશય દ્વારા પોતાના બોધિલાભને જ અતિશય-અતિશયતર કરે છે; કેમ કે વીતરાગનાં વંદન, પૂજન, સત્કાર, સન્માનના પરિણામ દ્વારા જેમ જેમ તેમનો વીતરાગ પ્રત્યેના રાગનો ઉત્કર્ષ થાય છે તેમ તેમ અવીતરાગભાવથી તેમનું ચિત્ત સંવૃત્ત થાય છે અને જેમ જેમ વીતરાગના રાગનો ઉત્કર્ષ થાય છે તેમ તેમ નિર્મળ-નિર્મળતર બોધિ સ્થિર-સ્થિરતર થાય છે.
વળી, આ શ્રદ્ધા સમારોપના વિદ્યાતને ક૨ના૨ છે, જેમ ચક્ષુ દોષના કારણે એક ચંદ્ર હોવા છતાં બે ચંદ્ર દેખાય છે તેમ દેહની સાથે એકત્વ બુદ્ધિને કારણે જીવને દેહના વિકારોમાં અને વિકારોના પ્રાપ્તિકાળમાં તે તે ભોગસામગ્રીમાં સુખની બુદ્ધિ થાય છે તે સમારોપને કારણે થાય છે. વસ્તુતઃ વીતરાગતુલ્ય નિરાકુળ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૨
લલિતવિસ્તરા ભાગ-૩ આત્માને સ્વતઃ સુખ વર્તે છે અને વિતરાગભાવ વિકૃત થયેલો હોવાથી ઇચ્છાથી આકુળ થયેલા જીવને તે તે ભોગસામગ્રીથી ઇચ્છાના શમનરૂપ કંઈક સુખ થાય છે તે સમારોપ સ્વરૂપ છે. જેમ ચંદ્ર એક હોવા છતાં બે દેખાય છે, તેમ આત્માનું અનુકૂળ વેદનરૂપ સુખ એક હોવા છતાં કષાયના શમનજન્ય સુખ અને શાતાની સામગ્રીજન્ય સુખ છે તેમ બે સુખ દેખાય છે એટલું જ નહીં પરંતુ કષાયના શમનનું સુખ દેખાતું જ નથી, માત્ર શાતાની સામગ્રીજન્ય સુખ અને માનસન્માન આદિ વિકારજન્ય સુખ જ સુખ દેખાય છે અને વીતરાગના દર્શનથી પ્રગટ થયેલી શ્રદ્ધાને કારણે જેમ જેમ વીતરાગતામાં સુખ દેખાય છે તેમ તેમ વિકારી સુખમાં સુખબુદ્ધિનો સમારોપ નાશ પામે છે, તેથી વીતરાગ પ્રત્યેની શ્રદ્ધા વિકારી સુખમાં સુખના સમારોપનો વિઘાત કરનારી છે. આથી જ સાધુ અને શ્રાવક વધતી જતી શ્રદ્ધાથી ચૈત્યવંદન કરીને જેમ જેમ વીતરાગભાવથી અતિશય-અતિશયતર ભાવિત થાય છે તેમ તેમ બાહ્ય પદાર્થો સુખના સાધનરૂપે દેખાતા નથી, પરંતુ સ્પષ્ટ ઇન્દ્રજાળ તુલ્ય દેખાય છે, જેમ ઇન્દ્રજાળમાં દેખાતાં ભોગનાં સાધનો વાસ્તવિક સુખનાં સાધનો નથી તેમ બાહ્ય પદાર્થો સુખનાં સાધનો નથી, પરંતુ વીતરાગભાવમાં સ્થિર થતું ચિત્ત જ સુખના વેદનસ્વરૂપ છે તેવી સ્થિર બુદ્ધિ થાય છે, માટે શ્રદ્ધા સમારોપના વિઘાત કરનાર છે.
વળી, કર્મ અને ફલનો પરસ્પર કાર્ય-કારણભાવરૂપે વાસ્તવમાં સંબંધ છે અને તેવા કર્મનું અને ફલનું પોતાનામાં અસ્તિત્વ છે તેવો સ્થિર નિર્ણય કરાવનાર શ્રદ્ધા છે; કેમ કે પોતે સંસારમાં જે જે અવીતરાગભાવના પરિણામો કરે છે તેનાથી કર્મ બંધાય છે અને તેના ફળને પોતે જ પ્રાપ્ત કરશે તેવો સ્થિર નિર્ણય છે, આથી જ કર્મોની કદર્થનાથી મુક્ત થવા માટે વિવેકી શ્રાવકો અને સાધુને ચૈત્યવંદન કરવાની રુચિ વર્તે છે અને સૂક્ષ્મ બોધથી યુક્ત શ્રદ્ધા હોવાથી તેઓને સ્પષ્ટ જણાય છે કે ચૈત્યવંદનના અવલંબનથી પ્રસ્તુત સૂત્રથી કરાયેલા જે ભાવો છે તે ભાવોમાં હું જો દઢ યત્ન કરીશ તો અશુભ કર્મબંધ અટકશે, તેથી મને અશુભ ફલ પ્રાપ્ત થશે નહિ અને શુભ અનુબંધવાળા કર્મની પ્રાપ્તિ કરીને તેના ફળરૂપે હું અવશ્ય સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરીશ. આવા પ્રકારનો દઢ સંપ્રત્યય હોવાથી શ્રાવકો અને સાધુઓ સમ્યગુ ચૈત્યવંદનની નિષ્પત્તિ માટે તીવ્ર શ્રદ્ધાથી યત્ન કરે છે. જેના કારણે તે શ્રદ્ધા જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ કર્મ અને તેના ફળનો પરસ્પર સંબંધ છે તે નિર્ણય પણ દઢ-દઢતર થાય છે તેવી વધતી જતી શ્રદ્ધાથી સાધુ અને શ્રાવકો પ્રસ્તુત ચૈત્યવંદન કરે છે.
વળી, પોતાનો આત્મા શરીરથી ભિન્ન છે, તે પરિણામી છે અને વિદ્યમાન કર્મોથી બંધાયેલો છે અને તેના વિયોગથી મોક્ષ છે અને કર્મબંધનું કારણ પોતાના ભાવપ્રાણોની હિંસા છે અને મુક્ત થવાનું કારણ પોતાના ભાવપ્રાણોની અહિંસા છે તેવો સ્પષ્ટ નિર્ણય કરાવે તેવી શ્રદ્ધા છે, તેથી જ પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે પ્રસ્તુત સૂત્રથી વીતરાગ પ્રત્યે પ્રવર્ધમાન રાગ થાય એ માટે જ “મને પ્રસ્તુત કાયોત્સર્ગથી વંદન-પૂજન આદિનું ફળ મળો' તેમ અભિલાષ કરીને પોતાના ભાવપ્રાણોની અહિંસાને અતિશય કરવા માટે સાધુઓ અને શ્રાવકો યત્ન કરે છે, જે તેઓની શ્રદ્ધાનું કાર્ય છે, માટે પારમાર્થિક શ્રદ્ધા ભગવાનના પ્રવચનના વિવિધ પદાર્થોના યથાર્થ બોધ સ્વરૂપ છે.
વળી, આ શ્રદ્ધાવાળા શ્રાવકોને અને સાધુઓને વીતરાગતા જ સારરૂપ દેખાય છે અને બાહ્ય પદાર્થોમાં
Page #54
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈચાણ સૂત્ર
૩૩ ચિત્તનો સંશ્લેષ કાલુષ્ય સ્વરૂપ દેખાય છે, તેથી તેવા શ્રદ્ધાવાળા જીવો સતત કાલુષ્યને દૂર કરવા યત્ન કરે છે, તેથી તે શ્રદ્ધા ચિત્તના કાલુષ્યને દૂર કરનારો આત્માનો ધર્મ છે અર્થાત્ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારો મતિજ્ઞાનનો ઉપયોગ છે, જેનાથી કષાયોનું કાળુષ્ય સતત ક્ષણ-ક્ષીણતર થાય છે, આથી જ સમ્યગ્દષ્ટિ જીવો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાના બળથી કષાયોનો ક્ષય કરવા સતત યત્ન કરે છે જે તેઓની શ્રદ્ધાનું જ કાર્ય છે, આથી જ સાધુ અને શ્રાવકો પણ પોતાનામાં વર્તતી શ્રદ્ધાના બળથી પ્રસ્તુત સૂત્ર દ્વારા ચિત્તના કાલુષ્યને ક્ષીણ કરવા યત્ન કરે છે. આ શ્રદ્ધા કઈ રીતે ચિત્તના કાલુષ્યને દૂર કરે છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જેમ સરોવરમાં રહેલા કાદવને દૂર કરવા માટે સરોવરમાં વિશિષ્ટ મણિ નાખવામાં આવે છે, તેનાથી કાદવનું કાલુષ્ય દૂર થવાથી જળ સ્વચ્છતાને પામે છે અર્થાત્ સરોવરમાં રહેલો કાદવ નીચે બેસી જાય છે અને ઉપર સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે, એ રીતે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્ત છે તે સરોવરમાં ઉત્પન્ન થયેલો શ્રદ્ધારૂપી મણિ ચિત્તના કષાય-નોકષાયજન્ય સર્વ કાલુષ્યને દૂર કરીને ભગવાનથી પ્રણીત માર્ગને સમ્યગુ ભાવન કરે છે, તેથી જે મહાત્માઓના ચિત્તમાં સ્થિર શ્રદ્ધા પ્રગટી છે કે ચિત્તમાં સંશ્લેષની પરિણતિને કારણે જ કષાયોનું કાળુષ્ય થાય છે, તેનાથી દુર્ગતિઓની પરંપરાની કદર્થના પ્રાપ્ત થાય છે અને સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર વિતરાગતાને અનુકૂળ ઉદ્યમ કરાવવા માટે જ સર્વ પ્રકારના માર્ગોને બતાવે છે, તે મહાત્માઓ તે માર્ગના પરમાર્થોને જાણીને ચિત્તના કાલુષ્યને દૂર કરીને આત્માને સદા ભગવાનના વચનથી જ વાસિત કરે છે. આવી ઉત્તમ શ્રદ્ધા જે શ્રાવકોમાં જેટલી પ્રગટ થઈ છે તેને સ્વઉપયોગ દ્વારા અતિશયઅતિશયતર કરીને સાધુ અને શ્રાવક પ્રસ્તુત સૂત્રથી હું કાઉસ્સગ્નમાં રહું છું એ પ્રકારનું પ્રણિધાન કરે છે. લલિતવિસ્તરા :
एवं मेधया-न जडत्वेन, मेधा ग्रन्थग्रहणपटुः परिणामः, ज्ञानावरणीयकर्मक्षयोपशमजः चित्तधर्म इति भावः, अयमपीह सद्ग्रन्थप्रवृत्तिसारः पापश्रुतावज्ञाकारी गुरुविनयादिविधिवल्लभ्यो महांस्तदुपादेयपरिणामः; आतुरौषधाप्त्युपादेयतानिदर्शनेन;-यथा प्रेक्षावदातुरस्य तथा तथोत्तमौषधावाप्तौ विशिष्टफलभव्यतयेतरापोहेन तत्र महानुपादेयभावो ग्रहणादरश्च, एवं मेधाविनो मेधासामर्थ्यात् सद्ग्रन्थ एवोपादेयभावो ग्रहणादरश्च, नान्यत्र, अस्यैव भावौषधत्वादिति। લલિતવિસ્તરાર્થ
આ રીતે જે રીતે વધતી જતી શ્રદ્ધાથી સાધુ અને શ્રાવક પ્રસ્તુત કાયોત્સર્ગ કરવાનો અભિલાષ કરે છે એ રીતે, વધતી જતી મેધાથી કાયોત્સર્ગ કરવાનો અભિલાષ કરે છે, જડપણાથી નહિ=પોતાનો મતિજ્ઞાનનો ઉપયોગ કાયોત્સર્ગના પરમાર્થને સ્પર્શે તેવી મેધાથી કરવા અભિલાષ કરે છે જડપણાથી નહિ. મેધા શું છે ? તે સ્પષ્ટ કરે છે –
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪
લલિતવિસ્તરા ભાગ-૩ મેધા ગ્રંથગ્રહણનો પટ એવો પરિણામ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થનારો ચિત્તનો ધર્મ છે, આ પણ=મેધારૂપ ચિતનો ધર્મ પણ, અહીં સગ્રંથમાં પ્રવૃત્તિના સારવાળો પાપશ્રુતની અવજ્ઞાને કરનાર ગુરુવિનયાદિ વિધિવાળા પુરુષથી લભ્ય મહાન તેના ઉપાદેયનો પરિણામ છે=સગ્રંથના ઉપાદેયનો પરિણામ છે, આતુરને રોગીને, ઔષધની પ્રાપ્તિમાં ઉપાદેયતાના દષ્ટાંતથી સગ્રંથમાં ઉપાદેયતાનો પરિણામ છે એમ અન્વય છે. દૃષ્ટાંત-દાષ્ટ્રતિક ભાવને સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે વિચારક રોગીને તે તે પ્રકારે ઉત્તમ ઔષધની પ્રાપ્તિમાં=જે જે પ્રકારે રોગનો નાશ થાય તે તે પ્રકારે ઉત્તમ ઔષધની પ્રાપ્તિમાં, વિશિષ્ટ ફલનું ભવ્યપણું હોવાને કારણે ઔષધનું સેવન કરીને આરોગ્યને પ્રાપ્ત કરે તેવા વિશિષ્ટ ફલનું ચોગ્યપણું હોવાને કારણે, ઈતરના અપોહથી=પ્રાપ્ત થયેલા સદ્ ઔષધથી ઈતર ઔષધના ત્યાગથી, ત્યાં સદ્ ઔષધમાં, મહાન ઉપાદેયભાવ છે અને ગ્રહણમાં આદર છે=ઔષધસેવનમાં આદર છે, એ રીતે મેધાવી પુરુષને મેધાના સામર્થ્યથી સગ્રંથમાં જ ઉપાદેયભાવ છે અને ગ્રહણમાં આદર છે, અન્યત્ર નથી; કેમ કે આનું જ=સગ્રંથનું જ, ભાવૌષધપણું છે. ભાવાર્થ
વિવેકી શ્રાવક અને વિવેકી સાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે અને સંસારથી વિસ્તારનો ઉપાય વિતરાગભાવ જ છે અને વીતરાગના વચનરૂપ ગ્રંથ વીતરાગતાને પ્રગટ કરવાના સૂક્ષ્મ-સૂક્ષ્મતર ઉપાયોને બતાવે છે, તેથી વિવેકી શ્રાવક અને વિવેકી સાધુ વીતરાગતાના મર્મને સ્પર્શે તે રીતે વધતી જતી મેધાથી કાયોત્સર્ગમાં યત્ન કરે છે, જેનાથી તેઓની મેધા વિતરાગતાના મર્મને કંઈક અધિક અધિક સ્પર્શે છે. તે મેધા કેવી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
વીતરાગતાને પ્રાપ્ત કરાવનારા જે સગ્રંથો છે તેને ગ્રહણ કરવામાં પટુ પરિણામવાળી મેધા છે, આથી જ જે શ્રાવકો અને સાધુઓ વધતી જતી મેધાથી કાયોત્સર્ગ કરે છે તેઓની મેધા તે પ્રકારની સૂક્ષ્મ બને છે, જેના કારણે સર્વજ્ઞએ કહેલા ગ્રંથોના રહસ્યને સૂક્ષ્મ જોઈ શકે છે અને આ સર્વજ્ઞનું વચન કઈ રીતે વિતરાગતાને અભિમુખ સૂક્ષ્મ દિશા બતાવે છે તેને જાણીને તેના પરિણામને તેઓ સુખપૂર્વક પ્રાપ્ત કરે છે. આથી જ તેવા મેધાવી મહાત્મા ઈર્યાપથ પ્રતિક્રમણ સૂત્ર બોલીને કઈ રીતે ધ્યાન-મૌન પથમાં જઈ શકાય છે તેના રહસ્યને પ્રાપ્ત કરી શકે છે, તેથી તે ઇરિયાવહિયા સૂત્રના બળથી જ સંવર અને નિર્જરાને અનુકૂળ ધ્યાન-મૌન પથમાં વિશેષથી જવા યત્ન કરી શકે છે. વળી, આ મેધા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થનારો ચિત્તનો ધર્મ છે=મતિજ્ઞાનનો ઉપયોગ છે. વળી, જેમ ચિત્તના ધર્મરૂપ શ્રદ્ધા કલ્યાણનું કારણ હતી તેમ ચિત્તના ધર્મરૂપ મેધા પણ કલ્યાણનું કારણ છે આથી સગ્રંથમાં પ્રવૃત્તિપ્રધાન હોય છે અર્થાત્ તેવા મેધાવી પુરુષો સંસારનો ઉચ્છેદ થાય તેવા ઉત્તમ ગ્રંથોને જ ભણવા માટે યત્ન કરે છે. માટે તે મેધા કલ્યાણનું કારણ છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
૩૫ વળી, તે મેધા પાપગ્રુતની અવજ્ઞા કરનાર છે, તેથી તેવી મેધાવાળા પુરુષો વીતરાગપ્રણીત વચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરનારું જે પાપકૃત છે તેની ઉપેક્ષા કરે છે, જેથી અનાભોગથી પણ પાપકૃતથી વાસિત થઈને માર્ગથી પોતાનો ભ્રંશ ન થાય તેવો યત્ન કરે છે, તેથી મેધાવી મહાત્મા હંમેશાં પાપકૃત અને પરમાર્થમૃતનો વિભાગ કરીને પાપકૃતની અવજ્ઞા કરનારા હોય છે.
વળી, ગુરુવિનયાદિ વિધિવાળાથી લભ્ય આ મેધારૂપ ચિત્તધર્મ મહાન સગ્રંથમાં ઉપાદેયનો પરિણામ છે, તેથી મેધાવી પુરુષમાં સન્શાસ્ત્રોના પરમાર્થને બતાવનારા ગુરુ કોણ છે તેનો નિર્ણય કરવાની શક્તિ હોય છે, તેથી જે ગુરુ વીતરાગતાને અનુકૂળ શાસ્ત્રોનાં રહસ્યો અનુભવ અનુસાર બતાવતા હોય તેવા ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન થાય છે અને વિનયપૂર્વક અને વિધિપૂર્વક તે મેધાવી પુરુષ તે મહાત્મા પાસે ગ્રંથોના પરમાર્થને જાણવા યત્ન કરે છે અને જેમ જેમ તે પરમાર્થનો બોધ થાય છે તેમ તેમ તે ગ્રંથના પરમાર્થ પ્રત્યે મહાન ઉપાદેયનો પરિણામ થાય છે અર્થાત્ સર્વ શક્તિથી આ ગ્રંથના વચન અનુસાર પ્રવૃત્તિ કરીને હું સંસારનો ક્ષય કરું તેવો પરિણામ થાય છે. જેમ કોઈ રોગીને સુંદર ઔષધ પ્રાપ્ત થાય ત્યારે તેને તે ઔષધને સેવન કરવાનો અત્યંત પરિણામ થાય છે તેમ મેધાવી પુરુષને સગ્રંથોના વચનને સેવવાનો અત્યંત પરિણામ થાય છે.
દૃષ્ટાંતને જ સ્પષ્ટ કરતાં કહે છે – જેમ કોઈ બુદ્ધિમાન રોગી હોય અને તેને પોતાના રોગનો નાશ કરે તેવા ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય ત્યારે જો તે રોગી તે ઔષધના વિશિષ્ટ ફળને પામે તેવી યોગ્યતાવાળો હોય તો તેવા ઉત્તમ ઔષધને છોડીને અન્ય ઔષધને ક્યારેય ગ્રહણ કરતો નથી, પરંતુ મંદ બુદ્ધિવાળા જીવો જ ઉત્તમ ઔષધને પામવા છતાં તે ઉત્તમ ઔષધના ફળને પ્રાપ્ત કરે તેવી યોગ્યતાવાળા નહિ હોવાથી અજ્ઞાનને વશ સદ્ ઔષધને છોડીને કોઈકના વચન દ્વારા પ્રેરાઈને અન્ય અન્ય ઔષધ કરે છે, પરંતુ બુદ્ધિમાન પુરુષો તો ધવંતરી વૈદ્યને પામીને અને તેના વચનથી પોતાના રોગનું સદ્ ઔષધ પ્રાપ્ત કર્યા પછી ઇતર ઔષધને ગ્રહણ કરવાનો વિકલ્પ ક્યારેય કરતા નથી, પરંતુ તેઓને સદ્ ઔષધમાં જ મહાન ઉપાદેયભાવ હોય છે અને સદ્ ઔષધના ગ્રહણમાં જ આદર વર્તે છે. એ રીતે બુદ્ધિમાન પુરુષો પોતાની મેધાના સામર્થ્યથી જ ક્યા સૉંથો ભવના ક્ષયનું કારણ છે તેનો નિર્ણય કરીને અને કયા ગુરુ આ સૉંથોના પારમાર્થિક ભાવો પોતાને બતાવે તેમ છે તેનો નિર્ણય કરીને વિનયાદિ વિધિપૂર્વક સઘંથોના જ પરમાર્થને જાણવા યત્ન કરે છે અને મેધાના સામર્થ્યથી આ સદૂગ્રંથનાં વચનો કઈ રીતે પોતાના રોગનો નાશ કરવા સમર્થ છે તેનો બોધ થાય ત્યારે તે સગ્રંથોમાં જ અત્યંત ઉપાદેય ભાવવાળા થાય છે અને તે સગ્રંથના વચનાનુસાર ઔષધ સેવવામાં આદરવાળા હોય છે, પરંતુ અલ્પબુદ્ધિવાળા જીવો કોઈ રીતે સદ્દ
ઔષધ પ્રાપ્ત કર્યા પછી પણ સદ્ ઔષધને છોડીને જે તે ઔષધને ગ્રહણ કરે છે તેમ અલ્પ મેધાવી જીવો સગ્રંથોને છોડીને જે તે ગ્રંથોને ગ્રહણ કરે છે અથવા જે તે ગુરુ પાસેથી તે તે પ્રકારે તે ગ્રંથોના અર્થોને ગ્રહણ કરે છે જેનાથી સદ્ ઔષધને પ્રાપ્ત કરી શકતા નથી તેવા મેધાવી પુરુષો હોતા નથી, પરંતુ નિપુણ પ્રજ્ઞાપૂર્વક સગ્રંથના રહસ્યને જાણીને તેમાં જ આદર પરિણામવાળા હોય છે, અન્યત્ર નહિ; કેમ કે સગ્રંથો જ ભાવઔષધરૂપ છે અર્થાત્ સગ્રંથોનું સમ્યફ અધ્યયન કરીને તેના રહસ્યને યથાર્થ જાણીને
Page #57
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
૩૬
જેઓ પોતાની શક્તિ અનુસાર તે ગ્રંથોના વચનથી પોતાના આત્માને સંપન્ન કરવા યત્ન કરે છે તેઓનો રાગાદિ કષાયોરૂપ ભાવરોગ ક્ષય થાય છે અને ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય છે, તેના બળથી સદ્ગતિઓની પરંપરા દ્વારા તે મહાત્મા સંપૂર્ણ ભાવરોગથી મુક્ત થશે ત્યારે શાશ્વત આરોગ્ય સુખનો ભોક્તા બનશે, આ પ્રકારે મેધાવી પુરુષ સગ્રંથોના સૂક્ષ્મ પદાર્થને જાણી શકે છે અને પ્રાપ્ત થયેલા તે સગ્રંથરૂપ ઔષધના વિશિષ્ટ ફળને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા છે, તેથી ક્યારેય સગ્રંથરૂપ ઔષધને છોડીને અન્ય ગ્રંથોને ગ્રહણ કરવામાં યત્ન કરતા નથી.
લલિતવિસ્તરા :
एवं च धृत्या-न रागाद्याकुलतया, धृतिर्मनः प्रणिधानं, विशिष्टा प्रीतिः, इयमप्यत्र 'मोहनीयकर्म्मक्षयोपशमादिसंभूता, रहिता दैन्यौत्सुक्याभ्यां धीरगम्भीराशयरूपा अवन्ध्यकल्याणनिबन्धनवस्त्वाप्त्युपमया; यथा दौर्गत्योपहतस्य चिन्तामण्याद्यवाप्तौ विज्ञाततद्गुणस्य 'गतमिदानीं दौर्गत्यमिति विदिततद्विघातभावं भवति धृतिः, एवं जिनधर्म्मचिन्तारत्नप्राप्तावपि विदिततन्माहात्म्यस्य 'क इदानीं संसार' इति तद्दुःखचिन्तारहिता सञ्जायत एवेयम् उत्तमालम्बनत्वादिति ।
લલિતવિસ્તરાર્થ :
અને આ રીતે=જે રીતે વધતી જતી શ્રદ્ધાથી અને મેધાથી કાઉસ્સગ્ગ કરે છે એ રીતે, વિવેકી સાધુ અને શ્રાવક વધતી જતી ધૃતિથી કાઉસ્સગ્ગ કરે છે, રાગાદિ આકુલપણાથી નહિ. ધૃતિ શું છે ? તે સ્પષ્ટ કરે છે -
-
ધૃતિ મનનું પ્રણિધાન છે=પ્રસ્તુત કાયોત્સર્ગથી ફલનિષ્પત્તિને અનુકૂળ વીર્ય પ્રવર્તાવવાનો દૃઢ સંકલ્પ છે, જે વિશિષ્ટ પ્રીતિરૂપ છે=તે કાયોત્સર્ગ દ્વારા ફલનિષ્પત્તિને અનુકૂળ ક્રિયામાં વિશિષ્ટ પ્રીતિરૂપ છે, આ પણ=ધૃતિ પણ, અહીં=સઅનુષ્ઠાનમાં, મોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી ઉત્પન્ન થયેલી=મોહનીયકર્મના ક્ષયોપશમથી અને વીર્યંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી, દૈન્ય અને ઔક્યથી રહિત અવંધ્ય કલ્યાણનું કારણ એવી વસ્તુની પ્રાપ્તિની ઉપમાથી ધીગંભીર આશયરૂપ છે – જે પ્રમાણે દરિદ્રતાથી ઉપહત જીવને ચિંતામણિ આદિની પ્રાપ્તિ થયે છતે વિજ્ઞાત ચિંતામણિના ગુણવાળા પુરુષને ‘હવે દરિદ્રતા ગઈ” એ પ્રમાણે જણાયેલા તેના વિઘાતભાવવાળી=જણાયેલા દૌગત્યના વિદ્યાતભાવવાળી ધૃતિ, થાય છે, એ રીતે જિનધર્મરૂપ ચિંતામણિ રત્નની પ્રાપ્તિમાં પણ જણાયેલા તેના માહાત્મ્યવાળા પુરુષને ‘હવે સંસાર ક્યાં છે’ એ પ્રકારે તેના દુઃખની ચિંતા રહિત એવી આ=કૃતિ, થાય છે જ; કેમ કે ઉત્તમનું આલંબનપણું છે=સંસારક્ષયમાં પ્રબળ કારણીભૂત જિનવચનના પરમાર્થરૂપ ઉત્તમનું આલંબનપણું છે.
ભાવાર્થ:
વિવેકી સાધુઓ અને વિવેકી શ્રાવકો જે રીતે વધતી જતી શ્રદ્ધાથી અને મેધાથી કાઉસ્સગ્ગમાં સ્થિર થવા
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૭.
અરિહંત ચેઈયાણં સૂત્ર યત્ન કરે છે એ રીતે વધતી જતી વૃતિથી કાઉસ્સગ્નમાં યત્ન કરે છે, પરંતુ કાઉસ્સગ્નકાળમાં ચિત્ત લક્ષ્યને અનુરૂપ ન પ્રવર્તે તેવા રાગાદિ ભાવોની આકુળતાથી કાઉસ્સગ્ગ કરતા નથી. ધૃતિ શું છે ? તે સ્પષ્ટ કરે છે
ધૃતિ એ મતિજ્ઞાનના ઉપયોગરૂપ લક્ષ્યને અનુરૂપ મનનું પ્રણિધાન છે, વળી, તે મનનું પ્રણિધાન વિશિષ્ટ પ્રીતિ સ્વરૂપ છે; કેમ કે કાયોત્સર્ગ દ્વારા ઉત્તમ ભાવોની નિષ્પત્તિ પોતાના મનપ્રણિધાનથી થાય છે જે ભાવોમાં તે મહાત્માને અત્યંત પ્રીતિ વર્તે છે, જેમ ભોગના અર્થી જીવોને પોતાના ઇષ્ટ ભોગની પ્રવૃત્તિમાં પ્રીતિ વર્તે છે તેમ વિવેકી જીવોને આત્માની નિરાકુળ અવસ્થાની પ્રાપ્તિને અનુકૂળ ક્રિયામાં પ્રીતિ વર્તે છે.
વળી, જેમ શ્રદ્ધા મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય આત્માના પરિણામરૂપ છે અને મેધા જ્ઞાનાવરણીયકર્મ તથા મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય આત્માના પરિણામરૂપ છે તેમ આ ધૃતિ પણ સદ્ અનુષ્ઠાનમાં મોહનીયકર્મનો ક્ષયોપશમ અને તથાવિધ વર્યાતરાયકર્મના ક્ષયોપશમથી થયેલ જીવના પરિણામરૂપ છે, તેથી વિવેકી જીવોને ઉચિત ક્રિયા દ્વારા આત્માના નિરાકુળ ભાવમાં સ્થિર થવામાં ધૃતિ વર્તે છે.
વળી, આ ધૃતિ દૈન્ય અને સુક્યથી રહિત છે, જેમ યોગ્ય પણ જીવોને ધર્મ કરીને ઉત્તમ ભાવો કરવાનો અભિલાષ થાય છતાં તે પ્રકારની વૃતિ ન હોય ત્યારે દીનતા થાય છે અને વિચાર આવે છે કે મારા પ્રયત્નથી આ ભાવ થતો નથી, તેથી ખેદ-ઉદ્વેગ અનુભવે છે, પરંતુ વિવેકી પુરુષને બોધ હોય છે કે દુષ્કર પણ કાર્ય લક્ષ્યને અનુરૂપ યથાર્થ બોધપૂર્વક પૈર્યથી કરવામાં આવે તો કેટલાક કાળે અવશ્ય તે પ્રકારની શક્તિ પ્રગટે છે, માટે સંસારના ઉચ્છેદના પ્રબળ કારણરૂપ જિનવચનથી વિહિત અનુષ્ઠાનમાં મારે વૈર્યપૂર્વક યત્ન કરવો જોઈએ તેવા જીવોને દુષ્કર પણ મોહનાશને અનુકૂળ યત્નમાં દીનતા થતી નથી.
વળી, કેટલાક યોગ્ય જીવો પણ સદ્ અનુષ્ઠાનમાં યત્ન કરે છે, પરંતુ જ્યાં પોતાનું સામર્થ્ય નથી તેવા પ્રકારના ફલમાં ઉત્સુકતાને ધારણ કરીને યત્ન કરે છે, વસ્તુતઃ અકાલે ફલવાંછા એ ચિત્તની વ્યગ્રતા છે અને ધૃતિવાળો પુરુષ જાણે છે કે હું શક્તિને અનુરૂપ ઉચિત કૃત્ય કરું છું તેના દ્વારા જ ઉત્તર-ઉત્તરના અનુષ્ઠાનથી શક્તિનો સંચય થશે અને ઉત્તર-ઉત્તરના અનુષ્ઠાનની શક્તિનો સંચય થશે ત્યારે હું તે તે ઉત્તરઉત્તરનું અનુષ્ઠાન સેવીને તે તે ભાવોને અવશ્ય પ્રાપ્ત કરીશ. માટે વર્તમાનમાં શક્તિ નહીં હોવાનાં કારણે તે અનુષ્ઠાન સેવનથી પણ ફલ પ્રાપ્ત થાય નહિ અને તેની ઉત્સુકતા રાખીને ચિત્તને વ્યગ્ર કરવાથી તે અનુષ્ઠાનની પ્રાપ્તિને અનુકૂળ બળસંચયમાં પણ વિલંબન થશે માટે જેમ ચિત્રકળામાં કુશળ બનવાનો કોઈ અર્થી પુરુષ ધૃતિપૂર્વક અભ્યાસ કરે તો ક્રમે કરીને નિપુણ ચિત્રકાર બને છે, પરંતુ ચિત્રકળાનો અભ્યાસ કરનાર પણ તે પુરુષ વારંવાર ઔસુક્યને ધારણ કરીને હું ક્યારે ચિત્રકાર બનીશ એવા ભાવોથી વ્યગ્ર રહે તો અકાલે ફલવાંછારૂપ ઔસુક્ય દોષને કારણે તે શીધ્ર નિપુણ ચિત્રકાર બની શકે નહિ, તેમ બુદ્ધિમાન પુરુષ સુક્યથી રહિત શક્તિના પ્રકર્ષથી સાસ્ત્રોના વચનનું અવલંબન લઈને ધીરતાપૂર્વક ગુણનિષ્પત્તિમાં યત્ન કરે છે, આથી જ આ ધૃતિ ધીર-ગંભીર આશયરૂપ છે અર્થાત્ લક્ષ્યની નિષ્પત્તિમાં વૈર્ય વર્તે છે અને ગંભીરતાપૂર્વક લક્ષ્યને અનુકૂળ યત્ન થાય તે પ્રકારનો આશય વર્તે છે, તેથી તેવા ધીર પુરુષો સુખપૂર્વક તે તે અનુષ્ઠાન દ્વારા ઉત્તર-ઉત્તરના અનુષ્ઠાનને અનુકૂળ શક્તિસંચય થાય તેવા ગુણોને પ્રાપ્ત કરે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
લલિતવિસ્તરા ભાગ-૩ વળી, આ ધૃતિ અવંધ્ય કલ્યાણનું કારણ બને એવી વસ્તુની પ્રાપ્તિની ઉપમાથી ધીર-ગંભીર આશય સ્વરૂપ છે એ કથનને જ સ્પષ્ટ કરે છે –
જેમ કોઈ દરિદ્રતાથી યુક્ત પુરુષ હોય અને તેને ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થાય અને ચિંતામણિના ગુણોને તે જાણતો હોય, તેથી તેને નક્કી થાય કે “હવે મારી દરિદ્રતા ગઈ.' તેથી તે દરિદ્રતાના વિઘાતનો ભાવ આ ચિંતામણિનું વિધિપૂર્વકનું સેવન છે, એમ જાણીને તે પુરુષ ધૃતિપૂર્વક તે ચિંતામણિના સેવન માટે યત્ન કરે છે, પરંતુ દીનતાને ધારણ કરતો નથી કે વિધિને સેવવા પૂર્વે જ તેના ફળની ઇચ્છારૂપ ઔસ્ક્યને ધારણ કરતો નથી, પરંતુ ધીરતા અને ગંભીરતાપૂર્વક વિધિના સેવન માટે યત્ન કરે છે; કેમ કે તેને અવંધ્ય કલ્યાણનું કારણ એવું ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું છે, તેથી ખેદ રહિત અને ઉદ્વેગ રહિત તેની વિધિને સેવે છે, જેનાથી ઇચ્છિત ફલ તે પ્રાપ્ત કરશે. તેમ જે પ્રાજ્ઞ પુરુષને જિનધર્મરૂપી ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું છે અને તે પુરુષને જ્ઞાન છે કે વિધિપૂર્વક સેવાયેલો આ ધર્મ સદ્ગતિઓની પરંપરાથી અવશ્ય મોક્ષપ્રાપ્તિનું કારણ છે, તેથી તે પુરુષને ખાતરી છે કે હવે મારા માટે આ સંસારની વિડંબના નથી, તેથી સંસારના પરિભ્રમણના દુઃખની ચિંતાથી રહિત જિનવચનાનુસાર સદ્ અનુષ્ઠાનના સેવનની વૃતિ તેનામાં પ્રગટે છે અને ઉત્તમ એવા જિનવચનનું અવલંબન લઈને ધૃતિપૂર્વક સદનુષ્ઠાન સેવવા માટે તે મહાત્મા અવશ્ય યત્ન કરે છે, કેમ કે અવંધ્ય એવા કલ્યાણની પરંપરાનું કારણ ચિંતામણિ રત્નથી અધિક એવી જિનધર્મ વસ્તુ તેને પ્રાપ્ત થઈ છે એવા મહાત્માઓ ધૃતિપૂર્વક સ્વભૂમિકાનું અનુષ્ઠાન સેવીને અવશ્ય સંસારનો ક્ષય કરે છે. તે રીતે જ વિવેકી સાધુ અને શ્રાવક પ્રસ્તુત સૂત્રના બળથી વધતી જતી વૃતિથી કાયોત્સર્ગમાં સ્થિર થવા યત્ન કરે છે, તેનાથી તેઓને સર્વ કલ્યાણની પ્રાપ્તિ થશે. લલિતવિસ્તરા -
एवं धारणया-न चित्तशून्यत्वेन, 'धारणा'-अधिकृतवस्त्वविस्मृतिः, इयं चेह ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुत्था अविच्युत्यादिभेदवती प्रस्तुतवस्त्वानुपूर्वीगोचरा चित्तपरिणतिः, जात्यमुक्ताफलमालाप्रोतकदृष्टान्तेन तस्य तथातथोपयोगदाात् अविक्षिप्तस्य सतो यथार्ह विधिवदेतत्प्रोतनेन गुणवती निष्पद्यते अधिकृतमाला; एवमेतबलात् स्थानादियोगप्रवृत्तस्य यथोक्तनीत्यैव निष्पद्यते योगगुणमाला, पुष्टिनिबन्धनत्वादिति। લલિતવિસ્તરાર્થ -
આ રીતે=જે રીતે વૃતિ આદિથી કાયોત્સર્ગ કરે છે એ રીતે, ધારણાથી–વિવેકી સાધુ અને શ્રાવક જે સૂત્ર બોલે છે તે સૂત્રના ભાવોની ધારણાથી, કાયોત્સર્ગ કરે છે, ચિત્તશૂન્યપણાથી નહિ. ધારણા શું છે? તે સ્પષ્ટ કરે છે – અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ=જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાનના પૂર્વ-પૂર્વના ભાવો સાથે
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૯
અરિહંત ચેઈયાણં સૂત્ર ઉત્તર-ઉત્તરના ભાવોનું પ્રતિસંધાન થાય તે પ્રકારે અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ ધારણા છે, અને આ ધારણા, અહીં=સ અનુષ્ઠાનમાં, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી અવિસ્મૃતિ આદિ ભેદવાળી પ્રસ્તુત વસ્તુની આનુપૂર્વીના વિષયવાળી ચિત્તની પરિણતિ છે=જે સૂત્રો પોતે બોલે છે તે સૂત્રરૂપ વસ્તુના આનુપૂર્વીપૂર્વક ભાવોના વિષયવાળી ચિતની પરિણતિ છે; કેમ કે જાત્યમુક્તાક્ષની માળાને ગૂંથનારાના દષ્ટાંતથી તેનું ધારણાકાલીન ચિતનું, તે તે પ્રકારે ઉપયોગનું દઢપણું છે, અવિક્ષિપ્ત છતાને યથાયોગ્ય વિધિપૂર્વક આને પરોવવાથી ગુણવાળી અધિકૃત માળા થાય છે, એ રીતે=જે રીતે તે માળા ગુણવાળી થાય છે એ રીતે, આના બળથી=ધારણાના બળથી, સ્થાનાદિ ચોગપ્રવૃત યોગીની યથોક્ત નીતિથી જ=જે રીતે અવિક્ષિપ્ત છતાને યથાયોગ્ય વિધિપૂર્વક પરોવવાથી માળા ગુણવાળી થાય છે એ નીતિથી જ, યોગગુણમાળા નિષ્પન્ન થાય છે; કેમ કે પુષ્ટિનું કારણપણું છે. પંજિકા -
'अविच्युत्यादिभेदवतीति'=अविच्युतिस्मृतिवासनाभेदवती। પંજિકાર્ય :
ગવિદ્યુતિ ... વાસનામેવતી || વિદ્યુત્યવિમેલવી લલિતવિસ્તરાનું પ્રતીક છે, અવિચ્યતિ, સ્કૃતિ અને વાસનાના ભેદવાળી પ્રસ્તુત વસ્તુની આનુપૂર્વીના વિષયવાળી ચિતની પરિણતિ છે એમ થોજન છે. ભાવાર્થ :
વિવેકી સાધુ અને શ્રાવક વધતી જતી ધારણાથી કાઉસ્સગ્ન કરવાનો અભિલાષ કરે છે, પરંતુ ચિત્તશૂન્યપણાથી કાયોત્સર્ગ ન થાય તે રીતે યત્ન કરે છે. ધારણા શું છે ? તે સ્પષ્ટ કરે છે –
અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ ધારણા છે, જેમ પ્રસ્તુત સૂત્ર દ્વારા અભિલાષ કરાય છે કે ભગવાનનાં વિંદન-પૂજન-સત્કાર-સન્માનથી જે ફળ મળે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ અને તે પણ બોધિલાભ અને મોક્ષ માટે પોતાને જોઈએ છે અને તેનું ફળ વધતી જતી શ્રદ્ધા આદિથી થાય છે તે અધિકૃત સૂત્રને બોલવાના ઉત્તર-ઉત્તરના કાળમાં પૂર્વ-પૂર્વના બોલાયેલાનું અવિસ્મરણ રહે તે રીતે પ્રતિસંધાનપૂર્વક કાયોત્સર્ગ કરવા માટે જે યત્ન છે તે ધારણા છે અને આ ધારણા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલી ચિત્તની પરિણતિ સ્વરૂપ છે. વળી, તે અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસનાના ભેદવાળી છે=પૂર્વ-પૂર્વનાં બોલાયેલાં પદોની આત્મામાં વાસના પડે છે અને તે વાસનાનું પ્રતિસંધાન કરીને ઇતરની સાથે=ઉત્તરમાં બોલાતાં પદોની સાથે, યોજન થાય તે રીતે સ્મૃતિ વર્તે છે, તેથી પૂર્ણ સૂત્રનું એકવાક્યતાથી પ્રતિસંધાન થાય તેવો અવિશ્રુતિરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તેથી પ્રસ્તુત જે સૂત્ર બોલાય છે તે સૂત્રરૂપ વસ્તુનો જે આનુપૂર્વીરૂપ ક્રમ છે તેને સ્પર્શનારી મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તની પરિણતિ છે. જેમ જાત્યમુક્તાફલની માળા કોઈ પરોવતું હોય ત્યારે તે
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૦
લલિતવિસ્તરા ભાગ-૩ માળા પરોવનાર પુરુષના ચિત્તનો ઉપયોગ તે તે પ્રકારે દઢ પ્રવર્તે છે અર્થાત્ તે માળા અતિ શોભાયમાન થાય તે પ્રકારે પરોવવાને અનુકૂળ વ્યાપારમાં દઢ ઉપયોગ વર્તે છે અને વિક્ષેપ વગર તે પુરુષ યથાયોગ્ય મોતીઓને વિધિપૂર્વક પરોવે તો તે માળા ગુણવાળી થાય છે, એ રીતે ધારણાના ઉપયોગવાળા મહાત્મા સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબનમાં યથાયોગ્ય યત્ન કરીને વિધિપૂર્વક ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન કરે તો તેના આત્મામાં ધારણાના બળથી યોગગુણની માળા નિષ્પન્ન થાય છે, કેમ કે સમ્યગુ ઉપયોગપૂર્વક ધારણાથી યુક્ત કરાયેલું અનુષ્ઠાન યોગની પુષ્ટિનું કારણ બને છે અર્થાત્ જે યોગ તે મહાત્મામાં પૂર્વમાં હતો તે અતિશય પુષ્ટ-પુષ્ટતર થાય છે, તેથી કલ્યાણના અર્થી એવા વિવેકી સાધુ અને શ્રાવક વધતી જતી ધારણાથી કાયોત્સર્ગ કરવા માટે યત્ન કરે છે. લલિતવિસ્તરા -
एवमनुप्रेक्षया, न प्रवृत्तिमात्रतया, अनुप्रेक्षा नाम तत्त्वार्थानुचिन्ता, इयमप्यत्र ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुद्भवोऽनुभूतार्थाभ्यासभेदः (१) परमसंवेगहेतुः (२) तद्दाळविधायी (३) उत्तरोत्तरविशेषसम्प्रत्ययाकारः (४) केवलालोकोन्मुखश्चित्तधर्मः, यथा रत्नशोधकोऽनलः रत्नमभिसंप्राप्तः रत्नमलं दग्ध्वा शुद्धिमापादयति, तथानुप्रेक्षानलोऽप्यात्मरत्नमुपसंप्राप्तः कर्ममलं दग्ध्वा कैवल्यमापादयति तथा तत्स्वभावत्वात् इति। લલિતવિસ્તરાર્થ:
એ રીતેaધારણાથી કાયોત્સર્ગ કરે છે એ રીતે, અનપેક્ષાથી=વધતી જતી અનપેક્ષાથી, સાધુ અને શ્રાવક કાયોત્સર્ગ કરે છે, પ્રવૃત્તિમાત્રપણાથી નહિકમારે ચૈત્યવંદન કરવું છે એ પ્રકારે પ્રવૃત્તિમાત્રપણાથી કાયોત્સર્ગ કરતા નથી.
અનુપ્રેક્ષા શું છે? તે સ્પષ્ટ કરે છે –
અનપેક્ષા એટલે તત્ત્વાર્થની અનુચિંતા અનુષ્ઠાનથી સાધ્ય જે તત્ત્વરૂપ અર્થ છે તેનું અનુચિંતવન અનુપ્રેક્ષા છે, આ પણ=અપેક્ષા પણ, અહીં=અનુષ્ઠાનના વિષયમાં, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી સમુભવ એવો ચિત્તનો ધર્મ છે, અનુભૂત અર્થના અભ્યાસના ભેદવાળો, પરમ સંવેગનો હેતુ, તેની દઢતાને કરનાર=સંવેગની અતિશયતાને કરનાર, ઉત્તરોતર વિશેષ પ્રકારે સંપ્રત્યાયના આકારવાળો કેવલજ્ઞાનને સન્મુખ ચિત્તનો ધર્મ છે, જે પ્રમાણે રત્નાશોધક અગ્નિ રત્નને પ્રાપ્ત થયેલા રત્નમલને બાળીને શુદ્ધિને આપાદન કરે છે–રત્નની શુદ્ધિ કરે છે, તે પ્રમાણે અનપેક્ષારૂપી અગ્નિ પણ આત્મારૂપી રત્નને પ્રાપ્ત થયેલા કર્મમલને બાળીને કેવલ્યને આપાદન કરે છે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવે છે; કેમ કે તે પ્રકારે તેનું સ્વભાવપણું છેઃકર્મમલને બાળીને આત્માના નિર્મળ સ્વભાવને પ્રગટ કરે તે પ્રકારનું અનપેક્ષાનું સ્વભાવપણું છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
ભાવાર્થ:
વિવેકી સાધુઓ અને વિવેકી શ્રાવકો વધતી જતી અનુપ્રેક્ષાથી કાયોત્સર્ગ કરવા યત્ન કરે છે, પરંતુ મારે કાયોત્સર્ગ ક૨વો છે તેવો સંકલ્પ માત્ર કરીને કાયોત્સર્ગ કરે તે રૂપ પ્રવૃત્તિમાત્રથી કાયોત્સર્ગ કરતા નથી.
૪૧
અનુપ્રેક્ષા શું છે ? તે સ્પષ્ટ કરે છે – જે અનુષ્ઠાન પોતે સેવે છે તે અનુષ્ઠાનથી પ્રાપ્તવ્ય જે તત્ત્વરૂપ અર્થ છે તેને પ્રાપ્ત કરવાને અનુકૂળ અનુચિંતવન અનુચિંતા છે, જેમ નિપુણ ચિત્રકાર ચિત્રના આલેખનકાળમાં તે ચિત્ર કઈ રીતે અતિશય-અતિશયતર થાય તેને અનુરૂપ અનુચિંતવન કરે છે, તેમ પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા વંદન-પૂજન આદિ રૂપે બોલાયેલા શબ્દો જે પ્રકારે વીતરાગની ભક્તિને અનુકૂળ ક્રિયા બને છે, તે ક્રિયા કઈ રીતે નિપુણતાપૂર્વક પોતાનામાં વીતરાગભાવરૂપ તત્ત્વને પ્રગટ કરવાને અનુકૂળ પ્રયત્નવાળી થાય તે પ્રકારે અનુચિંતા કરે છે, જેમ કેવલી એવા ચા૨ ભાણેજને ગીતાર્થ એવા તેના મામા આચાર્ય કેવલી પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે વધતી જતી અનુપ્રેક્ષાપૂર્વક વંદન કરે છે, તેથી ક્રમસર ચારે કેવલીને વંદન કરતાં ચોથા કેવલીને વંદન કરતી વખતે પોતાનામાં વર્તતો કેવલજ્ઞાન સ્વરૂપ તત્ત્વરૂપ અર્થ અનુપ્રેક્ષાના બળથી પ્રગટ થયો, તેમ સાધુ અને શ્રાવક પણ સ્વશક્તિ અનુસાર તત્ત્વરૂપ અર્થને પ્રગટ કરવાનું કારણ બને તેવું અનુચિંતવન કરે છે.
વળી, આ અનુપ્રેક્ષા મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ ચિત્તધર્મ છે, આથી જ જેઓને તે તે અનુષ્ઠાનમાં કઈ રીતે માનસવ્યાપાર કરવાથી તત્ત્વરૂપ અર્થ પ્રગટ થઈ શકે તેને અનુરૂપ જેઓનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ વર્તે છે તેઓ જ તે પ્રકારની અનુપ્રેક્ષા કરી શકે છે. જેમ બધા ચિત્રકારો પણ ચિત્રને અતિશય કરવાને અનુકૂળ નિપુણ ક્ષયોપશમ ન હોય તો ચિત્રના કરણકાળમાં પણ તે પ્રકારે અનુપ્રેક્ષણ કરી શકતા નથી, પરંતુ જેઓનો તે પ્રકા૨નો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ છે તેઓ ચિત્રકર્મની ક્રિયા વિષયક તે પ્રકારે ઊહાપોહ કરી શકે છે, તેમ સદ્ અનુષ્ઠાનમાં પણ અનુપ્રેક્ષાને અનુકૂળ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમવાળા જીવો સુખપૂર્વક તે પ્રકારની અનુપ્રેક્ષા કરી શકે છે અને જેઓમાં તેવો ક્ષયોપશમ થયો નથી છતાં નિપુણતાપૂર્વક યત્ન કરે તો તેવા પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય તેમ છે, તેવા વિવેકી સાધુઓ અને શ્રાવકો શાસ્ત્રવચનનું અને ગુરુના ઉપદેશનું અવલંબન લઈને સમ્યગ્ યત્ન કરવા દ્વારા તે પ્રકારના જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ પ્રગટ કરે છે. જેના કારણે નિપુણતાપૂર્વક સેવાતા અનુષ્ઠાનમાં અનુપ્રેક્ષા કરીને લક્ષ્યવેધિ ઉપયોગવાળા બને છે.
વળી, આ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તરતમતાથી અનેક ભેદવાળો છે, તેથી જેઓમાં નિપુણ અનુપ્રેક્ષાનો ક્ષયોપશમ છે તેઓ અનુપ્રેક્ષાના બળથી અલ્પકાળમાં ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરે છે અને સામાન્ય પ્રકારે અનુપ્રેક્ષાના ક્ષયોપશમવાળા જીવો સ્વઅભ્યાસના બળથી તે તે પ્રકારના અધિક અધિક જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થતી વિશેષ વિશેષ પ્રકારની અનુપ્રેક્ષાને પ્રાપ્ત કરે છે. જેનાથી ક્ષપકશ્રેણીને અનુકૂળ કંઈક કંઈક શક્તિ પ્રગટે છે.
વળી, આ અનુપ્રેક્ષા અનુભૂત અર્થના અભ્યાસનો ભેદ છે, જેમ જે શ્રાવકને અને સાધુને વીતરાગતાને અનુકૂળ શાંતરસનો કંઈક અનુભવ છે તે અનુભૂત અર્થને અતિશય ક૨વાને અનુકૂળ અભ્યાસરૂપ અનુપ્રેક્ષા
Page #63
--------------------------------------------------------------------------
________________
૨
લલિતવિસ્તરા ભાગ-૩ છે, આથી જ વિવેકી સાધુઓ અને શ્રાવકો તે તે અનુષ્ઠાનકાળમાં સ્વઅનુભવ અનુસાર કષાયોના ઉપશમજન્ય ભાવોને જ અભ્યાસના બળથી અતિશય-અતિશયતર કરે છે તે અનુપ્રેક્ષા સ્વરૂપ છે.
વળી, આ અનુપ્રેક્ષા પરમ સંવેગનો હેતુ છે અર્થાત્ પૂર્વમાં જે શાંતરસનો અનુભવ હતો તેના બળથી વિવેકી સાધુને અને શ્રાવકને વીતરાગતા પ્રાપ્ત કરવાની બલવાન ઇચ્છા વર્તે છે અને અનુપ્રેક્ષાપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી કષાયોનો વિશેષ પ્રકારના ઉપશમ થવાના કારણે જે શાંતરસનો વિશેષ અનુભવ થાય છે તે વિતરાગતાના અભિલાષને પૂર્વ કરતાં અધિક પ્રગટ કરે છે, તેથી અનુપ્રેક્ષા પૂર્વના સંવેગ કરતાં અધિક સંવેગનો હેતુ છે.
વળી, તે અનુપ્રેક્ષા જીવમાં વર્તતા સંવેગને દઢ કરનાર છે, તેથી પૂર્વમાં જે સંવેગ હતો તે જે પ્રકારના સ્થિર ભાવવાળો હતો તેના કરતાં વિશેષ દૃઢ થાય છે, આથી જ સંવેગના પ્રકર્ષવાળા સુસાધુઓ સુખપૂર્વક નિરતિચાર સંયમ પાળી શકે છે એવો દૃઢ સંવેગ જેઓમાં નથી એવા સાધુ અને શ્રાવકો પણ પોતાનામાં વર્તતા સંવેગના પરિણામને ક્રિયાકાળમાં લેવાતા અનુપ્રેક્ષાના ઉપયોગના બળથી દઢ કરે છે.
વળી, આ અનુપ્રેક્ષાના પરિણામ ઉત્તરોત્તર વિશેષ પ્રકારના સંપ્રત્યયના આકારવાળો કેવલજ્ઞાનને સન્મુખ મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તનો ધર્મ છે, આથી જ જે સાધુ અને જે શ્રાવક અનુપ્રેક્ષાપૂર્વક અનુષ્ઠાન કરે છે તેઓને આત્માની નિરાકુળ અવસ્થાનો પૂર્વમાં જે સમ્યગુ પ્રત્યય હતો સમ્યફ પ્રતીતિ હતી, તે પ્રતીતિ ઉત્તરોત્તર વિશેષ-વિશેષતર થાય છે અને તે પ્રતીતિ કેવલજ્ઞાનની સન્મુખ જતો જીવનો પરિણામ છે, આથી જ ચાર ભાણેજને વંદન કરતા મામા મુનિને દરેક કેવલીને વંદન કરતાં ઉત્તરોત્તર કેવલજ્ઞાનને અભિમુખ નિરાકુળ જીવની પરિણતિનું વિશેષ સંવેદન થતું હતું, તે પ્રકર્ષને પ્રાપ્ત કરીને ચોથા મહાત્માને વંદન કરતાં વીતરાગતાની પ્રાપ્તિ દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બન્યું.
આ કથનને જ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે રત્નને શુદ્ધ કરનાર અગ્નિ રત્નને પ્રાપ્ત થાય ત્યારે રત્ન ઉપર લાગેલા મલને બાળીને તે તે અંશથી રત્નની શુદ્ધિને આપાદન કરીને અંતે રત્નને પૂર્ણ શુદ્ધ કરે છે, તેમ આત્મામાં મતિજ્ઞાનના ઉપયોગરૂપે પ્રવર્તતો વીતરાગતાને અભિમુખ જતો અનુપ્રેક્ષારૂપી અગ્નિ આત્મારૂપી રત્નને પ્રાપ્ત થયેલો હોય તો આત્મા ઉપર લાગેલા અવતરાગભાવજન્ય કર્મમલને બાળીને ક્રમસર આત્માને શુદ્ધ કરતાં કરતાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવે છે; કેમ કે અનુપ્રેક્ષારૂપ પરિણામનો તેવો જ સ્વભાવ છે કે આત્માના વીતરાગભાવના પ્રતિબંધક કર્મમલને બાળીને આત્માના વિતરાગભાવને પ્રગટ કરે છે અને અંતે વીતરાગભાવના બળથી જ્ઞાનાવરણીયકર્મનો નાશ કરીને તે મહાત્માને કેવલી બનાવે છે. લલિતવિસ્તરા :
एतानि श्रद्धादीनि अपूर्वकरणाख्यमहासमाधिबीजानि, तत्परिपाकातिशयतस्तत्सिद्धेः, परिपाचना त्वेषां कुतर्कप्रभवमिथ्याविकल्पव्यपोहतः श्रवणपाठप्रतिपत्तीच्छाप्रवृत्त्यादिरूपाः; अतिशयस्त्वस्याः तथास्थैर्यसिद्धिलक्षणः प्रधानसत्त्वार्थहेतुरपूर्वकरणावह इति परिभावनीयं स्वयमित्थम्, एतदुच्चारणं त्वेवमेवोपधाशुद्धं सदनुष्ठानं भवतीति, एतद्वानेव चास्याधिकारीति ज्ञापनार्थम्।
Page #64
--------------------------------------------------------------------------
________________
હિંત સારું સૂ લલિતવિસ્તરાર્થ ઃ
આ શ્રદ્ધાદિ અપૂર્વકરણ નામની મહાસમાધિનાં બીજો છે; કેમ કે તેના પરિપાકના અતિશયથી તેની સિદ્ધિ છે=શ્રદ્ધા-મેધાદિ ચારના પરિપાકના અતિશયથી અપૂર્વકરણ નામની મહાસમાધિની સિદ્ધિ છે, વળી, આમની પરિપાચના=શ્રદ્ધાદિની પરિપાચના, કુતર્કથી પ્રભવ મિથ્યાત્વના વિક્લ્પના ત્યાગથી શ્રવણ, પાઠ, પ્રતિપત્તિ, ઇચ્છા, પ્રવૃત્તિ આદિરૂપ છે=કુતર્કોનો ત્યાગ કરીને શાસ્ત્રોના અર્થનું સમ્યક્ શ્રવણ કરે ત્યારે શ્રદ્ધાદિ કંઈક અતિશય થાય, ત્યારપછી તે શ્રવણ કરાયેલાં સૂત્રોનો પાઠ કરે ત્યારે શ્રદ્ધાદિ તેના કરતાં અતિશય થાય અને જ્યારે આ આમ જ છે એ પ્રકારનો સ્પષ્ટ નિર્ણય થાય ત્યારે પ્રતિપત્તિરૂપ શ્રદ્ધાદિની પરિપાચના થાય છે, ત્યારપછી તે બોધને અનુરૂપ તે અનુષ્ઠાન સેવવાની ઇચ્છા થાય છે ત્યારે તે શ્રદ્ધાદિની વિશેષ પરિપાચના થાય છે અને ત્યારપછી તે બોધને અનુકૂળ પ્રવૃત્તિ કરે ત્યારે તે શ્રદ્ધાદિની અધિક પરિપાચના થાય છે અને પ્રવૃત્તિથી જેમ જેમ તે અનુષ્ઠાન સ્થિરતા આદિ ભાવને પામે તેમ તેમ શ્રદ્ધાદિ અધિક પરિપાકને પામે છે. વળી, આનો=શ્રદ્ધાદિની પરિપાચનાનો, અતિશય તે પ્રકારના સ્વૈર્ય અને સિદ્ધિરૂપ પ્રધાન સત્ત્વના અર્થનો હેતુ=જીવના મુખ્ય પ્રયોજનનો હેતુ, એવા અપૂર્વકરણને લાવનાર છે, એ પ્રમાણે સ્વયં આ રીતે પરિભાવન કરવું જોઈએ=જેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં પરિભાવન કર્યું એ રીતે પરિભાવન કરવું જોઈએ, વળી, આનું ઉચ્ચારણ=પ્રસ્તુત સૂત્રનું ઉચ્ચારણ, આ રીતે જ= શ્રદ્ધાદિના બોધપૂર્વક તેને અતિશય કરવા માટે યત્ન થાય એ રીતે જ, ઉપધાશુદ્ધ=ઉપાધિઓથી શુદ્ધ, સદ્ અનુષ્ઠાન થાય છે અને આનાવાળો જ=ઉપધાશુદ્ધ અનુષ્ઠાનવાળો જ, આનો=પ્રસ્તુત સૂત્ર બોલવાનો, અધિકારી છે એ જ્ઞાપન અર્થવાળું આ ઉચ્ચારણ છે.
પંજિકા ઃ
૪૩
'श्रवणपाठप्रतिपत्तीच्छाप्रवृत्त्यादिरूपा' इति श्रवणं = धर्म्मशास्त्राऽकर्णनं, पाठः = तत्सूत्रगतः, प्रतिपत्तिः= सम्यग्तदर्थप्रतीतिः, इच्छा = शास्त्रोक्तानुष्ठानविषया चिन्ता, प्रवृत्तिः = तदनुष्ठानम्, 'आदि'शब्दाद्विघ्नजयसिद्धिविनियोगा दृश्याः; तत्र विघ्नजयः = जघन्यमध्यमोत्कृष्टप्रत्यूहाभिभवः सिद्धिः=अनुष्ठेयार्थनिष्पत्तिः, विनियोगः = तस्या यथायोग्यं व्यापारणम्, ततस्ते रूपं यस्याः सा तथा ।
પંજિકાર્ય :
શ્રવળપાઇ ..... વસ્યા: સા તથા ।। શ્રવળપાતપ્રતિપત્તીાપ્રવૃત્ત્તાવિરૂપા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે શ્રવણ=ધર્મશાસ્ત્રનું શ્રવણ, પાઠ=તેના સૂત્રગત પાઠ, પ્રતિપત્તિ=સમ્યક્ તદ્ અર્થની પ્રતિપત્તિ અર્થાત્ સૂત્રના અર્થની પ્રતિપત્તિ, ઇચ્છા=શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના વિષયવાળી તેના સેવનની ચિંતા, પ્રવૃત્તિ=તે અનુષ્ઠાન=તે અનુષ્ઠાનનું સેવન, આવિ શબ્દથી વિઘ્નજય-સિદ્ધિ-વિનિયોગ જાણવા, ત્યાં=પ્રવૃત્તિ આદિમાં, વિઘ્નજય=જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વિઘ્નોનો અભિભવ, સિદ્ધિ=અનુ ખૈય અર્થની નિષ્પત્તિ=અનુષ્ઠાનથી પ્રાપ્તવ્ય પરિણામની નિષ્પત્તિ, વિનિયોગ=તેનું યથાયોગ્ય વ્યાપારણ=પ્રાપ્ત
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૪
લલિતવિસ્તરા ભાગ-૩
થયેલી પરિણતિનો શક્તિ અનુસાર ઉપયોગ, ત્યારપછી=સવિ શબ્દથી વિધ્વજય આદિ બતાવ્યા ત્યારપછી, તે રૂ૫ છે જેનું=પ્રવૃત્તિ આદિ રૂપ છે જેનું, તે તેવી છે=તે પરિપાચના પ્રવૃત્તિ આદિ રૂપવાળી છે. ભાવાર્થ -
પૂર્વમાં શ્રદ્ધાદિ પાંચનું સ્વરૂપ બતાવ્યું, તે શ્રદ્ધાદિ પાંચ અપૂર્વકરણ નામની મહાસમાધિનાં બીજો છે અર્થાત્ જીવમાં અનાદિકાળમાં ક્યારેય પ્રાપ્ત થયો નથી તેવો અપૂર્વકરણ નામનો સમાધિનો પરિણામ છે. તે અન્ય સર્વ સમાધિ કરતાં શ્રેષ્ઠ કોટિની સમાધિ છે, તેથી મહાસમાધિ છે અને તે સમાધિના કારણભૂત કંઈક સમાધિના પરિણામરૂપ જ શ્રદ્ધાદિ પાંચ પરિણામો છે, તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મહાસમાધિને પ્રાપ્ત કરાવશે. આથી જ કહે છે કે શ્રદ્ધાદિના પરિપાકના અતિશયથી મહાસમાધિની સિદ્ધિ છે, તેથી જે શ્રાવકો અને સાધુઓ શ્રદ્ધાદિ ભાવપૂર્વક સદનુષ્ઠાનો કરે છે તે શ્રદ્ધાદિ ભાવો જ ઉત્તરોત્તર અતિશય-અતિશયતર થઈને અપૂર્વકરણ નામની મહાસમાધિની પ્રાપ્તિ કરાવશે.
અહીં પ્રશ્ન થાય કે જીવમાં વર્તતા શ્રદ્ધાદિ ભાવોનો પરિપાક કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – આ શ્રદ્ધાદિ ભાવોની પરિવારના કુતર્કથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વના વિકલ્પના ત્યાગથી શ્રવણ-પાઠ-સ્વીકારઇચ્છા-પ્રવૃત્તિ આદિ રૂપ છે, તેથી એ પ્રાપ્ત થાય કે જે સાધુઓને અને શ્રાવકોને સંસાર નિર્ગુણ જણાયો છે, તેથી સંસારના ઉચ્છેદના ઉપાયભૂત ભગવાનના વચનની ઓઘથી પણ શ્રદ્ધા છે તેઓ શ્રદ્ધા-મેધા આદિ પાંચે ભાવોને કંઈક ધારણ કરે છે અને તેઓ સ્વમતિના વિકલ્પરૂપ કુતર્કોનો ત્યાગ કરીને ભગવાનનાં વચનો કઈ રીતે સંસારના ઉચ્છેદનું પરમ કારણ છે તેનો નિર્ણય કરવા માટે શાસ્ત્રોનું શ્રવણ કરે છે અને શ્રવણ દ્વારા શાસ્ત્રનાં તે વચનો ચિત્તના અવક્રગમનપૂર્વક કઈ રીતે તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે તે પ્રકારે શાસ્ત્રના પરમાર્થને જાણવા યત્ન કરે છે, ત્યારે શ્રવણકાળમાં શ્રાવક આદિના પરિણામમાં જે શ્રદ્ધાદિ પૂર્વમાં વિદ્યમાન હતા તે શ્રવણની ક્રિયાથી અતિશયિત બને છે, તેથી શ્રદ્ધાદિ બીજોની પરિપાચના થાય છે.
વળી, શાસ્ત્રવચનોનો યથાર્થ બોધ કર્યા પછી તે સૂત્રગત પાઠ કરે છે ત્યારે તે પાઠથી શ્રદ્ધાદિ ભાવો અતિશયિત બને છે; કેમ કે પાઠકાળમાં શ્રદ્ધાદિ ભાવો ઉલ્લસિત બને તે પ્રકારે જ વિવેકી જીવો પાઠ કરે છે. વળી, આ સૂત્રોનો આ જ અર્થ છે એ પ્રકારે સ્પષ્ટ બોધ થાય છે ત્યારે શ્રદ્ધાદિની પરિપાચના પૂર્વ કરતાં પણ અતિશયિત થાય છે.
વળી, ત્યારપછી આ શ્રદ્ધાદિ વૃદ્ધિ પામે એ પ્રકારે ચૈત્યવંદન આદિ ઉચિત અનુષ્ઠાન કરવાની ઇચ્છા થાય છે, ત્યારે તે ઇચ્છાપૂર્વક કંઈક ત્રુટિત અનુષ્ઠાન કરનારમાં પણ અનુષ્ઠાનકાળમાં શ્રદ્ધાદિની પરિપાચના અતિશય થાય છે, કેમ કે પ્રતિપત્તિકાળમાં એ જીવને બોધ હોય છે કે વધતા જતા શ્રદ્ધાદિથી કરાયેલું આ અનુષ્ઠાન કલ્યાણનું કારણ છે, તેથી ઇચ્છાયોગકાળમાં પણ શ્રદ્ધાદિને અતિશય કરવાને અનુકૂળ કંઈક કંઈક સૂક્ષ્મ ઉપયોગ પ્રવર્તે છે.
વળી, તે મહાત્મા ઇચ્છાયોગને સેવીને પ્રવૃત્તિયોગને પ્રાપ્ત કરે, ત્યારપછી વિધ્વજયને પ્રાપ્ત કરે,
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૫
અરિહંત ચેઈયાણં સૂત્ર ત્યારપછી સિદ્ધિને પ્રાપ્ત કરે તે સર્વકાળમાં શ્રદ્ધાદિ ભાવો ક્રમસર અતિશય-અતિશયતર પરિપાકને પામે છે, તેથી જેઓ તત્ત્વના પક્ષપાતપૂર્વક અને સ્વમતિના મિથ્યાવિકલ્પોના ત્યાગપૂર્વક શાસ્ત્રવચનો કઈ રીતે તત્ત્વને બતાવે છે તેના શ્રવણનો પ્રારંભ કરે ત્યારથી તે જીવમાં વર્તતા શ્રદ્ધાદિ ભાવોની પરિપાચના થાય છે અને તે પરિપાચનાનો અતિશય અનુષ્ઠાનમાં તે પ્રકારના સ્વૈર્યની સિદ્ધિ સ્વરૂપ છે. તેથી જેઓ શાસ્ત્રવચનથી તે અનુષ્ઠાનનો યથાર્થ બોધ કરીને તે પ્રકારના સ્વૈર્યપૂર્વક ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનોનું સેવન કરે છે તેઓને ક્રમસર તે અનુષ્ઠાન વિષયક ભૈર્યની સિદ્ધિ થાય છે જે આત્મા માટે કલ્યાણનો પ્રધાન હેતુ છે અને તે પ્રકારનો ધૈર્યભાવ જ અપૂર્વકરણને લાવનાર છે, એ પ્રકારે સ્વયં ભાવન કરવું જોઈએ, જેથી ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનો પોતાની શક્તિ અનુસાર અતિશય-અતિશયતર થઈને સર્વ કલ્યાણનું કારણ બને છે અને સૂત્રનું ઉચ્ચારણ આ રીતે બોધ કરીને કરવામાં આવે તો ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન બને છે અર્થાત્ જેઓ પ્રસ્તુત ગ્રંથમાં બતાવ્યું તેમ શ્રદ્ધાદિ ભાવોના અર્થોના શ્રવણપૂર્વક તે ભાવો કઈ રીતે અપૂર્વકરણ રૂપ મહાસમાધિનાં બીજો છે અને કઈ રીતે તે બીજો શ્રવણ આદિ ક્રિયાથી પરિપાકને પામે છે તે જાણીને તે પ્રકારે જ મારે ભાવો કરવા છે એ પ્રકારના બોધપૂર્વક પ્રસ્તુત સૂત્રનું ઉચ્ચારણ કરે ત્યારે તે સૂત્ર ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન બને છે. ક્વચિત્ અનભ્યસ્ત દશામાં તે પ્રકારના ભાવો માટે અંતરંગ યત્ન દુષ્કર જણાતો હોય તોપણ શુદ્ધ કરવાના અભિલાષપૂર્વક સૂત્રનું ઉચ્ચારણ કરાતું હોય અને તેનાથી ચૈત્યવંદન કરવામાં આવે તો તે ચૈત્યવંદન ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન બને છે, અને આ પ્રકારે ચૈત્યવંદન કરવામાં તત્પર થયેલા જીવો જ ચૈત્યવંદનના અધિકારી છે, એ પ્રકારે જ્ઞાપન માટે પ્રસ્તુત સૂત્રમાં વધતી જતી શ્રદ્ધા આદિથી કાઉસ્સગ્ન કરું છું એમ કહેલ છે. લલિતવિસ્તરાઃ
वर्द्धमानया-वृद्धिं गच्छन्त्या नावस्थितया, प्रतिपदोपस्थाय्येतत्, श्रद्धया वर्द्धमानया, एवं मेधया इत्यादि, लाभक्रमादुपन्यासः श्रद्धादीनां, - श्रद्धायां सत्यां मेधा, तद्भावे धृतिः, ततो धारणा, तदन्वनुप्रेक्षा, वृद्धिरप्यनेनैव क्रमेण, एवं तिष्ठामि कायोत्सर्गमित्यनेन प्रतिपत्तिं दर्शयति, प्राक 'करोमि करिष्यामीति क्रियाभिमुख्यमुक्तं, सांप्रतं त्वासनतरत्वात् क्रियाकालनिष्ठाकालयोः कथंचिदभेदात्तिष्ठाम्ये'वाहं, अनेनाभ्युपगमपूर्वं श्रद्धादिसमन्वितं च सदनुष्ठानमिति दर्शयति। લલિતવિસ્તરાર્થ -
વર્ધમાન–વૃદ્ધિને પામતી એવી, શ્રદ્ધાદિથી હું કાઉસ્સગ્ન કરું છું, પરંતુ અવસ્થિત શ્રદ્ધાદિથી નહિ, પ્રતિપદ ઉપસ્થાયી આ છે દરેક પદ સાથે સંબંધવાળું ‘વટમાણીએ' પદ છે, તેને સ્પષ્ટ કરે છે – વર્ધમાન શ્રદ્ધાથી એ રીતે વર્ધમાન મેધાથી ઈત્યાદિ દરેક પદ સાથે વર્ધમાન શબ્દનું યોજન છે, શ્રદ્ધાદિનો લાભના ક્રમથી ઉપચાસ છે, તે લાભનો ક્રમ સ્પષ્ટ કરે છે – શ્રદ્ધા હોતે છતે મેધા થાય છે, તેના ભાવમાં મેધાના સદ્ભાવમાં, ધૂતિ થાય છે, ત્યારપછી=ધૂતિ પછી, ધારણા થાય છે, ત્યારપછી=ધારણા પછી, અનપેક્ષા થાય છે, વૃદ્ધિ પણ=શ્રદ્ધાદિની વૃદ્ધિ પણ,
Page #67
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
૪૬
આ જ મથી થાય છે, આ રીતે=વધતી જતી શ્રદ્ધા આદિથી કહ્યું એ રીતે, કાયોત્સર્ગમાં રહું છું એ વચન દ્વારા પ્રતિપત્તિને બતાવે છે, પૂર્વમાં જોમિ રિધ્વામિ એ પ્રકારે ક્રિયા આભિમુખ્ય કહેવાયું=અરિહંત ચેઈયાણં કરેમિ કાઉસ્સગ્ગ એ થનમાં રહેલ વોમિ એ શિષ્યામિ એ પ્રકારના અર્થમાં હોવાથી ક્રિયાનું આભિમુખ્ય કહેવાયું=કાઉસ્સગ્ગ કરવાને અભિમુખ છું એ પ્રમાણે કહેવાયું, વળી, વર્તમાનમાં આસન્નતરપણું હોવાથી ક્રિયાકાલનો અને નિષ્ઠાકાલનો કથંચિદ્ અભેદ હોવાને કારણે હું રહું છું એ પ્રમાણે કહે છે, આના દ્વારા=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારના પ્રસ્તુત સૂત્ર દ્વારા, અશ્રુપગમપૂર્વક અને શ્રદ્ધાદિથી સમન્વિત સદનુષ્ઠાન છે એ પ્રમાણે બતાવે છે.
પંજિકા ઃ
'प्रतिपत्ति' मिति, प्रतिपत्तिः कायोत्सर्गारम्भरूपा, तां, 'क्रियाकालनिष्ठाकालयोः कथंचिदभेदादि 'ति कथंचिद् = निश्चयनयवृत्त्या, स हि क्रियमाणं क्रियाकालप्राप्तं, कृतमेव = निष्ठितमेव, मन्यते; अन्यथा क्रियोपरमकाले क्रियानारम्भकाल इवानिष्ठितत्वप्रसङ्गात्, उभयत्र क्रियाऽभावाविशेषात्, कृतं पुनः क्रियमाण
परतक्रियं वा स्यादिति, यदुक्तं- 'तेणेह कज्जमाणं नियमेण कयं कयं च भयणिज्जं । किञ्चिदिह कज्जमाणं उवरयकिरियं व होज्जाहि ।।१ । । ' व्यवहारनयस्तु 'अन्यत् क्रियमाणमन्यच्च कृतमिति मन्यते, यदाह - 'नारम्भे च्चिय दीसइ, न सिवादद्धाए दीसइ तयन्ते । जम्हा घडाइकज्जं, न कज्जमाणं कयं तम्हा । । १ । । ' ततोऽत्र निश्चयनयवृत्त्या व्युत्त्रष्टुमारब्धकायस्तद्देशापेक्षया व्युत्सृष्ट एव द्रष्टव्य इति ।
પંજિકાર્થ :
‘પ્રતિપત્તિ'મિતિ ..... • દ્રષ્ટવ્ય કૃતિ ।। પ્રતિપત્તિમિતિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, પ્રતિપત્તિ કાયોત્સર્ગના આરંભરૂપ છે, તેને નામિ એ વચન બતાવે છે, ‘ક્રિયાકાલ અને નિષ્ઠાકાલનો કથંચિત્ અભેદ હોવાથી' એ લલિતવિસ્તરાના વચનનો અર્થ કરે છે – કથંચિ=નિશ્ચયનયની વૃત્તિથી, અભેદ છે=ક્રિયાકાલ અને નિષ્ઠાકાલનો અભેદ છે, =િજે કારણથી, તે=નિશ્ચયનય, કરાતું=ક્રિયાકાલપ્રાપ્ત, કરાયેલું જ= નિષ્ઠિત જ, માટે છે; કેમ કે અન્યથા=નિશ્ચયનય કરાતા કાર્યને નિષ્ઠિત માને છે, તેમ ન માનવામાં આવે અને વ્યવહારનય માને છે તેમ કરાતા કાર્યની ઉત્તરમાં કાર્યની નિષ્ઠા માનવામાં આવે તો, ક્રિયાના ઉપરમકાલમાં ક્રિયાના અનારંભકાલની જેમ અતિષ્ઠિતત્વનો પ્રસંગ છે.
કેમ ક્રિયાના ઉત્તરકાળમાં કાર્યના અનિષ્ઠિતત્વનો પ્રસંગ છે ? તેમાં હેતુ કહે છે –
—
ઉભયત્ર=ક્રિયાનો બીજો સમય અને ક્રિયાનો અનારંભકાલ એ રૂપ ઉભયત્ર, ક્રિયાના અભાવનો અવિશેષ છે, કરાયેલું વળી, કરાતું થાય અથવા ઉપરત ક્રિયાવાળું થાય, જે કારણથી કહેવાયેલું છે તે કારણથી અહીં કરાતું નિયમથી કરાયેલું છે અને કરાયેલું ભજનીય છે, અહીં કંઈક કરાતું હોય અથવા ઉપરત ક્રિયાવાળું હોય. વળી, વ્યવહારનય કરાતું અન્ય છે અને કરાયેલું અન્ય છે એ પ્રમાણે માને છે, જેને કહે છે=વ્યવહારનય જેને માને છે તેને કહે છે જે કારણથી આરંભમાં જ દેખાતો નથી, સિવાદિ સમયમાં દેખાતો
Page #68
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
નથી, તેના અંતમાં દેખાય છે, તે કારણથી ઘટાદિ કાર્ય કરાતું કરાયેલું નથી. તેથી અહીં નિશ્ચયનયની વૃત્તિથી ત્યાગ કરવા માટે આરબ્ધ કાયવાળો તેના દેશની અપેક્ષાએ=ત્યાગના એક દેશની અપેક્ષાએ, ત્યાગ કરાયેલો જ જાણવો.
४७
ભાવાર્થ:
પૂર્વમાં શ્રદ્ધાદિ પાંચ અપૂર્વકરણરૂપ મહાસમાધિનાં બીજો છે અને તેની પરિપાચના કઈ રીતે થાય છે તે બતાવ્યું અને જેઓ પ્રસ્તુત સૂત્રનો શ્રવણપાઠ વગેરે કરીને ઉચ્ચારણ કરે છે તેઓ જ ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન કરે છે અને તેવા જીવો જ પ્રસ્તુત અનુષ્ઠાનના અધિકારી છે તેમ જ્ઞાપન કર્યું, હવે તે શ્રદ્ધાદિ ભાવોથી પણ ચૈત્યવંદન કઈ રીતે કરવું જોઈએ ? તે બતાવવા માટે કહે છે
વધતી જતી શ્રદ્ધા આદિથી કાયોત્સર્ગ કરવો જોઈએ, પરંતુ અવસ્થિત શ્રદ્ધાદિ પાંચ ભાવોથી કાયોત્સર્ગ કરવો જોઈએ નહિ, તેથી એ પ્રાપ્ત થાય કે જીવના તે પ્રકારના માર્ગાનુસારી ઉપયોગના બળથી શ્રદ્ધાદિ વૃદ્ધિ પામે છે, જેમ સૂત્રના શ્રવણ આદિ પૂર્વે જે શ્રદ્ધાદિ ભાવો હતા તે કુતર્કના મિથ્યા વિકલ્પ વગર શ્રવણ, પાઠ આદિ કાળમાં તે તે પ્રકારના શ્રવણકાલીન ઉપયોગના બળથી વૃદ્ધિ પામે છે તેમ કાયોત્સર્ગકાળમાં પણ જે સાધુ કે શ્રાવક આ ચૈત્યવંદન જ મહાકલ્યાણનું બીજ છે, માટે મારી શક્તિના પ્રકર્ષથી હું તેમાં યત્ન કરું, એ પ્રકારના ઉપયોગપૂર્વક વધતી જતી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં છું, તે પ્રકારે પ્રસ્તુત સૂત્રથી પ્રતિસંધાન કરે ત્યારે તે પ્રકારના માનસવ્યાપારથી તેના પ્રયત્નને અનુકૂળ શ્રદ્ધાદિ વૃદ્ધિ પામે છે અને આ વર્ધમાન વિશેષણનું શ્રદ્ધાદિ પાંચે સાથે યોજન છે, તેથી તે પ્રકારના ઉપયોગથી શ્રાવકમાં વિદ્યમાન શ્રદ્ધાદિ પાંચે કંઈક કંઈક અંશથી વૃદ્ધિ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રદ્ધાદિ ક્રમનો ઉપન્યાસ આ પ્રમાણે કેમ કર્યો છે ? તેથી કહે છે શ્રદ્ધાદિની આ ક્રમથી જ પ્રાપ્તિ થાય છે, તેથી જેઓને આદ્યભૂમિકામાં સામાન્ય શ્રદ્ધા પ્રાપ્ત થઈ છે કે સંસારમાંથી નિસ્તારનું કારણ ભગવાનનું વચન છે તે જીવોમાં તે શ્રદ્ધાને કારણે જ ભગવાનના વચનના તાત્પર્યને જાણવા માટે કારણ બને તેવી મેધા પ્રવર્તે છે; કેમ કે જેઓને ઓઘથી પણ ભગવાનના વચનમાં શ્રદ્ધા છે તેઓ કુતર્ક દ્વારા મિથ્યા વિકલ્પો કર્યા વગર ભગવાનના શાસનનાં સૂત્રોના રહસ્યને જાણવા માટે પોતાની કંઈક કંઈક મેધા પ્રવર્તાવે છે, હવે તેનાથી તેઓને ભગવાનના વચનનો કંઈક સૂક્ષ્મ બોધ પ્રાપ્ત થાય છે, તેથી તે અનુષ્ઠાન સમ્યગ્ સેવવાને અનુકૂળ કૃતિ તેઓમાં પ્રગટે છે અને તેઓ ધૃતિપૂર્વક તે અનુષ્ઠાન જે અંશથી કરે છે તે અંશથી તે અનુષ્ઠાનના ભાવોની કંઈક ધારણા પ્રગટે છે અને તે ધારણા પ્રગટ થવાને કારણે જ તેઓને તેના વિષયક સ્વપ્રજ્ઞા અનુસાર અનુપ્રેક્ષા પ્રવર્તે છે, તેથી શ્રદ્ધા આદિ ભાવો ઉત્તર-ઉત્તરની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે.
–
વળી, શ્રદ્ધાદિની વૃદ્ધિ પણ આ જ ક્રમથી થાય છે, આથી જ જેઓને સંસારના ઉચ્છેદનું કારણ વીતરાગનું વચન છે તેવી જેટલી નિર્મળ શ્રદ્ધા હોય તેટલી તેઓની મેધા પણ ભગવાનના વચનના રહસ્યને જાણવા માટે અધિક પ્રવર્તે છે અને જેમ જેમ તેઓની મેધાની વૃદ્ધિ થાય છે તેમ તેમ તેઓની ધૃતિની પણ
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
લલિતવિસ્તરા ભાગ-૩ અનુષ્ઠાનસેવનકાળમાં વૃદ્ધિ થાય છે; કેમ કે મેધાથી સૂક્ષ્મ પદાર્થનો બોધ થવાને કારણે તે ભાવની નિષ્પત્તિને અનુકૂળ વૈર્ય વૃદ્ધિ પામે છે અને જેમ જેમ વૈર્યપૂર્વક પ્રવૃત્તિ થાય છે તેમ તેમ સૂત્રથી વ્યક્ત થતા ભાવોની ધારણા પણ અતિશય-અતિશયતર થાય છે; કેમ કે ધૃતિના દઢ ઉપયોગના બળથી ધારણાના સંસ્કારો અતિશય બને છે અને જેમ જેમ ઉત્તમ ભાવોની ધારણાની વૃદ્ધિ થાય તેમ તેમ તે ભાવોના સૂક્ષ્મ રહસ્યને જાણવા માટેની અનુપ્રેક્ષા પણ વૃદ્ધિ પામે છે, તેથી પ્રાપ્તિના ક્રમની જેમ જ વૃદ્ધિનો ક્રમ છે.
આ રીતે હું કાયોત્સર્ગમાં રહું છું એ પ્રમાણે પ્રસ્તુત સૂત્રથી બોલાય છે એના દ્વારા કાયાના ઉત્સર્ગનો સ્વીકાર બતાવાય છે અર્થાત્ હું કાયાનો ત્યાગ કરીને વધતી જતી શ્રદ્ધા આદિપૂર્વક શુભ ધ્યાન કરીશ એ પ્રકારનો સંકલ્પ કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં અરિહંત ચેઇયાણ કરેમિ કાઉસ્સગ્ગ એ વચન દ્વારા કાયોત્સર્ગ કરવાનો સંકલ્પ કરેલ અને અહીં હું કાયોત્સર્ગમાં રહું છું એ પ્રકારનો સંકલ્પ કરે છે, તે બંને વિકલ્પોમાં વર્તમાનકાલીન પ્રયોગ છે, તેથી તે બેમાં શું ભેદ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
પૂર્વમાં અરિહંત ચેઇયાણ કરેમિ કાઉસ્સગ્ગ એ વચન દ્વારા રોમિ પ્રયોગ કરિષ્યનિ એ પ્રકારના અર્થમાં છે, તેથી નજીકના કાળમાં હું કરીશ એમ બતાવીને ક્રિયાનું અભિમુખપણું બતાવાયું કાઉસ્સગ્ન કરવાને હું અભિમુખ છું એમ કહેવાયું, હવે ઠામિ કાઉસ્સગ્ગ એ વચન દ્વારા કાઉસ્સગ્નની ક્રિયાનું આસન્નતરપણું હોવાથી અને ક્રિયાકાલ અને નિષ્ઠાકાલનો કથંચિત્ અભેદ હોવાથી ઉતમ એ પ્રમાણે કહેવાય છે અર્થાત્ પૂર્વમાં કાઉસ્સગ્નની ક્રિયા દૂરતર હતી, તેથી કાઉસ્સગ્ન કરવાને અભિમુખ થવા માટે કરેમિ કાઉસ્સગ્ગ એ પ્રકારે બોલાય છે, હવે સાધુ કે શ્રાવક કાઉસ્સગ્નની અતિ નજીકની ભૂમિકામાં સંપન્ન થયા છે, તેથી આગારનું અન્નત્ય સૂત્ર બોલીને તરત કાઉસ્સગ્નમાં સ્થિર થશે અને કાઉસ્સગ્નમાં સ્થિર થવાની ક્રિયા અને સ્થિર થવાનું કાર્ય એ રૂ૫ નિષ્ઠા તે બેનો અભેદ હોવાથી હું કાયોત્સર્ગમાં રહું છું એમ કહીને પોતે કાયોત્સર્ગમાં સ્થિર છે તે પ્રકારનો અધ્યવસાય કરાય છે, આ કથન દ્વારા હું વંદન-પૂજન-સત્કાર-સન્માન માટે કાઉસ્સગ્ન કરું છું અને અરિહંત ચૈત્યોને વંદન-પૂજન આદિ બોધિલાભ માટે કરું છું અને બોધિલાભની ઇચ્છા મોક્ષ માટે કરું છું એ પ્રકારના સ્વીકારપૂર્વક, અને શ્રદ્ધાદિ ભાવોથી યુક્ત કરાયેલું ચૈત્યવંદન અનુષ્ઠાન સદનુષ્ઠાન થાય છે તેમ બતાવાયું છે.
વળી, પંજિકામાં પ્રતિપત્તિનો અર્થ કાયોત્સર્ગરૂપ સ્વીકાર છે તેને ઠામિ કાઉસ્સગ્ગ એ વચન બતાવે છે. તેમ બતાવ્યા પછી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કથંચિત્ અભેદ છે તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે નિશ્ચયનયની દૃષ્ટિથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો અભેદ છે. કેમ અભેદ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે સમયે જે ક્રિયા કરાય છે તે ક્રિયા તે સમયમાં જ તેટલું કાર્ય પૂર્ણ કરે છે, જેમ કરવતથી કાપવાની ક્રિયા કરાતી હોય ત્યારે જેટલી કાપવાને અનુકૂળ ક્રિયા કરવામાં આવે તેટલું લાકડાનું છેદન તે સમયે જ થાય છે. તેથી ક્રિયા અને ક્રિયાની સમાપ્તિ એક ક્ષણમાં છે, આથી જ જ્યારે જીવ જે અધ્યવસાય કરે છે તે અધ્યવસાયનું કાર્ય કર્મબંધ કે નિર્જરા તે જ સમયમાં તેના અધ્યવસાયને અનુરૂપ થાય છે અને વ્યવહારનય
Page #70
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણું
૪૯
સૂત્ર
ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ ભિન્ન માને છે, તેથી જે સમયે ક્રિયા થાય છે તે સમયે કાર્ય થતું નથી, ઉત્તર સમયમાં કાર્ય થાય છે તેમ માને છે તે ઉચિત નથી તેમ બતાવવા માટે નિશ્ચયનય કહે છે કે ક્રિયાકાળમાં ક્રિયાનું કાર્ય પ્રાપ્ત ન થતું હોય તો અને ક્રિયાના બીજા સમયમાં તે કાર્ય થાય છે તેમ સ્વીકારવામાં આવે તો, ક્રિયાના બીજા સમયમાં તે ક્રિયા નથી તેમ ક્રિયાના આરંભ પૂર્વે પણ ક્રિયા નથી, માટે જો ક્રિયાના ઉત્તર સમયમાં વગર ક્રિયાએ કાર્યની પ્રાપ્તિ થતી હોય તો ક્રિયાના પ્રારંભ પૂર્વે પણ ક્રિયા વગર કાર્યની પ્રાપ્તિ થવી જોઈએ; કેમ કે ક્રિયાના ઉત્તર સમયમાં પણ ક્રિયાનો અભાવ છે અને ક્રિયાના પ્રારંભ પૂર્વે પણ ક્રિયાનો અભાવ છે, તેથી ક્રિયાનો અભાવ બંને ઠેકાણે સમાન હોવાથી ક્રિયાના ઉત્તર સમયમાં કાર્ય થતું હોય તો ક્રિયાના આરંભ પૂર્વે પણ કાર્ય થવું જોઈએ અને ક્રિયાના આરંભ પૂર્વે કાર્ય થતું નથી તેમ ક્રિયાના ઉત્તર સમયે પણ કાર્ય થઈ શકે નહિ, તેથી પ્રામાણિક અનુભવ અનુસાર ક્રિયાકાળમાં ક્રિયાનું કાર્ય થાય છે અને જે કરાયેલું કાર્ય છે તે કરાતું પણ હોય અને ઉ૫૨મ ક્રિયાવાળું પણ હોય, જેમ કરવતથી કાપવાની ક્રિયા કરાય છે ત્યારે લાકડાના ભેદરૂપ કાર્ય ક્રિયમાણ છે અને ત્યારપછી લાકડાના ભેદરૂપ જે કાર્ય છે તે ઉપરત ક્રિયાવાળું છે.
વળી, વ્યવહારનય કહે છે કે ક્રિયમાણ અન્ય છે અને કૃત અન્ય છે, તેથી ક્રિયાકાળમાં કાર્યની નિષ્ઠા નથી, પરંતુ ઉત્તરમાં કાર્યેની નિષ્ઠા છે. કઈ રીતે વ્યવહારનયનું વચન પણ યુક્તિયુક્ત છે ? તે સ્પષ્ટ કરે છે
કોઈ વ્યક્તિ ઘટ બનાવવાનો આરંભ કરે ત્યારે આરંભકાળમાં ઘટ દેખાતો નથી, વળી, આરંભ કર્યા પછી સિવાદિના સમયોમાં પણ=ઘટની અવાંતર અવસ્થાઓના સમયમાં પણ, ઘટ દેખાતો નથી, પરંતુ ઘટ બનાવવાની ક્રિયા સમાપ્ત થાય ત્યારે જ ઘટ દેખાય છે, માટે ઘટ કરાતો હોય ત્યારે કરાયો કહેવાય નહિ, પરંતુ ઘટ કરવાની ક્રિયાની સમાપ્તિમાં ઘટ કરાયો છે તેમ કહેવાય છે. વ્યવહારનયનું આ વચન પણ નિશ્ચયનય સાથે વિરોધી નથી, ફક્ત નિશ્ચયનય પ્રત્યેક સમયની ક્રિયાનું કાર્ય તે જ સમયે થાય છે તેમ સ્વીકારે છે, જ્યારે વ્યવહારનય ઘટનો અર્થી ઘટ બનાવવાનો પ્રારંભ કરે ત્યારથી તે ક્રિયાને ઘટ બનાવવાની ક્રિયા છે તેમ માને છે, તેથી દીર્ઘકાલની ક્રિયા પછી ઘટરૂપ કાર્ય થાય છે તેમ કહે છે, પ્રતિસમયની ક્રિયાથી જે કાર્ય થાય છે તે કાર્યને જોવામાં વ્યવહારનય પ્રવર્તતો નથી, પરંતુ જે કાર્યને લક્ષ્ય કરીને ક્રિયાનો પ્રારંભ કરાય છે તે કાર્ય ન થાય ત્યાં સુધી તે ક્રિયાથી કાર્ય થયું નથી તેમ સ્વીકારે છે. જેમ કોઈ નગ૨ ત૨ફ કોઈ પુરુષ જતો હોય ત્યારે પ્રતિસમય ગમનની ક્રિયાથી તે તે સ્થાનની પ્રાપ્તિરૂપ કાર્ય થાય છે તોપણ નગરની પ્રાપ્તિ થાય ત્યારે જ વ્યવહારનય મારા ગમનનું ફળ પ્રાપ્ત થયું છે તેમ સ્વીકારે છે અને નિશ્ચયનય પ્રતિસમય ગમનની ક્રિયાથી તે નગરને આસન્ન-આસન્નતર સ્થાનની પ્રાપ્તિરૂપ કાર્યને સ્વીકારીને કહે છે કે ગમનની ક્રિયાનું કાર્ય પ્રતિક્ષણમાં થાય છે, તેથી પ્રસ્તુતમાં નિશ્ચયનયની દૃષ્ટિથી અરિહંત ચેઇયાણં સૂત્ર બોલનાર સાધુ કે શ્રાવક કાયાનો ત્યાગ ક૨વા માટે પ્રયત્નશીલ થયેલા તે દેશની અપેક્ષાએ ત્યાગ કરાયેલી કાયાવાળા જાણવા. જેમ ગમનક્રિયા કરનાર જેટલાં પગલાં નગર તરફ જાય છે તેટલા અંશથી તે સ્થાનમાં પહોંચેલો જ કહેવાય, તેમ હું કાયાનો ત્યાગ કરું છું એ પ્રમાણે બોલનાર સાધુ કે શ્રાવક તેટલા અંશથી મન
Page #71
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
વચન-કાયાના અન્ય વ્યાપારોનો ત્યાગ કરીને સ્થાન, મૌન, ધ્યાનમાં જવાની જે આગળ પ્રતિજ્ઞા કરશે તેને અનુરૂપ ત્યાગના પરિણામવાળા તેટલા અંશમાં થાય છે અને જ્યારે અન્નત્થ સૂત્ર બોલીને કાયોત્સર્ગમાં સ્થિર થાય છે ત્યારે સર્વ દેશની અપેક્ષાએ ત્યાગ કરાયેલા મન-વચન-કાયાના વ્યાપારવાળા છે=વીતરાગતાને અભિમુખ ગમનક્રિયાને છોડીને તેઓ કાયોત્સર્ગમાં મન-વચન-કાયાની સર્વ અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. લલિતવિસ્તરા ઃ
૫૦
आह 'श्रद्धादिविकलस्यैवमभिधानं मृषावादः '; को वा किमाहेति, सत्यम्, इत्थमेवैतदिति तन्त्रज्ञाः, किन्तु न श्रद्धादिविकलः प्रेक्षावानेवमभिधत्ते, तस्यालोचितकारित्वात्, मन्दतीव्रादिभेदाश्चैते तथादरादिलिङ्गा इति, नातद्वत आदरादीति, अतस्तदादरादिभावेऽनाभोगवतोऽप्येत इति ।
લલિતવિસ્તરાર્થ :
ગઢથી શંકા કરે છે – શ્રદ્ધાદિ રહિતનું આ પ્રમાણે કથન=ચૈત્યવંદન કરવા માટે પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે વધતી જતી શ્રદ્ધા આદિથી હું કાઉસ્સગ્ગ કરું છું એ ક્થન, મૃષાવાદ છે, કોણ શું કહે છે ?=કોણ ના પાડે છે ? સત્ય છે=શ્રદ્ધા આદિ વિકલ પ્રસ્તુત સૂત્ર બોલે છે તે મૃષાવાદ તે કથન સત્ય છે, આ રીતે જ આ છે=શ્રદ્ધાદિ રહિત પ્રસ્તુત સૂત્ર બોલે તેનું કથન મૃષાવાદ છે એ રીતે જ એ છે, એ પ્રમાણે શાસ્ત્રના જાણનારાઓ કહે છે, પરંતુ શ્રદ્ધાદિ વિકલ વિચારક પુરુષ જ આ પ્રમાણે બોલતો નથી=હું વધતી જતી શ્રદ્ધા આદિ કરું છું એ પ્રમાણે બોલતો નથી; કેમ કે તેનું=પ્રેક્ષાવાનનું, આલોચિતકારીપણું છે અને મંદ-તીવ્ર આદિ ભેદવાળા આ=શ્રદ્ધાદિ, તે પ્રકારના આદર આદિ લિંગવાળા છે, અતદ્વાનને=શ્રદ્ધા આદિ રહિતને, આદર આદિ નથી, આથી ત્યાં આદર આદિના ભાવમાં અનાભોગવાળાને પણ આ=શ્રદ્ધાદિ છે.
પંજિકા ઃ
ननु कदाचिच्छ्रद्धादिविकलः प्रेक्षावानप्येवमभिदधद् दृश्यत इत्याशङ्क्याह
‘મન્તે 'ત્યાવિ; મન્તો મૃત્યુ:, તીવ્ર:=પ્રકૃષ્ટ:, વિશબ્દાત્ તનુમવમવર્તી મધ્યમ:, ત વ મેવાઃ=વિશેષા:, येषां ते तथा, चः समुच्चये, एते श्रद्धादयः किंविशिष्टा इत्याह- तथा तेन प्रकारेण, ये आदरादयो वक्ष्यमाणास्त एव लिङ्गं=गमकं येषां ते तथा । 'इतिः' वाक्यसमाप्तौ । ननु कथमेषां लिङ्गत्वं सिद्धमित्याहન=નૈવ, અતદત:=શ્રદ્ધાવિમતો, ‘યત' કૃતિ તે, આવાતિ વક્ષ્યમાળમેવ, ‘કૃતિ’ ગતઃ=શ્રદ્ધાવિારગત્યાल्लिङ्गमिति, ततः किं सिद्धमित्याह- अतः = श्रद्धादिकारणत्वात्, तदादरादिभावे तत्र - कायोत्सर्गे, आदरादेः लिङ्गस्य, भावे=सत्तायाम्, अनाभोगवतोऽपि = चलचित्ततया प्रकृतस्थानवर्णाद्युपयोगविरहेऽपि, किं पुनराभोगे ? इति 'अपि'शब्दार्थः, एते= श्रद्धादयः, कार्याविनाभावित्वात् कस्यचित् कारणस्य यथा प्रदीपस्य प्रकाशेन वृक्षस्य वा छायया, 'इति:' वाक्यसमाप्तौ, अतो मन्दतया श्रद्धादीनामनुपलक्षणेऽपि, आदरादिभावे सूत्रमुच्चारयतोSपि न प्रेक्षावत्ताक्षतिः ।
Page #72
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર પંજિકાર્ચ -
નનુ ક્ષાવિછૂ .... પ્રેક્ષવરાતિઃ | ક્યારેક શ્રદ્ધા આદિ વિકલ પ્રેક્ષાવાત પણ આ રીતે બોલતા દેખાય છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – સત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, મંદ= મૃદુ, તીવ્ર=પ્રકૃષ્ટ, આદિ શબ્દથી તદ્દ ઉભય મધ્યવર્તી-મંદ અને તીવ્ર બંનેના મધ્યવર્તી, મધ્યમ તે જ= મંદ–તીવ્ર અને મધ્યમ જ, ભેદો છે જેઓને=વિશેષ છે જેઓને, તે તેવા છે=મંદ-તીવ્ર આદિ ભેટવાળા છે, ૪ સમુચ્ચયમાં છે, આ=શ્રદ્ધાદિ, કેવા વિશિષ્ટ છે ?=મંદ-તીવ્ર આદિ ભેટવાળા શ્રદ્ધાદિ કેવા વિશિષ્ટ છે? એને કહે છે – તે પ્રકારે જે આદર આદિ વસ્થમાણ છે તે જ લિંગ=ગમક છે જેઓનું તે તેવા છેઆદર આદિ લિંગવાળા છે, રૂત્તિ શબ્દ વાક્યની સમાપ્તિ માટે છે, કેવી રીતે આમનું તે પ્રકારના આદર આદિનું લિંગપણું સિદ્ધ છે, એથી કહે છે – જે કારણથી અતદ્વાન–અશ્રદ્ધાદિવાળાને, વચમાણ જ એવા આદર આદિ નથી જ, આથી શ્રદ્ધાદિનું કારણ પણું હોવાથી શ્રદ્ધાદિનું આદર આદિમાં કારણ પણું હોવાથી, લિંગ છે, તેનાથી શું સિદ્ધ છે? એથી કહે છે=મંદ-તીવ્ર આદિ ભેદવાળાં તે પ્રકારનાં આદર આદિ લિંગો છે એમ પૂર્વમાં કહ્યું તેનાથી શું સિદ્ધ છે? એથી કહે છે – આથી= શ્રદ્ધાદિનું કારણ પણું હોવાથી, ત્યાં કાયોત્સર્ગમાં, આદર આદિના ભાવમાં=આદર આદિ લિંગની સત્તામાં, અનાભોગવાળાને પણ ચલચિતપણાને કારણે પ્રકૃતિ સ્થાન-વણદિના ઉપયોગના વિરહમાં પણ, શું વળી, આભોગમાં માનસ ઉપયોગમાં, એ ગરિ શબ્દનો અર્થ છે, આ=શ્રદ્ધાદિ છે.
કેમ કાયોત્સર્ગમાં આદર આદિવાળા જીવોને અનાભોગમાં પણ આ શ્રદ્ધાદિ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
કોઈક કારણનું કાર્યની સાથે અવિનાભાવિપણું હોવાથી અનાભોગવાળાને પણ આ શ્રદ્ધાદિ છે એમ અવય છે, જે પ્રમાણે પ્રદીપનું પ્રકાશરૂપ કાર્ય સાથે અવિનાભાવિપણું છે અથવા વૃક્ષનું છાયા સાથે અવિનાભાવિપણું છે તેમ આદર આદિનું શ્રદ્ધા આદિ કાર્યની સાથે અવિતાભાવિપણું છે એમ અવય છે, તિ શબ્દ વાક્યની સમાપ્તિમાં છે, આથી=વીતરાગ પ્રત્યે આદર આદિ ભાવવાળા જીવો શ્રદ્ધાદિવાળા છે આથી, મંદપણાને કારણે શ્રદ્ધાદિના અનુપલક્ષણમાં પણ ચૈત્યવંદનકાળમાં શ્રદ્ધાદિ છે તે નહિ જણાતા હોવા છતાં પણ, આદર આદિના ભાવમાં=વીતરાગ પ્રત્યે બહુમાન આદિના ભાવમાં, સૂત્રને ઉચ્ચાર કરતાને પણ પ્રેક્ષાવાતપણાની ક્ષતિ નથી=પોતાના વીતરાગ પ્રત્યેના આદર આદિ ભાવોને અનુરૂપ પ્રસ્તુત કાયોત્સર્ગની ક્રિયા છે એ પ્રકારનો કંઈક બોધ હોવાથી તેઓમાં પ્રેક્ષાવાનપણું નથી તેમ કહી શકાય નહિ. ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે વધતી જતી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ન કરું છું, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જેઓને વિતરાગતા જ જીવની સુંદર અવસ્થા છે તેવી શ્રદ્ધા નથી તેના કારણે તેઓની મેધા પણ વીતરાગતાના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે લેશ પણ પ્રવર્તતી નથી, પરંતુ બાહ્ય પદાર્થો મને કયા અનુકૂળ છે અને કયા
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
લલિતવિસ્તરા ભાગ-૩ પ્રતિકૂળ છે તેમાં જ તેની મેધા પ્રવર્તે છે, આથી જ શાસ્ત્રો ભણે તોપણ શાસ્ત્રોમાં કહેલાં અનુષ્ઠાનો કઈ રીતે વીતરાગતાનું કારણ છે તે વિષયક લેશ પણ અભિમુખ ભાવ થતો નથી, પરંતુ તેઓની શાસ્ત્રવિષયક મતિ તુચ્છ ઐહિક બાહ્ય પદાર્થોની પ્રાપ્તિના ઉપાયરૂપે જ પ્રવર્તે છે, જેમ અંગારમર્દક આચાર્ય શાસ્ત્રો ભણ્યા તોપણ તેઓની મતિ વીતરાગતાને અભિમુખ લેશ પણ પ્રવર્તી નહિ, પરંતુ શાસ્ત્રઅધ્યયનની પ્રવૃત્તિ તુચ્છ ઐહિક બાહ્ય માન-ખ્યાતિ આદિ માટે થઈ, તેથી તેઓ મેધા આદિ વિકલ હતા, વળી, તેઓની ધૃતિ પણ બાહ્ય ભોગોમાં જ હોય છે, કષાયોના શમનને અનુકૂળ વ્યાપારમાં હોતી નથી, તેથી તેઓને ધારણા પણ મોક્ષને અનુકૂળ ભાવોમાં નથી, તેઓની વિચારક શક્તિ પણ બાહ્ય પદાર્થમાં જ નિપુણતાવાળી હોય છે, વીતરાગતાને અનુકૂળ અનુપ્રેક્ષા થાય તેવી કોઈ નિપુણતા હોતી નથી તેવા જીવો કોઈક સંયોગથી ચૈત્યવંદન આદિ કરે અને પ્રસ્તુત સૂત્રથી વધતી જતી શ્રદ્ધા આદિથી કાઉસ્સગ્ન કરું છું એમ બોલે છે એ મૃષાવાદ જ છે એમ કોઈને શંકા થાય તેને ગ્રંથકારશ્રી કહે છે
તેમાં કોઈ શંકા નથી, પરંતુ તે બોલનારા જીવો મૃષાવાદ જ કરે છે એ સત્ય છે અને તત્ત્વના જાણનારાઓ તેઓની ચૈત્યવંદનની ક્રિયાને મૃષાવાદ જ માને છે, પરંતુ વીતરાગતામાં લેશ પણ શ્રદ્ધા આદિ નથી અને વિચારક છે તેઓ ક્યારેય આ પ્રકારે સુત્ર બોલે નહિ; કેમ કે વિચારક જીવો જે કંઈ બોલે તેનો વિચાર કરીને જ બોલે છે અને તેઓને સ્પષ્ટ જણાતું હોય કે આત્માની વિતરાગ અવસ્થા સુંદર નથી; કેમ કે ભોગજન્ય સુખરહિત અસાર અવસ્થા છે, તેઓ ક્યારેય પ્રસ્તુત સૂત્ર બોલીને વધતી જતી શ્રદ્ધા આદિથી હું કાઉસ્સગ્ન કરું છું તેમ બોલે નહિ, પરંતુ મૂઢતા આદિ ભાવોને કારણે કે તુચ્છ આલોકના માન-સન્માન આદિના કારણે તેવા જીવો પ્રસ્તુત સૂત્ર બોલે છે તેનાથી તેઓને મૃષાવાદની જ પ્રાપ્તિ છે.
વળી, અન્ય સંસારી જીવો કે જેઓમાં મંદ શ્રદ્ધાદિ ભાવો છે તેઓ જે ચૈત્યવંદન આદિ કરે છે તેમાં તે પ્રકારનાં આદર આદિ લિંગોથી શ્રદ્ધાદિ ભાવોનું અનુમાન થઈ શકે છે, જેમ કેટલાક ભદ્રક પ્રકૃતિવાળા જીવો ઉપયોગશૂન્ય ચૈત્યવંદન આદિ કરતા હોય તોપણ તેઓને વીતરાગ પ્રત્યે કંઈક આદરભાવ છે, આથી ઉપદેશક પાસે તેઓ સાંભળે કે સંસાર ચારગતિની વિડંબના સ્વરૂપ છે, તેમાં રહેલા જીવો નરક-તિર્યંચ આદિ ગતિમાં અનેક પ્રકારની કદર્થના પ્રાપ્ત કરે છે, મનુષ્યભવમાં પણ રોગ-શોક આદિ અનેક કદર્થનાઓ પામે છે, દેવભવમાં પણ પરસ્પર ઈર્ષ્યા આદિ ભાવોની કદર્થના પામે છે, તેથી સંસારના ભોગો અનેક ક્લેશોથી સંશ્લિષ્ટ છે, માટે અસાર છે અને મુક્ત અવસ્થા જન્મ-જરા-રોગ-શોક આદિથી રહિત અને ભોગના ક્લેશ વગરની છે તેથી સુંદર છે, તે સાંભળીને જેઓને મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી, છતાં ભોગસામગ્રી રહિત મોક્ષમાં સુખ છે તેવો બોધ થયો નથી તેવા પણ જીવો સંસારના ક્લેશથી પર એવા મોક્ષ પ્રત્યે દ્વેષવાળા નથી અને તેઓને ચૈત્યવંદન મોક્ષના ઉપાયરૂપે કરવાનો અભિલાષ થાય છે તેઓને મોક્ષના અદ્વેષથી મોક્ષના ઉપાય પ્રત્યે મંદ શ્રદ્ધા વર્તે છે, અને જેઓને મોક્ષ જીવની સુંદર અવસ્થા છે અને સંસાર જીવની વિકૃત અવસ્થા છે, મોક્ષપ્રાપ્તિનો ઉપાય વીતરાગતા છે અને અવીતરાગતા સંસારનું કારણ છે તેવો સ્પષ્ટ સ્વસંવેદનરૂપ બોધ વર્તે છે તેઓને મોક્ષ અને મોક્ષના ઉપાય પ્રત્યે તીવ્ર શ્રદ્ધા છે અને મંદ શ્રદ્ધા અને તીવ્ર શ્રદ્ધાના વચલા ભેદોને પામેલી શ્રદ્ધા મધ્યમ શ્રદ્ધા છે અને જેઓને જે પ્રકારની શ્રદ્ધા છે તેને અનુરૂપ
Page #74
--------------------------------------------------------------------------
________________
પર
અરિહંત ચેઈચાણ સૂત્ર આદર આદિ ભાવો થાય છે, તેથી આદર આદિ કાર્યોથી શ્રદ્ધા આદિનું અનુમાન થઈ શકે છે. જેઓને લેશ પણ શ્રદ્ધાદિ નથી તેઓને મોક્ષ પ્રત્યે કે મોક્ષના ઉપાય પ્રત્યે લેશ પણ આદર આદિ ભાવો નથી. આથી જે જીવોને મોક્ષ પ્રત્યે અને મોક્ષના ઉપાય પ્રત્યે આદર આદિ ભાવો છે તેવા જીવો ચૈત્યવંદન આદિ કાળમાં ચલચિત્ત હોવાને કારણે પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે સ્થાન-વર્ણ આદિના ઉપયોગ વગરના હોય તોપણ તેઓમાં શ્રદ્ધાદિ ભાવો છે, માટે તેઓનું ચૈત્યવંદન સર્વથા નિષ્ફળ નથી. વળી, પ્રસ્તુત સૂત્રથી તેઓ બોલે છે કે વધતી જતી શ્રદ્ધા આદિથી હું કાઉસ્સગ્ન કરું છું, એ વચન મૃષાવાદ પણ નથી અને તેઓને વીતરાગ પ્રત્યે બહુમાન આદિ ભાવો છે, માટે તેઓમાં પ્રેક્ષાવાનપણાની ક્ષતિ પણ નથી; કેમ કે વીતરાગ પ્રત્યે બહુમાન છે અને તેની અભિવૃદ્ધિને અનુકૂળ પ્રસ્તુત ચૈત્યવંદનની ક્રિયા છે, માટે વિચારકે તે પ્રકારની ક્રિયા કરીને જ ચિત્તને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ અને તેવા જીવો ચંચળતાથી ક્રિયા કરતા હોય તોપણ ક્રિયાકાળમાં સૂત્રના કોઈક કોઈક ભાવોના સ્પર્શથી તેઓમાં વર્તતા શ્રદ્ધા આદિ ભાવોમાં પણ અતિશયતા આવે છે, માટે જેઓમાં મંદ શ્રદ્ધા છે અને અનાદિ અભ્યાસને કારણે અતિ ચાંચલ્ય છે તેઓ પણ પ્રસ્તુત ચૈત્યવંદનથી જે શુભભાવ કરે છે તે તેઓના કલ્યાણનું બીજ છે, સર્વથા શ્રદ્ધાદિ વિકલ જીવોનું જ ચૈત્યવંદન મૃષાવાદરૂપ હોવાથી અનર્થના ફલવાળું છે. લલિતવિસ્તરા :
इक्षुरसगुडखण्डशर्करोपमाश्चित्तधर्माः इत्यन्यैरप्यभिधानात्, इक्षुकल्प च तदादरादीति भवति, अतः क्रमेणोपायवतः शर्करादिप्रतिमं श्रद्धादीति। __ कषायादिकटुकत्वनिरोधतः शममाधुर्यापादनसाम्येन चेतस एवमुपन्यास इति, एतदनुष्ठानमेव चैवमिहोपायः तथा तथा सद्भावशोधनेनेति परिभावनीयम, उक्तं च परैरपि‘આદરઃ કર પ્રતિરવિનઃ સંપવામ: जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम्।।१।। अतोऽभिलषितार्थाप्तिस्तत्तद्भावविशुद्धितः। यथेक्षोः शर्कराप्तिः स्यात्क्रमात्सद्धेतुयोगतः ।।२।। इत्यादि।' લલિતવિસ્તરાર્થ:
ઈક્ષ-રસ-ગોળ-ખાંડ-શર્કરાની ઉપમાવાળા ચિત્તના ધમ છે, એ પ્રમાણે બીજાઓ વડે પણ અભિધાન હોવાથી શ્રદ્ધાદિના મંદ-તીવ્ર આદિ ભાવોની પ્રાપ્તિ છે એમ અન્વય છે અને તિ એ હેતુથી=ઈક્ષ આદિ જેવા ચિત્તધર્મો છે એ હેતુથી, ઈક્ષ જેવા તે આદરાદિ =કાયોત્સર્ગના વિષયમાં આદરાદિ છે, આથી ક્રમ વડે ઉપાયવાળાને શર્કરાદિ જેવા શ્રદ્ધાદિ થાય છે.
કષાયાદિના કટુકત્વના નિરોધથી શમમાધુર્યના આપાદનનું સામ્ય હોવાથી ઈક્ષ આદિમાં સામ્ય હોવાથી, ચિતનો આ પ્રમાણે ઉપવાસ છે ઈક્ષ આદિના ઉપમાનથી ઉપમેયપણારૂપે ચિતના
Page #75
--------------------------------------------------------------------------
________________
ललितविस्तरा भाग-3
५४
આદર આદિનો ઉપન્યાસ છે, અને આ અનુષ્ઠાન જ આ રીતે=પ્રસ્તુત સૂત્ર દ્વારા પ્રણિધાન કરાય છે એ રીતે, અહીં=શર્કરાદિ જેવા શ્રદ્ધાદિ થવામાં, ઉપાય છે; કેમ કે તે તે પ્રકારે સદ્ભાવનું શોધન છે એ પ્રકારે પરિભાવન કરવું જોઈએ અને બીજા વડે પણ=અન્ય દર્શનકારો વડે પણ, કહેવાયું છે
કરણમાં આદર, પ્રીતિ, અવિઘ્ન, સંપત્તિનો આગમ, જિજ્ઞાસા અને તેના જાણનારાની સેવા સદનુષ્ઠાનનું लक्ष छे.
खानाथी = सहनुष्ठानथी, अभिलषित अर्थनी प्राप्ति छे; डेम डे तेनाथी = सहनुष्ठानथी, तेना लावनी = અભિલષિત અર્થને અનુકૂળ ભાવની, વિશુદ્ધિ છે, જે પ્રમાણે સહેતુના યોગથી ક્રમસર શેરડીથી શર્કરાની प्राप्ति छे. त्याहि.
पंडा :
परमतेनापि श्रद्धादीनां मन्दतीव्रादित्वं साधयन्नाह
इक्षुरसगुडखण्डशर्करोपमाः इक्ष्वादिभिः पञ्चभिर्जनप्रतीतेः उपमा-सादृश्यं येषां ते तथा, चित्तधर्म्मा:= मनःपरिणामाः, इति=एतस्यार्थस्य, अन्यैरपि तन्त्रान्तरीयैः, किं पुनरस्माभिः अभिधानात् भणनात् ? प्रकृतयोरेवोपमानोपमेययोर्योजनामाह- इक्षुकल्पं च इक्षुसदृशं च तद् आदरादि तस्मिन् = कायोत्सर्गे, आदरः= उपादेयभावः, 'आदि'शब्दात् करणे प्रीत्यादि, इति अस्मात्कारणाद्, भवति = संपद्यते, अतः = इक्षुकल्पादादरादेः क्रमेण=प्रकर्षपरिपाट्या, उपायवतः = तद्धेतुयुक्तस्य, शर्करादिप्रतिमं, शर्करा - सिता, 'आदि' शब्दात् पश्चानुपूर्व्या खण्डादिग्रहः (तत्प्रतिमं) तत्समं प्रत्येकं प्रकृतसूत्रोपात्तं ( श्रद्धादि ) = श्रद्धामेधादिगुणपञ्चकम् 'इतिः' परिसमाप्तौ ।
आह- किमिति दृष्टान्तान्तरव्युदासेनेक्ष्वाद्युपमोपन्यास इत्याशङ्क्याह
कषायादिकटुकत्वनिरोधतः, कषायाः = क्रोधादयः, 'आदि' शब्दादिन्द्रियविकारादिग्रहः त एव कटुकत्वं= कटुकभावः, तस्य निरोधादात्मनि, किमित्याह- शममाधुर्यापादनसाम्येन, शम: - उपशमः, स एव माधुर्यं = मधुरभावः शुभभावप्रीणनहेतुत्वात्, तस्य आपादनं विधानं, तेन तस्य वा साम्यं सादृश्यं; तेन चेतसो-मनसः, 'एवम्'= इक्ष्वाद्युपमानोपमेयतयोपन्यास आदरादीनाम्, 'इतिः' परिसमाप्तो, 'उपायवत' इति प्रागुक्तम्, अत उपायमेव दर्शयति, - एतदनुष्ठानमेव च प्रकृतकायोत्सर्गविधानमेव, न पुनरन्यत्, 'च: ' समुच्चये, एवम् = इति सामान्येनादरादियुक्तम्, इह इति = शर्करादिप्रतिमश्रद्धादिभवने, उपाय: = हेतु:, कुत इत्याहतथा तथा = तत्तत्प्रकारेण, सद्भावशोधनेन शुद्धपरिणामनिर्मलीकरणेन, इति = एतत्, परिभावनीयम् = अन्वयव्यतिरेकाभ्यामालोचनीयमेतद्, इदमपि परमतेन संवादयन्नाह - उक्तं च 'परैरपि' मुमुक्षुभिः, किमुक्तमित्याह 'आदरेत्यादिश्लोकद्वयं' सुगमम्, नवरम् ' अविघ्न' इति सदनुष्ठाननिहतक्लिष्टकर्म्मतया सर्वत्र कृत्ये विघ्नाभावः ।
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૫
અરિહંત ચેઈયાણં સૂત્ર પંજિકાર્ય -
પર તેના પિ... વિનામાd: I પરમતથી પણ શ્રદ્ધાદિના મંદતીવ્રદિપણાને સાધના કરતાં કહે છેઃ અવ્ય દર્શનકારો પણ યોગમાર્ગની પ્રવૃતિ વિષયક પરિણતિના શ્રદ્ધાદિ ભાવોની મંદ–તીવ્રતાને દાંતથી સ્વીકારે છે તેને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
સુરસાઇકશોપમ: એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – લોકમાં પ્રતીત ઈસુ આદિ પાંચ વડે ઉપમા છે=સાદસ્થ છે જેઓને તે તેવા છે=ઈશુ-રસ-ગોળ-ખાંડ-શર્કરાની ઉપમાવાળા છે.
કોણ ઉપમાવાળા છે ? તેથી કહે છે – ચિતના ધર્મો છે=મોક્ષને અનુકૂળ મનના પરિણામો છે, એ અર્થને અન્ય વડે પણ તંત્રોતરીય વડે પણ, અભિધાન હોવાથી શ્રદ્ધાદિના મંદતીવ્ર આદિ ભેદો છે એમ અવય છે, શું વળી, અમારા વડે? એ સનોરમાં રહેલા ગરિ શબ્દનો અર્થ છે, પ્રકૃત એવા જ ઉપમાન ઉપમેયની=ઈશ્વ આદિ ઉપમા દ્વારા ઉપમેય એવા આદર આદિની, યોજનાને કહે છે – અને ઈશુ જેવા તે આદર આદિ છે–તેમાં અર્થાત કાયોત્સર્ગમાં ઉપાદેય ભાવ છે આદિ શબ્દથી=નવરાતિમાં રહેલા આદિ શબ્દથી, કરણમાં પ્રીતિ આદિનું ગ્રહણ છે, રૂતિ આ કારણથી=ઈક્ષ આદિ જેવા ચિતના ધર્મો છે એ કારણથી, થાય છે= કાયોત્સર્ગમાં ઈશ્નકલ્પ આદર આદિ થાય છે, આથી=ઈક્ષકલ્પ આદર આદિ હોવાથી, ક્રમથી પ્રકર્ષની પરિપાદિથી, ઉપાયવાળાનેત૬ હેતુયુક્ત એવા જીવને=આદર આદિની વૃદ્ધિના હેતુભૂત ચૈત્યવંદન આદિ ક્રિયાથી યુક્ત જીવને, શર્કરાદિની ઉપમાવાળા શ્રદ્ધાદિ થાય છે, શર્કરા=સિતા, આદિ શબ્દથી= પાર્થિરાત્રિમાં રહેલા ગરિ શબ્દથી, પચ્ચાનુપૂર્વીથી ખાંડ આદિનું ગ્રહણ છે, તેના જેવું પ્રત્યેક પ્રકૃત સૂત્રમાં કહેવાયેલું શ્રદ્ધા-મેધાદિ ગુણપંચક થાય છે. હરિ શબ્દ પરિસમાપ્તિમાં છે કથાની સમાપ્તિમાં છે.
અહીં શંકા કરે છે – કયા કારણથી દાંતાંતરના ત્યાગથી ઇક્ષ આદિની ઉપમાનો ઉપભ્યાસ છે? એ આશંકા કરીને કહે છે –
પાયાવિદુરનિરોધઃ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, કષાયો ક્રોધાદિ છે, આદિ શબ્દથી ઇન્દ્રિયના વિકાર આદિનું ગ્રહણ છે, તે જ=કષાયો અને ઇન્દ્રિયના વિકારો જ, કટુકભાવ છે, તેના વિરોધથી આત્મામાં પ્રગટ થાય છે, શું પ્રગટ થાય છે ? એથી કહે છે – શમમાધુર્યના આપાદનનું સામ્ય હોવાથી ચિત્તનો એ પ્રકારે ઉપન્યાસ છે એમ અવય છે, શમ=ઉપશમ, તે જ માધુર્ય મધુરભાવ; કેમ કે શુભભાવનું પ્રીતિનું હેતુપણું છે, તેનું શમરૂપ માધુર્યનું, આપાદન=નિષ્પાદન, તેની સાથે અથવા તેનું મધુરભાવના આપાદનનું, સામ્ય છે=ઈ આદિમાં સાદગ્ય છે, તે કારણથી ચિતનો=મનનો, આ પ્રકારે=ઇસુ આદિના ઉપમાનથી ઉપમેયપણારૂપે, આદર આદિનો ઉપન્યાસ છે, રતિ શબ્દ પરિસમાપ્તિમાં છે, ઉપાયવાળાને એ પ્રમાણે પૂર્વમાં કહેવાયુંaઉપાયવાળાને ક્રમસર શર્કરાદિ જેવા શ્રદ્ધાદિ થાય છે એમ પૂર્વમાં કહેવાયું, આથી ઉપાયને જ બતાવે છે – અહીં=શર્કરાદિ સદશ શ્રદ્ધાદિના ભવનમાં, આ
Page #77
--------------------------------------------------------------------------
________________
પક
લલિતવિસ્તરા ભાગ-૩
અનુષ્ઠાન જ=પ્રકૃત કાયોત્સર્ગનું સેવન જ, આ રીતે=સામાન્યથી આદર આદિ યુક્ત, ઉપાય છે=હેતુ. છે, પરંતુ અન્ય નથી, શબ્દ સમુચ્ચયમાં છે, કયા કારણથી શર્કરાદિ જેવા શ્રદ્ધાદિ થવામાં કાયોત્સર્ગનું સેવન જ ઉપાય છે, અન્ય નહિ. કયા કારણથી ? એથી કહે છે – તે તે પ્રકારે સદ્ભાવતા શોધતથી શુદ્ધ પરિણામના નિર્મલીકરણથી, આ પરિભાવન કરવું જોઈએ=અવયવ્યતિરેક દ્વારા આ આલોચન કરવું જોઈએ=જેઓ પ્રકૃત કાયોત્સર્ગ આદર આદિ યુક્ત સેવે છે તેઓના શ્રદ્ધાદિ ક્રમસર વૃદ્ધિ પામે છે અને જેઓ પ્રસ્તુત કાયોત્સર્ગ આદર આદિપૂર્વક સેવતા નથી તેઓના શ્રદ્ધાદિ વૃદ્ધિ પામતા નથી એ પ્રકારે અવય-વ્યતિરેક દ્વારા પરિભાવિત કરવું જોઈએ, આ પણ=આદરાદિનું કાર્ય શ્રદ્ધાદિ છે એ પણ, પરમત વડે સંવાદન કરતા=બતાવતાં કહે છે – અને પર એવા મુમુક્ષુઓ વડે કહેવાયું છે, શું કહેવાયું છે? એથી કહે છે – મારેત્યાદિ શ્લોકઠય સુગમ છે, ફક્ત અવિMeતે બે શ્લોકમાં રહેલો અવિદ્ધ શબ્દ, સદનુષ્ઠાનથી હણાયેલા ક્લિષ્ટ કર્મપણાને કારણે સર્વત્ર કૃત્યોમાં=સંસારની કે યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિઓમાં, વિધ્યનો અભાવ એ અવિદ્ધ શબ્દનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કાયોત્સર્ગમાં મંદ-તીવ્રાદિ ભેદવાળા શ્રદ્ધાદિ ભાવો આદર આદિ લિંગવાળા છે, તેનાથી એ ફલિત થાય કે આદર આદિની તરતમાતાને અનુસાર તરતમતાના પરિણામવાળા શ્રદ્ધાદિ ભાવો છે; કેમ કે શ્રદ્ધાદિ સાથે નિયત વ્યાપ્તિવાળા આદર આદિ પરિણામો છે અને તે વચન યોગમાર્ગને કહેનારા અન્યોને પણ સંમત છે, તે બતાવવા માટે કહે છે –
અન્ય દર્શનકારો પણ યોગીઓના ચિત્તના પરિણામો ઇક્ષ-રસ-ગોળ-ખાંડ અને શર્કરાના ભેદથી પાંચ પ્રકારે સ્વીકારે છે, એથી ફલિત થાય છે કે કેટલાક જીવોને કાયોત્સર્ગમાં ઇક્ષકલ્પ આદરાદિ વર્તે છે અને તેઓ ચૈત્યવંદન કરે તો તે આદરાદિ ક્રમસર વૃદ્ધિ પામીને શર્કરા જેવા થાય છે, તેથી તે જીવોને શ્રદ્ધાદિ ચિત્તધર્મો પણ ઇક્ષુકલ્પ હોવા છતાં ચૈત્યવંદનના અનુષ્ઠાનથી ક્રમસર વૃદ્ધિ પામીને શર્કરાદિ જેવા થાય છે.
અહીં વિશેષ એ છે કે અન્ય દર્શનકારો યોગમાર્ગની પ્રથમ ભૂમિકાથી માંડીને ક્ષપકશ્રેણિ સુધીની ભૂમિકાની પરિણતિને ઇક્ષુ આદિ પાંચ ભેદોમાં વિભાજન કરે છે, તેથી યોગની પ્રથમ ચાર દૃષ્ટિઓ ઇશુરસ-ગુડ-ખાંડ જેવી છે અને ઉત્તરની ચાર દૃષ્ટિઓ શર્કરા જેવી છે, તેથી જે જીવોને સૂક્ષ્મ બોધ થયો નથી, તેઓ ઇલુથી માંડીને ખાંડ સુધીના મધુર સમભાવના પરિણામને વેદન કરનારા છે અને સમ્યગ્દષ્ટિ જીવો શર્કરા જેવા મધુર શમપરિણામને વેદન કરનારા છે અને તે શર્કરા જેવો શમભાવનો પરિણામ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને યોગની આઠમી દૃષ્ટિને પ્રાપ્ત કરે ત્યારે પ્રકર્ષના પરિણામથી ક્ષપકશ્રેણિ કાલભાવિ પરાકોટિના શર્કરા જેવા મધુર શમપરિણામનું વેદન કરે છે, તેથી જેઓ શમપરિણામના કારણભૂત આદર આદિપૂર્વક ચૈત્યવંદન અનુષ્ઠાન કરે છે તેઓમાં વર્તતા આદર આદિ પરિણામો અનુસાર શ્રદ્ધાદિ ભાવો છે તેમ અનુમાન થાય છે, આથી જ આદ્ય ભૂમિકાવાળા જીવોનું મિથ્યાત્વ મંદ થયેલું હોવાના કારણે અનંતાનુબંધી
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૭
અરિહંત ચેઈયાણં સૂત્ર
કષાય પણ કંઈક મંદ થયેલો છે તેવા જીવો ક્વચિત્ સંસારના આશયથી ચૈત્યવંદન કરતા હોય તોપણ વ્યક્તરૂપે વર્તતો તેઓનો સંસારના સુખનો આશય નિવર્તન પામે તેવો શિથિલ હોય છે અને મિથ્યાત્વની મંદતાને કા૨ણે મોક્ષને અનુકૂળ એવા તે ચૈત્યવંદન અનુષ્ઠાનમાં કંઈક સૂક્ષ્મ આદર આદિ ભાવો પણ વર્તતા હોય છે. તેવા જીવોને તે ચૈત્યવંદન અનુષ્ઠાન ઇક્ષુ જેવા કંઈક શમમાધુર્યથી યુક્ત છે, આથી જ તેવા જીવો સદનુષ્ઠાન કરીને આ લોકનાં બાહ્ય સુખોને પ્રાપ્ત કરે છે ત્યારે ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થયા પછી મોક્ષ માટે પણ સદનુષ્ઠાન કરનારા બને છે અને જેઓના ચિત્તમાં અત્યંત મિથ્યાત્વ વર્તે છે તેઓ અસગ્રહથી દૂષિત મતિવાળા હોય છે, તેઓ ક્વચિત્ મોક્ષના આશયથી ચૈત્યવંદન કરતા હોય તોપણ વીતરાગના વચનથી વિપરીત અતત્ત્વમાં દૃઢ અભિનિવેશ હોય તો તેઓનું ચૈત્યવંદન અનુષ્ઠાન ઇક્ષુ જેવા માધુર્યવાળું પણ નથી, જેમ અસગ્રહથી દૂષિત મતિવાળા જમાલી વ્યક્ત મોક્ષના આશયવાળા હોવા છતાં ભગવાનના વચનથી વિપરીતમાં દૃઢ અભિનિવેશવાળા હોવાથી મિથ્યાત્વની કટુતા ઉત્કટ હોવાને કારણે જમાલીમાં લેશ પણ શમમાધુર્યનો ભાવ ન હતો. તેથી ચારિત્રના ગુણસ્થાનકને પામેલા પણ જીવો જ્યારે અસગ્રહથી અત્યંત દૂષિત મતિવાળા થાય છે ત્યારે તેઓના અનુષ્ઠાનથી લેશ પણ આદર આદિ ભાવો પ્રગટ થતા નથી અને મિથ્યાદૃષ્ટિ જીવો પણ મિથ્યાત્વની મંદતાને કા૨ણે કંઈક તત્ત્વને અભિમુખ સમાલોચન કરે તેવી અનંતાનુબંધી કષાયની મંદતાના પરિણામવાળા થાય છે, ત્યારે ઇક્ષુકલ્પ આદરાદિ પ્રગટે છે અને તેવા જીવો ચૈત્યવંદન આદિ સદનુષ્ઠાન કરીને મિથ્યાત્વને ક્રમસર મંદ-મંદતર કરીને સમ્યક્ત્વ પામે છે ત્યારે શર્કરા જેવું શમમાધુર્ય પ્રાપ્ત થાય છે અને સમ્યગ્દષ્ટિ જીવો પણ શક્તિ અનુસાર સદનુષ્ઠાન સેવીને શમપરિણામને અતિશય કરીને ક્ષપકશ્રેણિને અનુકૂળ બળસંચય કરતા હોય છે, આથી જ શક્તિસંચય થાય ત્યારે અવિરત સમ્યગ્દષ્ટિ જ ક્રમસર દેશવિરતિ, સર્વવિરતિ અને અસંગ અનુષ્ઠાનનો સ્વીકાર કરે છે. તેનાથી મહાવીર્ય સંચય થાય ત્યારે ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરીને વીતરાગ થાય છે ત્યારે તેઓમાં સદા માટે શમભાવના પરિણામરૂપ માધુર્ય સ્થિરભાવરૂપે પ્રાપ્ત થાય છે.
અહીં ઇક્ષુ-૨સ આદિની ઉપમા દ્વારા યોગમાર્ગના પરિણામને કેમ કહેલ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
આત્મામાં કષાયના પરિણામો અને ઇન્દ્રિયોની વિષયોને અભિમુખ ઉત્સુકતા એ કટુ પરિણામ છે અને એ કષાયોના અને ઇન્દ્રિયોના વિકારરૂપ કટુક ભાવો જેમ જેમ નિરોધ પામે છે તેમ તેમ શમભાવના પરિણામરૂપ માધુર્ય પ્રાપ્ત થાય છે, તેથી ઇક્ષુમાં અને શમભાવમાં મધુરભાવનું સામ્ય છે તે બતાવવા માટે ઇક્ષુ આદિ તુલ્ય ચિત્તધર્મો છે એ પ્રકારે ઉપન્યાસ કર્યો છે. ફક્ત ઇક્ષુ આદિનું માધુર્ય ૨સનેન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે, તે પુદ્ગલમાં વર્તતા માધુર્યનું વેદન છે અને સદનુષ્ઠાનના સેવનથી થતા કષાયોના અને ઇન્દ્રિયોના વિકારોના શમનથી થતું માધુર્ય આત્માની મૂળ પ્રકૃતિરૂપ સ્વસ્થતાના અનુભવરૂપ છે.
વળી, જે જીવોમાં ઇક્ષુ આદિ તુલ્ય કષાયોનું શમન પ્રગટ્યું છે તેની વૃદ્ધિનો ઉપાય ચૈત્યવંદન આદિ સદનુષ્ઠાન જ છે; કેમ કે ચૈત્યવંદન આદિ સદનુષ્ઠાનકાળમાં અનુષ્ઠાન વિષયક પ્રવર્તતો તે પ્રકારનો
Page #79
--------------------------------------------------------------------------
________________
પ૮
લલિતવિક્તા ભાગ-૩ ઉપયોગ તે અનુષ્ઠાનજન્ય શુભભાવોને અભિમુખ જે જે અંશથી થાય છે તે તે અંશથી આત્મામાં પ્રગટ થયેલ શુદ્ધ પરિણામને નિર્મળ કરે છે એ અનુભવ અનુસાર અન્વયે વ્યતિરેક દ્વારા વિચારવું જોઈએ. જેમ વિવેકી શ્રાવક પણ ઉપયોગપૂર્વક ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન કરે છે ત્યારે તેના ઉપયોગ અનુસાર સૂત્ર-અર્થ વિષયક વીતરાગના ગુણનો જે અંશથી સ્પર્શ થાય છે તે અંશથી ચિત્તમાં ભોગનો સંશ્લેષ પૂર્ણ કરતાં ઉત્તરમાં અલ્પ-અલ્પતર થતો સ્વસંવેદનથી જણાય છે અને જ્યારે જ્યારે વિવેકી શ્રાવક તે પ્રકારના અનુષ્ઠાનનું સેવન કરતા નથી ત્યારે ત્યારે ભોગનો અવસ્થિત સંશ્લેષ અનુષ્ઠાનની સહાયતા વગર સ્વતઃ નિવર્તન પામતો જણાતો નથી. આ પ્રકારે સમ્યગુ પરિભાવન કરવાથી સુખના અર્થી જીવની ઉત્કટરુચિ સુખના ઉપાયમાં ઉલ્લસિત થાય છે અને વિવેકી જીવને શમભાવના સુખ આગળ અન્ય સર્વ સુખો તુચ્છ અને અસાર જણાય છે અને શમભાવનું સુખ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ વર્તમાનમાં સુખ વધે છે, આગામી ઉત્તમ ભાવોની પ્રાપ્તિ દ્વારા તેની અતિશય વૃદ્ધિ થશે અને અંતે પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિ થશે તેવો વિશ્વાસ થવાથી શક્તિ અનુસાર અપ્રમાદથી સદનુષ્ઠાનને સેવવાનો ઉલ્લાસ થાય છે.
વળી, સદનુષ્ઠાન સેવનારામાં આદર આદિ હોય છે તેમ અન્ય વડે પણ કહેવાયું છે તે ગ્રંથકારશ્રી બતાવે
સદનુષ્ઠાનનું લક્ષણ-સદનુષ્ઠાન પ્રત્યે આદર, કરણમાં પ્રીતિ, વિપ્નનો અભાવ, સંપત્તિનો આગમ, જિજ્ઞાસા અને તદ્જ્ઞની સેવા છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું મિથ્યાત્વ મંદ થયું છે તેઓને ગુણવૃદ્ધિના કારણભૂત સદનુષ્ઠાન સેવવા પ્રત્યે સ્વાભાવિક આદર વર્તે છે. વળી, સદનુષ્ઠાન પ્રીતિપૂર્વક કરે છે અને પ્રીતિપૂર્વક સદનુષ્ઠાન સેવવાને કારણે પાપપ્રકૃતિઓ ક્ષીણ થાય છે, તેથી સંસારના ક્ષેત્રમાં કે યોગમાર્ગના ક્ષેત્રમાં સર્વત્ર વિનો અલ્પ થાય છે, તેથી તે વિઘ્ન વગર સુખપૂર્વક સ્વસ્થતાથી જીવી શકે છે. વળી, સદનુષ્ઠાનકાળમાં વર્તતા તેના અધ્યવસાયને અનુકૂળ પુણ્યપ્રકૃતિઓ જાગ્રત થાય છે, તેથી શારીરિકમાનસિક સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી સંપત્તિનું આગમન થાય છે. વળી, તેવા મહાત્માઓ આદરપૂર્વક સદનુષ્ઠાન સેવે છે ત્યારે તે સદનુષ્ઠાન વિષયક વિશેષ-વિશેષની જિજ્ઞાસા વર્તે છે અર્થાત્ કઈ રીતે આ સદનુષ્ઠાન પ્રકર્ષથી સેવી શકાય તેવી જિજ્ઞાસા વર્તે છે, આથી જ તેવા જીવો સદનુષ્ઠાનના સૂક્ષ્મ રહસ્યને જાણનારા ઉત્તમ પુરુષોની સેવા કરે છે, તેથી સદનુષ્ઠાનના સૂક્ષ્મ ભાવોની પ્રાપ્તિ કરીને સદનુષ્ઠાનને અતિશય કરવા સમર્થ બને છે.
આ સદનુષ્ઠાનના સેવનથી અભિલષિત અર્થની પ્રાપ્તિ થાય છે અર્થાત્ ચિત્તમાં કષાયોના શમનથી અને પુણ્યપ્રકૃતિના ઉત્કર્ષથી સર્વ પ્રકારના અભિલષિત અર્થોની પ્રાપ્તિ થાય છે. કઈ રીતે પ્રાપ્તિ થાય છે ? તેથી કહે છે – તે તે પ્રકારના ભાવની વિશુદ્ધિથી સર્વ પ્રકારના સુખની પરંપરાની પ્રાપ્તિ થાય છે. જે પ્રમાણે ઇસુને સદ્હેતુનો યોગ થાય તો ક્રમસર શર્કરાની પ્રાપ્તિ થાય છે અર્થાત્ ઇસુને પલનાર પુરુષનો યોગ થાય તો રસની પ્રાપ્તિ થાય અને તે રસને ઉકાળવાની ક્રિયાના યોગની પ્રાપ્તિ થાય તો ગોળ, ખાંડના ક્રમથી શર્કરાની પ્રાપ્તિ થાય છે તે રીતે સદનુષ્ઠાનથી સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર લલિતવિસ્તરા -
अप्रेक्षावतस्तु यदृच्छाप्रवृत्तेः नटादिकल्पस्य गुणद्वेषिणो मृषावाद एव, अनर्थयोगात्, तत्परितोषस्तु तदन्यजनाधःकारी मिथ्यात्वग्रहविकारः।
યો ,'दण्डीखण्डनिवसनं भस्मादिविभूषितं सतां शोच्यम्। पश्यत्यात्मानमलं ग्रही नरेन्द्रादपि ह्यधिकम्।।१।। मोहविकारसमेतः, पश्यत्यात्मानमेवमकृतार्थम्। तद्व्यत्ययलिङ्गरतं, कृतार्थमिति तद्ग्रहावेशात्।।२।। इत्यादि।'. तस्मात्प्रेक्षावन्तमङ्गीकृत्यैतत्सूत्रं सफलं प्रत्येतव्यमिति। લલિતવિકતરાર્થ -
વળી, અપેક્ષાવાળા જીવની=વસ્તુનું સમાલોચન કર્યા વગર મુગ્ધતાથી પ્રવૃત્તિ કરનારા જીવની, ચદચ્છા પ્રવૃત્તિ હોવાથી નટ આદિ જેવા ગુણદ્વેષી જીવનો મૃષાવાદ જ છે=વધતી જતી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ન કરું છું એ પ્રકારનું અભિધાન મૃષાવાદ જ છે; કેમ કે અનર્થનો યોગ છે તે ક્રિયાથી પાપબંધની પ્રાપ્તિ છે, વળી, તેનો પરિતોષકતે કાઉસ્સગ્ન કરવા દ્વારા થયેલો પરિતોષ, તેનાથી અન્ય જનને હીન કરનાર મિથ્યાત્વ ગ્રહનો વિકાર છે, જે પ્રમાણે અન્યો વડે કહેવાયું છે –
દંડી જીર્ણ વાવાળા ભમ્માદિથી વિભૂષિત સંતપુરુષોને શોચ્ચ એવા પોતાને ગ્રહી-આગ્રહી પુરુષ, નરેન્દ્રથી પણ અત્યંત અધિક જુએ છે.
મોહવિકારથી યુક્ત પુરુષ તેના વ્યત્યય લિંગમાં રત આ પ્રકારના અકૃતાર્થ એવા પોતાને “કૃતાર્થ' એ પ્રમાણે જુએ છે, કેમ કે તેના ગ્રહનો આવેલ છે.
ઇત્યાદિ=ઈત્યાદિથી અન્ય શ્લોકોનું ગ્રહણ છે, તે કારણથી=અપેક્ષાવાળાનું પ્રસ્તુત સૂત્રનું ઉચ્ચારણ મૃષાવાદ છે તે કારણથી, પ્રેક્ષાવાનને આશ્રયીને=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનાર જીવને આશ્રયીને, આ સૂત્ર=અરિહંત ચેઈયાણં સૂત્ર, સફલ જાણવું. પંજિકા -
'तत्परितोषे'त्यादि, तेन-मृषावादेन मिथ्याकायोत्सर्गरूपेण, परितोषः -कृतार्थतारूपः, 'तुः' पुनरर्थे, तदन्यजनाधःकारी-सम्यक्कायोत्सर्गकारिलोकनीचत्वविधायी, मिथ्यात्वग्रहविकारो-मिथ्यात्वमेवोन्मादरूपतया ग्रहो-दोषविशेषः, तस्य विकार इति, 'एवमिति ग्रहप्रकारेण, 'तद्व्यत्ययलिङ्गरतमि ति, तस्य कृतार्थस्य, व्यत्ययः=अकृतार्थः, तस्य लिङ्गानि-उच्छृङ्खलप्रवृत्त्यादीनि, तेषु रतम्, 'तद्ग्रहावेशादि ति, स एव ग्रहो-मोहविकारः तद्ग्रहः, तस्य आवेशाद्-उद्रेकात्।
Page #81
--------------------------------------------------------------------------
________________
५०
લલિતવિસ્તરા ભાગ-૩
પંજિકાર્થ ઃ
'तत्परितोषे 'त्यादि દ્રાત્ ।। તત્વરિતોષેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે, તેનાથી=મિથ્યા કાયોત્સર્ગરૂપ મૃષાવાદથી=વીતરાગ પ્રત્યે અબહુમાન હોવા છતાં હું વધતી જતી શ્રદ્ધાથી કાઉસ્સગ્ગ કરું છું એ રૂપ મિથ્યા કાયોત્સર્ગરૂપ મૃષાવાદથી, કૃતાર્થતારૂપ પરિતોષ=મેં ચૈત્યવંદન કર્યું છે એ પ્રકારના પરિણામરૂપ પરિતોષ, તેનાથી અન્ય જનને અધઃકારી છે=સમ્યક્ કાયોત્સર્ગ કરનારા લોકના નીચત્વને બતાવનારા છે, મિથ્યાત્વ ગ્રહનો વિકાર છે=તેવા જીવોનો પરિતોષ મિથ્યાત્વ જ ઉન્માદરૂપપણું હોવાને કારણે દોષવિશેષરૂપ ગ્રહ તેનો વિકાર છે, તુ શબ્દ પુનઃ અર્થમાં છે, ઉદ્ધરણના શ્લોકમાં રહેલ વમ્નો અર્થ ગ્રહ પ્રકારથી છે, ઉદ્ધરણમાં રહેલ તત્ત્વત્વનિક્ારત એનો અર્થ કરે છે – તેનો=કૃતાર્થનો, વ્યત્યય=અકૃતાર્થ, તેનાં ઉચ્છંખલ પ્રવૃત્તિ આદિ લિંગો તેઓમાં રત એવા પોતાને કૃતાર્થની જેમ જુએ છે એમ અન્વય છે, તાજ્ઞાવેશો અર્થ કરે છે તે જ ગ્રહ= વ્યત્યય લિંગમાં રત છે અને પોતાને કૃતાર્થ માને છે તે જ મોહના વિકારરૂપ તગ્રહ છે, તેના આવેશથી=ઉદ્રેકથી, પોતાને કૃતાર્થ માને છે.
-
ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે ઇક્ષુથી માંડીને શર્કરા સુધીના ચિત્તધર્મવાળા જીવો જે ચૈત્યવંદન આદિ કરે છે તેઓમાં મંદ-તીવ્ર આદિ ભેદવાળા શ્રદ્ધાદિ અવશ્ય છે, તેથી ચલચિત્તવાળા જીવો પણ આદર આદિપૂર્વક ચૈત્યવંદન કરતા હોય તો તેઓમાં પ્રેક્ષાવાનપણાની ક્ષતિ નથી અને જેઓ શ્રદ્ધાદિ વિકલ હોય અને પ્રેક્ષાવાન હોય તેઓ આ પ્રકારનું સૂત્ર બોલતા નથી.
વળી, જેઓ શ્રદ્ધાદિ વિકલ છે અને અપ્રેક્ષાવાળા જીવો છે અર્થાત્ વસ્તુની સમાલોચના કર્યા વગર મુગ્ધતાથી પ્રવૃત્તિ કરનારા જીવો છે, તે જીવો પ્રસ્તુત સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરે છે તે મૃષાવાદરૂપ જ છે; કેમ કે તેઓ યદચ્છાથી પ્રવૃત્તિ કરનારા છે, નટ આદિ જેવા ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરનારા છે અને ગુણદ્વેષી છે, માટે તેઓ ચૈત્યવંદન કરવાના અધિકારી નથી, છતાં હું વધતી જતી શ્રદ્ધાથી કાયોત્સર્ગ કરું છું તેમ બોલે છે તે મૃષાવાદ સ્વરૂપ છે, જેમ કુંભારનું મિચ્છા મિ દુક્કડં વાસ્તવિક પોતે કરેલા કૃત્યના લેશ પણ પશ્ચાત્તાપવાળું નથી, પરંતુ યદચ્છા પ્રવૃત્તિરૂપ છે, તેમ જેઓને ગુણ પ્રત્યે દ્વેષ છે તેઓ લેશ પણ ગુણવૃદ્ધિને અનુકૂળ પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ યદચ્છાથી તે પ્રકારે સૂત્ર બોલે છે, તેથી નટ આદિ જેવી તેઓની પ્રવૃત્તિ છે. જેમ નટ જે પ્રકારે પોતાના હાવ-ભાવ બતાવે તે પ્રકારના ભાવો ચિત્તમાં નથી હોતા, લોકને બતાવવા માટે છે, જેમ કુંભારનું મિચ્છા મિ દુક્કડં પાપના નિવર્તનને અભિમુખ પરિણામવાળું લેશ પણ નથી, માત્ર બતાવવા માટે છે, તેમ અપ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોને ગુણને અભિમુખ જવાનો લેશ પણ પરિણામ નથી, છતાં પ્રસ્તુત સૂત્ર દ્વારા ગુણવાન એવા વીતરાગ પ્રત્યે વધતી જતી શ્રદ્ધા આદિથી હું કાઉસ્સગ્ગ કરું છું તેમ બોલે છે તે મૃષાવાદ જ છે, જેનાથી પાપબંધરૂપ અનર્થની જ પ્રાપ્તિ થાય; કેમ કે ગુણના પ્રત્યે દ્વેષ વિદ્યમાન હોવા છતાં ‘ગુણને અનુકૂળ હું યત્ન કરું છું’ એ પ્રકારે સૃષા ભાષણ કરીને તેઓ પાપ જ બાંધે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
૧
અહીં ગુણદ્વેષીથી એ પ્રાપ્ત થાય કે પૂર્ણ ગુણ સ્વરૂપ મોક્ષ છે અને પૂર્ણ ગુણ સ્વરૂપ મોક્ષ પ્રત્યે કા૨ણ એવો જે મોક્ષમાર્ગ ભગવાનના વચન સ્વરૂપ છે, તે પણ ગુણ રૂપ છે તેના પ્રત્યે દ્વેષ અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત જીવો પ્રત્યે જે દ્વેષ તે ગુણદ્વેષ છે, જેમ જમાલીને મોક્ષ પ્રત્યે ઇચ્છા હતી, તોપણ ભગવાનના વચનરૂપ મોક્ષમાર્ગના એક દેશમાં જે દ્વેષ હતો તે ગુણદ્વેષ હતો, વળી, કોઈકને ગુણવાન પ્રત્યે ઇર્ષ્યા આદિને કા૨ણે પણ તેના ગુણો પ્રત્યે દ્વેષ થાય તે ગુણદ્વેષી છે અને તે ગુણદ્વેષ જેટલો અતિશય તેટલા સંસારની વૃદ્ધિ થાય છે; અને યોગમાર્ગની ભૂમિકાને સન્મુખ થયેલા જીવો મિથ્યાત્વની મંદતાને કારણે ક્વચિત્ ભગવાનના વચનથી વિપરીતમાં રુચિ ધરાવે છે, તોપણ તે રુચિ નિવર્તનીય છે, તેથી તે વિપરીત રુચિ શિથિલ મૂળવાળી હોવાથી ગુણદ્વેષરૂપ નથી, પરંતુ તે જીવો ગુણના અદ્વેષવાળા છે અને જેમ જેમ તેઓને મોક્ષ અને મોક્ષમાર્ગના સ્વરૂપનો બોધ થાય છે તેમ તેમ ગુણનો રાગ વધે છે અને ગુણરૂપ ભગવાનના વચનમાં જે વિપરીત રુચિ છે તે ક્રમસર અલ્પ-અલ્પતર થાય છે અને ગુણનો રાગ વૃદ્ધિ પામીને સમ્યક્ત્વ પ્રાપ્તિકાળમાં ઉત્કટ વર્તે છે, તેથી તેઓને સર્વજ્ઞનાં સર્વ વચનમાં સ્થિર રાગ હોય છે, આથી ‘સર્વાંગયં સમ્મત્ત’ એ પ્રકારનું વચન છે અર્થાત્ સર્વજ્ઞનાં સર્વ વચનો વિષયક રુચિ વર્તે છે, તેથી જેઓને ઇક્ષુ જેવો પણ મુક્તિનો અદ્વેષ પ્રગટ્યો છે તેઓ ગુણદ્વેષી નથી, પરંતુ જેઓને તત્ત્વભૂત પણ ભગવાનના વચનમાં જમાલીની જેમ દ્વેષ વર્તે છે તેવા ગુણદ્વેષી જીવો પ્રસ્તુત સૂત્ર બોલવાના અનધિકારી છે, છતાં યદ્દચ્છાથી પ્રવૃત્તિ કરીને તેઓ મૃષાવાદ જ કરે છે, વળી, તેઓને તેનાથી પરિતોષ છે, તે પણ અસમંજસ છે તે બતાવતાં કહે છે
-
તે જીવો મિથ્યા કાયોત્સર્ગરૂપ મૃષાવાદથી મેં કાઉસ્સગ્ગ કર્યો છે એ પ્રકારનો પરિતોષ માને છે તેઓ સમ્યક્ કાયોત્સર્ગ કરનારા લોકોને નીચત્વ બતાવનાર છે અર્થાત્ પોતે જે રીતે કાયોત્સર્ગ કરે છે, એ રીતે જ કાયોત્સર્ગ કરવો ઉચિત છે અને જેઓ સમ્યક્ કાયોત્સર્ગ કરીને વીતરાગ તરફ જનારા છે તેઓ મૂર્ખ છે તેમ બતાવનારા છે; કેમ કે ગુણદ્વેષી જીવોને ગુણ તરફ જનારા જીવો મૂર્ખ ભાસે છે, જેમ જમાલીને ભગવાનનું વચન સ્વીકારનારા મૂર્ખ છે તેમ જ જણાય છે; કેમ કે તેઓને તે વચનમાં વિપરીતરૂપે જ સ્થિર રુચિ છે, તેથી તે રૂપે જે સ્વીકારે તે ઉચિત કરનારા છે તેમ જણાય છે અને જેઓ તેને અનુચિત માને છે તેઓ હીન છે તેમ માને છે, તેમ ગુણદ્વેષી જીવો સમ્યક્ કાઉસ્સગ્ગ કરનારાઓને સાક્ષાત્ ઉલ્લેખ ન કરે તોપણ અર્થથી નીચ જ માને છે.
વળી, તેઓ ગુણ પ્રત્યે દ્વેષવાળા હોવા છતાં ગુણવૃદ્ધિને અનુકૂળ યત્ન કરાવે એવા ભાવને કહેનાર પ્રસ્તુત સૂત્ર બોલે છે તે મિથ્યાત્વ ગ્રહનો વિકાર છે અર્થાત્ તેઓમાં મિથ્યાત્વરૂપ ઉન્માદ વર્તે છે તે જ આગ્રહરૂપ વિકાર છે અને તે વિકારને વશ જ પોતે પ્રસ્તુત કાયોત્સર્ગ કરીને મેં કાઉસ્સગ્ગ કર્યો છે તેમ પરિતોષ માને છે, વસ્તુતઃ તેઓએ કાયોત્સર્ગને અનુકૂળ લેશ પણ યત્ન કર્યો નથી, તેથી તેઓનો પરિતોષ મિથ્યાત્વનો જ વિકાર છે, તેમાં અન્ય દર્શનની સાક્ષી આપે છે. જેમ કોઈ ભિક્ષુક હોય, હાથમાં દંડ હોય, જીર્ણ વસ્ત્ર હોય, ભસ્મ આદિથી વિભૂષિત હોય અને અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરનારા હોય, તેથી વિચારકોને તે દયાપાત્ર જણાતા હોય, છતાં હું સંન્યાસી છું એ પ્રકારના પોતાના આગ્રહથી રાજાથી પણ હું
Page #83
--------------------------------------------------------------------------
________________
૨
લલિતવિસ્તરા ભાગ-૩ અધિક છું તેમ પોતાને માને છે, વસ્તુતઃ તે રાજાથી અધિક નથી, પરંતુ સામાન્ય મનુષ્ય કરતાં પણ હીન છે; કેમ કે સંન્યાસનો વેશ ગ્રહણ કરીને વિપરીત પ્રવૃત્તિ કરે છે, તેથી અત્યંત નિંદનીય છે, છતાં મોહના વિકારને કારણે પોતાના સંન્યાસવેશને જોઈને આ રીતે હું કૃતાર્થ છું તેમ પોતાને જુએ છે, વાસ્તવિક સંન્યાસના લિંગમાં વિપરીત ઉર્ફેખલ પ્રવૃત્તિ કરનાર હોવાથી તે અકૃતાર્થ છે, છતાં પોતાને કૃતાર્થ માને છે, તે તેનો મોહના વિકારનો આવેશ છે, તેમ જેઓ જમાલીની જેમ ભગવાનના લિંગને ધારણ કરનારા છે અને ઉશ્રુંખલ પ્રવૃત્તિ કરનારા છે, છતાં પોતાના સાધુવેષને જોઈને પોતે કતાર્થ છે એમ જેઓ માને છે, તેઓ મિથ્યા પરિતોષવાળા છે. વસ્તુતઃ ગુણના કેષવાળા તેઓ વેશની વિડંબના કરીને વર્તમાનના ભવમાં પણ શિષ્ટપુરુષોને દયાપાત્ર બને છે અને ભવિષ્યમાં અનર્થોની પરંપરાને જ પ્રાપ્ત કરશે, તેથી અપેક્ષાવાળા જીવોની સદનુષ્ઠાનની પ્રવૃત્તિ જેમ નિદ્ય છે તેમ પ્રસ્તુત સૂત્ર બોલવાપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા પણ નિંદ્ય જ છે, તે કારણથી વિચારકોને આશ્રયીને પ્રસ્તુત સૂત્ર સફળ જાણવું અર્થાત્ તેઓ પ્રસ્તુત સૂત્ર બોલીને પોતાનામાં વર્તતા ઇક્ષુ આદિ ભાવતુલ્ય જે ઉપશમનું સુખ છે તેને ચૈત્યવંદનની ક્રિયા દ્વારા જે જે અંશથી અતિશયિત કરે છે તે તે અંશથી તેઓનું કરાયેલું ચૈત્યવંદન સફળ છે, તેથી ચૈત્યવંદન માટે બોલાતું પ્રસ્તુત સૂત્ર પણ સફળ જાણવું. અવતરણિકા -
किं सर्वथा तिष्ठति कायोत्सर्गमुत नेति आह-'अन्नत्थ ऊससिएणमित्यादि - અવતરણિકાર્ય :
શું સર્વથા કાયાના ત્યાગમાં રહે છે? અથવા નહિ એથી કહે છે – અન્નત્ય ઊસસિએણે ઈત્યાદિક ઉચ્છવસિત આદિને છોડીને, રહે છે. સૂત્ર:
अनत्थ ऊससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं उड्डएणं वायनिसग्गेणं भमलीए पित्तमुच्छाए सुहुमेहिं अङ्गसंचालेहिं सुहुमेहिं खेलसंचालेहिं सुहुमेहिं दिट्ठिसंचालेहिं, एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गो, जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि । સૂત્રાર્થ -
શ્વાસ લેવાથી શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત વડે મૂર્છા આવવાથી, સૂક્ષ્મ રીર્ત અંગ સંચાર થવાથી, સૂક્ષ્મ રીર્ત કફનો સંચાર થવાથી, સૂક્ષ્મ રીર્ત દષ્ટિનો
Page #84
--------------------------------------------------------------------------
________________
५३
અન્નત્થ સૂત્ર સંચાર થવાથી એ વગેરે આગારથી અન્યત્ર=આગાને છડીને માર માર્યોત્સર્ગ અલગ્ન અવિરાધિત થાવ, જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કાર વર્ડ પારું નહિ, ત્યાં સુધી પોતાની કાયાને રસ્થાન વર્ડ મૌન વડે ધ્યાન વર્ડ વસિરાવું છું. ललितविस्तश:
अन्यत्रोच्छ्वसितेन-उच्छ्वसितं मुक्त्वा योऽन्यो व्यापारस्तेनाव्यापारवत इत्यर्थः, एवं सर्वत्र भावनीयम्, तत्रोर्ध्वं प्रबलं वा श्वसितमुच्छ्वसितं, तेन, 'नीससिएणं ति=अधः श्वसितं निःश्वसितं, तेन, 'खासिएणं ति=कासितेन कासितं प्रतीतं, 'छीएणं ति-क्षुतेन, इदमपि प्रतीतमेव, 'जंभाइएणं'तिजृम्भितेन, विवृतवदनस्य प्रबलपवननिर्गमो जृम्भितमुच्यते, 'उडुएणं'ति-उद्गारितं प्रतीतं, तेन, 'वायनिसग्गेणं ति-अधिष्ठानेन पवननिर्गमो वातनिसर्गो भण्यते, 'भमलीए'त्ति-भ्रमल्या, इयं चाकस्मिकी शरीरभ्रमिः प्रतीतैव, 'पित्तमुच्छाए'ति-पित्तमूर्च्छया, पित्तप्राबल्यान्मनाङ्मूर्छा भवति।
'सुहुमेहिं अगसञ्चालेहिति-सूक्ष्मैः अगसञ्चारैः लक्ष्यालक्ष्यैर्गात्रविचलनप्रकारै रोमोद्गमादिभिः। 'सुहुमेहिं खेलसञ्चालेहिति-सूक्ष्मैः खेलसञ्चारैः, यस्माद्वीर्यसयोगिसव्व्यतया ते खल्वन्तर्भवन्ति। 'सुहुमेहिं दिट्ठिसञ्चालेहिति-सूक्ष्मैः दृष्टिसञ्चारैः निमेषादिभिः।
'एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गोत्ति'-एवमादिभिरिति, 'आदिशब्दाद् यदा ज्योतिः स्पृशति तदा प्रावरणाय कल्पग्रहणं कुर्वतोऽपि न कायोत्सर्गभङ्गः। आह-'नमस्कारमेवाभिधाय किमिति तद्ग्रहणं न करोति येन तद्भङ्गो न भवति?'। उच्यते, नात्र नमस्कारेण पारणमित्येतावदेव अविशिष्टं कायोत्सर्गमानं क्रियते, किन्तु यो यत्परिमाणो यत्र कायोत्सर्ग उक्तः, तत ऊर्ध्वं समाप्तेऽपि तस्मिन् नमस्कारमपठतो भङ्गः; अपरिसमाप्तेऽपि पठतो भङ्ग एव, स चात्र न भवतीति, न चैतत्स्वमनीषिकयैवोच्यते, यत उक्तमारे'अगणी उ छिंदिज्ज व बोहियखोभाइ दीहडक्को वा। आगारेहिं अभग्गो उस्सग्गो एवमाइएहिं।।१।।'
आक्रियन्त इत्याकारा आगृह्यन्त इति भावना:-सर्वथा कायोत्सर्गापवादप्रकारा इत्यर्थः। तैःआकारैविद्यमानैरपि, न भग्नोऽभग्नः, भग्नः सर्वथा नाशितः, न विराधितोऽविराधितः, विराधितःदेशभग्नोऽभिधीयते, भूयात् 'मे'=मम कायोत्सर्गः। ललितविस्तरार्थ:--
ઉચ્છવસિતથી અન્યત્ર=ઉચ્છવસિતને છોડીને, જે અન્ય વ્યાપાર તેનાથી અવ્યાપારવાળા એવા મારો કાઉસ્સગ્ગ અભગ્ન થાવ એમ યોજન છે, એ રીતે સર્વત્ર=નિઃશ્વસિત આદિ સર્વ શબ્દોમાં, ભાવન કરવું, ત્યાં ઉષ્ણવસિત આદિ શબ્દોમાં, ઊર્ધ્વ અથવા પ્રબળ શ્વસિત ઉચ્છવસિત
Page #85
--------------------------------------------------------------------------
________________
GY
લલિતવિસ્તરા ભાગ-૩ છે તેના વડે, નિઃશ્વસિત અધાશ્વસિત નિઃશ્વસિત છે તેના વડે, ખાંસી વડે સિત પ્રતીત છે, છીંક વડે આ પણEછીંક પણ, પ્રતીત જ છે, બગાસા વડે પહોળા કરાયેલા મુખના પ્રબલ પવનનો નિર્ગમ બગાસું કહેવાય છે, ઉગારિતઓડકાર પ્રતીત છે, તેનાથી, વાતનિર્ગમનથી=અધોમુખથી પવનનો નિર્ગમ વાતનિર્ગમ કહેવાય છે તેનાથી, ભમરીથી અને આ આકસ્મિક શરીરની ભૂમિ પ્રતીત જ છે, પિતની મૂર્છાથી–પિત્તના પ્રાબલ્યથી થોડીક મૂર્છા થાય છે.
સૂક્ષમ અંગસંચારથી લલચ-અલસય એવા ગામના વિચલનના પ્રકારવાળા રોમના ઉગમ આદિ પ્રકારથી, સૂમ ખેલસંચારથી જે કારણથી વીર્ય સયોગી સ દ્રવ્યપણું હોવાથી=વીર્યવાળા જીવમાં સયોગી અવસ્થાથી યુક્ત એવું વિધમાન જીવદ્રવ્યપણું હોવાથી, તેખેલસંચારો, અંદર થાય છે=શરીરની અંદર થાય છે, સૂત્રમ દષ્ટિસંચારો વડે=નિમેષાદિ વડે, આવા પ્રકારવાળા વગેરે આગારો વડે મારો કાઉસ્સગ્ગ ભગ્ન અવિરાધિત થાવ, આવા સ્વરૂપવાળા આદિથી, આદિ શબ્દથી જ્યારે જ્યોતિ સ્પર્શે ત્યારે ઢાંકવા માટે વસ્ત્રને ગ્રહણ કરતાને પણ કાયોત્સર્ગનો ભંગ નથી.
અહીં પ્રશ્ન કરે છે – નમસ્કારથી જ કહીને કાયોત્સર્ગ પારીને, કયા કારણથી તેનું ગ્રહણ=વસ્ત્રનું ગ્રહણ, કરતો નથી? જેથી તેનો ભંગ કાયોત્સર્ગનો ભંગ, ન થાય?
ઉત્તર આપે છે – અહીં કાયોત્સર્ગમાં, નમસ્કારથી પારવું એટલું જ અવિશિષ્ટ કાયોત્સર્ગમાન કરાતું નથી=નમુક્કારેણં ન પારેમિ એ વચન દ્વારા નમસ્કારથી પારવું એટલાથી જ વિશેષતા વગરનું કાયોત્સર્ગનું પ્રમાણ કરાતું નથી, પરંતુ જે કાયોત્સર્ગ જે પરિમાણવાળો જે કાયોત્સર્ગમાં કહેવાયો છે, ત્યારપછી તે સમાપ્ત થયે છતે પણ નમસ્કારને નહિ બોલતાને ભંગ છે, અપરિસમાપ્તમાં પણ બોલતાને ભંગ જ છે અને અહીં=જ્યોતિના સ્પર્શ વખતે વસ્ત્ર ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ કરે એમાં, તે=ભંગ, નથી અને આ=આદિ પદથી જ્યોતિના સ્પર્શ વખતે ઓઢવા માટે વરુ ગ્રહણ કરવું એ, સ્વમતિથી જ કહેવાતું નથી, જે કારણથી આર્ષમાં આગમમાં કહેવાયું છે – અગ્નિ સ્પર્શે અથવા માનુષયોરો-ક્ષોભાદિ, દીર્ઘ કાયાવાળા સર્પાદિ દંશ કરે, એ વગેરે આગારો વડે કાયોત્સર્ગ અગ્નિ છે. આગારનો અર્થ કરે છે – કરાય છે એ આકારો છેઃગ્રહણ કરાય છે એ પ્રકારની ભાવના છે, સર્વથા કાયાના ઉત્સર્ગમાં અપવાદના પ્રકારો છે એ પ્રકારનો અર્થ છે, તે વિધમાન પણ આકારો વડે આગારો વડે, ન ભગ્ન અલગ્ન, ભગ્ન=સર્વથા નાશ પામેલો, ન વિરાધિત અવિરાધિત, વિરાધિત દેશભગ્ન કહેવાય છે, મારો કાયોત્સર્ગ અભગ્ન અવિરાજિત થાવ. પંજિકા - 'वीर्यसयोगिसद्रव्यतये ति, वीर्येण वीर्यान्तरायकर्मक्षयक्षयोपशमप्रभवेणात्मशक्तिविशेषेण, सयोगीनि=
Page #86
--------------------------------------------------------------------------
________________
૫
અન્નત્ય સૂચ
सचेष्टानि, सन्ति = विद्यमानानि द्रव्याणि मनोवाक्कायतया परिणतपुद्गलस्कन्धलक्षणानि, यस्य स तथा (વીર્યસયોસિન્દ્વવ્ય:), તદ્માવત્તત્તા, તા, અથવા, વીર્યેળ-લક્ષબેન, સોષિનો મનોવાવવવ્યાપારવતઃ, સતો=નીવસ્થ, દ્રવ્યતા ભગ્યારાવીન પ્રતિ હેતુમાવઃ, તત્યંતિ
'अगणीओ छिंदेज्ज वे 'त्यादि, अग्निर्वा स्पृशेत्, स्वस्य कायोत्सर्गालम्बनस्य च गुर्व्वादेरन्तरालभुवं वा कश्चिदवच्छिन्द्यात्, 'बोहिका ' = मानुषचौराः, 'क्षोभः ' स्वराष्ट्रपरराष्ट्रकृतः, 'आदि' शब्दात् गृहप्रदीपनकग्रहः, 'दीर्घा' = दीर्घकायः सर्पादिर्दष्टो वा तेनैव ततस्तेषां प्रतिविधानेऽपि न कायोत्सर्गभङ्ग इति भावः । પંજિકાર્થ ઃ
‘વીર્યસોશિલવૃદ્ધ વ્યતવે 'તિ . . વાયોત્સર્નામા કૃતિ ભાવઃ ।। વીર્યસોસિદ્ધવ્યતવેતિ લલિત વિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – વીર્યથી=વીર્યંતરાયકર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ આત્મશક્તિ વિશેષથી, સયોગી=ચેષ્ટાવાળા, વિદ્યમાન એવાં દ્રવ્યો અર્થાત્ મન-વચન-કાયપણાથી પરિણત યુગલસ્કંધરૂપ દ્રવ્યો છે જેને=જે જીવને, તે તેવો છે=વીર્ય સયોગિ સદ્ દ્રવ્યવાળો છે તેનો ભાવ તત્તા તે પણાથી ખેલસંચારો શરીરમાં થાય છે એમ અન્વય છે અથવા વીર્યથી=પૂર્વમાં વર્ણન કર્યું એવા વીર્યથી, સયોગી જીવને=મન-વચન-કાયાના વ્યાપારવાળા જીવને, દ્રવ્યતા=ખેલસંચાર આદિ પ્રત્યે હેતુભાવ, તેનાથી શરીરમાં ખેલસંચાર થાય છે એમ સંબંધ છે.
ગાળીઓ થ્રિલેખ્ખ વેત્યાદ્દિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે અથવા અગ્નિ સ્પર્શ કરે અને કાયોત્સર્ગના આલંબનવાળા પોતાને ગુરુ આદિની અંતરાલ ભૂમિને=સ્થાપનાચાર્યની અંતરાલ ભૂમિને, કોઈક અવચ્છેદન કરે=વચમાંથી પસાર થાય, ત્યારે આગળ જવામાં કાયોત્સર્ગનો ભંગ નથી એમ સંબંધ છે, બોહિકા=મનુષ્ય સંબંધી ચોરો, ક્ષોભ=સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્રષ્કૃત ઉપદ્રવો, આદિ શબ્દથી ઘરના દીવાનું ગ્રહણ છે, દીર્ઘ=દીર્ઘકાયાવાળા સર્પાદિ, દંશ આપ્યો હોય તેના કારણે જ કોઈ પ્રવૃત્તિ કરે તો કાયોત્સર્ગનો ભંગ થતો નથી, તેથી તેઓના પ્રતિવિધાનમાં પણ=અગ્નિ આદિના સ્પર્શ વગેરેનો પ્રતિકાર કરવામાં પણ, કાયોત્સર્ગનો ભંગ નથી એ પ્રકારનો ભાવ છે.
ભાવાર્થ:
ઉસિત આદિ શબ્દો ઉચ્છ્વાસ આદિના અર્થમાં છે અને દેહના વ્યાપારોનો જે પરિહાર અશક્ય છે તેવી ઉચ્છવાસ આદિની ક્રિયાને છોડીને કાયોત્સર્ગ કરનાર મહાત્મા પ્રણિધાન કરે છે કે આ વગેરે અપવાદરૂપ આગારોને છોડીને મારો કાયોત્સર્ગ અભગ્ન થાવ=સંપૂર્ણ નાશ ન થાવ અને અવિ૨ાધિત થાવ= દેશથી ભંગ ન થાવ, તેથી તે શબ્દો દ્વારા જે મહાત્મા તે પ્રકારના પ્રણિધાનપૂર્વક આગળ કહેવાશે તે રીતે સ્થાન, મૌન અને ધ્યાનથી આત્માને વોસિરાવે છે તે મહાત્મા તેટલા આગારોને છોડીને સર્વ પ્રકારના કાયાના વ્યાપારનો ત્યાગ કરે છે, વચનથી મૌન ધારણ કરે છે અને મનમાં ચિંતનીય સૂત્રમાં ઉપયુક્ત થાય છે તેઓનો કાયોત્સર્ગ સર્વથા ભંગ થયો નથી અને વિરાધિત પણ થયો નથી, અને જેઓનો ઉપયોગ વચ્ચે
Page #87
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ વચ્ચે અન્યત્ર જાય છે તે તે અંશથી વિરાધિત થાય છે અને નિરપેક્ષ રીતે મન-વચન-કાયાને પ્રવર્તાવે છે, તેઓનો કાઉસ્સગ્ગ સર્વથા ભગ્ન થાય છે અને તેવો ભગ્ન અને વિરાધિત કાયોત્સર્ગ ન થાય તેને માટે આગારપૂર્વક પ્રસ્તુત સૂત્રથી પ્રણિધાન કરાય છે. ललितविस्तर :
तत्रानेन सहजास्तथा अल्पेतरनिमित्ता आगन्तवो नियमभाविनश्चाल्पाः बाह्यनिबन्धना बाह्याश्चातिचारजातय इत्युक्तं भवति, उच्छ्वासनिःश्वासग्रहणात् सहजाः, सचित्तदेहप्रतिबद्धत्वात्; कासितक्षुतजृम्भितग्रहणात् त्वल्पनिमित्ता आगन्तवः, स्वल्पपवनक्षोभादेस्तद्भावात्; उद्गारवातनिसर्गभ्रमिपित्तमूर्छाग्रहणात् पुनर्बहुनिमित्ता आगन्तव एव, महाजीर्णादेस्तदुपपत्तेः; सूक्ष्माङ्गखेलदृष्टिसंचारग्रहणाच्च नियमभाविनोऽल्पाः, पुरुषमात्रे सम्भवात् एवमाधुपलक्षितग्रहणाच्च बाह्यनिबन्धना बाह्याः, तद्द्वारेण प्रसूतेरिति उपाधिशुद्धं परलोकानुष्ठानं निःश्रेयसनिबन्धनमिति ज्ञापनार्थममीषामिहोपन्यासः। उक्तं चागमे, 'वयभङ्गे गुरुदोसो थेवस्सवि पालणा गुणकरी उ। गुरुलाघवं च णेयं, धम्ममि अओ उ आगारा।।१।।' इति। एतेनार्हच्चैत्यवन्दनायोद्यतस्योच्छ्वासादिसापेक्षत्वमशोभनम्, अभक्तेः, न हि भक्तिनिर्भरस्य क्वचिदपेक्षा युज्यते, इत्येतदपि प्रत्युक्तम्, उक्तवदभक्त्ययोगात्, तथाहि- का खल्वत्रापेक्षा? अभिष्वङ्गाभावात्, आगमप्रामाण्यात्, उक्तं च- “उस्सासं न निरंभइ, आभिग्गहिओ वि किमुय चेट्टाए?। . सज्जमरणं णिरोहे, सुहुमुस्सासं तु जयणाए।।' न च मरणमविधिना प्रशस्यत इति, अर्थहानेः, शुभभावनाद्ययोगात्, स्वप्राणातिपातप्रसङ्गात्, तस्य चाविधिना निषेधात्, उक्तं च'सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खिज्जा।
मुच्चइ अइवायाओ, पुणो विसोही न याऽविरई।।' कृतं प्रसंगेन। ललितविस्तरार्थ :
ત્યાં પ્રસ્તુત સૂત્રમાં, આના દ્વારા=ઉચ્છવસિત આદિ જે આગારો બતાવ્યા એના દ્વારા, સહજ અતિચાર જાતિઓ છે અને અલ્પ નિમિત્ત આગંતુક અતિચાર જાતિ છે, અલ્પથી ઈતર નિમિતવાળી આગંતુક અતિચાર જાતિઓ છે, નિયમભાવિ અલ્પ અતિચાર જાતિ અને બાહ્યનિબંધન બાહ્ય અતિચાર જાતિઓ છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે –
અતિચારના તે વિભાગને સ્પષ્ટ કરે છે – ઉચ્છવાસ-નિઃશ્વાસના ગ્રહણથી સહજ અતિચારની જાતિની પ્રાપ્તિ થાય છે; કેમ કે સચિત દેહ સાથે ઉચ્છવાસ-નિઃશ્વાસનું પ્રતિબદ્ધપણું છે, ખાંસી-છીંક-બગાસાના ગ્રહણથી વળી, અલ્પ નિમિત્તવાળા આગંતુક અતિચારોની જાતિ પ્રાપ્ત થાય છે, કેમ કે સ્વા પવનના ક્ષોભાદિથી તેનો ભાવ છે–દેહવર્તી અલ્પ પ્રકારના વાયુના સંચારથી ક્ષોભ થવાને કારણે ખાંસી આદિનો સભાવ
Page #88
--------------------------------------------------------------------------
________________
અશ્વત્થ સૂત્ર છે, ઓડકાર, વાયુનો નિસર્ગ, ભ્રમિ, પિસમૂચ્છના ગ્રહણથી વળી, બહુ નિમિત્તવાળી આગંતુક જ અતિચાર જાતિનું ગ્રહણ છે; કેમ કે મહા અજીર્ણ આદિથી તેની ઉપપત્તિ છે=ઓડકાર આદિની ઉપપત્તિ છે, સૂક્ષ્મ અંગસંચાર, ખેલસંચાર અને દષ્ટિસંચારના ગ્રહણથી નિયમભાવિ અલ્પ અતિચાર જાતિનું ગ્રહણ છે; કેમ કે પુરુષમાત્રમાં સંભવ છે અને વમવિ ઉપલક્ષિતના ગ્રહણથી=સૂત્રમાં પવનદિ શબ્દ છે તેના દ્વારા ઉપલક્ષિત અતિચારોના ગ્રહણથી, બાહ્ય નિબંધન બાહ્ય અતિચાર જાતિનું ગ્રહણ છે; કેમ કે તેના દ્વારા=બાહ્ય એવા અગ્નિ આદિ દ્વારા, પ્રસૂતિ છે=અતિચારની ઉપપત્તિ છે. ઉપાધિશુદ્ધ પરલોક અનુષ્ઠાન સર્વ અતિચારોરૂપ ઉપાધિથી રહિત પરલોકનું અનુષ્ઠાન, નિઃશ્રેયસનું કારણ બને છે=મોક્ષનું કારણ બને છે, એ જ્ઞાપન માટે આમનોકાયોત્સર્ગમાં પ્રાપ્ત થતા અતિચારોનો, અહીં પ્રસ્તુત સૂત્રમાં, ઉપવાસ છે=આગાર રૂપે ઉપન્યાસ છે, અને આગમમાં કહેવાયું છે – વ્રતભંગમાં ગુરુદોષ છે, થોડી પણ પાલના=વ્રતની થોડી પણ પાલના, ગુણને કરનારી છે અને ધર્મમાં ગુરુલાઘવ જાણવું, આથી જ આગારો છે. રતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે, આના દ્વારા= વ્રતભંગમાં ગુરુદોષ છે તેના પરિવાર માટે આગારો છે તેમ કહ્યું એના દ્વારા, આ પણ પ્રયુક્ત છે એમ આગળ સંબંધ છે, શું પ્રત્યુક્ત છે ? તે સ્પષ્ટ કરે છે – અરિહંતના ચૈત્યવંદન માટે ઉધત શ્રાવકને અને સાધુને ઉચ્છવાસ આદિનું સાપેક્ષપણું કાયોત્સર્ગમાં ઉચ્છવાસ આદિને છોડીને હું વોસિરાવું છું એ પ્રકારનું સાપેક્ષપણું, અશોભન છે; કેમ કે અભક્તિ છે, કિજે કારણથી, ભક્તિથી સભર જીવને કોઈ અપેક્ષા ઘટતી નથી=ઉચ્છવાસ આદિને છોડીને હું કાયોત્સર્ગ કરું છું એ અપેક્ષા ઘટે નહિ, પરંતુ સર્વથા કાયાનો ત્યાગ કરું છું એ પ્રકારે જ કાયોત્સર્ગ કરવો જોઈએ એ પણ કોઈકનું કથન નિરાકૃત છે; કેમ કે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે અભક્તિનો અયોગ છે=ગુરુ-લાઘવનું આલોચન કરીને અધિક ગુણના કારણને સેવવા માટે આગારપૂર્વક કાયોત્સર્ગ કરવાથી અભક્તિનો અયોગ છે, કેમ અભક્તિનો અયોગ છે ? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – અહીં=કાયોત્સર્ગમાં, આગારપૂર્વક પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં અપેક્ષા કઈ છે ? અર્થાત્ અપેક્ષા નથી; કેમ કે અભિવંગનો અભાવ છે–તે પ્રકારના આગારો સેવવા પ્રત્યેના રાગનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે જો તે પ્રકારના આગારને સેવવાના રાગનો ભાવ ન હોય તો આગાર કેમ રાખે છે? તેમાં બીજો હેતુ કહે છે –
આગમનું પ્રામાણ્ય છે=આગમના વચનનું અનુસરણ છે અને કહેવાયું છે – આભિગ્રહિક પણ અભિગ્રહવાળો પણ, ઉચ્છવાસનો વિરોધ કરે નહિ અથવા ચેષ્ટાનું શું કહેવું? નિરોધમાંsઉચ્છવાસ આદિના નિરોધમાં, તત્કાલ મરણ થાય, વળી, જયણાથી સૂક્ષમ ઉચ્છવાસ ગ્રહણ કરે. અને અવિધિથી મરણ પ્રશંસા કરતું નથી=મરણ થાય તે પ્રકારે આગાર વગર કાઉસ્સગ્ન કરાય એ પ્રશંસા કરાતું નથી; કેમ કે અર્થની હાનિ છે કાયોત્સર્ગ દ્વારા જે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત કરવું છે તેની હાનિ છે.
કેમ દઢ યત્નપૂર્વક મરણની પણ ઉપેક્ષા કરીને આગાર રહિત કાયોત્સર્ગ કરે તો અર્થની હાનિ છે? તેમાં હેતુ કહે છે –
Page #89
--------------------------------------------------------------------------
________________
૮
લલિતવિસ્તાર ભાગ-૩ શુભભાવના આદિનો પ્રયોગ છે=કાયોત્સર્ગની ક્યિા દ્વારા શુભભાવના અને શુભધ્યાનનો અયોગ છે.
આગાર વગર મરણની પણ ઉપેક્ષા કરીને કાયોત્સર્ગ કરે તેનાથી શુભભાવના આદિનો અયોગ કેમ છે? તેમાં હેતુ કહે છે –
પોતાના પ્રાણના અતિપાતનો પ્રસંગ છેઃઉચ્છવાસ આદિના અત્યંત નિરોધપૂર્વક કાયોત્સર્ગ કરવાથી પોતાના મૃત્યુનો પ્રસંગ છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મકલ્યાણ માટે યત્ન કરતાં કદાચ મૃત્યુ થાય તો શું વાંધો ? એથી કહે છે –
અને તેનો પ્રાણના ત્યાગનો, અવિધિથી નિષેધ છે અને કહેવાયું છે – સર્વત્ર સંયમનું રક્ષણ કરવું જોઈએ, સંયમથી આત્માનું જ રક્ષણ કરવું જોઈએ=બાહ્ય જીવરક્ષાના પાલનરૂપ સંયમને ગૌણ કરીને પોતાના જીવનનું જ રક્ષણ કરવું જોઈએ, અતિપાતથી મુકાય છે સંયમને ગૌણ કરીને આત્માનું રક્ષણ કરવાથી મૃત્યુથી મુકાય છે, ફરી વિશુદ્ધિ થાય છે અને અવિરતિ નથી. પ્રસંગથી સર્યું. ભાવાર્થ :
સૂત્રમાં બતાવેલા આગારો કેટલાક સહજ અતિચાર જાતિવાળા છે, જેમ ઉચ્છવાસ-નિઃશ્વાસનું ગ્રહણ કાયોત્સર્ગની મર્યાદાના ઉલ્લંઘનરૂપ કાયિકક્રિયા સ્વરૂપ છે, તેથી તેવા અતિચારની જાતિ પ્રતિજ્ઞામાં પ્રાપ્ત ન થાય માટે તેને છોડીને કાઉસ્સગ્ન કરવાની પ્રતિજ્ઞા કરાય છે, જેથી સહજ અતિચારોની પ્રાપ્તિ ન થાય, પરંતુ અણીશુદ્ધ પ્રતિજ્ઞાનું પાલન થાય.
વળી, કેટલાક અલ્પ નિમિત્તવાળા આગંતુક અતિચારની જાતિ છે, જેમ ઉધરસ, છીંક, બગાસું આવે તે મન-વચન-કાયાના ત્યાગપૂર્વક કાયોત્સર્ગની પ્રતિજ્ઞાથી વિપરીત આચરણા છે, તેથી તે અતિચારની જાતિ છે, તેના નિવારણ માટે તેને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
વળી, કેટલાક બહુ નિમિત્તવાળા આગંતુક અતિચારોની જાતિ છે; કેમ કે તેવા પ્રકારના અજીર્ણ આદિથી ઓડકાર આદિ ભાવો થાય છે, તેથી કાયોત્સર્ગકાળમાં પ્રતિજ્ઞાના ઉલ્લંઘનના રક્ષણ માટે તેવા આગારોને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
વળી, કેટલાક નિયમભાવિ અલ્પ અતિચારની જાતિ છે, જેમ સૂક્ષ્મ અંગસંચાર આદિ અવશ્ય થાય છે, જેથી તેના નિમિત્તે સ્વીકારેલ પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તેના માટે તેને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
વળી, કેટલાક બાહ્ય નિબંધન બાહ્ય અતિચારોની જાતિ પ્રાપ્ત થાય છે, જેમ કાયોત્સર્ગકાળમાં અગ્નિ સ્પર્શે તો તેનાથી રક્ષણ માટે કાયોત્સર્ગમાં જ દૂર ખસવું પડે, તેથી બાહ્ય એવા અગ્નિના કારણે તે પ્રકારે કાયોત્સર્ગથી વિપરીત બાહ્ય પ્રવૃત્તિ કરવી પડે ત્યારે પણ સ્વીકારેલી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય માટે તેને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે અલ્પકાલીન કાયોત્સર્ગમાં પણ આ પ્રકારે આગારો કેમ બતાવ્યા છે ? તેથી કહે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
ge
અન્નત્ય સૂત્ર
ઉપાધિશુદ્ધ પરલોકનું અનુષ્ઠાન મોક્ષનું કારણ છે તે બતાવવા માટે આગારોનો ઉપન્યાસ છે.
આશય એ છે કે જે પ્રકારની પ્રતિજ્ઞા કરેલી હોય તે પ્રતિજ્ઞાનાં સર્વ અંગોનું પૂર્ણ પાલન થાય તો તે અનુષ્ઠાનનાં સર્વ અંગોરૂપ ઉપાધિથી શુદ્ધ તે અનુષ્ઠાન બને અને તેવું અનુષ્ઠાન સેવવાથી જીવમાં દૃઢ પ્રતિજ્ઞાપાલનનો અધ્યવસાય પ્રગટે છે અને જેઓ દૃઢ પ્રતિજ્ઞાપૂર્વક તે તે અનુષ્ઠાન સેવે છે તેઓમાં તે અનુષ્ઠાનના સેવનના બળથી મોહ નાશ કરવાને અનુકૂળ અંતરંગ દૃઢવીર્ય ઉલ્લસિત થાય છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ બનશે, તેથી પ્રાજ્ઞ પુરુષને બોધ થાય છે કે કાયોત્સર્ગમાં જેનો પરિહાર અશક્ય છે તેને છોડીને હું કાયોત્સર્ગ કરું છું, માટે કાયોત્સર્ગકાળમાં જે પ્રકારના દૃઢ પ્રણિધાનપૂર્વક પ્રમાદના પરિહાર માટે ભગવાનની આજ્ઞા છે તે પ્રમાણે જ મારે કાયોત્સર્ગ ક૨વો જોઈએ, જેથી પ્રતિજ્ઞાના પૂર્ણ પાલનના બળથી મારામાં સત્ત્વ પ્રગટે. જો આગારો ન હોય તો વિચારકને અધ્યવસાય થાય કે જેમ કાયાને વોસિરાવવાની પ્રતિજ્ઞા કરીને પણ શ્વાસોચ્છ્વાસ આદિ ગ્રહણ થાય છે તેમ પ્રમાદવશ અન્ય પણ જે કંઈ સ્ખલના થાય છે છતાં હું સેવન કરું છું તેટલા અંશથી મારું અનુષ્ઠાન સફળ છે. વસ્તુતઃ પ્રતિજ્ઞાનું સર્વાંશથી પાલન જ સત્ત્વના સંચયનું અંગ છે, આથી જ જેઓમાં સર્વવિરતિના પાલનની શક્તિ નથી તેને પણ પોતાની શક્તિના પ્રકર્ષથી દેશવિરતિના અનુષ્ઠાનના પાલનની ભગવાનની આજ્ઞા છે અને તે રીતે જેઓ સ્વભૂમિકાના દેશવિરતિના આચારો અણિશુદ્ધ પાલન કરીને શક્તિસંચય થાય ત્યારે સર્વવિરતિનું ગ્રહણ કરીને સિંહની જેમ મોહરૂપશત્રુના નાશમાં મહા પરાક્રમવાળા થાય છે, તેથી તેઓની દેશિવરતિની થોડી પણ પાલના ગુણકરી બને છે અને જેઓ ઉપાધિશુદ્ધ અનુષ્ઠાન સેવવા માટે દૃઢ પ્રણિધાનવાળા નથી, માત્ર દેશવિરતિ કરતાં સર્વવિરતિ શ્રેષ્ઠ છે તેમ માનીને સર્વવિરતિ ગ્રહણ કરે છે અને દૃઢપાલનનું સત્ત્વ સંચય થયેલું નહિ હોવાથી ગુરુદોષો સેવીને મનુષ્યજન્મ પણ અફળપ્રાયઃ કરે છે, એથી ધર્મની પ્રવૃત્તિમાં ગુરુલાઘવની વિચારણા કરાય છે, જેથી જે પ્રવૃત્તિથી દૃઢ પ્રતિજ્ઞાના પરિણામરૂપ વીર્ય સંચય થાય તે ગુરુ અનુષ્ઠાન છે અને જેનાથી દૃઢવીર્ય સંચય ન થાય તે લઘુ અનુષ્ઠાન છે, આથી જ સુસાધુ પણ ઉત્સર્ગમાર્ગથી શમભાવમાં યત્ન કરી શકે ત્યારે અપવાદનું આલંબન લેતા નથી, પરંતુ અપવાદના સેવન વગર શમભાવના પરિણામમાં દૃઢ યત્ન થતો ન હોય ત્યારે તેના રક્ષણ માટે અપવાદ સેવે છે, તેથી શમભાવમાં દૃઢ યત્ન થવાથી મહાબલ સંચય થાય છે અને તે વખતે જો અપવાદના સેવન દ્વારા શમભાવમાં યત્ન ન કરવામાં આવે અને ઉત્સર્ગમાર્ગના સેવનના બળથી શમભાવના પરિણામની રક્ષા ન થાય તો શમભાવના દૃઢ સંસ્કારો દ્વારા જે દૃઢ વીર્યનો સંચય થાય તે થાય નહિ, માટે ધર્મનું અનુષ્ઠાન સ્વીકારવામાં અને તેના પાલનમાં ગુરુ-લાઘવનું આલોચન આવશ્યક છે, આથી જ અલ્પકાલીન એવા કાયોત્સર્ગમાં કે નવકારશી આદિ પચ્ચક્ખાણોમાં પણ આગારો છે.
આ કથનથી કોઈકનું વચન નિરાકૃત થાય છે, કોઈક શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે – ચૈત્યવંદન માટે તત્પર થયેલા મહાત્મા ઉચ્છ્વાસ આદિને છોડીને હું કાઉસ્સગ્ગ કરું છું એમ બોલે છે તેમાં ઉચ્છવાસ આદિના સેવનની અપેક્ષા રહે છે તે અપેક્ષા સુંદર નથી; કેમ કે જેને ભગવાન પ્રત્યે ભક્તિ હોય તેણે ભગવાનની ભક્તિમાં સર્વ શક્તિથી ઉદ્યમ ક૨વો જોઈએ, પરંતુ ઉચ્છ્વાસ આદિને છોડીને હું યત્ન કરીશ
Page #91
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
૭.
તે પ્રકારની અપેક્ષા રાખવી ઉચિત નથી. જેમ ભગવાનની ભક્તિના કાળમાં દેશ-મચ્છર આદિ ઉપદ્રવો થાય તોપણ તેની ઉપેક્ષા કરીને ભગવાનની ભક્તિ કરવાથી ભક્તિનો અતિશય થાય છે અને જો મચ્છર દંશાદિના પરિહારની અપેક્ષા રાખે તો તેટલા અંશથી ભક્તિની ન્યૂનતાની પ્રાપ્તિ થાય, તેથી ભગવાન પ્રત્યે ભક્તિથી સભર હૈયાવાળા મહાત્માએ હું ઉચ્છ્વાસ આદિને છોડીને યત્ન કરીશ એ પ્રકારની અપેક્ષા રાખવી ઉચિત નથી, આ પ્રકારનું કોઈકનું કથન નિરાકૃત છે; કેમ કે ઉપાધિશુદ્ધ અનુષ્ઠાનના પાલન માટે આગારો રખાય છે, પરંતુ ભગવાનની ભક્તિમાં ન્યૂનતાને કારણે આગારો રખાતા નથી અને ભગવાને કહેલું અનુષ્ઠાન પ્રતિજ્ઞા અનુસાર પૂર્ણ શુદ્ધ પાલન થાય, અપ્રમાદને અનુકૂળ વીર્યનો સંચય થાય તે માટે આગાર રખાય છે, આથી જ મચ્છર દેશ આદિના ઉપદ્રવમાં હું તેનો પરિહાર કરીશ એ પ્રકારનો આગાર રખાતો નથી; કેમ કે મચ્છર દંશ આદિના ઉપદ્રવમાં પણ દૃઢ વીર્યવાળા થઈને કાઉસ્સગ્ગમાં યત્ન કરવાથી જ ભક્તિનો અતિશય થાય છે, પરંતુ ઉચ્છ્વાસ આદિ આગારો તો પ્રતિજ્ઞાને અણિશુદ્ધ પાલન કરવા માટે રખાય છે, તેનાથી દૃઢ પ્રતિજ્ઞાપાલનનું વીર્ય સંચય થાય છે.
આગારપૂર્વક પ્રતિજ્ઞા કરવામાં અપેક્ષા નથી, તેથી અભક્તિનો યોગ નથી તે સ્પષ્ટ કરવા માટે કહે છે.
આગારમાં અપેક્ષા નથી; કેમ કે અભિષ્યંગનો અભાવ છે, જેમ મચ્છર આદિને દૂર કરવા માટે યત્ન કરાય ત્યાં અભિવૃંગની પ્રાપ્તિ છે, તેથી તેનો આગાર નથી, તેમ ઉચ્છ્વાસ આદિની ક્રિયા અભિષ્યંગથી થતી નથી, પરંતુ અશક્ય પરિહારરૂપ હોવાથી તેને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે ઉચ્છ્વાસ આદિને છોડીને હું કાઉસ્સગ્ગ કરું છું, તેથી ઉચ્છ્વાસ આદિ સેવન વિષયક રાગ છે તેમ પ્રાપ્ત થાય, માટે અભિષ્યંગ નથી તેમ કેમ કહી શકાય ? તેથી બીજો હેતુ કહે છે –
આગમનું પ્રામાણ્ય છે=આગમવચનનું અનુસરણ છે, આગમમાં કહ્યું છે કે અભિગ્રહવાળા પણ મહાત્મા ઉચ્છ્વાસનો નિરોધ કરે નહિ, પરંતુ યતનાથી સૂક્ષ્મ ઉચ્છ્વાસ ગ્રહણ કરે અને નિરોધથી સઘ મરણ થાય, તેથી તે આગમવચનનું અનુસરણ કરીને આગારો ૨ખાય છે, પરંતુ આગારના વિષયભૂત ઉચ્છ્વાસ આદિના સેવનના અભિષ્યંગથી આગારો ગ્રહણ કરાતા નથી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે ભગવાનની ભક્તિમાં ઉછ્વાસ આદિ સર્વ કાયવ્યાપારનો નિરોધ કરીને યત્ન કરવામાં આવે અને મૃત્યુ થાય તોપણ ભગવાન પ્રત્યેની ભક્તિ માટે તે કાયનિરોધ કરાયો છે, તેથી મરણમાં દોષ નથી, એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે -
અવિધિથી કરાયેલું મરણ પ્રશંસા કરાતું નથી, તેથી એ ફલિત થાય, કે શમભાવની વૃદ્ધિના અર્થી સાધુઓને શમભાવની વૃદ્ધિમાં અપ્રમાદભાવ થતો હોય તો તે મરણ પ્રશંસાપાત્ર છે, જેમ ઘાણીમાં પિલાનારા ૫૦૦ મહાત્માઓને મરણાંત ઉપસર્ગ થશે તેમ નેમનાથ ભગવાને સ્કંદકાચાર્યને કહેલ અને તે મરણથી તેઓ આરાધક થશે તેમ કહેલ; કેમ કે શમભાવની વૃદ્ધિની જ પ્રાપ્તિ થશે, તેથી તેવું મરણ શમભાવની વૃદ્ધિનું કારણ હોવાથી પ્રશંસાપાત્ર છે, પરંતુ કાયોત્સર્ગ કરવામાં શ્વાસનિરોધથી શમભાવની વૃદ્ધિ થતી નથી, પરંતુ ભગવાનની ભક્તિ દ્વારા શમભાવની વૃદ્ધિને અનુકૂળ જે કંઈ યત્ન થાય છે તે રૂપ
Page #92
--------------------------------------------------------------------------
________________
અન્ય સૂત્ર અર્થની હાનિ થાય છે, માટે તેનું મરણ પ્રશંસાપાત્ર બને નહિ.
કાઉસ્સગ્નમાં ઉચ્છવાસ આદિનો નિરોધ કરીને ધ્યાનમાં યત્ન કરવામાં આવે તેનાથી અર્થની હાનિ કેમ થાય છે? તેમાં યુક્તિ બતાવે છે –
શુભભાવનાનો અને શુભધ્યાનનો અયોગ છે અર્થાત્ કાયોત્સર્ગકાળમાં ભગવાનના ગુણોમાં જવાને અનુકૂળ યત્ન કરવાનું છોડીને ઉછુવાસ આદિના નિરોધમાં યત્ન કરવાથી શુભભાવનાની પ્રાપ્તિ થતી નથી કે શુભધ્યાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પોતાના પ્રાણત્યાગનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને અવિધિથી પ્રાણનો ત્યાગ કરવાનો નિષેધ છે; કેમ કે શ્વાસ નિરોધ કરીને પ્રાણનાશ થાય તેનાથી સમભાવના કંડકોની વૃદ્ધિ થતી નથી, પરંતુ મૂઢતાથી મનુષ્યભવ નિષ્ફળ કરાય છે, આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુએ સર્વત્ર છ કાયના પાલનરૂપ સંયમમાં યત્ન કરવો જોઈએ અને છ કાયનું પાલન અશક્ય જણાય ત્યારે પોતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ. આથી જ હિંસક પ્રાણી આદિ સન્મુખ આવતાં હોય ત્યારે જીવરક્ષાને અનુકૂળ યત્નને ગૌણ કરીને પણ મહાત્મા વૃક્ષાદિ ઉપર ચડીને પોતાના દેહનું રક્ષણ કરે છે અને પ્રાણના અતિપાતથી મુકાય છે, વળી, વૃક્ષ ઉપર ચડવામાં જે અયતના થઈ તેની વિશુદ્ધિ કરે છે, પરંતુ અવિરતિની પ્રાપ્તિ નથી.
આનાથી એ ફલિત થાય કે જે મહાત્માઓ શમભાવના કંડકની વૃદ્ધિ કરી શકે તેમ છે તે મહાત્માઓ પ્રાણને ગૌણ કરીને પણ ષટુ કાયના પાલનમાં યત્ન કરે છે. આથી જ કડવી તુંબડીને પરઠવવા ગયેલ મહાત્માએ તેને પાઠવવાથી થતી હિંસાને જોઈને તુંબડીનો આહાર કરીને પ્રાણનો ત્યાગ કર્યો, તેનાથી વૃદ્ધિ પામતા શમભાવના પરિણામના બળથી સર્વાર્થસિદ્ધની પ્રાપ્તિ થઈ અને જે મહાત્મા તેવા સંયોગમાં શમભાવના પરિણામથી ભ્રંશ પામે તેમ છે તેઓ બાહ્ય જીવરક્ષાના યત્નને ગૌણ કરીને પણ પ્રાણરક્ષણ કરે છે અને રક્ષણ કરાયેલા પ્રાણવાળા તે મહાત્મા થયેલી હિંસાની આલોચનાથી શુદ્ધિ કરે છે અને શમભાવની વૃદ્ધિના અર્થી તેઓ બાહ્ય સંયમને ગૌણ કરે છે, તેનાથી અવિરતિની પ્રાપ્તિ થતી નથી, તેથી જે મહાત્માઓ કાયોત્સર્ગ દ્વારા શમભાવની વૃદ્ધિના અર્થી છે અને તેના માટે જ કાયોત્સર્ગ કરે છે અને ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞાનું અણિશુદ્ધ પાલન થાય તે માટે આગાર રાખે છે તે દોષરૂપ નથી અને મૂઢતાને વશ થઈને આગાર વગર પ્રતિજ્ઞા કરે અને તે પ્રતિજ્ઞાના પાલન માટે ઉચ્છવાસ આદિનો વિરોધ કરે તેનાથી મૃત્યુ થાય તે આગમ અનુસાર નહિ હોવાથી અવિધિથી મરણ છે, તેથી તેનાથી આજ્ઞાપાલનકૃત શુભભાવની વૃદ્ધિ થાય નહિ.
પ્રસંગથી સર્યું મારો કાઉસ્સગ્ગ અભગ્ન થાવ એમ કહ્યા પછી તે આગારો કેટલા ભેદવાળા છે તેની સ્પષ્ટતા કરી, ત્યારપછી આગાર રાખવાનું પ્રયોજન શું છે તે બતાવતાં કહ્યું કે ઉપાધિશુદ્ધ પરલોકનું અનુષ્ઠાન મોક્ષનું કારણ છે. એ બતાવવા માટે આગાર છે, તે સર્વ કથન પ્રાસંગિક છે તે અહીં પૂરું થાય છે તેમ બતાવીને સૂત્રના આગળના કથનનો પ્રારંભ કરતાં કહે છે. લલિતવિસ્તરા - कियन्तं कालं यावत् तिष्ठामीत्यत्राह- 'जाव अरिहंताणमित्यादि, यावदिति कालावधारणे,
Page #93
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩ अशोकाद्यष्टमहाप्रातिहार्यलक्षणां पूजामर्हन्तीत्यर्हन्तः, तेषामर्हताम्, भगः समग्रैश्वर्यादिलक्षणः, स विद्यते येषां ते भगवन्तः, तेषां सम्बन्धिना नमस्कारेण = 'नमो अरिहंताणं' ति अनेन, 'न पारयामि' =न पारं गच्छामि, तावत्किमित्याह- 'ताव कार्य ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि', तावच्छब्देन જ્ઞાનનિર્દેશમાહ, ‘જાવં’=વે, ‘સ્થાનેન’=ર્ધ્વસ્થાનેન હેતુભૂર્તન, તથા ‘મોનેન' વાનિરોધનક્ષળેન, તથા ‘ધ્યાનેન’-ધર્મધ્યાનાવિના, ‘અપ્પાળ તિ-પ્રાકૃતોત્યા આત્મીયમ્। અન્યે ન ૫૦ન્ચેવેનમાલાપમ્ 'वोसिरामि'='व्युत्सृजामि' = परित्यजामि, इयमत्र भावना- कायं स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य व्युत्सृजामि, नमस्कारपाठं यावत् प्रलम्बभुजो निरुद्धवाक्प्रसरः प्रशस्तध्यानानुगतस्तिष्ठामीति, ततः कायोत्सर्गं करोतीति, जघन्योऽपि तावदष्टोच्छ्वासमानः । લલિતવિસ્તરાર્થ :
૭૨
जाव
કેટલા કાળ સુધી હું રહું છું=કાયોત્સર્ગમાં રહું છું, એ પ્રકારના પ્રશ્નમાં કહે છે અરિહંતાળમિત્યાદિ, તેનો જ અર્થ સ્પષ્ટ કરે છે થાવત્ એ કાલ અવધારણમાં છે=કેટલા કાળ સુધી એ પ્રકારના અર્થમાં છે, અશોક આદિ અષ્ટ મહાપ્રતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે એ અરિહંતો છે, તે અરિહંતોને, ભગ=સમગ્ર ઐશ્વર્યાદિરૂપ ભગ, તે વિધમાન છે જેઓને તે ભગવંતો તેઓના સંબંધી નમસ્કારથી=નમો અરિહંતાણં એ પ્રકારના આનાથી, ન પારું=પારને પામું નહિ, ત્યાં સુધી શું ?=ત્યાં સુધી શું કરીશ ? એથી કહે છે – પોતાની કાયાને સ્થાનથી, મૌનથી, ધ્યાનથી ત્યાં સુધી વોસિરાવું છું, તાવત્ શબ્દથી કાળના નિર્દેશને કહે છે=તેટલા કાળ સુધી હું આ ત્રણ ક્રિયા દ્વારા મારી કાયાને વોસિરાવું છું એ પ્રકારે કાળના નિર્દેશને કહે છે, સ્થાનથી=હેતુભૂત એવા ઊર્ધ્વ સ્થાનથી=કાયોત્સર્ગના હેતુભૂત એવા ઊર્ધ્વસ્થાનથી, અને વાણીના નિરોધરૂપ મૌનથી અને ધર્મધ્યાનાદિ રૂપ ધ્યાનથી પોતાની કાયાને=દેહને, વોસિરાવું છું, અન્ય, આ આલાપકને=‘અપ્પાણં' એ આલાપને, બોલતા નથી જ, વોસિરામિ=હું ત્યાગ કરું છું.
—
-
-
અહીં=સ્થાનાદિ દ્વારા હું કાયાને વોસિરાવું છું એ કથનમાં, આ ભાવના છે સ્થાન, મૌન અને ધ્યાનની ક્રિયાને છોડીને યિાંતરના સેવનને આશ્રયીને કાયાનો હું ત્યાગ કરું છું, નમસ્કાર પાઠ સુધી પ્રલંબ ભુજાવાળો નિરુદ્ધ વાણીના પ્રસરવાળો પ્રશસ્ત ધ્યાનથી અનુગત રહું છું, તેથી કાયોત્સર્ગને કરું છું, જઘન્ય પણ આઠ ઉચ્છ્વાસ પ્રમાણ સુધી કાઉસ્સગ્ગ કરું છું એમ યોજન છે. ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે આ આગારોથી મારો કાઉસ્સગ્ગ અભગ્ન અવિરાધિત થાવ. હવે કેટલા કાળ સુધી હું કાઉસ્સગ્ગમાં રહીશ બતાવવા માટે કહે છે
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર દ્વારા હું પારને ન પામું=કાયોત્સર્ગની મર્યાદાને પૂર્ણ ન કરું, ત્યાં સુધી હું કાયોત્સર્ગમાં રહીશ, નવકારથી પા૨વાનું કહ્યું ત્યાં અરિહંત ભગવંત કેવા છે તેનું સ્મરણ કરે છે,
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૩
અન્નત્ય સૂત્ર
જગતમાં બુદ્ધિમાન એવા દેવોથી અને દેવેન્દ્રોથી અશોક આદિ અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે અરિહંતો છે અને સમગ્ર ઐશ્વર્યાદિરૂપ ભગ વિદ્યમાન છે જેઓને તે ભગવંત છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જેઓની પૂજાથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે માટે બુદ્ધિમાન એવા દેવો તેઓની વિશિષ્ટ પ્રકારના મહા પ્રાતિહાર્ય દ્વારા પૂજા કરે છે, વળી, તે ભગવાન અંતરંગ વીતરાગતા આદિ સંપૂર્ણ ઐશ્વર્યવાળા છે, તેથી તેવા ઉત્તમ પુરુષને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગના પારને ન પામું ત્યાં સુધી હું કાયોત્સર્ગમાં રહીશ. કઈ રીતે કાયોત્સર્ગમાં રહીશ ? તેથી કહે છે –
કાયાથી લટકતી ભુજાવાળો હું સ્થિરમુદ્રામાં રહીશ, વાણીથી સંપૂર્ણ મૌનને ધારણ કરીશ અને મનથી પ્રશસ્ત ધ્યાનને અનુગત એવો હું કાયોત્સર્ગકાળમાં રહીશ, તેથી જે મહાત્મા તે પ્રકારના પ્રતિસંધાનપૂર્વક ઉચ્છ્વાસ આદિના નિરોધમાં યત્ન કરવાનું છોડીને કાયાને નિષ્પ્રકંપ કરવા યત્ન કરે છે, વાણીથી સંપૂર્ણ મૌન ધારણ કરે છે અને મન દ્વારા કાયોત્સર્ગમાં ચિંતનીય સૂત્રમાં ચિત્તને સ્થાપન કરીને મનોયોગ પ્રવર્તાવે છે તેમના ચિત્તમાં જે પ્રકારે અરિહંત ચેઇયાણં સૂત્રથી પ્રતિસંધાન થયેલું તે પ્રમાણે વધતી જતી શ્રદ્ધાપૂર્વક અરિહંત ચૈત્યોના પૂજન આદિથી નિષ્પાદ્ય વીતરાગભાવને અનુકૂળ યત્નવાળું તેઓનું ચિત્ત બને છે અને અભ્યાસદશામાં ક્વચિત્ સ્ખલના થતી હોય તોપણ તે પ્રકારના યત્નથી સંપન્નદશાને પામીને ઉપાધિશુદ્ધ અનુષ્ઠાન ક૨વા માટે તે મહાત્મા સમર્થ બને છે અને પ્રસ્તુત સૂત્રથી જે કાયોત્સર્ગ કરાય છે તેમાં જઘન્યથી પણ આઠ ઉચ્છ્વાસનું પ્રમાણ છે તેનાથી ન્યૂન નથી.
લલિતવિસ્તરા :
इह च प्रमादमदिरामदापहतचेतसो यथावस्थितं भगवद्वचनमनालोच्य तथाविधजनासेवनमेव प्रमाणयन्तः पूर्वापरविरुद्धमित्थमभिदधति- 'उत्सूत्रमेतत्, साध्वादिलोकेनानाचरितत्वात्', एतच्चायुक्तम्, अधिकृतकायोत्सर्गसूत्रस्यैवार्थान्तराभावात्, उक्तार्थतायां चोक्ताविरोधात् । अथ 'भवत्वयमर्थः कायोत्सर्गकरणे, न पुनरयं स' इति। किमर्थमुच्चारणमिति वाच्यम्, वन्दनार्थमिति चेत्, न, अतदर्थत्वात्; अतदर्थोच्चारणे चातिप्रसङ्गात्, कायोत्सर्गयुक्तमेव वन्दनमिति चेत्, कर्तव्यस्तर्हि स इति, भुजप्रलम्बमात्रः क्रियत एवेति चेत्, न, तस्य प्रतिनियतप्रमाणत्वात्; चेष्टाभिभवभेदेन द्विप्रकारत्वात्, उक्तं च
'सो उस्सग्गो दुविहो, चेट्ठाए अभिभवे य णायव्वो । મિવવાયરિયાફ પઢમો, ૩સ્લમિો(પ્ર૦ ૩)નો વીઓ।।'
अयमपि चानयोरेवान्यतरः स्यात्, अन्यथा कायोत्सर्गत्वायोगः, न चाभिभवकायोत्सर्ग एषः, तल्लक्षणायोगात्, एकरात्रिक्यादौ तद्भावात्; चेष्टाकायोत्सर्गस्य चाणीयसोऽप्युक्तमानत्वात्, उक्तं
-
દેસસમુદ્દેશે, સત્તાવીસ અનુળળિયા ।
अट्ठेव य उस्सासा, पट्ठवणपडिक्कमणमाई ।।'
Page #95
--------------------------------------------------------------------------
________________
७४
લલિતવિસ્તરા ભાગ-૩ __'अत्रायं न गृहीत इति' चेत्, न, 'आदि' शब्दावरुद्धत्वाद्, उपन्यस्तगाथासूत्रस्योपलक्षणत्वाद्, अन्यत्रापि चागमे एवंविधसूत्रादनुक्तार्थसिद्धेः, उक्तं च'गोसमुहणंतगादी, आलोइय देसिए य अइयारे। सव्वे समाणइत्ता, हियए दोसे ठवेज्जाहि।।१।।'
अत्र मुखवस्त्रिकामात्रोक्तेः 'आदि' शब्दाच्छेषोपकरणादिपरिग्रहोऽवसीयते, सुप्रसिद्धत्वात् प्रतिदिवसोपयोगाच्च न भेदेनोक्त इति, 'अनियतत्वाद् दिवसातिचारस्य युज्यत एवेहादिशब्देन सूचनं, नियतं च वन्दनं, तत्कथं तदसाक्षाद्ग्रह इति' चेत्, न, तत्रापि रजोहरणाद्युपधिप्रत्युपेक्षणस्य नियतत्वात्, 'समानजातीयोपादानादिह एतद्ग्रहणमस्त्येव, समानजातीयं च मुखवस्त्रिकायाः शेषोपकरणमिति' चेत्, तत्रापि तन्मानकायोत्सर्गलक्षणं समानजातीयत्वमस्त्येवेति मुच्यतामभिनिवेशः।
न चेदं साध्वादिलोकेनानाचरितमेव, क्वचित्तदाचरणोपलब्धः, आगमविदाचरणश्रवणाच्च, न चैवंभूतमाचरितमपि प्रमाणं, तल्लक्षणायोगात्, उक्तं च'असढेण समाइण्णं जं कत्थइ केणई असावज्ज। ण णिवारियमन्नेहि य बहुमणुमयमेयमायरियं ।।१।।'
न चैतदसावधं सूत्रार्थविरोधात्, सूत्रार्थस्य प्रतिपादितत्वात्, तस्य चाधिकतरगुणान्तरभावमन्तरेण तथाकरणविरोधात्, न चान्यैरनिवारितं, तदासेवनपरैरागमविद्भिर्निवारितत्वात्, अत एव न बहुमतमपीति भावनीयम्, अलं प्रसंगेन, यथोदितमान एवेह कायोत्सर्ग इति। ललितविस्तरार्थ :
અને અહીં કાયોત્સર્ગનું જઘન્ય કાલમાન આઠ ઉચ્છવાસ પ્રમાણ છે એમ કહ્યું એમાં, પ્રમાદમદિરાના મદથી હણાયેલા ચિત્તવાળાઓ યથાવસ્થિત ભગવાનના વચનનું આલોચન નહિ કરીને તેવા પ્રકારના લોકોના આસેવનને જ પ્રમાણ કરતાં=પોતાના મનસ્વીપણાથી કાયોત્સર્ગ કરનારા લોકના આસેવનને જ પ્રમાણ કરતાં, પૂર્વ-અપર વિરુદ્ધ આ પ્રમાણે કહે છે=આગળ બતાવે છે એ પ્રમાણે કહે છે – આ=કાયોત્સર્ગનું જઘન્યથી માન આઠ ઉચ્છવાસ છે એ, ઉસૂત્ર છે; કેમ કે સાધુ આદિ લોકથી અનાચરિતપણું છે અને આ=પ્રમાદી લોકોથી કહેવાયેલું કથન, અયુક્ત છે; કેમ કે અધિકૃત કાયોત્સર્ગ સૂત્રના જ અર્થાતરનો અભાવ છે અને ઉક્તાર્થતામાં ઉક્તનો અવિરોધ છે=આઠ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનો અવિરોધ છે.
ગળથી પૂર્વપક્ષી કહે છે પ્રમાદી પોતાના થનનું સમર્થન કરવા માટે કહે છે – કાયોત્સર્ગકરણમાં આ અર્થ હો=નિયત પ્રમાણ કાયોત્સર્ગરૂપ વંદનાદિ અર્થ હો, પરંતુ આનંદંડકાર્થ, તે નથી-તે डायोत्सर्ग नथी, 'इति' शE प्रमाहीना थिननी समाप्ति भाटे छे.
Page #96
--------------------------------------------------------------------------
________________
અન્નત્ય સૂત્ર
૭૫ પૂર્વપક્ષીએ કહ્યું કે દંડકનો અર્થ તે કાયોત્સર્ગ નથી તેને ગ્રંથકારશ્રી કહે છે –
કયા અર્થે ઉચ્ચારણ છે?=પ્રસ્તુત દંડક કાયોત્સર્ગ અર્થે ઉચ્ચારણ નથી તો કયા અર્થે છે એ પૂર્વપક્ષીએ કહેવું જોઈએ, જો પૂર્વપક્ષી કહે કે વંદનાર્થે ઉચ્ચાર છે=ભગવાનને વંદન કરવા માટે પ્રસ્તુત દંડકનું ઉચ્ચારણ છે, કાયોત્સર્ગ માટે નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે –
એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તે બરાબર નથી; કેમ કે અતદર્થપણું છે=“અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ' એ સૂત્રનો અર્થ વંદનાર્થપણું નથી, પરંતુ કાયોત્સર્ગ અર્થપણું છે અને અતદર્થના ઉચ્ચારણમાં અતિપ્રસંગ છે=વંદનાર્થ એ પ્રકારનું ઉચ્ચારણ નહિ હોવા છતાં વંદનાર્થ ઉચ્ચારણ છે એમ સ્વીકારવામાં દરેક સૂત્રને વંદનાર્થ સ્વીકારવાનો અતિપ્રસંગ છે.
અહીં પ્રમાદ અવષ્ટબ્ધ પૂર્વપક્ષી કહે છે કે કાયોત્સર્ગયુક્ત જ વંદન છે=અરિહંત ચેઈચાણ સૂત્રરૂપ દંડકનો અર્થ કાયોત્સર્ગયુક્ત જ વંદન છે એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તે=કાયોત્સર્ગ, કર્તવ્ય છે, અહીં પૂર્વપક્ષી કહે કે ભુજાના પ્રલંબમાત્ર કાયોત્સર્ગ કરાય છે જ=અરિહંત ચેઇયાણ દંડક સૂત્ર બોલીને ભુજાના પ્રલંબમાત્ર કાયોત્સર્ગ કરાય છે જ, તેથી કાયોત્સર્ગયુક્ત જ વંદન દંડક સૂત્રનો અર્થ છે, તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે તેનું=પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાઉસ્સગ્ગનું, પ્રતિનિયત પ્રમાણપણું છે=માત્ર ભુજાને લટકતી કરીને કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેવારૂપ કાઉસ્સગ્ગ નથી, પરંતુ તે તે કાઉસ્સગ્ન જે જે ઉચ્છવાસથી પ્રતિનિયત છે તે તે પ્રમાણવાળો તે કાઉસ્સગ્ગ છે. કેમ તે કાઉસ્સગ્ગ ભુજાપ્રલંબમાત્રરૂપ નથી, પરંતુ પ્રતિનિયત પ્રમાણવાળો છે ? તેમાં હેતુ કહે છે – ચેષ્ટા અને અભિભાવના ભેદથી બે પ્રકારપણું છે કાયોત્સર્ગનું બે પ્રકારપણું છે, અને કહેવાયું છે – તે ઉત્સર્ગ કાયોત્સર્ગ, ચેષ્ટામાં અને અભિભવમાં બે પ્રકારનો જાણવો, ભિક્ષાચર્યાદિમાં પ્રથમ છે, ઉત્સર્ગના અભિયોજનમાં બીજોઅભિભવ કાયોત્સર્ગ છે. અને આ પણ=પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાઉસ્સગ્ગ પણ, આ બેમાંથી જ અન્યતર થાય, અન્યથા=બે પ્રકારના કાઉસગ્ગમાં તેનો અંતર્ભાવ કરવામાં ન આવે તો, કાયોત્સર્ગપણાનો અયોગ છેeતેને કાયોત્સર્ગ સ્વીકારી શકાય નહિ, અને આ=પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાયોત્સર્ગ, અભિભવ કાયોત્સર્ગ નથી; કેમ કે તેના લક્ષણનો અયોગ છે=અભિભવ કાયોત્સર્ગના લક્ષણનો અયોગ છે.
પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાયોત્સર્ગમાં કેમ અભિભવ કાયોત્સર્ગના લક્ષણનો અયોગ છે ? તેમાં હેતુ કહે છે –
એક રાત્રિકી આદિ પ્રતિમામાં તેનો ભાવ છે અભિભવ કાયોત્સર્ગનો સદ્ભાવ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાઉસ્સગ્નને ચેષ્ટા કાઉસ્સગ્ગ સ્વીકારીએ તોપણ તેનાથી આઠ શ્વાસોચ્છવાસ માનની કઈ રીતે સિદ્ધિ થાય ? તેમાં હેતુ કહે છે –
Page #97
--------------------------------------------------------------------------
________________
લલિતવિક્તા ભાગ-૩ અને ચેષ્ટા કાયોત્સર્ગનું જઘન્યથી પણ ઉક્તમાનપણું છે=આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ ઉક્તમાનપણું છે, અને કહેવાયું છે - ઉદ્-સમુદેસમાં સત્યાવીશ=ઉદ્દે-સમુદ્રમાં જે કાઉસ્સગ્ન કરાય છે તે સત્યાવીશ ઉચ્છવાસ પ્રમાણ હોય છે, અનુજ્ઞામાં સત્યાવીશ ઉચ્છવાસ પ્રમાણ હોય છે, પ્રસ્થાપન કાર્ય નિમિતે સાધુ જતા હોય અને કોઈ અલના થાય તો આઠ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ન કરે અને પ્રતિક્રમણમાં કાલના પ્રતિક્રમણમાં, આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ગ કરે, આદિ શબ્દથી અન્યનું ગ્રહણ છે. અહીં સસમુલે એ ઉદ્ધરણની ગાથામાં, આ=વંદનાર્થ કાઉસ્સગ્ગ, ગ્રહણ કરાયો નથી અર્થાત્ તેમાં વંદનાર્થે આઠ ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો જોઈએ તેમ કહેલ નથી માટે તેનું ગ્રહણ પ્રસ્તુત સૂગથી થાય નહિ માટે ભુજાના પ્રલંબ માત્ર જ કાઉસ્સગ્ગ છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે આદિ શબ્દથી અવરુદ્ધપણું છે=ઉદ્ધરણની ગાથામાં પdવધારવામામાં રહેલા આદિ શબ્દથી ગૃહીતપણું છે.
અહીં પ્રશ્ન થાય કે આદિ શબ્દથી પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાઉસ્સગ્નનું ગ્રહણ છે એ કેમ નક્કી થાય? તેમાં હેતુ કહે છે –
ઉપન્યાસ કરાયેલ ગાથાસૂત્રનું ઉપલક્ષણપણું છે=ઉદ્દેશ-સમુદેસવાળી ગાથા જે કહેવાયેલી છે તે ગાથાસૂત્રનું ઉપલક્ષણપણું હોવાથી આદિ શબદથી દંડકાર્થ સૂત્રના કાઉસ્સગ્ગનું ગ્રહણ છે અને અન્યત્ર પણ આગમમાં આવા પ્રકારના સૂત્રથી અનુક્ત અર્થની સિદ્ધિ છે=સૂત્રમાં સાક્ષાત્ કહેલું ન હોય તોપણ આદિ શબદથી તેના ગ્રહણની સિદ્ધિ છે, કયા સિદ્ધિ છે? તે થી સ્પષ્ટ કરે છે – અને કહેવાયું છે – સવારથી માંડીને મુખવત્રિકાદિના વિષયમાં દેવસિક અતિચારોનું આલોચન કરીને સર્વ અતિચારોને સમાપ્ત કરીને=બુદ્ધિના અવલોકન દ્વારા આટલા અતિયારો છે એ પ્રમાણે નિર્ણય કરીને, દોષોને અતિચારોને, હૃદયમાં સ્થાપે=આલોચના કરવા માટે હૃદયમાં સ્થાપે. અહીં=ઉદ્ધરણની ગાથામાં, મુખવત્રિકા માત્રની ઉક્તિ હોવાથી આદિ શબદથી શેષ ઉપકરણ આદિનું ગ્રહણ જણાય છે; કેમ કે સુપ્રસિદ્ધપણું છે અને પ્રતિદિવસમાં ઉપયોગ છે–પ્રતિદિવસ પડિલેહણ વખતે સાધુ મુહપતિના પડિલેહણ પછી ક્રમસર અન્ય વસ્ત્રોનું પડિલેહણ કરે છે માટે પ્રતિદિવસ ઉપયોગ છે, તેથી ભેદથી કહેવાયું નથી=મુહપત્તિ કરતાં અન્ય ઉપકરણ આદિનું ભેદથી ગ્રહણ કરાયું નથી, અહીં પૂર્વપક્ષી કહે કે દિવસના અતિચારનું અનિયતપણું હોવાને કારણે=દિવસની સર્વ પ્રવૃત્તિઓમાં અતિચાર થાય તેવું નિયતપણું નથી પરંતુ દિવસની તે તે પ્રવૃત્તિમાંથી કોઈક પ્રવૃત્તિમાં અતિવાસ્નો સંભવ છે તેથી દિવસના અતિચાનું અનિચતપણું હોવાને કારણે, અહીંનો સમુદ ઈત્યાદિ ગાથામાં, આદિ શબ્દથી સૂચન ઘટે છે જ અને વંદન નિયત છે=અરિહંત ચેઇયાણ સૂત્રથી કરાતું વંદન આઠ ઉચ્છવાસમાં નિયત છે, તો કેમ તેનો અસાક્ષા ગ્રહ છે?==સમુદે ઈત્યાદિ ગાથામાં સાક્ષાત્ કેમ કહેલ નથી ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે ત્યાં પણ સવારના મુહપતિ આદિનું પડિલેહણ થાય છે ત્યાં પણ, રહરણાદિ ઉપધિના પડિલેહણનું નિયતપણું છે. (માટે જેમ સમુમાં આદિ પદથી રજોહરણાદિનું
Page #98
--------------------------------------------------------------------------
________________
અન્નત્ય સૂત્ર ગ્રહણ છે તેમ પદ્વવાડિમાનામાં આદિ પદથી દંડક સૂત્રના કાઉસ્સગ્નનું માન આઠ ઉચ્છવાસનું ગ્રહણ છે.) સમાનાજાતીયના ગ્રહણથી અહીં=સમુહ ઈત્યાદિ સૂત્રમાં, આનું રજોહરણ આદિ ઉપધિનું, ગ્રહણ છે જ અને મુખવત્રિકાનું સમાન જાતીય શેષ ઉપકરણ છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ત્યાં પણ સામુ ઈત્યાદિ ગાથામાં પણ, તમાન કાયોત્સર્ગરૂપ=આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગરૂપ, સમાનાતીયપણું છે જ=ાઈવ - પરિવરનામાની જેમ પ્રસ્તુત દંડક સૂત્રનું સમાન પ્રમાણ કાયોત્સર્ગપણું છે, એથી અભિનિવેશનો ત્યાગ કરાવો પ્રસ્તુત દંડક સૂત્રના કાઉસ્સગ્ગમાં ભુજાના પ્રલંબમાત્ર કરાય છે પરંતુ આઠ ઉચ્છવાસ પ્રમાણ નથી એ પ્રકારના આગ્રહનો પૂર્વપક્ષી ત્યાગ કરે.
અને આ પ્રસ્તુત દંડક સૂત્રનો કાઉસ્સગ્ન આઠ ઉચ્છવાસ છે એ, સાધુ આદિ લોકથી અનાચરિત જ નથી; કેમકે કોઈક ઠેકાણે કોઈક સાધુ-શ્રાવકોમાં, તેના આચરણની ઉપલબ્ધિ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે કોઈક સાધુ કે શ્રાવક જે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે, તેમ કોઈક સાધુ કે શ્રાવક ભુજાના પ્રલંબમાત્રરૂપ જ કાયોત્સર્ગ કરે છે માટે કેટલાક સાધુ-શ્રાવકોની આચરણાથી આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ જ કર્તવ્ય છે તેમ સિદ્ધ થાય નહિ, તેથી બીજો હેતુ કહે છે –
આગમના જાણનારાઓની આચરણાનું શ્રવણ છે=આગમના જાણનારાઓ પ્રસ્તુત દંડક સૂત્રથી આઠ શ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે એ શ્રવણ છે, અને આવા પ્રકારનું આચરિત પણ પ્રમાણ નથી કેટલાક સાધુ અને શ્રાવક ભુજાપલંબમાત્ર કાઉસ્સગ્ન કરે છે એવા પ્રકારનું આચરિત પણ પ્રમાણ નથી; કેમ કે તેના લક્ષણનો અયોગ છે કેટલાક સાધુઓ અને શ્રાવકો આઠ શ્વાસોચ્છવાસને છોડીને ભુજાના પ્રલંબમાગરૂપ કાયોત્સર્ગ કરે છે તેમાં સુવિહિતની પરંપરારૂપ લક્ષણનો અયોગ છે, અને કહેવાયું છે – અશઠ વડે જે આચરાયેલું કોઈક સ્થાનમાં કોઈક કૃત્ય અસાવધ છે, અન્ય વડે નિવારણ કરાયું નથી અને આ આચરિત બહુને અનુમત છે.
પૂર્વમાં કહ્યું કે ભુજાના પ્રલંબમાત્રરૂપ કાયોત્સર્ગની આચરણામાં સુવિહિતની પરંપરાનું લક્ષણ નથી, માટે પ્રમાણભૂત નથી, ત્યારપછી સુવિહિતની પરંપરાનું લક્ષણ શું છે તેમાં સાક્ષીરૂપે ઉદ્ધરણ બતાવ્યું અને તે કથનમાં ત્રણ વસ્તુ કહેલ – જે અસાવદ્ય હોય, અન્ય વડે અનિવારિત હોય અને અન્ય બહુ સુવિહિતોને અનુમત હોય તે સુવિહિતની પરંપરારૂપ આચરણ છે અને તે ત્રણ અંગો ભુજાના પ્રલંબમાત્રરૂપ કાઉસ્સગ્નમાં ઘટતાં નથી, તે સ્પષ્ટ કરતાં કહે છે –
અને આ=ભુજાના પ્રલંબમાગરૂપ આચરિત, અસાવધ નથી અર્થાત્ સાવધ છે; કેમ કે સૂત્રના અર્થનો વિરોધ છે. કેમ સૂત્રના અર્થનો વિરોધ છે ? તેમાં હેતુ કહે છે –
સૂત્રના અર્થનું પ્રતિપાદિતપણું છે–પૂર્વમાં બતાવેલું કે બે પ્રકારના કાયોત્સર્ગ છે અને ચેષ્ટા કાયોત્સર્ગ ઉચ્છવાસ પ્રમાણ હોય છે અને તે જઘન્ય આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે તે સ્વાર્થનું
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૮
લલિતવિસ્તરા ભાગ-૩
પ્રતિપાદિતપણું છે.
અહીં પ્રશ્ન થાય કે બે પ્રકારના કાઉસ્સગ્નમાં જેમ અભિભવ કાઉસ્સગ્ગ શ્વાસોચ્છવાસના પ્રમાણ વગર એક રાત્રિની આદિ પ્રતિમામાં કરાય છે, તેમ પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાયોત્સર્ગ પણ આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ ન ગ્રહણ કરતાં ભુજાના પ્રલંબમાત્ર સ્વીકારી શકાશે, તેના નિવારણ માટે કહે છે –
અને તેનું શ્વાસોચ્છવાસના પ્રમાણને છોડીને કરાતા કાઉસ્સગ્ગનું, અધિકતર ગુણાંતરના ભાવ વગર તે પ્રકારે કરણમાં વિરોધ છે અભિભવ કાયોત્સર્ગ વિશિષ્ટ સ્થ માટે કરાય છે તેવા ગુણાંતરનું કારણ ન હોય ત્યારે ચેષ્ટા કાયોત્સર્ગ કરાય છે અને તે ચેષ્ટા કાયોત્સર્ગને અભિભવ કાયોત્સર્ગ સમાન શ્વાસોચ્છવાસ છોડીને કરવામાં આવે તો સૂત્રનો વિરોધ છે. (માટે તે પ્રકારના કાઉસ્સગ્નનું કરણ અસાવધ નથી, પરંતુ સાવધ જ છે.) અને અન્યો વહે અનિવારિત નથી=પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાઉસ્સગ્ગ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણને ગ્રહણ કર્યા વગર ભુજપ્રલંબમાત્ર જે કરાય છે તે અન્ય સુવિહિતો વહે અનિવારિત નથી; કેમ કે તેના આસેવનમાં તત્પર એવા આગમના જાણનારા સુવિહિતો વડે નિવારિતપણું છે=આગમ અનુસાર કાયોત્સર્ગના સેવનમાં તત્પર એવા આગમના જાણનારાઓ વડે નિવારણ કરાયું છે, આથી જ બહુમત પણ નથી=બધા સુવિહિતોને સંમત પણ નથી, એ પ્રમાણે ભાવન કરવું જોઈએ, પ્રસંગથી સર્યું, અહીં=પ્રસ્તુત દંડકમાં, યથા ઉદિતમાનવાળો જ=આઠ ઉચ્છવાસ પ્રમાણવાળો જ, કાયોત્સર્ગ છે.
પંજિકા -
'उक्तार्थे त्यादि, उक्तो व्याख्यातः कायोत्सर्गलक्षणो अर्थः अभिधेयं, यस्य प्रकृतदण्डकस्य तद्भावस्तत्ता, तस्यां, 'च' पुनरर्थे; 'उक्ताविरोधात्'=अष्टोच्छ्वासमानकायोत्सर्गाविरोधात्।
'अथेति पराकूतसूचनार्थः, 'भवतु' प्रवर्त्तताम्, 'अयं नियतप्रमाणकायोत्सर्गलक्षणो, 'अर्थः' वन्दनाद्यर्थः 'कायोत्सर्गकरणे' अभ्युपगम्यमाने, एवं तर्हि किमत्र क्षुण्णमिति? आह- 'न पुनः'=न तु, 'अयं' दण्डकार्थः,
'=ોત્સા, “ક્તિઃ' પરવવ્યતામાર્થ પંજિકાર્ય :
“સાર્વે'સાહિ. પરંવધ્યતાના | સર્વેરિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – શબ્દ પુનઃ અર્થમાં છે, તેથી વળી, ઉક્ત=વ્યાખ્યાન કરાયેલ, કાયોત્સર્ગરૂપ અર્થ છે અભિધેય છે, જે પ્રસ્તુત દંડકને તે ઉક્તાર્થવાળો છે તેનો ભાવ તતા=ક્તિાર્થતા, તેમાંaઉક્તાર્થતામાં, ઉક્તનો અવિરોધ હોવાથી=આઠ ઉચ્છવાસમાન કાયોત્સર્ગનો અવિરોધ હોવાથી, અધિકૃત કાયોત્સર્ગ સૂત્રનો અવ્ય અર્થ નથી, પરંતુ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે એમ યોજન છે.
ગઈ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે અને પરના ઈરાદાના સૂચન અર્થવાળું છે અર્થાત કાયોત્સર્ગ વિષયમાં પ્રમાદમદિરાવાળા જે કહે છે તેના ઇરાદાના સૂચન અર્થવાળું છે, આ=નિયત પ્રમાણ
Page #100
--------------------------------------------------------------------------
________________
૭૯
અન્નત્થ સૂત્ર કાયોત્સર્ગરૂપ અર્થ=વંદનાદિ અર્થ, સ્વીકારાતા કાયોત્સર્ગ કરણમાં હો=પ્રવર્તી, તેને ગ્રંથકારશ્રી કહે છે. આ રીતે તો=લિયત પ્રમાણવાળો કાયોત્સર્ગ પૂર્વપક્ષી સ્વીકારે તો, અહીં શું વિરોધ છે? અર્થાત્ પૂર્વપક્ષીએ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ સ્વીકારવો જોઈએ, એથી કહે છે પૂર્વપક્ષી કહે છે. વળી, આ=દંડકનો અર્થ, તે નથી કાયોત્સર્ગ નથી, પતિ શબ્દ પર વક્તવ્યતાના સમાપ્તિ અર્થવાળો છે. ભાવાર્થ :
કેટલાક જીવો શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરવામાં પ્રમાદી હોય છે, એટલું જ નહિ પણ શાસ્ત્રના અર્થો વિચારવામાં પણ પ્રમાદવાળા હોય છે. તેવા પ્રમાદરૂપ મદિરાના મદથી હણાયેલા ચિત્તવાળા તે જીવો તે પ્રકારના લોકોની આચરણાને જ પ્રમાણ કરે છે, પરંતુ ભગવાનના વચનને યથાસ્થિત આલોચન કરતા નથી; કેમ કે પ્રમાદરૂપી મદિરાનો મદ ચડેલો હોવાથી હિતાહિતની વિચારણામાં તેઓની બુદ્ધિ કુંઠિત હોય છે, તેથી આ પ્રમાણે પૂર્વ-અપર વિરુદ્ધ કહે છે અર્થાત્ અરિહંત ચેઇયાણ દંડક અને અન્નત્થ સૂત્ર બોલીને જે કાઉસ્સગ્ન કરે છે તે સૂત્રમાં બોલાતા અર્થથી પ્રાપ્ત થતા ભાવનું યથાર્થ પ્રતિસંધાન કરતા નથી, તેથી સૂત્રમાં જે પૂર્વમાં બોલે છે તેનાથી વિરુદ્ધ આ પ્રમાણે કહે છે, તેથી તેઓનું કથન પૂર્વ-અપર વિરુદ્ધ છે. શું કહે છે? તે સ્પષ્ટ કરે છે –
કાયોત્સર્ગમાં આઠ ઉછુવાસ પ્રમાણ જે જઘન્ય કાઉસ્સગ્ગ છે એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું એ ઉસૂત્ર છે, કેમ ઉસૂત્ર છે તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – સાધુલોકથી અને શ્રાવકલોકથી અનાચરિતપણું છેઃ વર્તમાનમાં સાધુ અને શ્રાવક લોકો પ્રસ્તુત દંડકથી જે કાયોત્સર્ગ કરે છે તે આઠ ઉચ્છવાસ પ્રમાણ કરતા નથી, માટે તે પ્રમાણે આચરણ કરવું જોઈએ નહિ અને તેમ જેઓ કરે છે તે ઉત્સુત્ર છે, તેને ગ્રંથકારશ્રી કહે
પૂર્વપક્ષીનું આ કથન અયુક્ત છે. કેમ અયુક્ત છે તેમાં હેત કહે છે – અધિકૃત કાયોત્સર્ગને કહેનાર જે પ્રસ્તુત દંડક સૂત્ર છે તેનો અન્ય અર્થ થઈ શકતો નથી. કેમ થઈ શકતો નથી ? તેમાં હેતુ કહે છે – પૂર્વમાં કહ્યું એ પ્રમાણે દંડક સૂત્રનો અર્થ કરાયે છતે આઠ શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગનો વિરોધ નથી; કેમ કે પ્રસ્તુત સૂત્રમાં બોલાય છે કે અરિહંત ભગવંતોનાં વંદન, પૂજન, સત્કાર આદિથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ મને પ્રસ્તુત કાયોત્સર્ગથી મળો, તેથી પ્રતિનિયત ફળ મેળવવા માટે કાયોત્સર્ગ કરાય છે, માટે ચેષ્ટા કાયોત્સર્ગ છે અને ચેષ્ટા કાયોત્સર્ગ પ્રતિનિયત પ્રમાણવાળો જ હોય છે, તેથી પ્રસ્તુત દંડકનો અર્થ વિચારવામાં આવે તો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ સ્વીકારવામાં વિરોધ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે નિયત પ્રમાણ કાયોત્સર્ગરૂપ અર્થ વંદનાદિનો કાયોત્સર્ગ કરવામાં થાવ, પરંતુ પ્રસ્તુત દંડકનો અર્થ કાયોત્સર્ગ નથી, તેથી આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ આ કાયોત્સર્ગ છે તેમ કહેવું ઉચિત નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે –
પ્રસ્તુત દંડકનું ઉચ્ચારણ શેના માટે છે અર્થાત્ કાયોત્સર્ગ માટે ન હોય તો શેના માટે છે ? ત્યાં પૂર્વપક્ષી કહે કે વંદના માટે પ્રસ્તુત દંડક સૂત્ર બોલાય છે, કાયોત્સર્ગ માટે નહિ અર્થાત્ ભગવાનને વંદન કરવા માટે
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૦.
લલિતવિસ્તરા ભાગ-૩ ચૈત્યવંદન કરાય છે તે વંદન માટે પ્રસ્તુત દંડક સૂત્ર બોલાય છે તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે પ્રસ્તુત અરિહંત ચેઇયાણ રૂ૫ દંડક સૂત્રનો વંદન અર્થ નથી, આમ છતાં અતદ્અર્થના ઉચ્ચારણમાં=વંદન-પૂજન આદિ માટે હું કાઉસ્સગ્ન કરું છું એ પ્રકારે વંદનથી ભિન્ન એવા કાઉસ્સગ્ગ અર્થના ઉચ્ચારણમાં, સૂત્ર હોવા છતાં વંદનાર્થ છે એમ કહેવામાં આવે તો અતિપ્રસંગની પ્રાપ્તિ થાય અર્થાત્ જે સૂત્ર જે અર્થે કહેલું ન હોય તે અર્થે સ્વીકારવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય, જેમ કુસુમિણ દુસુમિણ માટે બોલાતા સૂત્રમાં જ્ઞાનાદિ માટે હું કાઉસ્સગ્ન કરું છું તેમ ઉચ્ચારણ નથી છતાં તે કાઉસ્સગ્નને જ્ઞાનાદિ માટે સ્વીકારવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય.
અહીં પૂર્વપક્ષી કહે કે કાયોત્સર્ગયુક્ત જ વંદન છે=પ્રસ્તુત સૂત્રથી કાયોત્સર્ગ કરાય છે તે કાયોત્સર્ગથી યુક્ત જ ભગવાનને વંદનની ક્રિયા છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો કાયોત્સર્ગયુક્ત વંદન હોય તો તે કરવો જોઈએ કાયોત્સર્ગ કરવો જોઈએ, ત્યાં પૂર્વપક્ષી કહે કે ભુજાના પ્રલંબમાત્ર કાયોત્સર્ગ કરાય જ છે અર્થાત્ પ્રસ્તુત સૂત્ર બોલીને કાયોત્સર્ગની મુદ્રારૂપ ભુજા પ્રલંબમાત્ર કરીને સ્થાનથી, મૌનથી, ધ્યાનથી પ્રતિજ્ઞા અનુસાર શુભ ચિંતવન કાયોત્સર્ગયુક્ત વંદનમાં કરાય છે, તેથી કોઈ દોષ નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાઉસ્સગ્ન પ્રતિનિયત પ્રમાણવાળો છે, તેથી કાયોત્સર્ગના નિયત પ્રમાણ વગર જેઓ કાયોત્સર્ગ કરે છે તે પ્રસ્તુત દંડક સૂત્રનો અર્થ નથી, માટે પૂર્વપક્ષીનું કથન અનુચિત છે અને તે પ્રમાણે જેઓ કરે છે તે પ્રમાદ આચરણા છે, પરંતુ શાસ્ત્રસંમત આચરણા નથી, કેમ તે આચરણા ઉચિત નથી અર્થાત્ પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાયોત્સર્ગ કરે છે અને કાયોત્સર્ગમાં શુભ ચિંતવન પણ કરે છે છતાં તે આચરણા ઉચિત કેમ નથી? તેથી કહે છે – કાયોત્સર્ગ ચેષ્ટા અને અભિભવના ભેદથી બે પ્રકારે છે, તેમાં આવશ્યક નિર્યુક્તિની સાક્ષી બતાવે છે – કાયોત્સર્ગ ચેષ્ટા અને અભિભવ એમ બે પ્રકારે છે, ભિક્ષાચર્યાદિ માટે કરાતો કાઉસ્સગ્ન ચેષ્ટારૂપ છે અને અભિભવ માટે અર્થાત્ ઉપસર્ગોના જય માટે બીજા પ્રકારનો કાઉસ્સગ્ન કરાય છે, તે બે પ્રકારના કાઉસ્સગ્નમાંથી કોઈ એક પ્રકારનો કાયોત્સર્ગ પ્રસ્તુત દંડકથી થઈ શકે અને તે બેમાં અંતર્ભાવ ન થાય તેવો કાયોત્સર્ગ પરમાર્થથી કાયોત્સર્ગ કહેવાય નહિ; કેમ કે સ્વમતિ અનુસાર પ્રવૃત્તિરૂપ છે અને પ્રસ્તુત દંડકથી કરાતો કાઉસ્સગ્ન અભિભવ કાયોત્સર્ગ નથી; કેમ કે અભિભવ કાયોત્સર્ગના લક્ષણનો તેમાં યોગ નથી. કેમ યોગ નથી ? તેમાં હેતુ કહે છે – એક રાત્રિની આદિના કાલમાનવાળો અભિભવ કાયોત્સર્ગ છે, જ્યારે પ્રસ્તુત દંડકથી કરાતો કાયોત્સર્ગ તો ચેષ્ટા કાયોત્સર્ગરૂપ જ સ્વીકારી શકાય અને ચેષ્ટા કાયોત્સર્ગનું જઘન્ય પણ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ માન છે.
તેથી એ ફલિત થાય કે કોઈક પ્રયોજનથી જે ચેષ્ટા કરાય તે ચેષ્ટા કાયોત્સર્ગ કહેવાય, જેમ જ્ઞાનની આરાધના માટે કાયોત્સર્ગ કરાય તે જ્ઞાનની શુદ્ધિના પ્રયોજનથી કરાય છે, તેથી તે કાયોત્સર્ગને ચેષ્ટા કાયોત્સર્ગ કહેવાય, તેમ ભગવાનના વંદન-પૂજન આદિના ફળ માટે પ્રસ્તુત કાયોત્સર્ગ કરાય છે, તેથી પ્રસ્તુત કાયોત્સર્ગ ચેષ્ટા કાયોત્સર્ગ કહેવાય અને તેનું જઘન્યથી પણ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ માન છે, તેથી પ્રસ્તુત દંડક સૂત્રથી ચેષ્ટા કાયોત્સર્ગ કરાતો હોય છતાં તે શ્વાસોચ્છવાસની મર્યાદાને છોડીને કાયોત્સર્ગની
Page #102
--------------------------------------------------------------------------
________________
અશ્વત્થ સૂત્રો મુદ્રામાં રહીને શુભ ચિંતવન કરાય તે સૂત્રની પ્રતિજ્ઞા અનુસાર નહિ હોવાથી ઉત્સુત્રરૂપ જ છે.
વળી, ચેષ્ટા કાયોત્સર્ગ નિયત પ્રમાણવાળા હોય છે, અભિભવ કાયોત્સર્ગની જેમ અનિયત શ્વાસોચ્છવાસ પ્રમાણ નથી, તે બતાવવા માટે આવશ્યક નિર્યુક્તિની સાક્ષી બતાવે છે - ઉદેસ, સમુદ્સ અને અનુજ્ઞા નિમિત્તે સત્યાવીશ શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગ કરાય છે=શાસ્ત્ર ભણવાની પ્રવૃત્તિ રૂપ ઉદ્દેસ માટે સત્યાવીશ શ્વાસોચ્છુવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરાય છે, ત્યારપછી તે મહાત્મા આગમ ભણે છે અને ભણ્યા પછી તેને સ્વનામની જેમ સ્થિર પરિચિત કરવા માટે સમુદ્સનો કાઉસ્સગ્ન સત્યાવીશ શ્વાસોચ્છવાસ પ્રમાણ કરાય છે, ત્યારપછી તે આગમ અન્યને ભણાવવાની અનુજ્ઞા આપવા માટે સત્યાવિશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ગ કરાય છે.
વળી, પ્રસ્થાપન, કાલનું પ્રતિક્રમણ વગેરે કરતી વખતે આઠ ઉવાસનો કાઉસ્સગ્ન કરાય છે, તેથી કોઈક પ્રયોજનથી જે ચેષ્ટાના કાઉસ્સગ્ગો થાય છે તે ચેષ્ટા કાઉસ્સગ્ગ કહેવાય છે અને તે સર્વ નિયત પ્રમાણવાળા કાઉસ્સગ્ન છે, તેથી નિયત પ્રમાણનો અસ્વીકાર કરીને મનસ્વી રીતે જે લોકો તે કાઉસ્સગ્ન કરે છે તે કાઉસ્સગ્ગ પ્રમાણભૂત નથી, માટે પ્રમાદમદિરાથી મદવાળા વડે જે કહેવાયું તે અનુચિત છે.
અહીં પૂર્વપક્ષી કહે કે દેશમુદે એ આવશ્યક નિર્યુક્તિની ગાથા છે તેમાં પ્રસ્તુત દંડકના કાઉસ્સગ્નનું ગ્રહણ કરાયું નથી, તેથી તેને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ સ્વીકારી શકાય નહિ, તેને ગ્રંથકારશ્રી કહે છે. દેસસમુદ્રે ગાથામાં જે પદ્યવળવિમળમારૂ શબ્દ છે તેમાં રહેલા આદિ શબ્દથી પ્રસ્તુત દંડક સૂત્રના કાયોત્સર્ગનું ગ્રહણ છે; કેમ કે ઉપન્યસ્ત ગાથા સૂત્રના ઉપલક્ષણવાળી છે=ઉદ્દેશ-સમુદેસવાળી ગાથા છે તે ઉપલક્ષણથી દંડક સૂત્રના કાયોત્સર્ગને પણ બતાવે છે.
અહીં પ્રશ્ન થાય કે દંડક સૂત્રનો કાયોત્સર્ગ ઉપલક્ષણથી છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – અન્યત્ર પણ આગમમાં આવા પ્રકારના સૂત્રથી નહિ કહેવાયેલા અર્થની સિદ્ધિ થાય છે, તેથી પ્રસ્તુતમાં પણ નહિ કહેવાયેલા અર્થની સિદ્ધિ આદિ પદથી થઈ શકે છે, અન્યત્ર નહિ કહેવાયેલા અર્થનું આદિ પદથી ગ્રહણ છે તે બતાવવા માટે આવશ્યક નિર્યુક્તિની સાક્ષી બતાવે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – સાંજના પ્રતિક્રમણની ક્રિયામાં દિવસના અતિચારનું આલોચન કરવા સાધુ તત્પર થાય ત્યારે સવારના મુહપત્તિના પડિલેહણથી માંડીને દિવસ દરમિયાન થયેલી સર્વ પ્રવૃત્તિના અતિચારોનું આલોચન કરીને અતિચારોને બુદ્ધિમાં ઉપસ્થિત કરીને દોષને હૈયામાં સ્થાપન કરે, ત્યારપછી આલોચના દ્વારા તેની શુદ્ધિ કરે. આ ઉદ્ધરણમાં મુખવસ્ત્રિકા માત્રનું કથન છે અને આદિ શબ્દથી શેષ ઉપકરણ આદિનું ગ્રહણ છે અને શેષ ઉપકરણ આદિમાં રહેલા આદિ શબ્દથી દિવસ દરમિયાન કરાયેલી સંયમની ક્રિયાનું ગ્રહણ છે.
અહીં પ્રશ્ન થાય કે સાક્ષાત્ કેમ શેષ ઉપકરણનો ઉલ્લેખ કર્યો નથી ? તેથી કહે છે – આદિ પદથી કહેવાયેલા પદાર્થો સુપ્રસિદ્ધ છે અને પ્રતિદિવસ શેષ ઉપકરણનો ઉપયોગ છે, તેથી આદિ શબ્દથી તેનું ગ્રહણ થઈ શકે છે, તેથી ભેદથી કહેલ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે દિવસના અતિચારો અનિયત છે=મુહપત્તિ આદિની પડિલેહણની સર્વ ક્રિયાઓમાં
Page #103
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
૮૨
અતિચાર નિયત થતા નથી, પરંતુ કોઈક કોઈક આચરણામાં અતિચાર થાય છે, તેથી ત્યાં કહી શકાય કે મુહપત્તિ આદિ સર્વ પડિલેહણની ક્રિયાઓમાંથી જે ક્રિયામાં અતિચાર થયા હોય તેનું આલોચન કરવું જોઈએ, તેથી આદિ શબ્દથી શેષ ઉપકરણનું સૂચન થઈ શકે છે અને વંદનનો કાઉસ્સગ્ગ જો નિયત છે તો તેના કાલમાનનું સાક્ષાત્ કથન કરવું જોઈએ, માટે આઠ શ્વાસોચ્છવાસ કાલમાનનું આદિ પદથી વંદન કાઉસ્સગ્ગમાં ગ્રહણ કરવું ઉચિત નથી, જેથી સાધુને બોધ થાય કે પ્રસ્તુત દંડકમાં પણ નિયત કાલમાન શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ગ છે અને ઉદ્ધરણનાં પાઠમાં સાક્ષાત્ તેનું કાલમાન કહ્યું નથી, માટે આદિ પદથી તેનું ગ્રહણ કરીને પ્રસ્તુત દંડકના કાયોત્સર્ગને આઠ ઉચ્છ્વાસ પ્રમાણ સ્વીકારવો ઉચિત નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે
—
અતિચારના આલોચનની ગાથામાં પણ મુહપત્તિ આદિમાં રહેલા રજોહરણ આદિ ઉપધિનું પ્રત્યુપેક્ષણ નિયત છે અર્થાત્ સાધુ મુહપત્તિ આદિ સર્વ વસ્ત્રોનું નિયત પડિલેહણ કરે છે છતાં તેનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ આદિ પદથી અન્ય ઉપધિનું ગ્રહણ છે, તેમ પ્રસ્તુતમાં પણ આદિ પદથી દંડકના કાયોત્સર્ગનું ગ્રહણ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે મુહપત્તિ રજોહરણ આદિ સર્વ પડિલેહણના વિષયભૂત સમાન જાતિ છે, તેથી સમાન જાતિ હોવાને કારણે આદિ પદથી તેનું ગ્રહણ થઈ શકે, જેમ પશુના વર્ણન વખતે અશ્વ આદિ પશુઓ છે તેમ કહેવાથી અશ્વની સમાન જાતિવાળા અન્ય પશુનું આદિ પદથી ગ્રહણ થઈ શકે તેમ મુખવસ્ત્રિકાદિમાં રહેલા આદિ પદથી સમાન જાતિવાળા અન્ય ઉપકરણનું ગ્રહણ થઈ શકે અને પ્રતિનિયત શ્વાસોચ્છ્વાસ કહેનારા સૂત્રમાં પટ્ઠવાડિમળમામાં રહેલા આદિ પદથી અસમાન જાતિવાળા દંડકના કાર્યોત્સર્ગનું ગ્રહણ થઈ શકે નહિ, તેને ગ્રંથકારશ્રી કહે છે
—
દંડકના કાઉસ્સગ્ગમાં પણ આઠ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ સમાન જાતિવાળો છે, તેથી આઠ ઉચ્છ્વાસવાળા કયા કયા કાઉસ્સગ્ગો છે તે બતાવવા માટે પ્રસ્થાપન-પ્રતિક્રમણ આદિ છે એમ કહેવામાં આવે ત્યારે દંડક સૂત્રના કાઉસ્સગ્ગનું પણ ગ્રહણ થઈ શકે છે, માટે પ્રસ્તુત દંડક સૂત્રનો કાયોત્સર્ગ આઠ ઉચ્છ્વાસનો નિયત માનવાનો નથી, એ પ્રકારનો અભિનિવેશ પૂર્વપક્ષીએ ત્યાગ કરવો જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે સાધુ-શ્રાવક આદિ લોકથી તે પ્રકારે અનાચરિત જ છે, માટે તે લોકોની અનાચરણાને પ્રમાણ સ્વીકારીને જ આ આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાલમાન ઉત્સૂત્ર છે, તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે
—
આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ પ્રસ્તુત દંડકનો કાયોત્સર્ગ સાધુ-શ્રાવક આદિ લોકથી અનાચરિત જ નથી, પરંતુ કેટલાક સુસાધુમાં અને શ્રાવકોમાં એ પ્રકારની આચરણા પ્રાપ્ત થાય છે, તેથી બંને પ્રકારની આચરણા પ્રાપ્ત થતી હોય ત્યારે આગમવિની આચરણા જ પ્રમાણ સ્વીકારવી પડે અને પ્રસ્તુત દંડકથી આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગની આચરણા આગમના જાણનારા પુરુષો કરે છે એ પ્રમાણે સંભળાય છે, તેથી તેને પ્રમાણ માનવી જોઈએ.
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૩
અસત્ય સૂત્ર
અહીં પૂર્વપક્ષી કહે કે જેમ કેટલાક સાધુ અને શ્રાવકો પ્રસ્તુત દંડકથી આઠ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે તેમ કેટલાક સાધુ અને શ્રાવકો ભુજાના પ્રલંબમાત્રથી પણ પ્રસ્તુત કાયોત્સર્ગ કરે છે, માટે તેને પણ પ્રમાણ સ્વીકારવો જોઈએ, તેને ગ્રંથકારશ્રી કહે છે –
ભુજાપ્રલંબમાત્રથી કરાતો કાઉસ્સગ્ગ પ્રમાણભૂત નથી; કેમ કે તેઓની આચરણામાં શિષ્ટ પુરુષથી આચરિત જિત વ્યવહારની આચરણાનું લક્ષણ પ્રાપ્ત થતું નથી, તેથી જેમ પૂર્વમાં સંવત્સરી પાંચમની થતી હતી, તોપણ જિતવ્યવહારના લક્ષણની પ્રાપ્તિને કારણે ચોથની સંવત્સરી સ્વીકારાઈ છે, તેમ કેટલાક સાધુ આદિથી ભુજાપ્રલંબમાત્ર કાયોત્સર્ગ કરાય છે, તેને પ્રમાણ સ્વીકારી શકાય નહિ; કેમ કે તેમાં જિત વ્યવહારના લક્ષણનો અયોગ છે. કેમ જિત વ્યવહારના લક્ષણનો તેમાં અયોગ છે તે બતાવવા માટે સાક્ષીપાઠ આપે છે, તે આ પ્રમાણે – અશઠ પુરુષથી જે કંઈ અસાવદ્ય આચરાયું હોય, બીજા સુવિહિતો દ્વારા નિવારણ ન કરાયું હોય, ઘણા સુવિદિતોને અનુમત હોય તેવી આચરણા જિત વ્યવહાર તરીકે પ્રમાણભૂત સ્વીકારી શકાય અને તેવું લક્ષણ ભુજામલંબમાત્ર કાયોત્સર્ગ કરનારા સાધુની આચરણામાં પ્રાપ્ત થતું નથી તે બતાવતા કહે છે.
જેઓ ભુજાપ્રલંબમાત્ર કાઉસ્સગ્ન કરે છે તે અસાવદ્ય નથી, પરંતુ સાવદ્ય પ્રવૃત્તિરૂપ છે, જો કે તે પ્રમાણે કાયોત્સર્ગ કરનારા પ્રસ્તુત દંડક સૂત્ર બોલીને ભુજાપ્રલંબરૂપે કાઉસ્સગ્નમાં રહીને કોઈક શુભ ચિંતવન કરે છે, કોઈ સંસારની પ્રવૃત્તિ નથી કરતા, તોપણ તે પ્રવૃત્તિ અસાવદ્ય નથી, પરંતુ સાવદ્ય છે; કેમ કે તેઓ સૂત્રાર્થનું ઉલ્લંઘન કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી સૂત્રના અર્થથી વિરુદ્ધ પ્રવૃત્તિ હોવાને કારણે સાવદ્ય છે.
તેથી એ ફલિત થાય કે જે પ્રવૃત્તિ સૂત્ર અનુસાર હોય તે જ પ્રવૃત્તિ અસાવદ્ય છે અને સૂત્ર વિરુદ્ધ સર્વ પ્રવૃત્તિ સાવદ્ય છે. આથી જ સાધુના અને શ્રાવકના આચારોમાં જે અતિચારો છે તે પણ ઉત્સુત્રરૂપ છે, માટે સાવદ્ય જ છે, ફક્ત સુસાધુ કે સુશ્રાવકો જે અતિચારો થાય છે તે અતિચારોને વારંવાર આ ઉત્સુત્ર છે, ઉન્માર્ગ છે તેમ નિંદા કરીને તેને નિરનુબંધ કરે છે, જ્યારે ભુજાના પ્રલંબમાત્રરૂપ કાઉસ્સગ્નને સ્વીકારનારા તો તેને કર્તવ્ય માને છે, વસ્તુતઃ તે આચરણા સૂત્ર વિરુદ્ધ હોવાથી ઉત્સુત્ર છે, માટે સાવદ્ય છે. કેમ સૂત્રના અર્થનો વિરોધ છે ? તેથી કહે છે – સૂત્રના અર્થનું પ્રતિપાદિતપણું છે અર્થાત્ બે પ્રકારના કાયોત્સર્ગ છે, ચેષ્ટા અને અભિભવરૂપ, તેમાં પ્રસ્તુત કાયોત્સર્ગ ચેષ્ટારૂપ છે તેમ પ્રતિપાદિત છે, માટે તે પ્રતિનિયત કાલમાનવાળો છે તેમ પ્રતિપાદિત થાય છે માટે તેનાથી વિપરીત સ્વીકાર ઉત્સુત્રરૂપ છે, તેથી તે આચરણા સાવદ્ય છે, અસાવદ્ય નથી.
અહીં પ્રશ્ન થાય કે અભિભવ કાયોત્સર્ગ જેમ પ્રતિનિયત માન વગર કરાય છે, તેમ પ્રસ્તુત દંડક કાયોત્સર્ગ પણ કોઈ તે પ્રમાણે કરે તો સૂત્રનો શું વિરોધ પ્રાપ્ત થાય ? અર્થાત્ વિરોધ પ્રાપ્ત થાય નહિ; કેમ કે અભિભવ કાયોત્સર્ગમાં જેમ ભુજા પ્રલંબ કરીને શુભ ચિંતવન કરાય છે, તેમ પ્રસ્તુત દંડક સૂત્રથી પણ ભુજા પ્રલંબ કરીને કેટલાક સાધુઓ શુભ ચિંતવન કરે છે, માટે સૂત્રનો વિરોધ નથી, તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
Page #105
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
અધિકતર ગુણાંતરની પ્રાપ્તિ ન હોય છતાં તે પ્રમાણે કરવામાં સૂત્રનો વિરોધ છે. આશય એ છે કે ઉપસર્ગોના જય દ્વારા અધિક ગુણાંતરની પ્રાપ્તિ માટે અભિભવ કાયોત્સર્ગ કરવાની વિધિ છે અને તેવો પ્રસ્તુત કાયોત્સર્ગ નથી, પરંતુ કંઈક પ્રયોજનની સિદ્ધિ માટે ચેષ્ટા કાઉસ્સગ્ગ કરાય છે, છતાં તે ચેષ્ટા કાઉસ્સગ્ગ જે પ્રકારે અભિભવ કાયોત્સર્ગ કરાય છે તે પ્રમાણે ક૨વામાં આવે તો સૂત્રની સાથે વિરોધ છે અર્થાત્ સૂત્રાનુસારી ક્રિયા નથી, તેથી સ્થૂલથી તે કાયોત્સર્ગની ક્રિયા અસાવદ્ય જણાય તોપણ સૂત્ર વિરુદ્ધ ક્રિયા હોવાથી સાવદ્ય જ છે.
૮૪
આ રીતે પૂર્વપક્ષીની આચ૨ણા સાવદ્ય છે તેમ બતાવ્યા પછી નિવારિત પણ છે તેમ બતાવવા માટે કહે છે – શાસ્ત્રાનુસારી ક્રિયાના આસેવનમાં તત્પર આગમના જાણનારાઓ વડે તેવી પ્રવૃત્તિ નિવારિત છે= પ્રસ્તુત દંડકથી કરાતી ભુજાપ્રલંબમાત્ર કાયોત્સર્ગની પ્રવૃત્તિ નિવારિત છે, આથી જ ઘણા સુવિહિતોને સંમત નથી, માટે જે પ્રવૃત્તિ સાવદ્ય હોય, સુવિહિતોથી નિવારિત હોય અને ઘણા સુવિહિતોને સંમત ન હોય તે પ્રવૃત્તિને જિત વ્યવહાર કહી શકાય નહિ, માટે પ્રમાદરૂપી મદિરાના મદથી હણાયેલા જીવો શાસ્ત્ર વિરુદ્ધ આચરણાને સેવનારાની પ્રવૃત્તિને પ્રમાણ કરીને જે કાયોત્સર્ગ સ્વીકારે છે તેને જિત વ્યવહારથી પણ પ્રમાણ કહી શકાય નહિ.
આ રીતે પ્રસંગથી પ્રમાદીની આચરણા અયુક્ત છે તેમ સ્થાપન કર્યું, તેથી પ્રસંગના કથનથી સર્યું. પૂર્વમાં કહેલા નિયત પ્રમાણવાળો જ પ્રસ્તુત દંડકનો કાયોત્સર્ગ છે એમ ફલિત થાય છે.
લલિતવિસ્તરા :
इहोच्छ्वासमानमित्यं, न पुनर्थ्येयनियम:, यथापरिणामेनैतत्स्थापनेशगुणतत्त्वानि वा स्थानवर्णार्थालम्बनानि वा, आत्मीयदोषप्रतिपक्षो वा, एतद् विद्याजन्मबीजं, तत् पारमेश्वरम्, अतः इत्थमेवोपयोगशुद्धेः, शुद्धभावोपात्तं कर्म्म अवन्ध्यं सुवर्णघटाद्युदाहरणात्, एतदुदयतो विद्याजन्म, कारणानुरूपत्वेन ।
युक्त्यागमसिद्धमेतत्, तल्लक्षणानुपाति च,
‘વર્ષો ગૃહમેર્યક્રર્, માનુષ્ય પ્રાપ્ય સુન્દરમ્ । तत्प्राप्तावपि तत्रेच्छा, न पुनः संप्रवर्त्तते ।। १ ।।
विद्याजन्माप्तितस्तद्वद्, विषयेषु महात्मनः । तत्त्वज्ञानसमेतस्य, न मनोऽपि प्रवर्त्तते । । २ । । विषग्रस्तस्य मन्त्रेभ्यो, निर्विषाङ्गोद्भवो यथा । विद्याजन्मन्यलं मोहविषत्यागस्तथैव हि ।। ३ ।। शैवे मार्गेऽत एवासौ, याति नित्यमखेदितः । ન તુ મોહવિષપ્રસ્ત, ફતરÆિત્રિવેતર: ।।૪।।
Page #106
--------------------------------------------------------------------------
________________
અewત્ય સૂત્ર क्रियाज्ञानात्मके योगे, सातत्येन प्रवर्त्तनम् ।
वीतस्पृहस्य सर्वत्र, यानं चाहुः शिवाध्वनि ।।५।।' इति वचनात् । લલિતવિસ્તરાર્થ:
અહીં પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાઉસ્સગ્નમાં, ઉચ્છવાસમાન આ પ્રમાણે=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે આઠ ઉચ્છવાસ પ્રમાણ છે, પરંતુ ધ્યેયનો નિયમ નથી, જે પ્રકારે પરિણામ છે તે પ્રકારે આ છે ધ્યેયનું ધ્યાન છે, તે ધ્યેયને જ સ્પષ્ટ કરે છે – સ્થાપના ઈશ એવા પરમાત્મા તેમના ગુણરૂપ જે તત્ત્વો તે ધ્યેય છે અથવા સ્થાન-વર્ણ-અર્થ-આલંબન ધ્યેય છે અથવા આત્મીય દોષનો પ્રતિપક્ષ ધ્યેય છે, આ=ધ્યેયનું ધ્યાન, વિધાજન્મનું બીજ છે તે=વિધાજન્મનું બીજ પરમેશ્વર છે, પરમેશ્વરપ્રણીત છે; કેમ કે આથી=પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી, આ રીતે જ=વિધાજન્મને અનુરૂપ પ્રકારથી જ, ઉપયોગની શુદ્ધિ છે=વીતરાગતાને અનુકૂળ ઉપયોગની શુદ્ધિ છે, શુદ્ધ ભાવથી બંધાયેલું કર્મ સુવર્ણ ઘટાદિના ઉદાહરણથી અવંધ્ય છે, આના ઉદયથી=શુભભાવથી બંધાયેલા કર્મના ઉદયથી, વિધાજન્મ છે; કેમ કે કારણને અનુરૂપપણું છે.
આ કાર્યનું કારણને અનુરૂપપણું, યુક્તિ અને આગમથી સિદ્ધ છે અને તેના લક્ષણને અનુપાતિ છે; કેમ કે પાંચ શ્લોકમાં બતાવે છે એ પ્રકારનું વચન છે, પાંચ શ્લોકોનો અર્થ આ પ્રમાણે છે –
જેમ વગૃહના કૃમિમાંથી=વિષ્ટારૂપી ગૃહમાં વર્તતા કૃમિમાંથી, સુંદર મનુષ્યભવને પામીને તેની પ્રાપ્તિમાં પણ જાતિસ્મરણ આદિથી હું વિષ્ટામાં કીડો હતો એ પ્રકારના બોધની પ્રાપ્તિમાં પણ, વળી ત્યાં=વચગૃહમાં, ફરી હું વિષ્ટાનો કીડો થાઉં એ પ્રકારે ઈચ્છા થતી નથી.
તેમ વિધાજન્મની પ્રાપ્તિથી વીતરાગતાના પારમાર્થિક બોધને સ્પર્શે તેવા જ્ઞાનની પ્રાપ્તિથી, તત્ત્વજ્ઞાનયુક્ત મહાત્માનું મન પણ વિષયોમાં પ્રવર્તતું નથી.
જે પ્રમાણે વિષગ્રસ્ત એવા જીવને મંત્રોથી નિર્વિષ અંગનો ઉદ્ભવ છે, તે પ્રકારે જ વિધાનો જન્મ થયે છતે અત્યંત મોહના વિષનો ત્યાગ છે.
આથી જમોહના વિષનો ત્યાગ છે આથી જ, આ=વિધાજન્મવાળા મહાત્મા, નિત્ય અખેદિત શૈવમાર્ગમાં= મોક્ષમાર્ગમાં, જાય છે, વળી, મોહવિષથી ગ્રસ્ત જીવ ઈતરમાં સંસારમાર્ગમાં, જાય છે તેની જેમ ઈતર=મોહવિષથી અગ્રસ્ત વિવેકી જીવ, જતો નથી=સંસારમાર્ગમાં જતો નથી.
ક્રિયાજ્ઞાનાત્મક યોગમાં વીત સ્પૃહાવાળા જીવના સાતત્યથી પ્રવર્તનને અને શિવમાર્ગમાં સર્વત્ર ગમનને કહે છે શાસ્ત્રકારો કહે છે. પંજિકા -
'एतद्विधे'त्यादि, एतत् प्रतिविशिष्टध्येयध्यानं, विद्याजन्मबीजं विवेकोत्पत्तिकारणं, तद् इति शास्त्रसिद्धं, पारमेश्वरं परमेश्वरप्रणीतम्, हेतुमाह- अतः प्रतिविशिष्टध्येयध्यानाद्, इत्थमेव विद्याजन्मानुरूपप्रकारेणैव,
Page #107
--------------------------------------------------------------------------
________________
CG
લલિતવિસ્તરા ભાગ-૩ उपयोगशुद्धेः चैतन्यवृत्तेर्निर्मलीभावात्, एतदेव भावयति- शुद्धभावोपात्तं शुद्धः-अधिकृतकायोत्सर्गध्यानादिरूपो भावः, तदुपात्तं कर्म सद्वेद्यादि, अवन्ध्यम्=अवश्यं शुद्धभावफलदायि, कथमित्याह-सुवर्णघटायुदाहरणेन यथा सुवर्णघटो भङ्गेऽपि सुवर्णफल एव, 'आदि'शब्दाद् रूप्यघटादिपरिग्रहः, तथा प्रकृतकापीति, यद्यैवं ततः किम् ? इत्याह- एतदुदयतः शुद्धभावोपात्तकर्मोदयतः, विद्याजन्म विवेकोत्पत्तिलक्षणं, कुत इत्याह- कारणानुरूपत्वेन कारणस्वरूपानुविधायी हि कार्यस्वभावः, ततः कथमिव शुद्धभावोपात्तं कर्म न शुद्धभावहेतुः स्यात्?
अस्यैव हेतोः सिद्ध्यर्थमाहयुक्त्यागमसिद्धं युक्तिः-अन्वयव्यतिरेकविमर्शरूपा, आगमश्च 'जं जं समयं जीवो, आविस्सइ जेण जेण भावेण' इत्यादिरूपः, ताभ्यां सिद्धं-प्रतिष्ठितम्, एतत् कारणानुरूपत्वं कार्यस्य, सिद्ध्यतु नामेदमन्यकार्येषु, प्रकृते न सेत्स्यतीत्याह- तल्लक्षणानुपाति च=युक्त्यागमसिद्धकारणानुरूपकार्यलक्षणानुपाति च विद्याजन्म, कुत इत्याह- 'इति वचनादिति वक्ष्यमाणेन संबन्धः, वचनमेव दर्शयति- वर्चागृहेत्यादिश्लोकपञ्चकं, सुगमशब्दार्थं च, नवरम्, 'इतरस्मिन्निवेतरः' इति यथा इतरस्मिन् संसारमार्गे, इतरो मोहविषेणाग्रस्तो विवेकी, नित्यमखेदितो न याति; तथा शैवे मार्गे मोहविषग्रस्तो न याति; खेदितस्तु कोऽपि कथञ्चिद् द्रव्यत उभयत्रापि यातीति भावः, अभिप्रायः पुनरयम्, अनुरूपकारणप्रभवे हि विद्याजन्मनि विषयवैराग्यक्रियाज्ञानात्मके योगे सातत्यप्रवृत्तिलक्षणं च शिवमार्गगमनं तत्फलमुपपद्यते नान्यथेति ।
॥ इति श्री मुनिचंद्रसूरिकृतायां ललितविस्तरापंजिकायामर्हच्चैत्यदंडकः समाप्तः ।। लिडार्थ :___ 'एतद्विधे'त्यादि ..... नान्यथेति ।। एतद्विधेत्यादि ललितविस्तरातुं प्रती छ, मा=falalue ध्येय ધ્યાન, વિધાજન્મનું બીજ છે=વિવેકની ઉત્પત્તિનું કારણ છે દેહવર્તી આત્મા હોવા છતાં દેહથી ભિન્ન એવા આત્માના અસંશ્લેષરૂપ પારમાર્થિક સંવેદનની ઉત્પત્તિનું કારણ છે, તે શાસ્ત્રસિદ્ધ પરમેશ્વર છે–પરમેશ્વરપ્રણીત છે, હેતુને કહે છે=વિદ્યાજન્મનું બીજ એવું પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન પરમેશ્વરપ્રણીત કેમ છે? તેમાં હેતુને કહે છે – આનાથી=પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી, આ રીતે જ=વિદ્યાજન્મને અનુરૂપ પ્રકારથી જ, ઉપયોગની શુદ્ધિ હોવાથી=ચેતવ્યવૃતિનો નિર્મલીભાવ હોવાથી, પરમેશ્વરપ્રણીત છે, આને જ ભાવન કરે છે–પ્રતિવિશિષ્ટ ધ્યાનથી વિધાજન્મને અનુરૂપ ઉપયોગની શુદ્ધિ થાય છે એને જ સ્પષ્ટ કરે છે – શુદ્ધભાવથી ઉપાત કર્મ=અધિકૃત કાયોત્સર્ગમાં વર્તતા ધ્યાનાદિ રૂપ શુદ્ધભાવ તેનાથી બંધાયેલું શાતા વેદનીય આદિ કર્મ, અવંધ્ય=અવશ્ય શુદ્ધભાવના ને દેનાર છે, કેવી રીતે કેવી રીતે શુદ્ધફલને આપનાર છે? એથી કહે છે – સુવર્ણ ઘટ આદિના ઉદાહરણથી=જે પ્રમાણે સોનાનો ઘડો ભંગ થયે છતે પણ સોનાના ફલવાળો જ છે તેમ શુદ્ધભાવથી બંધાયેલું કર્મ સુવર્ણતુલ્ય શુદ્ધભાવના ફલને દેનારું છે, આદિ શબ્દથી ચાંદીના ઘડા આદિનું ગ્રહણ છે, તે પ્રમાણે
Page #108
--------------------------------------------------------------------------
________________
અસત્ય સૂત્ર
૮૭ પ્રકૃત કર્મ પણ=શુદ્ધધ્યાનથી બંધાયેલું કર્મ પણ, શુદ્ધ ફલવાળું છે, જો આ પ્રમાણે છે=શુદ્ધભાવથી બંધાયેલું કર્મ શુદ્ધ ફલવાળું છે એ પ્રમાણે છે, તેનાથી શું?=તેનાથી શું પ્રાપ્ત થાય? એને કહે છે – આના ઉદયથી=શુદ્ધભાવથી બંધાયેલા કર્મના ઉદયથી, વિધાજન્મ છે=જન્માંતરમાં ફરી વિવેકની ઉત્પતિરૂપ વિધાજન્મ છે, કયા કારણથી=શુદ્ધભાવથી બંધાયેલા કર્મના ઉદયથી કયા કારણથી ફરી વિદ્યાજન્મ થાય છે ? એથી કહે છે – કારણનું અનુરૂપપણું હોવાથી ફરી વિવેક ઉત્પન્ન થાય છે એમ અવય છે, શિ=જે કારણથી, કારણ સ્વરૂપને અનુસરનાર કાર્ય સ્વભાવ છે, તેથી શુદ્ધભાવથી બંધાયેલું કર્મ શુદ્ધભાવનો હેતુ કેમ ન થાય ? અર્થાત્ થાય જ.
આ જ હેતુનીઃશુદ્ધભાવથી બંધાયેલું કર્મ જન્માંતરમાં વિવેકની ઉત્પત્તિનું કારણ છે એ જ હેતુની, સિદ્ધિ માટે કહે છે – યુક્તિ અને આરામથી સિદ્ધ અવય-વ્યતિરેકના વિમર્શરૂપ યુક્તિ અને જે જે સમયે જીવ જે જે ભાવથી આવિષ્ટ થાય છે તે તે ભાવને અનુરૂપ શુભાશુભકર્મ બાંધે છે ઈત્યાદિરૂપ આગમ તે બંનેથી સિદ્ધ અર્થાત્ પ્રતિષ્ઠિત, આ છે=કાર્યનું કારણને અનુરૂપપણું છે અર્થાત્ માટી ઘટ કાર્યને અનુરૂપ યોગ્યતાવાળી છે અને ઘટ કાર્યને અનુરૂપ તે તે પ્રકારની ચેષ્ટાથી માટીમાંથી ઘડો થાય છે અને જલ ઘટકાર્યને અનુરૂપ નથી, તેથી જલમાંથી ઘટ કરવાને અનુકૂળ છે તે પ્રકારની નિપુણ ચેણ કરવામાં આવે તોપણ ઘટ થાય નહિ એ પ્રકારની અન્વય-વ્યતિરેકના વિમર્શરૂપ યુક્તિથી કાર્યનું કારણને અનુરૂપપણું સિદ્ધ છે, અને જીવ જે જે પ્રકારના જે જે સમયે ભાવો કરે છે તેને અનુરૂપ જ શુભ કે અશુભકર્મ બાંધે છે એ રૂ૫ આગમથી કાર્યનું કારણને અનુરૂપપણું સિદ્ધ છે, આ= કાર્યનું કારણને અનુરૂપપણું, અન્ય કાર્યોમાં સિદ્ધ થાવ=બાહ્ય ઘટ-પટાદિ કાર્યોમાં સિદ્ધ થાય અને અધ્યવસાયને અનુરૂપ કર્મબંધમાં સિદ્ધ થાવ, પ્રકૃતિમાં સિદ્ધ થશે નહિ=પ્રતિવિશિષ્ટ ધ્યાનથી જે વિધાજન્મ થાય છે તેનાથી બંધાયેલા કર્મને કારણે ફરી જન્માંતરમાં વિવેક ઉત્પન્ન થશે એમ પૂર્વમાં કહ્યું એ રૂપ પ્રકૃતમાં કાર્યને અનુરૂપ કારણપણું સિદ્ધ થશે નહિ, એથી કહે છે – અને તેના લક્ષણો અનુપાતિ છે=યુક્તિ અને આરામથી સિદ્ધ કારણને અનુરૂપ કાર્યના લક્ષણને અનુપાતિ વિદ્યાજન્મ છે=વર્તમાનમાં પ્રતિવિશિષ્ટ ધ્યાનથી પ્રગટ થયેલી વિદ્યા જન્માંતરમાં વિધાજન્મનું કારણ છે અથવા વર્તમાનના ભાવમાં પણ ઉત્તર-ઉત્તરની વિશિષ્ટ વિદ્યાની પ્રાપ્તિનું કારણ છે, કયા કારણથી ? એથી કહે છે – આ પ્રકારનું વચન હોવાથી એ રૂપ વક્ષ્યમાણની સાથે સંબંધ છે, વચનને જ વચમાણ વચનને જ, બતાવે છે – વચગૃહ ઈત્યાદિ શ્લોકપંચકરૂપ અને સુગમ શબ્દાર્થવાળું વર્ચમાણ વચન છે, કેવલ તિરક્િરૂવ તર: એ પ્રકારનો શબ્દ ચોથા શ્લોકમાં છે તેનો અર્થ કરે છે – જે પ્રમાણે ઇતરમાં=સંસારમાર્ગમાં, ઈતર=મોહવિષથી અગ્રસ્ત વિવેકી, નિત્ય અખેદિત જતો નથી, તે પ્રમાણે શવમાર્ગમાં મોહવિષથી ગ્રસ્ત જતો નથી, વળી, કોઈક ખેતિ કોઈક રીતે દ્રવ્યથી ઉભયત્ર પણ=સંસારમાર્ગમાં પણ અને શિવમાર્ગમાં પણ, જાય છે એ પ્રકારનો ભાવ છે, વળી, આ અભિપ્રાય છે – અનુરૂપ કારણથી પ્રભવ વિદ્યાજન્મ હોતે છતે વિષયના વૈરાગ્યરૂપ ક્રિયા અને જ્ઞાનાત્મક યોગમાં સાતત્ય પ્રવૃત્તિરૂપ શિવમાર્ગનું ગમન અને તેનું ફળ=શિવમાર્ગના ગમતનું સુગતિની પરંપરારૂપ ફળ, ઘટે છે, અન્યથા વહિ=વિધાજન્મરૂપ ક્રિયાજ્ઞાનાત્મક યોગમાર્ગ ન હોય તો, ઘટે નહિ.
Page #109
--------------------------------------------------------------------------
________________
૯
લલિતવિક્તા ભાગ-૩
ભાવાર્થ -
અરિહંત ચેઇયાણં સૂત્રથી કરાયેલ કાયોત્સર્ગમાં ઉચ્છવાસનું માન આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે, પરંતુ તે કાયોત્સર્ગમાં ધ્યેયનો નિયમ નથી=નવકાર જ બોલવો જોઈએ લોગસ્સ નહિ, લોગસ્સ જ બોલવો જોઈએ નવકાર નહિ, એવા પ્રકારનો ધ્યેયનો નિયમ નથી, તો શું ધ્યાન કરવું જોઈએ? એથી કહે છે – જે પ્રકારે પોતાનો પરિણામ વર્તતો હોય તેને અનુરૂપ ધ્યેયનું ધ્યાન કરવું જોઈએ અને તે ધ્યેય ત્રણ પ્રકારના છે – ૧. સ્થાપનેશના ગુણરૂપ તત્ત્વો અથવા ૨. સ્થાન-વર્ણ-અર્થ-આલંબન અથવા ૩. પોતાનામાં જે દોષો વર્તે છે તેના પ્રતિપક્ષરૂ૫ ધ્યેય.
તેથી એ ફલિત થાય કે કાયોત્સર્ગકાળમાં જે તીર્થંકર આદિની પ્રતિમા છે તે સ્થાપના સ્વામી વીર ભગવાન આદિ છે તેમના ગુણરૂપ તત્ત્વો તે ધ્યેય છે, તેથી તેમના ગુણરૂપ તત્ત્વને કહેનારાં સૂત્રો અર્થને સ્પર્શે તે રીતે ચિંતવન કરવામાં આવે તે પ્રથમ ભેદવાળું ધ્યાનના વિષયભૂત ધ્યેય છે.
અથવા નવકાર આદિ સૂત્રો બોલાતાં હોય ત્યારે સ્થાન, શબ્દરૂપ વર્ણ, તેનાથી વાચ્ય અર્થ અને સન્મુખ રહેલ પ્રતિમાદિ આલંબન તે ત્રણમાં ક્રમસર ઉપયોગ પ્રવર્તતો હોય ત્યારે તે ધ્યાનનો વિષય સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન બને છે, તેથી તે બીજા પ્રકારનું ધ્યેય છે.
અથવા પોતાનામાં જે દોષો વર્તે છે તેના પ્રતિપક્ષભૂત જે ગુણો છે તેમાં ઉપયોગ પ્રવર્તે એ પ્રકારે કોઈ સૂત્ર બોલાય ત્યારે તે ધ્યાનનો વિષય ત્રીજા પ્રકારનું ધ્યેય બને છે અને આ ત્રણ પ્રકારના ધ્યેયમાંથી જેનું ધ્યાન કરવાથી ભાવનો પ્રકર્ષ થતો હોય એ રૂપ યથા પરિણામથી આ છે=ધ્યેયનું ધ્યાન છે.
વળી, આ ધ્યેયનું ધ્યાન વિદ્યાજન્મનું બીજ છે=આત્મામાં વિવેકની ઉત્પત્તિનું કારણ છે અર્થાતુ જેમ જેમ ધ્યેયનું ધ્યાન કરવામાં આવે તેમ તેમ ધ્યેયથી ભિન્ન વીતરાગતુલ્ય પોતાનો આત્મા દેહમાં વર્તે છે, તેમાં રહેલ વીતરાગભાવ કષાયથી આવૃત્ત છે, પ્રસ્તુત ધ્યાન તે કષાયને અલ્પ કરીને તેટલા અંશમાં વીતરાગભાવના વેદનને પ્રગટ કરે તેવું વિદ્યાજન્મનું બીજ પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન છે–ત્રણમાંથી યથાઉચિત કરાયેલા ધ્યેયનું ધ્યાન છે અને તે શાસ્ત્રસિદ્ધ પરમેશ્વરપ્રણીત ધ્યાન છે અર્થાતુ જે જીવની જે પ્રકારની યોગ્યતા છે તેને અનુરૂપ ધ્યેયનું ચિંતવન કરીને આત્મહિત સાધવું જોઈએ એમ જે ભગવાને કહેલ છે તેને અનુરૂપ આ ધ્યાન છે. કેમ આવું વિવેકયુક્ત ધ્યાન પરમેશ્વરથી પ્રણીત છે ? તેમાં હેત કહે છે – આ પ્રકારના પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી વિદ્યાજન્મને અનુરૂપ પ્રકારથી જ ઉપયોગની શુદ્ધિ થાય છે.
આશય એ છે કે જીવ સતત મતિજ્ઞાનના ઉપયોગવાળો છે અને તે મતિજ્ઞાનનો ઉપયોગ કષાયોના સંશ્લેષથી કાલુષ્યને સ્પર્શનારો છે અને જે મહાત્મા પ્રસ્તુતમાં બતાવ્યું એ પ્રમાણે નિપુણ પ્રજ્ઞાપૂર્વક પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન કરે, તેનાથી તેના આત્મામાં તેટલા અંશમાં કષાયની ક્ષીણતા થાય છે અને તેના કારણે તેનો મતિજ્ઞાનનો ઉપયોગ પૂર્વ કરતાં નિર્મળ કોટિનો બને છે, આથી જ જીવો જેટલા જેટલા અંશથી સંવેગના પરિણામથી વાસિત બને છે તેટલા તેટલા અંશથી ભોગમાં તેઓનો મતિજ્ઞાનનો ઉપયોગ પૂર્વ પૂર્વ કરતાં અલ્પ-અલ્પતર સંશ્લેષવાળો બને છે, આથી જ જે જીવો દઢ પ્રણિધાનપૂર્વક પ્રતિદિન ચૈત્યવંદન
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૯
અશ્વત્થ સૂત્ર આદિ કરે છે અને તેના દ્વારા તેમનો આત્મા ભગવાનના ગુણોથી જેટલો જેટલો ભાવિત થાય છે તેટલા તેટલા અંશથી તેઓનો પૂર્વમાં વર્તતો વિષયોનો રાગ અને પ્રતિકૂળ ભાવોમાં વર્તતો દ્વેષ પણ અલ્પ-અલ્પતર થાય છે, આથી જ આ રીતે શ્રાવક ધર્મને સેવીને વિવેકી જીવો સંચિત વિર્યવાળા થાય છે ત્યારે વિષયોથી નિર્લેપ થઈને સંયમ ગ્રહણ કર્યા પછી તેલપાત્રધારક પુરુષની જેમ વિષયોના સંશ્લેષ વગર વીતરાગના વચનાનુસાર અનુષ્ઠાનોને સુખપૂર્વક સેવીને સતત અસંગ ભાવની શક્તિનો સંચય કરવા સમર્થ બને છે, તેથી ફલિત થાય છે કે પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી વિવેકની ઉત્પત્તિ થવાથી જીવના મતિજ્ઞાનના ઉપયોગમાં વિશેષ પ્રકારની નિર્મળતા પ્રાપ્ત થાય છે, આ જ કથનને સ્પષ્ટ ભાવન કરતાં કહે છે – શુદ્ધભાવથી બંધાયેલું કર્મ સુવર્ણ ઘટાદિના ઉદાહરણથી અવંધ્ય છે અને તે કર્મના ઉદયથી ફરી વિદ્યાજન્મ પ્રગટે છે; કેમ કે કારણને અનુરૂપ કાર્ય થાય છે.
આશય એ છે કે જે મહાત્માઓ ઉપયોગપૂર્વક પોતાની શક્તિના પ્રકર્ષથી પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ચિંતવન કરે છે ત્યારે તે ધ્યાનને અનુરૂપ જે શુભભાવો થાય છે તેનાથી તે પ્રકારના શુભકર્મનો બંધ થાય છે, તેથી તેનાથી બંધાયેલાં શાતાવેદનીય આદિ કર્મો હોય છે, તેમ તત્ત્વનો તીવ્ર પક્ષપાત કરાવે તેવાં દર્શન મોહનીયના ક્ષયોપશમભાવવાળાં કર્મો પણ હોય છે અને મતિજ્ઞાનમાં તેવી નિર્મલતા આધાયક ક્ષયોપશમભાવના સંસ્કારો પડે છે, તેનાથી જે બંધાયેલું કર્મ છે તે જન્માંતરમાં દેવાદિ ભવમાં ફરી ઉદયમાં આવશે ત્યારે જેમ તીવ્ર શાતાદિ પ્રાપ્ત થશે તેમ દેવભવમાં મતિજ્ઞાનની નિર્મલતા પણ પ્રગટ થશે, તત્ત્વના તીવ્ર પક્ષપાતરૂપ દર્શન મોહનીયકર્મનો ક્ષયોપશમભાવ પણ પ્રગટ થશે, તેથી જન્માંતરમાં ફરી વિશિષ્ટ પ્રકારના આત્મહિતને સાધવાને અનુકૂળ ભાવો પ્રગટ થશે. જેમ સુવર્ણનો ઘડો ભાંગે તોપણ સુવર્ણરૂપ ફલ વિદ્યમાન રહે છે તેમ વર્તમાન ભવમાં જે પ્રતિવિશિષ્ટનું ધ્યાન કર્યું તે રૂપ સુવર્ણના ઘડાનો ભંગ થવા છતાં સુવર્ણના ફલ જેવી નિર્મળ મતિની અને તત્ત્વના તીવ્ર પક્ષપાતની પ્રાપ્તિ થશે, તેથી વર્તમાન ભવમાં જે શુભભાવથી તેઓએ વિવેક પ્રગટ કરેલો તે રૂપ વિદ્યાજન્મ તેઓને જન્માંતરમાં પણ પ્રગટ થાય છે, પરંતુ વર્તમાન ભવના ધ્યાનથી સ્વર્ગાદિની બાહ્ય સામગ્રીની પ્રાપ્તિમાત્રમાં તે ધ્યાનનું ફળ વિશ્રાંત થતું નથી, તેથી તેવા મહાત્માઓ પ્રસ્તુત ધ્યાનના બળથી જેમ ઉત્તમ દેવભવને પામે છે, ઉત્તમ ભોગસામગ્રીને પામે છે તેમ જન્માંતરમાં ઉત્તમ ચિત્તવૃત્તિને પણ પ્રાપ્ત કરે છે, અને તેવા મહાત્માઓ વિશેષ વિશેષ પ્રકારના વિદ્યાજન્મને પ્રાપ્ત કરીને અંતે અવશ્ય સંસારનો ક્ષય કરશે.
પૂર્વમાં કહ્યું કે કારણના સ્વરૂપને અનુસરનાર કાર્યનો સ્વભાવ છે, તેથી શુભભાવથી બંધાયેલા કર્મને કારણે વિદ્યાજન્મની પ્રાપ્તિ થાય છે એ કથનને જ દઢ કરવા માટે કહે છે કે કારણને અનુરૂપ કાર્ય છે એ યુક્તિથી અને આગમથી સિદ્ધ છે, જેમ પ્રતિવિશિષ્ટ માટીમાંથી ઘડો થઈ શકે, પરંતુ શુષ્ક અસાર માટીમાંથી ઘડો થઈ શકે નહિ એ પ્રકારનો અનુભવ હોવાથી કાર્યનો અર્થી કારણમાં પ્રવૃત્તિ કરે છે અને તેનાથી કાર્ય થતું દેખાય છે અને અવિવેકી શુષ્ક માટી ગ્રહણ કરીને નિપુણતાપૂર્વક ઘડો કરવા યત્ન કરે તોપણ ઘડો થાય નહિ, આ પ્રકારે અન્વય-વ્યતિરેક દ્વારા સંસારનાં સર્વ કાર્યો તેને અનુરૂપ કારણથી થાય છે તેમ દેખાય છે, વળી, અતીન્દ્રિય પદાર્થોમાં કાર્ય-કારણના નિયમનો નિર્ણય આગમથી થાય છે અને
Page #111
--------------------------------------------------------------------------
________________
GO
લલિતવિસ્તાર ભાગ-૩
આગમમાં કહ્યું છે કે જીવ જે જે સમયે જે જે ભાવોથી આવિષ્ટ થાય છે તેને અનુરૂપ શુભાશુભકર્મ બાંધે છે, તે આગમવચનનો નિર્ણય કરીને શુભકર્મના બંધનું કારણ ક્યા ભાવો છે અને અશુભકર્મના બંધનું કારણ કયા ભાવો છે તેનો પણ જેને શાસ્ત્રવચનથી નિર્ણય થાય છે તેઓ સતત સદ્ગતિના પરિણામના કારણભૂત શુભભાવોને સેવીને હિતની પરંપરાને પ્રાપ્ત કરે છે અને જેઓને આગમવચન અનુસાર તે પ્રકારનો કંઈ બોધ નથી તેઓ તુચ્છ બાહ્ય નિમિત્તો અનુસાર પોતાના ભાવો કરીને દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેથી જીવના ભાવને અનુરૂપ શુભ કે અશુભકર્મ બંધાય છે તેનો નિર્ણય આગમવચનથી થાય છે, માટે સર્વત્ર કારણને અનુરૂપ કાર્ય થાય છે તેમ સ્વીકારવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે દષ્ટ વ્યવસ્થામાં કાર્યનું કારણને અનુરૂપપણું છે અને જીવના પરિણામમાં પણ કાર્યનું કારણને અનુરૂપપણું છે તેમ સિદ્ધ થાય, પરંતુ જેઓ વર્તમાન ભવમાં પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન કરે છે તેનાથી જન્માંતરમાં પણ વિદ્યાજન્મ થશે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – તે લક્ષણને અનુપાતિ વિદ્યાજન્મ છે યુક્તિ અને આગમ સિદ્ધ કારણને અનુરૂપ કાર્ય છે એ લક્ષણને જ અનુસરનાર વિદ્યાજન્મ છે, તેમાં શાસ્ત્રવચનની સાક્ષી બતાવે છે –
જેમ કોઈ જીવ પૂર્વભવમાં વિષ્ટામાં કૃમિ થયો હોય અને કોઈક રીતે પુણ્ય બાંધીને ત્યાંથી સુંદર મનુષ્યભવને પામ્યો હોય અર્થાત્ વિપુલ ભોગસામગ્રીવાળા મનુષ્યભવને પામ્યો હોય અને જાતિસ્મરણથી કે ગુરુ આદિના વચનથી તેને જ્ઞાન થાય કે પૂર્વભવમાં હું વિષ્ટાનો કીડો હતો, તોપણ તેને ફરી તે ભવમાં જવાની ઇચ્છા થતી નથી; કેમ કે તે વિષ્ટાના કીડાની અવસ્થા તેને અસાર જણાય છે અને પ્રાપ્ત થયેલો સુંદર મનુષ્યભવ સાર જણાય છે, તેમ વિદ્યાજન્મની પ્રાપ્તિને કારણે તત્ત્વજ્ઞાનથી યુક્ત એવા મહાત્માનું મન વિષયોમાં પ્રવર્તતું નથી; કેમ કે તેઓને નિર્મળ બોધને કારણે વિષયોમાં સંશ્લેષવાળું ચિત્ત વિષ્ટાના કીડા જેવી મનોદશાવાળું જણાય છે અને ભોગના સંશ્લેષ વગરનું આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંત થતું ચિત્ત સુંદર મનુષ્યભવ જેવું દેખાય છે, તેથી તેવા મહાત્માઓ વીતરાગ ન થાય તોપણ ભોગમાં તેઓનો સંશ્લેષ અલ્પ-અલ્પતર થતો રહે છે અને નિર્લેપ ચિત્તની પરિણતિમાં તેઓનો પક્ષપાત વૃદ્ધિ પામે છે, તેથી જ જેઓ આ ભવમાં વિદ્યાજન્મનું કારણ બને તે રીતે પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન કરે છે તેઓને જન્માંતરમાં વિષયોનો સંગ્લેષ ક્ષીણ-ક્ષીણતર થતો જાય છે અને અંતે વિષયોમાં સર્વથા સંશ્લેષ વગરના વીતરાગભાવવાળા ચિત્તને પ્રાપ્ત કરે છે, આ કથનને જ અન્ય દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે વિષથી ગ્રસ્ત શરીરવાળાને મંત્રોથી નિર્વિષ એવા અંગનો ઉદ્દભવ થાય છે તે રીતે જ વિદ્યાજન્મ પ્રાપ્ત થયે છતે મોહવિષનો ત્યાગ થાય છે, તેથી જેમના આત્મામાં વિષયોના વિકારરૂપ વિષ અત્યંત વ્યાપ્ત હતું તેઓ જ પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનરૂપ મંત્રથી આત્મામાં રહેલા મોહરૂપી વિષને અલ્પઅલ્પતર કરે છે, તેમ તેમ તેમનો આત્મા વિષયોના વિકાર વગરનો બને છે અને આ રીતે કેટલાક ભવો સુધી અધિક અધિક વિદ્યાજન્મની પ્રાપ્તિ દ્વારા તેમના આત્મામાંથી સંપૂર્ણ મોહવિષનો ત્યાગ થાય છે ત્યારે તે મહાત્મા વિતરાગ સર્વજ્ઞ બને છે.
વળી, પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી જીવ હંમેશાં ખેદ વગરનો મોક્ષમાર્ગમાં જાય છે; કેમ કે પ્રતિવિશિષ્ટ
Page #112
--------------------------------------------------------------------------
________________
અન્નત્થ સૂત્ર ધ્યેયના ધ્યાનથી જીવના વિષયોના વિકાર અલ્પ થાય છે, તેના કારણે ચિત્તમાં સ્વસ્થતા પ્રગટે છે, તેથી પૂર્ણ સ્વસ્થતાનો અર્થી એવો તે જીવ ખેદ વગર મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે.
વળી, જેમ મોહવિષથી ગ્રસ્ત સંસારી જીવો સંસારમાર્ગમાં પ્રવર્તે છે તેમ મોહવિષથી અગ્રસ્ત એવો વિવેકી સંસારમાર્ગમાં પ્રવર્તતો નથી, પરંતુ પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી જે ચિત્તની સ્વસ્થતા પ્રગટેલી છે તેને અતિશય કરવા માટે તે જીવ સદા પ્રવર્તે છે, ક્વચિત્ મંદ મંદ ભોગના વિકારો થાય ત્યારે પણ તે ભોગના વિકારોના ઉપદ્રવને શમન કરવા માટે તે જીવ વિવેકપૂર્વક ભાગમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ ભોગના વિકારોની વૃદ્ધિ થાય તેમ પ્રવૃત્તિ કરતો નથી, આથી જ ભોગકાળમાં પણ તેમનું મોક્ષમાર્ગમાં થતું ગમન વ્યાઘાત પામતું નથી.
વળી, મોહવિષથી ગ્રસ્ત જીવો ભાવથી મોક્ષમાર્ગમાં જતા નથી, પરંતુ ક્યારેક ખેદ પામેલો કોઈક જીવ દ્રવ્યથી મોક્ષમાર્ગમાં જાય છે અને વળી, કોઈક જીવ મોહવિષથી ગ્રસ્ત નહિ હોવા છતાં દ્રવ્યથી સંસારમાર્ગમાં જાય છે, અને ભાવથી મોક્ષમાર્ગમાં જાય છે, જેમ વિવેકી પુરુષ દ્રવ્યથી ભોગક્રિયા કરે છે તે સંસારમાર્ગની પ્રવૃત્તિ છે, તોપણ ભાવથી તેની પ્રવૃત્તિ મોક્ષને અનુકૂળ જ છે, આથી જ સમ્યગ્દષ્ટિ જીવોની ભોગની પ્રવૃત્તિ પણ સંવેગસારા હોય છે તે ભાવથી મોક્ષને અનુકૂળ ગમન સ્વરૂપ છે અને દ્રવ્યથી સંસારમાર્ગની પ્રવૃત્તિ છે. વળી, સમ્યગ્દષ્ટિ જીવો ધર્માનુષ્ઠાન સેવે છે ત્યારે દ્રવ્યથી અને ભાવથી મોક્ષપથને અનુકૂળ ગમન છે, તેથી ભોગકાળમાં સમ્યગ્દષ્ટિ જીવોના મોક્ષપથના ગમન કરતાં પણ ધર્માનુષ્ઠાનકાળમાં મોક્ષપથનું ગમન ઝડપી થાય છે; કેમ કે દ્રવ્યથી આચરણા પણ મોક્ષપથને અનુકૂળ છે અને ચિત્ત પણ મોક્ષપથને અનુકૂળ છે. જેઓ મોહવિષથી ગ્રસ્ત છે તેઓ સંસારપથમાં ગમન કરતા હોય ત્યારે તો ઉત્સાહિત હોય છે, પરંતુ ક્યારેક પરલોક માટે સંયમ ગ્રહણ કરીને તપત્યાગની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તપસંયમથી ઉપશમના સુખને પામનારા નહિ હોવાથી ભાવથી ખેદિત હોય છે અને દ્રવ્યથી સંયમની ક્રિયા કરવા છતાં ભાવથી મોક્ષપથમાં જતા નથી; કેમ કે વિષયોજન્ય ભાગમાં જ સુખબુદ્ધિ સ્થિર છે, ફક્ત વિશિષ્ટ ભોગ સામગ્રીયુક્ત ભવની પ્રાપ્તિ માટે કષ્ટકારી સંયમની આચરણા કરે છે, તેથી દ્રવ્યથી મોક્ષપથની પ્રવૃત્તિ કરે છે તેમ જણાય છે, ભાવથી તો તેઓ સંસારમાર્ગમાં જ પ્રવર્તે છે. જેમ સમ્યગ્દષ્ટિ જીવો દ્રવ્યથી સંસારમાર્ગમાં પ્રવર્તતા હોવા છતાં ભાવથી મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેમ ગાઢ વિપર્યાસવાળા જીવો દ્રવ્યથી મોક્ષમાર્ગમાં પ્રવર્તતા હોવા છતાં પણ ભાવથી સંસારમાર્ગમાં જ પ્રવર્તે છે.
આનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જેઓને વિષયોની સ્પૃહા ક્ષીણ થઈ છે તેવા મહાત્માઓ જ્ઞાનક્રિયાત્મક યોગમાર્ગમાં સતત પ્રવર્તે છે, તેથી તેઓની સર્વ પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં ગમનરૂપ છે અર્થાત્ ભોગની પ્રવૃત્તિમાં પણ ભોગના સંસ્કારોને ક્ષીણ કરવા માટે યત્ન કરે છે અને યોગમાર્ગની પ્રવૃત્તિમાં પણ ભોગના સંસ્કારોને ક્ષણ કરવા માટે પ્રવર્તે છે; કેમ કે તેઓને સમ્યજ્ઞાન છે કે સુખનો એક ઉપાય વિષયોના વિકારોનો ક્ષય છે, તેથી તેઓ જે જે ક્રિયા કરે છે તે તે ક્રિયાઓ વિકારોના ક્ષય માટે કરે છે, માટે તેઓ ક્રિયા જ્ઞાનાત્મક યોગમાર્ગમાં સતત પ્રવર્તે છે, એ પ્રકારનું શાસ્ત્રવચન છે, તેનાથી નક્કી થાય છે કે વિદ્યાજન્મથી બંધાયેલું કર્મ સુવર્ણ ઘટના ઉદાહરણથી અવંધ્ય વિદ્યાજન્મની પ્રાપ્તિનું કારણ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
દર
લલિતવિસ્તરા ભાગ-૩
લલિતવિસ્તરા ઃ
अवसितमानुषङ्गिकम्। प्रकृतं प्रस्तुमः ।
स हि कायोत्सर्गान्ते यद्येक एव ततो 'नमो अरहंताणं ति नमस्कारेणोत्सार्य्य स्तुतिं पठत्यन्यथा प्रतिज्ञाभङ्गः, 'जाव अरहंताणं' इत्यादिनाऽस्यैव प्रतिज्ञातत्वात् नमस्कारत्वेनास्यैव रूढत्वाद्, अन्यथैतदर्थाभिधानेऽपि दोषसम्भवात्, तदन्यमन्त्रादौ तथादर्शनादिति । अथ बहवस्तत एक एव स्तुतिं पठति, अन्ये तु कायोत्सर्गेणैव तिष्ठन्ति यावत्स्तुतिपरिसमाप्तिः ।
अत्र चैवं वृद्धा वदन्ति, -यत्र किलाऽऽयतनादौ वन्दनं चिकीर्षितं तत्र यस्य भगवतः सन्निहितं स्थापनारूपं, तं पुरस्कृत्य प्रथमः कायोत्सर्गः स्तुतिश्च तथाशोभनभावजनकत्वेन तस्यैवोपकारित्वात्, ततः सर्वेऽपि नमस्कारोच्चारणेन पारयन्तीति ।
।। व्याख्यातं वन्दनाकायोत्सर्गसूत्रम् ।।
લલિતવિસ્તરાર્થ ઃ
આનુષંગિક જણાયું=પ્રસ્તુતમાં ધ્યેયનો નિયમ નથી તેમ બતાવીને ત્રણ પ્રકારના ધ્યેય બતાવ્યા, ત્યારપછી ગ્રંથકારશ્રીએ પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન વિધાજન્મનું બીજ છે, ઇત્યાદિ આનુષંગિક કહ્યું તે જણાયું, હવે પ્રકૃતને કહીએ છીએ.
તે=કાયોત્સર્ગ કરનાર મહાત્મા, કાયોત્સર્ગના અંતે જો એક જ હોય તો ‘નમો અરિહંતાણં' એ પ્રકારે નમસ્કારથી કાયોત્સર્ગને પારીને સ્તુતિને બોલે છે, અન્યથા=નમસ્કારથી પાર્યા વગર સ્તુતિ બોલે તો, પ્રતિજ્ઞાભંગ છે; કેમ કે જાવ અરિહંતાણં ઇત્યાદિ દ્વારા આનું જ=નમસ્કારથી પારવાનું જ, પ્રતિજ્ઞાતપણું છે.
અહીં પ્રશ્ન થાય કે ત્યાં નમો અરિહંતાણં એ પ્રમાણે કહેલું નથી, પરંતુ જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કારથી હું પારું નહિ એ પ્રકારે પ્રતિજ્ઞા કરાઈ છે, તેથી નમો અરિહંતાણં એ પ્રકારે બોલીને ન પારે તો પ્રતિજ્ઞાભંગ છે તેમ કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે
નમસ્કારપણાથી આનું જ=નમો અરિહંતાણં એ પદનું જ, રૂઢપણું છે.
નમસ્કાર પદથી નમસ્કારની ક્રિયા ગ્રહણ કરવાને બદલે નમો અરિહંતાણં પદ કેમ ગ્રહણ કર્યું ? તેને દઢ કરવા માટે અન્ય હેતુ કહે છે
અન્યથા=અન્ય પ્રકારે=નમો અરિહંતાણં પદને છોડીને અન્ય પ્રકારે, આ અર્થના અભિધાનમાં પણ=અરિહંતોને નમસ્કાર થાવ એ અર્થના અભિધાનમાં પણ, દોષનો સંભવ છે.
કેમ દોષનો સંભવ છે ? તે સ્પષ્ટ કરવા માટે અન્ય હેતુ કહે છે
તેનાથી અન્ય મંત્રાદિમાં=નમો અરિહંતાણં ઇત્યાદિ મંત્રથી અન્ય મંત્રાદિમાં, પ્રકારે દર્શન
Page #114
--------------------------------------------------------------------------
________________
અશ્વત્થ સૂત્ર છે તે મંત્રના અર્થને કહેનારા શબ્દોથી અન્ય શબ્દો તે અર્થને કહેનારા હોવા છતાં તે મંત્રનું કાર્ય કરતા નથી તે પ્રકારે દર્શન હોવાથી પ્રસ્તુતમાં પણ નમો અરિહંતાણં જ બોલીને કાયોત્સર્ગ પારવો જોઈએ, પરંતુ તે અર્થને કહેનારાં અન્ય પદોથી કાયોત્સર્ગ પારવો જોઈએ નહિ, હવે ઘણા છે કાયોત્સર્ગ કરનારા એક કરતાં અધિક છે, તો એક જ સ્તુતિને બોલે છે તે ઘણા લોકોમાંથી નમસ્કાર દ્વારા કાયોત્સર્ગને પારીને એક જ પુરુષ સ્તુતિને બોલે છે, વળી, અન્ય કાયોત્સર્ગ કરનારાઓ કાયોત્સર્ગથી જ રહે છે, જ્યાં સુધી સ્તુતિની પરિસમાપ્તિ થાય.
અને અહીં કાયોત્સર્ગના વિષયમાં, આ પ્રમાણે વૃદ્ધો=જ્ઞાનવૃદ્ધ પુરુષો, કહે છે – જે આયતન આદિમાં=જિનાલય આદિમાં, વંદન કરવાનું ઈચ્છાયું, ત્યાં જે ભગવાનનું સંનિહિત સ્થાપનારૂપ છે તેને આગળ કરીને પ્રથમ કાયોત્સર્ગ અને સ્તુતિ કરવી જોઈએ; કેમકે તે પ્રકારે શોભનભાવનું જનકપણું હોવાથી=જે તીર્થંકરની પ્રતિમા સન્મુખ છે તેના સ્મરણપૂર્વક તેમની ભક્તિ નિમિતે હું પ્રસ્તુત કાયોત્સર્ગ કરું છું તે પ્રકારના શોભનભાવનું જનકપણું હોવાથી, તેનું જ=તે ભગવાનની
સ્તુતિનું જ, ઉપકારિપણું છે, ત્યારપછી=એક પુરુષ સ્તુતિ બોલી રહે ત્યારપછી, સર્વ પણ નમસ્કારના ઉચ્ચારણથી પારે છે.
- વંદના કાયોત્સર્ગ સૂત્ર વ્યાખ્યાન કરાયું. ભાવાર્થ :
અરિહંત ચેઇયાણ સૂત્ર દ્વારા પ્રતિસંધાન કરીને અને અન્નત્થ સૂત્ર દ્વારા આગારીપૂર્વક કાયોત્સર્ગ કરવાની પ્રતિજ્ઞા કરીને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરાય છે તે કાયોત્સર્ગ કરનાર એક પુરુષ પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે. જો એક પુરુષ હોય તો નમો અરિહંતાણં એ પ્રકારે નમસ્કારથી કાયોત્સર્ગને પારીને સ્તુતિ બોલે છે. જો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ ધ્યેયનું ધ્યાન કર્યા પછી પણ નમસ્કાર દ્વારા કાયોત્સર્ગ પાર્યા વગર સ્તુતિ બોલે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય છે અર્થાત્ કાયોત્સર્ગ મુદ્રામાં સ્તુતિ બોલે તોપણ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે અને નમો અરિહંતાણં બોલ્યા વગર કાયોત્સર્ગ મુદ્રાનો ત્યાગ કરે તોપણ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે, કેમ કે અન્નત્થ સૂત્રમાં જાવ અરિહંતાણં ઇત્યાદિ શબ્દો દ્વારા નમો અરિહંતાણં પદ દ્વારા પારવાની પ્રતિજ્ઞા કરેલી. વળી, નમો અરિહંતાણં પદ દ્વારા જ કાયોત્સર્ગ પારવો જોઈએ, એ અર્થમાં જ નમસ્કારનું રૂઢપણું છે, માટે નમો અરિહંતાણં શબ્દોથી જણાતા અર્થને જ અન્ય શબ્દોથી કહે તોપણ દોષની પ્રાપ્તિ છે; કેમ કે નમો અરિહંતાણં એ પદ મંત્રરૂપ છે, તેથી મંત્રની મર્યાદા અનુસાર તેના વાચક તે જ શબ્દો બોલવાથી ફળની પ્રાપ્તિ થાય છે.
વળી, ઘણા ચૈત્યવંદન કરતા હોય તો એક જ પુરુષ કાયોત્સર્ગ પારીને સ્તુતિ બોલે છે, અન્ય સર્વ કાયોત્સર્ગમાં જ રહીને સ્તુતિની પરિસમાપ્તિ સુધી તે સ્તુતિનું જ પ્રતિસંધાન કરે છે, તેથી આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ અને સ્તુતિના પ્રતિસંધાન યુક્ત કાલાવધિ સુધી કાયોત્સર્ગમાં રહીને ત્યારપછી જ કાયોત્સર્ગ પારે.
Page #115
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તા ભાગ-૩
વળી, જે જિનાલયમાં ચૈત્યવંદન કરાય છે ત્યાં જે ભગવાનની પ્રતિમા સન્મુખ છે તેમને જ આગળ કરીને કાયોત્સર્ગ અને સ્તુતિ બોલવી જોઈએ, જેનાથી શોભનભાવની વૃદ્ધિ થાય છે; કેમ કે જે ભગવાન સન્મુખ છે, તેમની જ હું સ્તુતિ કરું છું એ પ્રકારનું પ્રતિસંધાન થાય છે અને અન્ય ભગવાનની પ્રતિમા હોય તો જે ભગવાનની પ્રતિમા છે તેમની હું સ્તુતિ કરું છું તેમ પ્રતિસંધાન થતું નથી, તેથી તે ભગવાનની સ્તુતિ કરવાથી વિશિષ્ટ નિર્જરા થાય છે, ત્યારપછી બધા નમસ્કારના ઉચ્ચારપૂર્વક કાયોત્સર્ગ પારે છે. અવતરણિકા:
पुनरत्रान्तरेऽस्मिन्नेवावसर्पिणीकाले ये भारते तीर्थकृतस्तेषामेवैकक्षेत्रनिवासादिनाऽऽसनतरोपकारित्वेन कीर्तनाय चतुर्विंशतिस्तवं पठति पठन्ति वा, स चायम् - અવતરણિકાર્થ:
વળી, અઢાંતરે એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને સ્તુતિ બોલ્યા પછી, આ અવસર્પિણીકાળમાં ભારતમાં જે તીર્થકરો થયા તેઓનું એક ક્ષેત્રનિવાસ આદિથી આસન્નતર ઉપકારિપણું હોવાને કારણે કિીર્તન માટે–તેઓના કીર્તન માટે, ચતુર્વિશતિ સ્તવને બોલે છે=એક જણ બોલે છે, અથવા અનેક જણ હોય તો અનેક જણ બોલે છે એક જણ સ્પષ્ટ ઉચ્ચારથી બોલે છે અન્ય સર્વ મનમાં અવશ્ય બોલે છે, અને તે=ચતુર્વિશતિસ્તવ, આ છે=આગળ બતાવે છે એ છે – સૂત્ર -
लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे ।
अरिहंते कित्तइस्सं, चउवीसंपि केवली ।।१।। સૂત્રાર્થ :
લોકના ઉદ્યતને કરનારા ધર્મતીર્થર્ન કરનારા જિન અરિહંત ર્શાવી પણ કેવલીનું હું કીર્તન કરીશ. III લલિતવિસ્તરા -
अस्य व्याख्या -'लोकस्योद्योतकरानि'त्यत्र विज्ञानाद्वैतव्युदासेनोद्योत्योद्योतकयोर्भेदसंदर्शनार्थं भेदेनोपन्यासः, लोक्यत इति लोकः, लोक्यते-प्रमाणेन दृश्यत इति भावः, अयं चेह तावत्पञ्चास्तिकायात्मको गृह्यते, तस्य लोकस्य किम् ? उद्योतकरणशीला उद्योतकरास्तान्, केवलालोकेन तत्पूर्वकवचनदीपेन वा सर्वलोकप्रकाशकरणशीलानित्यर्थः।
तथा दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्मः, उक्तं च- 'दुर्गतिप्रसृताञ्जीवान्, यस्माद्धारयते ततः। धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः।।१।।' इत्यादि, तथा तीर्यतेऽनेनेति तीर्थम्, धर्म एव
Page #116
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર धर्मप्रधानं वा तीर्थं धर्मतीर्थं, तत्करणशीला धर्मतीर्थकरास्तान्, तथा रागादिजेतारो जिनास्तान्, तथाऽशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तानर्हतः।
'कीर्तयिष्यामि' इति स्वनामभिः स्तोष्ये इत्यर्थः, 'चतुर्विंशतिमिति संख्या, 'अपि'शब्दो भावतस्तदन्य- . समुच्चयार्थः, केवलज्ञानमेषां विद्यत इति केवलिनस्तान केवलिनः। લલિતવિસ્તરાર્થઃ
આની વ્યાખ્યા=પહેલી ગાથાની વ્યાખ્યા – લોકના ઉધોતને કરનારા એ પ્રકારના કથનમાં વિજ્ઞાન અદ્વૈતના સુદાસથી=વિજ્ઞાન અદ્વૈત મતના નિરાસથી, ઉધોત્ય અને ઉદ્યોતકના ભેદને દેખાડવા માટે ભેદથી ઉપન્યાસ છેઃલોકના ઉધોતને કરનારા એ પ્રકારે ષષ્ઠી વિભક્તિ દ્વારા ભેદથી ઉપવાસ છે, લોક શબ્દની વ્યુત્પત્તિ કહે છે – તવચ=જ્ઞાનનો વિષય થાય છે એ લોક, તોયતે–પ્રમાણથી દેખાય છે એ પ્રકારનો ભાવ છે-કેવલજ્ઞાનના પ્રમાણથી અથવા શ્રુતજ્ઞાનના પ્રમાણથી દેખાય છે તે લોક, અને આ=જ્ઞાનના વિષયભૂત લોક, અહીં પ્રસ્તુત સૂત્રમાં, પંચાતિકાયાત્મક ગ્રહણ કરાય છે, તે લોકના શું ? એથી કહે છે – ઉધોત કરવાના સ્વભાવવાળા ઉધોતકર છે, તેઓનું હું કીર્તન કરીશ એમ સંબંધ છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – કેવલજ્ઞાનરૂપી પ્રકાશથી અથવા તપૂર્વક વચનરૂપ દીપથી-કેવલજ્ઞાનપૂર્વક વચનરૂપ દીપકથી, સર્વ લોકના પ્રકાશને કરવાવાળાનું હું કીર્તન કરીશ એમ સંબંધ છે.
અને દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે એ ધર્મ=દુર્ગતિમાં પડતા સંસારી જીવને બચાવે તેવો જીવનો પોતાનો પરિણામ એ ધર્મ છે, અને કહેવાયું છે – જે કારણથી દુર્ગતિમાં સરકતા જીવોને ધારણ કરે છે તેથી અને એઓને દુર્ગતિમાં પડતા જીવોને, શુભ સ્થાનમાં સ્થાપન કરે છે તે કારણથી ધર્મ એ પ્રમાણે કહેવાયું છે. ઈત્યાદિ=ઈત્યાદિથી અન્ય તેવાં વચનોનું ગ્રહણ છે.
અને આના દ્વારા કરાય છે એ તીર્થ છે, ધર્મ જ તીર્થ છે, અથવા ધર્મ પ્રધાન તીર્થ છે એ ધર્મતીર્થ છે તેના કરવાના સ્વભાવવાળા ધર્મતીર્થને કરનારા એવા તેઓનું હું કીર્તન કરીશ એમ અન્વય છે. અને રાગાદિને જીતનારા જિન છે, તેઓનું હું કીર્તન કરીશ.
અને અશોકવૃક્ષ આદિ અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે અરિહંતો, તેઓનું હું કીર્તન કરીશ=સ્વનામો વડે સ્તુતિ કરીશ એ પ્રકારનો અર્થ છે, સંખ્યા ચોવીશ છે, ગપ શબ્દ ભાવથી તેનાથી અન્યના સમુચ્ચય અર્થવાળો છે=ભરત ક્ષેત્રના ચોવીશ તીર્થકરોથી અન્ય ક્ષેત્રના તીર્થકરોના સમુચ્ચય અર્થવાળો છે.
કેવલજ્ઞાન આમને વિધમાન છે એ કેવલીઓ તેઓનું કેવલીઓનું હું કીર્તન કરીશ એમ અન્વય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૯
લલિતવિસ્તાર ભાગ-૩
પંજિકા :
'भावतस्तदन्यसमुच्चयार्थ' इति, भावतः नामस्थापनाद्रव्याहत्परिहारेण, शुभाध्यवसायतो वा, 'तदन्येषाम्'= ऋषभादिचतुर्विंशतिव्यतिरिक्तानाम् ऐरवतमहाविदेहजानामर्हतां, (समुच्चयार्थः=)सङ्ग्रहार्थः, तदुक्तम् 'अविसद्दग्गहणा पुण एरवयमहाविदेहे य।' ॥१॥ પંજિકાર્ય :
માવતસ્તા .... પરવાનાવિલે ૨ | માવતરૂંચસમુઘવાર્થ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – ભાવથી નામ-સ્થાપતા-દ્રવ્ય અરિહંતના પરિહારથી અર્થાત્ ભાવ તીર્થંકરના ગ્રહણથી અથવા શુભ અધ્યવસાય રૂ૫ ભાવથી, તેનાથી અન્યોના=ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરથી વ્યતિરિક્ત એરવત-મહાવિદેહમાં થનારા અરિહંતોના, સંગ્રહ અર્થવાળો જ શબ્દ છે, તે કહેવાયું છે
પ શબ્દના ગ્રહણથી વળી, ઐરાવત અને મહાવિદેહમાં વર્તતા તીર્થકરોનું ગ્રહણ છે એમ સંબંધ છે. III ભાવાર્થ :
લોકના ઉદ્યોતકર એ પ્રકારનું વિશેષણ ચોવીશે તીર્થકરોનું આપેલ છે, તેમાં લોક શબ્દને ષષ્ઠી વિભક્તિ બતાવી, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન પંચાસ્તિકાયમય લોકના ઉદ્યોતને કરનારા છે, તેથી ઉદ્યોત્ય પંચાસ્તિકાયમય લોક છે અને તેના ઉદ્યોતક ભગવાન છે, આમ કહેવાથી ઉદ્યોત્ય-ઉદ્યોતક બેનો ભેદથી ઉપન્યાસ થાય છે, તેનાથી વિજ્ઞાન અદ્વૈતમતનો નિરાસ થાય છે. વસ્તુતઃ વિજ્ઞાન અદ્વૈતવાદી જ્ઞાનથી અતિરિક્ત શેય એવો લોક નથી તેમ એકાંતે સ્વીકારે છે અને કહે છે કે જ્ઞાન થાય છે તેના બળથી શેયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, જો શેયનું જ્ઞાન થતું ન હોય તો શેય છે તેમાં કોઈ પ્રમાણ નથી અને જોયું અને જ્ઞાન બેની સત્તા સ્વીકારવામાં ગૌરવ છે; કેમ કે જ્ઞાન પણ છે અને શેય પણ છે બે પદાર્થની કલ્પના કરવા કરતાં માત્ર જ્ઞાન છે તેમ સ્વીકારવામાં એક પદાર્થની કલ્પના થવાથી લાઘવ છે અને માત્ર શેયનો સ્વીકાર જ્ઞાન વગર થઈ શકતો નથી, તેથી જ્ઞાનને સ્વીકારીને શેય નથી તેમ સ્વીકારવામાં લાઘવ છે, તેથી ઉંઘમાં હાથી ઘોડા દેખાય છે તેમ જ્ઞાનના વિકલ્પથી શેય દેખાય છે, વસ્તુતઃ જ્ઞાનથી અતિરિક્ત જોય નથી, આ પ્રકારનો વિજ્ઞાન અદ્વૈતનો મત એકાંતથી સ્વીકારવો ઉચિત નથી, તે બતાવવા માટે ભગવાન લોકના ઉદ્યોતને કરનારા છે તેમ કહેલ છે.
વસ્તુતઃ દેખાતા જોય પદાર્થો આત્મા માટે અનુપયોગી છે, છતાં મોહને વશ જીવોને તે દેખાતા પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થાય છે, તેના વારણ માટે શેય પદાર્થ પરમાર્થથી આત્મા માટે ઉપયોગી નથી તે બતાવવા માટે નથી, એમ સ્યાદ્વાદની એક દૃષ્ટિથી સ્વીકારાય છે. તેથી વિજ્ઞાન અદ્વૈત મત એક નયથી સત્ય છે, પરંતુ વિજ્ઞાન અદ્વૈતવાદી તે નયને એકાંતે સ્વીકારીને જગતમાં વર્તતા શેયનો જ અપલાપ કરે છે તેના નિવારણ માટે ષષ્ઠી વિભક્તિ દ્વારા ભગવાન લોકના ઉદ્યોતકર છે તેમ કહેલ છે. લોક શબ્દની વ્યુત્પત્તિ બતાવે છેજ્ઞાનથી જે દેખાય તે લોક છે, એ વ્યુત્પત્તિ પ્રમાણે ઘટ-પટ સર્વ પદાર્થો જ્ઞાનથી દેખાય છે, તેથી લોક શબ્દથી
Page #118
--------------------------------------------------------------------------
________________
લોગસ સૂત્ર તેનું ગ્રહણ પ્રાપ્ત થાય, પરંતુ પ્રસ્તુતમાં પૂર્ણ પંચાસ્તિકાયમય લોક ગ્રહણ કરવો છે, પણ લોકનો એક દેશ ગ્રહણ કરવો નથી, તેથી કહે છે – કેવલજ્ઞાનરૂપ પ્રમાણથી કે શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણથી જે દેખાય છે તે લોક છે; કેમ કે ભગવાન પંચાસ્તિકાયમય લોકના પ્રકાશક છે, તે લોકનું શું ? તેથી કહે છે – લોકને ઉદ્યોત કરવાના સ્વભાવવાળા ભગવાન છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – ભગવાન કેવલજ્ઞાનથી પંચાસ્તિકાયમય સર્વ લોકને પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે અથવા કેવલજ્ઞાનપૂર્વક વચનરૂપી દીપકથી સર્વ લોકના પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે, તેથી ભગવાન કેવલજ્ઞાનથી “પંચાસ્તિકાયમય લોક જે પ્રમાણે રહેલ છે અને તદ્ અંતર્વર્તી જીવ-અજીવ આદિ સર્વ દ્રવ્યો જે રીતે સંચરણ કરે છે અને જીવો જે રીતે અધ્યવસાય કરીને કર્મો બાંધે છે અને જે પ્રકારે વિવેક દ્વારા કર્મોનો નાશ કરીને સિદ્ધ અવસ્થાને પામે છે અને આ રીતે વિવેક દ્વારા અત્યાર સુધીમાં અનંતા સિદ્ધ થયા છે, ઇત્યાદિ સર્વ લોકની વ્યવસ્થાને યથાર્થ જાણે છે અને તે રીતે જ યથાર્થ પ્રકાશન કરે છે, તેના બળથી યોગ્ય જીવો પોતાનું આત્મહિત સાધી શકે છે, તે પ્રકારે તીર્થકરો સર્વ લોકના પ્રકાશક છે.
વળી, ધર્મતીર્થને કરનારા છે, ધર્મ એ જીવનો અંતરંગ અધ્યવસાય છે અને સંસારી જીવો દુર્ગતિના કારણભૂત જે અધ્યવસાયો કરે છે તે અધર્મ છે અને તેનાથી વિરુદ્ધ સુગતિના કારણભૂત જે અધ્યવસાય કરે છે તે ધર્મ છે, તેથી મોક્ષને અનુકૂળ સમ્યજ્ઞાન, સમ્યગ્રુચિ અને સમ્યગુઆચરણ તે ધર્મ છે, ભગવાન તેવા ધર્મરૂપ તીર્થને કરવાના સ્વભાવવાળા છે. તીર્થનો અર્થ સ્પષ્ટ કરે છે – જેના દ્વારા જગતના જીવો સંસારસાગરથી તરે તે તીર્થ કહેવાય અને ધર્મ જ રત્નત્રયીની પરિણતિરૂપ તીર્થ છે, તેને કરનાર ભગવાન હોવાથી ભગવાન ધર્મ તીર્થંકર છે અથવા ધર્મ રત્નત્રયીરૂપ છે અને તે પ્રધાન છે જેમાં એવો ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધર ધર્મતીર્થ છે તેને કરવાના સ્વભાવવાળા ભગવાન છે, તેથી ધર્મ તીર્થકર છે.
આ પ્રકારે ધર્મ તીર્થંકરની બે વ્યુત્પત્તિ બતાવવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાને રત્નત્રયીરૂપ તીર્થને પ્રગટ કરેલ છે, માટે ધર્મ તીર્થંકર છે અથવા રત્નત્રયીરૂપ ધર્મ પ્રધાન છે જેમાં એવા પ્રથમ ગણધરને ભગવાને દ્વાદશાંગી આપી છે તેનાથી ધર્મતીર્થ પ્રવર્તે અથવા ભગવાને રત્નત્રયી પ્રધાન છે જેમાં એવા સાધુ સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેના બળથી ઘણા જીવો સંસારસાગરથી તરે છે, માટે ધર્મ છે પ્રધાન જેમાં એવો ચતુર્વિધ સંઘ તેને કરવાના સ્વભાવવાળા તીર્થકરો છે.
આ રીતે ભગવાન લોકના યથાર્થ પ્રકાશ કરનારા અને ધર્મતીર્થ કરનારા હોવાથી પોતાને અત્યંત ઉપકારક છે તે સ્વરૂપે ચોવીશે તીર્થકરોની ઉપસ્થિતિ કરીને તેમનું કીર્તન કરાય છે.
વળી, તેઓની અંતરંગ સંપદાને સામે રાખીને સ્તુતિ કરવા માટે કહે છે – ભગવાન રાગાદિને જીતનારા હોવાથી જિન છે તે રીતે સ્તુતિ કરવાથી જિન તુલ્ય થવાને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે.
વળી, ભગવાન અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તેમ કહેવાથી બુદ્ધિમાન એવા દેવો પણ જેમના ઉત્તમ ગુણોનું સ્મરણ કરીને શ્રેષ્ઠ પ્રકારની પૂજા કરે છે તેવી પૂજાની યોગ્યતાવાળા તીર્થકરો છે, માટે જગભૂજ્ય છે તે સ્વરૂપે ભગવાનની ઉપસ્થિતિ થાય છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
Ge
ललितविस्तरा भाग-3 વળી, તેવા સ્વરૂપવાળા ભગવાન કેવલી છે=કેવલજ્ઞાન યુક્ત છે, તેથી પૂર્ણ જ્ઞાનવાળા છે તે સ્વરૂપે ભગવાનની ઉપસ્થિતિ થાય છે, આવા ચોવીશે પણ તીર્થકરોની તેમના નામથી હું સ્તુતિ કરીશ એ પ્રકારનું પ્રણિધાન કરાય છે અને ચોવીશે પણ તીર્થકરોને એમ કહેવાથી પ શબ્દ દ્વારા બે અર્થ પ્રાપ્ત થાય છે - ચોવીશ તીર્થકરો સિવાયના અન્ય પણ જે તીર્થકરો ઐરવત-મહાવિદેહ આદિમાં છે તેઓની હું શુભ અધ્યવસાય રૂ૫ ભાવથી સ્તુતિ કરીશ અર્થાત્ ચોવીશ તીર્થકરોની તો સાક્ષાત્ નામોલ્લેખથી હું સ્તુતિ કરીશ અને અન્ય સર્વ તીર્થકરોની મપ દ્વારા સમુચ્ચય કરીને હું ભાવથી સ્તુતિ કરીશ.
વળી, જે તીર્થકરોની હું સ્તુતિ કરીશ તે નામ તીર્થકરો, સ્થાપના તીર્થંકરો કે દ્રવ્ય તીર્થકરો છે તેઓને છોડીને જે ચોવીશ ભાવ તીર્થંકરો થયા છે અને અન્ય ઐરવત-મહાવિદેહમાં ભાવ તીર્થંકરો થયા છે તે સર્વનો જ શબ્દથી સમુચ્ચય છે, તેથી સર્વ ક્ષેત્રમાં જે કોઈ ભાવ તીર્થંકર થયા છે તે સર્વની હું સ્તુતિ કરીશ, એ પ્રકારનો વિશાળ આશય થાય છે અને જે મહાત્માઓ દરેક શબ્દના અર્થનું પ્રતિસંધાન કરે છે તેઓને ભગવાનના સર્વ વિશેષણોનું જેમ અર્થથી પ્રતિસંધાન થાય છે તેમ પ શબ્દનું પણ અર્થથી પ્રતિસંધાન થાય છે, તેથી સર્વ ભાવ તીર્થકરોનું હું કીર્તન કરીશ એવો વિશાળ અધ્યવસાય થવાથી મહાનિર્જરાની પ્રાપ્તિ थाय छे. ललितविस्तरा :__ अत्राह -'लोकस्योद्योतकरानित्येतावदेव साधु, धर्मतीर्थकरानिति न वाच्यं, गतार्थत्वात्, तथाहिये लोकस्योद्योतकराः, ते धर्मतीर्थकरा एवेति', अत्रोच्यते, इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवल्लोकशब्दप्रवृत्तेः मा भूत्तदुद्योतकरेष्ववधिविभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा संप्रत्यय इत्यतस्तद्व्यवच्छेदार्थं धर्मतीर्थकरानिति।
आह-'यद्येवं, धर्मतीर्थकरानित्येतावदेवास्तु, लोकस्योद्योतकरानिति न वाच्यमिति'। अत्रोच्यते, इह लोके येऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया धर्मार्थमवतरणतीर्थकरणशीलास्तेऽपि धर्मतीर्थकरा एवोच्यन्ते, तन्मा भूदतिमुग्धबुद्धीनां तेषु संप्रत्यय इति अतः तदपनोदाय लोकस्योद्योतकरानप्याहेति। ___ अपरस्त्वाह- 'जिनानित्यतिरिच्यते; तथाहि- यथोक्तप्रकारा जिना एव भवन्तीति,' अत्रोच्यते, मा भूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु संप्रत्यय इत्यतस्तदपोहायाह- 'जिनानिति, श्रूयते च कुनयदर्शने, 'ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम्। गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः।।' इत्यादि। तन्नूनं न ते रागादिजेतार इति; अन्यथा कुतो निकारतः पुनरिह भवाङ्कुरप्रभवो, बीजाभावात्, तथा चान्यैरप्युक्तम्- 'अज्ञानपांशुपिहितं, पुरातनं कर्मबीजमविनाशि। तृष्णाजलाभिषिक्तं, मुञ्चति जन्माङ्कुरं जन्तोः'।। तथा, 'दग्धे बीजे यथात्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः। कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः।।' इत्यादि।
Page #120
--------------------------------------------------------------------------
________________
લોગસસ સૂત્ર લલિતવિસ્તરાર્થ:
અહીં પ્રથમ ગાથામાં કહેવાયેલાં વિશેષણોમાં, શંકા કરે છે - લોકના ઉધોતકર એટલાથી જ સાધુ છે એટલું જ વિશેષણ ઉચિત છે, ધર્મ તીર્થકરોને એ પ્રમાણે કહેવું જોઈએ નહિ; કેમ કે ગતાર્થપણું છેઃલોકઉધોતકર એ વિશેષણથી જ ધર્મ તીર્થકર એ વિશેષણના અર્થની પ્રાપ્તિ છે, તે આ પ્રમાણે – જેઓ લોકના ઉધોતને કરનારા છે તે ધર્મ તીર્થકર જ છે અર્થાત્ અન્ય કોઈ નથી, પરંતુ ધર્મ તીર્થકર જ છે, આ શંકામાં ઉત્તર આપે છે –
અહીં પ્રસ્તુત ગાથામાં, લોકના એક દેશમાં પણ ગામના એક દેશમાં ગામની જેમ લોક શબ્દની પ્રવૃત્તિ હોવાથી ઉધોતકર એવા અવધિ-વિભંગ જ્ઞાનીઓમાં અથવા સૂર્ય-ચંદ્રાદિમાં સંપ્રત્યય ન થાવ લોક શબ્દથી તેનું ગ્રહણ ન થાવ, આથી તેના વ્યવચ્છેદ માટે ધર્મ તીર્થકર એ પ્રમાણે વિશેષણ આપેલ છે.
સાહથી શંકા કરે છે – જો આ પ્રમાણે છેઃલોકના એક દેશના ગ્રહણના વ્યવચ્છેદ માટે ધર્મ તીર્થકર એ પ્રમાણે વિશેષણ આપ્યું છે એ પ્રમાણે છે, તો ધર્મ તીર્થંકર એટલું જ હો, લોકઉધોતકર એ વિશેષણ કહેવું જોઈએ નહિ, આમાં=આ પ્રકારની શંકામાં, ઉત્તર આપે છે –
અહીં લોકમાં જે કોઈ નદી આદિ વિષમ સ્થાનોમાં મુગ્ધપણાથી ધર્મ માટે અવતરણરૂપ તીર્થના કરણ સ્વભાવવાળા છે તેઓ પણ ધર્મતીર્થ કરનારા જ કહેવાય છે, તે કારણથી અતિમુગ્ધ બુદ્ધિવાળા જીવોને તેઓમાં=નદી આદિ વિષમ સ્થાનોમાં, ધર્માર્થે અવતરણ કરવા માટે પગથિયાં આદિ કરવાના સ્વભાવવાળામાં સંપ્રત્યય ન થાવ=તેઓની હું સ્તુતિ કરીશ એ પ્રકારે ઉપસ્થિતિ ન થાવ, આથી તેના અપનયન માટે લોકના ઉધોતકર એ પ્રકારે પણ કહે છે.
વળી, બીજા કહે છે – જિનાનું એ વિશેષણ અધિક છે=નિરર્થક છે, તે આ પ્રમાણે – ચોક્ત પ્રકારવાળા=લોકના ઉધોત કરનારા અને ધર્મતીર્થને કરનારા એવા સ્વરૂપવાળા, જિન જ હોય છે, અહીં જિન વિશેષણ નિરર્થક છે એ પ્રકારની શંકામાં, ઉત્તર આપે છે –
કુનયમતઅનુસાર પરિકલ્પિત એવા યથોક્ત પ્રકારવાળામાં=લોકનો ઉધોત કરનારા અને ધર્મતીર્થને કરનારા એવા પ્રકારવાળામાં, સંપ્રત્યય ન થાવ=હું તેમની સ્તુતિ કરું છું એ પ્રકારની ઉપસ્થિતિ ન થાવ, આથી તેના અપોહ માટે કુનયવાળાને અભિમત એવા લોકઉધોતકર અને ધર્મ તીર્થંકરના અપોહ માટે, જિનાનું એ પ્રમાણે વિશેષણ કહે છે અને કુનયના દર્શનમાં સંભળાય છે – જ્ઞાની ધર્મતીર્થના કર્તા પરમ પદમાં જઈને ફરી પણ તીર્થના વિનાશથી ભવમાં આવે છે તીર્થનો વિનાશ થતો જોઈને તેના રક્ષણ માટે ભવમાં આવે છે. ઈત્યાદિથી અન્ય ઉદ્ધરણનો સંગ્રહ છે, તે કારણથી તેઓ ખરેખર રાગાદિને જિતનારા નથી અન્યથા અર્થાત્ રાગાદિ ન હોય તો, કયા કારણથી નિકારથી=તીર્થના નાશથી, ફરી અહીં ભવના અંકુરાનો પ્રભવ થાય? અર્થાત્ થાય નહિ; કેમ કે બીજનો અભાવ છે અને તે પ્રમાણે=મોક્ષમાં ગયેલા જીવોને ભવનો અંકુરો નથી તે પ્રમાણે,
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
લલિતવિસ્તરા ભાગ-૩ બીજાઓ વડે પણ કહેવાયું છે – અજ્ઞાનરૂપી ધૂળથી ઢંકાયેલું અવિનાશી તૃષ્ણાજલથી અભિષિક્ત પુરાતન કર્મરૂપી બીજ જંતુના જન્માકુરને મૂકે છે. અને બીજ દગ્ધ થયે છતે જે પ્રમાણે અંકુર અત્યંત પ્રાદુર્ભાવ થતો નથી, તે પ્રમાણે કર્મબીજ દગ્ધ થયે છતે ભવનો અંકુરો ઊગતો નથી, ઈત્યાદિથી અન્યનું ગ્રહણ છે. ભાવાર્થ -
લોકના ઉદ્યોતને કરનારા અને ધર્મતીર્થને કરનારા એ ભગવાનનાં બે વિશેષણો આપ્યાં. એ બે કેમ આપ્યાં? તેમાં યુક્તિ બતાવે છે – જેમ કોઈ પુરુષ કોઈ નગરમાં જાય ત્યારે તે પુરુષ તે નગરમાં ગયો છે તેમ કહેવાય છે, વસ્તુતઃ તે નગરના એક દેશમાં ગયો છે, આખા ગામમાં ગયો નથી, તેમ લોક શબ્દનો અર્થ એક દેશ ગ્રહણ કરવામાં આવે તો અવધિજ્ઞાની કે વિર્ભાગજ્ઞાની પંચાસ્તિકાયમય લોકના એક દેશનું પ્રકાશન કરે છે અર્થાત્ છદ્મસ્થ જીવો ચક્ષુથી જુએ છે તેટલો જ લોક તેમને પ્રગટ છે, પરંતુ તેનાથી અધિક લોક કેવો છે તે દેખાતો નથી અને કોઈ અવધિજ્ઞાની કે વિર્ભાગજ્ઞાની તેના જ્ઞાન અનુસાર લોકને જોઈને પ્રકાશન કરે તો તેઓ પણ ચૌદ રાજલોકના એક દેશનું પ્રકાશન કરનારા છે, જેમ શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનથી સાત દ્વિીપ-સમુદ્રો દેખાયા અને તે દ્વીપ-સમુદ્રોનું વર્ણન કોઈ આગળ કરે તો તે પણ લોકના પ્રકાશક છે તેવો અર્થ પ્રાપ્ત થાય; કેમ કે લોકના એક દેશમાં પણ લોક શબ્દની પ્રવૃત્તિ છે અથવા સૂર્ય-ચંદ્ર પણ લોકના એક દેશને પ્રકાશ કરનારા છે, તેથી લોકના ઉદ્યોતકર શબ્દથી અવધિજ્ઞાની, વિર્ભાગજ્ઞાની કે સૂર્ય-ચંદ્રનું ગ્રહણ ન થાય માટે ધર્મતીર્થને કરનારા એમ બીજું વિશેષણ આપેલ છે, તેથી અવધિજ્ઞાની આદિનો વ્યવચ્છેદ થાય છે; કેમ કે તેઓ ધર્મતીર્થને કરનારા નથી.
વળી, માત્ર ધર્મતીર્થને કરનારા એટલું જ વિશેષણ કહેવામાં આવે તો મુગ્ધ બુદ્ધિવાળા જીવો માને છે કે ગંગા આદિ કેટલીક નદીઓમાં અવતરણ કરવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે અને તે નદી આદિ વિષમ સ્થાનમાં ધર્મ માટે અવતરણ કરવા માટે કોઈ પગથિયાં આદિ નિર્માણ કરે તો તે પણ ધર્મતીર્થને કરનારા છે તેવો અર્થ પ્રાપ્ત થાય, તેથી લોકઉદ્યોતકર એ પણ વિશેષણ આપેલ છે, જેથી પ્રસ્તુતમાં તેવા ધર્મતીર્થને કરનારાઓનું સ્તવન નથી, પરંતુ પારમાર્થિક ધર્મતીર્થને કરનારા તીર્થકરોનું જ સ્તવન છે એમ પ્રાપ્ત થાય છે; કેમ કે નદી આદિ વિષમ સ્થાનમાં જેઓ તીર્થને કરે છે તેઓ લોકના ઉદ્યોતને કરનારા નથી.
વળી, લોકઉદ્યોતકર અને ધર્મતીર્થ કરનારા જિન જ છે, તો પણ કેટલાક દર્શનકારો માને છે કે જ્ઞાની ધર્મના તીર્થને કરનારા પરમપદમાં જઈને પોતાના તીર્થનો નાશ થતો જોઈને ફરી ભવમાં જન્મ લે છે, તેથી તેઓ જિન નથી છતાં તેઓનું ગ્રહણ લોકઉદ્યોતકર અને ધર્મતીર્થને કરનારા વિશેષણથી ન થાય, માટે જિન એ પ્રકારે ત્રીજું વિશેષણ આપેલ છે, તેથી લોકના ઉદ્યોતને કરનારા ધર્મતીર્થ કરનારા જિનની હું સ્તુતિ કરીશ, એ પ્રકારનું પ્રતિસંધાન થાય છે.
વળી, જેઓ તીર્થના નાશને જોઈને જન્મ લે છે તેઓ રાગાદિને જીતનારા નથી તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જો તેઓએ રાગાદિ જીત્યા હોય તો તીર્થના નાશને જોઈને તેઓમાં ફરી ભવનો અંકુરો કેમ પ્રભાવ પામે ? અર્થાત્ પ્રભવ પામી શકે નહિ. વળી, રાગાદિ ન હોય તો ભવનો અંકુરો પ્રભાવ પામે નહિ તેને દઢ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૧
લોગરસ સૂત્ર કરવા માટે અન્યની સાક્ષી આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – સંસારી જીવો એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે ત્યારે નવા ભવનું જે આયુષ્ય બાંધે છે તે આયુષ્યને અનુકૂળ જે અધ્યવસાય કરે છે તે પૂર્વના બંધાયેલા કર્મના બીજવાળો અધ્યવસાય છે અને તે કર્મનું બીજ નાશ પામ્યું નથી તેવું અવિનાશી છે, તૃષ્ણાજલથી સિંચાયેલું અને અજ્ઞાનરૂપી ધૂળથી ઢંકાયેલું છે.
તેથી એ ફલિત થાય કે સંસારી જીવોમાં પૂર્વમાં બંધાયેલું નાશ નહિ પામેલું એવું કર્મરૂપ બીજ છે જેનાથી આયુષ્યબંધને અનુકૂળ અધ્યવસાય થાય છે અને તે અધ્યવસાય રાગની પરિણતિના કાળમાં જ થાય છે, તેથી તૃષ્ણાજલથી સિંચાયેલો તે પરિણામ છે, આથી જ રાગ રહિત વિતરાગને તેવા પ્રકારનું પુરાતન કર્મરૂપ બીજ વિદ્યમાન નહિ હોવાથી નવા જન્મનું આયુષ્ય બંધાતું નથી.
વળી, સંસારી જીવો બીજા ભવના આયુષ્યબંધનો અધ્યવસાય કરે છે તે અજ્ઞાનરૂપી પાંશુથી પિહિત છે, આથી જ સંસારી જીવો એક સ્થાનથી બીજા સ્થાનમાં જવા માટે માર્ગનો નિર્ણય કરીને જાય છે, તેમ આ ભવમાંથી મારે નરકમાં જવું છે કે દેવભવમાં જવું છે તેનો નિર્ણય કરીને અધ્યવસાય કરતા નથી, પરંતુ નિમિત્તને પામીને તે તે અધ્યવસાય કરીને તે તે ભવનું આયુષ્ય બાંધે છે, માટે તે અધ્યવસાય અજ્ઞાનરૂપી ધૂળથી ઢંકાયેલ છે અને તે અધ્યવસાયથી આયુષ્ય બાંધીને જીવ તે પ્રમાણે ભવમાં જાય છે અને જેમ બીજ દગ્ધ થયેલું હોય તો તેનાથી અંકુરો થતો નથી, તેમ વીતરાગે આયુષ્યબંધના કર્મબીજને બાળી નાખેલ છે, તેથી બળેલા એવા તે કર્મબીજથી નવા ભવની પ્રાપ્તિના કારણભૂત અંકુરો થતો નથી. લલિતવિસ્તરા - ___ आह-'यद्येवं जिनानित्येतावदेवास्तु, लोकस्योद्योतकरानित्याद्यतिरिच्यते' इति, अत्रोच्यते- इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते; तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मनःपर्यायजिनाः, छद्मस्थवीतरागाश्च, तन्मा भूत् तेष्वेवंसम्प्रत्यय इति तद्व्युदासार्थं लोकस्योद्योतकरानित्याद्यप्यदुष्टमिति।
अपरस्त्वाह-'अर्हत' इति न वाच्यं, न ह्यनन्तरोदितस्वरूपा अर्हद्व्यतिरेकेणापरे भवन्तीति', अत्रोच्यते- अर्हतामेव विशेष्यत्वान्न दोष इति। आह, -'यद्येवं हन्त! तर्हित इत्येतावदेवास्तु लोकस्योद्योतकरानित्यादि पुनरपार्थकम्,' न, तस्य नामाद्यनेकभेदत्वात् भावार्हत्संग्रहार्थत्वादिति।
अपरस्त्वाह-'केवलिन इति न वाच्यं, यथोदितस्वरूपाणामर्हतां केवलित्वाव्यभिचारात्; सति च व्यभिचारसंभवे विशेषणोपादानसाफल्यात् तथा च संभवे व्यभिचारस्य विशेषणमर्थवद् भवति, यथा नीलोत्पलमिति, व्यभिचाराभावे तु तदुपादीयमानमपि यथा 'कृष्णो भ्रमरः, शुक्लो बलाहक' इत्यादि ऋते प्रयासात् कमर्थं पुष्णातीति, तस्मात् केवलिन इत्यतिरिच्यते।'
न, अभिप्रायापरिज्ञानात्, इह केवलिन एव यथोक्तस्वरूपा अर्हन्तो नान्ये इति नियमार्थत्वेन
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૨
લલિતવિસ્તરા ભાગ-૩ स्वरूपज्ञापनार्थमेवेदं विशेषणमित्यनवद्यम्, न चैकान्ततो व्यभिचारसंभवे एव विशेषणोपादानसाफल्यम्, उभयपदव्यभिचारे, एकपदव्यभिचारे, स्वरूपज्ञापने च शिष्टोक्तिषु तत्प्रयोगदर्शनात्, तत्रोभयपदव्यभिचारे, यथा-नीलोत्पलमिति, तथैकपदव्यभिचारे, यथा-अब्दव्यं, पृथिवी द्रव्यमिति, तथा स्वरूपज्ञापने, यथा-परमाणुरप्रदेश इत्यादि, यतश्चैवमतः केवलिन इति न दुष्टम्।
आह-यद्येवं 'केवलिन इत्येतावदेव सुन्दरं, शेषं तु लोकस्योद्योतकरानित्यादि अपि न वाच्यम्? इत्यत्रोच्यते- इह श्रुतकेवलिप्रभृतयोऽन्येऽपि विद्यन्त एव केवलिनः, तन्माभूत् तेष्वेव(वं) संप्रत्यय इति तत्प्रतिषेधार्थं लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यमिति, एवं द्वयादिसंयोगापेक्षयापि विचित्रनयमताभिज्ञेन स्वधिया विशेषणसाफल्यं वाच्यमित्यलं विस्तरेण, गमनिकामात्रमेतदिति।।१॥ લલિતવિસ્તરાર્થ –
સાદથી પૂર્વપક્ષી શંકા કરે છે – જે આ પ્રમાણે છે અજિનની વ્યાવૃત્તિ માટે જિન વિશેષણ આવશ્યક છે એ પ્રમાણે છે, તો “જિનાન” એટલું જ હો, લોકના ઉધોતકર ઈત્યાદિ પ્રથમ બે વિશેષણો અધિક છેઃનિરર્થક છે, આમાં=પૂર્વપક્ષીની શંકામાં, કહે છે –
આ પ્રવચનમાં, સામાન્યથી વિશિષ્ટ કૃતધરાદિ પણ જિનો જ કહેવાય છે, તે આ પ્રમાણે - ઋતજિનો, અવધિજિનો, મનપર્યવજિનો અને છઘરથ વીતરાગ અગિયારમા–બારમા ગુણસ્થાનકવાળા વીતરાગ, તે કારણથી=વિશિષ્ટ કૃતધરાદિ જિનો છે તે કારણથી, તેઓમાં આવો સંપ્રત્યય ન થાવ=પ્રસ્તુત સૂત્રથી તેમની હું સ્તુતિ કરીશ તેવો બોધ ન થાવ, એથી તેના વ્યદાસ માટે તેઓને છોડીને તીર્થકરોને ગ્રહણ કરવા માટે, લોકના ઉધોતકરોને ઈત્યાદિ પણ આદુષ્ટ છે.
વળી, બીજા કહે છે – અરિહંત એ પ્રમાણે ન કહેવું જોઈએ, કિજે કારણથી, અનંતરમાં કહેવાયેલા સ્વરૂપવાળા લોકઉધોતકર આદિ અનંતરમાં કહેવાયેલા સ્વરૂપવાળા, અરિહંતને છોડીને બીજા થતા નથી, એ પ્રકારના અહીં=બીજાના કથનમાં, ઉત્તર આપે છે – અરિહંતોનું જ વિશેષ્યપણું હોવાથી દોષ નથી=અરિહંતો એ વિશેષ્ય પદ છે અને તેના પૂર્વનાં ત્રણ પદો વિશેષણ છે તેથી તેવાં ત્રણ વિશેષણવાળા અરિહંતોનું ગ્રહણ હોવાથી દોષ નથી.
અહીં પૂર્વપક્ષી ગાથી શંકા કરે છે – જે આ પ્રમાણે છે અહ, શબ્દ વિશેષ્ય છે માટે તેનું ગ્રહણ છે એ પ્રમાણે છે, તો ખરેખર અરિહંત એટલું જ હો, લોકના ઉધોત કરનારા ઈત્યાદિ વિશેષણો ફરી નિરર્થક છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું==ણ વિશેષણો નિરર્થક છે એમ ન કહેવું; કેમ કે તેનું અરિહંતનું, નામાદિ અનેક ભેદપણું હોવાથી ભાવ અરિહંતનું સંગ્રહાર્થપણું છે.
વળી, બીજા કહે છે – કેવલીઓ એ પ્રમાણે ન કહેવું જોઈએ; કેમ કે પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા અરિહંતોનો=લોકઉધોતકર આદિ વિશેષણોથી યુક્ત અરિહંતોનો, કેવલિત્વ સાથે
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૩
લોગસ સુત્ર અવ્યભિચાર છે અને વ્યભિચારનો સંભવ હોતે છતે વિશેષણના ગ્રહણને સાફલ્ય છે=કેવલિત્વરૂપ વિશેષણના ગ્રહણનું સાફલ્ય છે, અને તે પ્રકારે વ્યભિચારનો સંભવ હોતે છતે વિશેષણ અર્થવાળું છે, જે પ્રમાણે નીલ ઉત્પલ અર્થાત્ માત્ર ઉત્પલ કહેવાથી નીલથી અતિરિક્ત કમળની પ્રાપ્તિ થાય, તેથી વ્યભિચારના સંભવને કારણે નીલ એ પ્રકારનું વિશેષણ અન્ય ઉત્પલની વ્યાવૃત્તિને માટે ઉપયોગી છે. વળી, વ્યભિચારનો અભાવ હોતે છતે તે ગ્રહણ કરાતું પણ=વિશેષણ ગ્રહણ કરાતું પણ, જે પ્રમાણે કાળો ભમરો, સફેદ બગલો ઈત્યાદિ, પ્રયાસને છોડીને=એ પ્રકારના વચન પ્રયાસને છોડીને, કયા અર્થનું પોષણ કરે છે અર્થાત્ કોઈ વિશેષ અર્થનો બોધ કરાવતું નથી, તે કારણથી વનિનઃ એ વિશેષણ અધિક છે અર્થાત્ અર્થ વગરનું છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું, કેમ કે અભિપ્રાયનું અપરિજ્ઞાન છે=પૂર્વપક્ષીને સૂત્રમાં આપેલા નિનઃ એ પ્રકારના વિશેષણના અભિપ્રાયનું અજ્ઞાન છે, માટે નિઃ એ વચન નિરર્થક છે એમ પૂર્વપક્ષી કહે છે.
ત્તિન: એ પ્રકારના વિશેષણનો શું અભિપ્રાય છે ? જેનું પૂર્વપક્ષીને અજ્ઞાન છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
અહીં પ્રસ્તુત સૂત્રમાં, કેવલી જ યથોક્ત સ્વરૂપવાળા અરિહંત છેઃલોકઉધોતકર આદિ વિશેષણોથી વિશિષ્ટ અરિહંત છે, અન્ય નથી એ પ્રકારનું નિયમાર્થપણું હોવાથી=એ પ્રકારના નિયમનો બોધ કરાવવાનું પ્રયોજનપણું હોવાથી, સ્વરૂપ જ્ઞાપનાર્થ જ=અરિહંતનું કેવલિત્ય સ્વરૂપ જણાવવા માટે જ, આ વિશેષણ છે કેવલિત્વ એ પ્રકારનું વિશેષણ છે, એથી અનવઘ છે=સૂત્રમાં
વનિનઃ એ પ્રકારનું કથન નિર્દોષ છે, અને એકાંતથી વ્યભિચારના સંભવમાં જ વિશેષણના ગ્રહણનું સાફલ્ય નથી; કેમ કે ઉભય પદના વ્યભિચારમાં, એક પદના વ્યભિચારમાં અને
સ્વરૂપના જ્ઞાપનમાં શિષ્ટ ઉક્તિઓમાં=શિષ્ટ પુરુષોએ કહેલા વચન પ્રયોગોમાં, તેના પ્રયોગનું દર્શન છે=વિશેષણના પ્રયોગનું દર્શન છે, ત્યાં–ત્રણ પ્રકારનાં સ્થાનોમાં વિશેષણનો પ્રયોગ છે ત્યાં, ઉભયપદનો વ્યભિચાર હોતે છતે જે પ્રમાણે – નીલ ઉત્પલ એ પ્રકારનો પ્રયોગ થાય છે અને એક પદનો વ્યભિચાર હોતે છતે જે પ્રમાણે – પાણી દ્રવ્ય છે, પૃથ્વી દ્રવ્ય છે એ પ્રકારે પ્રયોગ થાય છે અને સ્વરૂપનું જ્ઞાપન હોતે છતે જે પ્રમાણે – પરમાણુ અપ્રદેશ છે–પરમાણુ પ્રદેશ વગરનો છે, ઈત્યાદિ પ્રયોગ થાય છે અને જે કારણથી આ પ્રમાણે છે–ત્રણ પ્રકારના પ્રયોજનથી વિશેષણનું ગ્રહણ છે એ પ્રકારે છે, આથી=સ્વરૂપ જ્ઞાપન માટે વિશેષણ છે આથી, નિનઃ એ પ્રકારે વિશેષણ દુષ્ટ નથી.
ગાદથી શંકા કરે છે – જો આ પ્રમાણે છે વનિનઃ એ વિશેષણ સ્વરૂપ જ્ઞાપન માટે છે એ પ્રમાણે છે, એથી એટલું જ સુંદર છે, શેષ વળી, લોકના ઉધોતકર ઈત્યાદિ પણ ન કહેવું, એ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
લલિતવિક્તા ભાગ-૩
પ્રકારે પૂર્વપક્ષીની શંકામાં ઉત્તર આપે છે –
અહીં=જિનપ્રવચનમાં, શ્રુતકેવલી વગેરે અન્ય પણ કેવલીઓ વિધમાન છે જ, તે કારણથી તેઓમાં=શ્રુતકેવલી વગેરે અન્ય કેવલીઓમાં, આવો સંપ્રત્યય ન થાવ, એથી તેના પ્રતિષેધ માટે શ્રુતકેવલી વગેરે અન્યોની હું સ્તુતિ કરીશ એ પ્રકારના બોધના પ્રતિષેધ માટે, લોકના ઉધોતકર ઈત્યાદિ પણ કહેવું જોઈએ, આ રીતે=અત્યાર સુધીમાં અરિહંતનાં સર્વ વિશેષણો કઈ રીતે સફલ છે તેમ બતાવ્યું એ રીતે, બે આદિના સંયોગની અપેક્ષાથી પણ વિચિત્ર નય મતના
અભિજ્ઞ પુરુષે=ભગવાનના વચનના અનેક પ્રકારના નયને જોનારી દષ્ટિવાળા પુરુષ, સ્વબુદ્ધિથી વિશેષણનું સાફલ્ય વિચારવું જોઈએ, એથી વિસ્તારથી સર્યું, આ=અત્યાર સુધી વર્ણન કર્યું છે, ગમનિકા માત્ર છે=વિવિધ પ્રકારના નયના મતોને જાણવાને અનુકૂળ દિશાસૂચન માત્ર છે. III ભાવાર્થ :
વળી, માત્ર જિનોનું હું કીર્તન કરીશ એમ કહેવામાં આવે તો વિશિષ્ટ કૃતધર આદિ જિનો છે તેઓનું પણ ગ્રહણ થાય છે, કેમ કે જેઓ સર્વ ઉદ્યમથી જિન થવા માટે યત્નશીલ હોય તેઓ જિન કહેવાય, તેથી વિશિષ્ટ શ્રુતના બળથી કે અવધિજ્ઞાનના બળથી કે મન:પર્યવજ્ઞાનના બળથી જેઓ સર્વથા જિન થવા યત્ન કરે છે તે જિનો છે; કેમ કે કરાતું હોય તે કરાયું કહેવાય એ વચનાનુસાર તેઓ પણ જિન છે, વળી, અગિયારમા–બારમા ગુણસ્થાનકવાળા પણ જિનો છે, તે સર્વ જિનોની વ્યાવૃત્તિ કરવા માટે લોકઉદ્યોતકર આદિ વિશેષણોનું ગ્રહણ છે; કેમ કે પ્રસ્તુતમાં તેઓની સ્તવના નથી કરવી, પરંતુ તીર્થકરોની સ્તવના કરવી છે.
વળી, અરિહંત એ વિશેષ્યપદ છે, તેથી જેઓ અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજાને યોગ્ય છે તેઓ લોકઉદ્યોતકર આદિ વિશેષણોથી વિશિષ્ટ છે તેઓનું પ્રસ્તુતમાં ગ્રહણ છે, તેથી નામ, સ્થાપના આદિ અન્ય અરિહંતોની વ્યાવૃત્તિ થાય છે; કેમ કે સ્થાપના અરિહંત પણ અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત છે અને દ્રવ્ય અરિહંત પણ નજીકમાં અષ્ટ મહાપ્રાતિહાર્યથી પૂજા યોગ્ય થવાના છે તેઓનું પ્રસ્તુતમાં ગ્રહણ નથી, માત્ર અરિહંતપદ કહેવાથી નામ, સ્થાપના આદિ ભેદવાળા અરિહંતોનું પણ ગ્રહણ થાય, તેના નિવારણ માટે અરિહંત પદનાં અન્ય વિશેષણોનું સાફલ્ય છે.
વળી, નિનઃ એ વિશેષણ સ્વરૂપ જ્ઞાપન માટે છે; કેમ કે વિશેષણનું ગ્રહણ ત્રણ સ્થાનમાં સફલ છે, તેથી ઉભયપદનો વ્યભિચાર હોય ત્યારે વિશેષણથી અપ્રસ્તુતની વ્યાવૃત્તિ થાય છે, જેમ નીલકમલ કહેવામાં આવે ત્યારે કમલ કહેવાથી નીલથી અન્ય કમળનું ગ્રહણ થાય છે અને નીલ કહેવાથી નીલકમલ સિવાય અન્ય નલવસ્તુનું પણ ગ્રહણ થાય છે, તે સ્થાનમાં નીલકમલનો જ બોધ કરાવવા માટે નીલ ઉત્પલ કહેવાય છે.
વળી, એક પદના વ્યભિચારમાં પણ વિશેષણનું ગ્રહણ થાય છે, જેમ પાણી દ્રવ્ય છે, પૃથ્વી દ્રવ્ય છે તે સ્થાનમાં પાણી કહેવાથી દ્રવ્યની પ્રાપ્તિ છે, દ્રવ્ય સિવાય અન્યની પ્રાપ્તિ નથી, પરંતુ દ્રવ્ય કહેવાથી પાણીની
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૫
લોગસ્સ સૂત્ર
પણ પ્રાપ્તિ થાય અને પૃથ્વી આદિ અન્ય દ્રવ્યોની પણ પ્રાપ્તિ થાય, તેથી પાણી અને દ્રવ્ય એ બે પદમાંથી એક ‘દ્રવ્ય’ પદ વ્યભિચારી છે, તેથી દ્રવ્યપદથી પાણી સિવાયના અન્ય દ્રવ્યની વ્યાવૃત્તિ કરવા માટે અપ્ એ વિશેષણ સાર્થક છે.
વળી, કોઈક સ્થાનમાં વિશેષણ અને વિશેષ્ય બંનેનો વ્યભિચાર ન હોય તોપણ તેના સ્વરૂપનો બોધ કરાવવા માટે વિશેષણનું ગ્રહણ થાય છે, જેમ અપ્રદેશવાળો પરમાણુ છે, ત્યાં પરમાણુ કહેવાથી જ તેના પ્રદેશો નથી તેવો બોધ થાય છે તોપણ કોઈકને સ્પષ્ટ બોધ કરાવવા માટે કહેવાય છે કે ૫૨માણુને પ્રદેશ નથી, તેથી પરમાણુનું અપ્રદેશ એ વિશેષણ પરમાણુના સ્વરૂપનો બોધ કરાવે છે તેમ લોકઉદ્યોતકર આદિ વિશેષણોથી વિશિષ્ટ અરિહંત કેવલી છે, છદ્મસ્થ નથી તેવો બોધ કરાવવા માટે વ્રુત્તિનઃ એ પ્રકારનું વિશેષણ છે.
વળી, માત્ર કેવલી એ પ્રકારે અરિહંતનું વિશેષણ કહેવામાં આવે તો શ્રુતકેવલી વગેરેનું પણ ગ્રહણ થાય અને પ્રસ્તુતમાં તેઓની સ્તુતિ કરવી નથી, પરંતુ કેવલી તીર્થંકરોની જ સ્તુતિ ક૨વી છે તે બતાવવા માટે અન્ય સર્વ વિશેષણો સફળ છે.
આ રીતે પ્રથમ-ચરમ ઇત્યાદિ અન્ય અન્ય વિશેષણોના સંયોગની અપેક્ષાએ વિચારણા કરવાથી વિશેષણના સાફલ્યનો બોધ થાય છે, તેથી વિવિધ પ્રકારના નયની દૃષ્ટિને જોવામાં સમર્થ પુરુષે તે પ્રમાણે વિચાર કરવો જોઈએ, જેથી તે તે નયના સૂક્ષ્મબોધથી તે તે પદોના યથાર્થ અર્થનો સૂક્ષ્મબોધ થાય, જેનાથી નયવિષયક નિપુણજ્ઞાનની પ્રાપ્તિ થાય અને સૂક્ષ્મ નયનો બોધ સમ્યગ્દર્શનની અતિશયતા કરીને મહાનિર્જરાનું કારણ બને છે. IIII
અવતરણિકા :
तत्र यदुक्तं 'कीर्त्तयिष्यामी 'ति तत् कीर्त्तनं कुर्वन्नाह
અવતરણિકાર્થ :
ત્યાં=પ્રથમ ગાથામાં, હું કીર્તન કરીશ એ પ્રમાણે જે કહેવાયું, તે કીર્તનને કરતાં કહે છે=ત્રણ ગાથાથી કહે છે
સૂત્ર ઃ
उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुप्फदंतं, सीअलसिज्जंसवासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्मं संतिं च वंदामि ||३||
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
લલિતવિસ્તરા ભાગ-૩
कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुब्वयं नमिजिणं च ।
वंदामि रिट्ठनेमि, पासं तह वद्धमाणं च ।।४।। સૂત્રાર્થ -
ઋષભદેવ અને અજિતનાથને હું વંદન કરું છું, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ સ્વામી, સુપાર્શ્વ જિન અને ચંદ્રપ્રભ સ્વામીને હું વંદન કરું છું. રાઈ
પુષ્પદંત એવા સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ એવા જિન, ધર્મનાથ અને શાંતિનાથને હું વંદન કરું છું. ll૩માં
કુંથુનાથ, અરનાથ અને મલ્લિનાથને હું વંદન કરું છું, મુનિસુવ્રત સ્વામી, નમિ જિન, રિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીને હું વંદન કરું છું. જા લલિતવિસ્તરા -
एता निगदसिद्धा एव, नामान्वर्थनिमित्तं त्वावश्यके 'उरूसु उसभलञ्छण उसभं सुमिणमि तेण સમનિuti' ત્યાવિ ન્હાવવસેમત્તિકાર-રૂ-જા. લલિતવિસ્તરાર્થ:
આ ત્રણ ગાથાઓ, નિગદસિદ્ધ જ છે=કથનમાત્રથી અર્થ પ્રગટ છે, વળી, નામના અન્વર્થનું નિમિત આવશ્યક હોતે છતે સાથળમાં ઋષભલંછન છે તેથી ઋષભદેવ, માતાએ ચૌદ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જોયો, તેથી ઋષભજિન ઈત્યાદિ ગ્રંથથી જાણવું. ર-૩-૪ll ભાવાર્થ :
ત્રણ ગાથાઓ દ્વારા ચોવીશે તીર્થકરનું નામથી કીર્તન કરાયું છે. ચોવીશે તીર્થંકરનાં તે નામો માતાપિતાએ કયા પ્રયોજનથી પાડ્યાં છે અને તે નામો કઈ રીતે વીતરાગ સર્વજ્ઞના પારમાર્થિક સ્વરૂપના અર્થને બતાવનારાં છે તે પ્રકારે આવશ્યક નિર્યુક્તિમાં દરેક તીર્થંકરના નામની વ્યુત્પત્તિ બતાવી છે તે અર્થનો પ્રસ્તુત શબ્દ વાચક છે તે પ્રકારનો બોધ કરીને, તે પ્રકારે ઉપસ્થિત થાય તે રીતે પ્રતિસંધાન કરીને, જે મહાત્મા ચોવીશે તીર્થંકરના નામનું કીર્તન કરે ત્યારે તેમના ગુણોને અભિમુખ અત્યંત ભક્તિવાળું જેટલું તેમનું ચિત્ત થાય તેને અનુરૂપ તે તે ગુણોની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મો નાશ પામે છે, તેથી સ્તુતિકાળમાં તે તે ગુણોના રાગને અનુકૂળ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેથી સ્તુતિકાળમાં જેટલો સૂક્ષ્મબોધ અને સૂક્ષ્મબોધને અનુરૂપ અર્થનું પ્રતિસંધાન થાય અને પરમાર્થને સ્પર્શવા માટે અપ્રમાદભાવ જેટલો અતિશય થાય તેટલા પ્રમાણમાં સંસારના પરિભ્રમણની શક્તિ ક્ષય થાય છે અને તીર્થકરોના ગુણોમાં પ્રવર્તતો ઉપયોગ શક્તિના પ્રકર્ષવાળો થાય તો તીર્થકરતુલ્ય થવા યોગ્ય તીર્થંકર નામકર્મના બંધનું કારણ થાય છે અને વીતરાંગતાને સ્પર્શે તે પ્રકારે અપ્રમાદભાવ પ્રકર્ષવાળો થાય તો ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ
Page #128
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર
૧૦૭ પણ થાય છે, તેથી પ્રસ્તુત ચાર ગાથાના કીર્તનકાળમાં જ અવતરાગભાવથી સંચિત અનાદિ કાળનાં સર્વ भानो क्षय रीने १. वात। सर्वश बने छ. ॥२-3-४॥ अवतरशिs:
कीर्तनं कृत्वा चेतःशुद्ध्यर्थं प्रणिधिमाह - अवतरशिक्षार्थ :
કીર્તન કરીને–ત્રણ ગાથા દ્વારા ચોવીશ તીર્થકરોનું નામથી કીર્તન કરીને, ચિત્તની શુદ્ધિ માટે પ્રણિધાનને કહે છે – भावार्थ :
પૂર્વમાં ત્રણ ગાથા દ્વારા ચોવીશે તીર્થકરોનું નામથી કીર્તન કર્યું, તેનાથી ચિત્ત અત્યંત પવિત્ર બને છે અને તે પવિત્ર થયેલા ચિત્તને જ અતિશય શુદ્ધ કરવા માટે પ્રસ્તુત ગાથાથી પ્રણિધાન કરાય છે. सूत्र:
एवं मए अभिथुआ, विहुअरयमला पहीणजरमरणा ।
चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ।।५।। सूत्रार्थ :
આ રીતે મારા વડે સ્તુતિ કરાયેલા ચાલ્યા ગયેલા રજમલવાળા નાશ કરાયેલા જરામરણવાળા થવીશ પણ જિનવર તીર્થકર મારા ઉપર પ્રસન્ન થાવ. પિા ललितविस्तरा :
व्याख्या-एवं अनन्तरोदितेन विधिना, 'मये'त्यात्मनिर्देशमाह, 'अभिष्टुता' इति आभिमुख्येन स्तुता अभिष्टुताः, स्वनामभिः कीर्तिताः इत्यर्थः, किं विशिष्टास्ते विधूतरजोमलाः, तत्र रजश्च मलं च रजोमले विधूते प्रकम्पिते, अनेकार्थत्वाद्धातूनाम् अपनीते रजोमले यैस्ते तथाविधाः, तत्र बध्यमानं कर्म रजोऽभिधीयते, पूर्वबद्धं तु मलमिति, अथवा बद्धं रजः, निकाचितं मलम्; अथवैर्यापथं रजः, सांपरायिकं मलमिति।
यतश्चैवंभूता अत एव प्रक्षीणजरामरणाः, कारणाभावादित्यर्थः, तत्र जरा वयोहानिलक्षणा, मरणं प्राणत्यागलक्षणं, प्रक्षीणे जरामरणे येषां ते तथाविधाः, चतुर्विंशतिरपि, ‘अपि'शब्दादन्येऽपि जिनवराः श्रुतादिजिनप्रधानाः, ते च सामान्यकेवलिनोऽपि भवन्ति, अत आह-'तीर्थकराः' इति, एतत् समानं पूर्वेण, मे=मम, किं? प्रसीदन्तु-प्रसादपरा भवन्तु।
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
લલિતવિસ્તરા ભાગ-૩ લલિતવિસ્તરાર્થ:
આ રીતે-પૂર્વની ત્રણ ગાથામાં કહેવાયું એ વિધિથી, મારા વડે એ પોતાના નિર્દેશને કહે છે અર્થાત્ મારા વડે સ્તુતિ કરાયા=અભિમુખ્યથી સ્તવન કરાયા એ અભિપ્ટતા છે= સ્વનામ વડે કીર્તન કરાયેલા છે એ પ્રકારનો અભિથુઆ શબ્દનો અર્થ છે, કેવા વિશિષ્ટ તેઓ છે? એથી કહે છે – વિધૂત રજમલવાળા છે, ત્યાં વિધૂત રજમલવાળા એ વિશેષણમાં, રજ અને મલ રજમલ, પ્રકંપિત કરાયા છે રજ અને મલ જેના વડે તે તેવા પ્રકારના છે વિધૂત રજમલવાળા છે, અહીં વિધૂતનો અર્થ પ્રકંપિત કર્યો અને તેનો અર્થ અપનીત કર્યો, તેનું કારણ ઘાતુઓનું અનેકાર્થપણું છે, તેથી વિધૂતનો અર્થ અપનીત થાય છે, ત્યાં=રજ અને મલમાં, બધ્યમાન કર્મ રજ કહેવાય છે, વળી, પૂર્વબદ્ધ કર્મ મલ કહેવાય છે અથવા બંધાયેલું કર્મ જ કહેવાય છે, નિકાચિત કર્મ મલ કહેવાય છે અથવા ઈર્યાપથ કર્મ રજ કહેવાય છે, સાંપરાયિક કર્મ મલ કહેવાય છે.
અને જે કારણથી આવા પ્રકારના છે દૂર કરાયેલા રજમલવાળા છે, આથી જ પ્રક્ષીણ જરામરણવાળા છે; કેમ કે કારણનો અભાવ છે=જરા-મરણના કારણ એવા જમલનો અભાવ છે, ત્યાં=જરા-મરણમાં, જરા વયની હાનિરૂપ છે અને મરણ પ્રાણના ત્યાગરૂપ છે, પ્રક્ષીણ થયાં છે જરા-મરણ જેઓનાં તે તેવા પ્રકારના છે=પ્રક્ષીણ જરા-મરણવાળા છે, ચતુર્વિશતિરપિમાં રહેલા ગ શબ્દથી અન્ય પણ જિનવરો મૃતાદિ જિન પ્રધાન, અને તે સામાન્ય કેવલીઓ પણ થાય છે, આથી કહે છે – તીર્થકરો, આ તીર્થકરો એ શબ્દ, પૂર્વની સાથે સમાન છે=પૂર્વમાં વર્ણન કરેલું તેવા સ્વરૂપવાળો છે, મારા ઉપર શું? પ્રસાદપર થાવચોવીશ તીર્થકરો મારા ઉપર પ્રસાદ કરવામાં તત્પર થાવ. ભાવાર્થ
પ્રસ્તુત સૂત્રની પ્રથમ ગાથાથી કેવા સ્વરૂપવાળા તીર્થકરોનું પોતે નામથી કીર્તન કરશે તેનું પ્રતિસંધાન કરાય છે, જેથી તેવા સ્વરૂપવાળા આ ચોવીશે તીર્થકરો છે તેમનું હું નામથી કીર્તન કરું છું તેવી નિર્મળ બુદ્ધિ થાય છે અને બેથી ચાર ગાથા દ્વારા નામથી તેઓનું કીર્તન કર્યું ત્યારપછી તેઓની પાસે પ્રાર્થના કરવા માટે કહે છે – આવા તીર્થકર મારા વડે સ્તુતિ કરાયા છે અર્થાત્ તેઓનું નામ ગ્રહણ કરીને તેમના ગુણોથી મેં મારા આત્માને વાસિત કર્યો છે, વળી, તેઓ રજમલ વગરના અને ક્ષીણ થયેલા જરા-મરણવાળા છે તેવા ચોવીશે પણ જિનવરો તીર્થકરો મારા ઉપર પ્રસાદ કરનારા થાવ અર્થાત્ તેઓના ગુણથી મારું ચિત્ત તે પ્રકારે સદા વાસિત રહો કે જેથી મારા સંસારનો શીધ્ર ક્ષય થાય એ પ્રકારનો અભિલાષ પ્રસ્તુત ગાથાથી કરાય છે.
વળી, ચોવીશે ભગવાનનાં બે વિશેષણો આપ્યાં-વિધૂત રજમલવાળા અને પ્રક્ષીણ જરા-મરણવાળા, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાને રજ અને મલને દૂર કર્યા છે, ત્યાં રજ અને મલ શબ્દથી ત્રણ પ્રકારના અર્થની પ્રાપ્તિ થઈ શકે છે, જેમ કોઈની ઉપર રજકણો ચોંટે તે રજ કહેવાય અને તેનાથી દેહ મલિન થાય, તેથી
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૯
લોગસ સૂત્ર ચોંટેલી રજ મલ કહેવાય, તેમ બંધાતું કર્મ રજ કહેવાય અને પૂર્વનું બંધાયેલું કર્મ મલ કહેવાય અને ચોવીશે તીર્થકરોએ ઘાતકર્મનો ક્ષય કરેલો હોવાથી નવાં કર્મો બાંધતા નથી અને યોગકૃત જે એક સમયનું કર્મ બંધાય છે તે અકિંચિત્કર હોવાથી કર્મબંધ નથી તેમ કહેવાય છે, તેથી ભગવાન બધ્યમાન કર્મવાળા નહિ હોવાથી અને ઘાતિકર્મરૂપ પૂર્વે બંધાયેલો મળ દૂર થયેલો હોવાથી દૂર કરાયેલા રજમલવાળા છે અથવા પૂર્વમાં બંધાયેલું કર્મ આત્મા ઉપર રજ જેવું છે, જેમ શરીર ઉપર રજ ચોંટેલી હોય ત્યારે કહેવાય છે કે મારું શરીર રજવાળું છે તેમ પૂર્વનાં બંધાયેલાં ઘાતિક આત્મા ઉપર ચોંટેલાં હોવાથી રજ છે માટે બંધાયેલાં ઘાતિકર્મો રજ છે અને નિકાચિત થયેલું કર્મ મલ છે, જેમ વસ્ત્રમાં તૈલી પદાર્થથી અત્યંત ચોંટેલો મલ કહેવાય છે. વળી, છબસ્થ જીવોમાં બંધાયેલું ઘાતિકર્મ પણ વિદ્યમાન છે અને નિકાચિત અવસ્થાને પામેલાં કેટલાંક કર્મો પણ વિદ્યમાન છે, ફક્ત ક્ષપકશ્રેણિમાં બાધક નિકાચિત કર્મ ઉદયમાં ન આવ્યાં હોય અને ક્ષપકશ્રેણિનું વીર્ય ઉલ્લસિત થાય તે મહાત્મા રજતુલ્ય બંધાયેલાં ઘાતિકર્મ અને મલતુલ્ય નિકાચિત કર્મોનો નાશ કરે છે, તેમ ચોવીશે તીર્થકરોએ રજતુલ્ય બદ્ધ ઘાતકર્મ અને મલતુલ્ય નિકાચિત ઘાતિકર્મો દૂર કર્યા છે માટે દૂર કરાયેલા રજમલવાળા છે અથવા ઇર્યાપથ કર્મ રજ છે અને સાંપરાયિક કર્મ મલ છે અને જે મહાત્મા અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરે છે તેઓ ઉત્કૃષ્ટથી પણ આઠ વર્ષ પ્રમાણ ઘાતકર્મની સ્થિતિ બાંધે છે, તેથી તે સ્થિતિ અત્યંત અલ્પ હોવાથી ઇર્યાપથ કર્મ કહેવાય માટે રજ છે અને જેઓના ચિત્તમાં બાહ્ય પદાર્થોનો સંશ્લેષ વર્તે છે તેઓ પોતાના સંશ્લેષને અનુરૂપ મલિન કર્મો બાંધે છે, તેથી સાંપરાયિક કર્મ મલ છે. વળી, ચોવીશે તીર્થકરો જેવું છમ અવસ્થામાં ઇર્યાપથ કર્મરૂપ રજ બાંધતા હતા અને ગૃહસ્થ અવસ્થામાં સાંપરાયિક કર્મરૂપ મલ બાંધતા હતા તેવું ઇર્યાપથ રજ કે સાંપરાયિક મલ કેવલજ્ઞાન પછી બાંધતા નથી, તેથી દૂર થયેલા રજમલવાળા છે અને તે સ્વરૂપે ચોવીશે તીર્થકરોનું સ્મરણ કરવાથી તેવા સ્વરૂપવાળા ભગવાન મારા પ્રત્યે પ્રસાદવાળા થાવ તેમ અધ્યવસાય કરવાથી રજમલ વગરની અવસ્થા પ્રત્યે સદ્વર્ય ઉલ્લસિત થાય છે, તેથી શીધ્ર સંસારનો ક્ષય થાય છે.
વળી, સ્તુતિ કરનાર પોતે ઘાતકર્મવાળા છે, તેથી જો વિતરાગ ન થવાય તો ફરી નવા ભવની પ્રાપ્તિ અને તેના કારણે જરા-મરણનો પ્રવાહ પોતાને પ્રાપ્ત થશે જે અત્યંત અનિષ્ટ છે અને તેવાં અનિષ્ટકારી જરા-મરણ ભગવાને ક્ષીણ કર્યા છે; કેમ કે વર્તમાન ભવ પછી નવા ભવના બંધના કારણનો ભગવાનમાં અભાવ છે, તેથી નવા જન્મની પ્રાપ્તિ દ્વારા જરા-મરણનો પ્રવાહ ભગવાનને નથી તે સ્વરૂપે ભગવાનને ઉપસ્થિત કરવાથી જરા-મરણના પ્રવાહના કારણભૂત સંગભાવ પ્રત્યે ચિત્ત વિરક્ત બને છે અને ઇચ્છે છે કે ક્ષીણ થયેલા જરા-મરણવાળા ચોવીશે ભગવાનો મારા પ્રત્યે તે પ્રકારે પ્રસાદપર થાવ જે પ્રકારે હું પણ તેમની જેમ ક્ષીણ જરા-મરણવાળો થાઉં. લલિતવિસ્તરા -
સાદ, વિનેષ પ્રાર્થના, ગઇ ? તિ, યહિ પ્રાર્થના સુપા, ગાંસાત્વિ, કથન, उपन्यासोऽस्या अप्रयोजन इतरो वा? अप्रयोजनश्चेदचारुवन्दनसूत्रं, निरर्थकोपन्यासयुक्तत्वात्, अथ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ललितविस्तशा -3 सप्रयोजनः, कथमयथार्थतया तत्सिद्धिरिति, अत्रोच्यते, -न प्रार्थनैषा, तल्लक्षणानुपपत्तेः, तदप्रसादाक्षेपिकैषा, तथालोकप्रसिद्धत्वात्, अप्रसनं प्रति प्रसाद(प्रार्थना)दर्शनात्, अन्यथा तदयोगात्, भाव्यप्रसादविनिवृत्त्यर्थं वा, उक्तादेव हेतोः, इति उभयथापि तदवीतरागता।
अत एव स्तवधर्मव्यतिक्रमः, अर्थापत्त्याऽक्रोशात् अनिरूपितविधानद्वारेण, न खल्वयं वचनविधिरार्याणां, तत्तत्त्वबाधनात्, वचनकौशलोपेतगम्योऽयं मार्गः, अप्रयोजनसप्रयोजनचिन्तायां तु न्याय्य उपन्यासः, भगवत्स्तवरूपत्वात्, उक्तं च'क्षीणक्लेशा एते न हि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्स्तवभावविशुद्धेः प्रयोजनं कर्मविगम इति ।।१।। स्तुत्या अपि भगवन्तः परमगुणोत्कर्षरूपतो ह्येते । दृष्टा ह्यचेतनादपि मन्त्रादिजपादितः सिद्धिः ।।२।। यस्तु स्तुतः प्रसीदति रोषमवश्यं स याति निन्दायाम् । सर्वत्रासमचित्तः स्तुत्यो मुख्यः कथं भवति ।।३।। शीतार्दितेषु हि यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाह्वयति वा तथापि च तमाश्रिताः स्वेष्टमश्नुवते ।।४।। तद्वत्तीर्थकरान् ये त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ।।५।।' एतदुक्तं भवति, -यद्यपि ते रागादिभी रहितत्वान्न प्रसीदन्ति, तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पान् अन्तःकरणशुद्ध्याऽभिष्टवकर्तृणां तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवतीति गाथार्थः ।।५।। ललितविस्तरार्थ :
ગાદથી શંકા કરે છે – શું આ=પાંચમી ગાથામાં કહ્યું કે તીર્થકરો મારા ઉપર પ્રસાદપર થાવ એ, પ્રાર્થના છે અથવા નથી, જે પ્રાર્થના છે તો એ=પ્રાર્થના, સુંદર નથી; કેમ કે આશંસારૂપપણું છે=ભગવાન મારા ઉપર પ્રસાદપર થાવ એ પ્રકારનું આશંસારાપણું છે, હવે નથી=પ્રાર્થના નથી, તો આનો ઉપન્યાસ=ભગવાન પ્રસાદપર થાવ એનો ઉપન્યાસ પ્રયોજન છે અથવા ઈતર છેઃ સપ્રયોજન છે, અપ્રયોજન છે એમ કહેવામાં આવે તો અચારુવંદનસૂત્ર છે=પ્રસ્તુત વંદનસૂત્ર સુંદર નથી; કેમ કે નિરર્થક ઉપન્યાસયુક્તપણું છે, હવે સપ્રયોજન છે=ભગવાન પ્રસાદપર થાવ એનો ઉપન્યાસ સપ્રયોજન છે, તો અયથાર્થપણું હોવાના કારણે તેની સિદ્ધિ કઈ રીતે છે?= ભગવાન વીતરાગ હોવાથી કોઈના ઉપર પ્રસાદ કરતા નથી માટે તે પ્રકારની પ્રાર્થનાનું અયથાર્થપણું હોવાથી તેના પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે થાય ? અર્થાત થઈ શકે નહિ, અહીં પૂર્વપક્ષીની
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૧
લોગસ સૂત્ર શંકામાં ઉત્તર અપાય છે –
આeભગવાન પ્રસાદપર થાવ એ, પ્રાર્થના નથી; કેમ કે તેના લક્ષણની અનુપત્તિ છે=પ્રાર્થનાના લક્ષણની અનુપતિ છે, કેમ અનુપપત્તિ છે ? તેથી કહે છે – આ પ્રાર્થના તેમના અપ્રસાદની આaોપિકા છે=ભગવાન પોતાના ઉપર પ્રસાદવાળા નથી અને જણાવનારી આ પ્રાર્થના છે, માટે પ્રાર્થનાના લક્ષણની અનુપપત્તિ છે એમ અન્વય છે. ભગવાનને કરાયેલી પ્રાર્થના ભગવાનના અપ્રસાદને જણાવનારી છે તેમાં હેતુ કહે છે – તે પ્રકારે લોકમાં પ્રસિદ્ધપણું છે. કેમ તે પ્રકારે લોકમાં પ્રસિદ્ધપણું છે ? તેમાં હેતુ કહે છે –
અપ્રસન્ન પ્રત્યે પ્રસાદની પ્રાર્થનાનું દર્શન છે કોઈ પોતાના પ્રત્યે અપ્રસન્ન હોય ત્યારે તેને પ્રસાદ કરવાની પ્રાર્થના કરાય છે તેમ લોકમાં દેખાય છે, અન્યથા કોઈ અપ્રસન્ન ન હોય તો, તેનો અયોગ છે=પ્રાર્થનાનો અયોગ છે, અથવા ઉક્ત જ હેતુથી ભાવી અપ્રસાદની વિનિવૃત્તિ અર્થે પ્રાર્થના કરાય છે=ભાવીમાં અપ્રસન્નતાની સંભાવના હોય એ હેતુથી ભાવીના અપ્રસાદની નિવૃત્તિ માટે તમે પ્રસાદપર થાવ એ પ્રકારે પ્રાર્થના કરાય છે, એથી ઉભયથા પણ અપ્રસન્નતાની નિવૃત્તિ અર્થે કે ભાવીના અપ્રસાદની નિવૃત્તિ અર્થે એ રૂપ ઉભયથા પણ, તેમની અવીતરાગતા પ્રાપ્ત થાય ભગવાનની અપ્રસન્નતાની નિવૃત્તિ અર્થે અથવા ભાવીની અપ્રસન્નતાની નિવૃત્તિ અર્થે જ પ્રાર્થના કરાય છે એમ કહેવામાં આવે તો ભગવાનમાં અવીતરાગતા છે તેમ સિદ્ધ થાય, માટે તીર્થકરો મારા ઉપર પ્રસાદ કરો એ કથનમાં પ્રાર્થનાના લક્ષણની અનુપપતિ છે એમ સંબંધ છે, આથી જ=જો ભગવાન પ્રસાદપર થાવ એને પ્રાર્થના સ્વીકારીએ તો ભગવાનમાં અવીતરાગતાની પ્રાપ્તિ છે આથી જ, સ્તવધર્મનો વ્યતિક્રમ છે=વીતરાગની સ્તુતિ થાય અન્યની સ્તુતિ ઉચિત નથી એ પ્રકારના સવધર્મનું ઉલ્લંઘન છે; કેમ કે અનિરૂપિત વિધાન દ્વારા અર્થપત્તિથી આક્રોશ છે=ભગવાનનું સ્વરૂપ જેવું નિરૂપણ કરાયું નથી તેવા અનિરૂપિત સ્વરૂપવાળા ભગવાન છે એ પ્રકારના વિધાન દ્વારા પ્રાર્થના વડે અર્થાપતિથી ભગવાનને “અવીતરાગ છે એ પ્રમાણે આક્રોશ છે, ખરેખર આ વચનવિધિ=અર્થાપતિથી ભગવાનને આક્રોશ કરવો એ વચનવિધિ, આર્યોની નથી; કેમ કે તત્ તત્ત્વનું બાધન છે=આર્યોના આર્યત્વનું બાધન છે.
આ વચનવિધિ આર્યોની નથી તો પ્રસ્તુત સૂત્રમાં તીર્થકરો મારા પ્રત્યે પ્રસાદપર થાવ એમ કેમ કહેવાય છે ? તેથી કહે છે –
વચનકૌશલ્યથી યુક્ત એવા પુરુષથી ગમ્ય આ માર્ગ છે=ભગવાન પ્રસાદપર થાવ એ પ્રકારનો આ માર્ગ છે.
આ રીતે ભગવાન પ્રસાદપર થાવ એ વચન પ્રાર્થનારૂપ નથી, પરંતુ વચનકૌશલ્યયુક્ત પુરુષ જાણી શકે તેવો આ માર્ગ છે તેમ સ્થાપન કર્યું. હવે પૂર્વપક્ષીએ શંકા કરેલી કે આનો ઉપન્યાસ સપ્રયોજન છે કે
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
લલિતવિસ્તરા ભાગ-૩ અાયોજન છે? અને કહેલ કે આનો ઉપન્યાસ અપ્રયોજન છે એ પણ ઉચિત નથી અને સપ્રયોજન છે એમ કહેવું પણ ઉચિત નથી તેના નિરાકરણ માટે કહે છે –
વળી, અાયોજન-સપ્રયોજનની વિચારણામાં ઉપવાસ વાચ્ય છે; કેમ કે ભગવાનનું સ્તવરૂપપણું છે=ભગવાન અપ્રસન્ન છે અને તેને પ્રસન્ન કરવા છે માટે આ સ્તુતિ નથી તેથી તે અપેક્ષાએ અDયોજનવાળી છે અને સ્તુતિ દ્વારા નિર્જરાની પ્રાપ્તિ કરવી એ અપેક્ષાએ સપ્રયોજન છે એ પ્રકારની વિચારણામાં ભગવાન પ્રસાદપર થાવ એ ઉપવાસ વ્યાપ્ય છે; કેમ કે ભગવાનનું
સવરૂપપણું હોવાથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે, અને કહેવાયું છે=ભગવાનનું સ્તવ ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયોજનવાળું નથી પરંતુ પોતાના નિર્જરારૂપ પ્રયોજનવાળું છે, એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહેવાયું છે –
ક્ષીણ ક્લેશવાળા આeતીર્થકરો, પ્રસન્ન થતા નથી જ, સ્તવ પણ વૃથા નથી, તેમના સ્તવથી ભાવની વિશુદ્ધિને કારણે કર્મનો વિગમ પ્રયોજન છે. ll૧TI
પરમ ગુણના ઉત્કર્ષરૂપથી આ ભગવાન સ્તુત્ય પણ છે, જે કારણથી, મંત્રાદિના જપાદિથી અચેતન પાસેથી પણ સિદ્ધિ જોવાયેલી છે. શા
વળી, જે સ્તુતિ કરાયેલો પ્રસન્ન થાય છે, તે નિંદામાં અવશ્ય રોષને પામે છે, સર્વત્ર અસમચિત્તવાળા એવા તે કેવી રીતે મુખ્ય સ્તુત્ય થાય ?=ગુણરૂપે સ્તુત્ય થાય નહિ, તુચ્છરૂપે અસમયિતવાળા સ્તુત્ય થાય. Il3II
જે પ્રમાણે ઠંડીથી પિડાયેલા જીવોમાં વનિ દ્વેષને પામતો નથી અથવા રાગને ધારણ કરતો નથી, તોપણ તેને આશ્રિત જીવો સ્વ-ઈષ્ટને પ્રાપ્ત કરે છે. ll
તેની જેમ જે લોકો ત્રિભુવનના ભાવોના પ્રકાશક એવા તીર્થકરોને ભક્તિથી આશ્રિત છે, તેઓ ભવશીતને દૂર કરીને=ભવની પીડાને દૂર કરીને, મોક્ષને પામે છે. આપણા
આ કહેવાયેલું થાય છે પ્રસ્તુત ઉદ્ધરણની ગાથાથી આ કહેવાયેલું થાય છે – જો કે તેત્રતીર્થકરો, રાગાદિથી રહિતપણું હોવાથી પ્રસન્ન થતા નથી, તોપણ અચિંત્ય ચિંતામણિ જેવા તેઓને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિથી સ્તુતિ કરનારાઓને તપૂર્વક જ=સ્તુતિપૂર્વક જ, અભિલષિત ફલની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. પI ભાવાર્થ
ગાથામાં કહ્યું કે ચોવીશે પણ જિનેશ્વરો મારા ઉપર પ્રસન્ન થાવ એ કથન સ્કૂલથી જોનારને પ્રાર્થના દેખાય છે, તેથી કહે છે કે આ પ્રાર્થના છે કે નથી, એમ બે વિકલ્પો થઈ શકે અને જો પ્રાર્થના છે તેમ સ્વીકારીએ તો આ વચન સુંદર નથી; કેમ કે ભગવાન પોતાની ઉપર પ્રસન્ન થાવ એ પ્રકારની આશંસારૂપ છે અને ભગવાન પોતાના પ્રત્યે અપ્રસન્ન છે, માટે પ્રસન્ન થાવ એમ પ્રાર્થના કરવી ઉચિત નથી, વળી, આ પ્રાર્થના નથી એમ કહેવામાં આવે તો કયા પ્રયોજનથી તેનો ઉપન્યાસ છે એમ પ્રશ્ન થાય અને પ્રયોજન
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૩
લોગરસ સુત્ર વગર આ પ્રકારનું કથન છે એમ કહેવાથી પ્રસ્તુત સૂત્ર નિરર્થક કથન કરે છે તેમ સિદ્ધ થાય, તેથી પ્રસ્તુત સૂત્ર અપ્રમાણ છે તેમ માનવું પડે અને પ્રયોજનથી કહેવાયું છે તો ભગવાન તમે પ્રસન્ન થાવ એમ કહેવાથી ભગવાન પ્રસન્ન થવાના નથી; કેમ કે વીતરાગ છે, તેથી તે પ્રકારનું કથન અયથાર્થ છે અને તેના દ્વારા ભગવાનની પ્રસન્નતાની સિદ્ધિ થઈ શકે નહિ, આ પ્રકારે પૂર્વપક્ષીએ શંકા કરી ત્યાં ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાન પ્રસાદપર થાવ એ કથન પ્રાર્થના નથી; કેમ કે પ્રાર્થનાનું લક્ષણ તેમાં ઘટતું નથી. કેમ ઘટતું નથી? તે સ્પષ્ટ કરતાં કહે છે – કોઈ પુરુષ પોતાના પ્રત્યે અપ્રસન્ન હોય ત્યારે તમે પ્રસન્ન થાવ એ પ્રકારે પ્રાર્થના કરાય છે અથવા ભાવિમાં પણ સદા પ્રસન્ન રહો એ અર્થથી તમે પ્રસન્ન થાવ એ પ્રકારે પ્રાર્થના કરાય છે અને તેવી પ્રાર્થના સ્વીકારીએ તો ભગવાન અવતરાગ છે તેમ સિદ્ધ થાય અને ભગવાન અવતરાગ છે તેમ સ્વીકારીને પ્રસ્તુત કથનને પ્રાર્થના કહેવામાં આવે તો સ્તવધર્મનું ઉલ્લંઘન થાય છે અર્થાત્ ભગવાનની વાસ્તવિક સ્તુતિ નથી, પરંતુ અર્થથી ભગવાન અવીતરાગ છે એમ આક્રોશ કરવામાં આવે છે. જેમ કોઈ માણસ પોતાના પ્રત્યે અપ્રસન્ન હોય ત્યારે કહેવામાં આવે કે તમે પ્રસાદપર થાવ ત્યારે અર્થથી અપ્રસાદપર છે તેમ જ કહેવામાં આવે છે, તેથી તે પુરુષના ગુણની સ્તુતિ નથી, પરંતુ તે અપ્રસાદવાળા છે તેમ કહીને તેમને આક્રોશ કરાય છે, ફક્ત તેનાથી થતા અનર્થના રક્ષણ માટે તે પ્રકારે તેની પાસે પ્રાર્થના કરાય છે,
જ્યારે પ્રસ્તુત સૂત્ર તો ભગવાનના સ્તુતિધર્મવાળું છે, તેથી ભગવાનના ગુણોના કિર્તનને જ કરનાર છે, પરંતુ ભગવાન અપ્રસાદપર છે તેમ કહીને તેમની પાસેથી પ્રસાદની યાચના કરાતી નથી; કેમ કે આર્યપુરુષ આ પ્રકારે વચનપ્રયોગ કરે નહિ, જેથી અર્થપત્તિથી ભગવાન અવીતરાગ છે તેમ સિદ્ધ થાય અને આર્યપુરુષ તેવી સ્તુતિ કરે તો તે આર્ય નથી અર્થાત્ શિષ્ટ નથી તેમ સિદ્ધ થાય.
અહીં પ્રશ્ન થાય કે તો ભગવાન પ્રસાદપર થાવ એ કથન પ્રાર્થનારૂપ નથી તો શું છે ? એથી કહે છે - વચન બોલવામાં કુશળતાયુક્ત પુરુષથી ગમ્ય એવો આ માર્ગ છે અર્થાત્ કુશલ પુરુષો ભગવાન અવીતરાગ છે એમ સિદ્ધ ન થાય અને ભગવાનની સ્તુતિથી પોતાને ઈષ્ટની પ્રાપ્તિ થાય તે પ્રકારે વચનપ્રયોગ કરે છે, તેથી ગણધરોએ પ્રસ્તુત સૂત્રની રચના તે રીતે જ કરી છે જેથી ભગવાન અવીતરાગ છે તેમ સિદ્ધ ન થાય અને સ્તુતિ કરનારને તે પ્રકારના વચનપ્રયોગથી ફળની પ્રાપ્તિ થાય, આ પ્રકારનો નિપુણ માર્ગ વચનકૌશલ્યથી યુક્ત પુરુષ જ જાણી શકે છે.
વળી, પૂર્વપક્ષીએ કહેલું કે તીર્થંકર પ્રસાદપર થાવ એ ઉપન્યાસ અપ્રયોજન છે કે સપ્રયોજન છે તે બંને વિકલ્પ સંગત નથી, તેની સ્પષ્ટતા કરતાં કહે છે – અપેક્ષાએ પ્રસ્તુત વચનપ્રયોગ અપ્રયોજનવાળો છે અને અપેક્ષાએ સપ્રયોજન પણ છે, જેમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ એમ કહીને ભગવાનને આશ્રયીને પ્રસાદની પ્રાપ્તિરૂપ પ્રયોજનવાળો પ્રસ્તુત પ્રયોગ નથી, તેથી અપ્રયોજનવાળો છે અને ભગવાનની સ્તુતિ કરીને પોતાને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાવ એ અપેક્ષાએ પ્રસ્તુત પ્રયોગ સપ્રયોજન છે. આથી જ ભગવાનના સ્તવરૂપે તેનો ઉપન્યાસ યુક્તિયુક્ત છે. કેમ આ ઉપન્યાસ ભગવાનની અપેક્ષાએ અપ્રયોજનવાળો અને
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
લલિતવિસ્તા ભાગ-૩
પોતાની અપેક્ષાએ પ્રયોજનવાળો છે ? તેમાં સાક્ષી આપે છે –
ભગવાન ક્ષીણ ક્લેશવાળા છે, તેથી કોઈના ઉપર પ્રસાદ કરતા નથી, માટે ભગવાનની અપેક્ષાએ આ સ્તુતિ અપ્રયોજનવાળી છે અને ભગવાનની કરાયેલી સ્તુતિ વૃથા પણ નથી; કેમ કે ભગવાનની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારના ભાવોની વિશુદ્ધિ થાય છે, તેનાથી કર્મનો નાશ થાય છે, તેથી સ્તુતિ કરનારનું પ્રયોજન કર્મનો નાશ છે.
વળી, ભગવાન પ્રકૃષ્ટ ગુણના ઉત્કર્ષરૂપથી સ્તુત્ય છે, તેથી ભગવાન વીતરાગરૂપે જ સ્તુત્ય છે, અન્ય સ્વરૂપે નહિ.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન પ્રસાદ કરતા ન હોય તો તેમના સ્તવનથી પોતાને ફળ મળે છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – કોઈ પાસે અચેતન એવાં રત્નો હોય અને તેને સાધવા માટેના મંત્રોનું જ્ઞાન હોય, તેથી તે મંત્રાદિનો જપ કરે અને તે રત્નનું પૂજનાદિ કરે તો તે અચેતનથી પણ ફળની પ્રાપ્તિ લોકમાં પ્રસિદ્ધ છે, તેમ ભગવાન પ્રસાદ કરનારા નહિ હોવા છતાં તેમની સ્તુતિથી ફલની સિદ્ધિ છે.
વળી, જે દેવ સ્તવન કરાયેલો પ્રસાદને કરે છે અને નિંદા કરાયેલો અવશ્ય રોષ પામે છે તે દેવ સર્વ પદાર્થોમાં શમભાવયુક્ત ચિત્તવાળો નથી, તેથી મુખ્ય સ્તુત્ય નથી, પરંતુ તુચ્છ ઐહિક ફલ માટે તેવો દેવ લોકોથી સ્તુત્ય બને છે, જ્યારે મુખ્ય સ્તુત્ય તો ગુણોથી પૂર્ણપુરુષ જ છે, તેમની સ્તુતિ કરવાથી પોતાનામાં પણ તેવા ગુણો પ્રગટે અને તેવા સ્તુત્ય પુરુષની તુલ્ય અવસ્થા પોતાને પ્રાપ્ત થાય.
વળી, અગ્નિ જે રીતે ઠંડીથી પીડાતા જીવોમાં વેષ કરતો નથી અર્થાત્ આ જીવો મારું સેવન કરતા નથી, માટે તેઓ ઠંડીની પીડાથી દુઃખી થાવ તેવો દ્વેષ કરતો નથી અને જેઓ ઠંડીની પીડામાં અગ્નિનું સેવન કરે છે તેના પ્રત્યે રાગ કરતો નથી, તોપણ જેઓ અગ્નિનું સેવન કરતા નથી તેઓ ઠંડીથી પીડાને પ્રાપ્ત કરે છે અને જેઓ અગ્નિનું સેવન કરે છે તેઓ ઠંડીની પીડાથી નિવૃત્ત થાય છે, તેમ ત્રણ ભુવનના ભાવોના પ્રકાશક એવા તીર્થકરોને જેઓ ભક્તિથી આશ્રય કરે છે તેઓ સંસારના પરિભ્રમણરૂપ ઠંડીની પીડાને દૂર કરીને મોક્ષસુખને પામે છે.
આ કથનથી શું કહેવાયેલું થાય છે? તે સ્પષ્ટ કરે છે – જો કે ભગવાન રાગાદિ રહિત હોવાથી કોઈના પર પ્રસાદ કરતા નથી, તોપણ અચિંત્ય ચિંતામણિ તુલ્ય ભગવાનના ગુણોનું સ્મરણ કરીને તેમના ગુણ પ્રત્યે બહુમાનની વૃદ્ધિ થાય તે રીતે જેઓ ભગવાનની સ્તુતિ કરે છે તેઓને તે સ્તુતિથી તેવા ગુણોની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે, તેથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે અને ભગવાનનુ વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે અને તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સદ્ગતિની પરંપરાની પ્રાપ્તિ થાય છે, માટે ભગવાનની સ્તુતિ કરવી એ ન્યાપ્ય છે. આપા અવતરણિકા -
તથા -
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૫
લોગસ સૂત્ર અવતરણિકાર્ય -
પૂર્વમાં ચોવીશે પણ તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાવ એમ યાચના કરી, હવે તથાથી અન્ય પ્રકારની યાચનાનો સમુચ્ચય કરે છે – सूत्र :
कित्तियवन्दियमहिया जे ए लोगस्स उत्तमा सिद्धा ।
आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु ।।६।। सूत्रार्थ :
કીર્તન કરાયેલા, વંદન કરાયેલા, પૂજન કરાયેલા જે આ લોકના ઉત્તમ સિદ્ધ છે તેઓ भारोग्य-बोधिमालने उत्तम श्रेष्ठ समाधिने भापो. IIII ललितविस्तरा :
व्याख्या-कीर्तिताः स्वनामभिः प्रोक्ताः, वन्दिताः त्रिविधयोगेन सम्यक् स्तुताः, महिताः पुष्पादिभिः पूजिताः, क एते इत्यत आह-य एते लोकस्य-प्राणिलोकस्य, मिथ्यात्वादिकर्ममलकलङ्काभावेन उत्तमाः प्रधानाः, ऊर्ध्वं वा तमस इत्युत्तमसः, 'उत् प्राबल्योर्ध्वगमनोच्छेदनेषु' इति वचनात् प्राकृतशैल्या पुनरुत्तमा उच्यन्ते; 'सिद्धाः' इति, सितंबद्धम्, मातमेषामिति सिद्धाः कृतकृत्या इत्यर्थः; अरोगस्य भावः आरोग्य-सिद्धत्वं, तदर्थं 'बोधिलाभः' आरोग्यबोधिलाभः, जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते, तम्, स चानिदानो मोक्षायैव प्रशस्यत इति।
तदर्थमेव च तावत् किम्? अत आह- (समाहिवरम्), समाधानं समाधिः, स च द्रव्यभावभेदाद् द्विविधः, तत्र द्रव्यसमाधिः यदुपयोगात् स्वास्थ्यं भवति येषां वाऽविरोध इति, भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्ययोगादिति, यतश्चायमित्थं द्विधा, अतो द्रव्यसमाधिव्यवच्छेदार्थमाह- वरं-प्रधानं भावसमाधिमित्यर्थः, असावपि तारतम्यभेदेनानेकधैव, अत आहउत्तमं सर्वोत्कृष्टं, ददतु-प्रयच्छन्तु। ललितविस्तरार्थ :
વ્યાખ્યા - કીર્તન કરાયેલા=વનામ વડે કહેવાયેલા, વંદન કરાયેલા=ત્રિવિધયોગથી અર્થાત મન-વચન-કાયાના યોગથી સમ્યફ સ્તુતિ કરાયેલા, મહિતા=પુષ્પાદિથી પૂજન કરાયેલા=શ્રાવકો દ્વારા ભગવાનની પૂજાના કાળમાં પુષ્પાદિથી પૂજન કરાયેલા અને સુસાધુઓ દ્વારા અહિંસાદિ ભાવપુષ્પોથી પૂજન કરાયેલા, કોણ આ છે ? એથી કહે છે – જે આ લોકના ઉત્તમ સિદ્ધો છેઃ મિથ્યાત્વાદિ કર્મકલંકના અભાવથી પ્રાણિલોકના પ્રધાન સિદ્ધ છે, ઉત્તમ=પ્રધાન=વિધાસિદ્ધ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૧
લલિતવિક્તા ભાગ-૩ આદિ અપ્રધાન સિદ્ધો છે અને મોક્ષમાં ગયેલા પ્રધાન સિદ્ધ છે, અથવા અંધકારથી ઊર્થ એ ઉત્તમસઃ છે; કેમ કે ઉત્ શબ્દ પ્રાબલ્ય, ઊર્ધ્વગમન અને ઉચ્છેદનમાં છે એ પ્રકારનું વચન છે, વળી, પ્રાકૃતશૈલીથી ઉત્તમસ ને બદલે ઉત્તમા કહેવાયા છે. સિદ્ધ શબ્દની વ્યુત્પત્તિ કરે છે –
સિદ્ધો=સિત અર્થાત્ બદ્ધ એવું કર્મ બાત છે આમનું અર્થાતુ નાશ કરાયું છે આમનું એ સિદ્ધો અર્થાત્ કૃતકૃત્ય એ પ્રકારનો અર્થ છે, આવા ઉત્તમ સિદ્ધો આરોગ્ય બોધિલાભને આપો એમ અન્વય છે. આરોગ્ય બોધિલાભનો અર્થ સ્પષ્ટ કરે છે –
અરોગનો ભાવ કર્મરૂપી ભાવરોગના અભાવનો ભાવ, આરોગ્ય=સિદ્ધત્વ, તેને માટે બોધિનો લાભ આરોગ્ય બોધિલાભ=જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ=ભગવાનના વચનનો તત્ત્વથી સ્પર્શ થાય તેવા જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ બોધિલાભ કહેવાય છે, તેને આપો=સિદ્ધ ભગવંતો આપો એમ અન્વય છે, અને અનિદાન એવો તે=આરોગ્ય માટે બોધિલાભનો અભિલાષ, મોક્ષ માટે જ પ્રશંસા કરાય છે=મોક્ષ માટે જ થાય છે, અને તેના માટે જ=બોધિલાભ માટે જ, શું?=શું પ્રાપ્ત થાય? આથી કહે છે – સમાધાન સમાધિ=ચિતની સ્વસ્થતાની પરિણતિ, અને તે સમાધિ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે, ત્યાં બે પ્રકારત્ની સમાધિમાં, દ્રવ્ય સમાધિ જેના ઉપયોગથી=જે ઔષધ આદિના ઉપયોગથી, સ્વાધ્ય થાય છે=દેહનું આરોગ્ય થાય છે, અથવા જેઓનો અવિરોધ થાય છે કોઈકની સાથે વિરોધ હોય અને કોઈક રીતે સમાધાન થાય ત્યારે જેઓનો અવિરોધ થાય તે દ્રવ્યસમાધિ, વળી, ભાવસમાધિ જ્ઞાનાદિનું સમાધાન જ છે=સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન-સમ્યગ્વારિત્રનું આત્માને સ્પર્શે તે રીતે સેવન જ છે; કેમ કે તેઓના ઉપયોગથી જ રત્નત્રયીના સમ્યગુ સેવનથી જ, પરમ સ્વાધ્યનો યોગ છે અને જે કારણથી આ=સમાધિ, આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, બે પ્રકારે છે દ્રવ્યના અને ભાવના ભેદથી બે પ્રકારે છે, આથી દ્રવ્યસમાધિના વ્યવચ્છેદ માટે કહે છે - વર=પ્રધાન એવી ભાવસમાધિ એ પ્રકારનો અર્થ છે=ભાવસમાધિ આપો એ પ્રકારનો અર્થ છે, આ પણ=ાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ પણ, તારતમ્યના ભેદથી અનેક પ્રકારે જ છે, આથી કહે છે – ઉત્તમ=સર્વોત્કૃષ્ટ, આપો સિદ્ધ ભગવંતો સર્વોત્કૃષ્ટ એવી જ્ઞાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ મને આપો. ભાવાર્થ
ચોવીશે તીર્થંકરો પાસે “તમે પ્રસાદપર થાવ એવી પ્રાર્થના કર્યા પછી સિદ્ધ ભગવંતો પાસે વિશેષ પ્રકારની પ્રાર્થના કરે છે; કેમ કે આત્માને સિદ્ધ અવસ્થા જ અત્યંત ઇષ્ટ છે અને તેની પ્રાપ્તિ સ્વપરાક્રમથી જ થાય છે અને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિને અનુરૂપ સ્વપરાક્રમ સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિથી પ્રગટે છે, તેથી સુસાધુઓ અને સુશ્રાવકો હંમેશાં સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે સ્વનામથી કીર્તન કરે
Page #138
--------------------------------------------------------------------------
________________
લોગસ સૂત્ર
૧૧૭ છે અર્થાત્ આ સિદ્ધ ભગવંતો કૃતકૃત્ય છે એ પ્રકારે સિદ્ધ ભગવંતોનું કીર્તન કરે છે, તેથી સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપયોગનું પ્રતિસંધાન થવાથી રાગનો અતિશય થાય છે.
વળી, સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે મન-વચન-કાયાના યોગથી વંદન કરવા સ્વરૂપ સિદ્ધ ભગવંતોની સ્તુતિ કરે છે અર્થાત્ વિવેકી શ્રાવકો અને સાધુઓ પારમાર્થિક ભાવ સ્વરૂપે સિદ્ધના ગુણોનું મનથી સ્મરણ કરે છે, વચનથી તેઓના ગુણોનું ગાન કરે છે અને કાયાથી તે પ્રકારની મુદ્રામાં ઉપયુક્ત થઈને યત્ન કરે છે, જેથી ત્રણે યોગથી સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય.
વળી, વિવેકી શ્રાવકો પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે ત્યારે સિદ્ધના આઠ ગુણોનું સ્મરણ કરીને આઠ પુષ્પોથી પૂજા કરે છે તેનાથી સિદ્ધ ભગવંતો પૂજાયેલા થાય છે અને સુસાધુઓ અહિંસાદિ આઠ ભાવપુષ્પો દ્વારા સિદ્ધ ભગવંતની પૂજા કરે છે તે કીર્તન કરાયેલા વંદન કરાયેલા પૂજન કરાયેલા ઉત્તમ સિદ્ધ ભગવંતો છે; કેમ કે મિથ્યાત્વાદિ કર્મમલના કલંકથી રહિત છે અને અંધકારથી સર્વથા પર છે=અજ્ઞાનરૂપી અંધકારથી સર્વથા પર છે.
વળી, બંધાયેલાં કર્મોનો જેમણે નાશ કર્યો છે તેવા કૃતકૃત્ય સિદ્ધ ભગવંતો છે અને તેઓ પ્રત્યે કીર્તન, વંદન અને પૂજન દ્વારા ભક્તિનો અતિશય કર્યા પછી સાધુ અને શ્રાવક યાચના કરે છે કે એવા સિદ્ધ ભગવંતો મને ભાવ આરોગ્યરૂપ સિદ્ધત્વની પ્રાપ્તિ માટે બોધિલાભ આપો; કેમ કે સિદ્ધત્વની પ્રાપ્તિનો એક ઉપાય સર્વજ્ઞપ્રણીત શ્રુત-ચારિત્રરૂપ ધર્મ છે અને તે બોધિલાભ સ્વરૂપ છે એવો બોધિલાભ સિદ્ધ ભગવંતો મને આપો, એ પ્રકારનો નિદાન રહિત અભિલાષ મોક્ષ માટે થાય છે; કેમ કે મોક્ષનો અર્થી જીવ બોધિલાભ મોક્ષના ઉપાયભૂત છે તેવો કાર્યકારણભાવનો સ્પષ્ટ બોધ કરીને મોક્ષરૂપ કાર્યના અર્થીપણાથી તેના કારણરૂપ બોધિલાભની ઇચ્છા કરીને અને તેના અંગરૂપે સિદ્ધ ભગવંતો પાસે તેની યાચના કરીને બોધિલાભને અનુકૂળ પોતાનું સદ્દીર્ય અત્યંત ઉલ્લસિત કરે છે.
આ રીતે મોક્ષ માટે મોક્ષના ઉપાયનો અભિલાષ કર્યા પછી તેના ઉપાયભૂત ઉત્તમ એવી શ્રેષ્ઠ સમાધિની અભિલાષા કરે છે, તેથી સિદ્ધ ભગવંતો પાસે યાચના કરે છે કે ઉત્તમ એવી જ્ઞાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ તમે મને આપો. આ પ્રકારની યાચનાથી ભાવસમાધિને અનુકૂળ સદીર્ય ઉલ્લસિત થાય છે.
સમાધિ શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા માટે કહે છે – સમાધિ બે પ્રકારની છે – એક દ્રવ્યસમાધિ અને બીજી ભાવસમાધિ. દ્રવ્યસમાધિ પણ બે પ્રકારની છે, જેમ રોગીને રોગનું ઔષધ શરીરના સ્વાસ્થનું કારણ હોવાથી તે દ્રવ્યસમાધિ છે અને તેના સેવનથી તેને શરીરના સ્વાથ્યની પ્રાપ્તિ થાય છે, વળી, કોઈક જીવોને પરસ્પર વિરોધ હોય, તેથી તે વિરોધી વ્યક્તિથી તેના ચિત્તમાં હંમેશાં અસ્વસ્થતા વર્તે છે અને તેની સાથે કોઈક રીતે સમાધાન થાય તો અવિરોધની પ્રાપ્તિ થાય છે, તેનાથી ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, આ બંને પ્રકારની સમાધિ બાહ્ય પદાર્થને આશ્રયીને હોવાથી દ્રવ્યસમાધિ છે.
વળી, ભાવસમાધિ સમ્યગ્બોધ, સમ્યગ્રુચિ અને તે બંનેથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ તેનાથી કષાયોના શમનરૂપ જે સમાધાન થાય છે તે ભાવસમાધિ છે અને જેઓ તે ભાવસમાધિનું સતત સેવન કરે છે, તેનાથી
Page #139
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
૧૧૮
સર્વ કર્મના ઉપદ્રવ રહિત પરમ સ્વાસ્થ્યરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી મોક્ષની પ્રાપ્તિનો ઉપાય જ્ઞાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ છે.
વળી, આ ભાવસમાધિ પણ તરતમતાથી અનેક ભૂમિકાવાળી છે, તેથી વિવેકી શ્રાવકોને અને સાધુઓને પોતાના સત્ત્વ અનુસાર તે ભાવસમાધિ પ્રાપ્ત થયેલી હોય તોપણ સર્વોત્કૃષ્ટ એવી ભાવસમાધિના અર્થી તેઓ સિદ્ધ ભગવંતો પાસે ઉત્તમ એવી ભાવસમાધિની યાચના કરે છે, તેનાથી ભાવસમાધિના ઉત્કર્ષને અનુકૂળ બળ સંચિત થાય છે, આથી જ જે વિવેકી શ્રાવકો અને સાધુઓ સિદ્ધ ભગવંતો મને ઉત્તમ ભાવસમાધિ આપો તે પ્રકારે દૃઢ પ્રણિધાનપૂર્વક બોલે છે તેઓ ઉત્તમસમાધિને અનુકૂળ મહાવીર્યના સંચયવાળા થાય છે.
લલિતવિસ્તરા :
आह- 'किमिदं निदानमुत न? इति, यदि निदानमलमनेन सूत्रप्रतिषिद्धत्वात्, न चेत्, सार्थकमनर्थकं वा? यद्याद्यः पक्षः, तेषां रागादिमत्त्वप्रसङ्गः, प्रार्थनाप्रवणे प्राणिनि तथादानात्, अथ चरमः, तत आरोग्यादिदानविकला एते इति जानानस्यापि प्रार्थनायां मृषावादप्रसङ्ग इति ।'
अत्रोच्यते, न निदानमेतत्, तल्लक्षणायोगात्, द्वेषाभिष्वङ्गमोहगर्भं हि तत्, तथा तन्त्रप्रसिद्धत्वात्। धर्म्माय हीनकुलादिप्रार्थनं मोहः, अतद्धेतुकत्वात्, ऋद्ध्यभिष्वङ्गतो धर्म्मप्रार्थनापि मोहः, अतद्धेतुकत्वादेव, तीर्थकरेऽप्येतदेवमेव प्रतिषिद्धमिति ।
લલિતવિસ્તરાર્થ :
આથી પ્રશ્ન કરે છે શું આ=સિદ્ધ ભગવંતો પાસે પ્રાર્થના કરી એ, નિદાન છે અથવા નથી? જો નિદાન છે તો આના વડે=સિદ્ધ ભગવંતો પાસે આ પ્રકારે યાચન વડે, સર્યું; કેમ કે સૂત્રમાં પ્રતિષિદ્ધપણું છે=આગમમાં નિદાનનું પ્રતિષિદ્ધપણું છે, જો નથી=આ પ્રકારનું યાચન નિદાન નથી, તો સાર્થક છે અથવા અનર્થક છે એમ બે વિકલ્પ સંભવે છે, જો આધ પક્ષ છે= સિદ્ધ ભગવંતો પાસે ઉત્તમ સમાધિનું યાયન સાર્થક છે એ પ્રકારનો પક્ષ છે, તો તેઓનો=સિદ્ધ ભગવંતોનો, રાગાદિમાનપણાનો પ્રસંગ છે; કેમ કે પ્રાર્થનામાં તત્પર એવા પ્રાણીમાં, તે પ્રકારનું દાન છે=જે પ્રકારે તે જીવે આરોગ્ય બોધિલાભ માટે ઉત્તમ સમાધિની માગણી કરી તે પ્રકારે આપે છે, હવે બીજો પક્ષ છે=પ્રસ્તુત યાચન અનર્થક છે, તો આરોગ્યાદિ પ્રદાનથી વિકલ એવા આ છે=સિદ્ધ ભગવંતો છે, એ પ્રકારે જાણતાને પણ પ્રાર્થનામાં મૃષાવાદનો પ્રસંગ છે, આમાં=પૂર્વપક્ષીની શંકામાં, ઉત્તર આપે છે .
-
—
આ નિદાન નથી=સિદ્ધ ભગવંતો પાસે પ્રસ્તુત યાચન નિદાન નથી; કેમ કે તેના લક્ષણનો અયોગ છે=નિદાનના લક્ષણનો અયોગ છે, =િજે કારણથી, દ્વેષ, રાગ અને મોહગર્ભ તે=નિદાન છે; કેમ કે તે પ્રકારે=દ્વેષ-રાગ અને મોહગર્ભ નિદાન છે તે પ્રકારે, તંત્રમાં પ્રસિદ્ધપણું છે, ધર્મ
Page #140
--------------------------------------------------------------------------
________________
લોગરસ સૂત્ર
૧૧૯ માટે હીનકુલાદિનું પ્રાર્થના મોહ છે; કેમ કે અતëતુકપણું છે, ઋદ્ધિના અભિવૃંગથી ધર્મનું પ્રાર્થના પણ મોહ છે; કેમ કે અતહેતુકપણું જ છે, તીર્થકરમાં પણ આ=પ્રાર્થન, આ રીતે જ પ્રતિષિદ્ધ છે. lrs:
'न निदाने'त्यादि, न-नैव, निदानं नितरां दायते-लूयते सम्यग्दर्शनप्रपञ्चबहलमूलजालो ज्ञानादिविषयविशुद्धविनयविधिसमुद्धरस्कन्धबन्यो विहितावदातदानादिभेदप्रभेदशाखोपशाखाखचितो निरतिशयसुरनरभवप्रभवसुखसंपत्तिप्रसूनाकीर्णोऽनभ्यीकृतनिखिलव्यसनव्याकुलशिवालयशर्मफलोल्बणो धर्मकल्पतरुरनेनसुराद्याशंसनपरिणामपरशुनेति निदानम्, 'एतद्'-आरोग्यबोधिलाभादिप्रार्थनम्, कुत इत्याह- तल्लक्षणायोगात्-निदानलक्षणाघटनात्, निदानलक्षणमेव भावयन्नाह- 'द्वेषाभिष्वङ्गमोहगर्भ हि तत्', द्वेषो मत्सरः, अभिष्वङ्गो विषयानुरागो, मोहः अज्ञानं, ततस्ते द्वेषाभिष्वङ्गमोहाः, गर्भाः अन्तरङ्गकारणं यस्य तत् तथा, हिः यस्मात्, तत्=निदानम्, कुत इत्याह- तथा द्वेषादिगर्भतया, तन्त्रप्रसिद्धत्वात् निदानस्यागमे रूढत्वात्। रागद्वेषगर्भयोर्निदानयोः सम्भूत्यग्निशर्मादिषु प्रसिद्धत्वेन तल्लक्षणस्य सुबोधत्वात्, निर्देशमनादृत्य मोहगर्भनिदानलक्षणमाह
धर्माय-धर्मनिमित्तमित्यर्थः, हीनकुलादिप्रार्थनं, हीनं नीचं विभवधनादिभिः, यत् कुलम् अन्वयः, आदिशब्दात् कुरूपत्वदुर्भगत्वाऽनादेयत्वादिग्रहः भवान्तरे तेषां प्रार्थनम् आशंसनम्, किमित्याह- मोहः= मोहगर्भ निदानम्, कुत इत्याह- अतहेतुकत्वाद=अविद्यमानास्ते हीनकुलादयो हेतवो यस्य स तथा, तद्भावस्तत्त्वं, तस्मात्, अहीनकुलादिभावभाजो हि भगवन्त इव(एव) अविकलधर्मभाजनं भव्या भवितुमर्हन्ति नेतरे इति, उक्तं च'हीनं कुलं बान्धववर्जितत्वं, दरिद्रतां वा जिनधर्मसिद्ध्यै। प्रयाचमानस्य विशुद्धवृत्तेः, संसारहेतुर्गदितं निदानम्।।' प्रकारान्तरेणापीदमाह-ऋद्ध्यभिष्वङ्गतः पुरन्दरचक्रवर्त्यादिविभूत्यनुरागेण, धर्मप्रार्थनापि='नूनं धाराधनमन्तरेणेयं विभूतिर्न भविष्यतीत्यशंसया धर्माशंसनमपि, किं पुनहींनकुलादिप्रार्थनेति 'अपि'शब्दार्थः, किमित्याह मोहः उक्तरूपः, कुत इत्याह- अतद्धेतुकत्वाद=अविद्यमान उपसर्जनवृत्त्याऽशंसितो धर्मो हेतुर्यस्याः सा तथा, तद्भावस्तत्त्वं तस्मादेव, अनुपादेयतापरिणामेनैवोपहतत्वेन धर्मस्य ततोऽभिलषितऋद्ध्यसिद्धेः, यत एवं ततः तीर्थकरेऽपि-अष्टमहाप्रातिहार्यपूजोपचारभाजिप्राणिविशेषे, किं पुनरन्यत्र पुरन्दरादौ विषयभूते? एतत् प्रार्थनम्, एवमेव ऋद्ध्यभिष्वङ्गेणैव, 'यथायं भुवनाद्भुतभूतविभूतिभाजनं भुवनैकप्रभुः प्रभूतभक्तिभरनिर्भरामरनिकरनिरन्तरनिषेव्यमाणचरणो भगवांस्तीर्थकरो वर्तते, तथाहमप्यमुतस्तपःप्रभृतितोऽनुष्ठानाद् भूयासमित्येवंरूपं, न पुनर्यनिरभिष्वङ्गचेतोवृत्त'र्द्धर्मादेशोऽनेकसत्त्वहितो निरुपमसुखसञ्जनकोऽचिन्त्यचिन्तामणिकल्पो भगवान्, अहमपि तथा स्यामित्येवंरूपं प्रतिषिद्धं निवारितं दशाश्रुतस्कन्धादौ, तदुक्तं
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૭
લલિતવિસ્તરા ભાગ-૩ 'एत्तो य दसाईसुं तित्थयरंमि वि नियाणपडिसेहो । जुत्तो भवपडिबद्धं साभिस्संगं तयं जेणं ।।१।। जं पुण निरभिस्संगं धम्माएसो अणेगसत्तहिओ । निरुवमसुहसंजणओ, अउव्वचिन्तामणिक्कप्पो ।।२।।' इत्यादि। પંજિકાર્ય :
રનિલાને ત્યાદિ મળવારા'ચારિ II નિલાનેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આ= આરોગ્ય બોધિલાભાદિ પ્રાર્થન, નિદાન નથી જ. નિદાન શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે –
સમ્યગ્દર્શનના પ્રપંચન બહલ મૂળ જાળવાળું ધર્મકલ્પતરુ આના વડે સુરદ્ધિ આદિના આશંસાના પરિણામરૂપ પરશુ વડે અત્યંત નાશ કરાય છે એ લિદાન છે એમ અવય છે. વળી, તે ધર્મકલ્પવૃક્ષ કેવા સ્વરૂપવાળું છે ? તે સ્પષ્ટ કરે છે – સમ્યગ્દર્શનના વિસ્તારના મોટા મૂળ જાળવાળું જ્ઞાનાદિ વિષયક વિશુદ્ધ વિનયની વિધિથી ઉત્પન્ન થયેલા સ્કંધના બંધવાળું વિહિત અને અવદાત એવા દાનાદિ ભેદ પ્રભેદની શાખા ઉપશાખાના ઉપચયવાળું શાસ્ત્રમાં જે પ્રકારે વિધાન કરાયેલાં છે એવા સુંદર દાન-શીલ-તપ અને ભાવના ભેદો અને તેના ઉપભેદોરૂપ શાખા-ઉપશાખાથી યુક્ત ધર્મકલ્પવૃક્ષ છે, વળી, તિરતિશય સુરભવથી અને તરભવથી પ્રભવ એવી સુખસંપત્તિના ફણગાથી વ્યાપ્ત છે, વળી, દૂર કરાયો છે બધી આપતિઓનો સમૂહ જેમાં એવા શિવાલયના સુખરૂપ ફલના અતિશયવાળું ધર્મકલ્પવૃક્ષ છે, તેનો જે નાશ કરે તે નિદાન કહેવાય, આ આરોગ્ય બોધિલાભાદિનું પ્રાર્થના નિદાન નથી જ, કયા કારણથી નિદાન નથી જ? એથી કહે છે – તેના લક્ષણનો અયોગ હોવાથી=આરોગ્યાદિ પ્રાર્થનમાં નિદાનના લક્ષણનું અઘટન હોવાથી, નિદાન નથી, નિદાનના લક્ષણને જ ભાવન કરતાં=સ્પષ્ટ કરતાં, કહે છે – કિજે કારણથી, દ્વેષ-અભિવૃંગ-મોહગર્ભ તે છે અર્થાત્ દ્વેષ=મત્સર, અભિળંગ=વિષયનો અનુરાગ, મોહક અજ્ઞાન, ત્યારપછી તે દ્વેષ-અભિવંગ-મોહગર્ભો અંતરંગ કારણ છે જેને તે તેવું છે દ્વેષ-અભિવ્યંગમોહગર્ભવાળું છે, દિ=જે કારણથી, તે નિદાન છે, કયા કારણથી દ્વેષ-અભિવંગ-મોહગર્ભવાળું નિદાન કયા કારણથી છે ? એથી કહે છે – તે પ્રકારે દ્વેષાદિ ગર્ભપણારૂપે, તંત્રમાં પ્રસિદ્ધપણું હોવાથી–નિદાનનું આગમમાં રૂઢપણું હોવાથી દ્વેષાદિગર્ભ નિદાન છે એમ અવાય છે, રાગ-દ્વેષગર્ભ એવા નિદાનનું સંભૂતિ અગ્લિશમાં આદિમાં પ્રસિદ્ધપણું હોવાને કારણે તેના લક્ષણનું સુબોધપણું હોવાથી રાગ-દ્વેષગર્ભ નિદાનના લક્ષણો સુખપૂર્વક બોધ થઈ શકે તેવો હોવાથી, નિર્દેશકો અનાદર કરીને રાગ-દ્વેષગર્ભ નિદાનના સ્વરૂપને કહેવાનું છોડીને, મોહગર્ભ નિદાનના લક્ષણને કહે છે – ધર્મ માટે=ધર્મ નિમિતે, ભવાંતરમાં હીનકુલાદિનું પ્રાર્થન=વૈભવ-ધન આદિથી નીચ એવું જે કુળ અર્થાત અવય અર્થાત પિતા-પિતામહ આદિની પરંપરા, તેઓનું પ્રાર્થન=આશંસન, શું? એથી કહે છે –
Page #142
--------------------------------------------------------------------------
________________
લોગસ સુત્રા
૧૨૧ મોહ મોહગર્ભ નિદાન છે, હીનયુનાતિમાં રહેલા ગાલિ શબ્દથી કુરૂપત્વ-દુર્ભગત-અનાદયત્વ આદિનું ગ્રહણ છે, કયા કારણથીકહીનકુલાદિ પ્રાર્થના કયા કારણથી મોહ છે? એથી કહે છે – અતહેતુકપણું હોવાથી=અવિદ્યમાન એવા તે હીનકુલાદિ હેતુઓ છે જેને તે તેવું છે=આતહેતુકવાનું છે તેનો ભાવ તત્વ=અહેતુકવાળાપણું, તેનાથી મોહગર્ભ નિદાન છે એમ અન્વય છે, દિ=જે કારણથી, અહીનકુલાદિ ભાવવાળા ભવ્યો ભગવાનની જેમ અવિકલધર્મનું ભાજત થવા માટે યોગ્ય છે, ઈતર નહિત્રહીનકુલાધિવાળા નહિ અને કહેવાયું છે – - જિનધર્મની સિદ્ધિ માટે હીનકુલ, બાંધવવજિતપણું અથવા વિશુદ્ધવૃત્તિથી દરિદ્રતાની યાચના કરનાર જીવને સંસારનો હેતુ એવું નિદાન કહેવાયું છે.
પ્રકારતથી પણ=હીનકુલાદિની અપેક્ષાએ અન્ય પ્રકારથી પણ, આ=મોહગર્ભ નિદાનને, કહે છે – ઋદ્ધિના અભિળંગથી ધર્મની પ્રાર્થના પણ પુરંદર ચક્રવર્તી આદિ વિભૂતિના અનુરાગથી ઘર્મની આરાધના વગર આ વિભૂતિ થશે નહિ એ પ્રકારની આશંસાથી ધર્મનું આશંસન પણ=ઋદ્ધિ માટે હું ધર્મ કરનારો થાઉં એ પ્રકારનો અભિલાષ પણ, શું? એથી કહે છે – ઉક્તરૂપવાળો મોહ છે, શું વળી, હીતકુલાદિની પ્રાર્થના એ જ શબ્દનો અર્થ છે, કયા કારણથી=ઋદ્ધિના અભિળંગથી ધર્મનું પ્રાર્થના પણ મોહ કયા કારણથી છે ? એથી કહે છે – અતહેતુપણું હોવાથી=અવિદ્યમાન એવો ઉપસર્જનવૃતિથી આશંસિત ધર્મ હેતુ છે જેને અર્થાત્ ધર્મની પ્રાર્થના છે જેને તે તેવી છે= અતહેતુવાળી છે, તેનો ભાવતત્વ છે તે કારણથી જ મોહ છે=ઋદ્ધિના અભિવૃંગથી ઘર્મની પ્રાર્થના પણ મોહ છે; કેમ કે ધર્મનું અનુપાદેયતા પરિણામથી ઉપહતપણું હોવાને કારણે તેનાથી=ધર્મથી અભિલષિત ઋદ્ધિની અસિદ્ધિ છે.
જે કારણથી આ પ્રમાણે છે=ઋદ્ધિના અભિળંગથી ધર્મનું પ્રાર્થના પણ મોહ છે એ પ્રમાણે છે, તે કારણથી તીર્થંકરમાં પણ આઠ મહાપ્રાતિહાર્ય પૂજાતા ઉપચારવાળા જીવવિશેષમાં પણ, આ પ્રાર્થના આ રીતે જ છે=ઋદ્ધિના અભિવૃંગથી જ છે, શું વળી, અન્યત્ર પુરંદર આદિ વિષયભૂતમાં તો આશંસન મોહ છે, પરંતુ તીર્થકરમાં પણ આ રીતે જ પ્રાર્થના મોહ છે એમ અવય છે, જે પ્રમાણે આ=તીર્થકર, ભુવનમાં અદ્ભુત થયેલ વિભૂતિનું ભાજન, ભુવન એક પ્રભુ પ્રભૂત ભક્તિના સમૂહથી ભરેલા એવા દેવના સમૂહથી સેવાતા ચરણવાળા ભગવાન તીર્થંકર વર્તે છે, તે પ્રમાણે હું પણ આ તપ વગેરે અનુષ્ઠાનથી થાઉં એ સ્વરૂપવાળું પ્રાર્થના પ્રતિષિદ્ધ છે એમ અવય છે, પરંતુ જે નિરભિવંગ ચિત્તવૃત્તિ હોવાથી ધર્મના આદેશ, અનેક સત્વના હિત, નિરુપમ સુખના સંજતક, અચિંત્ય ચિંતામણિકલ્પ ભગવાન છે. હું પણ તેવો થાઉં એ રૂપ પ્રાર્થના પ્રતિષિદ્ધ નથી=દશાશ્રુત સ્કંધ આદિમાં તિવારિત નથી, તે કહેવાયું છે –
આથી જ દશાદિમાં=દશાશ્રુતસ્કંધ આદિમાં, તીર્થકરમાં પણ નિદાનની પ્રતિષેધ યુક્ત છે, જે કારણથી ભવપ્રતિબદ્ધ સાભિળંગ તેeતીર્થંકર વિષયક નિદાન છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨
લલિતવિસ્તાર ભાગ-૩ જે વળી, નિરભિળંગ ધર્મના આદેશ=ધર્મની એક મૂર્તિ, અનેક સત્ત્વોનું હિત, નિરુપમ સુખના સંજનક અપૂર્વ ચિતામણિ કલ્પ એવા તીર્થંકર હું થાઉં એ પ્રકારનું પ્રાર્થના નિષિદ્ધ નથી. ઈત્યાદિ. ભાવાર્થ :- સિદ્ધ ભગવંતોની ભક્તિ કરીને આરોગ્ય બોધિલાભ અને ઉત્તમ શ્રેષ્ઠ સમાધિ આપો, એ પ્રકારની પ્રાર્થના કરી, ત્યાં કોઈ શંકા કરે છે –
આ પ્રાર્થના નિદાન છે કે નથી એમ બે વિકલ્પ સંભવે છે; કેમ કે સામાન્યથી ધર્મ સેવવાને બદલે તીર્થકરો આદિ પાસે તેવા પ્રકારના ફળની આશંસા કરાય છે અથવા ધર્મ સેવીને તેના ફળરૂપ આશંસા કરાય છે તેને નિદાન કહેવાય છે, તેથી શંકા થાય કે આરોગ્ય બોધિલાભ માટે સિદ્ધ ભગવંતોની પાસે ઉત્તમ શ્રેષ્ઠ સમાધિની પ્રાર્થના નિદાન છે કે નથી અને જો નિદાન છે એમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં નિદાનનો નિષેધ કરેલો છે માટે તેવી પ્રાર્થના કરવી જોઈએ નહિ, વળી, જો નિદાન નથી તેમ સ્વીકારવામાં આવે તો બે વિકલ્પ થાય, તે પ્રાર્થના સાર્થક છે કે અનર્થક છે અને જો તે પ્રાર્થના સાર્થક સ્વીકારવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે સિદ્ધ ભગવંતો તે પ્રાર્થના કરનારને આરોગ્ય બોધિલાભ માટે ઉત્તમ સમાધિ આપે છે, તેથી સિદ્ધ ભગવંતો પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તે આપે છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો સિદ્ધ ભગવંતો પ્રાર્થના કરનારા પ્રત્યે પ્રસન્ન થનારા છે અને પ્રાર્થના નહિ કરનારા પ્રત્યે પ્રસન્ન થતા નથી અને તેમ સ્વીકારવાથી સિદ્ધ ભગવંતોને રાગ-દ્વેષી સ્વીકારવા પડે, તેથી પ્રાર્થના સાર્થક છે તેમ સ્વીકારી શકાય નહિ; કેમ કે સિદ્ધ ભગવંતો વિતરાગ છે. હવે કહેવામાં આવે કે પ્રાર્થના નિરર્થક છે=પ્રાર્થના કરવાથી સિદ્ધ ભગવંતો તે પ્રકારે કંઈ આપતા નથી માટે નિરર્થક છે, તેથી સિદ્ધ ભગવંતો આરોગ્ય પ્રદાનાદિથી વિકલ છે, એમ જાણવા છતાં પણ કોઈ પ્રાર્થના કરે તો તે મૃષાવાદી છે તેમ માનવું પડે, જેમ સંસારમાં સ્પષ્ટ નિર્ણય છે કે યાચના કરવાથી આ પુરુષ કંઈ આપે તેમ નથી, તેની પાસે કોઈ વિવેકી પુરુષ યાચના કરે નહિ, આમ છતાં જાણે છે કે આ આપશે નહિ તોપણ પ્રાર્થના કરે તો તે મૃષાવાદ કરે છે તેમ કહેવાય, તેમ સિદ્ધ ભગવંતોની પ્રાર્થના પણ મૃષાવાદ સિદ્ધ થાય, આ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – સિદ્ધ ભગવંતો પાસે પ્રસ્તુત પ્રાર્થન નિદાન નથી; કેમ કે તે પ્રાર્થનામાં નિદાનના લક્ષણનો યોગ નથી. નિદાનનું સ્વરૂપ બતાવવા માટે પંજિકામાં કહે છે કે જીવની પરિણતિરૂપ જે ધર્મકલ્પવૃક્ષ છે તેને દેવલોક આદિની આશંસાના પરિણામરૂપ પરશુથી અત્યંત નાશ કરાય તે નિદાન છે. જીવના પરિણામરૂપ ધર્મકલ્પવૃક્ષ કેવું છે ? તે સ્પષ્ટ કરે છે –
સંસારના વાસ્તવિક સ્વરૂપને, મોક્ષના વાસ્તવિક સ્વરૂપને, સંસારની કદર્થનાના ઉચ્છેદપૂર્વક મોક્ષની પ્રાપ્તિના કારણભૂત ધર્મના વાસ્તવિક સ્વરૂપને જીવ યથાર્થ જાણે એ રૂપ સમ્યગ્દર્શન છે અને આ સમ્યગ્દર્શનનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ એ ધર્મકલ્પવૃક્ષનું વિસ્તારવાળું મૂળ છે. જેમ કોઈ વૃક્ષનું મૂળ જમીનમાં ઘણું વિસ્તારવાળું હોય તો તે વૃક્ષ સારી રીતે સમૃદ્ધ બને છે, તેમ તે જીવમાં સમ્યગ્દર્શનનો નિર્મળ-નિર્મળતરા વિસ્તાર વૃદ્ધિ પામે છે તેના બળથી ધર્મકલ્પવૃક્ષ સમૃદ્ધ બને છે અને સમ્યગ્દર્શનનો વિસ્તાર પ્રગટ થાય ત્યારે
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૩
લોગસ્સ સૂત્ર
જીવમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષયક વિશુદ્ધ વિનયભાવ પ્રગટે છે અને તેના કારણે તે મૂળમાંથી સ્કંધનો બંધ થાય છે અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પરિણતિરૂપ ભાવો પ્રત્યે વિશુદ્ધ વિનય થવાને કારણે સમ્યગ્દર્શનના મૂળમાંથી તે કલ્પવૃક્ષનો સ્કંધ ફૂટે છે અને જેમ સ્કંધ વૃદ્ધિ પામીને શાખા ઉપશાખાવાળો બને છે તેમ જીવમાં વિનયનો પરિણામ પ્રગટ્યા પછી શક્તિ અનુસાર દાન-શીલ-તપ-ભાવના ભેદરૂપ શાખા-ઉપશાખાવાળું સુંદર કલ્પવૃક્ષ સમૃદ્ધ બને છે અર્થાત્ તે મહાત્મા શક્તિ અનુસાર ચાર પ્રકારના ધર્મને સેવીને સમૃદ્ધ બને છે, તેના ફળરૂપે અતિશય સુખવાળા દેવ-મનુષ્યભવના સુખ-સંપત્તિરૂપી ફણગાઓ ફૂટે છે અને અંતે સર્વ ઉપદ્રવોથી રહિત મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે, આવું સુંદર ધર્મરૂપી કલ્પવૃક્ષ છે તે જીવની પરિણતિરૂપ છે, તેને નાશ કરે એવો નિદાનનો પરિણામ છે અને આરોગ્ય બોધિલાભાદિનું પ્રાર્થન તેવું નિદાન નથી; કેમ કે તે પ્રાર્થનામાં નિદાનનું લક્ષણ ઘટતું નથી, કેમ ઘટતું નથી ? તેથી કહે છે
દ્વેષ, વિષયોનો અનુરાગ અને મોહ=અજ્ઞાન, તેનાથી યુક્ત એવો જે જીવનો પરિણામ તે નિદાન છે, જેમ બ્રહ્મદત્તચક્રવર્તીના જીવે સંભૂતિ મુનિના ભવમાં સાધુપણું પાળીને આત્મામાં ધર્મકલ્પવૃક્ષ પ્રગટ કર્યું, તેનાથી ઉત્તમ સંયમના બળથી તે મહાત્મા સુંદર સંસારી સુખોની પ્રાપ્તિ કરીને પરિમિત કાળમાં મોક્ષસુખને પામે તેવી ઉત્તમ પરિણતિવાળા હતા અને ચક્રવર્તી થવાના રાગના પરિણામથી તે ધર્મકલ્પવૃક્ષનો તે રીતે નાશ કર્યો કે જેથી ચક્રવર્તીપણાના પ્રાપ્તિકાળમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ તેવું નિદાન રાગગર્ભિત હોય છે અને આ રાગગર્ભિત નિદાનમાં પણ નિદાનકાળમાં વર્તતા ભોગના રાગની તરતમતાના બળથી અનેક ભેદો પડે છે અને તે રાગની તીવ્રતા આદિના ભેદથી તેટલા અંશમાં ધર્મકલ્પદ્રુમ ક્ષીણ થાય છે, જેમ સંભૂતિ મુનિએ નિયાણુ કરીને ધર્મકલ્પવૃક્ષનું મૂળ એવું સમ્યગ્દર્શન જ વિનાશ કર્યું, તેથી ચક્રવર્તીના ભવમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ, વળી, દ્રૌપદીનો જીવ સુકુમાલિકાના ભવમાં પાંચ પતિની ઇચ્છા કરીને કાળ કરીને બીજા દેવલોકમાં જાય છે, ત્યાંથી ચ્યવીને દ્રૌપદી થાય છે, તેણે પણ સુકુમાલિકાના ભવમાં રાગથી નિદાન કરેલ, તેથી દ્રૌપદીના ભવમાં ચારિત્રની પ્રાપ્તિ ન થઈ, તોપણ સમ્યગ્દર્શન અને દેશવિરતિરૂપ ધર્મકલ્પવૃક્ષનો નાશ ન થયો, તેથી પૂર્વભવમાં પાળેલું સર્વવિરતિ ચારિત્ર ઉત્તરના ચારિત્રની પ્રાપ્તિ દ્વારા ધર્મકલ્પવૃક્ષની વૃદ્ધિનું કારણ હતું, છતાં વિષયના રાગજન્ય નિદાનથી તેટલું મ્યાન થયું, તેથી દ્રૌપદીના ભવમાં સર્વવિરતિની પ્રાપ્તિ થઈ નહિ, વળી, કૃષ્ણના જીવે પણ પૂર્વભવમાં ચારિત્ર પાળેલ અને બલભદ્ર મુનિએ પણ પૂર્વભવમાં ચારિત્ર પાળેલું, પરંતુ કૃષ્ણના જીવે રાગથી નિદાન કરીને દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રની પ્રાપ્તિ ન થઈ શકે તે રીતે કલ્પવૃક્ષનો ઘાત કર્યો, તેથી કૃષ્ણના ભવમાં અવિરતિનો ઉદય હોવા છતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. આ રીતે નિદાનકાળમાં વર્તતા કષાયના અનુરાગના ભેદથી ધર્મકલ્પવૃક્ષના વિનાશનો ભેદ પડે છે, વળી, અગ્નિશર્માના જીવે દ્વેષથી ગુણસેનકુમારને મારવાનું નિદાન કર્યું, જેનાથી દૂરદૂરવર્તી પણ ધર્મને અભિમુખ જે તે જીવનો પરિણામ હતો તેનો નિદાનથી વિનાશ થયો, જોકે અગ્નિશર્માનો જીવ ચ૨માવર્તથી બહારના પુદ્ગલપરાવર્તનવાળો હતો તોપણ તે જીવ જેમ જેમ કંઈક સુંદર ભાવો કરે છે તેમ તેમ ચ૨માવર્તની નજીક આવે છે, તેથી ધર્મને અભિમુખ કંઈક દૂરદૂરવર્તી પણ જે તેની પરિણતિ હતી તે દ્વેષથી કરાયેલા નિદાનથી વિનાશ પામે છે, તેથી ચ૨માવર્તની
Page #145
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
રા
આસત્ર ભૂમિકા પણ કંઈક દૂરવર્તી થાય છે.
આ રીતે સંસારીજીવો ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ પરિણામો કરીને ધર્મકલ્પવૃક્ષના મૂળ આદિના ક્રમથી આત્મામાં કંઈક ધર્મકલ્પવૃક્ષને પ્રગટ કરે છે અને કોઈક નિમિત્તથી સંભૂતિ મુનિ આદિની જેમ નિદાન દ્વારા તે ધર્મકલ્પવૃક્ષનો નાશ કરે છે, તો વળી, કોઈ અન્ય જીવો કોઈકના પ્રત્યે દ્વેષ કરીને ક્ષમાદિ ભાવોથી પ્રગટ થયેલા કંઈક ધર્મકલ્પવૃક્ષનો અગ્નિશર્મા આદિની જેમ વિનાશ કરે છે.
વળી, દ્વેષ, રાગ અને મોહગર્ભિત નિદાન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, તેમાં રાગથી અને દ્વેષથી કરાતાં નિદાન સુખપૂર્વક જણાય છે, તેથી ગ્રંથકારશ્રીએ તેની સ્પષ્ટતા કરેલ નથી, પરંતુ મોહગર્ભિત નિદાન કઈ રીતે થાય છે તેને સ્પષ્ટ કરે છે –
મોહ એટલે અજ્ઞાન અને અજ્ઞાનને વશ જે નિદાન કરાય તે મોહગર્ભિત નિદાન કહેવાય. જેમ કેટલાક જીવોને મોક્ષ સુંદર છે તેમ જણાય છે, તેનો ઉપાય ધર્મ છે તેમ જણાય છે અને વૈભવાદિવાળાં કુળોમાં જન્મ થાય તો જન્માંતરમાં ધર્મની પ્રાપ્તિ થઈ શકે નહિ તેવું અજ્ઞાન વર્તે છે, તેથી તેઓ ધર્મ સેવીને ઇચ્છા કરે છે કે મને હીનકુળની પ્રાપ્તિ થાવ, જેથી વૈભવ આદિમાં મૂર્છા પામીને હું ધર્મથી વંચિત ન થઉં, તે જીવે ધર્મ માટે જ વૈભવ વગરના કુલની ઇચ્છા કરી છે, તેથી ધર્મનો રાગ બલવાન છે અને તેના ઉપાયરૂપે જ અજ્ઞાનને વશ હીનકુલની ઇચ્છા કરે છે, તે મોહજન્ય નિદાન છે, જેના કારણે બીજા ભવમાં હીનકુલની પ્રાપ્તિ કરીને તેઓ સંયમની પ્રાપ્તિ કરે તોપણ તે ભવમાં મોક્ષને પ્રાપ્ત કરી શકે નહિ, તેથી તે પ્રકારનું નિદાન મોક્ષની પ્રાપ્તિમાં બાધક થાય છે. જો તે જીવે વિશુદ્ધ ચારિત્ર પાળ્યા પછી તેવું નિદાન ન કર્યું હોત તો તે ચારિત્રના બળથી જન્માંતરમાં વિશુદ્ધતર ચારિત્ર પામીને મોક્ષમાં પણ જઈ શકત, પરંતુ નિદાનને કારણે તે જીવમાં વર્તતું ધર્મરૂપી કલ્પવૃક્ષ તેટલું ક્ષીણ થાય છે, તેથી તે જીવ જન્માંત૨માં મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષની ઇચ્છા છે, મોક્ષના ઉપાયરૂપ ચારિત્રધર્મની ઇચ્છા છે અને તેના ઉપાયરૂપે જ વૈભવ રહિત કુળની ઇચ્છા છે તે મોહગર્ભ નિદાન કેમ છે ? તેમાં હેતુ કહે છે
-
હીનકુલાદિ ધર્મના હેતુ નથી, પરંતુ દૃઢ પ્રણિધાનપૂર્વક સેવાયેલો ધર્મ ઉત્તમકુલાદિની પ્રાપ્તિપૂર્વક અવિકલધર્મની પ્રાપ્તિનું કારણ છે, જેમ તીર્થંકરો પૂર્વભવમાં દૃઢ પ્રણિધાનપૂર્વક ધર્મને સેવીને ચરમભવમાં ઉત્તમકુલાદિને પામીને અવિકલ ધર્મના ભાજન થાય છે, તેથી જે મોક્ષના કારણીભૂત અવિકલ ધર્મનો હેતુ નથી તેવા હીનકુલાદિની ઇચ્છા અજ્ઞાનને કારણે થાય છે, તેથી અજ્ઞાનરૂપ મોહથી કરાયેલી તેવી પ્રાર્થના છે, તેથી તેટલા અંશમાં તે ધર્મકલ્પવૃક્ષ હણાય છે; કેમ કે સમ્યગ્નાનપૂર્વક કરાયેલી સમ્યક્ પ્રવૃત્તિથી જ પુષ્ટ થયેલું ધર્મકલ્પવૃક્ષ અવિકલ એવા ધર્મની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે. આથી જ જેઓ ભગવાનની ભક્તિ કરીને કે સંયમ પાળીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન ! આ ભક્તિ કે સંયમ દ્વારા હું મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને આઠ વર્ષની ઉંમરમાં સંયમ ગ્રહણ કરીને કેવળજ્ઞાન પામું, તે ધર્મ માટે મહાવિદેહમાં જન્મની પ્રાર્થના સ્વરૂપ છે, તોપણ અતહેતુપણું હોવાથી મોહગર્ભિત નિદાન છે, તેથી નિદાન દ્વારા તેઓ મહાવિદેહમાં જન્મે તોપણ સંયમ ગ્રહણ કરીને તે ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે
Page #146
--------------------------------------------------------------------------
________________
લોગસ સૂત્ર નહિ; કેમ કે જેઓ આ ભવમાં પૂર્ણ ધર્મ સેવવા સમર્થ નથી તેઓ દેવભવમાં જઈને ધર્મની વિશેષ શક્તિનો સંચય કરીને મનુષ્યભવને પામીને અવિકલ ધર્મનું ભાજન થઈ શકે તે પ્રકારની પદાર્થ વ્યવસ્થા છે, તેથી રાત્રિના શયન જેવો દેવભવ છે, જેમ નિયત નગરમાં જવા માટે પ્રસ્થિત પુરુષ અસ્મલિત ગતિથી તે નગર તરફ જતો હોય અને શ્રાંત થાય ત્યારે રાત્રે સૂઈને શક્તિસંચય કરે છે, જેથી આગળ શીધ્ર ગમન કરી શકે છે, જો શ્રાંત થયેલો પણ તે રાત્રિમાં ગમન જ કર્યા કરે તો ગમનશક્તિ આગળ સ્કૂલના પામે છે, તેથી નિયત નગરમાં પહોંચી શકતો નથી, તેમ જેઓએ અસંગભાવની અતિશય શક્તિસંચય કરી નથી તેઓ આ ભવમાં ધર્મ સેવીને દેવભવમાં જાય છે ત્યાં ચાર બુદ્ધિનાં નિધાન થાય છે અને દેવભવને અનુરૂપ ભગવદ્ ભક્તિ, સદ્ધર્મનું શ્રવણ, ધર્મવ્યવસાયસભામાં પુસ્તકરત્નનું વાંચન કરીને અસંગભાવને અનુકૂળ તીવ્ર રાગ કરે છે, જેથી સંચિત વિર્યવાળા થઈને ઉત્તરમાં મનુષ્યભવને પામીને મોક્ષમાં જઈ શકે, પરંતુ અહીંથી હું મહાવિદેહમાં જાઉં એવો વિકલ્પ કરીને ધર્મ માટે હીનકુલાદિની પ્રાર્થનાની જેમ જ મહાવિદેહમાં જન્મની ઇચ્છા કરીને મોહગર્ભિત નિદાન કરે છે તેઓને તે ભવમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી; કેમ કે મહાવિદેહમાં જન્મપ્રાપ્તિની ઇચ્છા અવિકલ ધર્મ પ્રત્યે હેતુ નથી, જેમ હિનકુલાદિની પ્રાપ્તિ અવિકલ ધર્મ પ્રત્યે હેતુ નથી, તેથી જે જેના પ્રત્યે હેતુ ન હોય, તેની પ્રાર્થના અજ્ઞાનરૂપ મોહથી થાય છે, માટે મોહગર્ભિત નિદાન છે.
વળી, અન્ય પ્રકારે પણ મોહગર્ભિત નિદાન છે તે બતાવે છે – જેમ કેટલાક જીવો ધર્મ માટે હિનકુલાદિની પ્રાર્થના કરે છે તેમ કેટલાક જીવો ઇન્દ્ર, ચક્રવર્તી આદિની ઋદ્ધિ પ્રત્યે રાગવાળા હોવાથી તેનું કારણ બને તેવો ધર્મ મને પ્રાપ્ત થાવ, એ પ્રકારની પ્રાર્થના કરે છે, તે પણ મોહગર્ભિત નિદાન છે; કેમ કે તે પ્રાર્થનથી તેવો ધર્મ પ્રાપ્ત થઈ શકતો નથી; અર્થાત્ તેવી અભિલાષામાં ધર્મનો પરિણામ ગૌણ છે અને ઋદ્ધિની પ્રાપ્તિનો પરિણામ પ્રધાન છે, તેથી ઋદ્ધિની ઉપાદેયતાનો પરિણામ છે અને ધર્મની અનુપાદેયતાનો પરિણામ છે, તેથી અનુપાદેયતાના પરિણામથી હણાયેલા એવા ધર્મથી ચક્રવર્તીપણું આદિ મળે નહિ, માટે ચક્રવર્તી આદિની પ્રાપ્તિના અહેતુ એવા ધર્મમાં હેતુપણાનો બોધ છે, માટે અજ્ઞાનથી તેવી પ્રાર્થના કરાય છે, તેથી મોહગર્ભિત નિદાન છે. આથી જ તીર્થકરની સમૃદ્ધિ જોઈને કોઈને પરિણામ થાય કે હું આ તપ વગેરે અનુષ્ઠાન એવું છું તેનાથી મને આવી સમૃદ્ધિવાળું તીર્થકરપણું મળો, આ પ્રકારનું પ્રાર્થન શાસ્ત્રમાં નિષિદ્ધ છે, પરંતુ કોઈક જીવને તીર્થંકરનું નિરભિમ્પંગ ચિત્ત જોઈને પરિણામ થાય કે આ તીર્થકરો સાક્ષાત્ ધર્મની મૂર્તિ છે, અનેક જીવોના હિત છે, નિરુપમ સુખના જનક અચિંત્ય ચિંતામણિ જેવા છે, તેથી હું પણ આવી ગુણસમૃદ્ધિવાળો થઉ તેવું પ્રાર્થન મોહગર્ભિત નહિ હોવાથી નિષિદ્ધ નથી; કેમ કે પોતે જે તપ અનુષ્ઠાન સેવે છે તે પ્રકર્ષને પામીને નિરભિમ્પંગ ધર્મની પ્રાપ્તિનું જ બીજ છે, તેથી તેવા ધર્મને સ્મૃતિમાં રાખીને હું તીર્થકર થાઉં એ પ્રકારનું પ્રાર્થન દોષરૂપ નથી, તેમ પ્રસ્તુતમાં પણ મોક્ષરૂપ જે આરોગ્ય તેના માટે કારણ એવો બોધિલાભ અને બોધિલાભનો જ હેતુ એવી ઉત્તમ સમાધિની પ્રાર્થના ભગવંતોને કીર્તન-વંદન આદિ કરવાપૂર્વક કરાય છે, તે મોહરૂપ નથી, પરંતુ સિદ્ધ અવસ્થાના કારણભૂત ઉચિત ઉપાયની યાચના સ્વરૂપ છે. વળી, સંસારની ઋદ્ધિ આદિના રાગ સ્વરૂપ પણ નથી અને કોઈ પ્રત્યે દ્વેષ સ્વરૂપ પણ નથી, તેથી રાગ, વેષ અને મોહગર્ભિત નિદાન હોય છે તેના લક્ષણનો પ્રસ્તુત પ્રાર્થનામાં યોગ નથી, માટે નિદાન નથી.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૬
ललितविस्तश नाग-3
ललितविस्तरा :
अत एवेष्टभावबाधकृदेतत्, तथेच्छाया एव तद्विजभूतत्वात्, तत्प्रधानतयेतरत्रोपसर्जनबुद्धिभावात्। अतत्त्वदर्शनमेतत्, महदपायसाधनम्, अविशेषज्ञता हि गर्हिता, पृथग्जनानामपि सिद्धमेतत्, योगिबुद्धिगम्योऽयं व्यवहारः, सार्थकानर्थकचिन्तायां तु भाज्यमेतत्, चतुर्थ भाषारूपत्वात्।
तदुक्तं, 'भासा असच्चमोसा णवरं भत्तीए भासिया एसा । न हु खीणपेज्जदोसा देंति समाहिं च बोहिं च ।।१।। तप्पत्थणाए तहवि य, ण मुसावाओवि एत्थ विण्णेओ । तप्पणिहाणाओ च्चिय तग्गुणओ हंदि फलभावा ।।२।। चिन्तामणिरयणादिहिं जहा उ भव्वा समीहियं वत्युं । पावंति तह जिणेहिं तेसिं रागादभावेऽवि ।।३।। वत्थुसहावो एसो अउव्वचिन्तामणी महाभागो । थोऊणं तित्थयरे पाविज्जइ बोहिलाभो त्ति ।।४।। भत्तीए जिणवराणं खिज्जन्ती पुव्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो कम्मवणदवाणलो जेण ।।५।।'
एतदुक्तं भवति, -यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्त, तथाप्येवंविधवाक्प्रयोगतः प्रवचनाराधनतया सन्मार्गवर्तिनो महासत्त्वस्य तत्सत्तानिबन्धनमेव तदुपजायत इति गाथार्थः।।६।। ललितविस्तरार्थ :
આથી જ=ઋદ્ધિ આદિના અભિવંગથી ધર્મની પ્રાર્થનાનું મોહપણું હોવાથી જ, ઈષ્ટ ભાવનાબાપને કરનારું આ=પ્રકૃત નિદાન છે=હું તીર્થકર થાઉં એ પ્રકારનું નિદાન છે; કેમ કે તે પ્રકારની ઈચ્છાનું જ=ઋદ્ધિ આદિની ઈચ્છાનું જ, તદ્ વિનભૂતપણું છે તીર્થકરd આદિની પ્રાપ્તિમાં વિજ્ઞભૂતપણું છે. કેમ તે પ્રકારની ઇચ્છા વિનભૂત છે? તેમાં હેતુ કહે છે –
तेना प्रधानपelet=दिन प्रधानपeuel, Dai=धर्ममा, oilegदिनोलापछे, मा=ud નિદાન, અતત્વનું દર્શન છે, મોટા અપાયનું સાધન છે, કિજે કારણથી, અવિશેષજ્ઞતા ગહિત છે, પૃથર્ જનોને પણ સામાન્ય જનોને પણ, આ અવિશેષજ્ઞતાનું ગહણ, સિદ્ધ છે, આ વ્યવહાર=ઋદ્ધિના અભિન્કંગથી ધર્મની પ્રાર્થનામાં અવિશેષજ્ઞતારૂપ વ્યવહાર, યોગીબુદ્ધિગમ્ય છે, વળી, સાર્થક-અનર્થક ચિંતામાં આ ભાજ્ય છે=મોક્ષ માટે આરોગ્ય બોધિલાભપૂર્વક ઉત્તમ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૭
લોગસ્સ સૂત્ર
સમાધિનું પ્રાર્થન ભાજ્ય છે; કેમ કે ચોથી ભાષારૂપપણું છે, તે કહેવાયું છે=પ્રસ્તુત પ્રાર્થન ચોથી ભાષા છે એમ જે પૂર્વમાં કહ્યું તે અન્યત્ર કહેવાયું છે
=
ભાષા અસત્યમૃષા છે, કેવલ આ=ભગવાન મને આરોગ્ય બોધિલાભ આદિ આપો એ ભાષા, ભક્તિથી કહેવાઈ છે, ક્ષીણ રાગ-દ્વેષવાળા સિદ્ધ ભગવંતો સમાધિ અને બોધિને આપતા નથી જ. II૧॥
તોપણ તેમની પ્રાર્થનામાં અહીં મૃષાવાદ ન જાણવો, તેના=ભગવાન પાસે તે પ્રકારની પ્રાર્થનાના, પ્રણિધાનથી જ તેનો ગુણ હોવાથી ફલનો ભાવ છે. II૨ા
જે પ્રમાણે ભવ્ય જીવો ચિંતામણિ રત્નાદિથી સમીહિત વસ્તુને પ્રાપ્ત કરે છે, તે પ્રમાણે તેઓના રાગાદિના અભાવમાં પણ પ્રાર્થના કરનારા જીવો જિનેશ્વરોથી સમાધિને, બોધિને પ્રાપ્ત કરે છે. II3II
વસ્તુ સ્વભાવવાળા=પ્રાર્થના કરનારને ઈષ્ટ ફલ આપે એવા વસ્તુ સ્વભાવવાળા, આ=તીર્થંકરો, અપૂર્વ ચિંતામણિ મહાભાગ છે, તીર્થંકરને સ્તવીને બોધિલાભ પ્રાપ્ત કરાય છે. ।।૪।।
જિનેશ્વરોની ભક્તિથી પૂર્વ સંચિત કર્મો ક્ષય પામે છે, જે કારણથી ગુણપ્રકર્ષવાળામાં બહુમાન કર્મવનને બાળવા માટે દાવાનળ છે. પા
આ કહેવાયેલું થાય છે=સાર્થક-અનર્થક વિચારણામાં આ કહેવાયેલું થાય છે, જોકે તે સિદ્ધ ભગવાનનું વીતરાગપણું હોવાથી આરોગ્યાદિ આપતા નથી, તોપણ આવા પ્રકારના વાણીના પ્રયોગથી પ્રવચનનું આરાધનપણું હોવાથી સન્માર્ગવર્તી મહા સત્ત્વવાળા જીવને તે=પ્રાર્થન, તેની સત્તાનું કારણ જ=આરોગ્ય બોધિલાભની પ્રાપ્તિનું કારણ જ, થાય છે. કા
પંજિકા ઃ
अत एव=ऋद्ध्यभिष्वङ्गतो धर्म्मप्रार्थनाया मोहत्वादेव, इष्टभावबाधकृत् - इष्टो भावो - निर्वाणानुबन्धी कुशलः परिणामः तस्य बाधकृत् - व्यावृत्तिकारि, एतत् प्रकृतनिदानं; कुत इत्याह- तथेच्छाया एव = धर्म्मोपसर्जनीकरणेन ऋद्ध्यभिलाषस्यैव, तद्विघ्नभूतत्वाद् = इष्टभावविबन्धकभूतत्वाद्, एतत्कुत इत्याहतत्प्रधानतया=ऋद्धिप्राधान्येन, इतरत्र = धम्र्मे, उपसर्जनबुद्धिभावात् = कारणमात्रत्वेन गौणाध्यवसायभावात् ।
इदमेव विशेषतो भावयन्नाह
अतत्त्वदर्शनमेतद्=अपरमार्थावलोकनं, विपर्यास इत्यर्थः, एतत् = प्रकृतनिदानम्, कीदृगित्याह महदपायसाधनं=नरकपाताद्यनर्थकारणम्, कुत इत्याह- अविशेषज्ञता = सामान्येन गुणानां पुरुषार्थोपयोगिजीवाजीवधर्म्मलक्षणानां दोषाणां तदितररूपाणां तदुभयेषां च विशेषो विवरको विभाग इत्येकोऽर्थः, तस्य अनभिज्ञता विपरीतबोधरूपा, अर्थक्षयानर्थप्राप्तिहेतुतया हिंसानृतादिवत् हिः = यस्मात्, गर्हिता=दूषिता । ननु कथमिदं प्रत्येयमित्याशङ्क्याह
पृथग्जनानामपि=पृथक्-तथाविधालौकिकसामयिकाचारविचारादेर्बहिः स्थिता बहुविधा बालादिप्रकाराः, :- प्राकृतलोकाः, पृथग्जनाः, तेषामपि किं पुनरन्येषां शास्त्राधीनधियां सुधियामिति 'अपि ' शब्दार्थः ;
બનાઃ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮
લલિતવિસ્તરા ભાગ-૩ સિદ્ધ-પ્રતીતનું તત્-વિશેષતા || 'नार्घन्ति रत्नानि समुद्रजानि, परीक्षका यत्र न सन्ति देशे । आभीरघोषे किल चन्द्रकान्तं, त्रिभिः वराटैविपणन्ति गोपाः ।।१।।' 'अस्यां सखे ! बधिरलोकनिवासभूमौ किं कूजितेन तव कोकिल ! कोमलेन । एते हि दैववशतस्तदभिन्नवर्णं त्वां काकमेव कलयन्ति कलानभिज्ञाः ।।२।।' - इत्याद्यविशेषज्ञव्यवहाराणां तेषामपि गर्हणीयत्वेन प्रतीतत्वात्। स्यादेतद्-अभ्युदयफलत्वेन धर्मास्य लोके रूढत्वात्, तथैव च तत्प्रार्थनायां काऽविशेषज्ञता? इत्याशङ्क्याह- योगिबुद्धिगम्योऽयं व्यवहारः मुमुक्षुबुद्धिपरिच्छेद्योऽयं ऋद्ध्यभिष्वङ्गतः धर्मप्रार्थनाया अविशेषज्ञतारूपो व्यवहारः, धर्मप्रारम्भावसानसुन्दरपरिणामरूपत्वाद्, ऋद्धेश्च पदे पदे विपदां पदभूतत्वान्महान् विशेषः; अन्यस्य च भवाभिष्वङ्गत इत्थं बोद्धुमशक्तत्वात्।
'सार्थकानर्थकचिन्तायां तु भाज्यमेतत् चतुर्थभाषारूपत्वादिति। अयमभिप्रायः, -चतुर्थी हि एषा भाषा आशंसारूपा न कञ्चन सिद्धमर्थं विधातुं निषेधुं वा समर्था-इत्यनर्थिका, प्रकृष्टशुभाध्यवसायः पुनः फलमस्या भवति-इति सार्थिका; इत्येवं भाज्यतेति।।६।।
।। इति श्रीमुनिचंद्रसूरिविरचितललितविस्तरावृत्तिपंजिकायां चतुर्विंशतिस्तवः समाप्तः ।। પંજિકાર્ય :
અર વ= મફકાતો .... માચતિ . આથી જ=ઋદ્ધિના અભિળંગથી ધર્મની પ્રાર્થનાનું મોહપણું હોવાથી જ, ઈષ્ટ ભાવનાબાધ કરનાર આ છે તિવણનો અનુબંધી કુશલ પરિણામરૂપ ઇષ્ટ ભાવ તેની વ્યાવૃત્તિને કરનાર પ્રકૃત નિદાન છે, કયા કારણથી=કયા કારણથી તીર્થંકર આદિની પ્રાર્થનારૂપ નિદાન ઈષ્ટ ભાવનું બાધક છે ? એમાં હેતુ કહે છે – તે પ્રકારની ઈચ્છાનું જ તદ્દ વિતભૂતપણું છે=ધર્મને ગૌણ કરવા દ્વારા ઋદ્ધિના અભિલાષનું જ ઈષ્ટ ભાવનું વિબંધકભૂતપણું છે, આ કયા કારણથી છે–તેવા પ્રકારની ઈચ્છા ઈષ્ટ ભાવમાં બાધક કયા કારણથી છે ? એમાં હેતુ કહે છે – તેના પ્રધાનપણાથી ઈતરમાં ઉપસર્જનબુદ્ધિનો ભાવ છે=ઋદ્ધિના પ્રધાનપણાથી ધર્મમાં કારણમાત્રપણાથી ગૌણ અધ્યવસાયનો ભાવ છે.
આને જ=ઋદ્ધિના અભિવૃંગથી ધર્મનું પ્રાર્થના ઈષ્ટ ભાવને બાધ કરનાર છે એમ પૂર્વમાં કહ્યું એને જ, વિશેષથી ભાવન કરતાં કહે છે – આ અતત્વદર્શન છે=પ્રકૃત નિદાન અપરમાર્થનું અવલોકન છે= વિપર્યાસ છે એ પ્રકારનો અર્થ છે, કેવા પ્રકારનું છે= પ્રકૃત નિદાન કેવા પ્રકારના ફળવાળું છે? એને કહે છે – મહાન અપાયનું સાધન છે=ારકપાતાદિ અનર્થનું કારણ છે, કયા કારણથી ? એથી કહે છે=પ્રકૃતિ લિદાન મહા અપાયનું સાધન કયા કારણથી છે ? એથી કહે છે – દિ=જે કારણથી, અવિશેષજ્ઞતા ગહિત છે–સામાન્યથી પુરુષાર્થ ઉપયોગી જીવ-અજીવતા ધર્મ સ્વરૂપ ગુણોનો, તદ્દ
Page #150
--------------------------------------------------------------------------
________________
રાલ
લોગસ્સ સૂત્ર
ઇતરરૂપ દોષોનો અર્થાત્ ગુણથી ઇતરરૂપ દોષોનો અને તદ્ ઉભયનો અર્થાત્ ગુણદોષરૂપ ઉભયનો વિશેષ અર્થાત્ વિવરક વિભાગ અર્થાત્ વિવેચન કરનાર વિભાગ તેની વિપરીત બોધરૂપ અનભિજ્ઞતા દૂષિત છે, અર્થક્ષય અને અનર્થની પ્રાપ્તિનું હેતુપણું હોવાથી અર્થાત્ ઇષ્ટ પ્રયોજનનો નાશ અને અનર્થની પ્રાપ્તિનું હેતુપણું હોવાથી, હિંસા-મૃષાવાદ આદિની જેમ દૂષિત છે.
કેવી રીતે આ પ્રત્યેય છે ?=અવિશેષજ્ઞતાનું ગર્હણ કેવી રીતે જાણી શકાય એમ છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે પૃથક્ જનોને પણ આ સિદ્ધ છે=પૃથક્ અર્થાત્ તેવા પ્રકારના અલૌકિક શાસ્ત્રીય આચાર-વિચારાદિથી બહાર રહેલા ઘણા પ્રકારના બાલ આદિ પ્રકારવાળા પ્રાકૃત લોકો અર્થાત્ પૃથક્ લોકો તેઓને પણ અવિશેષજ્ઞતાનું ગર્હણ પ્રતીત છે, શું વળી, શાસ્ત્રને આધીન બુદ્ધિવાળા અન્ય બુદ્ધિમાનોને એ પિ શબ્દનો અર્થ છે.
અવિશેષતાનું ગર્હણ પૃથગ્ જનોને પ્રતીત છે તેમાં હેતુ કહે છે
નાર્યન્તિ ઇત્યાદિ બે શ્લોકોથી અવિશેષજ્ઞ વ્યવહારવાળા તેઓનું પણ ગર્હણીયપણાથી પ્રતીતપણું છે, તે બે શ્લોકોનો અર્થ આ પ્રમાણે છે
જે દેશમાં પરીક્ષકો નથી, સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં રત્નોનું તેઓ મૂલ્ય કરતા નથી, ખરેખર ! ગોવાળો આભીર ઘોષમાં=ભરવાડની વસતિમાં, ત્રણ કોડીથી ચંદ્રકાંતમણિને વેચે છે.
હે સખી કોયલ ! આ બહેરા લોકની નિવાસભૂમિમાં તારા કોમલ કુંજન વડે શું ? કલાને નહિ જાણનારા એવા આ લોકો=બહેરા લોકો, ભાગ્યના વશથી તેના સરખા વર્ણવાળી એવી તને કાગડો જ જાણે છે.
આ થાય=લોકમાં અભ્યુદય ફલપણાથી ધર્મનું રૂઢપણું હોવાથી અને તે પ્રકારે જ અર્થાત્ અભ્યુદયરૂપ તીર્થંકર આદિપણારૂપે જ, તેની પ્રાર્થનામાં અર્થાત્ તીર્થંકરની ઋદ્ધિ માટે ધર્મની પ્રાર્થનામાં, કઈ અવિશેષજ્ઞતા છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – યોગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે=ઋદ્ધિના અભિષ્યંગથી ધર્મની પ્રાર્થનાનો અવિશેષજ્ઞતારૂપ આ વ્યવહાર મોક્ષમાં જવાની ઇચ્છાવાળા એવા મુમુક્ષુની બુદ્ધિથી પરિચ્છેદ્ય છે, ધર્મના પ્રારંભનું અને અવસાનનું સુંદર પરિણામરૂપપણું હોવાથી અને ઋદ્ધિનું સ્થાને સ્થાને વિપદાઓના સ્થાનભૂતપણું હોવાથી મહાન ભેદ છે અને અન્યને યોગી સિવાય અન્યને, ભવના અભિષ્યંગને કારણે આ પ્રકારે=ધર્મનું અને ઋદ્ધિનું જે વિશેષ બતાવ્યું એ પ્રકારે, બોધ કરાવવા માટે અશક્યપણું હોવાથી યોગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે એમ અન્વય છે, વળી, સાર્થક-અનર્થક ચિંતામાં આ ભાજ્ય છે=આરોગ્ય બોધિલાભ માટે શ્રેષ્ઠ સમાધિનું પ્રાર્થન ભાજ્ય છે=કથંચિત્ સાર્થક છે સ્થંચિત્ અનર્થક છે એ રૂપ ભાજ્ય છે; કેમ કે ચોથી ભાષારૂપપણું છે, આ અભિપ્રાય છે — =જે કારણથી, આ ચોથી આશંસારૂપ ભાષા કોઈક સિદ્ધ અર્થને કરવા માટે અથવા નિષેધ કરવા માટે સમર્થ નથી, એથી અનર્થિકા છે, વળી, પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય આવું ફલ છે, એથી સાથિકા છે, આ રીતે ભાજ્યતા છે. ।।૬।।
આ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિથી રચાયેલી લલિતવિસ્તરાવૃત્તિની પંજિકામાં ચતુર્વિશતિસ્તવ સમાપ્ત
થયો.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
લલિતવિસ્તરા ભાગ-૩
ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ મોહગર્ભિત નિદાનના બે ભેદ બતાવ્યા – ધર્મ માટે હીનકુલાદિનું પ્રાર્થના અને ઋદ્ધિના અભિન્કંગથી ધર્મનું પ્રાર્થન. તેથી કોઈ ચક્રવર્તી આદિ ઋદ્ધિની અપેક્ષાએ કે તીર્થકરની ઋદ્ધિની અપેક્ષાએ ધર્મનું પ્રાર્થના કરે અર્થાતુ તેવો ધર્મ કરનારો થાઉં, જેથી મને ચક્રવર્તીની કે તીર્થકરની ઋદ્ધિ મળે, આ પ્રકારની ધર્મના સેવનની ઇચ્છા પણ મોહ છે, તેથી તેનું નિદાન ઇષ્ટ ભાવની બાધાને કરનારું છે=મોક્ષને અનુકૂળ કુશળ પરિણામનો નાશ કરનાર છે; કેમ કે તે નિદાનમાં ઋદ્ધિના અંગરૂપે ધર્મની ઇચ્છા છે, તેથી ઋદ્ધિની ઇચ્છા પ્રધાન છે અને તેના અંગભૂત ધર્મની ઇચ્છા છે, તે ઇષ્ટ એવા મોક્ષને અનુકૂળ કુશળ પરિણામને બાધ કરનાર છે; કેમ કે ઇચ્છામાં ઋદ્ધિનું મહત્ત્વ છે, ધર્મમાં ઋદ્ધિના કારણરૂપે જ ઇચ્છા છે, તેથી ધર્મનો અધ્યવસાય ગૌણ છે અને ઋદ્ધિનો અધ્યવસાય મુખ્ય છે. વસ્તુતઃ મોક્ષ પૂર્ણ ધર્મ સ્વરૂપ છે અને તેના અંગરૂપે ધર્મની ઇચ્છા કરવામાં આવે ત્યારે ધર્મનો અધ્યવસાય મુખ્ય બને છે અને જ્યાં સુધી પૂર્ણ ધર્મ સેવીને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મને સુદેવત્વ અને સુમાનુષત્વની પ્રાપ્તિ થાવ, એવા અભિલાષથી જેઓ ધર્મ કરે છે તેઓને તે ધર્મના સેવનમાં ધર્મનો અધ્યવસાય પૂર્ણ ધર્મના અંગરૂપે મુખ્ય છે અને તેના અંગરૂપે આનુષંગિક સુદેવત્વ અને સુમાનુષત્વની ઇચ્છા છે તે ઇષ્ટ એવા મોક્ષના કુશલ પરિણામને બાધક નથી, પરંતુ જ્યાં ઋદ્ધિ આદિનો પરિણામ મુખ્ય બને છે અને તેના કારણરૂપે ધર્મનો અધ્યવસાય થાય છે તે અજ્ઞાનકૃત હોવાથી ઇષ્ટની પ્રાપ્તિમાં વ્યાઘાતક છે. કેમ ઇષ્ટની પ્રાપ્તિમાં વ્યાઘાતક છે? તેને વિશેષથી સ્પષ્ટ કરતાં કહે છે –
ઋદ્ધિની આશંસાથી ધર્મની ઇચ્છારૂપ નિદાન અતત્ત્વદર્શન છે=અપરમાર્થનું અવલોકન છે; કેમ કે ધર્મ અંતરંગ ક્લેશના શમન દ્વારા શમભાવના સુખને કરનાર છે અને બાહ્ય ઋદ્ધિ અંતરંગ રાગના વિકારો કરાવીને તે ઋદ્ધિની સામગ્રીથી તૃપ્તિને કરનાર છે, તેથી ઉપશમભાવના સુખ આગળ તુચ્છ ઋદ્ધિનું સુખ અલ્પમાત્રામાં છે, છતાં ઉત્તમ એવા ઉપશમભાવના સુખરૂપ ધર્મની ઇચ્છા ગૌણ કરીને તુચ્છ વિકારીસુખની ઇચ્છા થાય છે એ અજ્ઞાનજન્ય છે, તેથી મહા અપાયનું કારણ છે; કેમ કે મહામૂલ્યવાન એવા ઉત્તમ ધર્મને તુચ્છ એવા ઋદ્ધિના સુખ માટે કરવાના અભિલાષવાળાને ધર્મમાં હીનતાની બુદ્ધિ છે અને વૈષયિક સુખમાં મહાનતાની બુદ્ધિ છે, તેથી તેવી વિપર્યાસવાળી બુદ્ધિ નરકાદિ પ્રાપ્તિના અનર્થનું કારણ છે. માટે કોઈ અજ્ઞા પુરુષ ચક્રવર્તી આદિની ઋદ્ધિની ઇચ્છાથી તેને અનુકૂળ ધર્મને સેવનારો હું થાઉં, એ પ્રકારનો જે અભિલાષ કરે છે તેનાથી પારમાર્થિક ધર્મ પ્રત્યે અનાદરતાની બુદ્ધિ થવાથી દુર્ગતિના કારણભૂત કર્મબંધની પ્રાપ્તિ થાય છે, પરંતુ ચક્રવર્તીત્વ આદિનું કારણ બને તેવો ધર્મ સેવવાનું બળ સંચિત થતું નથી; કેમ કે તે જીવમાં અવિશેષજ્ઞતા છે, જે અર્થના ક્ષયને કરીને અનર્થની પ્રાપ્તિનો હેતુ હોવાથી હિંસા-મૃષાવાદાદિની જેમ સિંઘ છે. જેમ કોઈ હિંસા-મૃષાવાદ આદિ કરીને ઇષ્ટ ફળ પ્રાપ્ત કરી શકે નહિ, તેમ આ રીતે ચક્રવર્તી આદિ પદવીને માટે હું ધર્મ કરનાર થાઉં, એ પ્રકારની પ્રાર્થનાથી ચક્રવર્તીત્વ આદિને અનુકૂળ ધર્મની શક્તિની પ્રાપ્તિ થાય નહિ, પરંતુ દુર્ગતિની પ્રાપ્તિરૂપ અનર્થની પ્રાપ્તિ થાય; કેમ કે તે જીવમાં અવિશેષજ્ઞતા વર્તે છે. પંજિકાકાર અવિશેષજ્ઞતાનો અર્થ સ્પષ્ટ કરે છે –
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧
લોગસ્સ સૂત્ર
જીવના સુખના કારણીભૂત એવા જે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ પુરુષાર્થો છે, તેના ઉપયોગી એવા જીવ-અજીવના ધર્મરૂપ જે ગુણો છે તેનો તેને સામાન્યથી બોધ નથી, જે દોષો છે તેનો સામાન્યથી બોધ નથી અને ગુણ-દોષ ઉભયનો બોધ નથી, તે અવિશેષજ્ઞતા છે.
તેથી એ ફલિત થાય કે જીવમાત્ર સુખના જ અર્થી છે અને વિવેકી જીવો ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થો તે રીતે જ સેવે છે, જેથી ત્રણે પુરુષાર્થના સેવનથી ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ થાય. જેમ સમ્યગ્દષ્ટિ જીવને અર્થ-કામની ઇચ્છા થાય ત્યારે તેને બોધ છે કે જીવનું પારમાર્થિક સુખ નિર્વિકારી છે, તેથી નિર્વિકારી સુખ અને અર્થ-કામના વિકારોથી થતું સુખ સમાન નથી, પરંતુ બલવાન નિર્વિકારી સુખ છે અને ગૌણ વિકારીસુખ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવો નિર્વિકારી સુખના અત્યંત અર્થી હોય છે અને જ્યારે વિકારો ઊઠે છે ત્યારે પ્રતિપક્ષના ભાવનથી તે વિકારોનું શમન કરવા પોતે સમર્થ નથી તેમ જ્યારે જણાય ત્યારે તે વિકારોના શમન માટે ભોગાદિમાં યત્ન કરીને પણ ભોગાદિના શમનજન્ય સુખને પ્રાપ્ત કરે છે, તોપણ ભોગાદિકાળમાં તેનો પક્ષપાત પ્રધાનરૂપે નિર્વિકારી સુખનો છે, ગૌણરૂપે ભોગાદિની સામગ્રીજન્ય સુખમાં પણ ઇચ્છા છે, તેથી જ સમ્યગ્દષ્ટિ જીવો સુખ માટે ધર્મમાં પ્રધાનરૂપે યત્ન કરે છે અને ગૌણરૂપે અર્થકામમાં પણ ઇચ્છા કરે છે, આથી જ જ્યાં સુધી વીતરાગતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષને અનુકૂળ ધર્મને સેવીને હું શક્તિસંચય કરું તેમ પણ ઇચ્છે છે અને પૂર્ણ ધર્મ સેવવાની શક્તિ ન આવે ત્યાં સુધી સુદેવત્વ અને સુમાનુષત્વની ઇચ્છા કરે છે, તેથી તેવા સુદેવત્વ અને સુમાનુષત્વના પ્રાપ્તિકાળમાં ધર્મની ઇચ્છાનો વ્યાઘાત ન થાય તે રીતે ભોગાદિ કરીને પણ તે મહાત્મા ભોગની ઇચ્છાની વૃદ્ધિ કરતા નથી, પરંતુ ક્રમસર ભોગની ઇચ્છાની હાનિ કરીને સર્વથા અસંગભાવના સુખને અનુકૂળ જ બળસંચય કરે છે, આથી જ તેવા વિવેકી જીવો દેવભવમાં તીર્થંકર આદિનાં નાટકો જોઈને પણ ઇચ્છાના શમનજન્ય સમાધિના સુખને પ્રાપ્ત કરે છે અને સ્વભૂમિકા અનુસાર ધર્મને સેવીને વિશેષથી સમાધિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ધર્મબિંદુના આઠમા અધ્યાયમાં કહેલ છે અને જેઓને તેવો વિશેષ બોધ નથી તેઓને ભોગસુખમાં પારમાર્થિક સુખની બુદ્ધિ છે અને ધર્મમાં પારમાર્થિક સુખની બુદ્ધિ નથી, પરંતુ ભોગસુખના અંગરૂપે ધર્મ સેવનીય દેખાય છે તેઓને પુરુષાર્થને ઉપયોગી ગુણોનો કે પુરુષાર્થને વ્યાઘાત કરનારા દોષોનો પારમાર્થિક બોધ નથી, આથી જ ક્લેશકારી એવા ભોગોને પારમાર્થિક સુખરૂપે જાણીને તેના ઉપાયરૂપે જ ધર્મની ઇચ્છા કરે છે, એવી અવિશેષજ્ઞતા ગર્પિત છે, આથી જ તે જીવ તેવા પ્રકારના અજ્ઞાનને વશ દુર્ગતિની પ્રાપ્તિના કારણીભૂત એવી ઋદ્ધિ માટે ધર્મનું પ્રાર્થન કરે છે.
વળી, આ પ્રકારની અવિશેષજ્ઞતા-મર્પિત છે તે સામાન્ય જીવોને પણ સિદ્ધ છે, જેમ સંસારમાં પણ અજ્ઞાનને વશ જેઓ વિપરીત પ્રવૃત્તિ કરે છે તેઓની તે પ્રવૃત્તિની સામાન્ય લોક પણ નિંદા કરે છે, જેમ કોઈ ગોવાળિયાને ચંદ્રકાંતમણિ પ્રાપ્ત થાય અને તેને જોઈને કોઈ તેને કહે કે આ પથ્થર મને જોઈએ છે હું તને ત્રણ કોડી આપીશ, ત્યારે ત્રણ કોડીના મૂલ્યથી તે ચંદ્રકાંતમણિને વેચે છે ત્યારે લોકમાં પણ ચંદ્રકાંતમણિને જાણનાર પુરુષ કહે છે કે આની ચંદ્રકાંતમણિની અનભિજ્ઞતા ગર્હણીય છે, આથી જ તુચ્છ એવી ત્રણ કોડીમાં આવું મૂલ્યવાન રત્ન તેણે આપ્યું, તેમ અંતરંગ સ્વસ્થતાના સુખને નહિ જાણનારા અને વિકારીસુખને
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨
લલિતવિસ્તરા ભાગ-૩ સુખ માનનારા જીવો પરમાર્થથી પુરુષાર્થ દ્વારા સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તેનાથી અનભિજ્ઞ હોવાથી જ મહા અપાયના કારણભૂત ઋદ્ધિ માટે ધર્મનું પ્રાર્થના કરે છે.
વળી, કોઈને શંકા થાય કે ધર્મ તો અભ્યદય ફલ માટે સેવાય છે; કેમ કે લોકમાં પણ ધર્મનું અભ્યદય ફલ છે તે પ્રકારે રૂઢ છે અને અભ્યદય માટે ધર્મની કોઈ પ્રાર્થના કરે તો અવિશેષજ્ઞતા શું છે ? અર્થાત્ અવિશેષજ્ઞતા નથી, પરંતુ અભ્યદય રૂપ ચક્રવર્તીત્વ આદિની પ્રાપ્તિ માટે ધર્મની ઇચ્છા કરે તે ઉચિત છે એવી કોઈને શંકા થાય, તેના નિવારણ માટે કહે છે –
યોગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે.
આશય એ છે કે યોગીઓને સંસાર ચાર ગતિની વિડંબનારૂપ દેખાય છે અને તે સંસારની પ્રાપ્તિનું બીજ ઇન્દ્રિયોના વિકારો છે. ઇન્દ્રિયોના વિકારોના શમનથી આત્માની નિરાકુળ અવસ્થાનું સુખ થાય છે અને તે નિરાકુળ અવસ્થાનું સુખ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ છે તેવો બોધ છે, તેથી મોક્ષના અર્થી એવા તે જીવોને મોક્ષનો ઉપાય નિરાકુળ સુખ જણાય છે, તેથી ઋદ્ધિના અભિન્કંગથી ધર્મની પ્રાર્થનાનો વ્યવહાર અવિશેષજ્ઞતારૂપ છે તેમ તેઓ જોઈ શકે છે; કેમ કે ધર્મ પ્રારંભમાં કષાયોના શમનજન્ય નિરાકુળ સુખને ઉત્પન્ન કરે છે અને પર્યવસાનમાં સદા માટે સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત આત્માની સ્વસ્થતાને પ્રાપ્ત કરાવે છે અને ઋદ્ધિ સ્થાને સ્થાને આપત્તિઓનું કારણ છે; કેમ કે ઋદ્ધિમાં સંશ્લેષ થવાથી ક્લેશ થાય છે, પાપ બંધાય છે અને દુર્ગતિઓની પરંપરા પ્રાપ્ત થાય છે, એ પ્રકારનો ભેદ યોગીઓ જાણી શકે છે અને જેઓને ભવના કારણભૂત ચક્રવર્તી આદિની ઋદ્ધિમાં અભિવૃંગ છે તેઓને ધર્મની સંપૂર્ણ સુંદરતા અને ઋદ્ધિની અનર્થકારિતા જણાતી નથી, તેથી જ ઋદ્ધિને સુખના ઉપાયરૂપ જાણે છે અને તે ઋદ્ધિના ઉપાયરૂપે જ ધર્મને જાણે છે, તેથી અયોગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર નથી, પરંતુ ઋદ્ધિના અભિવૃંગથી ધર્મની પ્રાર્થનામાં અવિશેષજ્ઞતાનો વ્યવહાર યોગિબુદ્ધિગમ્ય જ છે,
આ રીતે આરોગ્ય બોધિલાભ માટે ઉત્તમસમાધિનું પ્રાર્થના નિદાનરૂપ નથી તેમ અત્યાર સુધી સિદ્ધ કર્યું. વળી, પૂર્વપક્ષીએ શંકા કરેલી કે જો તે પ્રાર્થના નિદાન ન હોય તો તે સાર્થક છે કે અનર્થક છે અને તેમ પ્રશ્ન કરીને પૂર્વપક્ષીએ કહેલ કે તે પ્રાર્થન અનુસાર સિદ્ધ ભગવંતો પ્રાર્થના કરનારને આપે છે માટે સાર્થક છે તેમ સ્વીકારીએ તો સિદ્ધ ભગવંતોને રાગાદિવાળા સ્વીકારવાની આપત્તિ આવશે અને જો માનશો કે સિદ્ધ ભગવંતો આપતા નથી, છતાં તેમ પ્રાર્થના કરવામાં આવે તો મૃષાવાદનો પ્રસંગ પ્રાપ્ત થશે, તેનું સમાધાન કરતાં કહે છે –
સાર્થક-અનર્થકની વિચારણામાં આરોગ્ય-બોધિલાભનું પ્રાર્થન ભાજ્ય છે, કઈ રીતે ભાજ્ય છે? તે સ્પષ્ટ કરે છે – ચોથી ભાષારૂપ છે, તેથી એ ફલિત થાય કે ચોથી ભાષા આશંસારૂપ છે, પરંતુ તે આશંસા અનુસાર સિદ્ધ ભગવંતો પ્રાર્થના કરનારને ફળ આપતા નથી, તેથી સિદ્ધ ભગવંતોની અપેક્ષાએ તે પ્રાર્થના અનર્થિકા છે, વળી, પ્રાર્થના કરનાર મહાત્માને પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય પ્રાપ્ત થાય છે, તેથી તે પ્રાર્થના સાર્થક છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
લોગસ સૂત્ર
૧૩
આશય એ છે કે આત્મામાં મોક્ષને અનુકૂળ ઉત્તમસમાધિ પ્રગટ કરવાનો અભિલાષ પ્રસ્તુત પ્રાર્થનાથી થાય છે, તે ઇચ્છાયોગ સ્વરૂપ છે અને તેનાથી જ બળ સંચિત થાય ત્યારે પ્રવૃત્તિયોગ પ્રાપ્ત થાય છે, તેથી મોક્ષના અર્થી જીવો મોક્ષના ઉપાયભૂત બોધિલાભની ઇચ્છા કરે છે અને તે બોધિલાભના કારણભૂત શ્રેષ્ઠ સમાધિની ઇચ્છા કરે છે અને ગુણસંપન્ન એવા સિદ્ધ ભગવંતોને કીર્તન, વંદન, પૂજન કરીને તેઓની પાસે તેવી ઉત્તમસમાધિની ઇચ્છા કરે છે અને સિદ્ધ ભગવંતોની પોતે જે ભક્તિ કરી છે તે ભક્તિના ફળરૂપે મારામાં ઉત્તમસમાધિ વૃદ્ધિ પામો, એ પ્રકારનો અભિલાષ કરે છે. તે સમાધિની પ્રાપ્તિની બલવાન ઇચ્છારૂપ હોવાથી પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય છે, તેનાથી જ તે સમાધિમાં કારણ બને તેવું પુણ્ય બંધાય છે અને તેવી સમાધિમાં બાધક જે ક્લિષ્ટ કર્મ છે તે કંઈક ક્ષીણ થાય છે. તેથી આ રીતે વારંવાર અભિલાષા કરીને યોગ્ય જીવો તેવી ઉત્તમસમાધિને પ્રાપ્ત કરે છે, જેનાથી બોધિલાભની પ્રાપ્તિ થશે, તે અંતે મોક્ષરૂપ આરોગ્યનું કારણ થશે, તેથી પ્રાર્થના કરનારની અપેક્ષાએ તે પ્રાર્થન સાર્થક છે, આ રીતે પૂર્વપક્ષીએ સાર્થકઅનર્થકના વિકલ્પો કરીને સિદ્ધ ભગવંતો પાસે આરોગ્ય-બોધિલાભ આદિનું પ્રાર્થને ઉચિત નથી એમ જે કહેલ તેનું નિરાકરણ થાય છે; કેમ કે પ્રસ્તુત પ્રાર્થન ચોથી ભાષારૂપ છે. આ કથનને જ સાક્ષીપાઠથી સ્પષ્ટ કરે છે –
સિદ્ધ ભગવંત પાસે જે પ્રાર્થના કરાય છે તે અસત્યઅમૃષા ભાષા છે અને ક્ષીણ-રાગદ્વેષવાળા સિદ્ધ ભગવંતો સમાધિને બોધિને આપતા નથી તે અપેક્ષાએ તે પ્રાર્થના નિરર્થક છે, તોપણ તે પ્રાર્થનાથી મૃષાવાદની પ્રાપ્તિ નથી; કેમ કે તે પ્રકારની પ્રાર્થનામાં સમાધિ અને બોધિલાભની પ્રાપ્તિનું પ્રણિધાન થાય છે, તેનાથી તે ગુણની પ્રાપ્તિ થાય છે, માટે તે પ્રાર્થના સફળ છે. આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે ચિંતામણિ રત્ન આદિને પ્રાર્થના કરનાર પ્રત્યે રાગ નથી, તોપણ સમ્યગુ રીતે વિધિપૂર્વક જેઓ ચિંતામણિની ઉપાસના કરે છે તેઓને સમીહિત વસ્તુ પ્રાપ્ત થાય છે તેમ સિદ્ધ ભગવંતોને રાગાદિનો અભાવ છે, તેથી પ્રાર્થના કરનારને આપતા નથી, તોપણ પ્રાર્થના કરનારને તે પ્રકારના પ્રણિધાનથી બોધિલાભ આદિની પ્રાપ્તિ થાય છે; કેમ કે અપૂર્વ ચિંતામણિ જેવા મહાન ગુણોવાળા તીર્થકરોનો એવો જ સ્વભાવ છે કે જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક તેઓની સ્તુતિ કરે છે તેઓ બોધિલાભને પ્રાપ્ત કરે છે. વળી, જિનેશ્વરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મોનો ક્ષય થાય છે અને ગુણપ્રકર્ષવાળાનું બહુમાન કર્મવનને બાળવા માટે દાવાનળ જેવું છે, આથી જ જેઓ ભગવાનના ગુણોનું સ્મરણ કરીને ભક્તિથી બોધિલાભ આદિની પ્રાર્થના કરે છે અને વર્તમાનમાં બોધિપ્રાપ્તિના કારણભૂત સત્શાસ્ત્રોના અધ્યયન આદિમાં ઉચિત યત્ન કરે છે તેઓને પારમાર્થિક બોધિલાભની બલવાન ઇચ્છા છે, તેનાથી જ જન્મ-જન્માંતરમાં અવશ્ય બોધિલાભ થશે અને જેઓ બોધિલાભાદિ પ્રત્યે તેવી ઇચ્છાવાળા નથી, આથી જ શક્તિ અનુસાર બોધિલાભ માટે કોઈ યત્ન કરતા નથી, માત્ર ભગવાન પાસે પ્રાર્થના કરીને સંતોષ માને છે તેઓને અન્ય ભવમાં કયા મૂલ્યથી બોધિલાભ થશે ? અર્થાત્ બોધિલાભ થશે નહિ, તેમ શાસ્ત્રકારો કહે છે; કેમ કે વર્તમાનમાં બોધિલાભ પ્રાપ્ત કરવો છે, માટે હું શક્તિ અનુસાર પ્રયત્ન કરે તેવો પ્રણિધાન આશય જ નથી, માત્ર બોલવારૂપ પ્રયત્ન છે, તેથી બોધિલાભ પ્રત્યે પ્રવર્ધમાન રાગરૂપ પ્રણિધાનના અભાવને કારણે માત્ર પ્રાર્થનાથી તેઓને
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૪
લલિતવિસ્તરા ભાગ-૩
બોધિલાભ થતો નથી. આ કથનને સ્પષ્ટ કરતાં કહે છે – જો કે તે ભગવંતો વીતરાગ હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તોપણ તેવા પ્રકારના વચનપ્રયોગથી બોધિલાભરૂપ પ્રવચન પ્રત્યે ભક્તિનો પરિણામ થાય છે, તેથી સન્માર્ગવર્તી મહાસત્ત્વવાળા જીવોને તે પ્રાર્થના બોધિલાભનું કારણ બને છે. આવા
સૂત્ર :
चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा ।
सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ।।७।। સૂત્રાર્થ -
ચંદ્રથી નિર્મલતર, સૂર્યથી અધિક પ્રકાશાને કરનારા, સાગરવરથી ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિને આપ. ll લલિતવિસ્તરા :
व्याख्या-इह प्राकृतशैल्या आर्षत्वाच्च पञ्चम्यर्थे सप्तमी द्रष्टव्येति, 'चन्द्रेभ्यो निर्मलतराः', पाठान्तरं वा 'चंदेहिं निम्मलयर'त्ति, तत्र सकलकर्ममलापगमाच्चन्द्रेभ्यो निर्मलतरा इति, तथा, 'आदित्येभ्योऽधिकं प्रकाशकराः', केवलोद्योतेन विश्वप्रकाशनादिति; उक्तं च - 'चंदाइच्चगहाणं पहा पगासेइ परिमियं खेत्तं। केवलियणाणलंभो लोयालोयं पयासेइ।।१।।' तथा, 'सागरवरगम्भीराः', तत्र सागरवरः स्वयम्भूरमणोऽभिधीयते, तस्मादपि गम्भीराः, परीषहोपसर्गेभ्योऽक्षोभ्यत्वात्, इति भावना, सितं= मातमेषामिति सिद्धाः, कर्मविगमात्कृतकृत्या इत्यर्थः, सिद्धि-परमपदप्राप्तिं मम दिशन्तु-अस्माकं प्रयच्छन्तु, इति गाथार्थाः।।७।। લલિતવિસ્તરાર્થ:
અહીં પ્રસ્તુત ગાથામાં, પ્રાકૃત શૈલીને કારણે અને આર્ષપણું હોવાને કારણે પંચમીના અર્થમાં સપ્તમી વિભક્તિ જાણવી, એથી ચંદ્રોથી નિર્મલાતર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિને આપો, એમ સંબંધ છે અથવા પાઠાંતર=મૂળ ગાથામાં વહેલું નિમિત્તવેરા ને બદલે અહિં નિમનિયર એ પ્રમાણે પાઠાંતર છે, ત્યાં=ચંદ્રોથી નિર્મલતર એ વિશેષણમાં, સકલ કર્મમલનો અપગમ હોવાથી ચંદ્રથી નિર્મલતર છે અને સૂર્યથી અધિક પ્રકાશને કરનારા છે; કેમ કે કેવલજ્ઞાનના ઉધોતથી વિશ્વનું પ્રકાશન કરનાર છે, અને કહેવાયું છે – ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશન કરે છે, કેવલીના જ્ઞાનની પ્રાતિ લોકાલોકને પ્રકાશ કરે છે. અને સાગરવર ગંભીર સિદ્ધ ભગવંતો છે, ત્યાં= સાગરવર ગંભીર વિશેષણમાં, સાગરવર સ્વયંભૂરમણ સમુદ્ર કહેવાય છે, સિદ્ધ ભગવંતો તેનાથી પણ ગંભીર છે; કેમ કે પરિષહ-ઉપસર્ગોથી પણ અક્ષોભ્યપણું છેકસિદ્ધ અવસ્થાની પ્રાતિ પૂર્વે સાધનાકાળમાં પરિષહ-ઉપસર્ગોથી અક્ષોભ્યપણે તે રીતે સ્થિર કરેલું છે કે સિદ્ધ અવસ્થામાં
Page #156
--------------------------------------------------------------------------
________________
સબ લોએ સૂત્ર
૧૩૫ પણ તેવી પરિણતિ વિધમાન છે, એ પ્રકારની ભાવના છેકસાગરવર ગંભીરાવિશેષણની ભાવના છે, સિત=બાત છે, આઓને=નષ્ટ છે એઓને, એ સિદ્ધ છે-કર્મના વિગમનથી કૃતકૃત્ય છે, સિદ્ધિને–પરમપદની પ્રાતિને, મને આપો અમને આપો, એ પ્રમાણે ગાથાર્થ છે. IIછો. ભાવાર્થ:
ચંદ્ર બાહ્ય રીતે નિર્મળ દેખાય છે, કેમ કે તેનો દેહ નિર્મળ પુદ્ગલોનો છે અને સિદ્ધ ભગવંતો સર્વ કર્મ રહિત હોવાથી આત્માના નિર્મળ સ્વભાવવાળા છે, તેથી ચંદ્ર દ્રવ્યથી નિર્મળ છે અને સિદ્ધ ભગવંતોનો આત્મા નિર્મળ હોવાથી ભાવથી નિર્મળ છે, માટે ચંદ્ર કરતાં નિર્મળતર છે.
વળી, સૂર્ય પરિમિત ક્ષેત્રનું પ્રકાશન કરનાર છે અને સિદ્ધ ભગવંતોનું કેવલજ્ઞાન પૂર્ણ વિશ્વનું પ્રકાશન કરનાર છે, આથી જ ગણધરોને ત્રિપદી દ્વારા પૂર્ણ વિશ્વનું પ્રકાશન કર્યું છે, તેથી સૂર્ય કરતાં અધિક પ્રકાશને કરનારા છે.
વળી, બધા સાગરોમાં શ્રેષ્ઠ સાગર સ્વયંભૂરમણ સમુદ્ર છે અને તે સમુદ્ર પોતાની મર્યાદાને છોડીને જગતને જલમય કરતો નથી, તેથી ગંભીર છે અથવા તેમાં રહેલા મલ્યાદિથી ક્ષોભને પામતો નથી, તેમ સાધનાકાળમાં અક્ષોભ્ય ભાવ હતો તે તેવી રીતે સ્થિર કરેલો કે જેથી પરિષહ-ઉપસર્ગોથી ક્ષોભ પામીને તેમનો આત્મા શરીરાદિ સાથે સંશ્લેષને પામતો નથી અને તે અક્ષોભ્ય ભાવ સિદ્ધ અવસ્થામાં પણ સદા સ્થિર રહેલો છે, તેથી સિદ્ધ ભગવંતો સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં અધિક ગંભીર છે અને કર્મના વિગમનને કારણે કૃતકૃત્ય છે, તેથી તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થયેલાં છે એવા સિદ્ધ ભગવંતો મને પરમપદની પ્રાપ્તિરૂપ સિદ્ધિને આપો, આ પ્રકારની પ્રાર્થના કરીને વિવેકી પુરુષો સિદ્ધ ભગવંતના સ્વરૂપને અભિમુખ જવાને અનુકૂળ દઢ વિર્ય ઉલ્લસિત થાય તેવું પ્રણિધાન કરે છે, જેના બળથી શીધ્ર સિદ્ધ તુલ્ય અવસ્થાની પ્રાપ્તિ થાય. લલિતવિસ્તરા -
एवं चतुर्विंशतिस्तवमुक्त्वा सर्व्वलोक एवार्हच्चैत्यानां कायोत्सर्गकरणायेदं पठति पठन्ति वा, 'सव्वलोए अरिहंतचेइयाणं करेमि काउस्सग्गमित्यादि..... जाव 'वोसिरामि', व्याख्या पूर्ववत्, नवरं 'सर्व्वलोके अर्हच्चैत्यानाम्' इत्यत्र लोक्यते-दृश्यते केवलज्ञानभास्वतेति 'लोकः' चतुर्दशरज्ज्वात्मकः परिगृह्यते, उक्तं च'धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम्। तैर्द्रव्यैः सह लोकस्तद्विपरीतं ह्यलोकाख्यम्।।१।।'
सर्व्वः खल्वस्तिर्यगूर्ध्वभेदभिन्नः, सर्वश्चासौ लोकश्च सर्वलोकः, तस्मिन् सर्वलोके, त्रैलोक्य इत्यर्थः, तथाहि, -अधोलोके चमरादिभवनेषु, तिर्यग्लोके द्वीपाचलज्योतिष्कविमानादिषु, ऊर्ध्वलोके सौधर्मादिषु सन्त्येवार्हच्चैत्यानि, ततश्च मौलं चैत्यं समाधेः कारणमिति मूलप्रतिमायाः प्राक्,
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૧
લલિતવિસ્તારા ભાગ-૩ पश्चात्सर्वेऽर्हन्तस्तद्गुणा इति सर्वलोकग्रहः, कायोत्सर्गचर्चः पूर्ववत्; तथैव च स्तुतिः, नवरं सर्वतीर्थकराणाम्, अन्यथाऽन्यः कायोत्सर्गः अन्या स्तुतिरिति न सम्यक्, एवमप्येतदभ्युपगमेऽतिप्रसङ्गः, स्यादेवमन्योदेशेऽन्यपाठः, तथा च निरर्थका उद्देशादयः सूत्रे, इति यत्किञ्चिदेतत्। व्याख्यातं लोकस्योद्योतकरानित्यादिसूत्रम् । લલિતવિસ્તરાર્થ -
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ચતુર્વિશતિ સ્તવને કહીને સર્વ લોકમાં જ રહેલાં અહતું ચૈત્યોનો કાયોત્સર્ગ કરવા માટે આ બોલે છે એક સાધુ અથવા શ્રાવક બોલે છે અથવા ઘણા સાધુ અથવા શ્રાવકો બોલે છે, સર્વ લોકમાં રહેલો અહંતુ ચૈત્યોનાં વંદન-પૂજન આદિ માટે હું કાઉસ્સગ્ન કરું છું ઈત્યાદિ યાવદ્ વોસિરામિ સુધી બોલે છે, વ્યાખ્યા પૂર્વની જેમ=અરિહંત ચેઇયાણં સૂત્રની જેમ છે, કેવલ સર્વ લોકમાં રહેલાં અરિહંત ચેત્યોના એ પ્રકારના કથનમાં, દેખાય છે કેવલજ્ઞાનરૂપી સૂર્યથી દેખાય છે, એ લોક ચૌદ રક્તાત્મક ગ્રહણ કરાય છે અને કહેવાયું છે – ધર્માદિ દ્રવ્યોની જ્યાં વૃત્તિ છે તે ક્ષેત્ર તે દ્રવ્યોની સાથે લોક છે, અલોક નામવાળું તેનાથી વિપરીત છે. સર્વ ખરેખર ! અધો, તિર્યમ્ અને ઊર્ધ્વના ભેદથી ભિન્ન, સર્વ એવો આ લોક સર્વ લોક, તેમાં=સર્વ લોકમાં=સૈલોક્યમાં, જે અરિહંત ચૈત્યો છે તેમનાં વંદનાદિ અર્થે કાઉસ્સગ્ગ કરું છું એમ અન્વય છે, ત્રણ લોકમાં જે ચૈત્યો છે તે તથાદિથી બતાવે છે – અધોલોકમાં ચમરાદિનાં ભવનોમાં, તિરંગ લોકમાં દ્વીપ, પર્વત અને જ્યોતિષ્ક વિમાનાદિમાં, ઊર્ધ લોકમાં સૌધર્મ આદિ વિમાનોમાં અરિહંત ચૈત્યો વિધમાન છે જ, અને તેથી મૌલ ચેત્ય=જે ચૈત્ય સન્મુખ ચૈત્યવંદન કરાય છે એ ભૂલ ચૈત્ય, સમાધિનું કારણ છે–તેને અવલંબીને પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરનારા મહાત્માને કષાયોના શમનરૂપ સમાધિનું પ્રબળ આલંબન છે, એથી પૂર્વમાં મૂળ પ્રતિમાના વંદનાદિ નિમિતે કાઉસ્સગ્ન કરાયો=અરિહંત ચેઈયાણં સૂત્ર દ્વારા કાઉસ્સગ્ન કરાયો, સર્વ અરિહંતો તદ્ ગુણવાળા છે=મૂળ ચૈત્યની સમાન ગુણવાળા છે, એથી પાછળથી સર્વ લોકનું ગ્રહણ છે=બીજી સ્તુતિમાં સર્વ લોકનાં ચૈત્યોનું ગ્રહણ છે, કાયોત્સર્ગની ચર્ચા પૂર્વની જેમ છે= અરિહંત ચેઇયાણંની જેમ છે, અને તે પ્રકારે જ સ્તુતિ છે, ફક્ત બીજી સ્તુતિ સર્વ તીર્થકરોની છે, અન્યથા=બીજી સ્તુતિમાં અન્ય કાયોત્સર્ગ અને અન્ય સ્તુતિ એ, સમ્યફ નથી=સવ લોએ ઈત્યાદિ બોલીને સર્વ લોકના અરિહંતોના ચૈત્યવંદન માટે કાયોત્સર્ગ છે અને સર્વ તીર્થકરોને છોડીને કોઈક અન્ય સ્તુતિ બોલાય એ સમ્યફ નથી, એ રીતે પણ આનો અભ્યપગમ કરાયે છતે અન્ય કાયોત્સર્ગ અને અન્ય સ્તુતિ એનો સખ્યણ સ્વીકાર કરાયે છતે, અતિપ્રસંગ છે. એ અતિપ્રસંગને જ સ્પષ્ટ કરે છે –
આ રીતે અન્યનો કાઉસ્સગ્ન અને અન્યની સ્તુતિ એ સમ્યફ છે એ રીતે, અન્યના ઉદ્દેશમાં– યોગોદ્ધહન વખતે અન્યના ઉદ્દેશમાં, અન્યનો પાઠ થાય=જે આગમને ઉદ્દેશીને યોગોદ્વહન
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૭.
પુષ્પરવરદી સૂત્ર કરેલ હોય તેનાથી અન્ય આગમનો પાઠ કરી શકાય, એ રૂપ અતિપ્રસંગ છે, અને તે રીતે=અન્યના ઉદ્દેશથી યોગોદ્વહન કરીને અન્ય આગમનો પાઠ થાય તે રીતે, સૂત્રમાં ઉદ્દેશાદિ નિરર્થક છે, એથી આ=અન્યનો કાઉસ્સગ્ન અને અન્યની સ્તુતિ કરવી એ, અર્થ વગરનું છે.
લોકના ઉધોતકર આદિ બે સૂત્ર વ્યાખ્યાન કરાયાં=લોગસ્સ ઉઅગરે અને સબ્ય લોએ એ બે સૂત્ર વ્યાખ્યાન કરાયાં. ભાવાર્થ -
એક તીર્થંકરની પ્રતિમાની સ્તુતિ કર્યા પછી સર્વ લોકમાં વર્તતા સર્વ તીર્થકરોની પ્રતિમા પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે સબ લોએ સૂત્રથી સ્તુતિ કરાય છે, તેથી મૂળ પ્રતિમા સાક્ષાત્ સમાધિનું કારણ હોવાથી પ્રથમ તેને અવલંબીને વંદન, પૂજન આદિ માટે કાઉસ્સગ્ન કરાય છે, ત્યારપછી જગતવર્તી સર્વે જિન પ્રતિમાઓ પ્રત્યે પૂજ્ય ભાવની વૃદ્ધિ કરવા માટે બીજી સ્તુતિ કરાય છે, તેથી ચૌદ રાજલોકવર્તી શાશ્વત-અશાશ્વત સર્વ જિનપ્રતિમાઓ પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય છે, તેનાથી વિશેષ પ્રકારની આશયની શુદ્ધિ થાય છે. જેમ એક સિદ્ધને નમસ્કાર કરવા કરતાં અનંત સિદ્ધોનો સમુચ્ચય કરીને નમસ્કાર કરવાથી આશયની વિશાળતા થવાથી ઘણી નિર્જરા થાય છે, તેમ મૂળ ચૈત્યની સ્તુતિ કર્યા પછી તત્ સદશ ગુણવાળા સર્વ અરિહંતો છે અને તેઓની આ પ્રતિમાઓ છે એ પ્રકારે પ્રતિસંધાન કરીને કાયોત્સર્ગ કરવાથી આશયની વિશાળતા થાય છે, તેનાથી ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી, સવ્ય લોએ ઇત્યાદિ સૂત્ર બોલીને સર્વ તીર્થકરોની સ્તુતિ ન કરવામાં આવે, પરંતુ અન્ય પ્રકારની સ્તુતિ કરવામાં આવે તો તે સમ્યફ નથી; કેમ કે સવ્ય લોએ સૂત્રથી જે પ્રકારનું પ્રતિસંધાન હતું તેનાથી વિપરીત પ્રકારની સ્તુતિ બોલવાથી લોકમાં વર્તતા સર્વ તીર્થકરોની પ્રતિમાની સ્તુતિ થાય નહિ, આમ છતાં તે પ્રકારે કોઈ સ્તુતિ કરતા હોય તેને સમ્યક સ્વીકારીએ તો યોગોદહન વખતે અન્ય આગમને ઉદ્દેશીને કરાયેલા જોગમાં અન્ય આગમનો પાઠ થઈ શકે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો સૂત્રમાં તે આગમના ઉદ્દેશાદિ સ્વીકારાયા છે તે નિરર્થક સિદ્ધ થાય, માટે સવ્ય લોએ ઇત્યાદિ પ્રતિસંધાન કરીને સ્વઇચ્છા અનુસાર અન્ય સ્તુતિ બોલી શકાય એ પ્રકારનું કથન અર્થ વગરનું છે. અવતરણિકા -
पुनश्च प्रथमपदकृताभिख्यं पुष्करवरद्वीपार्द्ध' विधिवत्पठति पठन्ति वा, तस्येदानीमभिसम्बन्धो विवरणं चोत्रीयते;- सर्वतीर्थकराणां स्तुतिरुक्ता, इदानीं तैरुपदिष्टस्याऽगमस्य, येन ते भगवन्तस्तदभिहिताश्च भावाः स्फुटमुपलभ्यन्ते, तत्प्रदीपस्थानीयं सम्यक्श्रुतमर्हति कीर्तनम्, इतीदभुच्यते, 'पुक्खरवर' इत्यादि - અવતરણિકાર્થ:
અને વળી, પ્રથમપદથી કરાયેલા નામવાળા પુષ્કરવરશ્રીપાદ્ધ સૂત્રને વિધિપૂર્વક બોલે છે=એક સાધુ કે શ્રાવક વિધિપૂર્વક બોલે છે અથવા અનેક સાધુઓ કે શ્રાવકો વિધિપૂર્વક બોલે છે, હમણાં
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
લલિતવિસ્તરા ભાગ-૩ તેનો અભિસંબંધ અને વિવરણ સ્પષ્ટ કરાય છે –
સર્વ તીર્થકરોની સ્તુતિ કહેવાઈ, હવે તેઓ વડે ઉપદેશ કરાયેલા આગમની સ્તુતિ કરાય છે, જેના વડે=જે આગમ વડે, તે ભગવાન અને તેમના વડે કહેવાયેલા ભાવો સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે, પ્રદીપસ્થાનીય તે સમ્યફ શ્રત=જે સમ્યફ ઋતથી ભગવાન અને તેમના કહેવાયેલા ભાવો સ્પષ્ટ થાય છે તે સમ્યફ શ્રુત, કીર્તનને યોગ્ય છે, એથી આ કહેવાય છે – પુખરવર ઇત્યાદિ – ભાવાર્થ :
સૂત્રના પ્રથમપદને આશ્રયીને પુષ્કરવરદ્વીપાદ્ધ એ પ્રકારનું સૂત્રનું નામ છે અને વિવેકી સાધુ અને શ્રાવક એક હોય તો વિધિપૂર્વક સૂત્ર બોલે છે ચૈત્યવંદન કરતી વખતે સૂત્ર-અર્થનું પ્રતિસંધાન થાય અને આલંબનીય જિનપ્રતિમાનું પ્રતિસંધાન થાય તે રીતે પ્રથમ બતાવેલ ચૈત્યવંદનની ઉચિત વિધિ અનુસાર સૂત્રને બોલે છે અને અનેક સાધુઓ કે શ્રાવકો હોય તો તેમાંથી એક સ્પષ્ટ ઉચ્ચારથી બોલતા હોય ત્યારે પણ અન્ય સાધુઓ અને શ્રાવકો અંતર્જલ્પાકારે પ્રસ્તુત સૂત્ર અવશ્ય બોલે છે, જેથી બધાનો ઉપયોગ સૂત્ર, અર્થ અને આલંબનમાં સમ્યફ પ્રવર્તે અને તે પ્રમાણે વિધિપૂર્વક શુદ્ધ ઉચ્ચાર અને દઢ પ્રણિધાનપૂર્વક સંવેગના અતિશયથી બોલવામાં જેઓની કુશળતા છે તેઓએ જ સૂત્ર બોલવું જોઈએ, જેથી અન્ય સર્વ ચૈત્યવંદન કરનારા પણ તે પ્રકારના સંવેગ સહિત વિધિપૂર્વક કરી શકે, અન્યથા પોતાને અવિધિકૃત દોષની પ્રાપ્તિ થાય અને બીજાને વિધિપૂર્વક કરવામાં અંતરાયરૂપ દોષની પ્રાપ્તિ થાય અને તે સૂત્રનો આ પ્રકારનો અભિસંબંધ છે તે બતાવે છે –
સર્વ તીર્થકરોની સ્તુતિ સવ્વ લોએ સૂત્ર દ્વારા કાઉસ્સગ્ન કરીને કહેવાઈ. હવે તેઓ વડે ઉપદેશ અપાયેલ આગમની સ્તુતિ પુખરવરદીવઢે સૂત્ર વડે કરે છે અને તે આગમ કેવું છે ? તે બતાવતાં કહે છે –
જે આગમ દ્વારા તીર્થકરોના સ્વરૂપનો સ્પષ્ટ બોધ થાય છે અને ભગવાને કહેલા ભાવોનો સ્પષ્ટ બોધ થાય છે તેવું આ સર્વજ્ઞકથિત આગમ છે. તે સમ્યફ શ્રુત તત્ત્વને જોવામાં પ્રદીપસ્થાનીય છે, જેમ ગાઢ અંધકારમાં જીવો ઉચિત સ્થાને જવામાં અસમર્થ બને છે અને પ્રદીપના બળથી સુખપૂર્વક ઇષ્ટ સ્થાને જઈ શકે છે, તેમ સંસારી જીવોની જ્ઞાનશક્તિ અત્યંત આવૃત્ત છે, તેથી વર્તમાનમાં અને પરલોકમાં પોતાનું હિત થાય, તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં અસમર્થ છે તેઓને પ્રદીપ જેવું ભગવાનનું શ્રુત ઉચિત પ્રવૃત્તિ કરવાની દિશા બતાવે છે, તેથી વિવેકી જીવો પ્રદીપતુલ્ય શ્રુતના બળથી પરમ સુખરૂપ ઇષ્ટ સ્થાનમાં જઈ શકે છે. તેવા શ્રુત પ્રત્યે ભક્તિનો અતિશય કરવા માટે શ્રતનું કીર્તન આવશ્યક છે, તેથી શ્રુત પ્રત્યેની ભક્તિનો અતિશય થાય તો તે શ્રુત સમ્યક્ પરિણમન પામે; કેમ કે આ શ્રુત આ રીતે સર્વ કલ્યાણનું એક કારણ છે તેવો બોધ સ્તુતિથી થવાને કારણે લઘુકર્મી જવો તે શ્રતના પારમાર્થિક અર્થને યથાર્થ ગ્રહણ કરવા અતિશય યત્નવાળા થાય છે અને તેવા યત્ન પ્રત્યે શ્રુતના માહાભ્યના સ્મરણપૂર્વક શ્રુતનું કીર્તન પ્રબળ કારણ બને છે. માટે નિર્મળ મતિવાળા સાધુઓ અને શ્રાવકો શ્રતની સ્તુતિ કરીને શ્રુતના ગુણોથી આત્માને અત્યંત વાસિત કરે છે અને તેઓને તે શ્રતના પારમાર્થિક અર્થનો બોધ કરાવવા માટે આ કહેવાય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પુખ્ખરવરદી સૂત્ર સૂત્રઃ
पुक्खरवरदीवडे धायइसंडे य जंबुद्दीवे य । भररवयविदेहे धम्माइगरे नम॑सामि । । १ । ।
૧૩૯
સૂત્રાર્થ :
પુષ્કરવરદ્વીપાર્કમાં, ધાતકી ખંડમાં, જંબુદ્વીપમાં અને ભરત, ઐરાવત અને મહાવિદેહમાં ધર્મની આદિ કરનારાઓને હું નમસ્કાર કરું છું. IIII
લલિતવિસ્તરા :
व्याख्या - पुष्कराणि पद्मानि तैर्वरः = प्रधान:- पुष्करवरः, पुष्करवरश्चासौ द्वीपश्चेति समासः, तस्यार्द्धं=मानुषोत्तराचलार्वाग्भागवर्त्ति, तस्मिन्, तथा धातकीनां खण्डानि यस्मिन् स धातकीखण्डो द्वीप:, तस्मिंश्च, तथा जम्ब्वा उपलक्षितस्तत्प्रधानो वा द्वीपो जम्बूद्वीपः, तस्मिंश्च, एतेष्वर्द्धतृतीयेषु द्वीपेषु महत्तरक्षेत्रप्राधान्याङ्गीकरणात् पश्चानुपूर्व्यापन्यस्तेषु यानि भरतैरावतविदेहानि, प्राकृतशैल्या त्वेकवचननिर्देशः द्वन्द्वैकवद्भावाद् वा भरतैसवतविदेह इत्यपि भवति, तत्र 'धर्म्मादिकरान् नमस्यामि'दुर्गतिप्रसृतान् जीवान् इत्यादिश्लोकोक्तनिरुक्तो धर्म्मः; स च द्विभेदः, श्रुतधर्म्मश्चारित्रधर्म्मश्च श्रुतधर्मेणेहाधिकारः तस्य च भरतादिषु आदौ करणशीलाः तीर्थकरा एव ।
લલિતવિસ્તરાર્થ ઃ
પુષ્કરો કમળો છે, તેઓથી વર=પ્રધાન, પુષ્કરવર છે=કમળો છે પ્રધાન જેમાં એ પુષ્કરવર છે, પુષ્કરવર એવો દ્વીપ એ પ્રકારે સમાસ છે, તેનો=પુષ્કરવર દ્વીપનો, અર્ધ=માનુષોત્તર પર્વતના આગળના ભાગમાં વર્તતો એવો જે દ્વીપાઈ, તેમાં અને ધાતકીના ખંડો છે જેમાં તે ઘાતકીખંડરૂપ દ્વીપ તેમાં અને જંબૂથી ઉપલક્ષિત અથવા તત્ પ્રધાન=જંબૂવૃક્ષ પ્રધાન એવો દ્વીપ જંબૂદ્વીપ તેમાં, તે અઢી દ્વીપોમાં મોટા ક્ષેત્રના પ્રાધાન્યનો સ્વીકાર હોવાથી પશ્ચાનુપૂર્વીથી ઉપન્યાસ કરાયેલા દ્વીપોમાં જે ભરત ઐરવત મહાવિદેહ છે, પ્રાકૃત શૈલીથી એક વચનનો નિર્દેશ છે=ભદેવ વિવેદેપુને બદલે મહેશવવિવે એ પ્રમાણે એક વચનનો નિર્દેશ છે, અથવા દ્વંદ્વ સમાસને કારણે એવદ્ ભાવ હોવાથી મરતેરાવતવિવેદે એ પ્રમાણે પણ થાય છે=એકવચનનો પ્રયોગ થાય છે, તેમાં=અઢી દ્વીપમાં રહેલા ભરત-ઐરવત-વિદેહમાં, ધર્મના આદિકર એવા તીર્થંકરોને હું નમસ્કાર કરું છું, દુર્ગતિમાં ભટક્તા જીવોનું રક્ષણ કરીને સુગતિમાં સ્થાપન કરે છે, ઈત્યાદિ શ્લોકમાં કહેલ વ્યુત્પત્તિવાળો ધર્મ છે અને તે બે ભેદવાળો છે – શ્રુતધર્મ અને ચારિત્રધર્મ, અહીં=પ્રસ્તુત સૂત્રમાં, શ્રુતધર્મથી અધિકાર છે અને ભરતાદિમાં તેને=શ્રુતધર્મને, આદિમાં કરવાના સ્વભાવવાળા તીર્થંકરો જ છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
લલિતવિસ્તરા ભાગ-૩
ભાવાર્થ :
શ્રુતજ્ઞાનની સ્તુતિ કરવા માટે શ્રુતજ્ઞાનના ઉત્પાદક તીર્થકરોને પ્રથમ નમસ્કાર કરવા માટે કહે છે કે અર્ધપુષ્કરવર દ્વીપ, ઘાતકીખંડ અને જંબૂઢીપ આ ત્રણે દ્વીપોમાં જે ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં તીર્થંકરો થાય છે અને તેઓ શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો પ્રારંભ કરે છે, જેનાથી દુર્ગતિમાં પડતા જીવોનું રક્ષણ થાય છે અને તે જીવો સુગતિની પરંપરા દ્વારા માફળને પામે છે તેવા ગુણવાળો શ્રતચારિત્રરૂપ ધર્મ છે, જેને તીર્થકરો પ્રારંભ કરે છે તે તીર્થકરોને હું નમસ્કાર કરું છું, આ પ્રકારના નમસ્કારથી ધર્મના નિષ્પાદક સ્વરૂપે તીર્થકરોની ઉપસ્થિતિ થાય છે, તે રીતે તેઓને નમસ્કાર કરવાથી તે ધર્મ પ્રત્યે આદરનો અતિશય થાય છે, તેનાથી સ્તુતિ કરનારને તે ધર્મ સમ્યફ પરિણમન પામે છે અને બે પ્રકારના ધર્મમાં અહીં શ્રુતધર્મનો અધિકાર છે; કેમ કે મૃતની સ્તુતિ કરવા માટે પ્રસ્તુત સૂત્રનો પ્રારંભ છે અને તે શ્રુતધર્મ તીર્થકરોથી થાય છે, માટે અઢી દ્વીપમાં થનારા સર્વ તીર્થકરોને નમસ્કાર કરાય છે. લલિતવિસ્તરા :
आह- 'श्रुतज्ञानस्य स्तुतिः प्रस्तुता, कोऽवसरस्तीर्थकृतां? येनोच्यते, धर्मादिकरान् नमस्यामीति, उच्यते, श्रुतज्ञानस्य तत्प्रभवत्वात् अन्यथा तदयोगात्, पितृभूतत्वेनावसर एषामिति। एतेन सर्वथा अपौरुषेयवचननिरासः।
यथोक्तम्, 'असम्भव्यपौरुषेयं', 'वान्थ्येयखरविषाणतुल्यमपुरुषकृतं वचनं विदुषाऽनुपन्यसनीयं विद्वत्समवाये, स्वरूपनिराकरणात्। तथाहि-'उक्तिर्वचनम्, उच्यते इति चेति पुरुषक्रियानुगतं रूपमस्य, एतक्रियाऽभावे कथं तद् भवितुमर्हति? न चैतत् केवलं क्वचिद् ध्वनदुपलभ्यते, उपलब्धावप्यदृश्यवकाशङ्कासम्भवात्, तन्निवृत्त्युपायाभावाद्।
अतीन्द्रियार्थदर्शिसिद्धेः, अन्यथा तदयोगात्, पुनस्तत्कल्पनावैयर्थ्याद्, असारमेतदिति। લલિતવિસ્તરાર્થ:
ગાદથી શંકા કરે છે – શ્રુતજ્ઞાનની સ્તુતિ પ્રસ્તુત છે, તીર્થકરોનો તીર્થકરની સ્તુતિનો, કયો અવસર છે? જેના કારણે ધર્મ આદિકર એવા તેઓને હું નમસ્કાર કરું છું એ પ્રમાણે કહેવાય છે? ઉત્તર અપાય છે શંકાનો ઉત્તર આપે છે – શ્રુતજ્ઞાનનું તત્ પ્રભાવપણું હોવાથી=તીર્થકરોથી પ્રભવપણું હોવાથી, અન્યથા તેનો અયોગ હોવાથી તીર્થકરો વગર કૃતનો અયોગ હોવાથી, પિતૃભૂતપણારૂપે એઓનો-તીર્થકરોનો, અવસર છે=સ્તુતિ કરવા રૂપે અવસર છે, તિ શબ્દ ઉત્તરની સમાપ્તિ માટે છે, આના દ્વારા તીર્થંકરો શ્રુતજ્ઞાનના પિતૃભૂત છે એના દ્વારા, સર્વથા અપૌરુષેય વચનનો નિરાસ છે=એકાંતથી અપૌરુષેય વચનનો નિરાસ છે, જે પ્રમાણે કહેવાયું છે–અપૌરુષેય વચન અસંભવી છે, વંધ્યાપુત્ર અને અરવિષાણતુલ્ય અપુરુષકૃત વચન છે, વિદ્વાન વડે વિદ્વાનોની સભામાં અનુપભ્યસનીય છે; કેમકે સ્વરૂપથી નિરાકરણ છે, તે આ પ્રમાણે વરૂપથી
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૧
પુઅરવરદી સૂગ. વચનનું નિરાકરણ આ પ્રમાણે છે – ઉક્તિ=બોલવાની ક્રિયા વચન કહેવાય છે, તિ સમાતિમાં છે અને આ રીતે=વચનની વ્યુત્પત્તિ કરી એ રીતે, આનું=વચનનું, રૂપઃસ્વરૂપ, પુરુષક્રિયા અનુગત છે–પુરુષની બોલવાને અનુકૂળ યિાને અનુસરનારું છે, એની ક્રિયાના ભાવમાં–પુરુષની ક્રિયાના અભાવમાં, કેવી રીતે એકવચન, થવા માટે યોગ્ય છે? અર્થાત થઈ શકે નહિ.
અને કેવલ આ=અપૌરુષેયપણાથી સ્વીકારાયેલું વેદવચન, કોઈ સ્થાનમાંઆકાશાદિમાં, અવાજ કરતું સંભળાતું નથી; કેમ કે ઉપલબ્ધિમાં પણ અદશ્ય વક્તાની આશંકાનો સંભવ છે.
म संभव छ ? तेमां हेतु छ - તેની નિવૃત્તિના ઉપાયનો અભાવ છે=આદેશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાયનો અભાવ છે. કેમ અદશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિ થતી નથી ? તેમાં હેતુ કહે છે –
અતીન્દ્રિય અર્થના જોનારાની સિદ્ધિ છે અતીન્દ્રિય એવા પિશાચાદિ અર્થને જોનારો પુરુષ જ તેની નિવૃત્તિનો ઉપાય છે એ રૂપે સિદ્ધિ છે, અન્યથા અતીન્દ્રિય અર્થદર્શી વગર, તેનો અયોગ છે=અદશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિનો અયોગ છે, ફરી તેની કલ્પનાનું વ્યર્થપણું હોવાથી= અપૌરુષેયની કલ્પનાનું વ્યર્થપણું હોવાથી, આ અપૌરુષેય વચન છે એ, અસાર છે.
:'एतेनेत्यादि', एतेन-धर्मादिकरत्वज्ञापनेन, सर्वथा अर्थज्ञानशब्दरूपप्रकाशनप्रकारकार्त्स्न्ये न, अपौरुषेयवचननिरासः=न पुरुषकृतं वचनमित्येतन्निरासः, 'कृतः' इति गम्यते। वचनान्तरेणापि एनं समर्थयितुमाह
यथोक्तं धर्मसारप्रकरणे वचनपरीक्षायाम्- 'असम्भवि' न संभवतीत्यर्थः, अपौरुषेयम् अपुरुषकृतं, 'वचनमिति प्रक्रमाद् गम्यते, इदमेव वृत्तिकृद् व्याचष्टे- वान्थ्येयखरविषाणतुल्यम्- असदित्यर्थः, अपुरुषकृतं वचनम्, ततः किमित्याह- विदुषां सुधियाम् अनुपन्यसनीयं-पक्षतयाऽव्यवहरणीयं, विद्वत्समवाये= सभ्यपरिषदि, कुत इत्याह- स्वरूपनिराकरणाद्-अपौरुषेयत्वस्य साध्यस्य धर्मिस्वरूपेण वचनत्वेन प्रतिषेधात्, अस्यैव भावनामाह- 'तथेत्यादिना 'कथं तद्भवितुमर्हती ति पर्यन्तेन; सुगमं चैतत्, प्रयोगः, -यदुपन्यस्यमानं स्ववचनेनापि बाध्यते, न तद्विदुषा विद्वत्सदसि उपन्यसनीयं, यथा 'माता मे वन्ध्या', 'पिता मे कुमारब्रह्मचारी ति, तथा चापौरुषेयं वचनमिति। - ---...
अभ्युच्चयमाहन च नैव, एतद्-अपौरुषेयतयाभ्युपगतं वेदवचनं, केवलं-पुरुषव्यापाररहितं, क्वचिद्-आकाशादौ, ध्वनत्-शब्दायमानम् उपलभ्यते श्रूयत इति, उपलभ्यत एव क्वचित्कदाचित्किञ्चिच्चेद्, इत्याह-उपलब्धावपि= श्रवणेऽपि क्वचिद् ध्वनच्छब्दस्य, अदृश्यवक्त्राशङ्कासम्भवाद्-अदृश्यस्य पिशाचादेवक्तुराशङ्कासम्भवात्=
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
લલિતવિસ્તરા ભાગ-૩
'तेन भाषितं स्यादि'त्येवं संशयभावात्, ‘असारमेतदिति संबध्यते, कुत इत्याह-तनिवृत्त्युपायाभावाद्-अदृश्यवक्त्राशङ्कानिवृत्तेरुपायाभावात्, न हि कश्चिद्धेतुरस्ति येन साऽशङ्का निवर्तयितुं शक्यत इति, एतदपि कुत इत्याह- अतीन्द्रियार्थदर्शिसिद्धेः अतीन्द्रियं पिशाचादिकमर्थं द्रष्टुं शीलः पुरुष एव हि तन्निवृत्त्युपायः, तत एव पिशाचादिप्रभवमिदं, स्वत एव वा ध्वनदुपलभ्यते इत्येवं निश्चयसद्भावात्। ---
व्यतिरेकमाह- अन्यथा अतीन्द्रियार्थदर्शिनमन्तरेण, तदयोगा=अदृश्यवक्त्राशङ्कानिवृत्तेरयोगात्, यदि नामातीन्द्रियार्थदर्शी सिद्ध्यति, ततः का क्षतिरित्याह- पुनस्तत्कल्पनावैयर्थ्यात् अतीन्द्रियार्थदर्शिनमभ्युपगम्य पुनः-भूयः, तत्कल्पनावैयर्थ्याद्-अपौरुषेयवचनकल्पनावैयर्थ्यात्, सा ह्यतीन्द्रियार्थदर्शिनमनभ्युपगच्छतामेव सफला; यथोक्तम्'अतीन्द्रियाणामर्थानां, साक्षाद् द्रष्टा न विद्यते। વનેન દિ નિત્યેન, યઃ પતિ સંપત્તિા '
असारंपरिफल्गु, एतद् यदुतापौरुषेयं वचनमिति। પંજિકાર્ય -
“નેત્યાતિ', ‘ન' વકુતાપૌરુષેયં વનિિ “નેત્યાદિ' લલિતવિસ્તરાનું પ્રતીક છે, આવા દ્વારા=ધર્મના આદિકરત્વના જ્ઞાપન દ્વારા=તીર્થકરો ધર્મના આદિકર છે એ પ્રકારના કથન દ્વારા, સર્વથા=અર્થના જ્ઞાનને અનુકૂળ શબ્દરૂપ પ્રકાશનના પ્રકારરૂપ સંપૂર્ણપણાથી, અપૌરુષેય વચનનો વિરાસ કરાયોઃવચન પુરુષકૃત નથી એવો નિરાસ કરાયો, લલિતવિસ્તરામાં આપણે વનનિરા: પછી કૃતઃ એ શબ્દ અધ્યાહાર છે.
વચનાંતરથી પણ=ભગવાન ધર્મના આદિકર છે એ વચનથી તો સર્વથા અપૌરુષેય વચનનો વિરાસ કરાયો, હવે વચમાંતથી પણ, એને અપૌરુષેય વચન નથી એને, સમર્થન કરવા માટે કહે છે – જે પ્રમાણે ધર્મસાર પ્રકરણમાં વચન પરીક્ષાના વિષયમાં કહેવાયું છે, શું કહેવાયું છે? તે સ્પષ્ટ કરે છે – અસંભવી અપીરુષેય છે અપુરુષકૃત વચન સંભવતું નથી, એ પ્રકારનો અર્થ છે, વચન એ પ્રકારનો શબ્દ પ્રક્રમથી જણાય છે, આને જ અપૌરુષેય વચન સંભવતું નથી એને જ, વૃત્તિકાર સ્પષ્ટ કરે છે – વાંધ્યેય ખરવિષાણ તુલ્ય=વંધ્યાનો પુત્ર અને ગધેડાના શિંગડા તુલ્ય, અસત્ છે= અપુરુષથી કરાયેલું વચન અસત્ છે, તેનાથી શું? એથી કહે છે – વિદ્વાનના સમવાયમાં=સભ્યપર્ષદામાં, વિદ્વાનોને અપત્યસનીય છે=બુદ્ધિમાન પુરુષોએ અપૌરુષેય વચન છે એ પ્રકારના પક્ષપણાથી કહેવું જોઈએ નહિ, કયા કારણથી ? એથી કહે છે=વિદ્વાનોની સભામાં અપૌરુષેય વચનને કયા કારણથી પફરૂપે સ્થાપન ન કરવું જોઈએ ? એથી હેતુને કહે છે – સ્વરૂપથી નિરાકરણ છેકઅપૌરુષેયત્વ સાધ્યનો ધર્મિસ્વરૂપ વચનપણાથી પ્રતિષેધ છે=અપૌરુષેય વચન એમ કહેવાથી અપૌરુષેયરૂપ વિશેષણ ધર્મ બને છે અને વચનરૂપ વિશેષ ધર્મી બને છે અને ધર્મીનું સ્વરૂપ વચનત્વ છે તેનાથી જ વચનમાં
Page #164
--------------------------------------------------------------------------
________________
પુખ્ખરવરદી સૂત્ર
૧૪૩
અપૌરુષેયત્વરૂપ સાધ્યનો પ્રતિષેધ થાય છે, આની જ=સ્વરૂપથી અપૌરુષેયત્વનું નિરાકરણ થાય છે એની જ, કેવી રીતે તે થવા માટે યોગ્ય છે એ પ્રમાણે પર્યંતવાળા તથા ઇત્યાદિથી ભાવનાને કહે છે= સ્વરૂપથી નિરાકરણ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે અને આતથાન્તિથી માંડીને અર્હુતિ સુધીનું લલિતવિસ્તરાનું કથન, સુગમ છે, તેથી પંજિકાકાર સ્પષ્ટ કરતા નથી, પ્રયોગ=અનુમાનનો પ્રયોગ, આ પ્રમાણે છે જે ઉપન્યાસ કરાતું સ્વવચનથી પણ બાધ પામે છે તે વિદ્વાને વિદ્વાનની સભામાં કહેવું જોઈએ નહિ, જે પ્રમાણે – મારી માતા વંધ્યા છે, મારા પિતા કુમાર અવસ્થાથી બ્રહ્મચારી છે અને તે પ્રમાણે=જે પ્રમાણે મારી માતા વંધ્યા છે ઇત્યાદિ છે તે પ્રમાણે, અપૌરુષેય વચન છે, રૂતિ શબ્દ અનુમાનના પ્રયોગની સમાપ્તિ માટે છે.
-
-
અભ્યુચ્ચયને કહે છે=અપૌરુષેય વચન સંભવતું નથી તેમ પૂર્વમાં યુક્તિથી બતાવ્યું તેને જ દૃઢ કરવા માટે અન્ય યુક્તિના સમુચ્ચયને કહે છે – કેવલ=પુરુષ વ્યાપાર રહિત, આ=અપૌરુષેયપણાથી સ્વીકારાયેલું વેદવચન, કોઈક આકાશાદિમાં શબ્દ કરતું સંભળાતું નથી જ, ક્વચિત્=કોઈક ક્ષેત્રમાં, કદાચિત્=કોઈક કાળમાં, કંઈક્ર=કોઈક વચન, પ્રાપ્ત થાય છે જ=આકાશ આદિમાં બોલાતું સંભળાય જ છે, એમ જો પૂર્વપક્ષી કહે એથી કહે છે=પૂર્વપક્ષીના કથનના નિરાકરણ માટે હેતુ કહે છે ઉપલબ્ધિમાં પણ=ક્વચિત્ અવાજ કરતાં શબ્દના શ્રવણમાં પણ, અદ્દેશ્ય વક્તાની આશંકાનો સંભવ છે=અદૃશ્ય એવા પિશાચાદિ વક્તાની આશંકાનો સંભવ છે=તેના વડે અર્થાત્ પિશાચાદિ વડે બોલાયેલું થાય એ પ્રકારે સંશયનો સદ્ભાવ છે, અસાર આ એ પ્રમાણે આગળ કહેવાય છે તેનો સંબંધ કરાય છે, કયા કારણથી આ અસાર છે ? એમાં હેતુ કહે છે તેની નિવૃત્તિના ઉપાયનો અભાવ છે=અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાયનો અભાવ છે=આકાશમાં ધ્વનિ સંભળાતો હોય ત્યારે તે ધ્વનિનો કોઈ અદૃશ્ય વક્તા છે એ પ્રકારની આશંકાની નિવૃત્તિના ઉપાયનો અભાવ છે, =િજે કારણથી, કોઈ હેતુ નથી જેના વડે તે આશંકા=સંભળાતા ધ્વનિનો અદૃષ્ટ વક્તા છે એ પ્રકારની આશંકા, નિવર્તન કરવા માટે શક્ય છે.
-
આ પણ=અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાયનો અભાવ પણ, કયા કારણથી છે ? એથી કહે છે=એથી હેતુને કહે છે અતીન્દ્રિય અર્થને જોનારાની સિદ્ધિ છે=અતીન્દ્રિય એવા પિશાચાદિ અર્થ તેને જોવા માટેના સ્વભાવવાળો પુરુષ જ તેની નિવૃત્તિનો ઉપાય છે અર્થાત્ અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિનો ઉપાય છે, તેનાથી જ=તેવા પુરુષથી જ, પિશાચાદિ પ્રભવ આ વચન છે અથવા સ્વતઃ જ અવાજ કરતું સંભળાય છે, એ પ્રકારે નિશ્ચયનો સદ્ભાવ છે.
વ્યતિરેકને કહે છે=અતીન્દ્રિય અર્થને જોનાર પુરુષની સિદ્ધિ વગર અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિ થઈ શકે નહિ એ રૂપ વ્યતિરેકને કહે છે – અન્યથા=અતીન્દ્રિય અર્થદર્શી વગર, તેનો અયોગ હોવાથી=અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિનો અયોગ હોવાથી, અતીન્દ્રિય અર્થને જોનાર પુરુષની સિદ્ધિ છે, જો અતીન્દ્રિય અર્થદર્શી પુરુષ સિદ્ધ થાય તો કઈ ક્ષતિ છે ? એમાં હેતુ કહે છે – ફરી તેની
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૪
લલિતવિસ્તરા ભાગ-૩
કલ્પનાનું વયર્થ છેકઅતીન્દ્રિય અર્થદર્શી પુરુષને સ્વીકારીને ફરી અપરુષેય વચનની કલ્પનાનું વિયર્થ છે, =જે કારણથી, તે=અપૌરુષેય વચનની કલ્પના, અતીન્દ્રિય અર્થદર્શી પુરુષને નહિ
સ્વીકારનારની જ સફલ છે, જે પ્રમાણે કહેવાયું છે – અતીન્દ્રિય અર્થોના સાક્ષાત્ દ્રણ વિદ્યમાન નથી, નિત્ય એવા વચનથી જ જે જુએ છે તે જુએ છે અતીન્દ્રિય પદાર્થોને જુએ છે. એ=શું? તે યદુથી કહે છે – અપૌરુષેય વચન અસાર છે–પરિકલ્થ છે. ભાવાર્થ:
પૂર્વમાં અઢી દ્વીપમાં રહેલા તીર્થકરોને હું નમસ્કાર કરું છું એમ કહ્યું, ત્યાં કોઈને શંકા થાય કે શ્રુતજ્ઞાનની સ્તુતિ પ્રસ્તુત છે, તેથી શ્રુતજ્ઞાનને નમસ્કાર કરવો જોઈએ તેના બદલે પ્રસ્તુત સૂત્રમાં તીર્થકરોને નમસ્કાર કરું છું તેમ કેમ કહ્યું? તેથી કહે છે – શ્રુતજ્ઞાન તીર્થકરોથી પ્રભવ પામે છે, તેથી તીર્થંકરો શ્રુતજ્ઞાનના પિતા છે, માટે શ્રુતજ્ઞાનની સ્તુતિ કરતાં પૂર્વે શ્રુતજ્ઞાનના ઉત્પાદક તીર્થકરોને નમસ્કાર કરાય છે. વળી, શ્રુતજ્ઞાનની સ્તુતિ કરતાં પૂર્વે તેના ઉત્પાદક તીર્થકરોને નમસ્કાર કરું છું એમ કહ્યું એનાથી સર્વથા અપૌરુષેય વચનનો નિરાસ થાય છે.
તેથી એ ફલિત થાય કે કથંચિત્ અપૌરુષેય વચન છે, પરંતુ એકાંત અપૌરુષેય વચન નથી, જેમ વચનના પુદ્ગલો જગતમાં વિદ્યમાન હતા, તે પુદ્ગલો ભાષાવર્ગણારૂપે પુરુષના પ્રયત્નથી થયા નથી તે અપેક્ષાએ તે વચનના પુદ્ગલો અપૌરુષેય છે અને ઉપન્નઇ વા, વિગમેઇ વા, ધુવેઇ વા એ પ્રકારના વચનપ્રયોગથી શ્રુતજ્ઞાનનું ભગવાને પ્રકાશન કર્યું તે અપેક્ષાએ તે શ્રુતજ્ઞાનનાં વચનો પૌરુષેય છે અને જેઓ વેદવચનને સર્વથા અપૌરુષેય માને છે તેઓ અર્થના જ્ઞાનના કારણભૂત શબ્દરૂપ પ્રકાશન પ્રકારથી પણ આગમને અપૌરુષેય સ્વીકારે છે, તેથી તે આગમ વચન કહેનાર કોઈ પુરુષ નથી તેમ માને છે તેનું નિરાકરણ થાય છે; કેમ કે આગમ વચન કહેનારા તીર્થકરો છે તેઓને હું નમસ્કાર કરું છું તેમ કહેવાથી તીર્થકરો દ્વારા આગમો કહેવાયાં છે, માટે સર્વથા અપૌરુષેય વચનરૂપ આગમ નથી તેમ સિદ્ધ થાય છે. વળી, અન્ય ગ્રંથના બળથી પણ અપૌરુષેય વચન નથી તેનું સમર્થન કરે છે – ધર્મસાર પ્રકરણમાં કોનું વચન પ્રમાણ છે એની પરીક્ષા કરાયેલ છે, તેના કથનમાં કહેવાયું છે કે અપૌરુષેય વચન સંભવતું નથી, જેમ વંધ્યાનો પુત્ર, ગધેડાનું શિંગડું, તેના તુલ્ય અપૌરુષેય વચન અસત્ છે, તેથી વિદ્વાનોની સભામાં કહેવું ઉચિત નથી અર્થાત્ કોઈ પુરુષથી ન કરાયું હોય એવું અપૌરુષેય વેદવચન જ પ્રમાણ છે તેમ કહેવું ઉચિત નથી; કેમ કે “અપૌરુષેય વચન' એ પ્રકારના કથનમાં અપૌરુષેય વિશેષણ છે અને વચન વિશેષ્ય છે અને વચનનું સ્વરૂપ જ પુરુષથી કહેવાયેલું એ અર્થને બતાવે છે, તેથી અપૌરુષેય વચન પ્રમાણ છે એમ કહેવું યુક્તિયુક્ત નથી, એ કથનને જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
ઉક્તિ વચન છે અર્થાતું બોલવાની ક્રિયા એ વચન છે, એથી પુરુષની બોલવાની ક્રિયા સ્વરૂપ જ વચન છે અને અપૌરુષેય વચન કહેવાથી બોલવાની ક્રિયાના અભાવવાળું વચન છે તેમ પ્રાપ્ત થાય. તે કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ, જેમ કોઈ કહે કે મારી માતા વંધ્યા છે, ત્યાં મારી માતા કહેવાથી જ તે
Page #166
--------------------------------------------------------------------------
________________
પુઅરવરદી સુત્ર
૧૪૫
અવંધ્યા સિદ્ધ થાય છે, છતાં તેને વંધ્યા કહેવું તે વિવેકીની સભામાં ઉચિત ગણાય નહિ, વળી, કોઈ કહે કે મારા પિતા કુમાર અવસ્થાથી બ્રહ્મચારી છે એ કથનમાં પણ મારા પિતા કહેવાથી અબ્રહ્મચારી સિદ્ધ છે, છતાં કોઈ કહે કે કુમાર અવસ્થાથી બ્રહ્મચારી છે તો તે વચન વિદ્વાનની સભામાં શોભે નહિ, તેમ વેદવચન છે તેમ કહ્યા પછી તે અપૌરુષેય છે તેમ કહી શકાય નહિ; કેમ કે વચન તે છે કે જે કોઈનાથી કહેવાયાં છે અને તે કોઈનાથી કહેવાયાં નથી તેમ કહેવું પરસ્પર વિરોધી છે, આ રીતે અપૌરુષેય વચન સ્વીકારવું યુક્ત નથી, તેને જ દઢ કરવા માટે વિશેષ યુક્તિ બતાવે છે –
જેઓ વેદવચનને અપૌરુષેયરૂપથી સ્વીકારે છે તે વેદવચન ક્યારેય અવાજ કરતાં સંભળાતાં નથી જેના બળથી કહી શકાય કે વેદવચન અપૌરુષેય છે. વળી, અત્યારે સંભળાતાં નથી, પરંતુ કોઈક ક્ષેત્રમાં, કોઈક કાળમાં, કોઈક વેદવચનો સંભળાતાં ઉપલબ્ધ થઈ શકે એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – કોઈક વખતે સંભળાતા શબ્દના શ્રવણમાં પણ કોઈકને અદશ્ય વક્તાની શંકા થઈ શકે છે; કેમ કે સામાન્યથી વચનો પુરુષથી બોલાય છે, તે પ્રકારનો સર્વને અનુભવ છે અને તેવાં જ વચનો આકાશમાં સંભળાય છે, તેથી નહિ દેખાતા એવા પિશાચાદિ કોઈક તેના વક્તા છે, એ પ્રકારની શંકા વિચારકને થવાનો સંભવ છે, વળી, તે શંકાની નિવૃત્તિનો ઉપાય કોઈ નથી, કેમ કે પ્રત્યક્ષથી વચન કોઈકનાથી બોલાય છે એ વગર વચનનો સંભવ નથી તેવો નિર્ણય હોવાને કારણે કોઈ બોલનાર નથી છતાં આ વચનો સંભળાય છે કે કોઈ બોલનાર અદશ્ય છે તેનાથી બોલાયેલું આ વચનો સંભળાય છે તેનો નિર્ણય કોઈ છદ્મસ્થ કરી શકે નહિ, તેથી તે શંકાની નિવૃત્તિનો ઉપાય અતીન્દ્રિય અર્થને જોનાર કોઈક પુરુષ છે એમ સ્વીકારીએ અને તે અતીન્દ્રિય અર્થને જોનાર પુરુષ કહે કે આ શબ્દો સંભળાય છે તે પિશાચના નથી પરંતુ કોઈ બોલનાર નહિ હોવા છતાં સ્વતઃ ઉત્પન્ન થયા છે, તો તે શંકાની નિવૃત્તિ થઈ શકે છે તેથી અતીન્દ્રિય અર્થને જોવાની શક્તિના બળથી અદશ્ય વક્તાની શંકાની નિવૃત્તિ થઈ શકે અન્યથા નહિ અને જો પૂર્વપક્ષી કહે કે અતીન્દ્રિય અર્થના જોનારા કોઈક પુરુષ છે, અને તે પુરુષ શંકાનું નિવારણ કરી શકે છે તો પૂર્વપક્ષી દ્વારા તેમ સ્વીકાર્યા પછી અપૌરુષેય વચનની કલ્પના કરવી વ્યર્થ છે; કેમ કે અપૌરુષેય વચનને સ્વીકારનારા કહે છે કે અતીન્દ્રિય અર્થને સાક્ષાત્ જોનારા કોઈ નથી, તેથી નિત્ય એવા વચનથી જે અતીન્દ્રિય અર્થોને જુએ છે તે જ અતીન્દ્રિય પદાર્થોને યથાર્થ જોનારા છે, તેથી તેઓના વચનાનુસાર વેદવચનો નિત્ય છે અને નિત્ય હોવાથી અપૌરુષેય છે અને તે વેદવચનોથી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય થાય છે; કેમ કે અતીન્દ્રિય પદાર્થો સાક્ષાત્ કોઈ જોઈ શકતું નથી. હવે જો અદૃશ્ય વક્તાની શંકાની નિવૃત્તિના ઉપાયરૂપે અતીન્દ્રિય અર્થના જોનાર પુરુષને પૂર્વપક્ષી સ્વીકારે તો અતીન્દ્રિય અર્થને જોનાર સિદ્ધ થવાથી તેના વચનથી જ અતીન્દ્રિય અર્થોમાં પ્રવૃત્તિ થઈ શકે છે, તેથી અપૌરુષેય વચન છે, એ પ્રકારનું કથન કરવું અસાર છે; કેમ કે અતીન્દ્રિય પદાર્થને જોનાર કોઈ નથી તેના માટે જ અપૌરુષેયવચનની કલ્પના પૂર્વપક્ષી કરે છે અને અપૌરુષેય વચનની સિદ્ધિ કરવા માટે અતીન્દ્રિય અર્થને જોનાર પુરુષનો સ્વીકાર કરે તો અપૌરુષેય વચન સ્વીકારવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬
લલિતવિસ્તાર ભાગ-૩
લલિતવિસ્તરા :
स्यादेतत्, भवतोऽपि तत्त्वतोऽपौरुषेयमेव वचनं, सर्वस्य सर्वदर्शिनस्तत्पूर्वकत्वात्, ‘तप्पुब्विया अरहया' इति वचनात्, तदनादित्वेऽपि तदनादित्वतस्तथात्वसिद्धेः अवचनपूर्वकत्वं चैकस्य, तदपि तन्त्रविरोधि, न्यायतोऽनादिशुद्धवादापत्तेरिति।
न, अनादित्वेऽपि पुरुषव्यापाराभावे वचनानुपपत्त्या तथात्वासिद्धेः, न चावचनपूर्वकत्वं कस्यचित्, तदादित्वेन तदनादित्वविरोधादिति, बीजाङ्कुरवदेतत्, ततश्चानादित्वेऽपि प्रवाहतः सर्वज्ञाभूतभवनवद् वक्तृव्यापारपूर्वकत्वमेवाखिलवचनस्येति। લલિતવિસ્તરાર્થ:
આ થાય=પરનું વક્તવ્ય આ થાય, તમારું પણ=પૌરુષેયવચનવાદી એવા તમારું પણ, તત્વથી અપૌરુષેય જ વચન છે; કેમ કે સર્વ સર્વદર્શીનું=બધા સર્વજ્ઞનું, તપૂર્વકપણું છેઃવચનપૂર્વકપણું છે. કેમ બધા સર્વજ્ઞ વચનપૂર્વક છે? એમાં હેતુ કહે છે – તપૂર્વક અરિહંતો છે=વયનપૂર્વક તીર્થકરો છે, એ પ્રકારનું વચન છે.
અહીં શંકા થાય કે અરિહંતોનું અનાદિપણું છે, તેથી પૂર્વપૂર્વના અરિહંતના વચનથી ઉત્તર-ઉત્તરના અરિહંતો થાય છે, તેથી તે વચન અપૌરુષેય નથી, પરંતુ પૂર્વપૂર્વના તીર્થકર દ્વારા કહેવાયા છે, તેના નિરાકરણ માટે પૂર્વપક્ષી હેતુ કહે છે –
તેના અનાદિપણામાં પણ અરિહંતોના અનાદિપણામાં પણ, તેનું અનાદિપણું હોવાથીકતે વચનનો અનાદિ ભાવ હોવાથી, તથાત્વની સિદ્ધિ છે=અપૌરુષેયત્વની સિદ્ધિ છે.
આ કથનને જ દઢ કરવા માટે પૂર્વપક્ષી કહે છે –
અને એકનું અવચનપૂર્વકપણું છે, તે પણ તંત્રવિરોધી છે; કેમ કે ન્યાયથી અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે=જે એક પુરુષ વચન વગર સિદ્ધ થયા છે તે અનાદિ શુદ્ધ છે એ પ્રકારના સ્વીકારની આપત્તિ છે, તિ શબ્દ ચારેતથી ઉદ્દભાવન કરાયેલા પરવક્તવ્યની સમાપ્તિ માટે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રમાણે તે કહેવુંકેમ કે અતાદિપણામાં પણ પુરુષના વ્યાપારના અભાવમાં વચનની અનુપપતિ હોવાથી તથાત્વની અસિદ્ધિ છે=અપૌરુષેય વચનની અસિદ્ધિ છે.
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે એકને અવચનપૂર્વક સ્વીકારીએ તો પૌરુષેય વચનની સંગતિ થાય, પરંતુ અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ ભગવાનનું અવચનપૂર્વકપણું નથી; કેમ કે તેનું આદિપણું હોવાને કારણે=વચનપૂર્વકપણું હોવાને કારણે, તેના અનાદિત્વનો વિરોધ છે=ભગવાનના અનાદિ શુદ્ધત્વનું નિરાકરણ છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૭,
પુખરવરદી સૂત્ર
५२मार्थ शुंछ ? ते स्पष्ट ४२ छ - બીજ-અંકુરની જેમ આ છે-વચનથી અરિહત છે અને અરિહંતથી વચન છે એ છે, અને તેથી પ્રવાહથી અનાદિપણું હોવા છતાં પણ સર્વજ્ઞના અભૂતના ભવનની જેમ અખિલ વચનનું વક્તાના व्यापारपूर्वsujr छ, इति शE पूर्वपक्षीना थिनना निराSPानी समाप्तिमा छे. पंles:
स्यादेतत्-परस्य वक्तव्यं, भवतोऽपि-पौरुषेयवचनवादिनः, न केवलं मम, तत्त्वतः ऐदम्पर्यशुद्ध्या, अपौरुषेयमेव वचनं, न पौरुषेयमपि, अत्र हेतुमाह-सर्वस्य-ऋषभादेः, सर्वदर्शिनः सर्वज्ञस्य, तत्पूर्वकत्वात्= वचनपूर्वकत्वात्, एतदपि कुत इत्याह- तप्पुब्विया वचनपूर्विका, अरहया अर्हत्ता, 'इति वचनात्'।
अथ स्याद् अनादिरर्हत्सन्तानस्ततः कथं न पौरुषेयवचनमित्याशङ्क्याह- तदनादित्वेऽपि तेषाम्अर्हताम्, अनादित्वेऽपि, तदनादित्वतः तस्य वचनस्य अनादिभावात्, तथात्वसिद्धेः अपौरुषेयत्वसिद्धेः।
अस्यैव विपर्ययबाधकं पक्षान्तरमाह- 'अवचनपूर्वकत्वं चैकस्य', यदि हि अपौरुषेयं वचनं नेष्यते तदाऽवचनपूर्वकः कश्चिदेक आदौ वचनप्रवर्तकोऽर्हत्रभ्युपगन्तव्य इति भावः, एवमपि तर्हि अस्तु इत्याशक्य पर एव आह- तदपि अवचनपूर्वकत्वं, तन्त्रविरोधि='सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग' इत्यागमविरोधि, कुत इत्याह- न्यायतः सदकारणवन्नित्यमिति नित्यलक्षणन्यायात्, अनादिशुद्धवादापत्तेः अनादिशुद्धः परपरिकल्पितसदाशिवादिवत् कश्चिदर्हनिति वादप्रसङ्गात् इति। 'इतिः' परवक्तव्यतासमाप्त्यर्थः। परपक्षमाशङ्क्योत्तरमाह
न-नैव, एतत् परोक्तम्। अत्र हेतुमाह- अनादित्वेऽपि-अविद्यमानाऽदिभावेऽपि वचनस्य, पुरुषव्यापाराभावे-वचनप्रवर्तकताल्वादिव्यापाराभावे, वचनानुपपत्त्या=उक्तनिरुक्तवचनायोगेन, तथात्वासिद्धेः। पक्षान्तरमपि निरस्यत्राह- न च-नैव, अवचनपूर्वकत्वं परोपन्यस्तं, कस्यचिद् भगवतः, कुत इत्याहतदादित्वेन वचनपूर्वकत्वेन, 'तदनादित्वविरोधात्', 'तस्य' भगवतो, अनादित्वस्य अवचनपूर्वकत्वाक्षिप्तस्य, विरोधात्=निराकरणादिति, परमार्थमाह- 'बीजाङ्कुरवदेतत्' यथा बीजादङ्कुरोऽङ्कुरान बीजं, तथा वचनादर्हनर्हतश्च वचनं प्रवर्तत इति। प्रकृतसिद्धिमाह- ततश्च-बीजाङ्कुरदृष्टान्ताच्च, अनादित्वेऽपि वचनस्य, प्रवाहतः परंपरामपेक्ष्य, सर्वज्ञाभूतभवनवत् सर्वज्ञस्य ऋषभादिव्यक्तिरूपस्य प्रागभूतस्य भवनमिव, वक्तृव्यापारपूर्वकत्वमेवाखिलवचनस्य लौकिकादिभेदभिन्नस्येति।
नार्थ :_ 'स्यादेतत्' ..... लौकिकादिभेदभिन्नस्येति ।। माथाय-पतव्य सा थाय, तमाएं तथा અપૌરુષેય જ વચન છે=કેવલ મારું નહિ પૌરુષેયવચનવાદી એવા તમારું પણ એદંપર્વની શુદ્ધિથી અપૌરુષેય જ વચન છે, પૌરુષેય પણ નહિ, આમાં=સ્યાદ્વાદીના મતે પણ તત્વથી અપૌરુષેય વચન
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
લલિતવિસ્તરા ભાગ-૩ થાય એમાં, પૂર્વપક્ષી હેતુને કહે છે – સર્વ સર્વદર્શીનું=ઋષભદેવ આદિ સર્વજ્ઞનું, તપૂર્વકપણું છેઃ વચનપૂર્વકપણું છે, આ પણ=ઋષભદેવ આદિ સર્વ વચનપૂર્વક છે એ પણ, શેનાથી ?=શેનાથી સિદ્ધ છે? એથી હેતુને કહે છે – તપૂર્વક અરિહંતો છેઃવચનપૂર્વક અરિહંતો છે, એ પ્રકારનું તમારું વચન છે.
અથથી કહે છે – અનાદિ અરિહંતનું સંતાન થાય=વચનપૂર્વક અરિહંતો છે એ વચનથી અનાદિ અરિહંતનું સંતાન થાય, તેનાથી કેવી રીતે પૌરુષેય વચન નથી? અર્થાત્ પૌરુષેય વચન નથી એ કઈ રીતે સિદ્ધ થાય ? એ પ્રકારે આશંકા કરીને કહે છે એ પ્રકારની આશંકા નિવારણ માટે હેતુ કહે છે. તેમના અનાદિપણામાં પણતેઓના અર્થાત્ અરિહંતોના અનાદિપણામાં પણ અર્થાત પ્રવાહથી અનાદિપણામાં પણ, તેનું અનાદિપણું હોવાથી તે વચનનો અનાદિ ભાવ હોવાથીeતીર્થંકરની નિષ્પતિના કારણભૂત વચનનો અનાદિ ભાવ હોવાથી, તથાત્વની સિદ્ધિ છે=અપૌરુષેયત્વની સિદ્ધિ છે=તીર્થકરત્વની પ્રાપ્તિના કારણભૂત હ્યુતવચનના અપૌરુષેયત્વની સિદ્ધિ છે, આવા જ વિપર્યયબાધક એવા પક્ષાંતરને કહે છે=અપૌરુષેયત્વતા જ વિપર્યય એવા પૌરુષેયત્વના બાધક પક્ષાંતરને કહે છે – અને એકનું અવચનપૂર્વકપણું તે પણ તંત્રવિરોધી છે એમ અવય છે, જો અપૌરુષેય વચન ઈચ્છા, નથી=સ્યાદ્વાદી સ્વીકારતા નથી, તો આદિમાં વચન પ્રવર્તક કોઈક એક અરિહંત અવચનપૂર્વક સ્વીકારવા જોઈએ એ પ્રકારનો પૂર્વપક્ષીનો ભાવ છે, તો આ રીતે પણ=કોઈ એક અરિહંત અવચનપૂર્વક છે અને શેષ સર્વ અરિહંતો વચનપૂર્વક છે માટે અપીરુષેય વચન છે એ રીતે પણ, હો, એ પ્રકારની આશંકા કરીને પર જ કહે છે–પૂર્વપક્ષી સ્યાદ્વાદીને કહે છે – તે પણ તંત્ર વિરોધી છે અવચનપૂર્વકપણું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષ માર્ગ છે એ આગમનું વિરોધી છે, કયા કારણથી છે? એથી કહે છેઃ એક અરિહંતનું અવચનપૂર્વકપણું આગમવિરોધી કયા કારણથી છે ? એથી હેતુને કહે છે – વ્યાયથી અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે=સદ્ અકારણવાળું નિત્ય હોય અર્થાત્ જે સદ્ હોય અને કારણ વગરનું હોય તે નિત્ય છે એ પ્રકારના નિત્યના લક્ષણના વ્યાયથી અનાદિ શુદ્ધ પરિકલ્પિત સદાશિવ આદિની જેમ કોઈક અરિહંત છે એ પ્રકારના વાદનો પ્રસંગ છે, રૂતિ શબ્દ પરની વક્તવ્યતાના સમાપ્તિ અર્થવાળો છે.
પરપક્ષની આશંકા કરીને ઉત્તરને કહે છે પૂર્વમાં પૂર્વપક્ષીની આશંકા કરી કે સ્યાદ્વાદીના મતે પણ અપૌરુષેય વચન થશે તેવી આશંકા કરીને હવે ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે –
આ પર વડે કહેવાયેલું, નથી જ=સ્યાદ્વાદીને અપીરુર્ષય વચન સ્વીકારવાની આપત્તિ છે એ પ્રકારે પર વડે કહેવાયેલું વચન સંગત નથી જ, આમાં પૂર્વપક્ષીનું વચન સંગત નથી એમાં, હેતુને કહે છે – અનાદિપણામાં પણ પુરુષના વ્યાપારનો અભાવ હોતે છતે વચનની અનુપપતિ હોવાને કારણે તથાત્વની અસિદ્ધિ છે=વચનના અવિદ્યમાન આદિ ભાવમાં પણ વચન પ્રવર્તકના તાલ આદિ વ્યાપારનો અભાવ હોતે છતે પૂર્વમાં કહેવાયેલ વ્યુત્પત્તિવાળા વચનનો અયોગ હોવાથી અપૌરુષેયત્વની અસિદ્ધિ છે, પક્ષાંતરને પણ નિરાસ કરતાં કહે છે–પૂર્વપક્ષીએ પૂર્વમાં કહેલ કે તમારા તીર્થકરો
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૯
પુષ્પરવરદી સૂત્ર અનાદિના છે અને વચનપૂર્વક થાય છે માટે વચન અપૌરુષેય છે તેમ ન સ્વીકારવું હોય તો એક તીર્થકરને અવચનપૂર્વક સ્વીકારવા પડે અને તેમાં અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે એ રૂપ પક્ષાંતરને પણ તિરસ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પર વડે કહેવાયેલું કોઈ ભગવાનનું અવચનપૂર્વકપણું નથી જ, કયા કારણથી કોઈ એક ભગવાનનું અવચનપૂર્વકપણું નથી જ? એથી કહે છે=એથી હેતુને કહે છે – ત આદિપણાને કારણે=વચનપૂર્વકપણાને કારણે, તેના અનાદિત્વનો વિરોધ છે અવચનપૂર્વકત્વથી આલિપ્ત એવા ભગવાનનું નિરાકરણ છે, પરમાર્થને કહે છે – બીજ-અંકુરની જેમ આ છે=જે પ્રમાણે બીજથી અંકુર અને અંકુરથી બીજ તે પ્રમાણે વચનથી અરિહંત અને અરિહંતથી વચન પ્રવર્તે છે, પ્રકૃત સિદ્ધિને કહે છેઃબીજ-અંકુર થાયથી વચન પૌરુષેય છે અને પ્રવાહથી અનાદિ છે એ રૂપ પ્રકૃત સિદ્ધિને કહે છે – અને તેથી=બીજ-અંકુરના દષ્ટાંતથી, પ્રવાહથી=પરંપરાની અપેક્ષાએ, વચનનું અનાદિપણું હોવા છતાં પણ સર્વજ્ઞના અભૂતના ભવનની જેમ પૂર્વમાં નહિ થયેલા ઋષભદેવ આદિ વ્યક્તિરૂપ સર્વજ્ઞતા ભવનની જેમ, અખિલ વચનનું લૌકિક-લોકોત્તર ભેદથી ભિન્ન એવા વચનનું, વક્તાના વ્યાપારપૂર્વકપણું જ છે. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ભગવાન શ્રતધર્મના પિતાભૂત છે, તેનાથી સર્વથા આપૌરુષેય વચનનો નિરાસ થાય છે, ત્યાં વેદને અપૌરુષેય સ્વીકારનાર પૂર્વપક્ષી કહે છે કે તમે મૃતધર્મની આદિને કરનારા તીર્થકરને સ્વીકારીને પૌરુષેય વચન છે તેમ કહો છો, પરંતુ દંપર્યની શુદ્ધિથી વિચારીએ તો તમારે પણ અપૌરુષેય વચન જ સ્વીકારવું પડે. સ્યાદ્વાદીના મતે કઈ રીતે ઔદંપર્યની શુદ્ધિથી અર્થાત્ તાત્પર્યની શુદ્ધિથી અપૌરુષેય વચન સિદ્ધ થાય ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે –
તમારા મતે સર્વ તીર્થંકરો વચનપૂર્વક થયા છે અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે એ પ્રકારના કોઈક તીર્થકરના વચનપૂર્વક થયા છે; કેમ કે તમારા શાસ્ત્રનું જ વચન છે કે વચનપૂર્વક અરિહંતો થાય છે, તેથી સિદ્ધ થાય કે અનાદિ કાળથી જે કોઈ તીર્થંકરો થયા છે તે સર્વ વચનપૂર્વક થયા છે, તેથી તે સર્વ તીર્થકરોનું કારણ એવું વચન અનાદિનું છે, તેનાથી જ સર્વ તીર્થંકરો થાય છે, તેથી તે વચન અનાદિનું હોવાથી અપૌરુષેય છે તેમ સિદ્ધ થાય છે.
વળી, પૂર્વપક્ષી પોતાના કથનને દૃઢ કરવા માટે કહે છે – તમે “કોઈક એક તીર્થકરને અવચનપૂર્વક મોક્ષમાં ગયા છે અને તેઓએ વચન દ્વારા માર્ગ બતાવ્યો, તેથી ત્યારપછી સર્વ તીર્થકરોનો પ્રવાહ વચનપૂર્વક થાય છે તેમ સ્વીકારો તો અપૌરુષેય વચન સિદ્ધ થાય; કેમ કે વચન વગર જેઓ સર્વજ્ઞ થયા છે તેઓએ પ્રથમ વચન દ્વારા માર્ગ બતાવ્યો અને તે માર્ગ પ્રમાણે અન્ય તીર્થકર થાય છે અને તેઓ ફરી તે માર્ગ બતાવે છે, આથી વચનપૂર્વક સર્વ તીર્થકરોની સંગતિ થાય અને વચન પણ અપૌરુષેય સિદ્ધ થાય, પરંતુ અવચનપૂર્વક એક સર્વજ્ઞ થયા છે તે પણ તમારા સિદ્ધાંતને વિરોધી છે, કેમ વિરોધી છે ? એથી કહે છે – ન્યાયથી અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે અને ન્યાય એ છે કે જે સદ્ હોય અને કારણ વગરનું હોય તે નિત્ય હોય,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
લલિતવિસ્તરા ભાગ-૩ જેમ આત્માનું કોઈ કારણ નથી અને આત્મા સત્ છે તેથી નિત્ય છે, તેમ જે એક સર્વજ્ઞ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે એ પ્રકારના વચનને સેવ્યા વગર સર્વજ્ઞ થયા છે, તેથી કારણ વગર સર્વજ્ઞ હોવાને કારણે તે સર્વજ્ઞને અનાદિ શુદ્ધ માનવાની આપત્તિ આવે અને સ્યાદ્વાદી પર પરિકલ્પિત સદાશિવ આદિની જેમ અનાદિ શુદ્ધ કોઈ અરિહંતને સ્વીકારતા નથી, માટે તમારે અપૌરુષેય જ વચન સ્વીકારવું જોઈએ, તે અપૌરુષેય વચનના બળથી અનાદિની તીર્થકરોની પરંપરાની પ્રાપ્તિ છે અને તે તીર્થકરો અપૌરુષેય વચન જ પોતાના પુરુષ વ્યાપારથી લોકોને કહે છે.
આ પ્રકારે પૂર્વપક્ષીએ સ્યાદ્વાદીને પણ વચન અપૌરુષેય સ્વીકારવાની આપત્તિ આપી તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પરે કહેલું યુક્ત નથી જ, કેમ યુક્ત નથી? તેમાં હેતુ કહે છે – વચન અનાદિનું હોવા છતાં પણ પુરુષ વ્યાપાર વગર વચનની ઉપપત્તિ થઈ શકે નહિ=તાલ આદિના વ્યાપાર વગર વચનની ઉપપત્તિ થઈ શકે નહિ, તેથી અપૌરુષેય વચન સિદ્ધ થાય નહિ, માટે પૂર્વપક્ષી જે કહે છે કે સ્યાદ્વાદીએ પણ અપૌરુષેય વચન સ્વીકારવું જોઈએ એ કથન સંગત નથી, વળી, પૂર્વપક્ષીએ કહેલ કે વચનને પૌરુષેય સ્વીકારવું હોય તો કોઈક એક ભગવાનને તમારે અવચનપૂર્વક સ્વીકારવા પડે, જે ભગવાને પ્રથમ માર્ગ બતાવ્યો, ત્યારપછી તે માર્ગ સર્વ તીર્થકરો બતાવે છે તેમ સ્વીકારો તો તીર્થકરોની પરંપરા અનાદિની હોવા છતાં પૌરુષેય વચન સિદ્ધ થઈ શકે, પરંતુ અવચનપૂર્વક એક તીર્થકર છે તેમ સ્વીકારવામાં તમારા આગમનો વિરોધ છે; કેમ કે ન્યાયથી અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે, એ કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ ભગવાન અવચનપૂર્વક નથી જ; કેમ કે વચનપૂર્વક જ તીર્થંકરો થાય છે તેમ કહેવાથી કોઈ ભગવાન વચન વગર અનાદિના છે એ કથનનું નિરાકરણ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે બધા ભગવાન વચનપૂર્વક જ થાય છે અને વચન પણ પુરુષવ્યાપારથી જ ઉત્પન્ન થાય છે, માટે અપૌરુષેય નથી, એ કથનનું તાત્પર્ય શું છે ? તેથી કહે છે –
બીજ-અંકુરની જેમ આ પ્રવાહ છે, જેમ બીજથી અંકુર થાય છે અને અંકુરથી બીજ થાય છે અને તે બીજ-અંકુરનો પ્રવાહ અનાદિનો છે, તેમ વચનથી અરિહંત થાય છે અને અરિહંત મોક્ષમાર્ગનું પ્રકાશક વચન કહે છે, તેથી પ્રવાહથી વચન અને તીર્થકરો અનાદિના છે. આનાથી શું સિદ્ધ થયું ? તે સ્પષ્ટ કરે છે – બીજ-અંકુરના દૃષ્ટાંતથી પરંપરાને આશ્રયીને મોક્ષમાર્ગને કહેનારા વચનનું અનાદિપણું હોવા છતાં પણ જેમ સર્વજ્ઞ એવા ઋષભાદિ પૂર્વમાં ન હતા અને પાછળથી થયા તેમ જગતમાં જે કંઈ વચન છે તે સર્વ વચન વક્તવ્યાપારપૂર્વક જ છે, તેથી વર્તમાનમાં લોકો જે કંઈ બોલે છે તે સર્વ વચનો કોઈકના વ્યાપારથી છે, તેમ તે તે કાળમાં જે તીર્થંકરો થાય છે તેમના વ્યાપારપૂર્વક જ સન્માર્ગનાં પ્રકાશક વચનો પ્રગટ થાય છે અને સન્માર્ગ પ્રકાશક વચનો પૂર્વપૂર્વના તીર્થકરો દ્વારા પ્રકાશન કરાયાં, તેમને જ અવલંબીને ઉત્તરઉત્તરના તીર્થંકરો થાય છે અને તેઓ સન્માર્ગનું પ્રકાશન કરે છે. આ રીતે વચનનું પ્રકાશન તીર્થકરોથી થાય છે અને તીર્થકરો પૂર્વના વચનના પ્રકાશનથી થાય છે, તે પ્રકારે બીજાંકુર ન્યાયથી અનાદિનો પ્રવાહ છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પુખરવરદી સૂત્ર લલિતવિસ્તરા - _ 'नन्वेवं सर्वज्ञ एवास्य वक्ता सदा, नान्यः, (अन्यथा) तदसाधुत्वप्रसङ्गाद् इति सोऽवचनपूर्वक एव कश्चिन्नीतितः?' ननु 'बीजाङ्कुरवत्' इत्यनेन प्रत्युक्तं; परिभावनीयं तु यत्नतः।।
तथार्थज्ञानशब्दरूपत्वादधिकृतवचनस्य शब्दवचनापेक्षया नावचनपूर्वकत्वेऽपि कस्यचिद् दोषः, मरुदेव्यादीनां तथाश्रवणात्, वचनार्थप्रतिपत्तित एव तेषामपि तथात्वसिद्धेः तत्त्वतस्तत्पूर्वकत्वमिति। __ भवति च विशिष्टक्षयोपशमादितो मार्गानुसारिबुद्धवचनमन्तरेणापि तदर्थप्रतिपत्तिः, क्वचित् तथादर्शनात्, संवादसिद्धेः, एवं च व्यक्त्यपेक्षया नाऽनादिशुद्धवादापत्तिः, सर्वस्य तथा तत्पूर्वकत्वात्; प्रवाहतस्त्विष्यत एव; इति न ममापि तत्त्वतोऽपौरुषेयमेव वचनमिति प्रपञ्चितमेतदन्यत्रेति नेह પ્રવાસદારા લલિતવિસ્તરાર્થ
નનુથી પૂર્વપક્ષી કહે છે – આ રીતે સર્વજ્ઞ જ આના=વચનના, સદા વક્તા છે, અન્ય નહિ, અન્યથા એવું ન માનો તો, તેના અસાધુત્વનો પ્રસંગ છે=અસર્વજ્ઞ કથિત તે વચનના અપ્રામાણિકત્વનો પ્રસંગ છે, એથી તે સર્વજ્ઞ, નીતિથી કોઈક અવચનપૂર્વક જ છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી નનુથી કહે છે – બીજાંકુરની જેમ એ કથન દ્વારા પ્રત્યુક્ત છેકપૂર્વપક્ષીનું કથન નિરાકૃત છે, વળી, યત્નથી પરિભાવન કરવું જોઈએ અને અધિકૃત વચનનું અર્થ-જ્ઞાન અને શબ્દરૂપપણું હોવાથી શબ્દ વચનની અપેક્ષાથી કોઈક ભગવાનના અવચનપૂર્વકપણામાં પણ દોષ નથી; કેમ કે મરુદેવી આદિનું તે પ્રકારે શ્રવણ છે=શબ્દ નિરપેક્ષ અર્થ અપેક્ષાએ વચનપૂર્વકત્વનું શ્રવણ છે. વચન નિરપેક્ષ અર્થપૂર્વક તેઓ કેમ સર્વજ્ઞ થયા છે ? તેમાં હેતુ કહે છે – વચનાર્થની પ્રતિપત્તિથી જ=મોક્ષમાર્ગના પ્રકાશક વચનના અર્થના બોધથી જ, તેઓના પણ તથાત્વની સિદ્ધિ હોવાથી સર્વજ્ઞત્વની સિદ્ધિ હોવાથી, તત્વથી તપૂર્વકપણું છે=મરુદેવી આદિનું વચનપૂર્વકપણું છે, અને વિશિષ્ટ ક્ષયોપશમ આદિથી માર્ગાનુસારી બુદ્ધિને કારણે વચન વગર પણ તેના અર્થની પ્રતિપત્તિ=મોક્ષમાર્ગના પ્રકાશક વચનના અર્થનો બોધ, થાય છે; કેમ કે કવચિત્ તે પ્રકારનું દર્શન છે કોઈક યોગ્ય જીવમાં વચન વગર પણ વચનના તાત્પર્યના બોધનું
દર્શન છે.
કઈ રીતે નક્કી થાય કે સર્વજ્ઞના વચન વગર પણ માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવનો અતીન્દ્રિય પદાર્થનો બોધ સર્વજ્ઞના વચનાનુસાર છે ? તેમાં હેતુ કહે છે –
સંવાદની સિદ્ધિ છે અને આ રીતે=વચન પૌરુષેય છે એ રીતે, વ્યક્તિની અપેક્ષાએ અનાદિ
Page #173
--------------------------------------------------------------------------
________________
ललितविस्तरा भाग-3
૧૫૨
શુદ્ધવાદની આપત્તિ નથી; કેમ કે સર્વ જ સર્વજ્ઞનું તે પ્રકારે તપૂર્વકપણું છે=વચનપૂર્વકપણું છે, પ્રવાહથી વળી, ઈચ્છાય છે જ=અનાદિ શુદ્ધ ઈચ્છાય છે જ, એ રીતે અમને પણ=સ્યાદ્વાદીને પણ, તત્ત્વથી અપૌરુષેય જ વચન નથી એ અન્યત્ર=સર્વજ્ઞ સિદ્ધિ આદિ ગ્રંથમાં, વિસ્તાર કરાયો छे, मेथी यहीं प्रयास नथी. ॥१॥
पंडा :
'ननु' इति पराक्षमायाम्, 'एवमिति पौरुषेयत्वे, सर्वज्ञ एव, अस्य = वचनस्य, वक्ता, सदा सर्वकालं, न, अन्यः =तद्व्यतिरिक्तः, कुत इत्याह- (अन्यथा) तदसाधुत्वप्रसङ्गात् = तस्य वचनस्य, असाधुत्वप्रसङ्गाद्अप्रामाण्यप्राप्तेः, वक्तृप्रामाण्याद्धि वचनप्रामाण्यम्, इति = अस्माद्धेतोः, सः = सर्व्वज्ञः, 'अवचनपूर्वक एव कश्चित् ' चिरतरकालातीतो, नीतितः = अन्यथाऽपौरुषेयं वचनं स्यादिति नीतिमाश्रित्य 'अभ्युपगन्तव्य' इति गम्यते। अत्रोत्तरं, ननु = वितर्कय, बीजाङ्कुरवदेतदित्यनेन ग्रन्थेन, प्रत्युक्तं = निराकृतमेतत् परिभावनीयं तु यत्नतः; तत्र सम्यक्परिभाविते पुनरित्थमुपन्यासायोगात् ।
न च जैनानां क्वचिदेकान्त इत्यपि प्रतिपादयन्नाह
'तथे 'ति पक्षान्तरसमुच्चये, अर्थज्ञानशब्दरूपत्वाद्, अर्थः = सामायिकपरिणामादिः, ज्ञानं तद्गतैव प्रतीतिः, शब्दो = वाचकध्वनिः, तद्रूपत्वात् = तत्स्वभावत्वाद्, अधिकृतवचनस्य = प्रकृतागमस्य, ततः शब्दवचनापेक्षया = शब्दरूपं वचनमपेक्ष्य, न= नैव, अवचनपूर्वकत्वेऽपि, कस्यचित् सर्व्वदर्शिनो, दोष:- अनादिशुद्धवादापत्तिलक्षणः, समर्थकमाह- मरुदेव्यादीनां प्रथमजिनजननीप्रभृतीनां स्वयमेव पक्वभव्यत्वानां, तथाश्रवणात्= शब्दरूपवचनानपेक्षयैव सर्वदर्शित्वश्रवणात् । अथ 'तप्पुव्विया अरहये 'तिवचनं समर्थयन्नाह - वचनार्थप्रतिपत्तित एव=वचनसाध्यसामायिकाद्यर्थस्य ज्ञानानुष्ठानलक्षणस्य; प्रतिपत्तित एव - अङ्गीकरणादेव, नान्यथा, तेषामपि = मरुदेव्यादीनाम्, ‘अपि’शब्दादृषभादीनां च, तथात्वसिद्धेः = सर्वदर्शित्वसिद्धेः, तत्त्वतो - निश्चयवृत्त्या, न तु व्यवहारतोऽपि, तत्पूर्वकत्वं = वचनपूर्वकत्वमिति ।
एतदेव भावयति
भवति च विशिष्टक्षयोपशमादितः = विशिष्टाद्दर्शनमोहनीयादिगोचरात् क्षयक्षयोपशमोपशमात्, मार्गानुसारिबुद्धेः=सम्यग्दर्शनादिमोक्षमार्गानुयायिप्रज्ञस्य वचनम् = उक्तलक्षणम्, अन्तरेणापि = विनापि, तदर्थ - प्रतिपत्तिः=वचनार्थप्रतिपत्तिः, कुत इत्याह- क्वचित् प्रज्ञापनीये, तथादर्शनात् = वचनार्थप्रतिपत्तिदर्शनात्, कुत इदमित्याह- संवादसिद्धेः = यदिदं त्वयोक्तं तन्मया स्वत एव ज्ञातमनुष्ठितं वेत्येवं प्रकृतार्थाव्यभिचारसिद्धेः, एवं च वचनपौरुषेयत्वे, व्यक्त्यपेक्षया = एकैकं सर्वदर्शिनमपेक्ष्य, नाऽनादिशुद्धवादापत्तिः = न कश्चिदेकोऽनादिशुद्धः सर्वदर्शी वक्ता आपन्नः, कुत इत्याह- सर्वस्य सर्वदर्शिनः, तथा - पूर्वोक्तप्रकारेण तत्पूर्वकत्वात्= वचनपूर्वकत्वात्, प्रवाहतस्तु = परंपरामपेक्ष्य, इष्यत एवानादिशुद्धः, प्रवाहस्यानादित्वाद्, इति = एवं, 'न
Page #174
--------------------------------------------------------------------------
________________
પુખરવરદી સૂત્ર
૧૫૩ ममापि तत्त्वतोऽपौरुषेयं वचनं' यत् त्वया प्राक् प्रसञ्जितम्, इति, 'प्रपञ्चितमेतद्', अन्यत्र सर्वज्ञसिद्ध्यादौ, (ત્તિ=ગત) ને પ્રથા =પ્રયત્નઃાશા પંજિકાર્ય -
નનુ તિ પરાક્ષમાવાન્ .... “પ્રવાસઃ'=પ્રયત્નઃ | નવુ શબ્દ પરની અક્ષમામાં છે=અપૌરુષેય વચન સ્યાદ્વાદીના મતે પ્રાપ્ત થતું નથી તેમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું એને નહિ સહન કરતો પૂર્વપક્ષી કહે છે – આ રીતે પૌરુષેયપણું હોવા છતાં તમે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું એ રીતે બધા વચનોમાં પૌરુષેયપણું હોવા છતાં, સર્વજ્ઞ જ આ વચનના સદા વક્તા છે, અન્ય નહિ=સર્વજ્ઞ વ્યતિરિક્ત વક્તા નહિ, કયા કારણથી સર્વજ્ઞ સિવાય સન્માર્ગના વક્તા અન્ય નથી ? એથી હેતુને કહે છે – અવ્યથા=સર્વજ્ઞ સિવાય અન્ય છદ્મસ્થ અતીન્દ્રિય પદાર્થના વક્તા સ્વીકારવામાં આવે તો, તેના અસાધુત્વનો પ્રસંગ છે અતીન્દ્રિય પદાર્થને કહેનારા વચનના અપ્રામાણ્યની પ્રાપ્તિ છે, દિ=જે કારણથી, વક્તાના પ્રામાણ્યથી વચનનું પ્રામાણ્ય છે, એ હેતુથી=અતીન્દ્રિય પદાર્થના વક્તા સર્વજ્ઞ જ પ્રમાણ છે અન્ય નહિ એ હેતુથી, નીતિથી=અન્યથા અપરુષેય વચન થાય એ નીતિને આશ્રયીને, ત=સર્વજ્ઞ, ચિરકાલાતીત કોઈક અવચનપૂર્વક જ સ્વીકારવા જોઈએ, લલિતવિસ્તરામાં સ્વીકારવા જોઈએ એ કથન અધ્યાહાર છે એ બતાવવા માટે અમ્યુન્તિવ્ય કૃતિ બચતે' એમ કહેલ છે.
અહીં=નનુથી કરાયેલા પૂર્વપક્ષીના આક્ષેપમાં ઉત્તર આપે છે – નનુથી ગ્રંથકારશ્રી કહે છે – તું વિચાર કર, શું વિચાર કર? તે સ્પષ્ટ કરે છે – બીજાંકુરની જેમ આ છે, એ પ્રકારના આ ગ્રંથથી= પૂર્વના વક્તવ્યથી, નિરાકૃત કરાયેલું આ પૂર્વપક્ષીએ કહેલું કથન તિરાકૃત કરાયું એ, યત્નથી પરિભાવન કરવું જોઈએ; કેમ કે ત્યાં=પૂર્વમાં બીજાંકુર ચાયની જેમ કહ્યું ત્યાં, સમ્યફ પરિભાવન કરાયે છતે ફરી આ પ્રકારના ઉપચાસનો અયોગ છે=અવચનપૂર્વક કોઈક સર્વજ્ઞને સ્વીકારવા જોઈએ એ પ્રકારના ઉપચાસનો અયોગ છે.
અને જૈનોને કોઈ સ્થાનમાં એકાંત નથી એ પણ પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ‘તથા' એ પક્ષાંતરના સમુચ્ચયમાં છે પૂર્વમાં સ્થાપન કર્યું કે બધા સર્વજ્ઞો વચનપૂર્વક જ થાય છે એના કરતાં અન્ય પક્ષના સમુચ્ચય માટે તથા' શબ્દ છે, તે અન્ય પક્ષ બતાવે છે – અધિકૃત વચનનું=સર્વજ્ઞથી કહેવાયેલા પ્રકૃતિ આગમરૂપ વચનનું, અર્થ-જ્ઞાન અને શબ્દરૂપપણું હોવાથી કોઈકનું અવચનપૂર્વકપણું હોવા છતાં પણ દોષ નથી એમ અવય છે=અર્થ સામાયિક પરિણામ આદિ છે, જ્ઞાન તર્ગત જ પ્રતીતિ છે અર્થાત્ શબ્દથી વાચ્ય અર્થગત જ પ્રતીતિ છે, શબ્દ વાચક ધ્વનિ છે, તદ્રુપપણું અર્થાત તસ્વભાવપણું મફત આગમનું હોવાથી અવચનપૂર્વકપણામાં કોઈ દોષ નથી એમ અવય છે, તેથી= અર્થ-જ્ઞાન અને શબ્દરૂપ અધિકૃત વચન છે તેથી, શબ્દ વચનની અપેક્ષાથી=શબ્દરૂપ વચનની અપેક્ષા રાખીને, કોઈક સર્વદર્શીનું અવચનપૂર્વકપણું હોવા છતાં પણ, અનાદિ શવાદની આપતિરૂપ દોષ નથી. (કેમ કે અર્થરૂપ વચનને આશથીને તેઓ પણ વચનપૂર્વક જ છે માટે અનાદિ શુદ્ધ નથી.)
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
લલિતવિસ્તરા ભાગ-૩ સમર્થકને કહે છે=અવચનપૂર્વક કોઈક સર્વજ્ઞ થાય છે તેના સમર્થક હેતને કહે છે – મરુદેવી આદિનું સ્વયં જ પક્વ ભવ્યત્વવાળા પ્રથમ જિનની માતા વગેરેનું, તે પ્રકારે શ્રવણ છે શબ્દરૂપ વચનની અપેક્ષાથી જ સર્વદર્શિત્વનું શ્રવણ છે, હવે તપૂર્વક અરિહંતો છેઃવચનપૂર્વક અરિહંતો છે, એ વચનને સમર્થન કરતાં કહે છે – વચનના અર્થતી પ્રતિપત્તિથી જ=જ્ઞાન અનુષ્ઠાનરૂપ વચનથી સાધ્ય સામાયિક આદિ અર્થતી પ્રતિપત્તિથી જ અર્થાત્ અંગીકરણથી જ, તેઓના પણ=મરુદેવી આદિના પણ, તત્વથી=નિશ્ચયવૃત્તિથી, તથાત્વની સિદ્ધિ છે=સર્વદર્શિત્વની સિદ્ધિ છે, અન્યથા તથી=વચનના અર્થની પ્રતિપત્તિ વગર મરુદેવી આદિને સર્વજ્ઞત્વની સિદ્ધિ નથી, તેવામાપમાં રહેલા
જ શબ્દથી ઋષભાદિને પણ વચનાર્થતી પ્રતિપત્તિથી જ સર્વજ્ઞત્વની સિદ્ધિ છે તેનો સમુચ્ચય છે, તત્વથીનો અર્થ કર્યો કે નિશ્ચયવૃત્તિથી તેને સ્પષ્ટ કરે છે – વ્યવહારથી પણ નહિષૅનિશ્ચયવૃત્તિથી વચનાર્થ પ્રતિપત્તિથી જ તેઓને સિદ્ધિ હોવાથી વચનપૂર્વકપણું છે.
આને જ ભાવન કરે છેઃવચન વગર અર્થના બોધથી પણ કેટલાકને તત્વનો બોધ થાય છે એને જ સ્પષ્ટ કરે છે – અને વિશિષ્ટ ક્ષયોપશમ આદિથી=વિશિષ્ટ દર્શનમોહનીય આદિ વિષયક ક્ષયલયોપશમ-ઉપશમથી, માર્ગાનુસારી બુદ્ધિવાળાને સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગને અનુસરનારી પ્રજ્ઞાવાળાને, વચન વગર પણ=સર્વજ્ઞથી કહેવાયેલા સ્વરૂપવાળા વચન વગર પણ, તેના અર્થની પ્રતિપતિ=વચનના અર્થનો બોધ, થાય છે, કયા કારણથી ? એથી કહે છે=કયા કારણથી સર્વાના વચન વગર અર્થનો બોધ થાય છે ? એમાં હેતુ કહે છે – ક્વચિત પ્રજ્ઞાપનીય વસ્તુના વિષયમાં તે પ્રકારે દર્શન છે= વચનાર્થની પ્રતિપતિનું દર્શન છે, કયા કારણથી આ છે ? એથી કહે છે=કયા કારણથી કોઈક પ્રજ્ઞાપનીય વસ્તુમાં વચન વગર પણ વચનના અર્થનો બોધ કોઈકને થાય છે? એમાં હેતુ કહે છે – સંવાદની સિદ્ધિ છે=જે આ તારા વડે કહેવાયું તે મારા વડે સ્વતઃ જ જ્ઞાત છે અથવા કરાયેલું છે એ પ્રકારે પ્રકૃત અર્થના અવ્યભિચારની સિદ્ધિ છે= થાર્થ વક્તાના પ્રકૃતિ અર્થના અવ્યભિચારની સિદ્ધિ છે, અને વ્યક્તિની અપેક્ષાથી એક એક સર્વદર્શીની અપેક્ષા રાખીને, આ રીતે વચનનું પૌરુષેયપણું હોતે છતે અનાદિ શુદ્ધવાદની આપત્તિ નથી=કોઈ એક અનાદિ શુદ્ધ સર્વદર્શી વક્તા પ્રાપ્ત નથી, કયા કારણથી ? એથી કહે છે=કોઈ સર્વજ્ઞતા અનાદિ શુદ્ધવાદની આપત્તિ કયા કારણથી નથી ? એમાં હેતુ કહે છે – સર્વ સર્વદર્શીતું તે પ્રકારે=પૂર્વમાં કહ્યું તે પ્રકારે=વચનપૂર્વક અથવા અર્થપૂર્વક બેમાંથી કોઈપણ પ્રકારે, તપૂર્વકપણું છેઃવચનપૂર્વકપણું છે, વળી, પ્રવાહથી=પરંપરાની અપેક્ષાએ, અનાદિ શુદ્ધ ઈચ્છાય છે જ; કેમ કે પ્રવાહનું અનાદિપણું છે, એ રીતે=પ્રવાહથી અનાદિ શુદ્ધ છે વ્યક્તિથી અનાદિ શુદ્ધ નથી એ રીતે, મને પણ તત્વથી અપૌરુષેય વચન જે તારા વડે પ્રસંગ અપાયો એ તથી=પૂર્વપક્ષી દ્વારા સ્યાદ્વાદીને અપૌરુષેય વચનનો જે પ્રસંગ અપાયો તે તત્વથી અર્થાત્ સર્વથા, અપૌરુષેય વચન સ્વીકારવાનો પ્રસંગ મને અર્થાત્ સ્યાદ્વાદીને પણ નથી, આ=સ્યાદ્વાદીને અપૌરુષેય વચન સ્વીકારવાનો પ્રસંગ નથી એ, અન્યત્ર=સર્વજ્ઞસિદ્ધિ આદિ ગ્રંથોમાં, પ્રપંચિત છે, એથી અહીં પ્રયાસ=પ્રયત્ન નથી. [૧]
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૫
પુષ્પરવરદી સૂત્રા ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે વચનપૂર્વક અરિહંતો થાય છે અને અનાદિથી અરિહંતોની પ્રાપ્તિ હોવા છતાં અપૌરુષેય વચન નથી, ત્યાં પૂર્વપક્ષી કહે છે કે તમે આ રીતે પૌરુષેયપણું સ્થાપન કર્યું એ રીતે અતીન્દ્રિય પદાર્થોના વક્તા હંમેશાં સર્વજ્ઞ જ છે, અન્ય નહિ તેમ માનવું પડે અને તેમ ન સ્વીકારો તો અસર્વજ્ઞથી કહેવાયેલાં તે વચનોમાં અપ્રામાણ્યની પ્રાપ્તિ થાય, માટે અતીન્દ્રિય પદાર્થોને કહેનારા સર્વજ્ઞ સિવાય અન્ય કોઈ નથી તેમ સ્વીકારવું પડે અને તે સર્વજ્ઞ અનાદિથી થાય છે, તેથી ચિરકાળ પૂર્વે કોઈક સર્વજ્ઞ અવચનપૂર્વક છે તેમ સ્વીકારવું પડે અને તેમ ન સ્વીકારો તો તે અનાદિના સર્વ સર્વજ્ઞો પ્રત્યે કારણ બને તેવું અપૌરુષેય વચન તમારે માનવું પડે, જે વચનથી અનાદિથી સર્વ સર્વજ્ઞો થયા છે અને અવચનપૂર્વક સર્વજ્ઞ તમે સ્વીકારતા નથી તે સંગત નથી, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
વિતર્ક કર, બીજાંકુર ન્યાયથી સર્વજ્ઞ અને અતીન્દ્રિય પદાર્થને કહેનારું વચન છે એમ પૂર્વમાં કહ્યું એનાથી જ અવચનપૂર્વક કોઈક સર્વજ્ઞ છે તેનું નિરાકરણ થયેલું છે, તેને તું યત્નથી પરિભાવન કર.
આ રીતે અવચનપૂર્વક કોઈ સર્વજ્ઞ નથી એમ સ્થાપન કર્યા પછી સ્યાદ્વાદી સર્વત્ર અનેકાંત સ્વીકારે છે, તેથી કથંચિત્ અવચનપૂર્વક પણ કોઈક સર્વજ્ઞ થઈ શકે છે અને તેમ સ્વીકારવા છતાં અનાદિ શુદ્ધવાદની આપત્તિ નથી તે બતાવતાં કહે છે – મોક્ષમાર્ગને બતાવનાર સર્વજ્ઞનું વચન અર્થરૂપ, જ્ઞાનરૂપ અને શબ્દરૂપ છે. જેમ યોગ્ય જીવમાં સામાયિકનો પરિણામ આદિ પ્રગટ થાય છે તે ભગવાનના વચનનો અર્થ છે, વળી, કોઈકને ભગવાનનાં વચનો સાંભળીને તે વચનનો યથાર્થ બોધ થાય છે તે બોધ સ્વરૂપ અધિકૃત વચન છે અને ભગવાને દ્વાદશાંગીરૂપ જે વચનાત્મક કહ્યું છે તે શબ્દરૂપ વચન છે. તેથી એ ફલિત થાય કે વચન, વચનથી વાચ્ય બોધ અને તે બોધને અનુરૂપ સામાયિક આદિની પરિણતિ એ ત્રણેનું વચન શબ્દથી ગ્રહણ છે અને કોઈક જીવને ભગવાનના શબ્દરૂપ વચનની અપ્રાપ્તિ હોય અને તે વચનથી વાચ્ય જે સામાયિક આદિ પરિણતિરૂપ અર્થ પ્રાપ્ત હોય તો પણ તે પુરુષ સર્વજ્ઞ થઈ શકે છે, તેથી શબ્દરૂપ વચનની અપેક્ષાએ અવચનપૂર્વક પણ કોઈક સર્વજ્ઞ થઈ શકે છે, તોપણ અનાદિ શુદ્ધવાદની પ્રાપ્તિરૂપ દોષ નથી; કેમ કે તેઓ પણ વચનના અર્થને પ્રાપ્ત કરીને જ સર્વજ્ઞ થયા છે. જેમ મરુદેવી આદિને અનંતકાળમાં ક્યારેય પણ સર્વજ્ઞનાં વચનો શબ્દથી પ્રાપ્ત થયાં નથી તોપણ ભગવાને શબ્દો દ્વારા જે અર્થોને કહ્યા છે તે અર્થોની પ્રાપ્તિ મરુદેવી આદિને પણ થયેલ, તેનાથી જ તેઓ સર્વજ્ઞ બન્યાં, તેથી કેટલાક શબ્દવચનની અપેક્ષાએ વચનપૂર્વક છે અને મરુદેવી જેવા કેટલાક શબ્દવચનની અપેક્ષાએ અવચનપૂર્વક પણ સર્વજ્ઞ થાય છે, તેથી વચનપૂર્વક સર્વશની પ્રાપ્તિ છે, અવચનપૂર્વક પણ સર્વશની પ્રાપ્તિ છે, એ પ્રકારનો અનેકાંત છે, પરંતુ કોઈ વ્યક્તિ અનાદિ શુદ્ધ સર્વજ્ઞ નથી.
વળી, શાસ્ત્રમાં કહેલ વચનપૂર્વક અરિહંતો થાય છે એ કથનમાં પણ વિરોધ નથી; કેમ કે વચનના અર્થના બોધથી મરુદેવી આદિ સર્વજ્ઞ થયા છે, તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી તેઓ પણ વચનપૂર્વક જ છે; કેમ કે નિશ્ચયનય સર્વજ્ઞના વચનનું કાર્ય સામાયિક પરિણતિ આદિ જેઓમાં છે તેઓમાં પણ વચનપૂર્વકપણું છે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૬
લલિતવિસ્તરા ભાગ-૩
તેમ સ્વીકારે છે, આથી જ જિનકલ્પી મુનિ સાક્ષાદ્ ગુરુનિશ્રામાં નથી તોપણ જિનકલ્પીમાં ગુરુનિશ્રાનું કાર્ય અસંગ પરિણતિ છે, તેથી તેઓને ગુરુનિશ્રામાં નિશ્ચયનય સ્વીકારે છે તેમ મરુદેવી આદિને ભગવાનના વચનના કાર્યરૂપ અર્થની પ્રાપ્તિ છે, તેથી મરુદેવી આદિ પણ વચનપૂર્વક થયાં છે તેમ સ્વીકારે છે, માટે બધા સર્વજ્ઞ વચનપૂર્વક થાય છે એમ સ્વીકારવામાં વિરોધ નથી.
વળી, સાક્ષાર્દૂ વચન વગર અર્થનો બોધ થઈ શકે છે તેને સ્પષ્ટ કરતાં કહે છે – જે જીવોને વિશિષ્ટ દર્શનમોહનીય આદિ વિષયક ક્ષયોપશમ વર્તે છે તેવા માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવોને સર્વજ્ઞના વચન વગર પણ અર્થનો બોધ થઈ શકે છે. કેમ થઈ શકે ? તે યુક્તિથી બતાવતાં કહે છે – જેઓને કેટલાક પ્રજ્ઞાપનીય પદાર્થોમાં તે પદાર્થને કહેનારાં વચનો સાક્ષાત્ પ્રાપ્ત થયાં નથી તોપણ માર્ગાનુસારી બુદ્ધિને કારણે તેઓને સર્વજ્ઞએ કહેલા અર્થનો બોધ થાય છે, એ પ્રકારનું દર્શન છે, સર્વજ્ઞના વચન વગર તેઓને તે પ્રકા૨નો અર્થ કેવી રીતે સ્વતઃ યથાર્થ ભાસે છે ? તે બતાવવા યુક્તિ આપે છે સંવાદની સિદ્ધિ છે=સાક્ષાત્ કોઈ પદાર્થ કોઈને કહેલ ન હોય તોપણ તે અર્થનો સ્વતઃ સ્વપ્રજ્ઞાથી નિર્ણય કરીને તે પ્રકારે પ્રવૃત્તિ કરનારા પ્રાપ્ત થાય છે, જે અતીન્દ્રિય પદાર્થને કહેનારા અર્થ સાથે વ્યભિચાર વગરના છે તેમ દેખાય છે, આથી જ માર્ગાનુસારી બુદ્ધિવાળા પતંજલિ ઋષિ કોઈક અંશથી કોઈક સ્થાનોમાં મોક્ષમાર્ગનું યથાર્થ પ્રકાશન કરે છે તે તેઓના માર્ગાનુસારી ક્ષયોપશમને કારણે પ્રાપ્ત થયેલા યથાર્થ અર્થને કા૨ણે છે, તે રીતે મરુદેવી આદિ કોઈક જીવને પ્રકૃષ્ટ માર્ગાનુસારી ક્ષયોપશમથી પૂર્ણ યોગમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, આ રીતે વચન પૌરુષેય છે તેમ સ્થાપન કર્યું, તેથી વ્યક્તિની અપેક્ષાએ અનાદિ શુદ્ધવાદની પ્રાપ્તિ નથી; કેમ કે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે સર્વ જ સર્વજ્ઞ વચનપૂર્વક થાય છે, વળી, પ્રવાહથી અનાદિ શુદ્ધવાદ સ્યાદ્વાદી પણ સ્વીકારે છે, તેથી કથંચિદ્ અનાદિ શુદ્ધવાદ છે અને કથંચિદ્ અનાદિ શુદ્ધવાદ નથી અર્થાત્ પ્રવાહની અપેક્ષાએ અનાદિ શુદ્ધવાદ છે, વ્યક્તિની અપેક્ષાએ અનાદિ શુદ્ધવાદ નથી એમ અનેકાંત છે. આનાથી શું ફલિત થયું ? તે સ્પષ્ટ કરે છે
પૂર્વપક્ષીએ કહેલું કે સ્યાદ્વાદીએ પણ અપૌરુષેય વચન માનવું પડશે, એ દોષ તત્ત્વથી સ્યાદ્વાદીને નથી; કેમ કે સ્યાદ્વાદી અતીન્દ્રિય પદાર્થોને કહેનારા સર્વજ્ઞને જ સ્વીકારે છે અને વચન પુરુષના પ્રયત્નજન્ય સ્વીકારે છે, તેથી પૂર્વપક્ષી જે પ્રકારે અપૌરુષેય વચન સ્વીકારે છે તેવું અપૌરુષેય વચન સ્વીકારવાની આપત્તિ સ્યાદ્વાદીને નથી, અને આ કથનનો વિસ્તાર ગ્રંથકારશ્રીએ સર્વજ્ઞસિદ્ધિ આદિ ગ્રંથોમાં કરેલો છે, તેથી અહીં પ્રયત્ન કરતા નથી એમ કહીને જિજ્ઞાસુને ત્યાંથી જાણવાનું સૂચન કરેલ છે. IIII
—
અવતરણિકા ઃ
तदेवं श्रुतधर्म्मादिकराणां स्तुतिमभिधायाधुना श्रुतधर्म्मस्याभिधित्सुराह-'तमतिमिर' इत्यादि અવતરણિકાર્થ :
આ રીતે=પ્રથમ ગાથામાં કહ્યું એ રીતે, શ્રુતધર્મના આદિકર એવા તીર્થંકરોની સ્તુતિને કહીને હવે શ્રુતધર્મની સ્તુતિને કહેવાની ઇચ્છાવાળા કહે છે
‘તમતિમિર’ હત્યાતિ -
-
=
-
Page #178
--------------------------------------------------------------------------
________________
૧પ૭
પુષ્પવરદી સૂગ. સૂત્ર :
तमतिमिरपडलविद्धंसणस्स, सुरगणनरिंदमहियस्स ।
सीमाधरस्स वंदे, पप्फोडियमोहजालस्स ।।२।। સૂત્રાર્થ :
અજ્ઞાનરૂપ અંધકારના પડદાને નાશ કરનાર, દેવેંના સમૂહથી અને રાજથી પૂજાયેલા તોડી નખાઈ છે મોહજાળ જેમના વર્ડ એવા સીમાધારને હું વંદન કરું છું. |રા લલિતવિના :
अस्य व्याख्या - तमः अज्ञानं, तदेव तिमिरं, तमस्तिमिरम्, अथवा तमःबद्धस्पृष्टनिधत्तं ज्ञानावरणीयं, निकाचितं तिमिरम्, तस्य पटलं-वृन्दं, तमस्तिमिरपटलम्, तद् विध्वंसयति-विनाशयतीति तमस्तिमिरपटलविध्वंसनः, तस्य, तथा चाज्ञाननिरासेनेवास्य प्रवृत्तिः, तथा, सुरगणनरेन्द्रमहितस्य; तथा ह्यागममहिमां कुर्वन्त्येव सुरादयः, तथा, सीमां-मर्यादां धारयतीति सीमाधरः, तस्येति कर्मणि षष्ठी, तं वन्दे तस्य वा यन्माहात्म्यं तद् वन्दे, अथवा तस्य वन्दे इति तद्वन्दनां करोमिः तथा ह्यागमवन्त एव मर्यादां धारयन्ति, किंभूतस्य? प्रकर्षेण स्फोटितं, मोहजालं-मिथ्यात्वादि, येन स तथोच्यते, तस्य तथा चास्मिन् सति विवेकिनो मोहजालं विलयमुपयात्येव ।।२।। લલિતવિસ્તરાર્થ:
આની વ્યાખ્યા=પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા, તમ=આજ્ઞાન, તે જ તિમિર=અંધકાર, તમતિમિર અથવા તમ=બદ્ધસ્પષ્ટ અને નિઘત જ્ઞાનાવરણીય, નિકાચિત જ્ઞાનાવરણીય તિમિર તેના પડદાને= સમૂહને, તમતિમિરપડલને તે વિધ્વંસ કરે છે=વિનાશ કરે છે, એ તમતિમિરપડલનો વિધ્વસ કરનાર તેને હું વંદન કરું છું એમ અન્વય છે અને તે રીતે શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ અંધકારના પડદાનો ભેદ કરે છે તે રીતે, અજ્ઞાનના નિરાસથી જ આની=મૃતની, પ્રવૃત્તિ છે અને સુરગણ અને નરેન્દ્રથી પૂજાયેલા એવા શ્રતને હું વંદન કરું છું એમ અન્વય છે, શિ=જે કારણથી, તે પ્રકારે આગમના મહિમાને સુરાદિ કરે છે જ અને સીમાને-મર્યાદાને, ધારણ કરે છે એ સીમાધર, તેને= સીમાના ધરનાર એવા શ્રુતને, હું વંદન કરું છું એમ અન્વય છે, કર્મમાં ષષ્ઠીસિ છે, તેથી તે શ્રુતને હું વંદન કરું છું એમ અન્વય છે અથવા તેનું જે માહાભ્ય તેને હું વંદન કરું છું અથવા તેને વંદન કરું છું=ની વંદનાને હું કરું છું, કિજે કારણથી, તે પ્રકારે આગમવાળા પુરુષો જ મર્યાદાને ધારણ કરે છે, તેથી આગમધર અને શ્રુતનો અભેદ કરીને શ્રતને જ મર્યાદા ધારણ કરનાર કહેલ છે, કેવા પ્રકારના શ્રતને હું વંદન કરું છું? તેથી કહે છે – પ્રકર્ષથી તોડી નંખાઈ છે મિથ્યાત્વાદિ મોહની જાળ જેના વડે તે તેવું કહેવાય છે=પ્રસ્ફોટિત મોહજાળવાનું કહેવાય છે,
Page #179
--------------------------------------------------------------------------
________________
૧પ૮
લલિતવિક્તા ભાગ-૩
તેને હું વંદન કરું છું અને તે પ્રકારે આ હોતે છતે શ્રુતજ્ઞાન હોતે છતે, વિવેકીની મોહજાળ વિલય પામે છે જ. III ભાવાર્થ :
શ્રુતજ્ઞાન તીર્થકરોના કેવલજ્ઞાનથી વચનરૂપે ઉદ્ભવ પામેલું છે અને જે જીવોને જે તાત્પર્યથી ભગવાને જે વચનો કહ્યાં છે તે વચનોથી તે તાત્પર્યનો યથાર્થ બોધ થાય છે તે બોધ શ્રુતજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છેઃ જીવની નિર્મળ મતિ ભગવાનના વચનથી પરિસ્કૃત થઈને શ્રતરૂપે પરિણમન પામે છે, તે શ્રુતજ્ઞાનનો જીવમાં વર્તતો ઉપયોગ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર છે અથવા અજ્ઞાન આપાદક બદ્ધસ્પષ્ટ અને નિધત્ત જ્ઞાનાવરણીયકર્મ છે અને નિકાચિત એવું જ્ઞાનાવરણીયકર્મ છે, તે જ્ઞાનાવરણીયકર્મને શ્રુતજ્ઞાનનો ઉપયોગ વિનાશ કરનાર છે, તેથી જેઓમાં જે પ્રકારના મહાપરાક્રમથી શ્રુતજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે તે પ્રકારે જ્ઞાનાવરણીયકર્મનો નાશ થાય છે અને ક્ષપકશ્રેણીમાં સ્કુરાયમાન થતો મૃતનો ઉપયોગ નિકાચિત કર્મના પડદાને પણ ધ્વંસ કરે છે તેવા અદ્ભુત માહાસ્યવાળું શ્રુતજ્ઞાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રુતજ્ઞાન અજ્ઞાનના નિરાસથી આત્માના યથાર્થ બોધને પ્રગટ કરે છે.
વળી, આ શ્રુતજ્ઞાન સર્વ પ્રકારના હિતનું કારણ હોવાથી તેના પ્રત્યે જેઓને ભક્તિ થઈ છે તેવા બુદ્ધિમાન દેવોના સમૂહ અને બુદ્ધિમાન એવા રાજાઓ શ્રુતના મહિમાને કરે છે, તેથી શ્રુતજ્ઞાન બુદ્ધિમાન એવા દેવો અને મનુષ્યોથી પૂજાયેલું છે તેવા ઉત્તમ ગુણવાળું છે.
વળી, શ્રતને ધારણ કરનારા મહાત્માઓ હંમેશાં મર્યાદામાં વર્તનારા છે, તે શ્રુતજ્ઞાનના કારણે ત્રણ ગુપ્તિઓ દ્વારા કર્મોના ઉપદ્રવોથી આત્માનું રક્ષણ કરે છે તેવી મર્યાદા તે મહાત્મામાં શ્રુતજ્ઞાનથી પ્રગટે છે; કેમ કે શ્રુતના વિવેકની પ્રાપ્તિ પૂર્વે તે મહાત્માઓ પણ મર્યાદામાં ન હતા, આથી જ અગુપ્તિથી કર્મોને બાંધીને સંસારની વિડંબનાને પામતા હતા અને શ્રતની પ્રાપ્તિથી તેઓમાં તે પ્રકારની મર્યાદા પ્રગટ થઈ, તેથી આત્મામાં મર્યાદાને ધારણ કરાવનાર શ્રુતજ્ઞાન છે.
વળી, આ શ્રુતજ્ઞાન આત્મામાં મિથ્યાત્વ, સોળ કષાયો અને નવ નોકષાયોનાં જે જાળાં છે તેને પ્રકર્ષથી તોડનાર છે, આથી જ જે મહાત્માઓ આત્માને શ્રુતવચનોથી જેમ જેમ ભાવિત કરે છે તેમ તેમ તેઓમાં વર્તતા કષાય, નોકષાય ક્ષણ-ક્ષીણતર થાય છે.
વળી, આદ્ય ભૂમિકાવાળા યોગ્ય જીવમાં જે મિથ્યાત્વરૂપ વિપર્યાસ વર્તતો હતો તે પણ શ્રુતજ્ઞાનથી નાશ પામે છે, જેમ નયસારના ભવમાં વિર ભગવાનને મહાત્માથી માર્ગનો બોધ થયો, તેનાથી મિથ્યાત્વના જાળાનો વિનાશ થયો, વળી, જે મહાત્મા જેમ જેમ અધિક શ્રુતથી વાસિત થાય છે તેમ તેમ સર્વ કષાયનોકષાયનો ક્ષય કરીને શ્રુતના બળથી જ તે મહાત્મા વિતરાગ થાય છે અને અજ્ઞાનનો નાશ કરીને સર્વજ્ઞ થાય છે.
આવા ઉત્તમ શ્રતને હું વંદન કરું છું, એ પ્રકારે શ્રુત પ્રત્યે ભક્તિથી બોલીને વંદન કરનાર મહાત્મા ભક્તિના પ્રકર્ષને અનુરૂપ શ્રુતજ્ઞાનાવરણનો નાશ કરે છે. શા
Page #180
--------------------------------------------------------------------------
________________
પુખ્ખરવરદી સૂત્ર
अवतरशिर्डी :
इत्यं श्रुतमभिवन्द्याधुना तस्यैव गुणोपदर्शनद्वारेणाप्रमादगोचरतां प्रतिपादयन्नाह - 'जाईजरामरण' इत्यादिअवतरशिद्धार्थ :
આ રીતે=ગાથા-૨માં કહ્યું એ રીતે, શ્રુતને વંદન કરીને હવે તેના જ=શ્રુતના જ, ગુણના ઉપદર્શન દ્વારા=સમ્યક્ પરિણમન પામેલા શ્રુતના ફલને બતાવવા દ્વારા, અપ્રમાદ ગોચરતાને=શ્રુત અપ્રમાદનો વિષય છે તેને, બતાવતાં કહે છે
सूभ :
સૂત્રાર્થ
:
१५७
जाईजरामरणसोगपणासणस्स, कल्लाणपुक्खलविसालसुहावहस्स ।
को देवदाणवनरिंदगणच्चियस्स, धम्मस्स सारमुवलब्भ करे पमायं । । ३॥
Yब्भ-Yरा-मरा-शोधनो नाश ४२नार, ४८याला पुष्ठ विशाण सुजने सावनार हेवદાનવ-નરેન્દ્ગગણથી અર્ચિત એવા શ્રુતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? અર્થાત્ विवेडी प्रभाह डरे नहि ॥३॥
ललितविस्तरा :
अस्य व्याख्या - जातिः = उत्पत्तिः, जरा = वयोहानिलक्षणा, मरणं प्राणनाशः, शोकः = मानसो दुःखविशेषः, जातिश्च जरा च मरणं च शोकश्चेति द्वन्द्वः, जातिजरामरणशोकान् प्रणाशयति = अपनयति जातिजरामरणशोकप्रणाशनः, तस्य, तथा च श्रुतधम्र्मोक्तानुष्ठानाज्जात्यादयः प्रणश्यन्त्येव; अनेन चास्यानर्थप्रतिघातित्वमाह, कल्यम् = आरोग्यं, कल्यमणतीति कल्याणं, कल्यं शब्दयतीत्यर्थः, पुष्कलं= संपूर्णम्, न च तदल्पं, किन्तु विशालं विस्तीर्णं, सुखं प्रतीतं, कल्याणं पुष्कलं विशालं सुखम् आवहति=प्रापयति, कल्याणपुष्कलविशालसुखावहः, तस्य, तथा च श्रुतधर्म्मोक्तानुष्ठानादुक्तलक्षणमपवर्गसुखमवाप्यत एव, अनेन चास्य विशिष्टार्थप्रसाधकत्वमाह, कः प्राणी, देवदानवनरेन्द्रगणार्चितस्य श्रुतधर्म्मस्य, सारं = सामर्थ्यम्, उपलभ्य = दृष्ट्वा विज्ञाय कुर्यात् प्रमादं सेवेत ? संचेतसश्चारित्रधम्र्मे प्रमादः कर्त्तुं न युक्त इति हृदयम् ।
ललितविस्तरार्थ :
खानी व्याण्या = गाथानी व्याण्या, भति = उत्पत्ति = नवा भवनो ४न्म, ४रा=वयनी हानि स्वाइप ४रा, भररा=प्राणनाश, शोङ = मानसहुःणविशेष = प्रतिडून संयोगवन्य मानसहुःणविशेष, भति, भरा, भरा जने शोड से प्रभारी द्वंद्व समास छे, भति-भरा-भरा - शोडने नाश डरनार
Page #181
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
છે=અપનયન કરનાર છે એ જાતિજરામરણશોક પ્રણાશન છે, તેના સારને પામીને કોણ પ્રમાદને કરે એમ અન્વય છે, અને તે રીતે=જાતિ આદિનો વિનાશક શ્રુતધર્મ છે તેમ કહ્યું તે રીતે, શ્રુતધર્મથી કહેવાયેલા અનુષ્ઠાનથી જાતિ આદિ નાશ પામે છે જ, અને આના દ્વારા=જાતિ આદિનો નાશ કરનાર એ પ્રકારના વિશેષણ દ્વારા, આનું=શ્રુતધર્મનું, અનર્થ પ્રતિઘાતપણું કહે છે, કલ્ય=આરોગ્ય=ભાવ આરોગ્ય, ભાવઆરોગ્યરૂપ કલ્ચને બોલાવે છે એ કલ્યાણ છે અર્થાત્ કલ્ચને બોલાવે છે એ પ્રકારનો અર્થ છે, પુલ=સંપૂર્ણ, અને તે અલ્પ નહિ, પરંતુ વિશાળ=વિસ્તીર્ણ, એવું પ્રતીત સુખ છે, કલ્યાણને, પુષ્કળ અને વિશાળ એવા સુખને લાવે છે=પ્રાપ્ત કરાવે છે, એ કલ્યાણ પુષ્કળ વિશાળ સુખાવહ છે, તેના સારને પામીને કોણ પ્રમાદ કરે એમ અન્વય છે, અને તે રીતે=કલ્યાણને અને પુષ્કળ વિશાળ સુખને લાવનાર છે એમ કહ્યું તે રીતે, શ્રુતધર્મથી કહેવાયેલા અનુષ્ઠાનથી ઉક્ત લક્ષણવાળું=ભાવ આરોગ્ય અને વિશાળ સુખવાળું, મોક્ષસુખ પ્રાપ્ત કરાય છે જ અને આના વડે=કલ્યાણ પુષ્કળ વિશાલસુખાવહ એ વિશેષણ વડે, આનું= શ્રુતધર્મથી કહેવાયેલા અનુષ્ઠાનનું, વિશિષ્ટ અર્થ પ્રસાધપણું કહે છે, દેવ-દાનવ-નરેન્દ્રના ગણથી અર્ચિત શ્રુતધર્મના સારને=સામર્થ્યને, પામીને=જોઈને જાણીને, ક્યો પ્રાણી પ્રમાદ કરે ? સચેતન જીવને ચારિત્રધર્મમાં પ્રમાદ કરવો યુક્ત નથી એ પ્રકારનું તાત્પર્ય છે.
૧૬૦
ભાવાર્થ:
વળી, ભગવાને કહેલું શ્રુતજ્ઞાન જે મહાત્માને સમ્યક્ પરિણમન પામે છે તે મહાત્મા શ્રુતધર્મથી બતાવાયેલા કષાયનાશને અનુકૂળ અનુષ્ઠાનના સામર્થ્યને પામીને પ્રમાદ કરે નહિ, કેમ પ્રમાદ કરે નહિ તે બતાવવા માટે તે શ્રુતધર્મના અનુષ્ઠાનનું કેવું શ્રેષ્ઠ ફળ છે ? તે બતાવે છે
સંસારવર્તી જીવો જન્મ-જરા-મરણ-શોકને પ્રસંગે પ્રસંગે પ્રાપ્ત કરે છે અને જ્યારે ક્લિષ્ટકર્મો પ્રકર્ષવાળાં હોય છે ત્યારે નરકાદિ ભવોમાં સતત શોકથી આકુળ રહે છે, તે જીવ માટે એક પ્રકારની કદર્થના જ છે. તે કદર્થનાને નાશ કરનાર શ્રુતધર્મથી કહેવાયેલું અનુષ્ઠાન છે.
વળી, શ્રુતધર્મથી કહેવાયેલું ધર્મ અનુષ્ઠાન માત્ર બાહ્ય ક્રિયાત્મક નથી, પરંતુ મોહનો નાશ થાય એ પ્રકારે અંતરંગ મહાવીર્યના અંગરૂપ તે તે જીવની યોગ્યતા અનુસાર આચરણારૂપ છે. જેઓ શ્રુતધર્મથી નિયંત્રિત થઈને સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન સેવે છે તેઓના રાગાદિ રોગો સતત ક્ષીણ થાય છે, તેથી ભાવ આરોગ્ય પ્રાપ્ત થાય છે, તેથી શ્રુતથી બતાવાયેલું ધર્મ અનુષ્ઠાન ભાવ આરોગ્યને સતત બોલાવે છે અર્થાત્ પ્રગટ કરે છે અને પુષ્કળ=સંપૂર્ણ, વિશાળ સુખને આપે છે અર્થાત્ દુઃખના સ્પર્શ વગરનું સંપૂર્ણ અને શાશ્વત કાળ ૨હે તેવું વિશાળ મોક્ષસુખ આપે છે. તેથી તેવા શ્રુતધર્મના સારને જાણીને જ દેવો, દાનવો અને રાજાઓનો સમૂહ શ્રુતધર્મની પૂજા કરે છે. આવા પ્રકારના ઉત્તમ શ્રુતધર્મના સામર્થ્યને જાણીને કયો બુદ્ધિમાન પુરુષ તેના વચનના સેવનમાં પ્રમાદ કરે ? અર્થાત્ સચેતન પુરુષ પ્રમાદ કરે નહિ.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૧
પુકારવરદી સૂત્ર લલિતવિસ્તરા :
आह, 'सुरगणनरेन्द्रमहितस्ये त्युक्तं, पुनर्देवदानवनरेन्द्रगणार्चितस्येति किमर्थम्?' उच्यते -प्रस्तुतभावान्वयफलतत्रिगमनत्वाददोषः, तस्यैवंगुणस्य धर्मस्य सारं सामर्थ्यमुपलभ्य कः सकर्णः प्रमादी ભવ્યારિરથ તિરૂા. લલિતવિસ્તરાર્થ
ગઇથી શંકા કરે છે – સુરગણથી અને નરેન્દ્રથી મહિત એ પ્રમાણે મૃતધર્મનું વિશેષણ પૂર્વની ગાથામાં બતાવ્યું. ફરી દેવ-દાનવ-નરેન્દ્રગણથી અચિત એ પ્રકારે મૃતનું વિશેષણ ક્યા કારણે બતાવ્યું છે ? તેનો ઉત્તર આપે છે –
પ્રસ્તુત ભાવના અન્વયરૂપ ફલ તેનું નિગમનપણું હોવાથી અદોષ છેઃપુનરુક્તિ દોષ નથી, તે આવા ગુણવાળા ધર્મના સારને સામર્થ્યને, પામીને કયો બુદ્ધિમાન પુરુષ ચાત્રિધર્મમાં પ્રમાદી થાય ? Il3II પંજિકા :
'प्रस्तुतभावान्वयफलतनिगमनत्वादिति, प्रस्तुतभावस्य सुरगणनरेन्द्रमहितः श्रुतधर्मो भगवानित्येवंलक्षणस्य, अन्वयः अनुवृत्तिः, स एव फलं-साध्यं यस्य तत्तथा, तस्य प्राग्वचनस्य, निगमनं समर्थनं पश्चात् कर्मधारयसमासे भावप्रत्यये च प्रस्तुतभावान्वयफलतत्रिगमनत्वं देवदानवनरेन्द्रगणार्चितस्येति यत् तस्माલિતિ ારા પંજિકાર્થ:
"પ્રામાવાન્યા તિિત પ્રસ્તુરબાવાનવનાિનિત્વરિ લલિતવિસ્તરાનું પ્રતીક છે. પ્રસ્તુત ભાવનો સુરગણ નરેન્દ્રથી મહિત કૃતધર્મ ભગવાન આવા લક્ષણવાળો છે એ રૂપ પ્રસ્તુત ભાવતો, અત્યઅનુવૃત્તિ, તે જ ફલ=સાધ્ય છે જેને તે તેવું છે=પ્રસ્તુત ભાવના અવયના ફલવાળું છે, તેનું પૂર્વના વચનનું, તિગમત છે=સમર્થન છે, પછી કર્મધારય સમાસ અને ભાવપ્રત્યય હોતે છતે દેવ-દાનવ-નરેગણથી અચિંતનું પ્રસ્તુત ભાવ અત્થલ તદ્ નિગમતપણું એ પ્રમાણે જે છે તે કારણથી અદોષ છે. મા ભાવાર્થ -
સામાન્યથી જોનારને પ્રશ્ન થાય કે ગાથા-૨માં શ્રતધર્મ સુરગણથી અને નરેન્દ્રથી પૂજાયેલ છે તેમ કહ્યું, વળી, પ્રસ્તુત ગાથામાં ફરી દેવ-દાનવ-નરેન્દ્રગણથી અર્ચિત શ્રતધર્મ છે તેમ કેમ કહ્યું? તેથી કહે છે –
સુરગણ - નરેન્દ્રથી પૂજાયેલો શ્રતધર્મ ગાથા-રમાં બતાવ્યું તેવા સ્વરૂપવાળો છે, તેથી તે મૃતધર્મ અજ્ઞાન અને મોહનો નાશ કરનાર છે અને જીવને મર્યાદામાં રાખનાર છે, માટે દેવતાઓ તેને પૂજે છે અને તેનું ફળ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૨
લલિતવિસ્તાર ભાગ-૩ જન્મ-જરા-મરણ-શોકનો નાશ છે અને શાશ્વત એવા મોક્ષસુખની પ્રાપ્તિ છે. તેને સામે રાખીને પણ દેવતાઓ વગેરે શ્રતધર્મની અર્ચના કરે છે તે બતાવવા માટે ફલના નિગમન વાક્યમાં પણ ફરી દેવાદિથી પૂજાયેલ શ્રતધર્મ છે તેમ બતાવેલ છે, તેથી જે કૃતધર્મ અંતરંગ અજ્ઞાન અને મોહનો નાશ કરનાર હોય અને જે શ્રતધર્મથી બતાવાયેલ અનુષ્ઠાન સંસારની વિડંબનાનો નાશ કરનાર હોય અને પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરાવનાર હોય તેના સામર્થ્યને જોઈને કયો બુદ્ધિમાન પ્રમાદ કરે અર્થાતુ આવા કૃતધર્મના સામર્થ્યને જોઈને જ દેવો-દાનવો અને રાજાનો સમૂહ તેની ભક્તિ કરે છે અને તે શ્રતધર્મથી બતાવાયેલ ધર્મ અનુષ્ઠાન સેવવાની શક્તિનો સંચય કરે છે, તેમ બુદ્ધિમાને પણ પોતાની શક્તિ અનુસાર શ્રતધર્મથી બતાવાયેલા અનુષ્ઠાનને સેવવામાં પ્રમાદ કરવો જોઈએ નહિ. III અવતરણિકા:તિવમત માદ– “સિદ્ધ મો! પયગો' રિ – અવતરણિકાર્ય :
જે કારણથી આ પ્રમાણે છે=ગાથા-૨ અને ગાથા-૩માં કહ્યું એવા ઉત્તમ ફલવાળો શ્રતધર્મ છે એ આ પ્રમાણે છે, આથી કહે છે – “સિદ્ધ મો. પયગો' ફારિ – સૂત્ર -
सिद्धे भो! पयओ नमो जिणमए नन्दी सया संजमे, देवनागसुवण्णकिण्णरगणस्सब्भूअभावच्चिए । लोगो जत्थ पइढिओ जगमिणं तेलो(प्र. लु)क्कमच्चासुरं,
धम्मो वड्डउ सासओ विजयओ धम्मुत्तरं वड्डउ ।।४।। સૂત્રાર્થ -
તમે જુઓ, સિદ્ધ એવા જિનમતમાં પ્રયત્નવાળ હું છું, દેવ, નાગ, સુપર્ણ, કિલરના ગણથી સદ્ભાવ વર્ડ અચિત એવા સંયમમાં સદા સમૃદ્ધિ છે જેમાં અને જે જિનમતમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે (અને) મર્ય-અસુરવાળું ત્રિલધરૂપ આ જગત થપણાથી પ્રતિષ્ઠિત છે તે જિનમતને હું નમસ્કાર કરું છું, વિજયથી શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો, ચારિત્રધર્મની ઉત્તરમાં મૃતધર્મ વૃદ્ધિ પામો. Ifજા લલિતવિસ્તરા :
अस्य व्याख्या - सिद्ध-प्रतिष्ठिते प्रख्याते, तत्र सिद्धः फलाव्यभिचारेण, प्रतिष्ठितः सकलनयव्याप्तेः, प्रख्यातस्त्रिकोटीपरिशुद्धत्वेन, भो इत्येतदतिशयिनामामन्त्रणं पश्यन्तु भवन्तः, प्रयतोऽहं, यथाशक्त्येतावन्तं
Page #184
--------------------------------------------------------------------------
________________
પુખ્ખરવરદી સૂત્ર
993
कालं, प्रकर्षेण यतः, इत्थं परसाक्षिकं प्रयतो भूत्वा पुनर्नमस्करोति ! 'नमो जिनमते' सुपां सुपो भवन्तीति चतुर्थ्यर्थे सप्तमी, नमो जिनमताय, तथा चास्मिन् सति जिनमते नन्दिः =समृद्धिः, सदा= સર્વાનું, વ? સંથમેચારિત્રે, તથા ચો- ‘પઢમં નાળ તો વા' ત્યાવિ, મૂિતે સંયમે?देवनागसुपर्णकिन्नरगणैः सद्भूतभावेनार्चिते, तथा च संयमवन्तोऽर्च्यन्त एव देवादिभिः किंभूते નિનમતે? લોન લો=જ્ઞાનમેવ, સ યત્ર પ્રતિષ્ઠિતઃ, તથા નાવિવું જ્ઞેયતવા, કેવિન્મનુષ્યलोकमेव जगन्मन्यन्त इत्यत आह- 'त्रैलोक्यं मनुष्यासुरम्' आधाराधेयभावरूपमित्यर्थः । अयमित्थंभूतः श्रुतधम्म वर्धतां = वृद्धिमुपयातु, शाश्वतम् इति क्रियाविशेषणमेतत् शाश्वतं वर्द्धतामित्यप्रच्युत्येति भावना, विजयतो= अनर्थप्रवृत्तपरप्रवादिविजयेनेति हृदयम्, तथा धर्मोत्तरं = चारित्रधर्मोत्तरं वर्द्धताम् । લલિતવિસ્તરાર્થ :
આની વ્યાખ્યા તમે જુઓ, સિદ્ધ એવા જિનમતમાં=પ્રતિષ્ઠિત અથવા પ્રખ્યાત એવા જિનમતમાં, પ્રયત્નવાળો હું છું, ત્યાં=સિદ્ધે એ વિશેષણમાં, ફ્લુના અવ્યભિચારથી સિદ્ધ છે=પ્રતિષ્ઠિત છે; કેમ કે સકલનયની વ્યાપ્તિ છે=જિનમતમાં બધા નયોની વ્યાપ્તિ છે, તેથી પૂર્ણ યથાર્થ કથન હોવાને કારણે ફલની સાથે અવ્યભિચારથી પ્રતિષ્ઠિત છે, વળી, સિદ્ધનો અર્થ પ્રખ્યાત છે, તેથી કષ-છેદ-તાપરૂપ ત્રિકોટી પરિશુદ્ધપણાથી પ્રખ્યાત છે, જે એ પ્રકારનો આ શબ્દ અતિશયવાળાઓને આમંત્રણ છે.
આમંત્રણનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
તમે જુઓ પ્રયત્નવાળો હું છું=યથાશક્તિ આટલા કાળ સુધી પ્રકર્ષથી યત્નવાળો એવો હું છું, આ રીતે પરસાક્ષિક પ્રયત્નવાળો થઈને=તમે જુઓ પ્રયત્નવાળો હું છું એમ કહ્યું એ રીતે પરસાક્ષિક પ્રયત્નવાળો થઈને, વળી, નમસ્કાર કરે છે=સિદ્ધ એવા જિનમતને હું નમસ્કાર કરું છું, સુધાં સુખો મવૃત્તિ એ પ્રકારના વ્યાકરણના સૂત્રથી ચતુર્થી અર્થમાં સપ્તમી છે, તેથી જિનમતને નમસ્કાર કરું છું એ પ્રકારનો અર્થ છે અને તે પ્રકારે આ જિનમત હોતે છતે=પ્રતિષ્ઠિત અથવા પ્રખ્યાત છે એમ પૂર્વમાં કહ્યું તે પ્રકારે આ જિનમત હોતે છતે, નંદિ=સમૃદ્ધિ, સદા=સર્વકાળ છે, કયા=કયા સર્વકાળ સમૃદ્ધિ છે ? એથી કહે છે – સંયમમાં=ચારિત્રમાં સદા સમૃદ્ધિ છે.
=
કેમ જિનમત સિદ્ધ હોતે છતે ચારિત્રમાં સદા સમૃદ્ધિ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે
અને તે પ્રમાણે કહેવાયું છે=જે જીવમાં જિનમત શ્રુતજ્ઞાનરૂપે પ્રગટ થાય તેં જીવમાં સદા ચારિત્રની વૃદ્ધિ થાય છે તે પ્રકારે કહેવાયું છે, શું કહેવાયું છે ? તે સ્પષ્ટ કરે છે – પહેલું જ્ઞાન પછી દયા ઈત્યાદિ કહેવાયું છે. કેવા પ્રકારના સંયમમાં સદા વૃદ્ધિ થાય ? તેથી કહે છે દેવ-નાગસુપર્ણ-કિન્નરના ગણોથી સદ્ભૂતભાવ વડે અર્ચિત એવા સંયમમાં સદા સમૃદ્ધિ છે અને તે પ્રકારે=સદ્ભૂતભાવ થાય તે પ્રકારે, સંયમવાળાઓ દેવતા આદિ વડે અર્ચન કરાય છે જ=પૂજા
-
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૧૪
લલિતવિસ્તરા ભાગ-૩ કરાય છે જ, કેવા પ્રકારના જિનમતમાં સદા સંયમમાં નંદિ છે? એથી કહે છે – લોકન લોક છે અવલોકન લોક છે અર્થાત્ જ્ઞાન જ છે, તે લોક, જેમાં=જે જિનમતમાં, પ્રતિષ્ઠિત છે અને આ જગત ોયપણાથી પ્રતિષ્ઠિત છે, કેટલાક મનુષ્યલોકને જ જગત માને છે, એથી કહે છે=મનુષ્યલોકને જ જગત માનનારા મતના નિરાકરણ માટે કહે છે - દૈલોક્ય મનુષ્ય-અસુર આધારઆધેયરૂપ છે–ત્રણલોકરૂપ ક્ષેત્ર આધાર છે અને મનુષ્ય-અસુર આદિ આધેય છે, એવા ત્રણલોકરૂપ જગત જ્ઞેયપણાથી શ્રુતજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે એમ અન્વય છે, આ આવા પ્રકારનો શ્રતધર્મ=અત્યાર સુધી વર્ણન કર્યું એવા પ્રકારનો મૃતધર્મ, શાશ્વત વૃદ્ધિને પામો, શાશ્વત એ ક્રિયાવિશેષણ છે, વધો એ અપચ્યતિથી વધો એ પ્રકારે ભાવના છે.
કઈ રીતે શાશ્વત વધો ? એથી કહે છે – વિજયથી=અનર્થ પ્રવૃત્ત પરપ્રવાદીના વિજયથી, શાશ્વત વધો એમ અન્વય છે સન્માર્ગના નાશમાં તત્પર એવા પ્રવાદીઓના નિરાકરણથી ભગવાનનું શાસન શાશ્વત વધો, એ પ્રકારની ભાવના છે અને ધર્મ ઉત્તર ચારિત્રધર્મની ઉત્તર, વૃદ્ધિ પામો-મૃતધર્મ વૃદ્ધિ પામો. ભાવાર્થ :
જિનમત સિદ્ધ છે, તેમાં સિદ્ધ શબ્દના બે અર્થો છે – પ્રતિષ્ઠિત છે અને પ્રખ્યાત છે. કઈ રીતે જિનમત પ્રતિષ્ઠિત છે ? તે સ્પષ્ટ કરે છે – જિનમતમાં બતાવેલા વચનાનુસાર જેઓ પ્રવૃત્તિ કરે છે તેઓને નિયમો તે તે અનુષ્ઠાનથી અપેક્ષિત ફલ મળે છે, તેથી ફલની સાથે આવ્યભિચારરૂપે જિનમત પ્રતિષ્ઠિત છે.
અહીં પ્રશ્ન થાય કે જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરનારને તેનાથી અભિપ્રેત ઇષ્ટ ફલ કેમ અવશ્ય મળે છે? તેથી કહે છે –
ભગવાનના વચનમાં બધા નયોની વ્યાપ્તિ છે, તેથી જિનમત સર્વ નયની દૃષ્ટિથી પૂર્ણ ઉચિત પ્રવૃત્તિનો બોધ કરાવે છે, તેથી જિનમત સેવનારને પૂર્ણ સુખમય અવસ્થા જે અભિપ્રેત છે તેને અવશ્ય પ્રાપ્ત કરાવે, તે રીતે જિનમત પ્રતિષ્ઠિત છે, જેમ જિનમતમાં સમ્યગુ આચાર સર્વ કલ્યાણનું કારણ છે તેમ કહ્યા પછી નિગમાદિ સાતે નયોથી સમ્યગુ આચારનું નિરૂપણ પ્રાપ્ત થાય છે, તેમાં નિગમનયથી અત્યંત સામાન્યથી સમ્યમ્ આચારનું વર્ણન કરીને ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ નય સમ્યમ્ આચારનું સ્વરૂપ બતાવતાં બતાવતાં એવંભૂત નયમાં વિશ્રાંત થાય છે અને એવંભૂત નય યોગનિરોધરૂપ સમ્યગુ આચારને સેવવાનો સૂક્ષ્મબોધ કરાવે છે. તે બોધની પ્રાપ્તિથી તે જીવને અવશ્ય મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, આ રીતે જિનમતમાં સર્વ પદાર્થો સકલનયની વ્યાપ્તિથી બતાવાયા છે, તેના બળથી યોગ્ય જીવો અવશ્ય હિતની પ્રાપ્તિ કરી શકે છે.
વળી, કષ-છેદ-તાપરૂપ ત્રણ કોટિથી પરિશુદ્ધરૂપે જિનમત પ્રખ્યાત છે, તેથી વિધિ-નિષેધ દ્વારા અનુચિત પ્રવૃત્તિનું નિવર્તન થાય છે અને ઉચિત પ્રવૃત્તિમાં યત્ન થાય છે અને તેને અનુરૂપ સર્વ ઉચિત ક્રિયાઓ જિનમતમાં બતાવાઈ છે અને તે વિધિ-નિષેધ સાથે ઉચિત પ્રવૃત્તિ સંગત થાય તેવો અર્થવાદ બતાવ્યો છે અર્થાત્ પદાર્થોનું સ્વરૂપ બતાવાયું છે, તેથી પૂર્ણ શુદ્ધારૂપે જિનમત પ્રખ્યાત છે, તેવા જિનમતમાં હું
Page #186
--------------------------------------------------------------------------
________________
પુખ્ખરવરદી સૂત્ર
૧૫
યથાશક્તિ આટલો કાળ સુધી પ્રયત્નવાળો છું અર્થાત્ પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે પ્રથમ જિનમતના પિતાભૂત તીર્થંકરોની સ્તુતિ કરી, ત્યારપછી બે ગાથા દ્વારા તેવો જિનમત કેવા ઉત્તમ ગુણવાળો છે તેનું સ્મરણ કરીને તેના પ્રત્યે પૂજ્યભાવની વૃદ્ધિ થાય તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્નવાળો હું છું તેમ બતાવીને દઢ પ્રણિધાનપૂર્વક પોતે જિનમતની સ્તુતિ કરીને જિનમતના ગુણોથી પોતે પોતાના આત્માને અત્યંત વાસિત કર્યો છે એમ ભો ! શબ્દથી અતિશયવાળા મહાપુરુષોને સંબોધન કરીને કહે છે કે તમે જુઓ, આ પ્રકારે જિનમતમાં મેં પ્રકર્ષથી યત્ન કર્યો છે, આમ કહીને અતિશયવાળા મહાત્માઓને પોતાના પરિણામનું નિવેદન કરીને પોતાના તે પરિણામને દઢ કરે છે. જેમ પાંચની સાક્ષીએ પ્રતિજ્ઞા કરાય છે, જેથી તે પ્રતિજ્ઞા અતિશય દૃઢ થાય છે, તેમ મહાત્મા અતિશયવાળા પુરુષની સાક્ષીથી જિનમતમાં કરાયેલો પોતાનો પ્રયત્ન દૃઢ કરે છે અને ત્યારપછી કહે છે કે દેવ, નાગ, સુપર્ણ, કિન્નરના ગણથી સદ્ભૂત ભાવ વડે સંયમ હંમેશાં અર્ચના કરાયું છે અને તેવું સંયમ જિનમતમાં સદા વૃદ્ધિ પામે છે, તેથી એ ફલિત થાય કે મહા બુદ્ધિના નિધાન એવા દેવતાઓ પણ જિનમત અનુસાર સંયમમાં યત્ન કરનારા મહાત્માઓ પ્રત્યે અત્યંત ભક્તિથી તેઓની પૂજા કરે છે અને તેવા સંયમની જિનમતમાં સદા સમૃદ્ધિ છે; કેમ કે યોગ્ય જીવોને જિનમત જેમ જેમ યથાર્થ તાત્પર્યથી પ્રાપ્ત થાય છે તેમ તેમ તે જીવોને વીતરાગતા જ જીવની સુંદર અવસ્થારૂપે જણાય છે અને રાગાદિ આકુળતા જીવની વિડંબના સ્વરૂપે જણાય છે. જિનવચનનો બોધ રાગાદિની આકુળતાના ઉચ્છેદનો સમ્યગ્ ઉપાય બતાવે છે, તેવો બોધ થવાથી તે મહાત્માઓ પોતાની સર્વ શક્તિથી જિનવચનનું અવલંબન લઈને અંતરંગ રાગાદિનો ઉચ્છેદ થાય તે રીતે સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, તેથી જે જીવોને જે જે અંશથી જિનમત પ્રાપ્ત થાય છે તે તે અંશથી તે જીવોમાં સદા સંયમની વૃદ્ધિ થાય છે. આથી જ દશવૈકાલિકમાં કહ્યું છે કે પ્રથમ જ્ઞાન અને ત્યારપછી દયા, તેથી જિનવચનાનુસાર જેઓને જ્ઞાન થાય છે તેઓ તે બોધ અનુસાર કષાયોથી પોતાના આત્માનું રક્ષણ કરવારૂપ દયા કરે છે અને તેના અંગરૂપે ષટ્કાયના પાલનરૂપ દયા કરે છે, જેથી સદા સંયમની વૃદ્ધિ થાય છે.
વળી, આ જિનમતમાં યથાર્થ બોધરૂપ જ્ઞાન પ્રતિષ્ઠિત છે અને ત્રણ જગત શેયરૂપે પ્રતિષ્ઠિત છે, તેથી જેઓને જિનમતનો યથાર્થ બોધ થાય છે તેઓને પોતાના આત્માના હિત માટે શું કરવું જોઈએ તેનું જ્ઞાન થાય છે અને ત્રણલોકરૂપ આ જગત કેવા સ્વરૂપવાળું છે તેનો પણ માર્ગાનુસારી બોધ થાય છે. આવા શ્રુતધર્મને હું નમસ્કાર કરું છું એ પ્રકારે ભાવના કરે છે, તેથી અત્યાર સુધીના પ્રયત્નથી પ્રગટ થયેલી શ્રુત પ્રત્યેની ભક્તિ અતિશયિત થાય છે.
વળી, શ્રુત પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ માટે ભાવના કરે છે કે અનર્થમાં પ્રવૃત્ત એવા પરપ્રવાદીઓના વિજયથી ભગવાનનું શાસન જગતમાં વૃદ્ધિ પામો, જેનાથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય અને પરપ્રવાદીઓ દ્વારા જે ઉન્માર્ગ પ્રવર્તે છે તેનાથી નાશ પામતા જીવોનું રક્ષણ થાય. આ કથનથી એ ફલિત થાય કે અન્ય દર્શનવાળા છે કે સ્વદર્શનમાં પણ સ્વમતિ અનુસાર જિનવચનને યથાતથા કહેનારા છે તેઓના વિજય દ્વારા જિનમત જગતમાં વિસ્તાર પામો, મહાત્મા એ પ્રકારની ભાવના કરે છે, જેથી ઉત્તમ અધ્યવસાયને કારણે મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૬
લલિતવિસ્તા ભાગ-૩
વળી, સામાન્યથી શ્રુતનું ફળ સમ્યફ ચારિત્ર છે, તેથી કોઈને ભ્રમ થાય કે ફળપ્રાપ્તિ પછી શ્રુતની આવશ્યકતા નથી. વસ્તુતઃ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી પણ ક્ષપકશ્રેણિને અનુકૂળ વિશિષ્ટ ચારિત્રની પ્રાપ્તિ વિશિષ્ટ કૃતથી થાય છે, તેથી કહે છે કે ચારિત્રધર્મની પ્રાપ્તિ પછી પણ મારામાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ, જેના બળથી વિશિષ્ટ-વિશિષ્ટતર ચારિત્રને પ્રાપ્ત કરીને મને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય, આ પ્રકારના પ્રણિધાન દ્વારા ક્ષાયિકભાવનું જ્ઞાન પ્રગટે નહિ ત્યાં સુધી હું શ્રતધર્મમાં જ ઉદ્યમ કરનારો થાઉં, તેવો અભિલાષ કરીને મહાત્મા શ્રતની પ્રાપ્તિ વિષયક ઇચ્છાયોગને અતિશયિત કરે છે, જેનાથી શ્રુતમાં તે પ્રકારે ઉત્તર-ઉત્તરમાં પ્રયત્ન કરવાને અનુકૂળ સદ્દીર્ય ઉલ્લસિત થાય, જેથી સર્વ પ્રકારના કલ્યાણરૂપ ફળની પ્રાપ્તિ થાય. લલિતવિસ્તરા -
पुनर्वृद्ध्यभिधानं 'मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्यति प्रदर्शनार्थ; तथा च तीर्थकरनामकर्महेतून् प्रतिपादयतोक्तम् अपुव्वनाणगहणे' इति प्रणिधानमेतत्, अनाशंसाभावबीजं, मोक्षप्रतिबन्धेन, अप्रतिबन्ध एष प्रतिबन्धः, असङ्गफलसंवेदनात्, यथोदितश्रुतधर्मवृद्धर्मोक्षः, सिद्धत्वेन, नेह फले व्यभिचारः, असङ्गेन चैतत्फलं संवेद्यते, एवं च सद्भावारोपणात् तद्वृद्धिः। લલિતવિસ્તરાર્થ:
ફરી વૃદ્ધિનું અભિધાન=કૃતના ફળભૂત ચારિત્રની પ્રાપ્તિ પછી ફરી મને મૃતની વૃદ્ધિ થાવ એ પ્રકારનું કથન, મોક્ષાર્થીએ પ્રતિદિવસ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ એ પ્રકારના પ્રદર્શન માટે છે, અને તે પ્રકારે જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ તે પ્રકારે, તીર્થંકરનામકર્મના હેતુઓને પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી વડે કહેવાયું છે–તત્વાર્થસૂત્રમાં કહેવાયું છે – અપૂર્વ જ્ઞાનગ્રહણમાં તીર્થંકરનામકર્મનો બંધ થાય છે. આ ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ, પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે; કેમ કે મોક્ષનો પ્રતિબંધ છે, આ પ્રતિબંધ મોક્ષનો પ્રતિબંધ, અપ્રતિબંધ છે; કેમ કે અસંગફલનું સંવેદન છે.
યથોદિત શ્રતધર્મની વૃદ્ધિથી મોક્ષ છે; કેમ કે સિદ્ધપણું છે=ભૃતધર્મની વૃદ્ધિનું મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુભાવથી સિદ્ધપણું છે, આ ફ્લમાં=મોક્ષરૂપ ફલમાં, વ્યભિચાર નથી અને અસંગપણાથી આ ફલ=મોક્ષકલ, સંવેદન કરાય છે, અને આ રીતે=પ્રસ્તુત સૂત્રથી ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાય એ પ્રકારનું પ્રણિધાન કર્યું એ રીતે, સદ્ભાવના આરોપણથી, તેની વૃદ્ધિ થાય છે=ભૃતધર્મની વૃદ્ધિ થાય છે. પંજિકા -
'प्रणिधाने त्यादि, प्रणिधानम् आशंसा-एतच्छ्रुतधर्मवृद्ध्यभिलषणं, कीदृगित्याह- अनाशंसाभावबीजं= अनाशंसाः-सर्वेच्छोपरमः, सैव भावः-पर्यायः, तस्य बीजं-कारणं, कथमित्याह- मोक्षप्रतिबन्धेन मोक्षप्रतिबद्धं
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭.
પુષ્પરવરદી સૂત્ર हीदं प्रार्थनं, स चानिच्छारूपः।
नवप्रतिबन्धसाध्यो मोक्षः, कथमित्थमपि तत्र प्रतिबन्धः श्रेयान् ? इत्याह- अप्रतिबन्धः अप्रतिबन्धसदृशः, एषःमोक्षविषयप्रतिबन्धः प्रार्थनारूपः, कुत इत्याह- असङ्गफलसंवेदनात् असङ्गस्यरागद्वेषमोहाद्यविषयीकृतस्य, फलस्य-आशंसनीयस्य; संवेदनात्-अनुभवात्, अनीदृशफलालम्बनं हि प्रणिधानं प्रतिबन्धः, परमपुरुषार्थलाभोपघातित्वात्।
ननु कथमयं नियमो यदुतेदं प्रणिधानमनाशंसाभावबीजम् ? इत्याह
यथोदितश्रुतधर्मवृद्धः सर्वज्ञोपजश्रुतधर्मप्रकर्षात्, मोक्षः अनाशंसारूपो यतो भवतीति गम्यते, अत्रापि कथमेकान्तः? इत्याह- सिद्धत्वेन श्रुतधर्मवृद्धर्मोक्षं प्रत्यवन्थ्यहेतुभावेन, इदमेव भावयति- न-नैव, इह-मोक्षलक्षणे, फले व्यभिचारो विसंवादः फलान्तरभावतो निष्फलतया वा श्रुतधर्मवृद्धेरिति। अस्यैवासङ्गत्वसिद्ध्यर्थमाह- असङ्गेन च-रागद्वेषमोहलक्षणसङ्गाभावेन च, एतत् मोक्षफलं, संवेद्यते सर्वेरेव मुमुक्षुभिः प्रतीयत इति, इत्थं श्रुतधर्मवृद्धः फलसिद्धिमभिधाय, अस्या एव हेतुसिद्धिमाह- एवम् उक्तप्रकारेण, 'चः' पुनरर्थे भिन्नक्रमश्च, सद्भावारोपणात् श्रुतवृद्धिप्रार्थनारूपशुद्धपरिणामस्याङ्गीकरणात्, तद्वृद्धिः ચબુત થર્મવૃદ્ધિઃ પુનઃ, મવતીતિ નથી પંજિકાર્ય :
‘જણાને ચારિ... બીતિ ન થાત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, પ્રણિધાન=આશંસા શ્રતધર્મની વૃદ્ધિનો અભિલાષ આ છે, કેવો છે? એથી કહે છે – અનાશસાભાવનું બીજ છેઅનાશંસા અર્થાત્ સર્વ ઈચ્છાનો અભાવ તે જ ભાવ અર્થાત્ પર્યાય તેનું બીજ અર્થાત કારણ છે, કેમ આ પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે ? એથી કહે છે – મોક્ષના પ્રતિબંધને કારણે અનાશંસાનું બીજ છે એમ અવય છે, હિ=જે કારણથી, આ પ્રાર્થના મોક્ષ પ્રતિબદ્ધ છે=મોક્ષ વિષયક છે, અને તે= મોક્ષ, અનિચ્છારૂપ છે.
નનુથી શંકા કરે છે – અપ્રતિબંધથી સાધ્ય મોક્ષ છે=કોઈ પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષના પરિણામરૂપ પ્રતિબંધ તેના અભાવથી સાધ્ય મોક્ષ છે, આ રીતે પણ અપ્રતિબંધથી સાધ્ય મોક્ષ હોતે છતે પણ, ત્યાં=મોક્ષમાં, પ્રતિબંધ કેવી રીતે કલ્યાણકારી છે? એથી કહે છે – અપ્રતિબંધ અપ્રતિબંધસદશ, આ મોક્ષવિષયક પ્રાર્થનારૂપ પ્રતિબંધ છે, કયા કારણથી=મોક્ષની પ્રાર્થના અપ્રતિબંધરૂપ કથા કારણથી છે ? એથી કહે છે – અસંગફલનું સંવેદન હોવાથી=રાગ-દ્વેષ-મોહ આદિના અવિષયીકૃત એવા અસંગરૂપ આશંસનીય ફલનું સંવેદન હોવાથી અર્થાત અનુભવ હોવાથી, મોક્ષવિષયક પ્રતિબંધ અપ્રતિબંધ છે એમ અવય છે, દિ=જે કારણથી, અનીદશ હલના આલંબનવાળું અસંગલથી વિપરીત ફલના આલંબનવાળું, પ્રણિધાન પ્રતિબંધ છે; કેમ કે પરમ પુરુષાર્થના લાભમાં ઉપઘાતિપણું છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૮
લલિતવિસ્તરા ભાગ-૩ નથી શંકા કરે છે – કેવી રીતે આ નિયમ છે? શું નિયમ છે ? તે કુતથી બતાવે છે – આ પ્રણિધાત=જ્ઞાનવૃદ્ધિનું પ્રણિધાન, અનાશંસાભાવનું બીજ છે? એથી કહે છે – યથોદિત કૃતધર્મની વૃદ્ધિ થવાથી=સર્વજ્ઞએ કહેલ શ્રતધર્મનો પ્રકર્ષ થવાથી, અનાશંસારૂપ મોક્ષ જે કારણથી થાય છે, એથી પ્રસ્તુત પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે એમ અવય છે, લલિતવિસ્તરામાં મોક્ષ પછી મતિ શબ્દ અધ્યાહાર છે, અહીં પણ યથોદિત શ્રતધર્મની વૃદ્ધિથી મોક્ષ થાય છે એમાં પણ કેવી રીતે એકાંત છે? એથી કહે છે – કૃતધર્મની વૃદ્ધિનું મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુભાવથી સિદ્ધપણું હોવાને કારણે યથોદિત શ્રતધર્મની વૃદ્ધિ એકાંતે મોક્ષનું કારણ છે એમ અવથ છે.
આને જ ભાવન કરે છે=ભુતધર્મની વૃદ્ધિ મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુ છે એને જ ભાવન કરે છે – આ લમાં=મોક્ષરૂપ ફ્લમાંવ્યભિચાર=વિસંવાદ, નથી જ ફલાંતરભાવથી અથવા નિષ્ફળપણાથી શ્રતધર્મની વૃદ્ધિનો વ્યભિચાર નથી જ=જેઓ સમ્યફ શ્રતધર્મની વૃદ્ધિ કરે તેઓને મોક્ષ સિવાય અન્ય ફલ થાય અથવા શ્રતધર્મની વૃદ્ધિ નિષ્ફલ થાય તેવો વિસંવાદ નથી, આવા જ=કૃતધર્મના જ, અસંગત્યની સિદ્ધિને માટે કહે છે – અને અસંગથી=રાગ-દ્વેષ-મોહરૂપ સંગના અભાવથી, આ=મોક્ષફલ, સંવેદન કરાય છે=સર્વ જ મુમુક્ષ વડે પ્રતીત કરાય છે, આ રીતે અત્યાર સુધી બતાવ્યું એ રીતે, મુતધર્મની વૃદ્ધિથી ફલસિદ્ધિને કહીને આના જ હેતુની સિદ્ધિને ફલસિદ્ધિના જ હેતુની સિદ્ધિને, કહે છે – આ રીતેaઉક્ત પ્રકારથી=પ્રસ્તુત સૂત્રથી ચાન્નિધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાય એ પ્રકારનું પ્રણિધાન કર્યું એ રીતે, સદ્દભાવના આરોપણથી તેની વૃદ્ધિ વળી થાય છે=ભુતની વૃદ્ધિની પ્રાર્થનારૂપ શુદ્ધ પરિણામના અંગીકરણથી મૃતધર્મની વૃદ્ધિ વળી, થાય છે, લલિતવિસ્તરામાં તદ્ધિ પછી મતિ શબ્દ અધ્યાહાર છે, જે શબ્દ પુનઃ અર્થમાં છે અને ભિન્ન ક્રમવાળો છે, તેથી તઃિ પછી તેનું યોજન છે.
ભાવાર્થ -
પ્રસ્તુત સૂત્રમાં અંતે કહ્યું કે ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મ વૃદ્ધિ પામો, એ પ્રકારે શ્રતધર્મની વૃદ્ધિનું કથન શું બતાવે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મોક્ષના અર્થી જીવે પ્રતિદિવસ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ તે બતાવવા માટે ફરી ધૃતધર્મની વૃદ્ધિની ઇચ્છા કરાય છે, તેથી ફલિત થાય કે શ્રતધર્મની વૃદ્ધિ મોક્ષની પ્રાપ્તિમાં પ્રબળ અંગ છે માટે તેની ઇચ્છા કરાય છે, વળી, તત્ત્વાર્થસૂત્રમાં તીર્થંકરનામકર્મના હેતુઓનું પ્રતિપાદન કરાયું છે ત્યાં કહ્યું છે કે અપૂર્વજ્ઞાનગ્રહણથી તીર્થંકરનામકર્મનો બંધ થાય છે, તેથી ફલિત થાય છે કે જે મહાત્મા જિનવચનના તાત્પર્યનું યથાર્થ પ્રતિસંધાન કરીને શ્રતધર્મની વૃદ્ધિમાં યત્ન કરે છે તેઓને મોક્ષપ્રાપ્તિ સુલભ છે અને તીર્થંકરનામકર્મના બંધની પ્રાપ્તિ પણ સુલભ છે, માટે જગતમાં સર્વશ્રેષ્ઠ તીર્થંકરપદની પ્રાપ્તિ અને પૂર્ણ સુખમયે મોક્ષની પ્રાપ્તિના અર્થીએ શ્રુતજ્ઞાનની વૃદ્ધિમાં યત્ન કરવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે ચારિત્રધર્મની ઉત્તરમાં મૃતધર્મની વૃદ્ધિ થાવ, એ પ્રકારે પ્રસ્તુત સૂત્રમાં બોલવાથી શું પ્રાપ્ત થાય ? એથી કહે છે –
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૯
પુષ્પરવરદી સૂત્ર
આ પ્રકારનું પ્રાર્થના પ્રણિધાન છે=શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ પ્રકારનું પ્રાર્થન શ્રતધર્મની વૃદ્ધિને અનુકૂળ સદ્દીર્યને ઉલ્લસિત કરવાનું પ્રણિધાન છે અને આ પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે; કેમ કે સર્વ કર્મથી અને સર્વ પ્રકારના કષાયોથી મુક્ત એવી અવસ્થારૂપ મોક્ષ પ્રત્યે પ્રતિબંધ હોવાને કારણે અત્યંત રાગ હોવાને કારણે, સર્વ ઇચ્છાના ઉપરનું તે બીજ છે; કેમ કે હું શ્રતધર્મની વૃદ્ધિ કરીને ઇચ્છાનો ઉચ્છેદ કરું, એ પ્રકારના પરિણામપૂર્વક શ્રતધર્મની વૃદ્ધિનું પ્રણિધાન કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષ પ્રત્યેના રાગને કારણે મોક્ષના ઉપાયની ઇચ્છા કરાય છે, વસ્તુતઃ મોક્ષ ઇચ્છાના અભાવસ્વરૂપ છે, તેથી ઇચ્છાના અભાવમાં જ યત્ન કરવો જોઈએ, પરંતુ મોક્ષની ઇચ્છાથી મોક્ષના ઉપાયભૂત શ્રતધર્મમાં ઇચ્છા કરવી ઉચિત નથી, તેના નિરાકરણ માટે કહે છે –
મોક્ષની ઇચ્છારૂપ પ્રતિબંધ પરમાર્થથી અપ્રતિબંધ જ છે; કેમ કે અસંગફલનું સંવેદન છે, આશય એ છે કે જેઓ મોક્ષ પ્રત્યેની ઇચ્છાવાળા છે તેઓ મોક્ષના ઉપાયભૂત કૃતધર્મમાં દઢ યત્ન કરે છે, અને શ્રતધર્મના દઢ યત્નના બળથી નિર્વિકલ્પ ઉપયોગને પ્રાપ્ત કરે છે, જે અસંગફલના સંવેદનરૂપ છે, તેથી અસંગપરિણતિરૂપ મોક્ષની ઇચ્છા પરમાર્થથી અસંગફલનું સંવેદન કરાવીને જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને પૂર્ણ અસંગભાવરૂપ મોક્ષમાં વિશ્રાંત થાય છે, તેથી મોક્ષ પ્રત્યેનો જે પ્રતિબંધ છે તે પરમાર્થથી અપ્રતિબંધ છે.
અહીં પ્રશ્ન થાય કે ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ પ્રકારનું પ્રણિધાન અનાશંસાનું બીજ છે એ કેમ નક્કી થાય ? એથી કહે છે – ભગવાને જે તાત્પર્યથી જે વચનો કહેલ છે તે તાત્પર્યથી જેઓમાં શ્રતધર્મની વૃદ્ધિ થાય છે તેઓને અનાશંસારૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી નક્કી થાય કે શ્રુતધર્મની વૃદ્ધિનું પ્રણિધાન અનાશંસારૂપ મોક્ષના પરિણામનું બીજ છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રુતધર્મની વૃદ્ધિથી અવશ્ય મોક્ષ થાય છે તેમ કેમ નક્કી થાય ? એથી કહે છે –
શ્રતધર્મની વૃદ્ધિ મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુભાવથી સિદ્ધ છે. કઈ રીતે શ્રતધર્મની વૃદ્ધિ મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુભાવથી સિદ્ધ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે - જેઓ ભગવાનના વચનના યથાર્થ તાત્પર્યને સ્પર્શીને મૃતધર્મની વૃદ્ધિ કરે છે તેઓને ભગવાનનું વચન વીતરાગનું વચન હોવાથી વીતરાગતાને અનુકૂળ સદીર્ય ઉલ્લસિત કરાવે છે, તેથી શ્રતધર્મની વૃદ્ધિથી વીતરાગતાને અનુકૂળ ફળ કરતાં અન્ય ફળ પ્રાપ્ત થતું નથી અર્થાત્ રાગાદિ વૃદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતું નથી કે શ્રતધર્મની વૃદ્ધિ નિષ્ફળ પણ થતી નથી, તેથી નક્કી થાય છે કે શ્રુતધર્મની વૃદ્ધિ મોક્ષફળ પ્રત્યે અવ્યભિચારી છે. વળી, જેઓ શ્રુતને ભણીને હું વિદ્વાન છું ઇત્યાદિ ખ્યાતિમાં યત્ન કરે છે તેઓમાં પરમાર્થથી શ્રતધર્મની વૃદ્ધિ થતી નથી, પરંતુ શ્રતધર્મના વાચક શબ્દોની વૃદ્ધિ થાય છે અને તે શબ્દોની વૃદ્ધિ જિનવચનાનુસાર નહિ હોવાથી મોહધારાની વૃદ્ધિનું કારણ બને છે, પરંતુ જેઓને જિનવચનાનુસાર સંસારની રૌદ્રતાનું સ્પષ્ટ જ્ઞાન છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય સામાયિકના પરિણામરૂપ શ્રતધર્મથી માંડીને યાવતુ ચૌદપૂર્વ છે તેમ જાણે છે તેઓ શ્રતધર્મને સામાયિકના પરિણામની વૃદ્ધિના ઉપાયરૂપે જ ગ્રહણ કરે છે, તેથી જેમ જેમ શ્રતધર્મ વધે છે તેમ તેમ સામાયિકનો પરિણામ વૃદ્ધિ પામે છે, જે વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફલમાં વિશ્રાંત થાય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦
લલિતવિસ્તરા ભાગ-૩ વળી, કૃતધર્મની વૃદ્ધિમાં અસંગ પરિણામ છે તે સ્પષ્ટ કરતાં કહે છે – સર્વ મુમુક્ષુઓ વડે રાગ-દ્વેષમોહ રૂપ સંગના અભાવથી મોક્ષફલ પ્રતીત કરાય છે, તેથી તેના ઉપાયરૂપે મુમુક્ષુઓ જ્યારે શ્રુત ભણે છે ત્યારે તે શ્રુતના અધ્યયનકાળમાં પણ તે મહાત્માઓને તે તે અંશથી રાગ-દ્વેષ-મોહના વિલયથી અસંગભાવનું જ સંવેદન થાય છે, આ રીતે શ્રતધર્મની વૃદ્ધિ મોક્ષરૂપ ફળનું કારણ છે તેમ બતાવ્યા પછી ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિની ઇચ્છા કરી તે પણ પારમાર્થિક શ્રતધર્મની વૃદ્ધિનું કારણ છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
જેઓ પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે અભિલાષ કરે છે કે ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતની વૃદ્ધિ થાવ, તેઓમાં શ્રતધર્મની વૃદ્ધિની પ્રાર્થનારૂપ શુભ પરિણામનું આરોપણ થાય છે અર્થાત્ તે પરિણામ હૈયામાં સ્થિર થાય છે, તેથી તે મહાત્મા ચારિત્રની પ્રાપ્તિ પછી પણ શક્તિને ગોપવ્યા વગર મૃતધર્મની વૃદ્ધિમાં અવશ્ય યત્ન કરશે; કેમ કે મોક્ષ અર્થે જ ચારિત્રનો સ્વીકાર કર્યો છે અને મોક્ષ પ્રાપ્તિના અત્યંત અભિલાષપૂર્વક પાંચ ઇન્દ્રિયોનો સંવર કરીને ચારિત્રની ધુરાને પામેલ છે અને તે મહાત્માને બોધ છે કે શ્રુતના અભ્યાસથી અધિક અધિક વૃદ્ધિ પામતો શ્રતધર્મ ક્ષપકશ્રેણિને અનુકૂળ મહાબળસંચય કરાવે છે, તેથી પ્રસ્તુત સૂત્ર દ્વારા વારંવાર ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ એમ અભિલાષ કરીને અવશ્ય શ્રતની વૃદ્ધિમાં પ્રયત્ન કરે છે, તેથી તે મહાત્મા તે ભવમાં કે પરિમિત ભવમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરશે. લલિતવિસ્તરા -
शुभमेतदथ्यवसानमत्यर्थं, शालिबीजारोपणवच्छालिहेतुः, दृष्टा ह्येवं पौनःपुन्येन तद्वृद्धिः एवमिहाप्यत इष्टवृद्धिरिति, एवं विवेकग्रहणमत्र जलम्, अतिगम्भीरोदार एष आशयः, अत एव संवेगामृतास्वादनम्, नाविज्ञातगुणे चिन्तामणौ यत्नः,
न चान्यथाऽतोऽपि समीहितसिद्धिः, प्रकटमिदं प्रेक्षापूर्वकारिणाम, एकान्ताविषयो गोयोनिवर्गस्य। લલિતવિસ્તારાર્થ -
આ અધ્યવસાન મૃતધર્મની વૃદ્ધિની આશંસારૂપ પરિણામ, અત્યંત શુભ છે, શાલિબીજનું આરોપણ શાલિનો હેતુ છે એની જેમ, દિને કારણથી, આ રીતે મૃતધર્મની વૃદ્ધિની પ્રાર્થનાના ન્યાયથી, ફરી ફરી તેની વૃદ્ધિ=શાલિની વૃદ્ધિ, જોવાઈ છે, એ રીતે શાલિની વૃદ્ધિના પ્રકારથી, અહીં પણ=પ્રસ્તુત સૂત્રરૂપ શ્રુતસ્તવમાં પણ, આનાથી-ફરી ફરી શ્રતધર્મની વૃદ્ધિની આશંસાથી, ઈષ્ટની વૃદ્ધિ છે=ભૃતધર્મની વૃદ્ધિ છે, એ રીતે=જેમ શાલિની વૃદ્ધિમાં જલ સહકારી છે એ રીતે, મૃતરૂપી શાલિની વૃદ્ધિમાં, વિવેકગ્રહણ જલ છે.
આ આશય=વિવેકરૂપ આશય, અતિગંભીર ઉદાર છે, આનાથી જ=વિવેકથી જ, સંવેગરૂપ અમૃતનું આસ્વાદન છે, અવિજ્ઞાત ગુણવાળા ચિંતામણિમાં યત્ન થતો નથી. અન્યથા=અજ્ઞાતગુણપણાને કારણે યત્નના અભાવમાં, આનાથી પણ=ચિંતામણિથી પણ,
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પુષ્પરવરદી સૂત્ર સમીહિતની સિદ્ધિ નથી, આ=અજ્ઞાતગુણવાળા ચિંતામણિમાં યત્ન થતો નથી તેથી ફળની પ્રાપ્તિ નથી એ, પ્રેક્ષાપૂર્વકારીઓને પ્રગટ છે, ગોયોનિવર્ગનો=બળદ જેવા સામાન્ય લોકનો, એકાંત અવિષય છે. निका:एतद्भावनायैवाह
शुभं प्रशस्तम्, एतत् पुनः पुनः श्रुतधर्मवृद्ध्याशंसालक्षणम्, अध्यवसानं परिणामः, अत्यर्थम् अतीव, कीदृगित्याह-शालिबीजारोपणवत्-शालिबीजस्य पुनः पुनः निक्षेपणमिव, शालिहेतुः-शालिफलनिमित्तम्, एतदेव भावयति-दृष्टा-उपलब्धा, हिः यस्माद्, एवं-श्रुतधर्मवृद्धिप्रार्थनान्यायेन, पौनःपुन्येन शालिबीजारोपणस्य वृद्धः, तद्वृद्धिः=शालिवृद्धिः, एवं-शालिवृद्धिप्रकारेण, इहापि-श्रुतस्तवे, अतः=आशंसापौनःपुन्याद्, इष्टवृद्धिः श्रुतवृद्धिरिति। अथ शालिबीजारोपणदृष्टान्ताक्षिप्तं सहकारिकारणं जलमपि प्रतिपादयत्राहएवं अनन्तरोक्तप्रकारेण विवेकग्रहणं, विवेकेन-सम्यगर्थविचारेण, ग्रहणं-स्वीकारः श्रुतस्य, विवेकस्य वा ग्रहणं, तत्किमित्याह- अत्र-श्रुतशालिवृद्धौ, जलम् अम्भः।
अथ विवेकमेव स्तुवन्नाह
अतिगम्भीरोदारः, अतिगम्भीरः-प्रभूतश्रुतावरणक्षयोपशमलभ्यत्वादत्यनुत्तानः, उदारश्च सकलसुखलाभसाधकत्वाद्, 'एषः'-विवेकरूपः, 'आशयः'-परिणामः, 'अत एव' विवेकादेव, न तु सूत्रमात्रादपि, 'संवेगामृतास्वादनं', संवेगो-धर्माद्यनुरागो, यदुक्तम्'तथ्ये धर्म ध्वस्तहिंसाप्रबन्धे, देवे रागद्वेषमोहादिमुक्ते। साधौ सर्वग्रन्थसन्दर्भहीने, संवेगोऽसौ निश्चलो योऽनुरागः ।।१।।' स एव अमृतं सुधा, तस्य आस्वादनम् अनुभवः। ननु क्रियैव फलदा, न तु ज्ञानं, यथोक्तं"क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतम्। यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत्।।१।।'
इति, किं विवेकग्रहणेन? इत्याशक्य व्यतिरेकतोऽर्थान्तरोपन्यासेनाह-न-नैव अविज्ञातगुणे-अनिर्णीतज्वराद्युपशमस्वभावे, चिन्तामणौ-चिन्तारत्ने, यत्नः तदुचितपूजाद्यनुष्ठानलक्षणः, यथा हि चिन्तामणी ज्ञातगुण एव यत्नस्तथा श्रुतेऽपीति ज्ञानपूर्विकैव फलवती क्रियेति।
ननु चिन्तामणिश्चिन्तामणित्वादेव समीहितफलः स्यात्, किं तत्रोक्तयत्नेन? इत्याहन च=नैव, अन्यथा अज्ञातगुणत्वेन यत्नाभावे, अतोऽपि-चिन्तामणेरपि, आस्तां श्रुतज्ञानात् समीहितसिद्धिः प्रार्थितपरमैश्वर्यादिसिद्धिः, इदमेव भावयन्नाह- प्रकटमिदं प्रत्यक्षमेतत्, प्रेक्षापूर्वकारिणाम् बुद्धिमतां
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
લલિતવિકતા ભાગ-૩ प्रेक्षाचक्षुषो विषयत्वाद् यदुत- ज्ञानपूर्वः सो यत्नः समीहितसिद्धिफलः। व्यतिरेकमाह- एकान्ताविषयःसदाप्यसंवेद्यत्वात्, गोयोनिवर्गस्य बलीवईसमपृथग्जनस्य। પંજિકાર્ય :
દ્વિમાવનાવાદ ..... વસ્તીવસમગ્રંથનની || આતા ભારત માટે જ કહે છે=જેઓ શ્રતના પરમાર્થને જાણીને ચાન્નિધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ પ્રકારે ઉપયોગપૂર્વક પ્રણિધાન કરે છે એના ભાવન માટે જ કહે છે – આ અધ્યવસાન ફરી ફરી મૃતધર્મની વૃદ્ધિની આશંસારૂપ પરિણામ, અત્યંત શુભ છે=પ્રશસ્ત છે, કેવા પ્રકારનો પ્રશસ્ત છે ? એથી કહે છે – શાલિબીજનું આરોપણ શાલિનો હેતુ છે એની જેમ=શાલિબીજનું ફરી ફરી નિક્ષેપણ શાલિકલનું નિમિત્ત છે એની જેમ, મૃતધર્મની વૃદ્ધિનો અધ્યવસાય અત્યંત શુભ છે, આને જ શાલિબીજના આરોપણ જેવો મૃતધર્મની વૃદ્ધિનો અધ્યવસાય શુભ છે એને જ, ભાવન કરે છે – દિ=જે કારણથી, આ રીતે શ્રતધર્મની વૃદ્ધિની પ્રાર્થનાના વ્યાયથી ફરી ફરી શાલિબીજના આરોપણની વૃદ્ધિથી તેની વૃદ્ધિ જોવાયેલી છે=શાલિની વૃદ્ધિ જોવાયેલી છે =કોઈ પુરુષ પરિમિત શાલિબીજોને ભૂમિમાં આરોપણ કરે અને તે ઊગેલા બીજોને ફરી ફરી ભૂમિમાં આરોપણ કરે તો કેટલાક કાળ પછી પ્રચુરમાત્રામાં શાલિની વૃદ્ધિ જોવાયેલી છે, એ રીતે શાલિની વૃદ્ધિના પ્રકારથી અહીં પણ=શ્રુતસ્તવમાં પણ, આનાથી આશંસાના પુનઃપુનઃપણાથી, ઈષ્ટની વૃદ્ધિ થાય છે=ભુતની વૃદ્ધિ થાય છે, હવે શાલિબીજના આરોપણના દષ્ટાંતથી આક્ષિપ્ત સહકારી કારણ જલને પણ=શાલિની વૃદ્ધિમાં જેમ સહકારી કારણ જલ છે તેમ શ્રુતની વૃદ્ધિમાં જલસ્થાનીય સહકારી કારણને પ્રતિપાદન કરતાં કહે છે – આ રીતે અનંતર ઉક્ત પ્રકારથી=શાલિતા ફરી ફરી આરોપણથી શાલિની વૃદ્ધિ થાય છે એ પ્રકારના અનંતરમાં કહેવાયેલા પ્રકારથી, વિવેકનું ગ્રહણ, સમ્યમ્ અર્થના વિચારરૂપ વિવેકથી મૃતના સ્વીકારરૂપ ગ્રહણ અથવા વિવેકનું ગ્રહણ તે શું?=વિવેકનું ગ્રહણ તે શું? એથી કહે છે – અહીં સુતરૂપી શાલિની વૃદ્ધિમાં, જલ છે.
હવે વિવેકને જ સ્તુતિ કરતાં કહે છે=ભુતગ્રહણમાં વિવેક જ પ્રબલ અંગ છે અને સ્પષ્ટ કરતાં કહે છે – અતિગંભીર ઉદાર આ આશય છે=ઘણા શ્રુતાવરણના ક્ષથોપશમથી લભ્યપણું હોવાને કારણે અતિ અનુતાન છે અર્થાત્ કોઈપણ સૂત્રનો અર્થ ગ્રહણ કરતાં ઘણા મુતાવરણનો થોપશમ થાય ત્યારે જ તેનો પારમાર્થિક બોધ થાય છે તેના પૂર્વે નહિ તેથી સૂત્ર વિષયક વિવેકરૂપ આશય ઉત્તાન અર્થાત્ ઉપરછલ્લો નથી પરંતુ અનુત્તાન અર્થાત્ ઊંડાણવાળો છે અને ઉદાર છે; કેમ કે સકલ સુખનું સાધકપણું છે અર્થાત્ સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષસુખનું સાધકપણું હોવાથી ઉદાર છે એવો આ વિવેકરૂપ પરિણામ છે, આનાથી જ=વિવેકથી જ, સંવેગરૂપ અમૃતનું આસ્વાદન છે, સૂરમાત્રથી પણ નહિ. સંવેગનો અર્થ સ્પષ્ટ કરે છે –
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પુષ્પરવરદી સૂત્ર
સંવેગ ધર્માદિનો અનુરાગ છે, જે કહેવાયું છે – ધ્વસ્ત કરાયો છે હિંસાનો પ્રબંધ જેમાં એવા તથ્યધર્મમાં, રાગ-દ્વેષ-મોહ આદિથી મુક્ત એવા દેવમાં, સર્વગ્રંથના અર્થાત્ મમત્વના સંદર્ભથી રહિત એવા સાધુમાં, જે નિશ્ચલ અનુરાગ એ સંવેગ છે. તે જ=સંવેગ જ, અમૃત=સુધા, તેનું આસ્વાદવ છે=અનુભવ છે.
નનુથી શંકા કરે છે – ક્રિયા જ હલને દેનારી છે, પરંતુ શાન નહિ, જે પ્રમાણે કહેવાયું છે – પુરુષોને ક્રિયા જ ફલને દેનારી છે, જ્ઞાનલને દેનારું મનાયું નથી, જે કારણથી સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનારો જ્ઞાનથી સુખી થતો નથી. એથી વિવેકના ગ્રહણથી શું? અર્થાત્ વિવેકરૂપી જલથી મૃતનું ગ્રહણ ફલને દેનારું છે એમ કહેવાથી શું? એ પ્રકારની આશંકા કરીને વ્યતિરેકથી અથાતરના ઉપચાસ વડે કહે છેઃ અભાવમુખથી દાંતના ઉપન્યાસ કહે છે – અવિશાતગુણવાળા ચિંતામણિમાં યત્ર નથી જ અતિર્ગીત જવરાદિના ઉપશમ સ્વભાવવાળા ચિતારત્વમાં તેને ઉચિત પૂજાદિ અનુષ્ઠાનરૂપ યત્ન થતો નથી જ, જે પ્રમાણે જ્ઞાતગુણવાળા ચિંતામણિમાં જ યત્વ છે તે પ્રમાણે શ્રુતમાં પણ છે=સંવેગના પરિણામ દ્વારા જ્ઞાતગુણવાળા શ્રતમાં પણ તેને અનુરૂપ અનુષ્ઠાનમાં યત્ન છે, એથી જ્ઞાનપૂર્વક જ ક્રિયા ફુલવાળી છે.
નનુથી શંકા કરે છે – ચિંતામણિપણું હોવાથી જ ચિંતામણિ સમીહિત હલવાળો થાય, ત્યાં= ચિંતામણિમાં, ઉક્ત યત્નથી શું ફલની પ્રાપ્તિને અનુરૂપ પૂજદિ અનુષ્ઠાનરૂપ યત્નથી શું? અર્થાત્ થત્વ આવશ્યક નથી, એથી કહે છે – અન્યથા અજ્ઞાતગુણપણાને કારણે થનના અભાવમાં, આનાથી પણ=ચિંતામણિ આદિથી પણ, સમીહિતસિદ્ધિ નથી જ=પ્રાર્થિત પરમ એશ્વર્ય આદિની સિદ્ધિ નથી જ, શ્રુતજ્ઞાનથી દૂર રહો=શ્રુતજ્ઞાનથી તો સમીહિત સિદ્ધિ દૂર રહો, આને જ=અજ્ઞાતગુણને કારણે યત્ન થતો નથી એથી સમીહિત સિદ્ધિ નથી એને જ, ભાવન કરતાં કહે છે – પ્રેક્ષાપૂર્વકારીઓને આ પ્રગટ છે=બુદ્ધિમાનોને પ્રેક્ષાચક્ષુનું વિષયપણું હોવાથી આ પ્રત્યક્ષ છે એમ અવાય છે, તે કુતથી સ્પષ્ટ કરે છે – જ્ઞાનપૂર્વક સર્વ યત્ન સમીહિત સિદ્ધિ ફલવાળો છે, વ્યતિરેકને કહે છે–પ્રેક્ષાપૂર્વકારીઓ સિવાય અન્યને આ પ્રગટ નથી એ રૂપ વ્યતિરેકને કહે છે – ગોયોતિવર્ગનો=બળદ જેવા સામાન્ય લોકનો, એકાંત અવિષય છે=સમ્યજ્ઞાન વગર ક્રિયાથી ફળ મળશે નહિ એ પ્રકારનો એકાંત અવિષય છે; કેમ કે સદા પણ અસંવેધપણું છે=બળદ જેવા જીવોને અજ્ઞાનપૂર્વકની ક્રિયા નિષ્ફળ છે એ પ્રકારે સદા પણ અસંવેધ છે. ભાવાર્થ
પૂર્વમાં કહ્યું કે ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રુતધર્મની વૃદ્ધિ થાવ, એ પ્રકારે જેઓ વિવેકપૂર્વક પ્રણિધાન કરે છે તેઓના ચિત્તમાં શ્રતધર્મની વૃદ્ધિના સદ્ભાવનું આરોપણ થાય છે, તેનાથી તેઓ શ્રતધર્મની વૃદ્ધિ કરે છે અને આ પ્રમાણે પ્રતિદિન પ્રસ્તુત સૂત્ર બોલીને ફરી ફરી શ્રુતધર્મની વૃદ્ધિની આશંસારૂપ અધ્યવસાય અત્યંત શુભ છે, કેવા પ્રકારનો શુભ છે ? તે દષ્ટાંતથી બતાવે છે –
જેમ કોઈ પુરુષ પાસે પરિમિત શાલિનાં બીજો હોય અને ઉચિતભૂમિમાં તેનું આરોપણ કરે, જેથી ઘણા
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
લલિતવિસ્તરા ભાગ-૩
નવા શાલિની વૃદ્ધિ થાય, ફરી તે શાલિબીજોને ભૂમિમાં આરોપણ કરે તો પૂર્વ કરતાં પણ ઘણાં શાલિબીજોની વૃદ્ધિ થાય છે, જેનાથી ક્રમે કરીને વિપુલ શાલિની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમ જેઓ પ્રતિદિન ફરી ફરી શ્રતધર્મની વૃદ્ધિની આશંસા કરે છે અને આશંસા કર્યા પછી શક્તિ અનુસાર શ્રતધર્મની વૃદ્ધિમાં યત્ન કરે છે, વળી, ફરી બીજે દિવસે તે પ્રકારની આશંસા કરીને ફરી શ્રુતધર્મમાં યત્ન કરે છે તેમાં કેટલાક કાળ પછી વિપુલ પ્રમાણમાં શ્રુતધર્મની વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
વળી, શાલિબીજના આરોપણમાં સહકારી કારણ જલ છે, તેથી શાલિબીજને જમીનમાં આરોપણ કર્યા પછી ઉચિત જલનું સિંચન કરવામાં આવે તો તે શાલિબીજોમાંથી શાલિની વૃદ્ધિ થાય છે, તેમ શ્રુતની વૃદ્ધિમાં જલસ્થાનીય વિવેકથી શ્રુતનું ગ્રહણ છે અર્થાત્ શ્રુતના પારમાર્થિક તાત્પર્યને સ્પર્શે તે પ્રમાણે શ્રુતને ગ્રહણ કરવામાં આવે તો તે શ્રુતના અધ્યયનથી પારમાર્થિક તાત્પર્યને સ્પર્શે એવા અર્થનો બોધ થાય છે અન્યથા શ્રુતનો શબ્દમાત્રથી બોધ થાય છે અને શબ્દમાત્રથી થયેલો શ્રુતનો બોધ પારમાર્થિક શ્રુતની વૃદ્ધિરૂપ બનતો નથી, પરંતુ તીર્થકરોએ સામાયિકના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યને બતાવે તે પ્રકારે શ્રુતનું નિરૂપણ કર્યું છે તે તાત્પર્યને સ્પર્શે તેવા વિવેકથી જેઓ શ્રુતગ્રહણ કરે છે તેઓમાં મોક્ષના કારણભૂત એવા શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે અને જે તે પ્રકારના કૃતના પારમાર્થિક અર્થને સ્પર્શે નહિ તે રીતે શ્રુતગ્રહણ કરે છે તે શ્રતગ્રહણ લોકમાં વિદ્વત્તાના પ્રદર્શનમાં ઉપયોગી હોવા છતાં સંસારક્ષયમાં ઉપયોગી નથી.
વળી, ઋતગ્રહણમાં રહેલો વિવેકનો આશય અતિગંભીર અને ઉદાર છે, તેથી જેઓને શ્રુતના તાત્પર્યને સ્પર્શે તેવા ઘણા કૃતાવરણકર્મનો ક્ષયોપશમભાવ વર્તે છે તેઓને જ શ્રતઅધ્યયનકાળમાં વિવેકરૂપ આશય પ્રગટે છે, આથી જ ભાષતુષ જેવા કેટલાક મુનિઓને સ્મૃતિભ્રંશ કરાવે તેવો શ્રુતાવરણકર્મનો પ્રચુર ઉદય હોવા છતાં ગીતાર્થ ગુરુ પાસેથી શ્રુતના સારરૂપ મા રુષ્ય, મા તુષ્ય એ બે શબ્દોના પરમાર્થને સ્પર્શે એવો અતિગંભીર વિવેકરૂપ આશય મળ્યો હતો, તેથી માપતુષ મુનિને તે બે શબ્દોના સૂક્ષ્મ પરમાર્થને સ્પર્શે તેવો ઘણા કૃતાવરણનો ક્ષયોપશમભાવ હતો. વળી, તેઓનો વિવેકરૂપ આશય ઉદાર હતો, આથી જ તેમના શ્રુતના બોધમાં સકલ સુખરૂપ મોક્ષનું સાધકપણું હતું, તેથી જેઓ શ્રુતની ગંભીરતાનું ભાન કરીને અને આ શ્રુતજ્ઞાન મોહનાશમાત્રમાં ફલવાળું છે તે પ્રકારના ઉદાર ભાવને સ્પર્શીને શ્રુતનું અધ્યયન કરે છે તેઓમાં જ વિવેકરૂપ આશય વર્તે છે અને આ વિવેકરૂપ આશયથી જ શ્રુતઅધ્યયન દ્વારા તેઓ સંવેગના અમૃતનું આસ્વાદન કરે છે અને જેઓ શબ્દમાત્રથી શ્રુતનો બોધ કરે છે તેઓ વિદ્વાન જણાય, પરંતુ સંવેગરૂપ અમૃતના આસ્વાદનની ગંધમાત્ર પણ તેમને પ્રાપ્ત થતી નથી. સંવેગ શું છે ? તે સ્પષ્ટ કરે છે –
શ્રુતઅધ્યયનકાળમાં વીતરાગતાને સ્પર્શતો મોક્ષ તરફ જતો જીવનો અધ્યવસાય સંવેગ છે; કેમ કે આત્માના વિતરાગભાવરૂપ ધર્મ પ્રત્યે અનુરાગ એ સંવેગ છે, તેમાં સાક્ષી બતાવે છે – હિંસાના પ્રબંધથી રહિત એવા તથ્ય ધર્મમાં, રાગ-દ્વેષ-મોહ આદિથી મુક્ત એવા દેવમાં અને દ્રવ્ય ગ્રંથ અને ભાવ ગ્રંથથી રહિત અને અંતરંગ કષાયોથી રહિત એવા સાધુમાં જે નિશ્ચલ અનુરાગ એ સંવેગ છે, તેથી એ ફલિત થાય કે જેમ જેમ મહાત્મા શ્રત ભણે છે તેમ તેમ તેમના આત્મામાં સ્વ-ભાવપ્રાણની હિંસાથી અને પકાયની હિંસાથી વિરત એવો ધર્મ વૃદ્ધિ પામે છે, તેથી વીતરાગદેવતુલ્ય થવા માટે તે મહાત્મા મહાપરાક્રમ કરે છે
Page #196
--------------------------------------------------------------------------
________________
પુખ્ખરવરદી સૂત્ર
૧૭૫ અને વીતરાગતુલ્ય થવા માટે મહાપરાક્રમ કરતાં સુસાધુ પ્રત્યે રાગની વૃદ્ધિ કરીને તત્ તુલ્ય થવા જે યત્ન કરે છે તે સંવેગનો પરિણામ છે. તેવો સંવેગનો પરિણામ શ્રુતઅધ્યયનથી ઉત્તરોત્તર પ્રકર્ષ પામે છે જે અમૃતના આસ્વાદન જેવો છે; કેમ કે અમર અવસ્થારૂપ મોક્ષનું પ્રબલ બીજ છે.
અહીં પ્રશ્ન થાય કે વિવેકપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવા માત્રથી ફળ પ્રાપ્ત થતું નથી, પરંતુ જ્ઞાન થયા પછી તે પ્રકારની ક્રિયા કરવાથી જ ફળ મળે છે, જેમ કોઈને સુંદર સ્ત્રીનું જ્ઞાન હોય કે સુંદર ભક્ષ્ય પદાર્થનું જ્ઞાન હોય તેટલા માત્રથી તેને સ્ત્રીના ભોગનું સુખ થતું નથી કે ભક્ષ્યના ભોગજન્ય સુખ થતું નથી, પરંતુ સ્ત્રીના ભોગની ક્રિયા કે ભક્ષ્યના ભોજનની ક્રિયા કરે તો સુખી થાય છે, તેમ શ્રુતઅધ્યયન કર્યા પછી શ્રુતાનુસારી ક્રિયાઓ કરે તો સંવેગસુખની પ્રાપ્તિ થાય છે, માટે શ્રુતઅધ્યયનમાં વિવેકરૂપી જલથી શ્રુતની વૃદ્ધિ થાય છે અને તેનાથી સંવેગરૂપે ફળ મળે છે તેમ કેમ કહ્યું? તેથી કહે છે –
અવિજ્ઞાતગુણવાળો ચિંતામણિ કોઈને પ્રાપ્ત થાય તોપણ તે પુરુષ તેને ઉચિત પૂજાદિ અનુષ્ઠાનમાં યત્ન કરતો નથી, તેમ શ્રતમાં પણ જેને શ્રુતનો પારમાર્થિક બોધ છે કે ભગવાનના વચનરૂપ શ્રુત જીવને અસંગભાવમાં જ યત્ન કરવા પ્રેરણા કરે છે તેઓની જ્ઞાનપૂર્વકની ક્રિયા ફલવાળી થાય છે, અન્યની ક્રિયા ફળવાળી નથી તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ વિવેકપૂર્વક શ્રુતઅધ્યયન કરતા નથી તેઓને શ્રુતઅધ્યયનથી શ્રુતનો બોધ થાય છે તોપણ પરમાર્થને સ્પર્શે એવો શ્રતનો બોધ થતો નથી, તેથી જે શ્રુત ભણ્યા છે તેના પારમાર્થિક સ્વરૂપનો તેમને બોધ થતો નથી, જેમ કોઈને ચિંતામણિ પ્રાપ્ત થયો હોય છતાં આ ચિંતામણિરત્ન છે તેવો બોધ નથી, તેથી તે પુરુષ ચિંતામણિથી ફલપ્રાપ્તિમાં કારણ બને તે પ્રકારે પૂજાદિ અનુષ્ઠાનમાં યત્ન કરતો નથી, તેમ જેઓને શ્રુતઅધ્યયનથી શ્રુતની પ્રાપ્તિ થઈ છે છતાં વિવેકપૂર્વક અધ્યયન કરેલ નહિ હોવાથી તે શ્રુતજ્ઞાન સંવેગની વૃદ્ધિ દ્વારા કઈ રીતે વીતરાગતા તરફ જવાના વીર્યને ઉલ્લસિત કરે છે તેનો પારમાર્થિક બોધ તે જીવને થતો નથી તેઓ ચારિત્રની ક્રિયામાં યત્ન કરશે તોપણ વીતરાગતાને અનુકૂળ અસંગભાવને ઉલ્લસિત કરે તે પ્રકારે ક્રિયા કરશે નહિ, તેથી જેમ ચિંતામણિ મળ્યા પછી પણ તેના ગુણનું જ્ઞાન ન હોય તો તે ચિંતામણિથી ફળ મળે નહિ, તેમ જેઓને વિવેકપૂર્વકના જ્ઞાનથી ક્રિયા પ્રાપ્ત થઈ નથી તેઓની તે ક્રિયા સંસારક્ષયરૂપ ફળનું કારણ બને નહિ, માટે અતિગંભીર ઉદાર આશયવાળા વિવેકપૂર્વક શ્રુતના અધ્યયનથી પ્રાપ્ત થયેલા જ્ઞાનપૂર્વકની જ ચારિત્રની ક્રિયા ફલવાળી થાય છે. આથી જ ભાવથી ચારિત્ર પામેલા પણ મહાત્માઓ વિશેષ વિશેષ શ્રુતજ્ઞાન વિવેકપૂર્વક ગ્રહણ કરીને સૂક્ષ્મ-સૂક્ષ્મતર જ્ઞાનપૂર્વકની અસંગ ક્રિયા કરીને ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરે છે તેમ જેઓ વિવેકપૂર્વક શ્રુતઅધ્યયન કરે છે તેઓ જ તે પ્રકારે વિવેકયુક્ત ચારિત્રની ક્રિયાઓ કરીને સમીહિત એવા સંસારક્ષયને પ્રાપ્ત કરે છે અને ચિંતામણિ પામ્યા પછી પણ જો તેના ગુણનું જ્ઞાન ન હોય તો ચિંતામણિથી પ્રાર્થિત પરમ ઐશ્વર્ય આદિની સિદ્ધિ થતી નથી, તેમ જેઓ તે પ્રકારના વિવેકપૂર્વક શ્રુતઅધ્યયન કરતા નથી તેઓ ચિંતામણિ તુલ્ય શ્રુતને પામીને પણ તે પ્રકારની વિવેકયુક્ત ચારિત્રની ક્રિયાઓ નહિ કરનારા હોવાથી સંસારક્ષયરૂપ ઇચ્છિત ફળને પ્રાપ્ત કરી શકતા નથી. આ કથન વિચારપૂર્વક કરનારાઓને પ્રત્યક્ષ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષ બુદ્ધિરૂપી ચક્ષુથી જોઈ શકે છે કે સમ્યજ્ઞાનપૂર્વકનો સમ્યગુ યત્ન સમીહિત સિદ્ધિને દેનાર છે, તેથી વિવેકપૂર્વક જ્ઞાનના રહસ્યને
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
લલિતવિસ્તરા ભાગ-૩
જાણવું જોઈએ, જેથી શ્રુતના પારમાર્થિક તત્ત્વનો બોધ થાય, જેનાથી કરાયેલી ઉચિત ક્રિયા દ્વારા સંસારનો નાશ થાય.
વળી, જેઓ બળદ જેવી મંદબુદ્ધિવાળા જીવો છે તેઓને વિવેકપૂર્વકનું જ્ઞાન કઈ રીતે ઉચિત યત્ન દ્વારા મોક્ષનું કારણ છે તેનો પરમાર્થ જણાતો નથી, તેથી જે જે અનુષ્ઠાન કરવાનો તેમને અભિલાષ થાય તે તે અનુષ્ઠાનના માત્ર બાહ્ય આચારોનો ચૂલથી બોધ કરીને તે આચારોના સેવનથી પોતાનો નિસ્વાર થશે તેવો ભ્રમ વર્તે છે, તેથી મંદબુદ્ધિવાળા જીવોનો એકાંતથી આ અવિષય છે; કેમ કે તેઓ સંસારક્ષય પ્રત્યે સૂક્ષ્મબોધ અને સૂક્ષ્મબોધથી નિયંત્રિત સૂક્ષ્મ ક્રિયા કારણ છે તે ક્યારેય જાણી શકતા નથી, તેથી પોતાના સ્કૂલબોધથી જ તે તે ક્રિયાઓ કરીને તોષ પામે છે, આથી જ ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ, એ પ્રકારનું પ્રણિધાન પ્રસ્તુત સૂત્રથી તેઓ વારંવાર કરતા હોય તોપણ શ્રતના પરમાર્થને જાણવાને અભિમુખ પરિણામ પણ તેઓને થતો નથી; કેમ કે તેઓ બળદ જેવી સ્કૂલ બુદ્ધિવાળા છે. લલિતવિસ્તરા -
परमगर्भ एष योगशास्त्राणाम्, अभिहितमिदं तैस्तैश्चारुशब्दैः, 'मोक्षाध्वदुर्गग्रहणमिति कैश्चित्; 'तमोग्रन्थिभेदानन्द' इति चान्यैः, 'गुहान्धकारालोककल्पम'परैः; 'भवोदधिद्वीपस्थानं' चान्यैरिति।
न चैतद् यथावदवबुध्यते महामिथ्यादृष्टिः, तद्भावाऽच्छादनात्, अहृदयवत्काव्यभावमिति, तत्प्रवृत्त्याद्येव ह्यत्र सल्लिङ्गम् तद्भाववृद्धिश्च काव्यभावज्ञवत्, अत एव हि महामिथ्यादृष्टेः प्राप्तिरप्यप्राप्तिः, तत्फलाभावात्, अभव्यचिन्तामणिप्राप्तिवत्। લલિતવિસ્તરાર્થ:
આ=વિવેક, ચોગશાસ્ત્રોનું પરમગર્ભ છે–પરમ રહસ્ય છે, તે તે સુંદર શબ્દો વડે આ=વિવેકરૂપ વસ્તુ, કહેવાઈ છે યોગશાસ્ત્રોમાં કહેવાઈ છે.
શું કહેવાયું છે ? તે સ્પષ્ટ કરે છે – મોક્ષમાર્ગમાં દુર્ગનું ગ્રહણ વિવેક છે એ પ્રમાણે કેટલાક કહે છે અને અંધકારની ગ્રંથિના ભેદથી થનારો આનંદ વિવેક છે એ પ્રમાણે અન્ય કહે છે, ગુફાના અંધકારમાં પ્રકાશ જેવો વિવેક છે એમ બીજા કહે છે અને ભવરૂપી સમુદ્રમાં દ્વીપનું સ્થાન વિવેક છે એમ બીજા કહે છે.
આને શ્રુતને, મહામિથ્યાષ્ટિ યથાવત્ જાણતો નથી; કેમ કે તેના ભાવનું આચ્છાદન છે=શ્રુતના રહસ્યનો બોધ થાય તેના ભાવનું આવારક કર્મ છે, અહૃદયવાળો પુરુષ કાવ્યના ભાવને જાણતો નથી, તેમ મહામિથ્યાદષ્ટિ વ્યુતના ભાવને યથાવ જાણતો નથી એમ અન્વય છે, દિ=જે કારણથી, અહીં=શ્રુતના અર્થના અવબોધમાં, તેની પ્રવૃત્તિ આદિ જ શ્રુતના અર્થ વિષયક પ્રવૃત્તિ આદિ જ, સદ્ લિંગ છે અને કાવ્યના ભાવના જ્ઞાનવાળા પુરુષની જેમ તેના ભાવની વૃદ્ધિ બોધના ભાવની
Page #198
--------------------------------------------------------------------------
________________
१७७
પુખ્ખરવરદી સૂત્ર
વૃદ્ધિ છે, આથી જ=યથાવત્ બોધનો અભાવ હોવાથી જ, મહામિથ્યાર્દષ્ટિની પ્રાપ્તિ પણ= મહામિથ્યાર્દષ્ટિની શ્રુતધર્મની પ્રાપ્તિ પણ, સ્પષ્ટ અપ્રાપ્તિ છે; કેમ કે તેના ફલનો અભાવ છે, જેમ અયોગ્ય જીવને ચિંતામણિની પ્રાપ્તિ અપ્રાપ્તિ છે.
पत्रिका :
पुनः कीदृगित्याह
परमगर्भः=परमरहस्यम्, एषः = विवेकः, योगशास्त्राणां = षष्टितन्त्रादीनाम्, कुतः ? यतः अभिहितम्, इदं - विवेकवस्तुः तैस्तैः वक्ष्यमाणैः, चारुशब्दैः = सत्योदारार्थध्वनिभिः, 'मोक्षाध्वे 'त्यादि, प्रतीतार्थं वचनचतुष्कमपि, नवरं 'मोक्षाध्वदुर्गग्रहण 'मिति - यथा हि कस्यचित् क्वचिन्मार्गे तस्कराद्युपद्रवे दुर्गग्रहणमेव परित्राणं, तथा मोक्षाध्वनि रागादिस्तेनोपद्रवे विवेकग्रहणमिति ।
आह- 'श्रुतमात्रनियतं विवेकग्रहणं, तत्किमस्मादस्य विशेषेण पृथग् ज्ञापनम् ? ' -इत्याशङ्क्याहन=नैव, एतत् श्रुतं, कथंचित्पाठेऽपि यथावद् = यत्प्रकारार्थवद्, यादृशार्थमित्यर्थः, अवबुध्यते = जानीते, महामिथ्यादृष्टिः=पुद्गलपरावर्ताधिकसंसारः, कथमित्याह- तद्भावाच्छादनात् = बोधभावाऽवरणात्, दृष्टान्तमाह- अहृदयवद्=अव्युत्पन्न इव, काव्यभावमिति =शृङ्गारादिरससूचकवचनरहस्यमिति, अतः कथं श्रुतमात्रनियतं विवेकग्रहणमिति ? कुत इदमित्थमित्याह- तत्प्रवृत्त्याद्येव, हिः = यस्मात्, तत्रावबुद्धे श्रुतार्थे प्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगा एव, न पुनः श्रुतार्थज्ञानमात्रम्, अत्र = श्रुतार्थावबोधे, सद् = अव्यभिचारि, लिङ्गम् =गमको हेतुः, किमेतावदेव ? न इत्याह- तद्भाववृद्धिश्च = बोधभाववृद्धिश्च, काव्यभावज्ञवत्-काव्यभावज्ञस्येव काव्ये इति दृष्टान्तः, अत एव = यथावदनवबोधादेव, हिः = स्फुटं, महामिथ्यादृष्टेः उक्तलक्षणस्य, प्राप्तिः अध्ययनादिरूपस्य श्रुतस्य, अप्राप्तिः, कुत इत्याह- तत्फलाभावाद् = यथावदवबोधरूपफलाभावात्, किंवदित्याह - अभव्यचिन्तामणिप्राप्तिवत् यथा हि अतिनिर्भाग्यतयाऽयोग्यस्य चिन्तामणिप्राप्तावपि तद्ज्ञानवत्त्वाभावान्न तत्फलं, तथा अस्य श्रुतप्राप्तावपीति ।
पार्थ:
पुनः कीदृगित्याह श्रुतप्राप्तावपीति ।। वणी, डेपो छे ? = विवेक डेपो छे ? मेथी हे छे યોગશાસ્ત્રોનો=ષષ્ઠિતંત્ર આદિનો, આ પરમગર્ભ છે=વિવેક પરમ રહસ્ય છે, કયા કારણથી યોગશાસ્ત્રોનું પરમ રહસ્ય છે ? એથી કહે છે જે કારણથી કહેવાનારા તે તે સુંદર શબ્દો વડે=મોક્ષ અઘ્ન ઇત્યાદિ સત્ય-ઉદાર અર્થવાળા ધ્વનિઓ વડે, આ વિવેકરૂપ વસ્તુ કહેવાઈ છે, વચનચતુષ્ક પણ પ્રતીત અર્થવાળું છે, ફક્ત મોક્ષ અઘ્ન દુર્ગનું ગ્રહણ એનો અર્થ સ્પષ્ટ કરે છે જે પ્રમાણે કોઈક પુરુષને કોઈક માર્ગમાં ચોર આદિનો ઉપદ્રવ હોતે છતે દુર્ગનું ગ્રહણ જ પરિત્રાણ છે, તે પ્રમાણે મોક્ષમાર્ગમાં રાગાદિ ચોરો વડે ઉપદ્રવ હોતે છતે વિવેકનું ગ્રહણ પરિત્રાણ છે એમ અન્વય છે.
-
-
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
લલિતવિસ્તરા ભાગ-૩ ગાદથી શંકા કરે છે – ઋતમાત્રથી નિયત વિવેકનું ગ્રહણ છે, તે કારણથી આનાથી=મુતથી, આના વિશેષ વડે=વિવેકના વિશેષ વડે, પૃથર્ જ્ઞાપન કયા કારણથી છે? અથત શ્રુતથી વિવેકનું પૃથર્ જ્ઞાપન આવશ્યક નથી એ પ્રકારની આશંકા કરીને કહે છે –
આ=કૃત, કોઈક રીતે પાઠમાં પણ કોઈક આશયપૂર્વક અધ્યયનમાં પણ, યથાવથ...કાર અર્થવાળા શ્રતને=જેવા પ્રકારના અર્થવાનું છે તેવા પ્રકારના અર્થવાળા શ્રત, મહામિથ્યાદષ્ટિ પુગલપરાવર્તથી અધિક સંસારવાળો જીવ, જાણતો નથી જ, કેમ મહામિથ્યાદષ્ટિ વ્યુત ભણવા છતાં શ્રતના યથાર્થ અર્થને જાણતો નથી ? એથી હેતુ કહે છે – તેના ભાવનું આચ્છાદન છે=શ્રતથી યથાર્થ બોધ થાય તેવા ભાવનું આવરણ છે=મહામિથ્થાદષ્ટિમાં યથાર્થ બોધનું આવારક જ્ઞાનાવરણીયકર્મ છે, દાંતને કહે છે – જેમ અહદયવાળો પુરુષ કાવ્યનો ભાવ=મુંગાર આદિ રસસૂચક વચનના રહસ્યને અવ્યુત્પન્ન બુદ્ધિવાળો જીવ જેમ, જાણતો નથી, તેમ મહામિથ્યાદષ્ટિ વ્યુતના રહસ્યને જાણતો નથી, આથી મહામિથ્યાદૃષ્ટિ કૃતઅધ્યયન દ્વારા પણ શ્રતના પરમાર્થને જાણતો નથી આથી, શ્રતમાત્રથી નિયત વિવેક ગ્રહણ કેવી રીતે હોય? અર્થાત્ શ્રતમાત્રથી નિયત વિવેકનું ગ્રહણ નથી, કયા કારણથી આ આ પ્રમાણે છે?=મહામિથ્યાદષ્ટિ મુતઅધ્યયન કરે છે છતાં વિવેકનું ગ્રહણ થતું નથી એ એ પ્રમાણે કયા કારણથી છે ? એથી કહે છે – કિજે કારણથી, અવબુદ્ધ એવો તે કૃતનો અર્થ હોતે છતે પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ જ અહીં કૃતના અવબોધમાં, સલિંગ છે=આવ્યભિચારી ગક હેતુ છે, પરંતુ શ્રતના અર્થનું જ્ઞાન માત્ર નહિ, શું આટલું જ છે? =મુતના અર્થનો બોધ થયે છતે પ્રવૃત્તિ આદિ લિંગ છે એટલું જ છે?, નહિ, એથી કહે છે–એટલું જ નથી, અન્ય પણ છે એ પ્રમાણે કહે છે – તદ્ભાવની વૃદ્ધિ છે=શ્રતના બોધભાવની વૃદ્ધિ છે=શ્રતનો યથાર્થ બોધ થાય તો જેમ પ્રવૃત્તિ આદિ લિંગો છે તેમ બોધ ભાવની વૃદ્ધિ પણ છે, કાવ્યના ભાવના જાણનારની જેમ=કાવ્યના ભાવના જાણનારને જેમ કાવ્યમાં બોધની વૃદ્ધિ થાય છે એ દાંત છે, આથી જ યથાર્થ અનવબોધ હોવાથી જ, ઉક્ત લક્ષણવાળા મહામિથ્યાદૃષ્ટિની=પુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળા મહામિથ્યાષ્ટિની, અધ્યયનાદિરૂપ શ્રતની પ્રાપ્તિ સ્પષ્ટ અપ્રાપ્તિ છે, કયા કારણથી એથી કહે છે=મહામિથ્યાષ્ટિ જીવો પણ મૃતનું અધ્યયન કરે છે છતાં તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ કયા કારણથી છે? એથી કહે છે – તેના ફલનો અભાવ હોવાથી મુતઅધ્યયનજન્ય યથાવત્ અવબોધરૂપ ફલનો અભાવ હોવાથી, શ્રતની પ્રાપ્તિ અપ્રાપ્તિ છે એમ અવય છે, કોની જેમ ? એથી કહે છે કોની જેમ શ્રતની પ્રાપ્તિ અપ્રાપ્તિ છે ? એથી કહે છે – અભવ્યને ચિંતામણિની પ્રાપ્તિની જેમ=જે પ્રમાણે અતિ નિર્ભાગ્યપણાને કારણે અયોગ્ય જીવને ચિંતામણિની પ્રાપ્તિમાં પણ તેના જ્ઞાનવાતપણાનો અભાવ હોવાથી આ ચિંતામણિ સન્ રીતે આરાધના કરાય તો સર્વ ફળને આપે છે એ પ્રકારના જ્ઞાનનો અભાવ હોવાથી, તેનું ફળ નથીeતે પુરુષને ચિંતામણિનું ફળ નથી, તે પ્રમાણે આને=મહામિથ્યાદષ્ટિને, શ્રતની પ્રાપ્તિમાં પણ સદ્ગતિની પરંપરા દ્વારા પૂર્ણ સુખમય મોક્ષરૂપ શ્રતની પ્રાપ્તિનું ફળ મળતું નથી.
Page #200
--------------------------------------------------------------------------
________________
પુખરવરદી સૂત્ર
૧૭૯ ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે ચારિત્રધર્મની વૃદ્ધિ પછી શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ પ્રકારનો અધ્યવસાય શુભ છે અને તેનાથી જ શ્રતધર્મની વૃદ્ધિ થાય છે, તેનાથી ઇષ્ટની વૃદ્ધિ થાય છે અને તેમાં વિવેકનું ગ્રહણ જલસ્થાનીય છે શ્રતધર્મ યથાર્થ તાત્પર્યને સ્પર્શે તે રીતે ગ્રહણ કરવામાં આવે તો વિવેકરૂપી જલથી પારમાર્થિક શ્રુતની વૃદ્ધિ થાય છે અને આ વિવેક યોગશાસ્ત્રોનું પરમ રહસ્ય છે અર્થાતુ મોક્ષમાર્ગને સ્પષ્ટ કરનારા યોગશાસ્ત્રનું એ જ પરમ રહસ્ય છે કે શ્રુતજ્ઞાન યથાર્થ તાત્પર્યને સ્પર્શે તે રીતે અધ્યયન કરવાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય, અન્યથા નહિ. વિવેક યોગશાસ્ત્રોનું પરમ રહસ્ય કેમ છે ? તે સ્પષ્ટ કરવા માટે યોગગ્રંથોમાં તે તે દર્શનવાળાએ વિવેકને કયા શબ્દોથી બતાવેલ છે ? તે કહે છે –
મોક્ષમાર્ગમાં દુર્ગના ગ્રહણરૂપ વિવેક છે એમ કેટલાક કહે છે, જેમ કોઈ માર્ગ ચોર આદિ ઉપદ્રવવાળો હોય અને ઇષ્ટ સ્થાનમાં જનાર પથિક ચોર આદિનો ઉપદ્રવ આવે ત્યારે દુર્ગનો આશ્રય કરે તો ઉપદ્રવથી સુરક્ષિત થઈને ઉચિત કાળે ગમન કરીને ઇષ્ટ નગરે પહોંચે છે, તેમ જેઓ સંસારના સ્વરૂપથી ઉદ્વિગ્ન થયા છે, તેથી મોક્ષમાં જવા માટે પ્રસ્થિત છે છતાં રાગાદિ આપાદક અંતરંગ સંસ્કારો અને રાગાદિ આપાદક કર્મો અને રાગાદિ કર્મને વિપાકમાં લાવે તેવાં બાહ્ય નિમિત્તા પ્રાપ્ત થાય ત્યારે મોક્ષમાર્ગમાં તેઓનું ગમન
અલના પામે છે અને જો તેઓ વિવેકપૂર્વક શ્રુતને ગ્રહણ કરે તો તે શ્રુત તેવા સંયોગમાં કઈ રીતે આત્માનું રક્ષણ કરવું જોઈએ તેની ઉચિત દિશા બતાવે છે, તેનાથી તે જીવો મોક્ષમાર્ગમાં ચોર જેવા રાગાદિ ભાવોના ઉપદ્રવથી આત્માનું રક્ષણ કરી શકે છે અને જેઓ વિવેકપૂર્વક શ્રુત ગ્રહણ કરતા નથી તેઓ શ્રુતના વચનાનુસાર બાહ્ય ક્રિયાઓ કરે છે તોપણ અંતરંગ મોહના સંસ્કારો, મોહનીયકર્મનો ઉદય અને મોહનીયકર્મને ઉદયમાં લાવવાની બાહ્ય સામગ્રીને પામીને બાહ્ય આચારથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત હોવા છતાં રાગાદિ ભાવો કરીને વિનાશ પામે છે, આથી જ મંગુ આચાર્ય શ્રુતના બહુ અધ્યયનવાળા હોવા છતાં તેમણે શ્રુતના તાત્પર્યને વિવેકપૂર્વક ગ્રહણ ન કર્યું, તેથી માન-ખ્યાતિ-૫ર્ષદા આદિ ભાવોનો આશ્રય કરી મનુષ્યજન્મ નિષ્ફળ કર્યો, તેથી મોક્ષ માટે પ્રસ્થિત હોવા છતાં વિવેકના અગ્રહણને કારણે રાગાદિ ભાવોથી લૂંટાયા.
વળી, કેટલાક કહે છે કે વિવેક તમોગ્રંથિના ભેદથી થનારા આનંદ સ્વરૂપ છે. જેમ કોઈ જંગલમાં રહેલા હોય, ગાઢ અંધકાર વ્યાપ્ત હોય અને માર્ગ અત્યંત વિષમ હોય ત્યારે તે જંગલમાંથી નીકળીને ઇષ્ટ સ્થાનમાં જવું દુષ્કર બને છે ત્યારે દીપક આદિની પ્રાપ્તિ થાય તો તેને આનંદ થાય છે; કેમ કે તે પ્રકાશના બળથી પોતે ઇષ્ટ નગરે પહોંચશે તેવો વિશ્વાસ થાય છે, તેમ સંસારના ચક્રાવારૂપ મહા જંગલમાં પડેલા જીવને મુક્ત અવસ્થા જ ઇષ્ટ સ્થાન દેખાય છે, તોપણ તે સ્થાનમાં જવામાં બાધક ગાઢ જ્ઞાનાવરણીયકર્મ વિદ્યમાન હોવાથી માર્ગ સ્પષ્ટ દેખાતો નથી તેવા જીવને સર્વજ્ઞના વચનરૂપ શ્રુતજ્ઞાનની યથાર્થ તાત્પર્યથી પ્રાપ્તિ થાય ત્યારે બહિરંગ ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા કઈ રીતે અંતરંગ ઘાતકર્મ નાશ કરવાનો યત્ન થઈ શકે તેના પરમાર્થને સ્પર્શે તેવો બોધ વિવેકથી પ્રાપ્ત થાય છે, તેથી અંધકારનો ભેદ થવાને કારણે આ પ્રકારે યત્ન કરીને અવશ્ય હું આ સંસાર અટવીથી પર એવા ઇષ્ટ સ્થાનમાં પહોંચીશ એવો સ્પષ્ટ નિર્ણય થાય છે, તેથી આનંદ થાય છે, તે આનંદ તમોગ્રંથિના ભેદથી થનારો વિવેક છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
લલિતવિસ્તરા ભાગ-૩ વળી, બીજા કહે છે કે ગાઢ અંધકારમાં આલોક જેવો વિવેક છે, જેમ ગાઢ અંધકારમાં રહેલા જીવને કયા જવું તેની કોઈ સૂઝ પડતી નથી, તેમાં પ્રકાશ થવાથી એ હર્ષિત થાય છે, તેમ ગાઢ અંધકાર સ્વરૂપ સંસારમાં રહેલા જીવને વિવેકના બળથી શ્રતનું પારમાર્થિક તાત્પર્ય દેખાય છે, તેથી મારે મારા હિત માટે શું કરવું ઉચિત છે તેનો નિર્ણય કરી શકે છે તેવા પ્રકાશ જેવો આ વિવેક છે.
વળી, ભવરૂપી સમુદ્રમાં દ્વીપ જેવો વિવેક છે. જેમ કોઈ પુરુષો ઉચિત રીતે નાવ આદિથી સમુદ્ર પસાર કરતાં હોય અને સમુદ્રમાં તોફાન થવાથી નાવ આદિનો ભંગ થાય ત્યારે તેઓ અત્યંત અસુરક્ષિત બને છે તે વખતે સમુદ્રમાં દ્વીપ મળે તો તેઓ કંઈક સુરક્ષિત બને છે, તેમ સંસારરૂપી સમુદ્રમાં પડેલા જીવોને મોહના ઉપદ્રવોને કારણે કોઈ ભવમાં સુરક્ષિતતા નથી, તે સ્થિતિમાં દુર્ગતિઓથી આત્માનું રક્ષણ કરી શકે તેવા વિવેકની પ્રાપ્તિ થાય અને તેઓ વિવેકપૂર્વક શ્રુતનું ગ્રહણ કરે તો દુર્ગતિઓના પરિભ્રમણના ઉપદ્રવોથી સુરક્ષિત બને છે, તેથી વિવેક ભવરૂપી સમુદ્રમાં દ્વિીપની પ્રાપ્તિ જેવો છે.
અહીં પ્રશ્ન થાય કે જે જીવો ભગવાનના શાસનને બાહ્યથી પણ પામ્યા છે અને તેના કારણે મૃતઅધ્યયન આદિ કરે છે અને માને છે કે શ્રુતઅધ્યયન આદિ ક્રિયાથી અમે માર્ગમાં સુરક્ષિત છીએ, તેથી તેઓને શ્રુતમાત્રના ગ્રહણથી નિયત વિવેકની પ્રાપ્તિ છે; કેમ કે ભોગવિલાસની પ્રવૃત્તિ છોડીને શ્રુતઅધ્યયન કરે છે, તપ-સંયમની ક્રિયા કરે છે તે જ તેઓનો વિવેક છે, માટે શ્રુતઅધ્યયનથી પૃથ| જલસ્થાનીય વિવેકનું ગ્રહણ કેમ કર્યું ? તેથી કહે છે –
મહામિથ્યાદૃષ્ટિ જીવો શ્રુતઅધ્યયન કરે તો પણ શ્રુતના પારમાર્થિક તાત્પર્યને સ્પર્શતા નથી; કેમ કે જેઓમાં ગાઢ વિપર્યા છે તેઓ શ્રુતઅધ્યયન કરે છે, બાહ્ય તપ આદિ ક્રિયા કરે છે તો પણ તેમને સંગની પરિણતિમાં અત્યંત સારબુદ્ધિ હોવાથી મૃતધર્મ વિતરાગતાને અભિમુખ યત્ન કઈ રીતે કરાવે છે તેના પરમાર્થને તેઓ જાણી શકતા નથી, તેથી ક્વચિત્ શ્રુતઅધ્યયન કરીને પણ આલોકમાં માન-ખ્યાતિ આદિમાં જ તેઓનું ચિત્ત વિશ્રાંત થાય છે, તો ક્વચિત્ પરલોકનાં બાહ્ય સમૃદ્ધિનાં સુખોમાં જ તેઓનું ચિત્ત વિશ્રાંત થાય છે, તેથી શ્રુતઅધ્યયન દ્વારા ગાઢ અંધકારને ભેદે તે પ્રકારે વિવેકપૂર્વક શ્રુતનું ગ્રહણ કરતા નથી; કેમ કે તે જીવોમાં તે પ્રકારે શ્રુતના તાત્પર્યને સ્પર્શે તેવા બોધના ભાવનું આવારક કર્મ પ્રચુર છે, તેથી વિવેક વગર શ્રુત ગ્રહણ કરીને કે તપ-સંયમની ક્રિયા કરીને પણ તેઓ મનુષ્યભવને નિષ્ફળ કરે છે. જેમ કાવ્યના શૃંગારાદિ રસસૂચક વચનના રહસ્યને જાણવામાં આવ્યુત્પન્ન પુરુષ કાવ્યને સાંભળે તોપણ કાવ્યના પરમાર્થને સ્પર્શતો નથી, તેમ ગાઢ વિપર્યાસવાળા જીવો સર્વજ્ઞના વચનરૂપ શ્રુતનું અધ્યયન કરે તો પણ તેના પરમાર્થને સ્પર્શતા નથી. કેમ તેઓ શ્રતનું અધ્યયન કરીને તપ-સંયમની પ્રવૃત્તિ કરનારા હોવા છતાં શ્રતના પરમાર્થને પ્રાપ્ત કરી શકતા નથી ? તેથી કહે છે –
જેઓને શ્રુતઅધ્યયન દ્વારા પારમાર્થિક તત્ત્વનો બોધ થાય છે તેઓ અંતરંગ રીતે આત્માના પરમ શત્રુ એવા કષાયના ઉન્મેલનને અનુકૂળ સતત પ્રવૃત્તિ કરે છે, જેના બળથી વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગને પણ અવશ્ય પ્રાપ્ત કરે છે, આથી જ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ તીવ્ર અવિરતિનો ઉદય હોવા છતાં શ્રુતથી તત્ત્વને પામ્યા પછી પોતાની શક્તિનું સમ્યગુ આલોચન કરીને પોતાની ભૂમિકા અનુસાર તે તે બાહ્ય
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૧
પુષ્પરવરદી સૂત્ર પ્રવૃત્તિ કરીને વિરતિ આવારક કષાયોના નાશ માટે પ્રવૃત્તિ કરે છે અને પુનઃ પુનઃ પ્રવૃત્તિના બળથી ક્રમસર ઉપર ઉપરની ભૂમિકામાં જવામાં બાધક વિઘ્નોનો જય કરે છે અને વિધ્વજય કર્યા પછી ફરી ફરી દઢ પ્રયત્ન કરીને તે તે ગુણોને પ્રકૃતિરૂપે પ્રાપ્ત કરે છે તે સિદ્ધિરૂપ છે અને પ્રાપ્ત થયેલા ગુણોનો ઉચિત વિનિયોગ કરીને ગુણવૃદ્ધિ માટે સતત યત્ન કરે છે અને જેઓ વિવેકપૂર્વક શ્રુત ભણતા નથી તેઓનું શ્રુતના અર્થનું જ્ઞાનમાત્ર તે પ્રકારે પ્રવૃત્તિ આદિનું કારણ બનતું નથી, એથી નક્કી થાય છે કે તેઓને શ્રુતઅધ્યયનથી પણ પરમાર્થની પ્રાપ્તિ થઈ નથી; કેમ કે વિવેકનો અભાવ છે.
વળી, જેઓ વિવેકપૂર્વક શ્રુતઅધ્યયન કરે છે તેઓને જેમ પ્રવૃત્તિ આદિ સલિંગની પ્રાપ્તિ છે તેમ બોધના ભાવની વૃદ્ધિની પણ પ્રાપ્તિ છે. જે રીતે કાવ્યના ભાવને જાણનાર પુરુષ જેમ જેમ નવાં નવાં કાવ્યો ભણે તેમ તેમ કાવ્યોના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યને પ્રાપ્ત કરે છે, તે રીતે જેઓ વિવેકપૂર્વક નવું નવું શ્રુત જેમ જેમ ગ્રહણ કરે છે તેમ તેમ સૂત્રના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યને પ્રાપ્ત કરે છે. વળી, જેઓ મહામિથ્યાદૃષ્ટિ છે તેઓ શ્રુત ભણીને અંતરંગ શત્રુઓના નાશમાં પ્રવૃત્તિ આદિ કરતા નથી તેમ શ્રુતના સૂક્ષ્મ-સૂક્ષ્મતર વિશેષવિશેષતર બોધના ભાવની વૃદ્ધિ કરતા નથી, આથી જ મહામિથ્યાદૃષ્ટિને અધ્યયન આદિરૂપ શ્રતની પ્રાપ્તિ થઈ છે તે સ્પષ્ટ અપ્રાપ્તિરૂપ જ છે; કેમ કે શ્રુતપ્રાપ્તિ દ્વારા પોતાના આત્માના હિતના ઉપાયનો તેઓને યથાવત્ બોધ થતો નથી, જેમ કોઈ અતિ નિર્ભાગ્યવાળો પુરુષ કોઈક રીતે ચિંતામણિ રત્ન પ્રાપ્ત કરે, પરંતુ આ ચિંતામણિ રત્ન વિધિપૂર્વક આરાધવાથી સર્વ ઇચ્છાઓને પૂર્ણ કરે છે તેવું જ્ઞાન નહિ હોવાથી ચિંતામણિના ફળને પ્રાપ્ત કરતો નથી, આથી જ તેવો ભાગ્યહીન અયોગ્ય જીવ સામાન્ય ધનના મૂલ્યથી તે ચિંતામણિને આપી દે છે, પરંતુ ચિંતામણિના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરતો નથી, તેમ મહામિથ્યાદૃષ્ટિ પણ શ્રુતની પ્રાપ્તિ કરીને તુચ્છ એવા આલોકનાં ખ્યાતિ આદિને પ્રાપ્ત કરે છે, પરંતુ શ્રતના પરમાર્થનો બોધ નહિ હોવાથી શ્રુતના વચનનું અવલંબન લઈને અંતરંગ શત્રુના ઉચ્છેદમાં યત્ન કરતો નથી, તેથી અંતરંગ શત્રુજન્ય દુઃખની પરંપરાથી તે પુરુષ આત્માનું રક્ષણ કરી શકતો નથી. લલિતવિસ્તરા -
मिथ्यादृष्टेस्तु भवेद् द्रव्यप्राप्तिः; साऽदरादिलिगा अनाभोगवती; न त्वस्यास्थान एवाभिनिवेशः, भव्यत्वयोगात्; तच्चैवलक्षणम्।
प्राप्तं चैतदभव्यैरप्यसकृत, वचनप्रामाण्यात्, न च ततः किञ्चित्, प्रस्तुतफललेशस्याप्यसिद्धेः, परिभावनीयमेतदागमज्ञैर्वचनानुसारेणेति, एवमन्येषामपि सूत्राणामर्थो वेदितव्य इति दिग्मात्रप्रदर्शनमेतत्। લલિતવિસ્તરાર્થ:- - - -
વળી, મિથ્યાદષ્ટિને દ્રવ્યપ્રાપ્તિ થાય=મિથ્યાદષ્ટિ જીવ શ્રુતઅધ્યયન કરે તોપણ મિથ્યાત મંદ હોવાથી ભાવસૃતનું કારણ બને તેવા દ્રવ્યશ્રતની પ્રાપ્તિ થાય, તે=દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ, આદર આદિ લિંગવાળી અનાભોગવાળી છે, વળી, આને મિથ્યાદષ્ટિને, અસ્થાનમાં જ અભિનિવેશ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨
લલિતવિસ્તરા ભાગ-૩ નથી; કેમ કે ભવ્યત્વનો યોગ છે=ભાવકૃતના કારણરૂપ યોગ્યત્વનો યોગ છે, વળી, તે આવા લક્ષણવાળું છે.
અને આ=કૃત, અભવ્ય વડે પણ અનેક વખત પ્રાપ્ત કરાયું છે, કેમ કે વચનનું પ્રામાણ્ય છે, તેથી મૃતપ્રાપ્તિથી કંઈ નથી=કંઈ ફલ નથી; કેમ કે પ્રસ્તુત ફલના લેશની પણ અસિદ્ધિ છે, આ=કૃતમાત્રની પ્રાપ્તિ કંઈ લવાળી નથી એ, આગમના જાણનારાએ વચન અનુસારથી પરિભાવન કરવું જોઈએ, આ રીતે ધમ્મતર વઢઉ એ સૂત્રનો અત્યાર સુધી અર્થ કર્યો એ રીતે, અન્ય પણ સૂત્રોનો અર્થ જાણવો, આ દિમાગનું પ્રદર્શન છે=ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સૂત્રનો અર્થ કર્યો એ અન્ય સર્વ સૂત્રોના અર્થને જાણવા માટે દિશામાત્રના પ્રદર્શનરૂપ છે. les:
भवतु नामैवं महामिथ्यादृष्टेः, मिथ्यादृष्टेस्तु का वार्ता? इत्याहमिथ्यादृष्टेस्तु धर्मबीजाधानार्हस्य, भवेत् स्यात्, द्रव्यप्राप्तिः=भावश्रुतयोग्यद्रव्यश्रुतप्राप्तिः। कीदृग् इत्याह- सा आदरादिलिगा=आदरः करणे प्रीतिरित्यादिलिङ्गा, अनाभोगवती-सम्यक् श्रुतार्थोपयोगरहिता।
ननु मिथ्यादृष्टिर्महामिथ्यादृष्ट्योरनाभोगाद्यविशेषात् कः प्रतिविशेषः? इत्याह- न तु=न पुनः अस्य= मिथ्यादृष्टेः, अस्थान एव=मोक्षपथप्रतिपन्थिन्येव भावे, अभिनिवेशः=आग्रहः, स्थानाभिनिवेशस्यापि तस्य भावात्, कुत एवमित्याह- भव्यत्वयोगात्=भावश्रुतयोग्यत्वस्य भावात्, अस्थानाभिनिवेश एव हि न, तद्भावात् अस्यैव हेतोः स्वरूपमाह- तच्च-तत्पुनर्भव्यत्वम्, एवंलक्षणम् अस्थाने स्थाने चाभिनिवेशस्वभावम्, इत्यनयोर्विशेषो ज्ञेयः।
महामिथ्यादृष्टेः प्राप्तिरप्यस्यासंभविनी, कुतस्तस्य फलचिन्ता? इत्याह
प्राप्तं लब्धं, 'च' कारः उक्तसमुच्चये, एतत् श्रुतम्, अभव्यैरपि एकान्तमहामिथ्यादृष्टिभिः किं पुनरन्यमिथ्यादृष्टिभिः, असकृद्-अनेकशः, कुत इत्याह- वचनप्रामाण्यात्-सजीवानामनन्तशो ग्रैवेयकोपपातप्रज्ञापनाप्रामाण्यात्, एवं तर्हि तत्फलमपि तेषु भविष्यतीत्याह- न च-नैव, ततः श्रुतप्राप्तेः, 'किञ्चित्' फलमिति गम्यते, कुत इत्याह- प्रस्तुतफललेशस्यापि-प्रकृतयथावद्बोधरूपफलांशस्यापि, आस्तां सर्वस्य, असिद्धेः अप्राप्तेः, तत्सिद्धावल्पकालेनैव सर्वमुक्तिप्राप्तिप्रसङ्गात्। शिक्षार्थ :__भवतु नामैवं ..... सर्वमुक्तिप्राप्तिप्रसङ्गात् ।। मा शतपूर्वमा ४ मे शत, Helfण्याने या મહામિથ્યાષ્ટિને મૃતઅધ્યયન નિષ્ફળ થાવ, પરંતુ મિથ્યાદષ્ટિની કઈ વાર્તા છે?=મિથ્યાદષ્ટિ શ્રતઅધ્યયન કરે તેનાથી તેને શું પ્રાપ્ત થાય ? એથી કહે છે – ધર્મબીજાધાતાદિ યોગ્ય એવા મિથ્યાષ્ટિને દ્રવ્યપ્રાપ્તિ થાય=ભાવકૃતને યોગ્ય એવા દ્રવ્યશ્રતની પ્રાપ્તિ થાય, કેવા પ્રકારની દ્રવ્યશ્રતની પ્રાપ્તિ
Page #204
--------------------------------------------------------------------------
________________
પુષ્પરવરદી સૂત્ર
૧૮૩ થાય ? એથી કહે છે – તે દ્રવ્યચુતની પ્રાપ્તિ, આદર આદિ લિંગવાળી અનાભોગવાળી છે આદર કરણમાં પ્રીતિ છે ઈત્યાદિ લિંગવાળી સમ્યમ્ શ્રુતના અર્થતા ઉપયોગ રહિત શ્રુતની પ્રાપ્તિ છે.
નનુથી શંકા કરે છે – મિથ્યાદષ્ટિનો અને મહામિથ્યાદૃષ્ટિનો અનાભોગ આદિ અવિશેષ હોવાથી કયો પ્રતિવિશેષ છે ?=શું ભેદ છે ? એથી કહે છે – વળી, આને મિથ્યાદૃષ્ટિ, અસ્થાનમાં જ= મોક્ષપદપ્રતિપંથી જ ભાવમાં, અભિનિવેશ નથી=મોક્ષપથના પ્રતિપંથી એવા સંગના પરિણામમાં જ આગ્રહ નથી; કેમ કે સ્થાન અભિનિવેશનો પણ તેને ભાવ છે=મોક્ષને અનુકૂળ એવા કષાયોના ઉચ્છેદના અભિનિવેશનો પણ તેને ભાવ છે, કયા કારણથી આ પ્રમાણે છે?=મિથ્યાદષ્ટિને સ્થાન અને અસ્થાન બંનેમાં અભિનિવેશનો ભાવ છે એ પ્રમાણે કયા કારણથી છે ? એથી કહે છે – ભવ્યત્વનો યોગ હોવાથી=ભાવકૃતના યોગ્યત્વનો સદ્દભાવ હોવાથી મિથ્યાદષ્ટિને સ્થાનમાં પણ અભિનિવેશનો ભાવ છે એમ અત્રય છે, અસ્થાનમાં અભિનિવેશ જ નથી; કેમ કે તેનો ભાવ છે= સ્થાનમાં અભિનિવેશનો સદ્ભાવ છે, આ જ હેતુના સ્વરૂપને કહે છે–મિથ્યાદષ્ટિમાં રહેલા ભવ્યત્વરૂપ હેતુના સ્વરૂપને કહે છે – વળી, તે આવા લક્ષણવાળું છે=તે ભવ્યત્વ અસ્થાનમાં અને સ્થાનમાં અભિનિવેશ સ્વભાવવાળું છે, એથી આ બેનો=મહામિથ્યાદષ્ટિ અને મિથ્યાદષ્ટિ બેનો, વિશેષ જાણવો.
મહામિથ્યાદષ્ટિને આની પ્રાપ્તિ પણ=ભવ્યત્વની પ્રાપ્તિ પણ, અસંભવિની છે, તેના ફલની ચિંતા કથાથી હોય=મહામિથ્યાદષ્ટિને શ્રતના પારમાર્થિક ફલની સંભાવના કયાથી હોય ? અર્થાત હોય નહિ, એથી કહે છે – અને આ શ્રુત, અભવ્યો વડે પણ અનેક વખત પ્રાપ્ત કરાયું છે=એકાંત મહામિથ્યાદષ્ટિ વડે પણ અનેક વખત પ્રાપ્ત કરાયું છે, અન્ય મિથ્યાદૃષ્ટિઓ વડે શું? કાર ઉક્તના સમુચ્ચયમાં છે, કયા કારણથી ? એથી કહે છે કયા કારણથી અભવ્યો વડે પણ અનેક વખત આ શ્રત પ્રાપ્ત કરાયું છે ? એથી હેતુ કહે છે – વચનનું પ્રામાય છે=સર્વ જીવોને અવંતી વખત રૈવેયકના ઉપપાતના કથનનું પ્રામાણ્ય છે, આ રીતે તો=અભવ્યોને શ્રતની પ્રાપ્તિ દ્વારા રૈવેયકની પ્રાપ્તિ થાય છે એ રીતે તો, તેનું ફલ પણ=શ્રતનું ફલ પણ, તેઓને થશે, એથી કહે છે – તેનાથી= શ્રતની પ્રાપ્તિથી, કંઈ ફલ તથી જ અભવ્યોને કંઈ ફલ નથી જ, લલિતવિસ્તરામાં વિશ્વ પછી પત્ન શબ્દ અધ્યાહાર છે એથી પમિતિ અને કહેલ છે, કયા કારણથી ? એથી કહે છેઃઅભવ્યને શ્રુતની પ્રાપ્તિથી કંઈ કુલ નથી એ પ્રમાણે કયા કારણથી છે ? એથી હેતુ કહે છે – પ્રસ્તુત ફલના લેશની પણ=પ્રકૃત એવા શ્રુતના યથાવત્ બોધરૂપ ફલાંશની પણ, અસિદ્ધિ છે=અપ્રાપ્તિ છે. સંપૂર્ણ ફલની પ્રાપ્તિ તો દૂર રહો; કેમ કે તેની સિદ્ધિમાં=પ્રકૃત શ્રુતના યથાવત્ બોધરૂપ ફલાંશની સિદ્ધિમાં, અલ્પકાલથી જ સર્વને મુક્તિની પ્રાપ્તિનો પ્રસંગ થાય=બધા જીવોને મુક્તિની પ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે મહામિથ્યાષ્ટિ જીવને શ્રુતઅધ્યયનથી પણ યથાર્થ બોધ થતો નથી, તેથી તેની શ્રતની પ્રાપ્તિ પરમાર્થથી અપ્રાપ્તિ જ છે, ત્યાં પ્રશ્ન થાય કે જેઓનું મિથ્યાત્વ ઉત્કટ નથી, પરંતુ કંઈક મંદ થયું છે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૪
લલિતવિસ્તરા ભાગ-૩
તેવા મિથ્યાષ્ટિને કોઈક નિમિત્તે ભગવાનના શ્રતની પ્રાપ્તિ થાય તે કેવી છે ? તેથી કહે છે –
મિથ્યાષ્ટિને ભાવકૃતનું કારણ બને એવા પ્રકારની દ્રવ્યશ્રતની પ્રાપ્તિ છે અને એવા મંદ મિથ્યાદૃષ્ટિ જીવોને ધર્મબીજનું આધાન આદિ દ્રવ્યશ્રુતથી થાય છે, વળી, તે દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ આદર આદિ લિંગવાળી અને અનાભોગવાળી છે, તેથી એ પ્રાપ્ત થાય કે મંદ મિથ્યાદૃષ્ટિ જીવોને ભગવાનના વચનાનુસાર શ્રુતઅધ્યયન આદિ ઉચિત ક્રિયાઓ કરવામાં પ્રીતિ વર્તે છે, છતાં શ્રુતના પારમાર્થિક તાત્પર્યને સ્પર્શી શકે એવા ઉપયોગથી રહિત તેઓની શ્રુતની પ્રાપ્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ મિશ્રાદષ્ટિ જીવને શ્રુતના પારમાર્થિક તાત્પર્યમાં ઉપયોગ નથી તેમ મહામિથ્યાદૃષ્ટિને પણ શ્રુતના પારમાર્થિક તાત્પર્યમાં ઉપયોગ નથી, તેથી મહામિથ્યાદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ બંનેમાં અનાભોગ સમાન છે, તેથી મહામિથ્યાષ્ટિમાં અને મિથ્યાદૃષ્ટિમાં શું ભેદ છે ? એથી કહે છે –
મહામિથ્યાદૃષ્ટિ જીવોને અસ્થાનમાં જ અભિનિવેશ હોય છે; કેમ કે ગાઢ મિથ્યાત્વ અવસ્થામાં જીવને સંગજન્ય સુખ જ સુખ દેખાય છે, અસંગ અવસ્થામાં સુખ દેખાતું નથી, પરંતુ અસંગ અવસ્થા નિસાર છે તેમ જણાય છે, તેથી પ્રતિકૂળ સંગમાં દુઃખ અને અનુકૂળ સંગમાં સુખ એ પ્રકારની સ્થિરબુદ્ધિ વર્તે છે, તેથી અનુકૂળ સંયોગજન્ય સુખના અર્થી એવા મહામિથ્યાદૃષ્ટિ જીવો ક્વચિત્ માન-ખ્યાતિ માટે કે ક્વચિત્ દેવોમાં દેખાતા સુખ માટે પરલોક અર્થે શ્રુતઅધ્યયન આદિ કરે, પરંતુ કષાયજન્ય ક્લેશના ઉચ્છેદ માટે તેઓને ક્યારેય લેશ પણ આગ્રહ થતો નથી, જ્યારે મિથ્યાદૃષ્ટિ જીવોને અસ્થાનમાં જ અભિનિવેશ નથી, પરંતુ સ્થાનમાં પણ અભિનિવેશ છે, આથી જ મંદ મિથ્યાત્વને કારણે કષાયોની અલ્પતામાં પણ તેઓને કંઈક સુખ જણાય છે અને ક્યારેક ભૌતિક સુખોમાં પણ સુખબુદ્ધિ થાય છે, પરંતુ ભૌતિક સુખો આત્માની વિકૃતિ જ છે તેવી સ્થિરબુદ્ધિ થઈ નથી, તેથી વિકારી સુખમાં પણ સુખબુદ્ધિ કરે છે અને કંઈક વિવેકને કારણે જિનવચનાનુસાર તત્ત્વમાં પણ અભિનિવેશ કરે છે, જેનાથી મિથ્યાદૃષ્ટિ જીવોને પણ યોગબીજો આદિના ક્રમથી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે, કેમ કે તેમાં ભાવકૃતની પ્રાપ્તિની યોગ્યતા છે. કેમ તેઓમાં ભાવશ્રુતની પ્રાપ્તિની યોગ્યતા છે? આથી કહે છે –
અસ્થાનમાં અભિનિવેશ જ તેઓને નથી=જેમ મહામિથ્યાદષ્ટિ જીવોને અસ્થાનમાં અભિનિવેશ જ એકાંતથી છે તેવો અભિનિવેશ મિથ્યાદૃષ્ટિ જીવોને એકાંતથી નથી, આથી જ સ્થાનમાં અભિનિવેશને કારણે બીજાધાન આદિની પ્રાપ્તિ થાય છે અને મિથ્યાષ્ટિમાં રહેલું ભવ્યત્વ આવા લક્ષણવાળું છે=અસ્થાનમાં અને સ્થાનમાં અભિનિવેશ સ્વભાવવાળું છે અને મહામિથ્યાષ્ટિનું સ્વરૂપ અસ્થાનમાં જ અભિનિવેશ સ્વભાવવાળું છે, એથી મહામિથ્યાદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિનો ભેદ છે.
મહામિદૃષ્ટિને દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ પણ સંભવતી નથી તે સ્પષ્ટ કરવા માટે કહે છે – એકાંત મહામિથ્યાદષ્ટિ એવા અભવ્ય જીવોએ પણ અનેક વખત શ્રતની પ્રાપ્તિ કરી છે.
અહીં પ્રશ્ન થાય કે અભવ્યોને પણ અનેક વખત શ્રતની પ્રાપ્તિ થઈ છે તે કેમ નક્કી થાય ? એથી કહે
Page #206
--------------------------------------------------------------------------
________________
પુખરવરદી સૂત્ર,
૧૮૫ સર્વ જીવોએ અનંતી વખત રૈવેયકમાં ઉપપાતને પ્રાપ્ત કર્યો છે, એ પ્રકારનું શાસ્ત્રવચન છે, તેથી નક્કી થાય છે કે મહામિથ્યાદૃષ્ટિ જીવો બહુલતાએ નરક-તિર્યંચ આદિ ભવોમાં જ ભટકે છે, કોઈક રીતે શુભ ભાવ કરીને મનુષ્યભવને પામે છે અને તેમાં પણ ભગવાનનો મૃતધર્મ પ્રાપ્ત કરીને સંયમ ગ્રહણ કરીને બાહ્ય આચરણાના બળથી અને શુભ લેશ્યાના બળથી ક્યારેક નવમા ગ્રેવેયકને પ્રાપ્ત કરે છે અને તેવી પ્રાપ્તિ અનંતકાળે હોવા છતાં દીર્ઘ અનંતકાળમાં પ્રાયઃ બધા જીવોને અનંતી વખત પ્રાપ્ત થાય છે અને દ્રવ્યશ્રુતને પામ્યા પછી પણ ગાઢ વિપર્યય હોવાને કારણે તેઓને અસ્થાનમાં અભિનિવેશ જ વર્તે છે, પરંતુ વીતરાગનું આ વચન વિતરાગતાની પ્રાપ્તિનું એક બીજ છે તેવો લેશ પણ પરિણામ તેઓને થતો નથી, આથી જ તેઓ જિનમાં કુશલ ચિત્ત આદિ પરિણામરૂપ યોગબીજોને પ્રાપ્ત કરતા નથી, તેથી જ અનંતી વખત શ્રુત પામવા છતાં તેઓ સંસારના ક્ષયને અનુકૂળ લેશ પણ પ્રયત્ન કરતા નથી, માટે તેઓને શ્રુતનું પારમાર્થિક ફળ લેશ પણ પ્રાપ્ત થતું નથી. આ કથન આગમ અનુસારથી શાસ્ત્રના જાણનાર પુરુષે પરિભાવન કરવું જોઈએ, જેથી શ્રતના પારમાર્થિક ભાવને જાણવાને અનુકૂળ ઉત્કટ જિજ્ઞાસા થાય, અન્યથા શ્રુતઅધ્યયન પણ નિષ્ફળ છે.
વળી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સૂત્રનો અર્થ કર્યો કે ચારિત્રધર્મની વૃદ્ધિ પછી શ્રતધર્મની વૃદ્ધિ થાવ, તેનાથી ફલિત થાય છે કે શ્રતધર્મ ઉત્તર-ઉત્તરના સૂક્ષ્મ ચારિત્રને પ્રગટ કરીને ક્ષપકશ્રેણિનું પ્રબળ કારણ છે. એ રીતે જ દરેક સૂત્રનો અર્થ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો જોઈએ, જેથી દરેક સૂત્ર ચારિત્રપ્રાપ્તિ પછી પણ કઈ રીતે ક્ષપકશ્રેણિને અનુકૂળ સૂક્ષ્મબોધમાં ઉપકારક છે તેનો પરમાર્થથી બોધ થાય અને તે બોધ કરાવવા માટે જ ગ્રંથકારશ્રી દિશામાત્ર બતાવે છે. લલિતવિસ્તરા -
एवं प्रणिधानं कृत्वैतत्पूर्विका क्रिया फलायेति श्रुतस्यैव कायोत्सर्गसंपादनार्थं पठति पठन्ति वा 'सुयस्स भगवओ करेमि काउस्सग्गमित्यादि यावद् वोसिरामि, व्याख्या पूर्ववत् नवरं 'श्रुतस्येति= प्रवचनस्य सामायिकादिचतुर्दशपूर्वपर्यन्तस्य, 'भगवतः' समग्रैश्वर्यादियुक्तस्य, सिद्धत्वेन समग्रेश्वर्यादियोगः, न ह्यतो विधिप्रवृत्तः फलेन वञ्च्यते; व्याप्ताश्च सर्वेप्रवादा एतेन; विधिप्रतिषेधाऽनुष्ठानपदार्थाविरोधेन च वर्त्तते, (१) 'स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यम्, सर्वे जीवा न हन्तव्या' इतिवचनात्; (२) 'समितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग' इतिवचनात्; (३) 'उत्पादविगमनौव्ययुक्तं सत्, एकद्रव्यमनन्तपर्यायमर्थ' इतिवचनादिति।
कायोत्सर्गप्रपञ्चः प्राग्वत्, तथैव च स्तुतिः, यदि परं श्रुतस्य, समानजातीयबंहकत्वात्, अनुभवसिद्धमेतत् तज्ज्ञानां; चलति समाधिरन्यथेति प्रकटम्, ऐतिह्यं चैतदेवमतो न बाधनीयम्। इति व्याख्यातं 'पुष्करवरद्वीपार्द्ध' इत्यादिसूत्रम्।
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮.
લલિતવિસ્તરા ભાગ-૩
લલિતવિસ્તરાર્થ :
આ રીતે પ્રણિધાન કરીને=પૂર્વમાં પુખરવરદીવ સૂત્રનું વર્ણન કર્યું એ રીતે ચૈત્યવંદન કરનાર મહાત્મા શ્રતના પારમાર્થિક સ્વરૂપનું પ્રણિધાન કરીને અર્થાત્ ઉપસ્થિત કરીને, એના પૂર્વક ક્રિયા ફલ માટે છે=શ્રુતના સખ્યમ્ સ્વરૂપની સ્મૃતિપૂર્વક શ્રુતની ભક્તિ માટે કરાતી કાઉસ્સગ્ગની ક્રિયા ફલ માટે છે, એથી શ્રુતના જ કાયોત્સર્ગના સંપાદન માટે એક સાધુ અથવા એક શ્રાવક બોલે છે અથવા અનેક સાધુ અથવા અનેક શ્રાવક બોલે છે. શું બોલે છે ? એથી કહે છે –
સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગથી વોસિરામિ સુઘી બોલે છે, વ્યાખ્યા=સુઅસ્સ ભગવઓ ઈત્યાદિ સૂત્રની વ્યાખ્યા, પૂર્વની જેમ છે="અરિહંત ચેઇયાણં' સૂત્રની જેમ છે, ફક્ત શ્રતના સામાયિક આદિથી માંડીને ચૌદપૂર્વપર્યંતના પ્રવચનના, સમગ્ર ઐશ્વર્ય આદિ યુક્ત ભગવાન શ્રતના વંદન-પૂજન આદિ નિમિતે હું કાઉસ્સગ્ન કરું છું એમ અન્વય છે.
સિદ્ધપણાને કારણે સમગ્ર ઐશ્વર્ય આદિનો યોગ છે, આનાથી=મૃતથી, વિધિપ્રવૃત પુરુષ ફલથી ઠગાતો નથી જ અને આનાથી=મૃતધર્મથી, સર્વ પ્રવાદો વ્યાપ્ત છે અને વિધિ-પ્રતિષેધ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી વર્તે છે=શ્રુતજ્ઞાન વર્તે છે; કેમ કે સ્વર્ગ અને કેવલજ્ઞાનના અથએ તપ-ધ્યાનાદિ કરવાં જોઈએ, સર્વ જીવો હણવા જોઈએ નહિ, એ પ્રકારનું વચન હોવાથી વિધિ-પ્રતિષેધની અવિરોધથી પ્રાતિ છે, સમિતિ-ગુપ્તિશુદ્ધ ક્રિયા અસપત્નયોગ છે એ પ્રકારનું વચન હોવાથી અનુષ્ઠાનની વિધિ-પ્રતિષેધની સાથે અવિરોધથી પ્રાપ્તિ છે, ઉત્પાદ, વિરમ અને ધ્રોવ્યથી યુક્ત સત્ છે, એક દ્રવ્ય અનંતપર્યાયરૂપ અર્થ છે, એ પ્રકારનું વચન હોવાથી વિધિપ્રતિષેધ અને અનુષ્ઠાનની સાથે અવિરોધથી પદાર્થની પ્રાતિ છે.
કાયોત્સર્ગનો વિસ્તાર પૂર્વની જેમ છે=પૂર્વની બે સ્તુતિઓમાં બતાવ્યું એ પ્રમાણે છે, અને તે પ્રકારે જ સ્તુતિ છે જે પ્રકારે પહેલા બે કાઉસ્સગ્ગમાં સ્તુતિ છે તે પ્રકારે જ સ્તુતિ છે, ફક્ત શ્રતની છે; કેમ કે સમાન જાતીયનું બૃહકપણું છે=જે પ્રકારે મૃતનું પ્રણિધાન પુકારવરદી સૂત્રથી કર્યું તેની સમાન જાતીય જ શ્રતની સ્તુતિ બોલાય તો ભાવના અતિશયરૂપ બૃહકપણું પ્રાપ્ત થાય, તેના જાણનારાઓને=ભાવવૃદ્ધિના પરમાર્થને જાણનારાઓને, આ=સમાન જાતીય સ્તુતિ બોલવાથી ભાવની વૃદ્ધિ થાય છે એ, અનુભવસિદ્ધ છે, અન્યથા=પ્રણિધાન અન્યનું કરીને સ્તુતિ અન્ય પ્રકારની બોલવામાં આવે તો, સમાધિ ચલાયમાન થાય છે એ પ્રગટ છે અને આ વિશ્વ છે–ત્રીજી સ્તુતિ કૃતની બોલવી એ સંપ્રદાયમર્યાદા છે, આ રીતે આનાથી બાધનીય નથી=પુખરવરદી સૂત્રથી પ્રણિધાન કર્યા પછી શ્રુતની સ્તુતિ બોલવામાં આવે એ રીતે સંપ્રદાયથી બાધનીય નથી, એ પ્રમાણે પારવરદી ઈત્યાદિ સૂત્ર વ્યાખ્યાન કરાયું.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૭
પુષ્પરવરદી સૂત્ર પંજિકા -
'सिद्धत्वेने ति, सिद्धत्वेन फलाव्यभिचारप्रतिष्ठितत्वत्रिकोटिपरिशुद्धिभेदेन, इदमेव 'न ह्यतो विधिप्रवृत्त' इत्यादिना वाक्यत्रयेण यथाक्रमं भावयति; सुगमं चैतत् नवरं 'विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधेन च' इति, विधिप्रतिषेधयोः, कषरूपयोः, अनुष्ठानस्य छेदरूपस्य, पदार्थस्य च तापविषयस्य, अविरोधेन-पूर्वापराबाधया, वर्त्तते, 'च'कार उक्तसमुच्चयार्थः।
अमुमेवाविरोधं त्रिकोटिपरिशुद्धिलक्षणं द्वाभ्यां वचनाभ्यां दर्शयति'स्वर्ग'त्यादिना; सुगमं चैतत्, किन्तु स्वर्गार्थिना तपोदेवतापूजनादि, केवलार्थिना तु ध्यानाध्ययनादि कर्त्तव्यम्, ‘असपत्नो योगः' इति, 'असपत्नः' परस्पराविरोधी, स्वस्वकालानुष्ठानाद्, योगः स्वाध्यायादिसमाचारः। 'ऐतिह्यं चैतदिति-संप्रदायश्चायं यदुत तृतीया स्तुतिः श्रुतस्येति।
॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां ललितविस्तरापञ्जिकायां श्रुतस्तवः समाप्तः।। પંજિકાર્ય :
સિદ્ધત્વેને"તિ સ્તુતિઃ શ્રુતીતિ . સિદ્ધાર્વજ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – ફલ અવ્યભિચાર પ્રતિષ્ઠિતત્વ ત્રિકોટિપરિશુદ્ધિના ભેદથી સિદ્ધપણું હોવાને કારણે શ્રતધર્મને સમગ્ર ઐશ્વર્યાદિનો યોગ છે એમ અવય છે, આને જ ન હતો વિથિકવૃત્ત: ઈત્યાદિ વાક્યત્રયથી યથાક્રમ ભાવન કરે છે અને આ સુગમ છે=આનાથી વિધિપ્રવૃત પુરુષ ફ્લથી ઠગાતો નથી એમ લલિતવિસ્તરામાં કહ્યું એ સુગમ છે, ફક્ત વિધિ-પ્રતિષેધ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી એ પ્રકારના લલિતવિસ્તરાના વચનનો અર્થ કરે છે – કષરૂપ વિધિપ્રતિષેધના, છેદરૂપ અનુષ્ઠાનના અને તાપવિષયવાળા પદાર્થના અવિરોધથી=પૂર્વાપર અબાધાથી કષ-છેદ-તાપમાં પરસ્પર બાધા ન થાય તે પ્રકારથી, વર્તે છે=ભુતધર્મ વર્તે છે, શબ્દ ઉક્તના સમુચ્ચય અર્થવાળો છે.
આ જ ત્રિકોટિપરિશુદ્ધિરૂપ અવિરોધને સ્વ ઈત્યાદિ બે વચનો દ્વારા બતાવે છે – અને આ સુગમ છે=બે વચનોનો અર્થ સુગમ છે, પરંતુ સ્વર્ગના અર્થીએ તપ-દેવતાપૂજનાદિ કરવાં જોઈએ, વળી, કેવળજ્ઞાનના અર્થીએ ધ્યાન-અધ્યયન આદિ કરવાં જોઈએ, અસપત્નો સો એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અસપત્ન=સ્વ-સ્વ કાલના અનુષ્ઠાનથી પરસ્પર અવિરોધી યોગ સ્વાધ્યાય સમાચાર છે અને આ તિત્વ છે એનો અર્થ કરે છે – અને આ સંપ્રદાય છે, તે વડુતથી સ્પષ્ટ કરે છે – ત્રીજી સ્તુતિ શ્રુતની છે.
એ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત લલિતવિસ્તરાની પંજિકામાં શ્રુતસ્તવ સમાપ્ત થયો. ભાવાર્થ
પૂર્વમાં પુખરવરદી સૂત્રનો અર્થ કર્યો એ પ્રકારે સૂત્રના અર્થનું જે મહાત્મા સૂત્ર બોલીને સ્મરણ કરે છે તેનાથી શ્રુતના માહાભ્યથી રંજિત થયેલું ચિત્ત શ્રુતની ભક્તિ કરવાના પ્રણિધાનવાળું બને છે અને એ પ્રકારે
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
લલિતવિસ્તરા ભાગ-૩ પ્રણિધાન કર્યા પછી પ્રણિધાનપૂર્વક શ્રુતની ભક્તિરૂપ કાયોત્સર્ગની ક્રિયા નિર્જરા ફલવાળી થાય છે, એથી શ્રુતના કાયોત્સર્ગને સંપાદન કરવા માટે એક સાધુ કે એક શ્રાવક સુઅસ્સે ભગવઓથી માંડીને વોસિરામિ સુધી સૂત્રને બોલે છે અને ઘણા ચૈત્યવંદન કરનારા હોય તો બીજા અંતરજલ્પરૂપે તે સૂત્ર બોલે છે, તેનાથી શ્રુત ભગવાનની ભક્તિ નિમિત્તે કાયોત્સર્ગની ક્રિયા કરીને વિપુલ નિર્જરાની પ્રાપ્તિ કરે છે અને સુઅસ્સ ભગવઓ ઇત્યાદિ સૂત્રની વ્યાખ્યા અરિહંત ચેઇયાણં સૂત્રમાં કરી તે પ્રમાણે જ અહીં જાણવી. ફક્ત અરિહંત ચેઇયાણં' પાઠના સ્થાને “સુઅસ ભગવઓ' પાઠ બોલાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – સામાયિક આદિથી માંડીને ચૌદપૂર્વ સુધી ભગવાનના પ્રવચનરૂપ શ્રત છે.
વળી, તે શ્રુતને ભગવાન એ પ્રકારનું વિશેષણ બતાવ્યું, તેથી એ પ્રાપ્ત થયું કે શ્રતધર્મ સમગ્ર ઐશ્વર્ય આદિથી યુક્ત છે અને સામાયિક સૂત્રથી માંડીને ચૌદપૂર્વ સુધીનું ભગવાનનું વચન છે અને તે ભગવાનનું વચન સિદ્ધ હોવાને કારણે સમગ્ર ઐશ્વર્ય આદિના યોગવાળું છે. ભગવાનનું વચન સિદ્ધ કેમ છે? તેનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – ફલની સાથે આવ્યભિચારવાળું છે અને પ્રતિષ્ઠિત છે અને ત્રિકોટિપરિશુદ્ધ છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનનો બોધ કરીને તે પ્રમાણે જેઓ સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે તેઓને તે વચનાનુસાર પ્રવૃત્તિને કારણે દુર્ગતિઓથી રક્ષણ, સદ્ગતિની પરંપરા અને અંતે મોક્ષરૂપ ફળ અવશ્ય થાય છે, તેથી શ્રુતજ્ઞાન ફલની સાથે અવ્યભિચારથી સિદ્ધ છે. વળી, સકલ નયની વ્યાપ્તિ હોવાથી ભગવાનનું વચન પ્રતિષ્ઠિત છે= યથાર્થવાદીરૂપે પ્રતિષ્ઠિત છે. વળી, ભગવાનનું વચન કષ-છેદ-તાપરૂપ ત્રિકોટિપરિશુદ્ધ છે.
આ ત્રણ વસ્તુને જ=ભગવાનનું વચન ફલ સાથે અવ્યભિચારી છે, પ્રતિષ્ઠિત છે અને ત્રિકોટિપરિશુદ્ધ છે એ ત્રણ વસ્તુને જ, સ્પષ્ટ કરતાં કહે છે – શ્રુતથી વિધિમાં પ્રવૃત્ત પુરુષ ફલથી ઠગાતો નથી અર્થાત્ અવશ્ય ફલને પ્રાપ્ત કરે છે, તેથી ફલની સાથે અવ્યભિચારી છે, વળી, કૃતધર્મથી સર્વ પ્રવાદો વ્યાપ્ત છે અર્થાતુ ભગવાનનું શ્રુત સર્વ નયોને સ્વીકારનાર હોવાથી તે તે નથી કહેનાર સર્વ દર્શનોમાં વ્યાપ્ત છે, માટે સર્વ દર્શનોના તે તે નયના યથાર્થ અંશમાં ભગવાનનું વચન પ્રતિષ્ઠિત છે.
વળી, વિધિ-પ્રતિષેધરૂપ કષ અને છેદરૂપ અનુષ્ઠાન અને તાપના વિષયભૂત પદાર્થના અવિરોધથી ભગવાનનું વચન વર્તે છે, તેથી ત્રિકોટિપરિશુદ્ધ છે અને આ ત્રિકોટિપરિશુદ્ધને જ સંક્ષેપથી બે બે વચન દ્વારા બતાવે છે –
સ્વર્ગના અર્થીએ તપ-દેવતાપૂજન આદિ કરવા જોઈએ અને કેવલજ્ઞાનના અર્થીએ ધ્યાન-અધ્યયન આદિ કરવાં જોઈએ એ પ્રકારે વિધિવચન છે, સર્વ જીવોને હણવા જોઈએ નહિ એ પ્રકારનું નિષેધવચન છે, તેથી વિધિ અને નિષેધના પાલન દ્વારા જીવો અવશ્ય દુર્ગતિથી રક્ષણ પામે છે અને સ્વર્ગ અને મોક્ષના ફલને પ્રાપ્ત કરે છે. તેવા ફલને આપનારાં આ વિધિ-નિષેધ વચનો છે, તેનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સર્વ શક્તિથી ધ્યાન-અધ્યયન આદિ કરીને સંગ વગરના થાય છે તેઓ વિધિવચનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને જેમાં તે પ્રકારની શક્તિનો સંચય થયો નથી તેઓ કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વર્ગની પ્રાપ્તિ માટે તપ-દેવતા પૂજનાદિ સરાગ ચર્ય પાળે તો દેવલોકની પ્રાપ્તિ કરે છે. વળી, સર્વ જીવોને હણવા
Page #210
--------------------------------------------------------------------------
________________
પુwવરદી સૂત્ર
૧૮૯ જોઈએ નહિ એ વચનાનુસાર ષકાયનું પાલન કરે તો જે હિંસાત દુર્ગતિની પ્રાપ્તિ હતી તેનાથી આત્માનું રક્ષણ થાય છે.
આ રીતે વિધિ-નિષેધ બતાવ્યા પછી તેના સમ્યફ પાલન માટે ભગવાને ઉચિત અનુષ્ઠાન બતાવેલું છે, તેથી ભગવાનનું વચન છેદશુદ્ધ છે અને તે ઉચિત અનુષ્ઠાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
સમિતિ-ગુપ્તિશુદ્ધ ક્રિયા અસપત્નયોગ છે, તેથી એ ફલિત થાય કે જે મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થવા માટે યત્ન કરે છે અને તે ગુપ્તિની વૃદ્ધિના પ્રયોજનથી કોઈ ચેણ આવશ્યક હોય ત્યારે સમિતિપૂર્વક યત્ન કરે છે અને તેની પુષ્ટિ થાય એ પ્રકારે જ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તો તે ક્રિયાઓ સમિતિ-ગુપ્તિની વૃદ્ધિનું એક કારણ હોવાથી પરસ્પર અવિરોધી છે અને તેવું અનુષ્ઠાન કરવાનું જ વિધાન ભગવાનના શાસનમાં છે, તેથી વિધિ-નિષેધને પોષક અનુષ્ઠાનને બતાવનાર ભગવાનનું વચન હોવાથી છેદશુદ્ધ છે અને જેઓને સમિતિ-ગુપ્તિશુદ્ધ ક્રિયા કઈ રીતે કરવી તેનો બોધ નથી તેઓ સંયમની ક્રિયા કરતા હોય તોપણ બલવાન યોગની ઉપેક્ષાપૂર્વક અબલવાન યોગને સેવીને સપનૂયોગની પ્રાપ્તિ કરે છે અર્થાત્ વિશેષ ફળની પ્રાપ્તિ ન થાય, અલ્પ ફળ મળે એવું અનુષ્ઠાન કરે છે, વસ્તુતઃ ભગવાનનું વચન જે જીવને આશ્રયીને સમિતિ-ગુપ્તિનો પ્રકર્ષ જે અનુષ્ઠાનથી જે વખતે થાય તે જીવને તે વખતે તે અનુષ્ઠાન સેવવાનું કથન કરે છે, આથી જ શ્રાવકની ભૂમિકામાં રહેલા જીવો શ્રાવકાચારને અનુરૂપ સમિતિ-ગુપ્તિનું સેવન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવા સમર્થ હોય અને સાક્ષાત્ સર્વવિરતિને અનુકૂળ સમિતિ-ગુપ્તિ પાળવા માટે અસમર્થ હોય છતાં સર્વવિરતિ સ્વીકારે ત્યારે દેશવિરતિને અનુકૂળ પણ સમિતિ-ગુપ્તિના પરિણામ કરી શકે નહિ અને સર્વવિરતિને અનુકૂળ પણ સમિતિ-ગુપ્તિના પરિણામ કરી શકે નહિ, તેને માટે સર્વવિરતિનું ગ્રહણ સપત્નયોગ બને છે, તેથી તે જીવને આશ્રયીને સર્વવિરતિનું ગ્રહણ વિધિ-નિષેધને અનુકૂળ પોષક અનુષ્ઠાનરૂપ નહિ હોવાથી ભગવાનના વચનાનુસાર તે જીવની સર્વવિરતિની ગ્રહણની ક્રિયા છેદશુદ્ધ નથી; કેમ કે સ્વશક્તિ અનુસાર દેશવિરતિ અનુષ્ઠાનરૂપ બલવાન અનુષ્ઠાનનો નાશ કરનાર તે સર્વવિરતિનું અનુષ્ઠાન છે. અને ભગવાનના વચનાનુસાર સેવાયેલ સમિતિ-ગુપ્તિશુદ્ધ ક્રિયારૂપ અસપત્નયોગ વિધિ-નિષેધની પુષ્ટિ કરીને અવશ્ય ઇષ્ટફલની પ્રાપ્તિનું કારણ બને છે.
આ રીતે જીવના હિત માટે વિધિ-નિષેધનાં વચનો અને તેને અનુરૂપ એવા ઉચિત અનુષ્ઠાનને કહેનારું, ભગવાનનું વચન છે.
વળી, પદાર્થનું વર્ણન પણ વિધિ-નિષેધની સંગતિ થાય તેવું જ છે, માટે ભગવાનનું વચન તાપશુદ્ધ છે તે બતાવતાં કહે છે –
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત જે તે સત્ છે એ પ્રકારનું વચન છે અને પદાર્થ એક દ્રવ્યરૂપ અને અનંત પર્યાય સ્વરૂપ છે એમ ભગવાનનું વચન કહે છે, તેથી એ પ્રાપ્ત થાય કે આત્મારૂપ દ્રવ્ય અનંત પર્યાય સ્વરૂપ છે અને તે આત્મા પ્રતિક્ષણ કોઈક સ્વરૂપે ઉત્પાદ, કોઈક સ્વરૂપે વિગમ અને કોઈક સ્વરૂપે ધ્રુવ છે,
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૦
લલિતવિસ્તરા ભાગ-૩ માટે સત્ છે. તેથી વિધિ-પ્રતિષેધના સેવનથી આત્મામાં મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટ થાય છે અને સંસારના પરિભ્રમણને અનુકૂળ ભાવોનો વ્યય થાય છે તે સંગત થાય છે. જો આત્માને ફૂટસ્થ નિત્ય માનવામાં આવે તો વિધિ-નિષેધથી કોઈ પરિવર્તન સંભવે નહિ, તેથી તે વચન એકાંતવાદરૂપ હોવાથી વિધિ-નિષેધને અનુરૂપ પદાર્થને કહેનાર નથી, વળી, પદાર્થ એકાંત ક્ષણિક માનવામાં આવે તોપણ વિધિ-પ્રતિષેધ સેવનાર પુરુષ જ ઉત્તરમાં મોક્ષને અનુકૂળ પર્યાયને પ્રાપ્ત કરે છે તે સંગત થાય નહિ, તેથી તે એકાંત વચન પણ મિથ્યા છે. પરંતુ ભગવાને પદાર્થનું સ્વરૂપ તેવું જ બતાવ્યું છે, તે રીતે પદાર્થનો સ્વીકાર કરવાથી અને વિધિ-નિષેધના સેવનથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે તે વચન સંગત થાય છે. માટે ભગવાનનું વચન ત્રિકોટી પરિશુદ્ધ છે.
વળી, કાયોત્સર્ગનો વિસ્તાર પ્રથમની બે સ્તુતિમાં જેમ કહ્યો તે પ્રકારે જ ત્રીજી સ્તુતિમાં પણ જાણવો, તેથી જેમ ત્યાં અન્નત્ય આદિ બોલીને એક નવકારનો કાઉસ્સગ્ન કરાય છે, તેમ પ્રસ્તુતમાં પણ એક નવકારનો કાઉસ્સગ્ન કરાય છે અને જેમ કાઉસ્સગ્ન કર્યા પછી એક તીર્થકરની અને સર્વ તીર્થંકરની સ્તુતિ બોલાય છે તેમ અહીં શ્રુતજ્ઞાનની સ્તુતિ બોલાય છે. અહીં બીજી સ્તુતિ કેમ બોલાતી નથી, શ્રુતની જ સ્તુતિ કેમ બોલાય છે ? તેમાં યુક્તિ બતાવે છે – પુખરવરદી સૂત્રથી જે શ્રતનું માહાભ્ય સ્મરણ કરેલું અને સુઅસ ભગવઓ દ્વારા તે શ્રુતનાં વંદન-પૂજન આદિ માટે કાયોત્સર્ગ કરીને ભક્તિની વૃદ્ધિ કરી તેની સમાનજાતીય સ્તુતિ બોલવાથી ભાવનો અતિશય થાય છે અને પરિણામને જોનારા બુદ્ધિમાન પુરુષોને આ અનુભવસિદ્ધ છે; કેમ કે પૂર્વની ક્રિયાથી શ્રુત પ્રત્યેનો ભક્તિનો પરિણામ અખ્ખલિત વૃદ્ધિ પામતો હતો તેને અનુરૂપ સ્તુતિ બોલવાથી તે પરિણામ અતિશયિત થાય છે તેમ અનુભવસિદ્ધ છે અને અન્ય પ્રકારની સ્તુતિ બોલવામાં આવે તો “પુખરવરદી' સૂત્રથી અને કાયોત્સર્ગના પ્રણિધાનના સૂત્રથી તત્ત્વથી વાસિત થયેલું ચિત્ત હોવાને કારણે જે સમાધિ પ્રગટેલ તે સમાધિ અન્ય પ્રકારની સ્તુતિ બોલવાથી ચલાયમાન થાય છે, માટે વિવેકીએ તે પ્રકારના પરિણામને પોષક સ્તુતિ બોલવી જોઈએ, અને ત્રીજી સ્તુતિ જ્ઞાનની છે, એ સંપ્રદાયથી નિર્ણત છે, એથી બાધનીય નથી.
આ રીતે પુખરવરદીવડ્રઢ ઇત્યાદિ સૂત્રનું વ્યાખ્યાન કરાયું. અવતરણિકા -
पुनरनुष्ठानपरम्पराफलभूतेभ्यस्तथाभावेन तत्क्रियाप्रयोजकेभ्यश्च सिद्धेभ्यो नमस्करणायेदं पठति पठन्ति વા - અવતરણિકાળું:
વળી, અનુષ્ઠાનની પરંપરાના ફલભૂત અને તે પ્રકારના ભાવથી–સિદ્ધના ગુણોનું સ્મરણ હોય તે પ્રકારના ભાવથી, તકિયાના પ્રયોજક એવા=મોક્ષને અનુકૂળ એવી ક્રિયાના પ્રયોજક એવા, સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા માટે આ સૂત્ર એક સાધુ કે એક શ્રાવક અથવા અનેક સાધુ કે અનેક શ્રાવક બોલે છે –
Page #212
--------------------------------------------------------------------------
________________
१ट
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર. भावार्थ :
ત્રણ સ્તુતિ બોલ્યા પછી સિદ્ધોને નમસ્કાર કરવા માટે આ સૂત્ર બોલાય છે, તે સિદ્ધ ભગવંતો ભગવાને બતાવેલા અનુષ્ઠાનોની પરંપરાના સેવનના ફલભૂત છે, તેથી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના આશયથી જ સર્વ અનુષ્ઠાનો વિવેકી પુરુષ દ્વારા સેવાય છે અને સિદ્ધ ભગવંતોના સ્વરૂપના સ્મરણરૂપ તે પ્રકારના ભાવથી પોતાની ભૂમિકા અનુસાર તે તે ધર્મ અનુષ્ઠાન સેવાય તેના દ્વારા સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું પ્રયોજક સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે, તેથી સિદ્ધ ભગવંતોના સ્વરૂપના ભાવને સ્મૃતિમાં રાખીને તેને અનુરૂપ ક્રિયાના પ્રયોજક સિદ્ધ ભગવંતો છે તેમને નમસ્કાર કરવા માટે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલાય છે.
सूत्र:
सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपरगयाणं ।
लोयग्गमुवगयाणं, नमो सया सव्वसिद्धाणं ।।१।। सूत्रार्थ :
સિદ્ધ થયેલા, બોધ પામેલા, પરંપરાએ પારર્ન પાર્ગલા, લોકના અગ્રભાગને પામેલા સર્વ सिद्धाने सहा नमार ९९. ||१|| ललितविस्तरा :
अस्य व्याख्या -सितं मातमेषामिति सिद्धाः, निर्दग्धानेकभवकर्मेन्धना इत्यर्थः, तेभ्यो नम इति योगः, ते च सामान्यतः कर्मादिसिद्धा अपि भवन्ति, यथोक्तम्‘कम्मे सिप्पे य विज्जा य, मंते जोगे य आगमे ।। अत्थ जत्ता अभिप्पाए, तवे कम्मक्खए इय ।।१।।' इत्यादि,
अतः कादिसिद्धव्यपोहायाह- बुद्धेभ्यः अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, सर्वज्ञसर्वदर्शिस्वभावबोधरूपा इत्यर्थः, एतेभ्यः। एते च संसारनिर्वाणोभयपरित्यागेन स्थितवन्तः कैश्चिदिष्यन्ते, 'न संसारे न निर्वाणे, स्थितो भुवनभूतये । अचिन्त्यः सर्वलोकानां, चिन्तारत्नाधिको महान् ।।१।।' इति वचनात्,
एतनिरासायाह- 'पारगतेभ्यः', पारं-पर्यन्तं संसारस्य प्रयोजनवातस्य वा गताः पारगताः, तथाभव्यत्वाक्षिप्तसकलप्रयोजनसमाप्त्या निरवशेषकर्त्तव्यशक्तिविप्रमुक्ता इति यदुक्तं भवति, एतेभ्यः।
एते च यदृच्छावादिभिः कैश्चिदक्रमसिद्धत्वेनापि गीयन्ते, यथोक्तम्
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ललितविस्तरा लाग-3
'नैकादिसङ्ख्याक्रमतो, वित्तप्राप्तिर्नियोगतः ।
दरिद्रराज्याप्तिसमा, तद्वन्मुक्तिः क्वचिन्न किम् । । १ । ।'
इत्येतद्व्यपोहायाह- ‘परम्परगतेभ्यः' = परम्परया- ज्ञानदर्शनचारित्ररूपया, मिथ्यादृष्टिसास्वादन - सम्यग्मिथ्यादृष्ट्यविरतसम्यग्दृष्टिविरताविरतप्रमत्ताप्रमत्तनिवृत्त्यनिवृत्तिबादरसूक्ष्मोपशान्तक्षीणमोहसयोग्ययोगिगुणस्थानभेदभिन्नया, गताः परम्परगताः, एतेभ्यः ।
एतेऽपि कैश्चिदनियतदेशा अभ्युपगम्यन्ते,
'यत्र क्लेशक्षयस्तत्र, विज्ञानमवतिष्ठते ।
बाधा च सर्वथाऽस्येह, तदभावान्न जातुचित् ।।१।।'
इति वचनात्, एतन्निराचिकीर्षयाऽह-'लोकाग्रमुपगतेभ्यः', लोकाग्रम्-ईषत्प्राग्भाराख्यम्, तदुप= सामीप्येन, निरवशेषकर्म्मविच्युत्त्या तदपराभित्र प्रदेशतया गताः-उपगताः, उक्तं च- 'जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नोन्नमणाबाहं, चिट्ठति सुही सुहं पत्ता । । १ । । ' तेभ्यः । आह - 'कथं पुनरिह सकलकर्म्मविप्रमुक्तानां लोकान्तं यावद् गतिर्भवति ? भावे वा सर्वदैव कस्मान्न भवतीति ?' अत्रोच्यते - पूर्वावेश (प्र० वेध ) वशाद् दण्डादिचक्रभ्रमणवत् समयमेवैकमविरुद्धेति न दोष इति, एतेभ्यः ।
एवंभूतेभ्यः किमित्याह - 'नमः सदा सर्वसिद्धेभ्यः', 'नमः' इति क्रियापदं, सदा सर्वकालं, प्रशस्तभावपूरणमेतदयथार्थमपि फलवत्, चित्राभिग्रहभाववदित्याचार्याः, सर्वसिद्धेभ्यः = तीर्थसिद्धादिभेदभिन्नेभ्यः ।
ललितविस्तरार्थ :
-
આની વ્યાખ્યા પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા, સિત=બાત છે આમનું એ સિદ્ધ, બળી ગયાં છે અનેક ભવનાં કર્મઈન્ધનો જેમનાં એ સિદ્ધ, તેઓને હું નમસ્કાર કરું છું એ પ્રમાણે સંબંધ છે અને તેઓ સામાન્યથી કર્માદિ સિદ્ધ પણ હોય છે, જે પ્રમાણે કહેવાયું છે मां, शिल्पमां, विद्यामां, मंत्रमां, योगमां, खागममां, अर्थमां, यात्रामां, अभिप्रायमां, तपमां, धर्मक्षयमां सिद्धं शब्द वपराय छे. ઈત્યાદિ, આથી કર્માદિ સિદ્ધના વ્યપોહ માટે=અગ્રહણ માટે, કહે છે બુદ્ધોને=અજ્ઞાનરૂપ નિદ્રામાં સૂતેલા જગતમાં અપરોપદેશથી અર્થાત્ બીજાના ઉપદેશ વગર જીવાદિરૂપ તત્ત્વના બોધવાળા બુદ્ધો છે અર્થાત્ સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવના બોધરૂપવાળા છે એમને, નમસ્કાર કરું છું એમ मन्वय छे.
અને આ=સિદ્ધ થયેલા અને બોધવાળા, સંસાર અને નિર્વાણ ઉભયના પરિત્યાગથી રહેલા કેટલાક વડે ઈચ્છાય છે; કેમ કે સંસારમાં નથી, નિર્વાણમાં નથી, ભુવનની આબાદી માટે રહેલા અચિંત્ય
Page #214
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
૧૪ સર્વ લોકોને ચિંતારત્નથી અધિક, મહાન છે. એ પ્રકારનું વચન છે, આના નિરાસ માટે સંસાર અને નિર્વાણ ઉભયના પરિત્યાગથી સિદ્ધ ભગવંતો રહેલા છે એના નિરાસ માટે, કહે છે - પારગત એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું, તેનો અર્થ કરે છે – પારને સંસારના છેડાને, અથવા પ્રયોજનના સમૂહના છેડાને પામેલા પારગત તથાભવ્યત્વથી આક્ષિપ્ત સકલ પ્રયોજનની સમાપ્તિથી નિરવશેષ કર્તવ્યશક્તિથી વિપ્રમુક્ત એ પ્રમાણે જે કહેવાયું છે એમને નમસ્કાર કરું છું એમ અન્વય છે.
અને આ ચદચ્છવાદી કેટલાક વડે અક્રમ સિદ્ધપણાથી કહેવાય છે, જે પ્રમાણે કહેવાયું છે – એક આદિ સંખ્યાના ક્રમથી ધનની પ્રાપ્તિ નિયોગથી નિશ્ચયથી, નથી, દરિદ્રને રાજ્યપ્રાપ્તિ સમાન ધનની પ્રાપ્તિ છે, તેની જેમ મુક્તિ ક્વચિત્ કેમ ન હોય ? એના વ્યાપોહ માટે કહે છે – પરંપરાગત એવા સિદ્ધોને હું નમસ્કાર કરું છું=જ્ઞાન-દર્શન-ચાત્રિરૂપ પરંપરાથી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનક સચ્ચશ્મિધ્યાદષ્ટિ ગુણસ્થાનક, અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક, વિરતાવિરત ગુણરથાનક, પ્રમત્ત ગુણસ્થાનક, અપ્રમત્ત ગુણસ્થાનક, નિવૃતિબાદર ગુણરથાનક, અનિવૃતિબાદર ગુણસ્થાનક, સૂક્ષ્મ ગુણસ્થાનક, ઉપરાંત ગુણસ્થાનક, ક્ષીણમોહ ગુણસ્થાનક, સયોગી ગુણસ્થાનક, અયોગી ગુણસ્થાનકના ભેદથી ભિન્નપણાથી ગયેલા=પરંપરાને પામેલા, એમને હું નમસ્કાર કરું છું.
આ પણ=પરંપરાએ સિદ્ધ થયેલા પણ, કેટલાક વડે અનિયત દેશવાળા સ્વીકારાય છે; કેમ કે જ્યાં ક્લેશ ક્ષય છે ત્યાં વિજ્ઞાન રહે છે અને આને અહીં બાધા સર્વથા ક્યારેય નથી; કેમ કે તેનો અભાવ છે ક્લેશનો અભાવ છે. એ પ્રકારનું વચન છે, આનો નિરાસ કરવાની ઈચ્છાથી–સિદ્ધ થયેલા જીવો અનિયત દેશમાં રહે છે એ મતનું નિરાકરણ કરવાની ઈચ્છાથી, કહે છે – લોકના અગ્રભાગને પામેલાને નમસ્કાર કરું છું એમ અન્વય છે, લોકાગ્ર ઈષત્પાભાર નામની પૃથ્વી છે, તેના ઉપ= સામીણથી, નિરવશેષ કર્મની વિટ્યુતિને કારણે તેના અપરથી અભિન્ન પ્રદેશપણારૂપે તે સ્થાનમાં રહેલા અન્ય સિદ્ધોની સાથે અભિન્ન આકાશપ્રદેશપણારૂપે ગયેલા=પામેલા, અને કહેવાયું છે –
જ્યાં એક સિદ્ધ છે ત્યાં તે ક્ષેત્રમાં, ભવક્ષયથી મુકાયેલા અનંતા સિદ્ધો અન્યોન્ય અબાધાથી સુખને પામેલા સુખી રહે છે. તેઓને હું નમસ્કાર કરું છું.
અહીં શંકા કરે છે - કેવી રીતે વળી, અહીં=સંસારમાં, સકલ કર્મથી મુકાયેલા જીવોની લોકના અંત સુધી ગતિ થાય છે અને ભાવમાં=ઊર્ધ્વગતિના ભાવમાં, સદા જ કેમ થતી નથી, એ પ્રકારની શંકામાં કહે છે –
પૂર્વના આવેશના વશથી દંડાદિથી ચન્ના ભ્રમણની જેમ એક સમય જ અવિરુદ્ધ છે એથી દોષ નથી, આમને લોકાગ્રને પામેલા એવા સિદ્ધોને હું નમસ્કાર કરું છું એમ અન્વય છે. આવા પ્રકારના આમને શું-પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના આમને શું ?=સિદ્ધોને શું ? એથી કહે છે – સદા સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું, નમઃ એ ક્રિયાપદ છે, સદા=સર્વકાલ, પ્રશસ્ત ભાવનું
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
લલિતવિસ્તરા ભાગ-૩ પૂરણ આ અયથાર્થ પણ ફલવાળું છેકસદા નમસ્કાર કરું છું એ અયથાર્થ હોવા છતાં પ્રશસ્ત ભાવના પૂરણ ફલવાળું છે, ચિત્ર અભિગ્રહના ભાવની જેમ અનેક પ્રકારના અભિગ્રહના ભાવની જેમ, એ પ્રકારે આચાર્ય કહે છે, સર્વ સિદ્ધોને તીર્થસિદ્ધાદિ ભેદથી ભિન્ન સર્વ સિદ્ધોને હું સદા નમસ્કાર કરું છું. પંજિકા :
'चित्राभिग्रहभाववदिति, यथा हि ग्लानप्रतिजागरणादिविषयश्चित्रोऽभिग्रहभावो नित्यमसंपद्यमानविषयोऽपि शुभभावापूरकस्तथा नमः सदा सर्वसिद्धेभ्य इत्येतत्प्रणिधानम्। પંજિકાર્ય -
વિત્રખિદમાવત"ત્તિ તળિયાનમ્ II પિત્રાઈમપ્રકમાવવત્ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે ગ્લાનની સેવા આદિ વિષયવાળો ચિત્ર અભિગ્રહનો ભાવ હંમેશાં અસંપદ્યમાન વિષયવાળો પણ શુભ ભાવનો પૂરક છે, તે પ્રમાણે સર્વ સિદ્ધોને સદા નમસ્કાર કરું છું, એ પ્રણિધાન શુભ ભાવતું પૂરક છે. ભાવાર્થ -
સાધુ અને શ્રાવક એક તીર્થંકરની પ્રતિમાની અને સર્વ તીર્થકરોની પ્રતિમાની ભક્તિ માટે કાઉસ્સગ્ગ કર્યા પછી તીર્થકરોથી પ્રગટ થયેલ શ્રુતની ભક્તિ માટે કાઉસ્સગ્ન કરે છે અને તે કાઉસ્સગ્ન કર્યા પછી શ્રતની સ્તુતિ બોલે છે, ત્યારપછી પોતાનું અંતિમ સાધ્ય સિદ્ધ અવસ્થા છે તેના પ્રત્યે પોતાની ભક્તિની વૃદ્ધિ માટે પ્રસ્તુત સૂત્ર બોલે છે, તેમાં સિદ્ધ કર્મસિદ્ધ આદિ અનેક છે તેને છોડીને સર્વ કર્મના ક્ષયથી થયેલા સિદ્ધોને ગ્રહણ કરવા માટે કહે છે –
અનેક ભવનાં કર્મો જેમણે સંપૂર્ણ નાશ કર્યા છે એવા સિદ્ધ ભગવંતો, જેઓ બોધવાળા છે અર્થાત્ સર્વજ્ઞસર્વદર્શી સ્વભાવવાળા છે અને જે જગતમાં સંસારી જીવો અજ્ઞાનનિદ્રામાં સૂતેલા છે તેવા જગતમાં જ સિદ્ધના જીવો હોવા છતાં બીજાના ઉપદેશ વગર જીવાદિ તત્ત્વોને યથાર્થ સ્વરૂપે જોનારા છે, જોકે સંસારમાં હતા ત્યારે કોઈકના ઉપદેશથી બોધ પામેલા પણ સિદ્ધ ભગવંતો છે, પરંતુ મુક્ત અવસ્થામાં તેઓનો બોધ બીજાના ઉપદેશથી નથી, પરંતુ બોધના આવારક કર્મના ક્ષયથી સહજ બોધ વર્તે છે.
વળી, તે સિદ્ધ ભગવંતો સંસારના પારને પામેલા છે અથવા પોતાના સર્વ પ્રયોજનના પારને પામેલા છે; કેમ કે સંસારઅવસ્થામાં હતા ત્યારે કર્મોની કદર્થના પામતા હતા અને તેઓના તથાભવ્યત્વને કારણે તેઓનું સદ્રીય કર્મનાશને અનુકૂળ યત્નવાળું થયું અને તેના બળથી સર્વ કર્મનો નાશ કર્યો, તેથી તેઓનાં સકલ પ્રયોજનો પૂર્ણ થયાં, તેથી સંસારઅવસ્થામાં જે કર્તવ્યશક્તિ હતી તેનાથી વિપ્રમુક્ત થયા, તેથી મુક્ત અવસ્થામાં હવે તેઓને માટે કંઈ કર્તવ્ય નથી માટે પારગત છે, આ પ્રમાણે કહેવાથી કેટલાક માને છે કે ઈશ્વર સંસારમાં પણ નથી, મુક્ત અવસ્થામાં પણ નથી, પરંતુ તીર્થનો નાશ થાય ત્યારે લોકોના ઉપકાર માટે
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૫
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
અચિંત્ય શક્તિવાળા તે જન્મ લે છે અને સર્વ લોકોના હિતને કરનારા છે, તેથી ચિંતા૨ત્નથી અધિક છે; કેમ કે જ્યારે જ્યારે જગતમાં દુષ્ટ લોકો જન્મે છે ત્યારે તેના સંહાર માટે ઈશ્વર જન્મ લે છે અને પોતાનું તીર્થ નાશ પામતું હોય તો તેના રક્ષણ માટે જન્મ લે છે, તેથી તે મત અનુસાર ઈશ્વર સંસારી જીવોની જેમ કર્મને પરવશ પણ નથી અને સ્વઇચ્છાથી જન્મ આદિ કરે છે, તેથી મોક્ષમાં પણ નથી તે મતનું નિરાકરણ થાય છે; કેમ કે સિદ્ધ ભગવંતો સંસારથી પાર પામેલા છે, તે જ ઈશ્વર છે, તેમની ઉપાસનાથી તત્ તુલ્ય સંસા૨થી પાર અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
વળી, યદચ્છાથી મોક્ષ થાય છે એમ માનનારા કેટલાક કહે છે કે જેમ ધનની પ્રાપ્તિ એકેક રૂપિયાની વૃદ્ધિથી થાય તેવો નિયમ નથી, પરંતુ ક્યારેક દરિદ્ર માણસ પણ રાજ્યની પ્રાપ્તિ કરી શકે છે, તેમ કોઈક જીવને ક્રમ વગર પણ મુક્તિ થાય છે તેનું નિરાકરણ કરવા માટે કહે છે
પરંપરાથી મોક્ષમાં ગયેલા સિદ્ધ ભગવંતો છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ સિદ્ધ થાય છે તેઓ સંસારઅવસ્થામાં પ્રથમ ગાઢ મિથ્યાત્વ અવસ્થામાં હોય છે, કોઈક રીતે મિથ્યાત્વ મંદ થાય છે ત્યારે તેમનો ઉપયોગ સંસારના ભાવોથી પર થવાને અનુકૂળ વ્યાપારવાળો થાય છે અને તે વ્યાપાર મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે અને તે મતિજ્ઞાનનો ઉપયોગ મોહનાશને અનુકૂળ યત્નવાળો હોય છે, તે ઉપયોગના પ્રકર્ષ અનુસાર ક્રમસર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન કષાય નાશ પામે છે, તેથી તે ઉપયોગ ક્રમસર સર્વ ગુણસ્થાનકોને સ્પર્શી સ્પર્શીને અંતે યોગનિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ફક્ત તીર્થંકરો દીક્ષા ગ્રહણ કરે ત્યારે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાંથી અપ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તેમ સ્થૂલ વ્યવહારથી કહેવાય છે. સૂક્ષ્મ દૃષ્ટિથી તો અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયવાળા તીર્થંકરો સર્વવિરતિને અભિમુખ થાય છે ત્યારે પ્રથમ અપ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમ થાય, ત્યારપછી પ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમ થાય, ત્યારપછી સંજ્વલનનો ક્ષયોપશમ થાય ત્યારે અપ્રમત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, તેથી ઉપયોગના ક્રમથી કષાયો અને નોકષાયોનો નાશ થાય છે અને ત્યારપછી સંપૂર્ણ જ્ઞાનાવરણીયનો નાશ થાય છે, ત્યારપછી યોગનિરોધની પ્રાપ્તિ થાય છે, તેથી જે કોઈ સિદ્ધ થયા છે તે સર્વ દરિદ્રને રાજ્યપ્રાપ્તિની જેમ ક્રમ વગર થયા નથી, પરંતુ ઉપયોગના ક્રમથી કેટલાક જીવો અલ્પકાળમાં સર્વ ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે છે, તો કેટલાક કંઈક કંઈક વિલંબપૂર્વક સર્વ ગુણસ્થાનકોને સ્પર્શીને સિદ્ધ થાય છે, તેથી સર્વ સિદ્ધો ગુણસ્થાનકની પરંપરાથી સિદ્ધ થયેલા છે, તેથી તેઓને નમસ્કાર કરીને તેમના અવલંબનથી હું પણ તેમની જેમ ગુણસ્થાનકના ક્રમને સ્પર્શીને સિદ્ધ થાઉં તે પ્રકારનું પ્રતિસંધાન થાય છે.
વળી, કેટલાક માને છે કે જેઓ સર્વ કર્મનો નાશ કરે તેઓ જ્યાં કર્મનો નાશ કરે ત્યાં જ જ્ઞાનસ્વરૂપે રહે છે, દેહ અને મોહ નહિ હોવાથી તેઓને સંસારમાં અન્ય જીવો રહેલા છે તે ક્ષેત્રમાં પણ બાધા નથી, તેથી લોકના અગ્ર ભાગે-જતા નથી તેનું નિરાકરણ કરવા માટે કહે છે
સર્વ કર્મનો નાશ થવાથી જીવ લોકના અગ્રભાગને પામે છે; કેમ કે જીવનો ઊર્ધ્વગમન સ્વભાવ છે અને કર્મથી મુક્ત થાય ત્યારે જે સ્થાનમાં કર્મથી મુક્ત થાય છે તે સ્થાનના ઊર્ધ્વભાગમાં લોકના અંતે જઈને રહે છે, જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા સિદ્ધના જીવો ભવક્ષય કરીને રહેલા છે અને શરીર નહિ હોવાથી
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૭
લલિતવિસ્તરા ભાગ-૩
પરસ્પર બાધા વગર સુખપૂર્વક રહેલા છે અને કર્મોના અને શરીરના ઉપદ્રવ વગરના હોવાથી સુખને પામેલા રહે છે અને તેઓની ગતિ લોકના અંત સુધી પૂર્વ આવેધના વશથી દંડાદિથી ચક્રભ્રમણની જેમ છે. જેમ દંડથી ચક્ર ભમે છે, ત્યારપછી દંડને ભમાડ્યા વગર ચક્ર સ્વતઃ ભમે છે, તેમ સંસારઅવસ્થામાં કર્મને વશ તે તે ભવમાં જીવની ગતિ થતી હતી તે ગતિના આવેશથી કર્મ નાશ થાય છે ત્યારે જીવ સ્વતઃ ચક્રભ્રમણની જેમ સિદ્ધ સ્થાનમાં જાય છે, આવા સિદ્ધ ભગવંતોને હું સદા નમસ્કાર કરું છું, જોકે નમસ્કારની ક્રિયા તેમના ગુણના સ્મરણપૂર્વક તેમને અભિમુખ જવાને અનુકૂળ યત્ન સ્વરૂપ છે અને તેવો યત્ન પ્રસ્તુત સૂત્ર બોલનાર સદા કરી શકતા નથી તેથી હું સદા નમસ્કાર કરું છું એ પ્રકારનો વચનપ્રયોગ અયથાર્થ હોવા છતાં પ્રશસ્ત ભાવનું પૂરણ કરનાર હોવાથી ફલવાળો છે; કેમ કે વિવેકપૂર્વક બોલનારને અધ્યવસાય થાય છે કે સિદ્ધ ભગવંતોના સ્મરણપૂર્વક સદા તેને અભિમુખ જતું ચિત્ત પ્રવર્તે તો જ મારું હિત થશે તેવા અભિલાષથી સદા નમસ્કાર કરું છું એમ બોલે છે. જેમ કોઈ સાધુ અભિગ્રહ કરે કે કોઈ મહાત્મા ગ્લાન હશે તો હું તેમની વૈયાવચ્ચ કરીશ, આ પ્રકારનો તેમનો શુદ્ધભાવ હોય અને કોઈ ગ્લાન સાધુ પ્રાપ્ત ન થાય તો ગ્લાનની વૈયાવચ્ચ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ તોપણ ગ્લાનની વૈયાવચ્ચ કરવાનો અધ્યવસાય શુભ ભાવનો પૂરક છે, તેથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેમ જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક બોલે છે કે હું સદા સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું, છતાં સિદ્ધને નમસ્કારને અનુકૂળ ક્રિયા સતત નહિ થવા છતાં સદા નમસ્કાર કરવાના અધ્યવસાયથી પ્રશસ્ત ભાવ અતિશય થાય છે, તેથી તેને અનુરૂપ નિર્જરા ફળની પ્રાપ્તિ થાય છે. અહીં સર્વ સિદ્ધ કહેવાથી સિદ્ધ આદિ પંદર ભેદોથી સિદ્ધ થયેલા અને સિદ્ધ અવસ્થામાં રહેલા અનંત સિદ્ધોને નમસ્કાર કરવાનો પરિણામ થાય છે.
લલિતવિસ્તરા :
યથોન્-૧. તિત્યસિદ્ધા, ૨. ગતિસ્ત્યસિદ્ધા, રૂ. તિત્યારસિદ્ધા, ૪. અતિત્યસિદ્ધા, ૬. સયંબુદ્ધસિદ્ધા, ૬. પત્તેયબુદ્ધસિદ્ધા, ૭. બુદ્ધવોહિયસિદ્ધા, ૮. થીતિસિદ્ધા, ૧. પુરિસતિ-સિદ્ધા, ૧૦. નપુંસતિસિદ્ધા, ૧૧. સનિ સિદ્ધા, ૧૨. અતિ સિદ્ધા, ૧૩. શિહિતિ સિદ્ધા, ૧૪. સિદ્ધા, . અને સિદ્ધા કૃતિા
तत्र (१) तीर्थं प्राग्व्यावर्णितस्वरूपं तच्चतुर्विधः श्रमणसंघः, तस्मिन्नुत्पन्ने ये सिद्धास्ते तीर्थसिद्धाः । (२) अतीर्थे सिद्धा अतीर्थसिद्धाः तीर्थान्तरसिद्धा इत्यर्थः, श्रूयते च- 'जिणंतरे साहुवोच्छेओ'त्ति तत्रापि जातिस्मरणादिनाऽवाप्तापवर्गमार्गाः सिध्यन्त्येव मरुदेवीप्रभृतयो वा अतीर्थसिद्धाः, तदा तीर्थस्यानुत्पन्नत्वात्। (३) तीर्थकरसिद्धाः तीर्थकरा एव (४) अतीर्थकरसिद्धा अन्ये सामान्यकेवलिनः । (५) स्वयंबुद्धसिद्धाः स्वयंबुद्धाः सन्तो ये सिद्धाः । (६) प्रत्येकबुद्धसिद्धाः प्रत्येकबुद्धाः सन्तो ये સિદ્ધા:।
अथ स्वयंबुद्धप्रत्येकबुद्धसिद्धयोः कः प्रतिविशेषः इति ? उच्यते- बोध्युपधिश्रुतलिङ्गकृतो विशेषः, तथाहि – स्वयं बुद्धा बाह्यप्रत्ययमन्तरेण बुध्यन्ते, प्रत्येकबुद्धास्तु न तद्विरहेण, श्रूयते च- बाह्यवृषभादि
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૭
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર प्रत्ययसापेक्षा करकण्ड्वादीनां प्रत्येकबुद्धानां बोधिः, नैवं स्वयंबुद्धानां जातिस्मरणादीनामिति, उपधिस्तु स्वयंबुद्धानां द्वादशविधः पात्रादिः, प्रत्येकबुद्धानां तु नवविधः प्रावरणवर्जः, स्वयंबुद्धानां पूर्वाधीतश्रुतेऽनियमः, प्रत्येकबुद्धानां तु नियमतो भवत्येव, लिङ्गप्रतिपत्तिः स्वयंबुद्धानामाचार्यसनिधावपि भवति, प्रत्येकबुद्धानां तु देवता प्रयच्छतीत्यलं विस्तरेण।
(७) बुद्धबोधितसिद्धा बुद्धा आचार्यास्तैर्बोधिताः सन्तो ये सिद्धास्ते इह गृह्यन्ते। (८) एते च सर्वेऽपि स्त्रीलिङ्गसिद्धाः केचित्, (९) केचित्पुंल्लिङ्गसिद्धाः, (१०) केचिन्नपुंसकलिङ्गसिद्धाः इति। आह, 'तीर्थकरा अपि स्त्रीलिङ्गसिद्धा भवन्ति?'। भवन्तीत्याह- यत उक्तं सिद्धप्राभृते
'सव्वत्योवा तित्ययरिसिद्धा, तित्ययरितित्थे णोतित्थयरसिद्धा असंखेज्जगुणा, तित्ययरितित्थे णोतित्थयरिसिद्धा असंखेज्जगुणा इति।
(तीर्थकराः) न नपुंसकलिङ्गसिद्धाः। प्रत्येकबुद्धास्तु पुंल्लिङ्गा एव। (११) स्वलिङ्गसिद्धा द्रव्यलिङ्गं प्रति रजोहरणगोच्छगधारिणः, (१२) अन्यलिङ्गसिद्धाः परिव्राजकादिलिङ्गसिद्धाः, (१३) गृहिलिङ्गसिद्धा मरुदेवीप्रभृतयः। (१४) 'एगसिद्धा' इति एकस्मिन् समये एक एव सिद्धः, (१५) 'अणेगसिद्धा' इति एकस्मिन् समये यावदष्टशतं सिद्धम् यत उक्तम्'बत्तीसा अडयाला सट्ठी बावत्तरी य बोद्धव्वा। चुलसीई छण्णउई दुरहिय अद्भुत्तरसयं च।।१।।' अत्राह चोदक:- 'ननु सर्व एवैते भेदास्तीर्थसिद्ध-अतीर्थसिद्ध-भेदद्वयान्त विनः, तथाहि-तीर्थसिद्धा एव तीर्थकरसिद्धाः, अतीर्थकरसिद्धा अपि तीर्थसिद्धा वा स्युरतीर्थसिद्धा वा, इत्येवं शेषेष्वपि भावनीयमित्यतः किमेभिरिति?'। अत्रोच्यते, -अन्तर्भावे सत्यपि पूर्वभेदद्वयादेवोत्तरोत्तरभेदाप्रतिपत्तेरज्ञातज्ञापनार्थं भेदाभिधानमित्यदोषः ।।१।। ललितविस्तरार्थ :
સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું એમ કહ્યું, ત્યાં સર્વ સિદ્ધ શબ્દથી તીર્થસિદ્ધ આદિ પંદર Elनुं छे,तेने यथोक्तम्धी बतावे छे - तीसिद्ध, मतीसिद्ध, तासिद्ध, मतीर्थसिद्ध, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરૂષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, स्वसिद्धमन्यसिंगसिद्ध, हसिख, मेसिद्ध, मसिद्ध.
त्यांना पंहरोमां, ૧. તીર્થ તે પૂર્વમાં વર્ણન કરાયેલા સ્વરૂપવાળું ચતુર્વિધ શ્રમણસંઘ છે, તે ઉત્પન્ન થયે છતે તીર્થકર દ્વારા ચતુર્વિધ સંઘની સ્થાપના કરાય છતે, જે સિદ્ધ થાય છે તે તીર્થસિદ્ધ છે. ૨. અતીર્થમાં સિદ્ધ અતીર્થસિદ્ધ છે=તીર્થની વચમાં સિદ્ધ થયેલા એ પ્રકારનો અર્થ છે અને સંભળાય છે –
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮
લલિતવિસ્તરા ભાગ-૩ જિનના અંતરમાં સાધુનો ઉચ્છેદ છે, એથી ત્યાં પણ જાતિસ્મરણ આદિ દ્વારા પ્રાપ્ત થયેલા મોક્ષમાર્ગવાળા અતીર્થસિદ્ધ છે અથવા મરુદેવી વગેરે સિદ્ધ થાય છે જ એ અતીર્થસિદ્ધ છે; કેમ કે ત્યારે તીર્થનું અનુત્પન્નપણું છે. ૩. તીર્થંકરસિદ્ધ તીર્થકરો જ છે. ૪. અતીર્થંકરસિદ્ધ અન્ય સામાન્ય કેવલીઓ છે. ૫. સ્વયંબુદ્ધસિદ્ધ સ્વયં બોધ પામેલા છતાં જે સિદ્ધ છે. ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ પ્રત્યેબુદ્ધ છતાં જે સિદ્ધ છે.
અથથી શંકા કરે છે – સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધસિદ્ધમાં કયો ભેદ છે? ઉત્તર અપાય છે – બોધિ-ઉપાધિ-શ્રુત-લિંગકૃત ભેદ છે, તે આ પ્રમાણે –
સ્વયંભુદ્ધ બાહ્ય નિમિત વગર બોધ પામે છે, વળી, પ્રત્યેકબુદ્ધ તેના વિરહથી નહિ–બાહ્ય નિમિત્તના વિરહથી નહિ, અને સંભળાય છે – બાહ્ય વૃષભ આદિ નિમિત્ત સાપેક્ષ કરકંડ આદિ પ્રત્યેકબુદ્ધોનું બોધિ છે. એ રીતે જાતિસ્મરણ આદિવાળા સ્વયંબુદ્ધોનું નહિ.
વળી, ઉપધિ સ્વયંબુદ્ધોને પાત્ર આદિ બાર પ્રકારે છે, પ્રત્યેકબુદ્ધોને પ્રાવરણને છોડીને નવ પ્રકારની ઉપધિ હોય છે.
સ્વયંબુદ્ધોને પૂર્વે ભણેલા કૃતમાં અનિયમ છે, પ્રત્યેકબુદ્ધોને નિયમથી હોય છે જ=પૂર્વ ભવમાં ભણેલું શ્રત હોય છે જ.
સ્વયંબુદ્ધોને લિંગનો સ્વીકાર આચાર્યની સંનિધિમાં પણ થાય છે, પ્રત્યેકબુદ્ધોને દેવતા સાધુવેશ આપે છે, વિસ્તારથી સર્યું.
૭. બુદ્ધબોધિતસિદ્ધ=બુદ્ધ અર્થાત્ આચાર્ય તેઓથી બોધ પમાડાયેલા છતાં જેઓ સિદ્ધ થયા તેઓ અહીં ગ્રહણ કરાય છે. ૮. અને આ સર્વ પણ=પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વ પણ, કેટલાક સ્ત્રીલિંગસિદ્ધ. ૯. કેટલાક પેલિંગસિદ્ધ. ૧૦. કેટલાક નપુંસકલિંગસિદ્ધ.
બાદથી પ્રશ્ન કરે છે – તીર્થકરો પણ સ્ત્રીલિંગસિદ્ધ થાય છે ? થાય છે એ પ્રમાણે કહે છેઃ ઉત્તર આપે છે - જે કારણથી સિદ્ધપ્રાભૃતમાં કહેવાયું છે – સર્વથી થોડા તીર્થકરીસિદ્ધ છે સ્ત્રી તીર્થંકરસિદ્ધ છે, તીર્થકરીના તીર્થમાં નોતીર્થંકરસિદ્ધ અસંખ્યાતગુણા છે અર્થાત્ સ્ત્રીરૂપે તીર્થંકર થઈને મોક્ષમાં ગયેલા જીવો અનંતા છે તોપણ અન્ય સર્વ સિદ્ધો કરતાં થોડા છે અને તે તીર્થકરીના તીર્થમાં સિદ્ધ થયેલા પુરુષો સર્વે નોતીર્થંકરસિદ્ધ છે અને તે તીર્થકરીસિદ્ધ કરતાં અસંખ્યાતગુણા છે, વળી, તીર્થકરી તીર્થમાં નોતીર્થકરીસિદ્ધો તીર્થકર ન હોય એવા સ્ત્રીસિદ્ધો અસંખ્યાતગુણા છે—નોતીર્થંકરસિદ્ધ કરતાં અસંખ્યાતગુણા છે, તીર્થકરો નપુંસકલિંગસિદ્ધ થતા નથી. પ્રત્યેકબુદ્ધ વળી, પુંલિંગ જ હોય છે.
૧૧. સ્વલિંગસિદ્ધ દ્રવ્યલિંગને આશ્રયીને રજોહરણ ગોચ્છગધારી સાધુઓ છે. ૧૨. અન્યલિંગસિદ્ધ પરિવ્રાજક આદિ લિંગસિદ્ધ છે. ૧૩. ગૃહિલિંગસિદ્ધ મરુદેવી વગેરે છે. ૧૪. એક સિદ્ધ એક સમયમાં એક જ સિદ્ધ છે. ૧૫. અનેકસિદ્ધ એક સમયમાં ૨ આદિથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ છે, જે કારણથી કહેવાયું છે – બત્રીસ, અડતાલીસ, સાઈઠ, ન્હોતેર, ચોરાશી, છન્નુ,
Page #220
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
એકસો બે અને એકસો આઠ જાણવા=આઠ સમય સુધી બત્રીસ બત્રીસ, સાત સમય સુધી અડતાલીસ અડતાલીસ, છ સમય સુધી સાઇઠ સાઇઠ, પાંચ સમય સુધી વ્હોતેર બ્યોતેર, ચાર સમય સુધી ચોરાશી ચોરાશી, ત્રણ સમય સુધી છન્નુ છન્નુ, બે સમય સુધી એકસો બે એકસો બે, એક સમય સુધી એકસો આઠ સિદ્ધ થાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે – ખરેખર સર્વ જ આ ભેદો તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ એ બે ભેદમાં અંતર્ભાવી છે, તે આ પ્રમાણે – તીર્થસિદ્ધ જ તીર્થંકરસિદ્ધ છે, અતીર્થંકરસિદ્ધ પણ તીર્થસિદ્ધ થાય અથવા અતીર્થસિદ્ધ થાય, એ રીતે=જે રીતે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધમાં બધા ભેદોનો અંતર્ભાવ બતાવ્યો એ રીતે, શેષમાં પણ=સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિત ઇત્યાદિરૂપ શેષમાં પણ, ભાવન કરવું=બધાનો અંતર્ભાવ ભાવન કરવો, આથી આ બધા વડે શું ?=પંદર ભેદો વડે શું ? અર્થાત્ પંદર ભેદો પાડવા આવશ્યક નથી, આમાં=શિષ્યની શંકામાં, ઉત્તર અપાય
છે
-
અંતર્ભાવ હોવા છતાં પણ=પૂર્વમાં પ્રશ્ન કર્યો એ રીતે બે આદિ ભેદમાં સર્વ ભેદોનો અંતર્ભાવ હોવા છતાં પણ, પૂર્વના બે ભેદથી જ ઉત્તર-ઉત્તરના ભેદની અપ્રતિપત્તિ હોવાથી=અબોધ હોવાથી, અજ્ઞાતના જ્ઞાપન માટે ભેદનું ક્થન છે, એથી અદોષ છે. II૧॥
૧૯૯
પંજિકા ઃ
‘ન નપુંસરુતિા’ કૃતિ, નપુંસરુતિને તીર્થસિદ્ધા ન મવન્તીતિ યોધ્યમ્ ।।શા
પંજિકાર્થ :
‘ન નપુંસહિત’ લોધ્યમ્ ।। ‘ન નપુંસન્નિા' એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, એનો અર્થ સ્પષ્ટ કરે છે નપુંસક લિંગમાં તીર્થંકરસિદ્ધ થતા નથી એ પ્રમાણે જાણવું. ॥૧॥ અવતરણિકા :
इत्थं सामान्येन सर्वसिद्धनमस्कारं कृत्वा पुनरासन्नोपकारित्वाद् वर्त्तमानतीर्थाधिपतेः श्रीमन्महावीरवर्धमानस्वामिनः स्तुतिं करोति) (वा) कुर्व्वन्ति
અવતરણિકાર્ય --
આ રીતે=પ્રથમ ગાથામાં બતાવ્યું એ રીતે, સામાન્યથી સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને આસન્ન ઉપકારીપણું હોવાથી ફરી વર્તમાન તીર્થાધિપતિ શ્રીમદ્ મહાવીર વર્ધમાન સ્વામીની સ્તુતિને કરે છે —–
સૂત્રઃ
-
*****
जो देवाण वि देवो, जं देवा पंजली नमंसंति ।
तं देवदेवमहियं सिरसा वंदे महावीरं । । २ । ।
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦
લલિતવિસ્તરા ભાગ-૩
સૂત્રાર્થ -
જે દેવના પણ દેવ છે, જેને દેવેં અંજલીપૂર્વક નમસ્કાર કરે છે, દેવેંના દૈવથી પૂજાયેલા તે મહાવીર સ્વામીને હું મસ્તકથી વંદન કરું છું. I લલિતવિસ્તરા :
अस्य व्याख्या-यो भगवान् वर्द्धमानः, देवानामपि-भवनवास्यादीनां, देवः पूज्यत्वात्, तथा चाह- यं देवाः प्राञ्जलयो नमस्यन्ति-विनयरचितकरपुटाः सन्तः प्रणमन्ति, तं देवदेवमहितं देवदेवाः-शक्रादयः, तैर्महितः पूजितः, सिरसा उत्तमाङ्गेनेत्यादरप्रदर्शनार्थमाह, वन्दे, कं? महावीरं ईर गतिप्रेरणयोरित्यस्य विपूर्वस्य विशेषेण ईरयति कर्म गमयति, याति चेह शिवमिति वीरः, महांश्चासौ वीरश्च महावीरः। उक्तं च'विदारयति यत्कर्म तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ।।१।।' तम् ।।२।। લલિતવિસ્તરાઈ -
આની વ્યાખ્યા=ગાથાની વ્યાખ્યા – જે ભગવાન વર્ધમાન સ્વામી દેવોના પણ=ભવનવાસી આદિના પણ, દેવ છે; કેમ કે પૂજ્યપણું છે દેવોથી પણ વીર ભગવાનનું પૂજ્યપણું છે, અને તે રીતે કહે છે=ભગવાન દેવોને પણ પૂજ્ય છે તે રીતે કહે છે. જેને પ્રાંજલીવાળા દેવો નમસ્કાર કરે છે=વિનયથી રચિત કરપુટવાળા છતાં પ્રણામ કરે છે, દેવદેવથી મહિત એવા તેમને–દેવોના દેવ શક્ર આદિ તેઓથી મહિત અર્થાત્ પૂજિત એવા તેમને, મસ્તકથી–ઉત્તમાંગથી, એ પ્રકારે આદર દેખાડવા માટે કહે છે, હું વંદન કરું છું, કોને મહાવીર સ્વામીને, મહાવીર શબ્દની વ્યુત્પત્તિ કરે છે – { ધાતુ ગતિ અને પ્રેરણા અર્થમાં છે, આનો લવ પૂર્વક ર ધાતુનો, વિશેષથી ગતિ કરે છેઃ કર્મનો નાશ કરે છે એ ગતિ અર્થમાં છે. હવે પ્રેરણા અર્થવાળા ર ધાતુનો અર્થ કરે છે –
અને અહીં=જગતમાં, શિવને પ્રાપ્ત કરે છે એ વીર, મહાન એવા આ વીર મહાવીર અને કહેવાયું છે – જે કારણથી કર્મને વિદારણ કરે છે અને તપથી શોભે છે અને તપ-વીર્યથી યુક્ત છે, તે કારણથી વીર એ પ્રમાણે કહેવાયા છે. તેમને હું વંદન કરું છું એમ અન્વય છે. ||રા. ભાવાર્થ :
સિદ્ધોને નમસ્કાર કર્યા પછી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં પ્રબળ કારણભૂત માર્ગને બતાવનારા આસન્ન ઉપકારી પરમગુરુને નમસ્કાર કરે છે, તેનાથી ભગવાનનું વચન સમ્યફ પરિણમન પામે, જેથી શીધ્ર સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય.
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૧
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
કઈ રીતે ભગવાનની સ્તુતિ કરે છે તે બતાવે છે – ભગવાન ભવનવાસીથી માંડીને સર્વાર્થ સુધીના સર્વ દેવોના પણ દેવ છે; કેમ કે ભગવાનની ઉપાસના કરીને સર્વ દેવો પોતાને ઇષ્ટ એવી સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષસુખને પ્રાપ્ત કરે છે, તેથી મોક્ષના અર્થી એવા સર્વ દેવો માટે ભગવાન પૂજ્ય છે.
જે વીર ભગવાનને દેવો વિનયપૂર્વક બે હાથ જોડીને પ્રણામ કરે છે અર્થાતુ ભગવાનના સર્વોત્તમ ગુણોનું સ્મરણ કરીને ભક્તિના અતિશયથી ભક્તિને વ્યક્ત કરે તે રીતે બે હાથ જોડીને મસ્તકથી નમસ્કાર કરે છે, તે દેવોના દેવ શક્ર આદિથી પૂજાયેલા વીર ભગવાન છે, આ રીતે સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને સ્મરણ થાય છે કે મહાબુદ્ધિના નિધાન શક્ર આદિ પણ ભગવાનના ગુણોથી અત્યંત રંજિત થઈને હૈયામાં ઊઠેલી સ્વાભાવિક ભક્તિને વશ બે હાથ જોડીને નમસ્કાર કરે છે તેવા વીર ભગવાનને હું નમસ્કાર કરું છું અને મહાવીર શબ્દથી સ્મરણ કરાય છે કે જે વીર ભગવાને અત્યંત દુર્જય એવા કર્મોને વિશેષથી નાશ કર્યો છે અને સર્વ કર્મ રહિત એવી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી છે તે પ્રકારે ભગવાનની અવસ્થાને સ્મરણ કરીને પ્રવર્ધમાન ભક્તિથી વંદન કરવાથી ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક જેટલા અંશથી ભક્તિનો અતિશય થાય તેટલા અંશથી ગુણોની પ્રાપ્તિમાં બાધક કર્મોનો અવશ્ય ક્ષય થાય છે. શા. અવતરણિકા -
इत्थं स्तुतिं कृत्वा पुनः परोपकारायात्मभाववृद्ध्यै फलप्रदर्शनपरमिदं पठति पठन्ति वा - અવતરણિયાર્થ:
આ રીતે સ્તુતિ કરીને=આસન્ન ઉપકારી વીર ભગવાનની ગાથા-રમાં કહ્યું એ પ્રકારે સ્તુતિ કરીને, વળી, પરના ઉપકાર માટે આત્મભાવની વૃદ્ધિ માટે ફલપ્રદર્શનમાં તત્પર એવા આને=આગમમાં કુલ કહ્યું છે એ, બોલે છે=એક સાધુ કે એક શ્રાવક બોલે છે અથવા એક સ્પષ્ટ ઉચ્ચારથી અન્ય સર્વ મનમાં બોલે છે –
સૂત્ર -
एक्को वि णमोक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स ।
संसारसागराओ, तारेइ नरं व नारिं वा ।।३।। સૂત્રાર્થ:
જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને કરાયેલી એક પણ નમસ્કાર નર અથવા નારીને સંસારસાગરથી તારે છે. નાકા લલિતવિસ્તારા - ___ अस्य व्याख्या, -एकोऽपि नमस्कारः तिष्ठन्तु बहवः, जिनवरवृषभाय वर्द्धमानाय यत्नात् क्रियमाणः सन्, किम्? संसरणं संसारः-तिर्यग्नरनारकामरभवानुभवलक्षणः, स एव भवस्थितिकायस्थिति
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨
લલિતવિસ્તરા ભાગ-૩ भ्यामनेकधाऽवस्थानेनालब्धपारत्वात् सागर इव संसारसागरः, तस्मात् तारयति अपनयतीत्यर्थः, नरं व नारिं वा पुरुषं वा स्त्रियं वा, पुरुषग्रहणं पुरुषोत्तमधर्मप्रतिपादनार्थं, स्त्रीग्रहणं तासामपि तद्भव एव संसारक्षयो भवतीति ज्ञापनार्थम्।
यथोक्तं यापनीयतन्त्रे- ‘णो खलु इत्थि अजीवो, ण यावि अभव्वा, ण यावि दंसणविरोहिणी, णो अमाणुसा, णो अणारिउप्पत्ती, णो असंखेज्जाउया, णो अइकूरमई, णो ण उवसन्तमोहा, णो ण सुद्धाचारा, णो असुद्धबोंदी, णो ववसायवज्जिया, णो अपुव्वकरणविरोहिणी, णो णवगुणठाणरहिया, णो अजोग्गा लद्धीए, णो अकल्लाणभायणं ति कहं न उत्तमधम्मसाहिग' त्ति।
तत्र 'न खलु' इति 'नैव स्त्री अजीवो वर्त्तते किन्तु जीव एव, जीवस्य चोत्तमधर्मसाधकत्वाविरोधस्तथादर्शनात्। न जीवोऽपि सर्व उत्तमधर्मसाधको भवति, अभव्येन व्यभिचारात्, तद्व्यपोहायाह 'न चाप्यभव्या' जातिप्रतिषेधोऽयम्। यद्यपि काचिदभव्या तथापि सर्ववाभव्या न भवति, संसारनिर्वेदनिर्वाणधर्माद्वेषशुश्रूषादिदर्शनात्। भव्योऽपि कश्चिद्दर्शनविरोधी यो न सेत्स्यति तनिरासायाह 'नो दर्शनविरोधिनी', दर्शनमिह सम्यग्दर्शनं परिगृह्यते तत्त्वार्थश्रद्धानरूपं, न तद्विरोधिन्येव, आस्तिक्यादिदर्शनात्।
दर्शनाविरोधिन्यपि अमानुषी नेष्यत एव, तत्प्रतिषेधायाह 'नो अमानुषी', मनुष्यजातौ भावात् विशिष्टकरचरणोरुग्रीवाद्यवयवसन्निवेशदर्शनात्। मानुष्यप्यनार्योत्पत्तिरनिष्टा, तदपनोदायाह 'नो अनार्योत्पत्तिः' आर्येष्वप्युत्पत्तेः, तथादर्शनात्। आर्योत्पत्तिरप्यसंख्येयायुर्नाधिकृतसाधनायेत्येतदधिकृत्याह 'नो असंख्येयायुः' सर्वेव, संख्येयायुर्युक्ताया अपि भावात्, तथादर्शनात्। संख्येयायुरपि अतिक्रूरमतिः प्रतिषिद्धा तन्निराचिकीर्षयाह ‘नातिक्रूरमतिः'। सप्तमनरकायुर्निबन्धनरौद्रध्यानाभावात्, तद्वत्प्रकृष्टशुभध्यानाभाव इति चेत् ? न, तेन तस्य प्रतिबन्धाभावात्, तत्फलवदितरफलभावेनानिष्टप्रसङ्गात्।
अक्रूरमतिरपि रतिलालसाऽसुन्दरैव, तदपोहायाह-'नो न उपशान्तमोहा', काचिदुपशान्तमोहापि संभवति, तथादर्शनात्। उपशान्तमोहापि अशुद्धाचारा गर्हिता, तत्प्रतिक्षेपायाह-'नो न शुद्धाचारा' काचित् शुद्धाचारापि भवति, औचित्येन परापकरणवर्जनाद्याचारदर्शनात्। शुद्धाचारापि अशुद्धबोन्दिरसाध्वी तदपनोदायाह 'नो अशुद्धबोन्दिः'; काचित् शुद्धतनुरपि भवति, प्राक्कानुवेधतः संसञ्जनाद्यशुद्ध्यदर्शनात् कक्षास्तनादिदेशेषु। शुद्धबोन्दिरपि व्यवसायवर्जिता निन्दितैव, तन्निरासायाह-'नो व्यवसायवर्जिता' काचित् परलोकव्यवसायिनी, शास्त्रात् तत्प्रवृत्तिदर्शनात्।
सव्यवसायाप्यपूर्वकरणविरोधिनी विरोधिन्येव, तत्प्रतिषेधमाह 'नो अपूर्वकरणविरोधिनी', अपूर्वकरणसंभवस्य स्त्रीजातावपि प्रतिपादितत्वात्। अपूर्वकरणवत्यपि नवगुणस्थानरहिता नेष्टसिद्धये
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૩
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર (इति), इष्टसिद्ध्यर्थमाह 'नो नवगुणस्थानरहिता', तत्संभवस्य तस्याः प्रतिपादितत्वात्। नवगुणस्थानसङ्गतापि लब्ध्ययोग्या अकारणमधिकृतविधेः, इत्येतत्प्रतिक्षेपायाह-'नायोग्या लब्धेः', आमर्पोषध्यादिरूपायाः कालौचित्येनेदानीमपि दर्शनात्।
कथं द्वादशाङ्गप्रतिषेधः? तथाविधविग्रहे ततो दोषात्श्रेणिपरिणतौ तु कालगर्भवद् भावतो भावोऽविरुद्ध एव। लब्धियोग्यापि अकल्याणभाजनोपघाता नाभिलषितार्थसाधनायालमित्यत आह 'नाकल्याणभाजनं', तीर्थकरजननात्, नातः परं कल्याणमस्ति, यत एवमतः कथं नोत्तमधर्मसाधिका? इति उत्तमधर्मसाधिकैव। લલિતવિસ્તરાર્થ -
આની વ્યાખ્યા – એક પણ નમસ્કાર, ઘણા નમસ્કાર દૂર રહો એક પણ નમસ્કાર જિનવર વૃષભ એવા વર્ધમાન સ્વામીને યત્નથી કરાતો છતો=ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક તેને સમુખ વધતા જતા વિનયના પરિણામરૂપ યત્નથી કરાતો છતો, શું?=શું કરે છે? એથી કહે છે – સંસારસાગરથી તારે છે એમ અન્વય છે. સંસારનો અર્થ સ્પષ્ટ કરે છે –
સંસરણ સંસાર છે અર્થાત્ તિર્યંચ-મનુષ્ય-નાક-દેવભવના અનુભવરૂપ સંસાર તે જ સાગરના જેવો સંસારસાગર છે; કેમ કે ભવસ્થિતિ અને કાયસ્થિતિ દ્વારા અનેક વખત અવસ્થાનથી અલબ્ધપારપણું છે, તેનાથી તે સંસારસાગરથી, નર અથવા નારીને–પુરુષ અથવા સ્ત્રીને, તારે છે સંસારસાગરથી તારે છે, પુરુષગ્રહણ પુરુષોત્તમ ધર્મ પ્રતિપાદન માટે છે–પુરુષ પ્રધાન ધર્મ છે તેના પ્રતિપાદન માટે છે, સ્ત્રીનું ગ્રહણ તેઓને પણ તે ભવમાં જ=સ્ત્રીભવમાં જ, સંસાર ક્ષય થાય છે એ બોઘ કરાવવા માટે છે, જે પ્રમાણે ચાપનીયતંત્રમાં કહેવાયું છે – શ્રી અજીવ નથી અને વળી, અભવ્ય નથી અને વળી, દર્શનની વિરોધિની નથી=સમ્યગ્દર્શન ન થાય તેવી નથી, અમનુષ્યા નથી, અનાર્ય ઉત્પતિ નથી, અસંખ્ય વર્ષના આયુષ્યવાળી નથી, અતિક્રૂરમતિવાળી નથી, ઉપશાંતમોહવાળી નથી એમ નહિ, શુદ્ધ આચારવાળી નથી એમ નહિ, અશુદ્ધ શરીરવાળી નથી, વ્યવસાયવર્જિત નથી, અપૂર્વકરણવિરોધિની નથી, નવા ગુણસ્થાનક રહિત નથી, લબ્ધિને અયોગ્ય નથી, અકલ્યાણનું ભાજન નથી, એથી કેમ ઉત્તમધર્મની સાધિકા ન થાય? કેવલજ્ઞાનની પ્રાતિને સાધનારી ન થાય?
ત્યાં=જાપનીયતંત્રના કથનમાં, ન હતુ શબ્દ નેવ અર્થમાં છે, સ્ત્રી અજીવ નથી, પરંતુ જીવ જ છે અને જીવનો ઉત્તમધર્મ સાધકત્વનો અવિરોધ છે; કેમ કે તે પ્રકારે દર્શન છે=જીવ ઉત્તમ એવા કેવલજ્ઞાનને સાધે છે તે પ્રકારે દર્શન છે, જીવ પણ સર્વ ઉત્તમ ધર્મના સાધક થતા નથી; કેમ કે અભવ્યની સાથે વ્યભિચાર છે, તેના નિરાસ માટે કહે છે – અને વળી, સ્ત્રી અભવ્યા નથી, આ=સ્ત્રી અભવ્યા નથી એ, જાતિનો પ્રતિષેધ છે સ્ત્રી જાતિ સર્વ અભવ્યા હોય તેનો પ્રતિષેધ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪
લલિતવિસ્તરા ભાગ-૩
છે, જોકે કેટલીક અભવ્ય પણ છે, તોપણ સર્વ સ્ત્રીઓ અભવ્ય નથી; કેમ કે સંસારના નિર્વેદપૂર્વક નિર્વાણધર્મનો અદ્વેષ, શુષાદિનું દર્શન છે, ભવ્ય પણ કોઈક દર્શનનો વિરોધી છેઃ સમ્યગ્દર્શનનો વિરોધી છે, જે સિદ્ધ થશે નહિ, તેના નિરાસ માટે કહે છે – દર્શન વિરોધિની નથી=સ્ત્રી સમ્યગ્દર્શન ન થાય તેવી નથી, અહીં દર્શનવિરોધિની શબ્દમાં, દર્શન તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ગ્રહણ કરાય છે, તેની વિરોધિની જ=સમ્યગ્દર્શનની વિરોધિની જ, સ્ત્રી નથી; કેમ કે આસ્તિક્ય આદિનું દર્શન છે સમ્યગ્દર્શનના શમ-સંવેગ આદિ લિંગોનું દર્શન છે.
દર્શન અવિરોધિની પણ અમાનુષી ઈચ્છાતી નથી જ, તેના પ્રતિષેધ માટે કહે છે - સ્ત્રી અમાનુષી નથી; કેમ કે મનુષ્યજાતિમાં સદ્ભાવ છે=ીનો સદ્ભાવ છે. કેમ મનુષ્યજાતિમાં સ્ત્રીનો સદ્ભાવ છે ? તેમાં હેતુ કહે છે – વિશિષ્ટ એવા હાથ-પગ-સાથળ-ગ્રીવા આદિ અવયવના સધિવેશનું દર્શન છે, માનુષી પણ સ્ત્રી અનાર્યમાં ઉત્પત્તિ અનિષ્ટ છેઃઉત્તમધર્મ સાધવા માટે અનિષ્ટ છે, તેના નિરાકરણ માટે કહે છે – અનાર્યમાં ઉત્પત્તિ નથી; કેમ કે આયમાં પણ ઉત્પત્તિ છે. આર્યોમાં પણ કેમ ઉત્પત્તિ છે ? તેમાં હેતુ કહે છે – તે પ્રકારે દર્શન છે=આર્યોમાં પણ સ્ત્રીઓ ઉત્પન્ન થાય છે તે પ્રકારે દર્શન છે, આર્યમાં ઉત્પત્તિ પણ અસંખ્યય વર્ષ આયુષ્યવાળા અધિકૃત સાધના માટે નથી=મુક્તિને સાધવા માટે સમર્થ નથી, એથી એને આશ્રયીને=અસંખ્ય વર્ષ આયુષ્યને આશ્રયીને, કહે છે – સર્વ જ સ્ત્રીઓ અસંખ્યય આયુષ્યવાળી નથી; કેમ કે સંધ્યેય આયુષ્યયુક્ત પણ સ્ત્રીઓનો ભાવ છે અર્થાત્ સભાવ છે. કેમ સંખેય આયુષ્યવાળી સ્ત્રીઓનો સદ્ભાવ છે ? તેમાં હેતુ કહે છે – તે પ્રકારે દર્શન છે=સંખેય આયુષ્યવાળીરૂપે સ્ત્રીઓનું દર્શન છે, સંખેય આયુષ્યવાળી પણ અતિરમતિવાળી પ્રતિષિદ્ધ છે, તેના નિરાકરણની ઈચ્છાથી કહે છે – સ્ત્રી અતિક્રમતિવાળી નથી, સાતમી નરકના આયુષ્યનું કારણ એવા રૌદ્રધ્યાનનો અભાવ હોવાથી સ્ત્રીઓને તેવા રૌદ્રધ્યાનનો અભાવ હોવાથી, તેની જેમ=પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની જેમ, પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું, તેની સાથે=પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે, તેના=પ્રકૃષ્ટ શુભધ્યાનના, પ્રતિબંધનો અભાવ છે=વ્યાપ્તિનો અભાવ છે. કેમ વ્યાપ્તિનો અભાવ છે ? તેમાં હેતુ કહે છે –
તેના ફલની જેમ ઈતરલના સદ્ભાવથી અનિષ્ટનો પ્રસંગ છે, અક્રૂરમતિવાળી પણ રતિની લાલસાવાળી સ્ત્રી અસુંદર જ છે, તેના નિરાકરણ માટે કહે છે – ઉપશાંતમોહવાળી નથી એમ
Page #226
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
નહિ=કામના સેવનના પરિણામના ઉપશમવાળી નથી એમ નહિ, કેટલીક સ્ત્રીઓ ઉપશાંતમોહવાળી પણ સંભવે છે; કેમ કે તે પ્રકારે દર્શન છે=કેટલીક સ્ત્રીઓમાં કામના વિકારો શાંત થયેલા દેખાય છે, ઉપશાંતમોહવાળી પણ અશુદ્ધ આચારવાળી ગર્ભિત છે=કામના વિકાર શાંત થયેલા હોય છતાં સંયમના અન્ય આચારો અશુદ્ધ સેવતી હોય એવી સ્ત્રીઓ મોક્ષ સાધવા માટે નિંદિત છે અર્થાત્ અસમર્થ છે, તેના પ્રતિક્ષેપ માટે=સ્ત્રીઓમાં મોક્ષને અનુકૂળ શુદ્ધ આચારોનો અભાવ છે તેના પ્રતિષેધ માટે, કહે છે શુદ્ધ આચારવાળી નથી એમ નહિ, કેટલીક શુદ્ધ આચારવાળી પણ છે; કેમ કે ઔચિત્યથી પરના અપકારકરણનું વર્જન આદિ આચારોનું દર્શન છે, શુદ્ધ આચારવાળી પણ સ્ત્રી અશુદ્ધ શરીરવાળી અસાધ્વી છે, તેના અપનોદન માટે કહે છે=સ્ત્રીઓને અશુદ્ધ શરીર છે તેના નિરાકરણ માટે કહે છે અશુદ્ધ શરીરવાળી નથી, કેટલીક શુદ્ધ શરીરવાળી પણ છે; પૂર્વના કર્મના અનુવેધથી કક્ષા-સ્તન આદિ ભાગોમાં સંસંજનાદિ અશુદ્ધિનું અદર્શન છે=દુર્ગંધવાળા પરસેવા આદિ અશુદ્ધિનું અદર્શન છે, શુદ્ધ શરીરવાળી પણ વ્યવસાય વર્જિત=મોક્ષને અનુકૂળ પ્રયત્નથી વર્જિત, નિંદિત જ છે=મોક્ષ માટે અસમર્થ જ છે, તેના નિરાસ માટે કહે છે સ્ત્રી વ્યવસાય વર્જિત નથી, કેટલીક પરલોક વ્યવસાયવાળી છે; કેમ કે શાસ્ત્રથી તેની પ્રવૃત્તિનું દર્શન છે, વ્યવસાયવાળી પણ=મોહનાશને અનુકૂળ વ્યવસાયવાળી પણ, અપૂર્વકરણની વિરોધિની એવી સ્ત્રી વિરોધિની જ છે=મોક્ષપ્રાપ્તિ માટે અસમર્થ જ છે, તેના પ્રતિષેધ માટે કહે છે સ્ત્રી અપૂર્વકરણની વિરોધિની નથી; કેમ કે અપૂર્વકરણના સંભવનું સ્ત્રીજાતિમાં પણ પ્રતિપાદિતપણું છે, અપૂર્વકરણવાળી પણ સ્ત્રી નવા ગુણસ્થાનક રહિત ઇષ્ટસિદ્ધિ માટે નથી=નવા ગુણસ્થાનની પ્રાપ્તિથી રહિત હોવાથી ઇષ્ટસિદ્ધિ માટે નથી, એથી ઇષ્ટસિદ્ધિ માટે કહે છે સ્ત્રી નવા ગુણસ્થાનથી રહિત નથી=પ્રાપ્ત થયેલા ગુણસ્થાનકથી નવા ગુણસ્થાનની પ્રાપ્તિથી રહિત નથી; કેમ કે તેના સંભવનું=નવા ગુણસ્થાનકના સંભવનું, તેણીને=સ્ત્રીને, પ્રતિપાદિતપણું છે, નવા ગુણસ્થાનથી યુક્ત પણ લબ્ધિને અયોગ્ય એવી સ્ત્રી અધિકૃત વિધિનું અકારણ છે= કોઈ સ્ત્રી પોતાનામાં વિધમાન ગુણસ્થાનક કરતાં નવા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તોપણ સ્ત્રીઓને આમર્યાદિ લબ્ધિઓ થતી નથી, તેથી અધિકૃત એવી કેવલજ્ઞાન લબ્ધિ માટે સ્ત્રી અકારણ છે, એ પ્રકારની શંકાના નિરાકરણ માટે કહે છે આમર્ષ આદિ લબ્ધિને અયોગ્ય નથી; કેમ કે કાલઔચિત્યથી હમણાં પણ લબ્ધિઓનું દર્શન છે=સ્ત્રીઓમાં વર્તમાનકાળને અનુરૂપ વિશિષ્ટ શક્તિઓરૂપ લબ્ધિઓનું દર્શન છે.
–
-
-
૨૦૫
કેમ દ્વાદશાંગનો પ્રતિષેધ છે ?=જો સ્ત્રીઓને લબ્ધિ થઈ શકે તેમ છે તો શ્રુતલબ્ધિરૂપ દ્વાદશાંગ ભણવાનોં પ્રતિષેધ કેમ છે ? તેનો ઉત્તર આપતાં કહે છે તથાવિધ વિગ્રહ હોતે છતે તેનાથી દોષ હોવાને કારણે=સ્ત્રીઓનું શરીર તેવા પ્રકારનું હોવાને કારણે તે શરીરથી દ્વાદશાંગી ભણાવામાં દોષની પ્રાપ્તિ હોવાથી સ્ત્રીઓને દ્વાદશાંગી ભણવાનો નિષેધ છે એમ અન્વય છે, વળી, શ્રેણિની પરિણતિમાં ક્ષપકશ્રેણિની પરિણતિમાં, કાલગર્ભની જેમ ભાવથી ભાવ=દ્વાદશાંગીનો
—
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ललितविस्तशमा-3 સભાવ, અવિરુદ્ધ જ છે, લબ્ધિયોગ્ય પણ સ્ત્રી અકલ્યાણનું ભાજન એવા ઉપઘાતવાળી છે, તેથી અભિલષિત અર્થને સાધવા માટે સમર્થ નથી એથી કહે છે – અકલ્યાણનું ભાન નથી; કેમ કે તીર્થકરને જન્મ આપે છે, આનાથી શ્રેષ્ઠ કલ્યાણ નથી, જે કારણથી આ પ્રમાણે છેઃ અત્યાર સુધી સ્ત્રી વિષયક વર્ણન કર્યું એ પ્રમાણે છે, આથી સ્ત્રી ઉત્તમધર્મની સાધિકા કેમ ન થાય? એથી ઉત્તમ ધર્મની સાધિકા છે જ. les:
'सप्तमे त्यादि, सप्तमनरकेऽतिक्लिष्टसत्त्वस्थाने आयुषो निबन्धनस्य रौद्रध्यानस्य तीव्रसंक्लेशरूपस्याभावात् स्त्रीणां, 'षष्ठीं च स्त्रियः' इतिवचनात्, तद्वत्-प्रकृतरौद्रध्यानस्येव, प्रकृष्टस्य मोक्षहेतोः शुभध्यानस्य शुक्लरूपस्य अभाव, इति=एवं चेत् अभ्युपगमो भवतः, अस्य परिहारमाह- न-नैवैतत्परोक्तं, कुत इत्याह- तेन-प्रकृतरौद्रध्यानेन, तस्य-प्रकृतशुभध्यानस्य, प्रतिबन्धाभावाद्-अविनाभावायोगात्, तत्प्रतिबन्धसिद्धौ हि व्यापककारणयोवृक्षत्वधूमध्वजयोनिवृत्तौ शिंशपाधूमनिवृत्तिवत् प्रकृतरौद्रध्यानाभावे प्रकृष्टशुभध्यानाभाव उपन्यसितुं युक्तः, न चास्ति प्रतिबन्धः, कुत इत्याह- तत्फलवत्-तस्य-प्रकृष्टशुभध्यानस्य फलंमुक्तिगमनं, तस्येव, इतरफलभावेन-प्रकृतरौद्रध्यानफलस्य सप्तमनरकगमनलक्षणस्य भावेनयुगपत्सत्तया, अनिष्टप्रसङ्गात्=परमपुरुषार्थोपघातरूपस्यानिष्टस्य प्रसङ्गात्, प्रतिबन्धसिद्धौ हि शिंशपात्वे इव वृक्षत्वं, धूम इव वा धूमध्वजः, प्रकृष्टशुभध्यानभावे स्वफलकारिण्यवश्यंभावी प्रकृतरौद्रध्यानभावः स्वकार्यकारी, स्वकार्यकारित्वाद्वस्तुनः, स्वकार्यमाक्षिपत् कथमिव परमपुरुषार्थं नोपहन्यादिति।
'श्रेणी'त्यादिः श्रेणिपरिणतो तु=क्षपकश्रेणिपरिणामे पुनः वेदमोहनीयक्षयोत्तरकालं, कालगर्भवत्, काले प्रौढे ऋतुप्रवृत्त्युचिते उदरसत्त्व इव, भावतो-द्वादशागार्थोपयोगरूपात् न तु शब्दतोऽपि भावः सत्ता द्वादशाङ्गस्य, अविरुद्धो न दोषवान्। इदमत्र हृदयम्-अस्ति हि स्त्रीणामपि प्रकृतयुक्त्या केवलप्राप्तिः, शुक्लध्यानसाध्यं च तत्, ‘ध्यानान्तरिकायां शुक्लध्यानाद्यभेदद्वयावसान उत्तरभेदद्वयानारम्भरूपायां वर्तमानस्य केवलमुत्पद्यते' इति वचनप्रामाण्यात्, न च पूर्वगतमन्तरेण शुक्लध्यानाऽऽद्यभेदी स्तः, 'आद्ये पूर्वविदः'(तत्त्वार्थः ९-३९) इतिवचनात्, ‘दृष्टिवादश्च न स्त्रीणामि तिवचनात्, अतस्तदर्थोपयोगरूपः क्षपकश्रेणिपरिणतो स्त्रीणां द्वादशाङ्गभावः क्षयोपशमविशेषाददुष्ट इति।
निवार्थ :__ 'सप्तमे त्यादि, सप्तमनरके ..... क्षयोपशमविशेषाददुष्ट इति ।। सप्तमेत्यादि ललितविस्तरातुं प्रती छ, તેનો અર્થ કરે છે – અતિક્લિષ્ટ જીવના સ્થાનરૂપ સાતમી નરક વિષયક આયુષ્યનું કારણ તીવ્રસંક્લેશરૂપ રૌદ્રધ્યાનનો સ્ત્રીઓને અભાવ હોવાથી તેની જેમ સ્ત્રીઓને પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ છે એમ આગળની સાથે અવય છે.
સ્ત્રીઓને સાતમી નરકયોગ્ય રૌદ્રધ્યાનનો કેમ અભાવ છે ? તેમાં હેતુ કહે છે –
Page #228
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
નહિ=૫૨ વડે
અને સ્ત્રીઓને છઠ્ઠી નરક છે, એ પ્રકારનું વચન છે, તેની જેમ=પ્રકૃત રૌદ્રધ્યાનની જેમ=સ્ત્રીઓને સાતમી નરકયોગ્ય પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનનો અભાવ છે એ રૂપ પ્રકૃત રૌદ્રધ્યાનની જેમ, પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ છે=મોક્ષનો હેતુ એવા શુક્લરૂપ ધ્યાનનો અભાવ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી એમ કહે તારો અશ્રુપગમ છે, આવા પરિહારને કહે છે=પૂર્વપક્ષીના સ્વીકારના પરિહારને કહે છે કહેવાયેલું આ નથી, કયા કારણથી નથી ? એથી હેતુ કહે છે – તેની સાથે તેના પ્રતિબંધનો અભાવ છે=પ્રકૃત રૌદ્રધ્યાનની સાથે પ્રકૃત શુભધ્યાનના અવિનાભાવનો અયોગ છે, =િજે કારણથી, તેના પ્રતિબંધની સિદ્ધિ થયે છતે=પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનના પ્રતિબંધની સિદ્ધિ થયે છતે, વ્યાપક કારણ એવા વૃક્ષત્વ અને ધૂમધ્વજની નિવૃત્તિ હોતે છતે=શિશપા અને ધૂમના વ્યાપક કારણ એવા વૃક્ષત્વ અને અગ્નિની નિવૃત્તિ હોતે છતે, શિશપા અને ધૂમની નિવૃત્તિની જેમ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનના અભાવમાં પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ ઉપન્યાસ કરવા માટે યુક્ત થાય, (તે અત્યંત અનુચિત છે.) અને પ્રતિબંધ નથી, કયા કારણથી રૌદ્રધ્યાનની સાથે શુભધ્યાનનો પ્રતિબંધ નથી, એમાં હેતુ કહે છે તેના ફ્ળની જેમ=તે પ્રકૃષ્ટ શુભધ્યાનનું લ જે મુક્તિગમન તેની જેમ, ઇતર ફલના ભાવથી=સાતમી નરકના ગમનરૂપ પ્રકૃત રૌદ્રધ્યાનના ફલના ભાવથી અર્થાત્ યુગપત્ સત્તાથી, અનિષ્ટનો પ્રસંગ છે=પરમ પુરુષાર્થરૂપ મોક્ષના ઉપઘાત સ્વરૂપ અનિષ્ટનો પ્રસંગ છે, =િજે કારણથી, પ્રતિબંધ સિદ્ધ થયે છતે=પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનનો પ્રતિબંધ સિદ્ધ થયે છતે, શિશપાત્વમાં વૃક્ષત્વની જેમ અથવા ધૂમમાં ધૂમધ્વજની જેમ પ્રકૃષ્ટ શુભધ્યાનના ભાવમાં સ્વલને કરનાર અવસ્થંભાવી પ્રકૃત રૌદ્રધ્યાનનો ભાવ સ્વકાર્ય કરનાર થાય; કેમ કે વસ્તુનું સ્વકાર્યકારીપણું છે=પ્રકૃત રૌદ્રધ્યાનરૂપ વસ્તુનું સાતમી નરકને યોગ્ય કર્મબંધરૂપ કાર્યનું કરવાપણું છે, સ્વકાર્યને આક્ષેપ કરતું=પ્રકૃષ્ટ શુભધ્યાનની સાથે નિયત વ્યાપ્તિવાળું પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન પોતાના કાર્યને આક્ષેપ કરતું, કેમ પરમ પુરુષાર્થને હણે નહિ ?
-
૨૦૦
શ્રેણીત્યાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, શ્રેણિ પરિણત થયે છતે વળી=ક્ષપકશ્રેણિનો પરિણામ થયે છતે, વેદમોહનીય ક્ષયના ઉત્તરકાળમાં કાલગર્ભની જેમ કાલે=ઋતુની પ્રવૃત્તિને ઉચિત પ્રૌઢકાળમાં, ઉદરસત્ત્વની જેમ=ગર્ભધારણની જેમ, ભાવથી=દ્વાદશાંગના અર્થના ઉપયોગરૂપ ભાવથી, ભાવ= દ્વાદશાંગીની સત્તા, અવિરુદ્ધ છે=દોષવાત નથી, પરંતુ શબ્દથી પણ ભાવ નથી=દ્વાદશાંગીનો ભાવ નથી.
સ્ત્રીઓને પણ
અહીં=શ્રેણિની પરિણતિમાં ભાવથી દ્વાદશાંગી છે એ કથનમાં, આ તાત્પર્ય છે પ્રકૃત યુક્તિથી=યાપનીયતંત્રમાં બતાવેલી યુક્તિથી, કેવલની પ્રાપ્તિ છે જ અને તે=કેવલજ્ઞાન, શુક્લધ્યાન સાધ્ય છે; કેમ કે શુક્લધ્યાનના આદ્યભેદદ્રયના અવસાનમાં ઉત્તરભેદદ્વયના અનારંભરૂપ ધ્યાનાંતરિકામાં વર્તતા જીવને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ પ્રકારનું વચનનું પ્રામાણ્ય છે અને પૂર્વગત શ્રુતજ્ઞાન વગર શુક્લધ્યાનના આદ્ય બે ભેદો નથી; કેમ કે આદ્ય બે શુક્લધ્યાનો પૂર્વવિદ્ન હોય છે–ચૌદપૂર્વધરને હોય છે, એ પ્રકારનું વચન છે, અને સ્ત્રીઓને દૃષ્ટિવાદ નથી, એ પ્રકારનું વચન છે, આથી=ચૌદપૂર્વ વગર શુક્લધ્યાન
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
લલિતવિસ્તરા ભાગ-૩
થતું નથી અને સ્ત્રીઓને દૃષ્ટિવાદ નથી આથી, તેના અર્થના ઉપયોગરૂપ દ્વાદશાંગીનો ભાવ સ્ત્રીઓને શપકણિની પરિણતિ હોતે છતે થોપશમવિશેષથી અદુષ્ટ છે. (સ્ત્રીઓને ક્ષપકશ્રેણિમાં અર્થથી દષ્ટિવાદની પ્રાપ્તિ થાય છે તે કથનમાં વેદમોહનીય ઉત્તરકાલ એ શબ્દ અધિક ભાસે છે; કેમ કે શુધ્યાનના પ્રથમ પાયાની પ્રાપ્તિ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે થાય છે તેના પૂર્વે મતિ આદિ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરભાવિ પ્રાતિજજ્ઞાન પ્રગટે છે, તેથી પ્રાતિભશાન થતા પૂર્વે સ્ત્રીઓને અર્થથી ચૌદપૂર્વનું જ્ઞાન થાય છે તેના બળથી જ પ્રતિભજ્ઞાન થાય છે અને ત્યારપછી શ્રેણિનો પ્રારંભ થાય છે અને નવમા ગુણસ્થાનકે વેદમોહનીય કર્મનો હાથ થાય છે તેથી વેદમોહનીયતા ક્ષય પૂર્વે કાલગર્ભની જેમ સ્ત્રીઓને ભાવથી દ્વાદશાંગીની સત્તા છે, માટે વેદમોહનીયસયઉત્તરકાલ એ શબ્દ અધિક જાણવો.). ભાવાર્થવિર ભગવાનની સ્તુતિ કર્યા પછી વીર ભગવાનની સ્તુતિનું શ્રેષ્ઠ ફળ શું છે? તે બતાવે તેવી સ્તુતિ કરે છે, જેથી સ્તુતિ કરનારને ભગવાનની સ્તુતિ સંસારસાગરથી તારવા માટે સમર્થ છે તેવો બોધ થાય, તે બોધના કારણે પ્રમાદ વગર સ્તુત્ય એવા ભગવાનના ગુણોને સ્પર્શે તે પ્રકારે સ્તુતિ કરનાર પુરુષ ભગવાનની સ્તુતિ કરે છે, જેથી સંસારસાગરથી તરવું સુલભ બને.
વસ્તુતઃ સ્તુતિ સ્તુત્યના ગુણોના સ્મરણપૂર્વક સ્તુત્ય તુલ્ય થવાને અનુકૂળ અંતરંગ વ્યાપારરૂપ છે અને જે મહાત્માનું ચિત્ત જિનગુણના હાર્દને સ્પર્શે તે પ્રકારના ક્ષયોપશમ ભાવથી ઉલ્લસિત થયેલું છે તેવા ભાવથી કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે, તેથી આસન્ન ઉપકારી એવા વર્ધમાન સ્વામીને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે તે પ્રકારે સ્મરણ કરીને મહાત્માઓ ભગવાનની સ્તુતિ કરવામાં પોતાનું સદ્વર્ય ઉલ્લસિત કરે છે.
વળી, અહીં સ્તુતિમાં કહ્યું કે નર અને નારીને તારે છે, ત્યાં પ્રથમ નરને ગ્રહણ કર્યો, તેથી એ પ્રાપ્ત થાય કે ધર્મના અધિકારી પુરુષ અને સ્ત્રી બંને હોવા છતાં પુરુષ ઉત્તમધર્મનો પ્રધાન અધિકારી છે; કેમ કે પુરુષે સ્ત્રી કરતાં તે પ્રકારની વિશિષ્ટ પુણ્યપ્રકૃતિ બાંધેલ છે, તે પુણ્યપ્રકૃતિના સહકારને કારણે ગાંભીર્ય આદિ અનેક ગુણો સ્ત્રીઓ કરતાં પુરુષમાં બહુલતાએ અધિક પ્રાપ્ત થાય છે, તેથી ગુણોને અભિમુખ થયેલી સ્ત્રીઓ કરતાં ગુણોને અભિમુખ થયેલા પુરુષોમાં અધિક વિશેષતા છે, તેથી પુરુષ પ્રધાન ધર્મ છે.
વળી, સ્ત્રીઓ પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે તે બતાવવા માટે સ્ત્રીનું ગ્રહણ છે, તેમાં પાપનીયતંત્ર નામના આગમની સાક્ષી આપે છે, ત્યાં સ્ત્રી મોક્ષ કેમ સાધી શકે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સ્ત્રી અજીવ નથી જીવ છે, તેથી જીવ અવશ્ય મોક્ષ સાધી શકે તેમ સ્ત્રી પણ અવશ્ય મોક્ષ સાધી શકે, આમ છતાં અભવ્ય જીવ મોક્ષ સાધી શકે નહિ, તેથી કહે છે – બધી સ્ત્રીઓ અભવ્ય નથી; કેમ કે કેટલીક સ્ત્રીઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ દેખાય છે, તેથી સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે અને મોક્ષ પ્રત્યે અદ્વેષ થાય છે, ત્યારપછી ક્રમસર મોક્ષના ઉપાયોને સાંભળવાની ઇચ્છા આદિ થાય છે, તેથી નક્કી થાય છે કે સ્ત્રી
Page #230
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
૨૦૯ અભવ્ય નથી, પરંતુ આસન્ન ભવ્ય પણ છે; કેમ કે સંસારનિર્વેદ આદિ ભાવો થયા પછી તે જીવ અવશ્ય તે ભવમાં અથવા કેટલાક ભવો પછી મોક્ષમાં જાય છે.
વળી, ભવ્ય સ્ત્રી પણ સંસારનિર્વેદ આદિ ભાવોને પામ્યા પછી સમ્યગ્દર્શન ન પામે તો મોક્ષમાં જાય નહિ, પરંતુ સ્ત્રીનો ભાવ દર્શનનો વિરોધી નથી; કેમ કે કેટલીક યોગ્ય સ્ત્રીઓમાં શમ-સંવેગાદિ સમ્યત્વના લિંગો કહ્યા છે તે પ્રત્યક્ષથી દેખાય છે, વળી દર્શનની અવિરોધિની પણ સ્ત્રી મનુષ્ય છે, મનુષ્ય નથી, તેથી એ પ્રાપ્ત થાય કે દર્શનની અવિરોધિની એવી સ્ત્રી તિર્યંચ હોય કે દેવી હોય તો તે ભવમાં મોક્ષ સાધી શકે નહિ, પરંતુ સમ્યગ્દર્શનવાળી સ્ત્રી મનુષ્ય પણ છે તેથી મોક્ષ સાધી શકે.
વળી, મનુષ્યમાં ઉત્પન્ન થયેલ સમ્યગ્દર્શનવાળી પણ સ્ત્રી અનાર્યમાં ઉત્પન્ન થયેલી હોય તો તે ભવમાં મોક્ષ પામવા માટે અસમર્થ બને, તેથી કહે છે – બધી સ્ત્રીઓની અનાર્યમાં ઉત્પત્તિ નથી, પરંતુ આર્યમાં પણ ઉત્પત્તિ છે; કેમ કે આર્યમાં પણ સ્ત્રીઓ દેખાય છે, વળી, આર્યમાં સ્ત્રીઓની ઉત્પત્તિ હોય છતાં અસંખ્ય વર્ષના આયુષ્યવાળી હોય તો તે ભવમાં મોક્ષમાં જઈ શકે નહિ, પરંતુ બધી સ્ત્રીઓ અસંખ્યય વર્ષના આયુષ્યવાળી નથી, પરંતુ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળી પણ છે, વળી, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળી
સ્ત્રી અતિક્રૂરમતિવાળી હોય તો તે ભવમાં મોક્ષમાં જઈ શકે નહિ, પરંતુ કેટલીક સ્ત્રીઓ અતિક્રમતિવાળી નથી, તેથી મોક્ષમાં જઈ શકે.
અહીં કોઈને શંકા થાય કે સ્ત્રીઓને સાતમી નરકને યોગ્ય તીવ્ર રૌદ્રધ્યાન થતું નથી, તેમ સ્ત્રીઓને મોક્ષને અનુકૂળ પ્રકૃષ્ટ શુભધ્યાન પણ થઈ શકે નહિ, તેથી સ્ત્રીઓને મોક્ષ સંભવે નહિ, એ પ્રકારે દિગંબર સ્વીકારે છે, તેનું નિરાકરણ કરતાં કહે છે – પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનનો અવિનાભાવી યોગ નથી, તેથી સ્ત્રીઓને પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન ન થઈ શકે માટે પ્રકૃષ્ટ શુભધ્યાન પણ ન થાય તેમ કહેવું અનુચિત છે.
આશય એ છે કે વૃક્ષની સાથે શિશપા વૃક્ષનો અવિનાભાવ છે, તેથી શિશપા વૃક્ષ હોય તો તેનું વ્યાપક વૃક્ષત્વ અવશ્ય હોય અને ધૂમની સાથે અગ્નિનો પણ અવિનાભાવ છે, તેથી વ્યાપ્ય એવો ધૂમ હોય ત્યાં વ્યાપક એવો અગ્નિ અવશ્ય હોય છે, તેમ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનની વ્યાપ્તિ નથી, જેથી જે જીવને પ્રકૃષ્ટ શુભધ્યાન હોય તેને સાતમી નરક યોગ્ય પ્રકૃષ્ટ રદ્રધ્યાન પણ હોય તેમ કહી શકાય, વસ્તુતઃ પ્રકૃષ્ટ શુભધ્યાનની સાથે પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનનો અત્યંત વિરોધ છે, તેથી જો પ્રકૃષ્ટ શુભધ્યાનની સાથે પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનનો અવિનાભાવ સ્વીકારવામાં આવે તો પ્રકૃષ્ટ શુભધ્યાનથી જેમ મોક્ષ ફળ મળે છે તેમ તેની સાથે અવિનાભાવી પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનનું ફળ સાતમી નરકને યોગ્ય પાપબંધ પણ થવો જોઈએ અને તેમ સ્વીકારીએ તો પ્રકૃષ્ટ શુભધ્યાનનું ફળ જે મોક્ષ છે તેનો પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનના ફળથી વ્યાઘાત થાય, માટે પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનની વ્યાપ્તિ સ્વીકારવી અત્યંત અનુચિત છે, માટે સ્ત્રીઓ છઠી નરકથી અધિક ક્લિષ્ટ રૌદ્રધ્યાન કરી શકતી નથી, તોપણ જે અતિક્રૂરમતિવાળી નથી તે તે ભવમાં મોક્ષમાં જઈ શકે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રી અતિક્રૂરમતિવાળી ન હોય છતાં સ્ત્રીઓને કામની લાલસા અતિશય હોય છે, તેથી તેઓ મોક્ષમાં જઈ શકે નહિ, તેના નિરાકરણ માટે કહે છે – કેટલીક સ્ત્રીઓ કામવૃત્તિ ઉપશાંત થયેલી હોય તેવી પણ હોય છે, માટે મોક્ષમાં જઈ શકે છે.
૨૧૦
અહીં પ્રશ્ન થાય કે કામવૃત્તિની ઉપશાંત થયેલી પરિણતિવાળી પણ સ્ત્રીઓ અશુદ્ધ આચારવાળી હોય છે; કેમ કે સ્ત્રીમાં સ્વભાવથી જ ચાંચલ્ય ક્ષુદ્રતા આદિ ભાવોને કારણે સ્ત્રીઓ મોહનાશને અનુકૂળ શુદ્ધ આચારો પાળી શકે નહિ, માટે તે ભવમાં મોક્ષમાં જઈ શકે નહિ, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કેટલીક સ્ત્રીઓ શુદ્ધ આચારવાળી પણ હોય છે; કેમ કે ઔચિત્યથી પરના અપકારનું વર્જન આદિ આચારો પાળે છે, તેથી કોઈને પીડા ન થાય તેવી ઉચિત આચરણા દ્વારા તે પણ મોક્ષ સાધી શકે છે.
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રીઓનું શરીર અશુદ્ધ છે, તેથી શુદ્ધ આચારવાળી પણ તે સ્ત્રીઓ વિશિષ્ટ ધર્મને સેવી શકે નહિ, તેથી કહે છે – કેટલીક સ્ત્રીઓ શુદ્ધ શરીરવાળી પણ હોય છે, તેથી બધી સ્ત્રીઓ અશુદ્ધ શરીરવાળી છે તેવી નિયત વ્યાપ્તિ નથી, વળી, શુદ્ધ શરીરવાળી પણ સ્ત્રીઓ મોક્ષને અનુકૂળ વ્યવસાયવાળી નથી, તેથી મોક્ષપ્રાપ્તિ કરી શકે નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે બધી સ્ત્રીઓ મોક્ષને અનુકૂળ વ્યવસાયથી વર્જિત નથી, પરંતુ કેટલીક સ્ત્રીઓ શાસ્ત્રનું અવલંબન લઈને શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતી પણ દેખાય છે, જોકે સ્ત્રીસહજસ્વભાવથી ચાંચલ્ય આદિ દોષોને કારણે સ્ત્રીઓ સંયમ ગ્રહણ કરે તોપણ શાસ્ત્રથી નિયંત્રિત પ્રવૃત્તિ કરી શકતી નથી, તોપણ કેટલીક સ્ત્રીઓ સંસારથી અત્યંત ભય પામેલી હોય છે તે સ્ત્રીઓ શાસ્ત્રથી નિયંત્રિત પ્રવૃત્તિ કરતી પણ દેખાય છે, તેથી સ્ત્રીઓ મોક્ષમાં જઈ શકે છે.
-
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રથી નિયંત્રિત પ્રવૃત્તિ કરનારી સ્ત્રીઓમાં પણ અપૂર્વકરણના ભાવો થઈ શકે નહિ, તેથી સ્ત્રીઓ મોક્ષમાં જઈ શકે નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે સ્ત્રીઓ અપૂર્વકરણની વિરોધિની નથી; કેમ કે સ્ત્રીઓને અપૂર્વકરણનો સંભવ છે એમ શાસ્ત્રમાં કહેલું છે.
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રીઓને અપૂર્વકરણની પ્રાપ્તિ થવા છતાં નવા ગુણસ્થાનકની પ્રાપ્તિ કરી શકે તેવી યોગ્યતા નથી, તેથી કહે છે – કેટલીક સ્ત્રીઓ પોતાને પ્રાપ્ત થયેલા ગુણસ્થાનક કરતાં સ્વપરાક્રમથી નવા ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારી હોય છે.
-
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રી પ્રાપ્ત થયેલા ગુણસ્થાનક કરતાં નવા ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારી હોવા છતાં તેણીઓને આમર્ષોષધિ આદિ લબ્ધિ થતી નથી, તેથી સર્વ લબ્ધિના સ્થાનભૂત કેવલજ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકે અર્થાત્ કરી શકે નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે – સ્ત્રીઓ આમર્ષોષધિ આદિરૂપ લબ્ધિઓને અયોગ્ય નથી; કેમ કે સ્ત્રીઓમાં વર્તમાનકાળને અનુરૂપ કેટલીક વિશિષ્ટ લબ્ધિઓ હમણાં પણ દેખાય છે જે સામાન્ય મનુષ્યોમાં ન હોય તે લબ્ધિઓ અસાધારણ જ્ઞાનાવરણીયવિશેષના ક્ષયોપશમરૂપ હોય છે, તેમ સ્ત્રીઓને તે તે કાળને યોગ્ય આમર્ષોધિ આદિરૂપ લબ્ધિઓ પણ થઈ શકે છે.
અહીં પ્રશ્ન થાય કે જો સ્ત્રીઓ લબ્ધિઓને યોગ્ય છે તો તેણીઓને શાસ્ત્રમાં શ્રુત લબ્ધિરૂપ દ્વાદશાંગી ભણવાનો નિષેધ કેમ કરેલ છે ? તેથી કહે છે – તેવા પ્રકારના શરીરને કારણે દ્વાદશાંગી ભણવાથી દોષની
Page #232
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
૨૧૧
પ્રાપ્તિ છે અર્થાત્ સ્ત્રીશ૨ી૨ને કારણે તથાવિધ ગંભીરતા આદિ ગુણોના અભાવને કારણે વિશિષ્ટ શ્રુત લબ્ધિથી થનારી શક્તિઓને તેણીઓ પચાવી ન શકે તો તેણીઓનું અહિત થાય, માટે સ્ત્રીઓને અગિયાર અંગથી અધિક શ્રુત આપવાનો નિષેધ છે, આમ છતાં સ્ત્રીઓમાં પણ ભાવની વિશુદ્ધિ થાય ત્યારે ક્ષપકશ્રેણિને અભિમુખ પરિણામ થાય છે, ત્યારે કાળગર્ભની જેમ ભાવથી દ્વાદશાંગીની પ્રાપ્તિ પણ થાય છે જ, તેથી સ્ત્રીઓ સર્વથા દ્વાદશાંગીને અયોગ્ય નથી, છતાં શ્રેણિની પ્રાપ્તિ પૂર્વે સ્ત્રીસ્વભાવથી અનર્થ થવાનો સંભવ હોવાને કારણે શાસ્ત્રમાં તેણીઓને દ્વાદશાંગી ભણાવવાનો નિષેધ કર્યો છે, તેથી જ્યારે સ્ત્રીઓમાં અસંગ પરિણામને અનુકૂળ વીર્ય અત્યંત ઉલ્લસિત થાય ત્યારે ક્ષપકશ્રેણિને અનુકૂળ પરિણામ થાય છે ત્યારે જેમ સ્ત્રીઓ ઋતુપ્રવૃત્તિના ઉચિતકાળમાં ગર્ભવાળી થાય છે તેમ તેના ઉચિતકાળમાં દ્વાદશાંગીને અનુકૂળ વિશુદ્ધ પરિણતિ થવાને કારણે દ્વાદશાંગીનો અર્થ ભાવથી પ્રાપ્ત થાય છે, તેથી સ્ત્રીઓ દ્વાદશાંગીને માટે સર્વથા અયોગ્ય નથી. અહીં કોઈ કહે કે સ્ત્રીઓ લબ્ધિને યોગ્ય હોવા છતાં પણ અકલ્યાણનું ભાજન હોવાથી ઉપઘાતવાળી છે, તેથી અભિલષિત એવા મોક્ષરૂપ અર્થને સાધવા સમર્થ નથી, તેથી કહે છે સ્ત્રીઓ અકલ્યાણનું ભાજન નથી; કેમ કે તીર્થંકરના જીવને જન્મ આપે છે, જગતમાં આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ કલ્યાણ નથી, આથી સ્ત્રીઓ ઉત્તમધર્મને અર્થાત્ મોક્ષને સાધનારી છે.
લલિતવિસ્તરા :
अनेन तत्तत्कालापेक्षयैतावद्गुणसंपत्समन्वितैवोत्तमधर्म्मसाधिकेति विद्वांसः, केवलसाधकश्चार्य, सति च केवले नियमान्मोक्षप्राप्तिरित्युक्तमानुषङ्गिकम्, तस्मान्नमस्कारः कार्य इति ।
લલિતવિસ્તરાર્થ :
આના દ્વારા=યાપનીયતંત્રના નિગમન દ્વારા, તે તે કાળની અપેક્ષાથી=જે જે કાળમાં જે જે સ્ત્રીઓ થાય છે તે તે કાળની અપેક્ષાથી, આટલા ગુણની સંપદાથી સમન્વિત જ=યાપનીયતંત્રમાં બતાવેલા સ્ત્રીઓના ગુણોના સમૂહથી યુક્ત જ એવી સ્ત્રી, ઉત્તમધર્મની સાધિકા છે=પરમાર્થને સ્પર્શે તે પ્રકારે સ્વશક્તિ અનુસાર વીતરાગને નમસ્કાર આદિ કૃત્યો કરીને આત્મામાં ઉત્તમધર્મની પ્રાપ્તિ કરી શકે છે, એ પ્રકારે વિદ્વાનો કહે છે અને આ=ઉત્તમધર્મ, કેવલ સાધક છે અને કેવલજ્ઞાન થયે છતે નિયમથી મોક્ષની પ્રાપ્તિ છે એ પ્રકારે આનુષંગિક કહેવાયું=યાપનીયતંત્રના વચન દ્વારા આનુષંગિક કહેવાયું, તે કારણથી=ભગવાનને કરેલ એક નમસ્કાર સંસારસાગરથી તારે છે તે કારણથી, નમસ્કાર કાર્ય છે=વીર ભગવાનને નમસ્કાર કરવો જોઈએ.
ભાવાર્થ:
ગાથામાં કહ્યું કે વર્ધમાન સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર નર અને નારીને સંસારસાગરથી તારે છે, ત્યાં સ્ત્રીઓને સંસારસાગરથી કેમ તારે છે તેમાં યાપનીયતંત્રનો સાક્ષીપાઠ આપેલ, તેનાથી એ ફલિત થયું કે સ્ત્રીઓના સ્ત્રીભવને કા૨ણે જ ઉત્તમધર્મ સાધવો દુષ્કર છે, તોપણ સર્વથા અસંભવિત નથી, તેથી
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
લલિતવિસ્તરા ભાગ-૩ જે જે કાળમાં જે જે સ્ત્રીઓ થાય છે તેણીઓ તે તે કાળની અપેક્ષાએ યાપનીયતંત્રમાં કહ્યા તેટલા ગુણોથી યુક્ત હોય તો જ ઉત્તમધર્મને સાધી શકે, અન્યથા સ્ત્રીચાંચલ્યને કારણે ધર્મની બાહ્ય આચરણા કરે તોપણ અંતરંગ અસંગભાવને અનુકૂળ ધર્મ પ્રગટ કરી શકે નહિ અને જે સ્ત્રીઓ વર્તમાનના વિષમકાળમાં પણ સંઘયણબળના અભાવને કારણે અને વિશિષ્ટ શક્તિઓના અભાવને કારણે મોક્ષ સાધી શકે તેમ નથી, છતાં યાપનીયતંત્રમાં બતાવ્યા તેવા સર્વ ગુણોથી યુક્ત છે તેવી સ્ત્રીઓનું ચિત્ત ભવથી અત્યંત વિરક્ત છે, વિતરાગ ભગવાનના વીતરાગતા આદિ ગુણોથી અત્યંત વાસિત છે તેવી સ્ત્રીઓ વિકૃત સુદ્રદોષોથી પર થઈને સ્વભૂમિકા અનુસાર શુદ્ધ આચારોને પાળીને અસંગભાવની પરિણતિને અનુરૂપ ઉત્તમધર્મની સાધિકા બને છે એમ વિદ્વાનો કહે છે અને તેણીઓનો આ ભવમાં સાધેલો ઉત્તમધર્મ ઉત્તરોત્તર અસંગભાવની શક્તિને અધિક કરીને કેવલજ્ઞાનનો સાધક છે, તેથી વર્તમાનકાળની સ્ત્રીઓમાં પણ જેણીઓ પ્રસ્તુત ગુણોથી યુક્ત ઉત્તમ ધર્મને સાધે છે, તેણીઓ અલ્પભવમાં કેવલજ્ઞાનને સાધશે અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયે છતે નિયમથી મોક્ષની પ્રાપ્તિ છે, એ પ્રમાણે આનુષંગિક કથન કર્યું અર્થાતુ નારી દ્વારા કરાયેલો નમસ્કાર નારીને સંસારસાગરથી તારે છે એ કથનથી નમસ્કારથી કઈ રીતે નારીને મોક્ષની પ્રાપ્તિ છે તે આનુષંગિક કથન કર્યું અને નમસ્કાર નર-નારીને સંસારસાગરથી તારનાર છે માટે નર અને નારીએ વર્ધમાન સ્વામીને નમસ્કાર કરવો જોઈએ એમ ગાથાથી ફલિત થાય છે. લલિતવિસ્તરા -
आह, -'किमेष स्तुत्यर्थवादो यथा- 'एकया पूर्णाहुत्या (प्र० पूर्णयाऽहुत्या) सर्वान् कामानवाप्नोती ति? उत विधिवाद एव यथा-'अग्निहोत्रं जुहुयात् स्वर्गकाम' इति? किं चातः? यद्याद्यः पक्षः, ततो यथोक्तफलशून्यत्वात् फलान्तरभावे च तदन्यस्तुत्यविशेषादलमिहैव यत्नेन, न च यक्षस्तुतिरप्यफलैवेति प्रतीतमेवैतत्, अथ चरमो विकल्पः, ततः सम्यक्त्वाणुव्रतमहाव्रतादिचारित्रपालनावैयर्थ्यम्, तत एव मुक्तिसिद्धेः, न च फलान्तरसाधकमिष्यते सम्यक्त्वादि, मोक्षफलत्वेनेष्टत्वात्, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इतिवचनादिति। (तत्त्वार्थ १/१) લલિતવિસ્તરાર્થ -
ગાદથી શંકા કરે છે – આ=વર્ધમાન સ્વામીને કરેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ, સ્તુતિ અર્થવાદ છેઃસ્તુતિ કરવા માટે પ્રશંસાવચન છે, જે પ્રમાણે – એક પૂર્ણ આહુતિથી સર્વ કામોને પ્રાપ્ત કરે છે, એ પ્રકારનું વેદવચન સ્તુતિ માટે અર્થવાદ છે તેમ વીર ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચન સ્તુતિ માટે શું અર્થવાદ છે?, અથવા વિધિવાદ જ છે? જે પ્રમાણે – રવર્ગની કામનાવાળો અગ્નિહોત્ર યજ્ઞને કરે એ પ્રમાણે અગ્નિહોત્ર યાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે માટે સ્વર્ગની પ્રાપ્તિને અનુકૂળ વિધિવાદ છે તેમ વીર ભગવાનને કરેલો નમસ્કાર અવશ્ય સંસારસાગરથી તારે છે, માટે સંસારસાગરથી તરવાની વિધિનું કથન
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૩
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર છે ? એ પ્રકારે પૂર્વપક્ષીએ આજથી બે પ્રશ્નો કરેલ છે અને કહે છે – આનાથી શું ? આ બે પ્રશ્નોમાંથી તમારો મત શું છે? જો આપક્ષ છે=વીર ભગવાનને કરાયેલી સ્તુતિ અર્થવાદ છે એ પ્રકારે પ્રથમપક્ષનો સ્વીકાર છે તો ચોક્ત ફલશૂન્યપણું હોવાથી વીર ભગવાનને એક નમસ્કાર કરવાથી સંસારસાગરથી તરવારૂપ યથોક્ત ફલશૂન્યપણું હોવાથી, અને લાંતરના અભાવમાં તેનાથી અન્ય સ્તુતિનો અવિશેષ હોવાથી અહીં જ=વીર ભગવાનને નમસ્કાર કરવાના વિષયમાં જ, યત્નથી સર્યું અને પક્ષની સ્તુતિ પણ અફલ જ નથી એથી આ=વીર ભગવાનની સ્તુતિ જો ફલશૂન્ય હોય તો ચક્ષની સ્તુતિની જેમ પણ ફલ આપનાર નહિ હોવાથી વિચારકે ત્યાં પ્રયત્ન કરવો જોઈએ નહિ એ, પ્રતીત જ છે, હવે ચરમવિકલ્પ છે=ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચન વિધિવાદરૂપ છે એ પ્રકારનો ચરમ વિકલ્પ છે, એમ સ્વીકારવામાં આવે તો પૂર્વપક્ષી કહે છે, તેનાથી=એક નમસ્કાર કરવાથી સંસારસાગર તરાય છે તેનાથી, સમ્યક્ત=અણુવ્રત-મહાવત આદિ ચારિત્રની પાલનાનું વ્યર્થપણું છે; કેમ કે તેનાથી જ=એક નમસ્કારથી જ, મુક્તિની સિદ્ધિ છે અને સમ્યક્ત આદિ ફલાંતર સાધક ઈચ્છાતા નથી; કેમ કે મોક્ષના ફલપણાથી ઈષ્ટપણું છે=સખ્યત્વે આદિનું ઈષ્ટપણું છે. સમ્યક્ત આદિ કેમ અન્યફલના સાધકરૂપે ઇષ્ટ નથી, મોક્ષફલના સાધકરૂપે ઇષ્ટ છે ? એમાં હેત કહે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે એ પ્રકારનું વચન છે. પંજિકા -
'स्तुत्यर्थवाद' इति, स्तुतये स्तुत्यर्थ, अर्थवादः प्रशंसा, स्तुत्यर्थवादः, विप्लावनाद्यर्थमपि अर्थवादः स्यात्, तद्व्यवच्छेदार्थं स्तुतिग्रहणमिति। પંજિકાર્ય :
“તુન્યવાદ' તિ ..... સ્તુતિગ્રહમતિ | તુચર્થવા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – સ્તુતિ માટે અર્થવાદ=પ્રશંસાવચન, સ્તુતિ અર્થવાદ છે, વિપ્લાવત આદિ માટે પણ= સામેની વ્યક્તિને લાવવા માટે પણ, અર્થવાદ થાય, તેના વ્યવચ્છેદ માટે સ્તુતિનું ગ્રહણ છેઃઅર્થવાદના વિશેષણરૂપે સ્તુતિનું ગ્રહણ છે. ભાવાર્થ
પ્રસ્તુત ગાથામાં કહ્યું કે વિર ભગવાનને કરાયેલો એક નમસ્કાર નર-નારીને સંસારસાગરથી તારે છે અર્થાત્ મોક્ષફળને આપે છે, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે ભગવાનની સ્તુતિ કરવા માટે અર્થવાદ છે કે વિધિવાદ છે ? જેમ વેદમાં કહેવાય છે કે એક પૂર્ણ આહુતિથી સર્વ કામોની પ્રાપ્તિ થાય છે તે વેદવિહિત આહુતિની સ્તુતિ કરવા માટે પ્રશંસાવચન છે, વસ્તુતઃ એક આહુતિથી આહુતિ કરનારનાં બધાં કામોની
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૪
લલિતવિસ્તરા ભાગ-૩ પ્રાપ્તિ થતી નથી, તોપણ આહુતિનું માહાસ્ય બતાવવા માટે તે પ્રકારનું પ્રશંસાવચન છે, તેમ પ્રસ્તુતમાં ભગવાનને કરેલો નમસ્કાર સંસારસાગરથી તારતો નથી, તોપણ ભગવાનની સ્તુતિનું માહાત્મ બતાવવા માટે તે પ્રકારનું પ્રશંસાવચન છે એમ એક વિકલ્પ છે. વળી, જેમ સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર કરે તે વચનાનુસાર અગ્નિહોત્ર કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેમ ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એમ સ્વીકારવામાં આવે તો તે નમસ્કારની ક્રિયા વિધિવાદ બને. આ પ્રકારના બે પ્રશ્નો કરીને પૂર્વપક્ષી કહે છે, જો સ્તુતિ માટે અર્થવાદરૂપ પ્રસ્તુત ગાથા છે તેમ સ્વીકારો તો ભગવાનને કરાયેલા એક નમસ્કારથી સંસારસાગરથી તરવારૂપ યથોક્ત ફલ થાય નહિ અને અન્ય ફલ બતાવેલ નથી, તેથી અન્ય સ્તુતિથી વીર ભગવાનની સ્તુતિમાં કોઈ ભેદ નથી; કેમ કે અન્ય કોઈ યક્ષાદિની સ્તુતિ કરવામાં આવે તેનાથી જેમ સંસારસાગરથી તરવારૂપ કોઈ ફલ ન મળે અને તેની સ્તુતિથી અન્ય કોઈ ફલ પ્રાપ્ત થાય નહિ તો તેના જેવી જ વિર ભગવાનની સ્તુતિ હોવાથી તેમની સ્તુતિ કરવામાં યત્નથી સર્યું અર્થાત્ વિચારકપુરુષ સ્તુતિ કરે નહિ, કેમ? તેથી કહે છે – યક્ષની સ્તુતિ પણ અફલ જ નથી અર્થાત્ યક્ષની સ્તુતિ કરવાથી તે પ્રસન્ન ન થાય તો અફલ બને છે, પરંતુ ક્યારેક સ્તુતિથી પ્રસન્ન થયેલ યક્ષ કોઈક ફળ આપે છે, તેથી કેવલ અફલ જ નથી, ક્વચિત્ ફળ આપે અને વીર ભગવાનની કરાયેલી સ્તુતિ પરમાર્થથી સંસારસાગરથી તરવારૂપ ફળ આપતી નથી અને અન્ય ફળ પણ આપતી નથી, માટે તે સ્તુતિમાં યત્ન કરવો જોઈએ નહિ; કેમ કે વ્યર્થ ચેષ્ટારૂપ છે.
આ દોષના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે કે ભગવાનને કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચન વિધિવાદ છે, તો પૂર્વપક્ષી કહે છે – તમારા મતાનુસાર ભગવાનને કરાયેલા એક નમસ્કારથી મોક્ષફળની પ્રાપ્તિ થતી હોય તો સમ્યક્ત-અણુવ્રત-મહાવ્રત આદિ સર્વ આચારો વ્યર્થ સિદ્ધ થાય; કેમ કે મોક્ષફળ માટે જ સમ્યક્ત આદિનું પાલન સ્વીકારાય છે અને એક નમસ્કારથી મોક્ષફળની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન પુરુષ કષ્ટ સાધ્ય એવા મહાવ્રતોમાં યત્ન કરે નહિ, માટે જો મહાવ્રતો આદિને મોક્ષના ઉપાયરૂપે સ્વીકારો છો તો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચનને વિધિવાદરૂપે પણ કહી શકાય
નહિ.
લલિતવિસ્તરા -
अत्रोच्यते-विधिवाद एवायं न च सम्यक्त्वादिवैयर्थं, तत्त्वतस्तद्भाव एवास्य भावात्। दीनारादिभ्यो भूतिन्याय एषः, तदवन्थ्यहेतुत्वेन तथा तद्भावोपपत्तेः, अवन्ध्यहेतुश्चाधिकृतफलसिद्धौ भावनमस्कार ત્તિો લલિતવિસ્તરાર્થ :
અહીં=પૂર્વપક્ષીએ પૂર્વમાં બે પ્રશ્નો કરીને કહ્યું કે ભગવાનને કરાયેલો નમસ્કાર સ્તુતિરૂપે અર્થવાદ પણ સંગત નથી અને વિધિવાદ પણ સંગત નથી એ પૂર્વપક્ષીના કથનમાં, ઉત્તર અપાય
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૫
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
આ=ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ, વિવિવાદ જ છે અને સત્ત્વ આદિનું વેયર્થ નથી=પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલું કે વિધિવાદ સ્વીકારશો તો સમ્યક્ત આદિનું વૈચર્થ છે તેમ નથી; કેમ કે તત્વથી તેના ભાવમાં જ=સમ્યક્ત આદિના ભાવમાં જ, આનો નમસ્કારનો, ભાવ છે, દીનાર આદિથી ભૂતિન્યાયવાળો આ છે=સમ્યક્ત આદિથી વૈભવવાળો નમસ્કાર છે; કેમ કે તેનું અવંધ્યહેતુપણું હોવાને કારણે તે પ્રકારે=ભાવનમસ્કારરૂપે, તેના ભાવની ઉપપતિ છે=સમ્યક્ત આદિની પરિણતિની ઉપપત્તિ છે, અને અધિકૃત ફ્લસિદ્ધિમાં= સંસારસાગરથી તરવારૂપ ફલસિદ્ધિમાં, ભાવનમસ્કાર અવંધ્ય હેતુ છે. પંજિકા :
'तत्त्वत' इत्यादि। तत्त्वतो-निश्चयवृत्त्या, तद्भाव एव-सम्यग्दर्शनादिभाव एव, अस्य नमस्कारस्य, भावात्, द्रव्यतः पुनरन्यथाप्ययं स्यादिति तत्त्वग्रहणम्, इदमेव सदृष्टान्तमाह- दीनारादिभ्यो दीनारप्रभृतिप्रशस्तवस्तुभ्यो, भूतिन्यायो-विभूतिदृष्टान्तः, तत्सदृशत्वाद् भूतिन्यायः, एषः सम्यक्त्वादिभ्यो नमस्कारः, एतदपि कुत इत्याह- तदवन्ध्यहेतुत्वेन-तस्य-नमस्कारस्य साध्यस्य, अवन्ध्यहेतुत्वेन-नियतफलकारिहेतुभावेन सम्यक्त्वादीनां, तथा भावनमस्काररूपतया, तद्भावोपपत्तेः सम्यक्त्वादीनां परिणत्युपपत्तेः; भूतिपक्षे तु तस्याः भूतेः, अवन्ध्यहेतुत्वेन दीनारादीनां, तथा भूतितया, तेषां दीनारादीनां, परिणतेः घटनादिति योज्यमिति। भवतु नामैवं तथापि कथं प्रकृतसंसारोत्तारसिद्धिरित्याशङ्क्याह- अवन्ध्यहेतुश्च-अस्खलितकारणं च, अधिकृतफलसिद्धौ मोक्षलक्षणायां, 'भावनमस्कारो' भगवत्प्रतिपत्तिरूपः, इति कथं न मोक्षफलं सम्यग्दर्शनादि? परम्परया मोक्षस्य तत्फलत्वादिति। પંજિકાર્ચ -
તત્ત્વતિ' ત્યાદિ .... ત ત્વતિ | તત્ત્વતઃ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તત્વથી= નિશ્ચયવૃત્તિથી=પરમાર્થથી, તેના ભાવમાં જ=સમ્યગ્દર્શન આદિના ભાવમાં જ, આતો=નમસ્કારનો, ભાવ હોવાથી સમ્યક્ત આદિનું વૈયર્થ નથી, એમ લલિતવિસ્તરામાં સંબંધ છે, દ્રવ્યથી=બાહ્ય આચરણાથી, વળી, અન્યથા પણ=સમ્યગ્દર્શન આદિના અભાવમાં પણ, આ થાય=ભગવાનને નમસ્કાર થાય, એથી તત્વનું ગ્રહણ છે–તત્વથી સમ્યગ્દર્શન આદિ હોતે છતે જ નમસ્કારનો ભાવ છે એ પ્રકારે તત્ત્વનું ગ્રહણ છે, આને જ=સમ્યગ્દર્શન આદિના ભાવમાં જ તત્વથી નમસ્કાર થાય છે એને જ, દાંત સહિત કહે છે – દીનાર આદિથી=દીનાર વગેરે પ્રશસ્ત વસ્તુઓથી, ભૂતિન્યાય છે=વિભૂતિ દષ્ણત છે, તેની સદશપણું હોવાથી ભૂતિચાયવાળો આ=સખ્યત્વે આદિથી નમસ્કાર છે, આ પણ= સખ્યત્વે આદિ ગુણોના વૈભવથી કરાયેલો નમસ્કાર પરમાર્થથી નમસ્કાર છે એ પણ, કયા કારણથી છે? એથી કહે છે – તેનું અવંધ્યહેતુપણું હોવાથી=નમસ્કારથી સાધ્ય એવા તેનું અર્થાત્ સંસારસાગરથી તરણનું અવંધ્ય હેતુપણું હોવાથી અર્થાત્ સખ્યત્વે આદિનો નિયત ફ્લકારી હેતભાવ હોવાથી, તે પ્રકારે=ભાવનમસ્કારરૂપપણાથી, તેના ભાવની ઉપપતિ હોવાને કારણે=સમ્યક્ત આદિની પરિણતિની
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
લલિતવિસ્તરા ભાગ-૩ ઉપપતિ હોવાને કારણે, આ ભૂતિન્યાય છે=સખ્યત્વે આદિથી નમસ્કાર ભૂતિન્યાય છે એમ લલિતવિસ્તરામાં અવય છે, વળી, ભૂતિપક્ષમાં તેનું=ભૂતિરૂપ કર્મનું, દીનારાદિનું અવંધ્ય હેતુપણું હોવાથી તે પ્રકારથી=ભૂતિપણાથી, તેઓની=દીનારાદિની, પરિણતિથી ઘટનથી, ભૂતિન્યાય છે એ પ્રકારે યોજન કરવું.
આ પ્રમાણે થાવ=દીનાર આદિથી ભૂતિન્યાયવાળો સમ્યક્ત આદિથી તમસ્કાર છે એ પ્રમાણે થાવ, તોપણ પ્રકૃત એવા સંસારથી ઉતારની સિદ્ધિ કેવી રીતે થાય? એ પ્રકારની આશંકા કરીને કહે છે – અને અવંધ્ય હેતુ=અખ્ખલિત કારણ, મોક્ષરૂપ અધિકૃત ફલસિદ્ધિમાં ભાવનમસ્કાર છે=ભગવાનના સ્વીકારરૂપ ભાવનમસ્કાર છે=ભગવાન તુલ્ય થવાના ઉપાયભૂત ભગવાનની આજ્ઞાના સ્વીકારરૂપ ભાવનમસ્કાર છે, એથી કેવી રીતે સમ્યગ્દર્શન આદિ મોકલવાળા ન થાય ? અર્થાત્ અવશય થાય; કેમ કે પરંપરાથી મોક્ષનું તત્કલપણું છે=સમ્યગ્દર્શન આદિ ભાવનમસ્કારહલપણું છે. ભાવાર્થ
પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલ કે એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ કથનને વિધિવાદ સ્વીકારી શકાશે નહિ, તેના ઉત્તરરૂપે ગ્રંથકારશ્રી કહે છે – ભગવાનને કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વિધિવાદ જ છે, તેથી એ ફલિત થાય કે જે મહાત્મા તે વિધિનું સ્મરણ કરીને તે વિધિપૂર્વક એક નમસ્કાર કરે તો અવશ્ય સંસારસાગરથી તરે જ છે, તેથી વિધિવાદની મર્યાદા અનુસાર વિધિના પાલનથી તે વિધિનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વપક્ષીએ કહેલ તે પ્રમાણે નમસ્કારને વિધિવાદ સ્વીકારવામાં આવે તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર વ્યર્થ સિદ્ધ થાય; કેમ કે એક નમસ્કારથી જ જો મોક્ષફળની પ્રાપ્તિ થતી હોય તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ કષ્ટસાધ્ય આચરણામાં કોઈ પ્રવૃત્તિ કરે નહિ, વળી, તે પ્રવૃત્તિ મોક્ષમાર્ગ નથી, પરંતુ એક નમસ્કાર જ મોક્ષમાર્ગ છે તેમ સિદ્ધ થાય; કેમ કે મોક્ષનાં કારણો ભિન્ન પ્રકારનાં હોઈ શકે નહિ, તેથી જો એક નમસ્કાર જ મોક્ષનું કારણ હોય તો રત્નત્રયી મોક્ષનું કારણ નથી તેમ સિદ્ધ થાય, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
સમ્યક્ત આદિ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે વ્યર્થ નથી; કેમ કે સમ્યક્ત આદિના સદ્ભાવમાં જ પરમાર્થથી નમસ્કારનો ભાવ છે, તેથી સમ્યક્ત આદિ પરિણતિથી યુક્ત એવી નમસ્કારની ક્રિયા જ મોક્ષ પ્રત્યે કારણ છે.
તેથી એ ફલિત થાય કે માત્ર દ્રવ્યથી કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તરવાનું કારણ નથી, પરંતુ જે મહાત્માને આત્માના પારમાર્થિક સ્વરૂપનું સૂક્ષ્મ જ્ઞાન છે અને તેવા પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર રુચિરૂપ સમ્યગ્દર્શન છે અને તેવા પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાને અભિમુખ નિગ્રંથભાવ પ્રત્યે જતું ઉત્તમચિત્ત વર્તી રહ્યું છે એ રૂપ ચારિત્ર છે, તે મહાત્મા આત્માના પારમાર્થિક સ્વરૂપને પામેલા વીર ભગવાનને સ્મૃતિમાં લાવીને રત્નત્રયીની પરિણતિથી સંપૂક્ત ચિત્તથી વીર ભગવાનને નમસ્કાર કરે છે
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૭
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ત્યારે ભાવનમસ્કારની પ્રાપ્તિ થાય છે અને તે ભાવનમસ્કાર પ્રકર્ષવાળો થાય તો તત્કાલ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અન્ય સામગ્રીની વિકલતાને કારણે એ ભાવનમસ્કાર પ્રકર્ષવાળો ન થાય તોપણ ભાવિમાં પ્રકર્ષવાળા નમસ્કારનું બીજ તે મહાત્માના આત્મામાં પડે છે, જેથી તે મહાત્મા નમસ્કાર કરીને અલ્પભવમાં નમસ્કાર યોગ્ય એવા વીર ભગવાનની તુલ્ય થશે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યક્ત આદિ રત્નત્રયીથી મોક્ષની પ્રાપ્તિ થાય છે કે ભાવનમસ્કારથી ? તેથી કહે છે – દીનાર આદિથી ભૂતિન્યાયવાળો આ ભાવનમસ્કાર છે, જેમ કોઈ મનુષ્ય પાસે વિપુલ પ્રમાણમાં દિનારાદિ હોય તો તે પુરુષ વૈભવવાળો છે તેમ કહેવાય છે અને જો કોઈ પુરુષ પાસે ઘણાં ચીંથરાં હોય તોપણ તે વૈભવવાળો કહેવાતો નથી, તેમ જેઓ પાસે સમ્યજ્ઞાન, સમ્યગુરૂચિ અને નિગ્રંથભાવને અનુકૂળ ઉત્તમચિત્તરૂપ સમ્યગ્યારિત્ર નથી તેવા શુદ્ર સ્વભાવવાળા જીવો વીર ભગવાનને નમસ્કાર કરે તો પણ તે નમસ્કાર ઉત્તમ વૈભવવાળા ચિત્તથી યુક્ત નથી, તેથી દ્રવ્યથી નમસ્કાર હોવા છતાં પરમાર્થથી તે નમસ્કાર મોક્ષફળનો સાધક નહિ હોવાથી વૈભવ વગરનો તુચ્છ નમસ્કાર છે, આથી જ આવા તુચ્છ નમસ્કાર જીવે અનંતકાળમાં અનંતીવખત કર્યા તોપણ સંસારસાગરથી તરવાને અનુકૂળ પરિણતિ લેશ પણ પ્રગટ થઈ નહિ, તેથી તે વૈભવ વગરનો અસાર નમસ્કાર છે.
વળી, જેઓ પાસે સમ્યજ્ઞાન છે તેના કારણે તે મહાત્માને સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ જણાય છે, સિદ્ધ અવસ્થા સર્વથા નિગ્રંથભાવવાળી હોવાથી સારરૂપ જણાય છે, તેથી વિર ભગવાનને નમસ્કાર કરવાથી મને નિગ્રંથભાવની પ્રાપ્તિ થાય તેવી ઉત્તમરુચિ છે અને શક્તિ અનુસાર નિગ્રંથભાવને પ્રગટ કરવા માટે કષાય-નોકષાયને ક્ષીણ કરવા યત્ન કરે છે, તે રૂ૫ ચારિત્રની પરિણતિ છે, આ પ્રકારની રત્નત્રયીની પરિણતિથી યુક્ત પરમ નિગ્રંથ એવા વિર ભગવાનને નમસ્કાર કરીને જે મહાત્મા પોતાના નિગ્રંથભાવને જ અતિશય કરે છે તેઓનો વૈભવવાળો નમસ્કાર છે; કેમ કે તે નમસ્કાર મોક્ષપ્રાપ્તિ પ્રત્યે અવંધ્ય હેતુ છે, તેથી મોક્ષપ્રાપ્તિના અવંધ્ય હેતુ એવી રત્નત્રયી વડે તે મહાત્માને તે પ્રકારના ભાવનમસ્કારની પ્રાપ્તિ થાય છે, જેનાથી પૂર્વ કરતાં પણ વિશિષ્ટ પ્રકારની રત્નત્રયીની પરિણતિની ઉત્પત્તિ થાય છે, તેથી તે નમસ્કારની ક્રિયાથી ક્રમે કરીને રત્નત્રયીનો ઉત્કર્ષ જ મોક્ષફળનો સાધક બને છે.
તેથી એ ફલિત થાય કે મોક્ષપ્રાપ્તિરૂ૫ અધિકૃત ફળની સિદ્ધિમાં અવંધ્ય કારણ ભાવનમસ્કાર છે અને તે ભાવનમસ્કાર રત્નત્રયીના વૈભવથી યુક્ત નમસ્કારની ક્રિયારૂપ હોય તો જ ભાવનમસ્કાર બને છે, માટે રત્નત્રયીના વૈભવથી યુક્ત ભાવનમસ્કાર મોક્ષફલનું કારણ છે એને આશ્રયીને એક પણ નમસ્કાર સંસારસાગરથી તારે છે એ કથન વિધિવાદ જ છે.
વળી, દિનારાદિથી પુરુષ ભૂતિવાળો છે એ પ્રકારે કેમ કહેવાય છે તેનું તાત્પર્ય પંજિકામાં સ્પષ્ટ કરતાં કહે છે કે સંસારના બાહ્ય વૈભવો પ્રત્યે દીનારાદિ અવંધ્ય હેતુ છે; કેમ કે જેઓ પાસે દીનાર હોય તેઓ દિનારના બળથી સર્વ પ્રકારના વૈભવોને પ્રાપ્ત કરી શકે છે, તે રીતે જેઓ પાસે સમ્યક્ત આદિની પરિણતિ છે તેઓ તે પરિણતિના બળથી સર્વ પ્રકારનો અંતરંગ વૈભવ પ્રાપ્ત કરી શકે છે, તેથી તેવા અંતરંગ વૈભવવાળા પુરુષથી કરાયેલો નમસ્કાર વૈભવવાળો નમસ્કાર બને છે, માટે તે નમસ્કાર ભાવનમસ્કાર છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૮
લલિતવિસ્તરા ભાગ-૩ લલિતવિસ્તરા :
अर्थवादपक्षेऽपि न सर्वा स्तुतिः समानफलेत्यतो विशिष्टफलहेतुत्वेनात्रैव यत्नः कार्यः; तुल्ययत्नादेव विषयभेदेन फलभेदोपपत्तेः; बब्बूलकल्पपादपादौ प्रतीतमेतत्, भगवन्नमस्कारश्च परमात्मविषयतयोपमातीतो वर्त्तते; यथोक्तम्'कल्पद्रुमः परो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ।।१।। कल्पद्रुमो महाभागः, कल्पनागोचरं फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ।।२।। न पुण्यमपवर्गाय, न च चिन्तामणिय॑तः । तत्कथं ते नमस्कार एभिस्तुल्योऽभिधीयते ?।।३।।' इत्यादि ।
एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचित्तु अन्या अपि पठन्ति, न च तत्र नियम इति न तद्व्याख्यानक्रिया ॥३॥ લલિતવિસ્તરાર્થ:
અર્થવાદ પક્ષમાં પણ=વીર ભગવાનને કરાયેલો એક નમસ્કાર પણ સ્તુતિ માટે પ્રશંસાવચન છે પરંતુ વિધિવાદ નથી એ પ્રકારના અર્થવાદ પક્ષમાં પણ, સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી= પૂર્વપક્ષીએ કહેલ કે અર્થવાદ પક્ષ સ્વીકારશો તો અન્ય દેવોની સ્તુતિ અને વીર ભગવાનની સ્તુતિ સમાન ફલવાળી થશે તેથી વીર ભગવાનની સ્તુતિ કરવી જોઈએ અન્યની નહિ તેવું કથન સ્વીકારી શકાય નહિ, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી, આથી=અન્ય દેવો કરતાં વીર ભગવાનની સ્તુતિ વિશેષ ફલવાળી છે આથી, વિશિષ્ટ કલના હેતપણાથી અહીં જEવીર ભગવાનની સ્તુતિમાં જ. યત્ન કરવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે કોઈ અન્ય દેવની સ્તુતિ કરે અને વિર ભગવાનની સ્તુતિ કરે તે બંનેમાં તુલ્ય યત્ન હોવાથી સમાન ફળની પ્રાપ્તિ થવી જોઈએ તેના નિરાકરણ માટે હેતુ કહે છે –
તુલ્ય યત્નથી જ વિષયભેદને કારણે ફતભેદની ઉપપત્તિ છે કોઈ અન્ય દેવની સ્તુતિ કરે તેના તુલ્ય જ યત્ન વીર ભગવાનની સ્તુતિમાં કરે તેનાથી સ્તુતિના વિષયરૂપ વીર ભગવાનનો ભેદ હોવાથી ફલભેદની પ્રાપ્તિ છે અર્થાત્ અન્ય દેવ કરતાં વીર ભગવાનની સ્તુતિથી ફલવિશેષની પ્રાતિ છે, આ=વિષયના ભેદથી ફલભેદની પ્રાપ્તિ, બાવળવૃક્ષ અને કલ્પવૃક્ષ આદિમાં પ્રતીત છે અને ભગવાનનો નમસ્કાર પરમાત્માના વિષયપણાથી ઉપમાતીત વર્તે છે, જે પ્રમાણે કહેવાયું છેકલ્પવૃક્ષ પરમ મંત્ર પુણ્ય અને ચિંતામણિ જે ગવાય છે=જગતમાં ઈષ્ટ ફલને દેનારા રૂપે સંભળાય છે, તે
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૯
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર પ્રકારે જ તે નમસ્કાર છે વીર ભગવાનને કરેલો નમસ્કાર છે એ પ્રમાણે અપંડિતો કહે છે મૂર્ણપુરુષો કહે છે.
મહાભાગ્યવાળો કલ્પવૃક્ષ કલ્પનાગોચર ફલને આપે છે અને મંત્ર પણ સર્વ દુઃખરૂપ વિષને અપહાર કરનાર નથી.
જે કારણથી પુણ્ય અપવર્ગ માટે નથી, ચિંતામણિ અપવર્ગ માટે નથી, તે કારણથી કેવી રીતે તારો નમસ્કાર વીર ભગવાનને કરાયેલો નમસ્કાર, આની સાથે પુણ્ય અને ચિંતામણિ સાથે, તુલ્ય કહેવાય છે. ઈત્યાદિ
આ ત્રણ સ્તુતિઓ=પ્રસ્તુત સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની ત્રણ સ્તુતિઓ, નિયમથી બોલાય છે, વળી, કેટલાક અન્ય પણ સ્તુતિઓને બોલે છે અને ત્યાં=પાછળની બે સ્તુતિઓમાં, નિયમ નથી એથી તેના વ્યાખ્યાનની ક્રિયા નથી. ll3II પંજિકા -
कल्पद्रुमे त्यादिश्लोकः, कल्पद्रुमः कल्पवृक्षः, परो मन्त्रः हरिणैगमेषादिः, पुण्यं तीर्थकरनामकादि, चिन्तामणिः=मणिविशेषः, यो गीयते यः श्रूयते जगतीष्टफलदायितया, तथैव-गीयमानकल्पद्रुमादिप्रकार વ, સ, માવંસ્તવ નીર, આદુ, અતિ =જ્યુશન., રિતિ શેષ રૂા. પંજિકાર્ચ -
મેચરિત્નો: “પ્રતિતિ : રૂાા વન્યાનેઃ ઇત્યાદિ શ્લોક પ્રતીક છે, કલ્પદ્રમકલ્પવૃક્ષ, પર મંત્ર છેઃહરિણગમેષ આદિ પરમ મંત્ર છે, પુણ્ય તીર્થંકર નામકર્મ આદિ છે, ચિંતામણિ=મણિવિશેષ, જે કહેવાય છે=જગતમાં ઈષ્ટફલદાયિપણાથી સંભળાય છે, તે પ્રકારે જ કહેવાતા કલ્પવૃક્ષ આદિ પ્રકારવાળો જ, તે હે ભગવાન! તમારો આ નમસ્કાર છે એને અપંડિતો કહે છે=અકુશલો કહે છે. પ્રથમ શ્લોકમાં તત્ એ અધ્યાહાર છે તથ્થવ પછી શ્લોકમાં પ એ અધ્યાહાર છે તે જણાવવા માટે પતિ શેષ: કહેલ છે. IIકા ભાવાર્થ -
પૂર્વમાં કહ્યું કે ભગવાનને કરાયેલો એક નમસ્કાર વિધિવાદ જ છે, એથી યોગ્ય જીવોને રત્નત્રયીની વિભૂતિથી યુક્ત નમસ્કાર કરવાની વિધિની પ્રાપ્તિ છે જ.
વળી, ભગવાનની સ્તુતિ માટે આ પ્રશંસાવચન છે તેમ સ્વીકારીએ તોપણ દોષ નથી; કેમ કે જેમ વિધિવાદ વિધિમાં પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે છે તેમ ભગવાનના ઉત્તમ ગુણોની સ્તુતિ માટે આ પ્રશંસાવચન છે અર્થાત્ ભગવાનને કરાયેલો એક નમસ્કાર આવા ઉત્તમફળને આપનારો છે એ પ્રકારે વાસ્તવિક ગુણની પ્રશંસારૂપ આ વચન છે તેમ સ્વીકારવામાં પણ કોઈ દોષ નથી.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વપક્ષીએ પૂર્વમાં કહેલ કે સ્તુતિ માટે અર્થવાદ સ્વીકારશો તો ભગવાનને કરાયેલો નમસ્કાર મોક્ષરૂ૫ ફળથી શૂન્ય હોવાને કારણે અને ભગવાનની સ્તુતિથી અન્ય કોઈ ફળની પ્રાપ્તિ નહિ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦
લલિતવિસ્તરા ભાગ-૩
હોવાને કારણે કોઈ વીર ભગવાનની સ્તુતિ કરે કે અન્ય કૃષ્ણ આદિની સ્તુતિ કરે તે બંને સ્તુતિ સમાન ફલવાળી સ્વીકારવાની આપત્તિ આવશે, માટે તેવી સ્તુતિ કરવાથી સર્યું, આ પ્રકારના પૂર્વપક્ષીના કથનના નિરાકરણ માટે કહે છે
-
સર્વ સ્તુતિઓ સમાન લવાળી નથી અર્થાત્ કોઈ વીર ભગવાનની સ્તુતિ કરે કે કૃષ્ણ આદિ દેવની સ્તુતિ કરે તે સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી, તેથી ભગવાનની સ્તુતિ વિશિષ્ટ ફલનું કારણ હોવાથી ભગવાનની સ્તુતિમાં યત્ન કરવો જોઈએ. વીર ભગવાનની સ્તુતિ કે અન્ય દેવની સ્તુતિ કેમ સમાન ફલવાળી નથી ? તેમાં હેતુ કહે છે કોઈ બે પુરુષ સમાન યત્નથી સ્તુતિ કરતા હોય તે બેમાંથી કોઈ એક પુરુષ કૃષ્ણ આદિની સ્તુતિ કરે અને અન્ય પુરુષ વીતરાગ સર્વજ્ઞ એવા વીર ભગવાનની સ્તુતિ કરે તેનાથી તે બે પુરુષને ફળભેદની પ્રાપ્તિ છે. કઈ રીતે નક્કી થાય કે સમાન યત્નથી કરાયેલી સ્તુતિમાં પણ સ્તુતિના વિષયભૂત દેવને આશ્રયીને ફલભેદની પ્રાપ્તિ છે તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
-
જેમ કોઈ પુરુષ બાવળના વૃક્ષ પાસે યાચના કરે અને તેવી જ યાચના અન્ય કોઈ પુરુષ કલ્પવૃક્ષ પાસે ફરે, ત્યાં બાવળ પાસે યાચના કરનારને કંઈ મળતું નથી અને કલ્પવૃક્ષ પાસે યાચના કરનારને ઇચ્છિત ફળ મળે છે એ લોકમાં પ્રતીત છે, તેમ બંસી હાથમાં લઈને ગાય ઉપર બેઠેલ કૃષ્ણની મૂર્તિમાં કોઈ લીન થાય તેનાથી તે વીતરાગને અભિમુખ પરિણતિવાળા બનતા નથી, તેથી તેની સ્તુતિથી વીતરાગતાને અભિમુખ જવામાં બાધક કર્મોનો ક્ષયોપશમ થતો નથી અને કોઈક અન્ય પુરુષ વીર ભગવાનની યોગનિરોધવાળી અવસ્થાને જોઈને તેમની સ્તુતિ કરે તો વીર ભગવાનને કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે, તેનાથી વીતરાગતાને અભિમુખ જવામાં બાધક કર્મો તેની સ્તુતિના પ્રકર્ષને અનુરૂપ ક્ષયોપશમભાવને પામે છે, તેથી બાવળતુલ્ય કૃષ્ણનો નમસ્કાર અને કલ્પવૃક્ષતુલ્ય વીર ભગવાનનો નમસ્કાર વિષયના ભેદને કારણે ફળભેદનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે અન્ય દેવને કરાયેલો નમસ્કાર અને વીર ભગવાનને કરાયેલો નમસ્કાર નમસ્કારની ક્રિયાની અપેક્ષાએ તુલ્ય યત્નવાળો હોય તોપણ નમસ્કારના વિષયભૂત વીર પરમાત્મા હોવાને કારણે ફલભેદ કેમ પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે
ભગવાનને કરાયેલો નમસ્કાર પરમાત્માના વિષયપણારૂપ હોવાથી ઉપમાતીત વર્તે છે અર્થાત્ વીર ભગવાન સર્વ ઘાતિકર્મનો નાશ કરીને વીતરાગ સર્વજ્ઞ બન્યા છે તે સ્વરૂપે વીર ભગવાનનું સ્મરણ કરીને જે ભાવનમસ્કાર કરાય છે તે ઉપમાતીત છે અર્થાત્ તેના તુલ્ય જગતમાં અન્ય કોઈ વસ્તુ નથી, નમસ્કારના વિષયભૂત અન્ય દેવ અને વીર ભગવાનને તુલ્ય કહેવા ઉચિત નથી, તેમાં સાક્ષીપાઠ આપતાં કહે છે
—
કેટલાક અપંડિત પુરુષો કહે છે કે કલ્પવૃક્ષ યાચના કરાયેલા ફળને આપે છે, ૫૨મ મંત્ર ઇચ્છાયેલા કાર્યને કરે છે, પુણ્યનો ઉદય સર્વ પ્રયત્નને સફળ કરે છે, ચિંતામણિ ઇચ્છાયેલા સર્વ ફળને આપે છે તેવો જ વી૨ ભગવાનને કરાયેલો નમસ્કાર છે, આ પ્રકારનું કેટલાકનું કથન અજ્ઞતાભરેલું છે. કેમ અજ્ઞતાભરેલું છે, તેથી કહે છે – જો કે તીર્થંકર નામકર્મ બાહ્ય સમૃદ્ધિ આપે છે તે અસાધારણ વિશિષ્ટ છે, તોપણ
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧
વૈયાવચ્ચગરાણં સૂત્ર ચિંતામણિથી પ્રાપ્ત થતી બાહ્ય સમૃદ્ધિતુલ્ય જ તીર્થંકર નામકર્મનું ફળ છે પરંતુ ભગવાનને કરાયેલ નમસ્કાર જેમ મોક્ષફળ આપે છે તેમ તીર્થંકર નામકર્મ પણ મોક્ષફળ આપતું નથી જ, ફક્ત તીર્થંકરો કેવલજ્ઞાનને જે પ્રાપ્ત કરે છે તે સિદ્ધોને કરાયેલા ભાવનમસ્કારથી જ કરે છે તીર્થંકર નામકર્મથી નહીં, માટે તીર્થંકર નામકર્મ રૂપ પુણ્ય પણ ભાવનમસ્કારતુલ્ય કહી શકાય નહીં. અજ્ઞ જીવો કહે છે કે નમસ્કાર ચિંતામણિના અને પુણ્યના તુલ્ય જ ફળ આપે છે, તે તેઓની અજ્ઞતા છે; કેમ કે કલ્પવૃક્ષ કલ્પના કરાયેલા બાહ્ય વિષયરૂપ ફળને આપે છે, પરંતુ મોક્ષરૂપ ફળ આપવા સમર્થ નથી અને મંત્ર પણ સર્વ દુઃખરૂપ વિષનો નાશ. કરવા સમર્થ નથી, આથી જ મંત્ર સંસારરૂપી દુઃખનો નાશ કરી શકે નહિ, વળી, પુણ્ય પણ મોક્ષ અપાવી શકે નહિ, માત્ર બાહ્ય સમૃદ્ધિ જ આપી શકે અને ચિંતામણિ પણ મોક્ષફળ આપી શકે નહિ, તેથી તેઓની તુલ્ય વિર ભગવાનને કરાયેલો નમસ્કાર કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ; કેમ કે રત્નત્રયીના વૈભવથી યુક્ત વીર ભગવાનને કરાયેલો નમસ્કાર મોક્ષફળને આપે છે તે ફળ કલ્પવૃક્ષ આદિ કોઈ આપી શકે નહિ, તેથી કલ્પવૃક્ષ આદિની સાથે નમસ્કારને સમાન કહેવો તે મૂર્ણ પુરુષોનું વચન છે, માટે અન્ય દેવોને કરાયેલો નમસ્કાર અને વીર ભગવાનને કરાયેલો નમસ્કાર સમાન છે એમ કહેવું અનુચિત છે. વળી, પૂર્વપક્ષીએ કહેલ કે યાની સ્તુતિ પણ અફલ નથી, તેથી વીર ભગવાનની સ્તુતિથી પણ મોક્ષફળ પ્રાપ્ત થતું ન હોય અને અન્ય ફલ પ્રાપ્ત થતું હોય તો યક્ષની સ્તુતિથી પણ અન્ય ફળ મળી શકે છે, માટે સ્તુતિ અર્થે પ્રશંસાવચનમાં વીર ભગવાનની સ્તુતિ કરાય કે અન્યની સ્તુતિ કરાય તેમાં કોઈ ભેદ નથી તેનું નિરાકરણ થાય છે; કેમ કે અન્ય દેવની સ્તુતિથી મોક્ષફળની પ્રાપ્તિનો સંભવ નથી, જ્યારે વીરા ભગવાનની કરાયેલી સ્તુતિ મોક્ષફળ આપે છે. રૂા. લલિતવિસ્તરા :
एवमेतत्पठित्वोपचितपुण्यसंभारा उचितेषूपयोगफलमेतदिति ज्ञापनार्थं पठन्ति - લલિતવિસરાઈ -
આ રીતે આને બોલીને=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલીને, ઉપસ્થિત પુણ્યના સમૂહવાળા=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે ચૈત્યવંદન માટે એક ચૈત્યની, સર્વ ચૈત્યની અને શ્રતની સ્તુતિ કરીને સંચિત થયેલા પુણ્યના પ્રકર્ષવાળા સાધુ કે શ્રાવકો, ઉચિતોમાં ઉપયોગ ફલવાનું આ છે=ઉચિત એવા વૈયાવચ્ચ કરનારા દેવોમાં ઉપયોગફલવાળું ચૈત્યવંદન છે, એ જણાવવા માટે બોલે છે – . - પબિકા -
'उचितेषूपयोगफलमेतिदति', उचितेषु लोकोत्तरकुशलपरिणामनिबन्धनतया योग्येष्वर्हदादिषु, (वैयावच्चकारिदेवेषु) उपयोगफलं-प्रणिधानप्रयोजनम्, एतत्-चैत्यवन्दनम्, इति-अस्यार्थस्य, ज्ञापनार्थमिति।
જ ‘વિપુ પાઠ છે ત્યાં વૈયાવચ્ચરિવેષ પાઠ હોવાની સંભાવના છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨
લલિતવિક્તા ભાગ-૩ પંજિકાઈ -
જિપૂરા .... “સાપનાર્થમિતિ | ઉચિતોમાં ઉપયોગહલવાળું આ છે, એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, ઉચિતોમાં=લોકોત્તર કુશલ પરિણામનું કારણ પણું હોવાથી યોગ્ય એવા વૈયાવચ્ચ કરનારા દેવામાં, ઉપયોગ ફલવાળું=પ્રણિધાનના પ્રયોજનવાળું, આ=ચૈત્યવંદન છે, એ અર્થના જ્ઞાપન માટે વૈયાવચ્ચગરાણં સૂત્ર બોલે છે.
સૂત્ર :
वेयावच्चगराणं संतिगराणं सम्मदिद्विसमाहिगराणं
करेमि काउस्सग्गमित्यादि यावद्वोसिरामि। . સૂત્રાર્થ -
વૈયાવચ્ચને કરનારા, શાંતિને કરનારા, સમ્યગ્દષ્ટિ જીવની સમાધિને કરનારાઓ સંબંધી કાર્યોત્સર્ગને હું કહું છું ઈત્યાદિથી માંડીને સિરામિ સુધી બોલે છે. લલિતવિસ્તરા -
व्याख्या-पूर्ववत्: नवरं वैयावृत्त्यकराणां प्रवचनार्थं व्यापृतभावानां यथाऽम्बाकूष्माण्ड्यादीनां, शान्तिकराणां क्षुद्रोपद्रवेषु सम्यग्दृष्टीनां सामान्येनान्येषां समाधिकराणां, स्वपरयोस्तेषामेव स्वरूपमेतदेवैषामिति वृद्धसंप्रदायः, एतेषां संबन्धिनं, सप्तम्यर्थे वा षष्ठी, एतिद्वषयम् एतान् आश्रित्य, करोमि कायोत्सर्गमिति, कायोत्सर्गविस्तरः पूर्ववत् स्तुतिश्च। લલિતવિસ્તરાર્થ :
વ્યાખ્યા પૂર્વની જેમ છે પૂર્વમાં અન્નત્ય સૂત્રની વ્યાખ્યા કરી છે તે પ્રમાણે છે, કેવલ વૈયાવચ્ચને કરનારા=પ્રવચનના પ્રયોજન માટે વ્યાપારવાળા જે પ્રમાણે અંબા-ખાડી આદિ દેવીઓ છે તેઓના સંબંધી કાયોત્સર્ગને હું કરું છું એમ અન્વય છે, ક્ષુદ્ર ઉપદ્રવોમાં શાંતિને કરનારા સામાન્યથી અન્ય એવા સમ્યગ્દષ્ટિઓની સમાધિને કરનારા દેવો સંબંધી કાઉસ્સગ્નને હું કરું છું એમ અન્વય છે.
સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિને કરનાર છે તેના વિષયમાં વૃદ્ધ સંપ્રદાય શું છે? તે સ્પષ્ટ કરે છે – ' સ્વપરનું સમાધિકરણપણે તેઓનું જ=સમ્યગ્દષ્ટિ જીવોનું જ, વરૂપ છે એ જ આમનું સમ્યગ્દષ્ટિ દેવોનું સ્વરૂપ છે એ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે, અહીં સ્વપરવો પછી સમાધિત્વ શબ્દ હોવાની સંભાવના છે, તે પ્રમાણે અર્થ કરેલ છે. આમના સંબંધી-વૈયાવચ્ચ કરનારા અને સમ્યગ્દષ્ટિઓની સમાધિને કરનારા દેવો સંબંઘી, કાઉસ્સગ્નને હું કરું છું એમ અન્વય છે, અથવા સપ્તમીના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે-વૈયાવચ્ચગરાણ સંતિગરાણું સમ્મિિટ્રકસમાહિગરાણ એ પદોમાં
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩
વૈયાવચ્ચગરાણ સૂત્ર સપ્તમીના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે, તેથી એમના વિષયવાળો=એમને આશ્રયીને, હું કાઉસ્સગ્ન કરું છું અને કાયોત્સર્ગનો વિસ્તાર પૂર્વની જેમ છે=પૂર્વમાં અશ્વત્થ સૂત્રનું વર્ણન કર્યું તેમ છે, અને સ્તુતિ છે કાયોત્સર્ગ કર્યા પછી તે દેવોની સ્તુતિ છે. ભાવાર્થ
પૂર્વમાં ચૈત્યવંદનનાં સૂત્રોનું વર્ણન કર્યું એ રીતે ચૈત્યવંદન કરનારા મહાત્માઓ તે તે સૂત્રો બોલીને ભગવાન પ્રત્યેની અને શ્રુત પ્રત્યેની ભક્તિનો અતિશય કરે છે, તેનાથી તે મહાત્માઓમાં પુણ્યનો સમૂહ ઉપચિત થાય છે અર્થાત્ જન્માંતરમાં સંસારના ક્ષયનું કારણ બને તેવા દર્શનમોહનીય આદિ કર્મોના ક્ષયોપશમભાવ આદિથી અનુવિદ્ધ યોગમાર્ગની પ્રાપ્તિ થાય તેવા ઉત્તમ પુણ્યનો સંચય કરે છે અને તેવા મહાત્માઓ વૈયાવચ્ચગરાણે સૂત્ર કેમ બોલે છે ? તે બતાવવા માટે કહે છે –
અરિહંત, મૃત અને અરિહંતાદિ પ્રત્યે ભક્તિ કરનારા દેવતાઓ સ્તુતિ કરવા માટે ઉચિત છે; કેમ કે ગુણવાનના ગુણોની સ્તુતિ કરવાથી લોકોત્તર કુશલ પરિણામ થાય છે અને તેઓમાં તે પ્રકારના પ્રણિધાનના પ્રયોજનવાળું ચૈત્યવંદન છે એ જણાવવા માટે વૈયાવચ્ચગરાણં સૂત્ર બોલાય છે; કેમ કે જેમ અરિહંત આદિમાં પ્રણિધાન કરવા માટે તે તે સૂત્રો દ્વારા સ્તુતિ કરાઈ, તેમ વૈયાવચ્ચ કરનારા દેવોમાં પણ તે પ્રકારનું પ્રણિધાન કરવાથી લોકોત્તર કુશલ પરિણામ થાય છે, તેથી પ્રસ્તુત સૂત્ર બોલવાથી ચૈત્યવંદન કરનારા મહાત્માઓએ તેવા દેવોની પણ કાયોત્સર્ગપૂર્વક સ્તુતિ કરવી જોઈએ, જેથી સર્વ ગુણસંપન્ન જીવોમાં વર્તતા ગુણો પ્રત્યે બહુમાનનો ભાવ થાય એવું આ ચૈત્યવંદન છે, તે જણાવવા માટે દેવોની પણ સ્તુતિ કરાય છે.
જે દેવતાઓ સમ્યગ્દષ્ટિ છે તેઓને પ્રવચન પ્રત્યે ભક્તિ છે, તેથી પ્રવચનના પ્રયોજનથી વ્યાપારવાળા છે, વળી, દયાળુ સ્વભાવવાળા હોવાથી શુદ્ર ઉપદ્રવોમાં શાંતિને કરનારા છે અને પોતે સમ્યગ્દષ્ટિ છે તેમ સામાન્યથી જે કોઈ અન્ય સમ્યગ્દષ્ટિ છે તેઓની સમાધિને કરનારા છે; કેમ કે યોગ્ય જીવોને સમાધિની વૃદ્ધિ થાય તો તે યોગ્ય જીવો યોગમાર્ગમાં અધિક પ્રવૃત્તિ કરી શકે તેમાં પોતે નિમિત્ત બને તેવા સુંદર આશયવાળા સમ્યગ્દષ્ટિ દેવો છે, જેમ અંબા કુષ્માડી દેવીઓ પ્રવચનના અર્થને કરે છે, જગતમાં ક્ષુદ્ર ઉપદ્રવનું શમન કરે છે અને સમ્યગ્દષ્ટિ જીવોની સમાધિની વૃદ્ધિ થાય તેની ચિંતા કરે છે, તેથી તેઓના તે ગુણને સામે રાખીને સાધુઓ અને શ્રાવકો કાયોત્સર્ગ કરે છે અને તેવા દેવોની સ્તુતિ કરે છે.
વળી, વૃદ્ધ સંપ્રદાય કહે છે કે બધા સમ્યગ્દષ્ટિ જીવોનું તેવું જ સ્વરૂપ છે કે જગતમાં ક્ષુદ્ર ઉપદ્રવો શમે તેવો શક્તિ અનુસાર યત્ન કરે અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ પ્રાપ્ત થાય તેવો શક્તિ અનુસાર યત્ન કરે, તેમ આ દેવો પણ તેવા જ સ્વરૂપવાળા છે; કેમ કે સમ્યગ્દષ્ટિ છે, ફક્ત દેવભવને કારણે વિશેષ શક્તિ હોવાથી તે પ્રકારનું કાર્ય વિશેષથી કરે છે, તેથી સમ્યક્ત ગુણને કારણે અને દેવભવની વિશેષ શક્તિને કારણે તેઓ આ પ્રકારનું ઉત્તમ કાર્ય કરે છે, માટે ચૈત્યવંદનમાં તેઓની સ્તુતિ કરાય છે. લલિતવિસ્તરા - नवरमेषां वैयावृत्त्यकराणां तथा तद्भाववृद्धिरित्युक्तप्रायम्, तदपरिज्ञानेऽप्यस्मात् तच्छुभसिद्धा
Page #245
--------------------------------------------------------------------------
________________
૪
લલિતવિક્તા ભાગ-૩
विदमेव वचनं ज्ञापकम्, न चासिद्धमेतद्, अभिचारुकादो तथेक्षणात्, सदौचित्त्यप्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदम्पर्यमस्य, तदेतत् सकलयोगबीजम्, 'वन्दनादिप्रत्ययम् (वंदणवत्तियाए)' इत्यादि न पठ्यते, अपि त्वन्यत्रोच्छ्वसितेन (अन्नत्थ ऊससिएणं) इत्यादि, तेषामविरतत्वात्, सामान्यप्रवृत्तेरित्थमेवोपकारदर्शनात्, वचनप्रामाण्यादिति व्याख्यातं 'सिद्धेभ्यः (सिद्धाणं)' इत्यादि सूत्रम्। લલિતવિસ્તરાર્થ:
ફક્ત આ વૈયાવચ્ચ કરનારા દેવોને તે પ્રકારે તેના ભાવની વૃદ્ધિ છેકચૈત્યવંદન કરનારા શ્રાવકો વગેરે પોતાની સ્તુતિ કરે છે તેનાથી તેઓનો વૈયાવચ્ચ કરવાનો ભાવ વૃદ્ધિ પામે છે, એ પ્રકારે ઉક્ત પ્રાય છે, તેના અપરિફાનમાં પણ વેયાવચ્ચ કરનારા દેવો વડે કાયોત્સર્ગના અપરિફાનમાં પણ, આનાથી=કાયોત્સર્ગથી, તેના શુભની સિદ્ધિમાં=કાયોત્સર્ગ કરનારના શુભની સિદ્ધિમાં, આ જ વચન=કાયોત્સર્ગ પ્રવર્તક વચન, જ્ઞાપક છે અને આ કાયોત્સર્ગથી શુભની સિદ્ધિરૂપ વસ્તુ, અસિદ્ધ નથી; કેમકે અભિચાસ્ક આદિમાં તે પ્રમાણે દર્શન છે, આનું પ્રસ્તુત કાયોત્સર્ગનું,
સદા ઔચિત્ય પ્રવૃત્તિથી સર્વત્ર પ્રવર્તવું જોઈએ એ દંપર્ય છે, તે આ સદા ઔચિત્ય પ્રવૃત્તિથી પ્રવર્તન, સકલ યોગનું બીજ છેકસ અનુષ્ઠાનમાં યોગની નિષ્પત્તિનું કારણ છે, વંદન આદિ પ્રત્યય ઈત્યાદિ બોલાતું નથી, પરંતુ ‘ઉચ્છવાસ આદિથી અન્યત્ર ઈત્યાદિ સૂત્ર બોલાય છે; કેમ કે તેઓનું અવિરતપણું છે=સમ્યગ્દષ્ટિ દેવોનું અવિરતપણું છે માટે વંદન આદિ નિમિતે ઈત્યાદિ સૂત્ર બોલાતું નથી. અહીં પ્રશ્ન થાય કે અવિરત એવા તે દેવોની સ્તુતિ કેમ કરાય છે ? તેમાં હેતુ કહે છે –
આ રીતે જ સામાન્ય પ્રવૃત્તિથી ઉપકારનું દર્શન છે=અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને વંદન આદિ કર્યા વગર તેઓના સ્મરણ નિમિત્તે કાઉસ્સગ્ન કરીને સ્તુતિ કરવામાં આવે એ રીતે જ સામાન્ય પ્રવૃત્તિથી કાયોત્સર્ગ કરનાર જીવોને ઉપકારનું દર્શન છે.
અહીં પ્રશ્ન થાય કે કાયોત્સર્ગ કરનારને ઉપકાર થાય છે તે કઈ રીતે નક્કી થાય ? તેથી હેત કહે છે. વચનનું પ્રામાણ્ય છે સમાધિમાં વિદનના નિવારણ માટે આપ્તપુરુષોએ વૈયાવચ્ચ કરવી વગેરે ગુણવાળા દેવોની સ્તુતિ કરવાનું કથન કર્યું છે તે વચનનું પ્રામાણ્ય છે, માટે તેનાથી કાયોત્સર્ગ કરનારને ઉપકાર થાય છે, આ રીતે શિષ્યઃ ઈત્યાદિ સૂત્ર વ્યાખ્યાન કરાયું. પંજિકા -
'तदपरिज्ञाने त्यादि, तैः वैयावृत्त्यकरादिभिरपरिज्ञानेऽपि स्वविषयकायोत्सर्गस्य, अस्मात् कायोत्सर्गात्, (तच्छुभसिद्ध) तस्य-कायोत्सर्गकर्तुः, शुभसिद्धौ-विघ्नोपशमपुण्यबन्धादिसिद्धौ, इदमेव कायोत्सर्गप्रवर्तकं, वचनं, ज्ञापकं गमकम्, आप्तोपदिष्टत्वेनाव्यभिचारित्वात्, न च नैव, असिद्धं-अप्रतिष्ठितं प्रमाणान्तरेण, एतद्-अस्माच्छुभसिद्धिलक्षणं वस्तु, कुत इत्याह- आभिचारुकादो दृष्टान्तयर्मिण्याभिचारुके स्तोभन
Page #246
--------------------------------------------------------------------------
________________
વૈયાવચગરાણં સૂત્ર
૨૫ स्तम्भनमोहनादिफले कर्मणि, 'आदि'शब्दाच्छान्तिकपौष्टिकादिशुभफलकर्मणि च, तथेक्षणात् स्तोभनीयस्तम्भनीयादिभिरविज्ञानेऽपि आप्तोपदेशेन स्तोभनादिकर्मकर्तुरिष्टफलस्य स्तम्भनादेः प्रत्यक्षानुमानाभ्यां दर्शनात्, प्रयोगः, - यदाप्तोपदेशपूर्वकं कर्म तद्विषयेणाज्ञातमपि कर्तुरिष्टफलकारि भवति, यथा स्तोभनस्तम्भनादि कर्म, तथा चेदं वैयावृत्त्यकरादिविषयकायोत्सर्गकर्म इति। પંજિકાર્ય :
તરરિાને ચારિ.... વોત્સર્ગ તિ ા ત રિસાનેત્યાર લલિતવિસ્તરાનું પ્રતીક છે, વૈયાવૃત્ય કરનારા આદિ તે દેવો વડે સ્વવિષયક કાયોત્સર્ગનું અપરિણાન હોવા છતાં પણ આનાથી કાયોત્સર્ગથી, તેને કાયોત્સર્ગ કરનાર સાધુ-શ્રાવકને, શુભની સિદ્ધિમાં=વિનનો ઉપશમ-પુથતો બંધ આદિની સિદ્ધિમાં, આ જ કાયોત્સર્ગ પ્રવર્તક વચન શાપક છે=ગમક છે; કેમ કે આખ ઉપદિષ્ટપણું હોવાને કારણે અવ્યભિચારીપણું છે, આ=આનાથી શુભસિદ્ધિરૂપ વસ્તુ=પ્રસ્તુત કાયોત્સર્ગથી વિધ્ધનો ઉપશમ આદિ શુભસિદ્ધિરૂપ વસ્તુ, અસિદ્ધ નથી જ=પ્રમાણાંતરથી અપ્રતિષ્ઠિત નથી જ, કયા કારણથી ? એથી કહે છે =કયા કારણથી આનાથી શુભસિદ્ધિ થાય છે એ વસ્તુ પ્રમાણાતરથી પ્રતિષ્ઠિત છે તેમાં હેતુ કહે છે – અભિચારુક આદિમાં=દાંત ધમિરૂપ અભિચારુક સ્વરૂપ સ્તોભન-સ્તંભન-મોહન આદિ ફલરૂપ કર્મમાં, તે પ્રકારે દેખાય છે=સ્તોભનીય-સ્તંભનીય આદિ પુરુષો વડે અવિજ્ઞાનમાં પણ આપ્તોપદેશથી સ્તોભન આદિ કર્મના કર્તાને સ્તંભન આદિ ઈષ્ટફલનું પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા દર્શન છે, ગાલિ શબ્દથી=મચારવારિમાં રહેલ આદિ શબ્દથી, શાંતિક-પૌષ્ટિક આદિ શુભ કર્મના કુલમાં તે પ્રમાણે દર્શન છે એમ અવય છે, પ્રયોગ અનુમાનનો પ્રયોગ, આ પ્રમાણે છે – જે આપ્તોપદેશપૂર્વક કર્મ છે કૃત્ય છે, તેના વિષયથી અજ્ઞાત પણ કર્તાના ઈષ્ટલને કરનાર થાય છે, જે પ્રમાણે સ્તોભન-સ્તંભન આદિ કર્મ કર્તાના ઈષ્ટફલને કરનાર થાય છે અને તે પ્રમાણે આ વૈયાવૃત્ય કરનાર આદિ વિષયક કાયોત્સર્ગ કર્મ કર્તાના ઈષ્ટફલો કરનાર છે. ભાવાર્થ -
પૂર્વમાં વૈયાવચ્ચગરાણે સૂત્રનો શબ્દાર્થ કર્યો અને કાયોત્સર્ગ કર્યા પછી વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ બોલવી જોઈએ તેમ કહ્યું, હવે તેઓનો કાઉસ્સગ્ન કેમ કરાય છે ? તે સ્પષ્ટ કરવા માટે નવરંથી કહે છે –
વૈયાવચ્ચ કરનારા આ દેવોની તેમના તે પ્રકારના ગુણને સામે રાખીને કાઉસ્સગ્નપૂર્વક સ્તુતિ કરવામાં આવે ત્યારે તે દેવોને પણ તે પ્રકારના ભાવની વૃદ્ધિ થાય છે અર્થાત્ ભગવાનના શાસનમાં અમે આ કૃત્ય કરીએ છીએ તે કૃત્યની ચતુર્વિધ સંઘ ઉપબૃહણા કરે છે અને તેના માટે પ્રસ્તુત કાઉસ્સગ્ન કરે છે તે જોઈને તે દેવોને પણ ઉત્સાહ થાય છે કે અમે જે આ કૃત્ય કરીએ છીએ તે અત્યંત ઉચિત છે, અન્યથા ગુણસંપન્ન એવા સાધુ આદિ આ પ્રકારે અમારા કૃત્યનું સ્મરણ કરીને સ્તુતિ કરે નહિ, તેથી તે પ્રકારની સંઘની પ્રવૃત્તિ જોઈને તેઓને પણ વૈયાવચ્ચ આદિ કૃત્ય કરવાનો પરિણામ વિશેષથી થાય છે એ પ્રસ્તુત સૂત્રથી ઉક્તપ્રાય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તાર ભાગ-
અહીં પ્રશ્ન થાય કે સાધુ-શ્રાવક આદિ ચૈત્યવંદનના પ્રાંતે જે દેવોની સ્તુતિ કરે છે તેઓને “મારા વૈયાવચ્ચ આદિ ગુણોને સામે રાખીને આ શ્રાવકો આદિ કાઉસ્સગ્ન કરે છે તે પ્રકારે ઉપસ્થિત ન થાય તો પ્રસ્તુત કાઉસ્સગ્ન નિષ્ફળ જશે તેથી કહે છે. તે દેવોને તેનું અપરિજ્ઞાન હોવા છતાં પણ આ પ્રકારની સ્તુતિથી સ્તુતિ કરનારને શુભની સિદ્ધિ થાય છે એનું જ્ઞાપક આ પ્રસ્તુત વચન છે.- --
આશય એ છે કે જે સાધુ-સાધ્વી આદિ દઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરતાં હોય અને પ્રાંતમાં વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરે છે તેનું જ્ઞાન તે દેવોને ક્વચિત્ થાય છે અને ક્વચિત્ અનુપયુક્ત દશા હોય તો ઉપસ્થિતિ ન પણ થાય, તોપણ આપ્તપુરુષના વચનનું સ્મરણ કરીને દઢ પ્રણિધાનપૂર્વક જે મહાત્માઓ કાઉસ્સગ્ન કરે છે તેનાથી તે મહાત્માઓને શુભ અધ્યવસાય થાય છે; કેમ કે આપ્તવચનના પાલનનો વિશુદ્ધ ભાવ છે તેનાથી પોતાની યોગમાર્ગની પ્રવૃત્તિમાં જે વિપ્નો ઉપસ્થિત હોય કે ઉપસ્થિત થાય તેમ હોય તો તેઓના નિર્મળ અધ્યવસાયથી તે વિઘ્નોનો ઉપશમ થાય છે અને આપ્તવચનને અનુસરવાનો શુભ અધ્યવસાય હોવાથી પુણ્યબંધ અને નિર્જરા થાય છે; કેમ કે આપ્ત પ્રત્યેના બહુમાનથી આપ્તવચન અનુસાર પ્રવૃત્તિ થાય છે, તેથી આપ્ત પ્રત્યેના બહુમાનના ભાવનો જે પ્રકારે પ્રકર્ષ થાય તે પ્રકારે પુણ્યબંધનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે અને આપ્ત તુલ્ય થવામાં બાધક ક્લિષ્ટ કર્મોનો પોતાના અધ્યવસાયને અનુરૂપ ક્ષય થાય છે, તેથી કાયોત્સર્ગ કરનારને વિઘ્નનું શમન, પુણ્યનો બંધ અને સકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે આ કાયોત્સર્ગપૂર્વક સ્તુતિનું વચન જ તે શુભસિદ્ધિનું જ્ઞાપક છે. કેમ જ્ઞાપક છે ? તેથી કહે છે – આપ્ત ઉપદિષ્ટપણું હોવાને કારણે અવ્યભિચારીપણું છે અર્થાત્ આપ્તપુરુષો તેવું જ કૃત્ય કરવાનો ઉપદેશ આપે જેનાથી ક્ય કરનારને શુભની સિદ્ધિ થાય, તેથી આપ્તવચનથી વિપ્નનું શમન, પુણ્યનો બંધ અને સકામનિર્જરારૂપ શુભની સિદ્ધિ અવશ્ય થાય છે. વળી, આ કથનને દૃઢ કરવા માટે કહે છે – આપ્તવચનથી શુભસિદ્ધિરૂપ વસ્તુ અસિદ્ધ નથી જ; કેમ કે અભિચારુક આદિમાં તે પ્રકારે દેખાય છે.
આશય એ છે કે સ્તોભન-સ્તંભન-મોહન આદિ કૃત્યો કરવા માટે તે તે મંત્રો પ્રસિદ્ધ છે તે દ્વાદશાંગીમાંથી ઉપલબ્ધ છે, તેથી ગીતાર્થો યોગ્ય જીવોને હિત થવાના આશયથી તે મંત્રો આપે છે અને તે મંત્રોથી યોગ્ય જીવો સ્વ-પરના હિત માટે તે કૃત્યો કરે છે ત્યારે જેઓને સ્તોભન આદિ કરવું છે તેઓને જ્ઞાન નથી કે આ પુરુષ મને સ્તોભન કરવા માટે આ મંત્ર બોલે છે તોપણ તે જીવો તે મંત્રથી અવશ્ય સ્તોભન આદિને પ્રાપ્ત કરે છે, માટે નક્કી થાય છે કે આપ્ત દ્વારા કહેવાયેલાં સ્તોભન આદિ કર્મોને કરનારને સ્તંભન આદિ ફલ પ્રાપ્ત થતું પ્રત્યક્ષથી દેખાય છે, માટે જેમ આપ્ત ઉપદેશ અનુસાર સ્તોભન આદિ મંત્રોથી સ્તોભન આદિ ક્રિયા થાય છે, તેમ આપ્ત ઉપદેશ અનુસાર જેઓ વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરે છે તેઓને પણ અવશ્ય તે સ્તુતિના ફળરૂપે શુભની સિદ્ધિ થાય છે.
વળી, પ્રસ્તુત સૂત્ર બોલીને વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરાય છે એ કથન જ્ઞાપન કરે છે કે સદા ઉચિત પ્રવૃત્તિથી સર્વત્ર પ્રવર્તવું જોઈએ. જેમ આત્મકલ્યાણ માટે તીર્થકરોની અને શ્રતની સ્તુતિ કરવી જોઈએ તેમ કલ્યાણમાં પ્રબળ નિમિત્તભૂત વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરવી જોઈએ, એ પ્રકારનું કથન ચૈત્યવંદન સૂત્રના પ્રસ્તુત દેવોની સ્તુતિથી પ્રાપ્ત થાય છે, તેનાથી એ જ ફલિત થાય કે જે જે જીવો પોતાના
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૭
જયવીયરાય સૂત્ર
કલ્યાણમાં નિમિત્ત હોય તે સર્વ સાથે હંમેશાં ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ અને તેવી ઉચિત પ્રવૃત્તિ કરવાના પ્રયોજનથી જ વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરાય છે અને ઉચિત પ્રવૃત્તિ એ સકલ યોગમાર્ગની પ્રાપ્તિનું બીજ છે, તેથી દૃઢ પ્રણિધાનપૂર્વક કરાયેલી તીર્થંકરની સ્તુતિ જેમ યોગમાર્ગનું બીજ છે, તેમ વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ પણ ઉચિત પ્રવૃત્તિ રૂપ હોવાથી યોગમાર્ગનું બીજ છે, તેથી જે અન્ય પણ સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા આદિ છે તેઓ સાથે પણ હંમેશાં ઔચિત્યથી પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી યોગમાર્ગની પ્રવૃત્તિનું બીજ પ્રાપ્ત થાય. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો જગતમાં ક્ષુદ્ર ઉપદ્રવો શમે, અન્ય સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ પ્રાપ્ત થાય ઇત્યાદિ રૂપ જે ઉચિત પ્રવૃત્તિ કરે છે તેનાથી તેમને યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ એવું ઉત્તમ બીજ પ્રાપ્ત થાય છે, તેથી જેઓ સદા સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે તેવા જીવો ક્યારેક તુચ્છ પ્રકૃતિવાળા ક્ષુદ્ર જીવો પોતાની સાથે અનુચિત વર્તન કરે તોપણ દયાળું ચિત્ત હોવાથી તેવા સમયે પોતાને શું ઉચિત કરવું આવશ્યક છે તેનો વિચાર કરીને તે જીવો સાથે ઔચિત્યથી પ્રવૃત્તિ કરે છે, તેના કારણે તે પ્રવૃત્તિકાળમાં પણ તેઓમાં યોગબીજની જ વૃદ્ધિ થાય છે.
વળી, દેવતાઓની સ્તુતિ માટે વંદન આદિ નિમિત્તે કાઉસ્સગ્ગ કરું છું ઇત્યાદિ બોલાતું નથી, પરંતુ અન્નત્થ સૂત્ર બોલીને કાઉસ્સગ્ગ કરાય છે; કેમ કે તે દેવતાઓ અવિરત છે, વળી, વંદનાદિ કૃત્યો વિરતિવાળા જીવોને જ કરાય છે, તોપણ તેઓની ઉચિત પ્રવૃત્તિને કારણે કાયોત્સર્ગપૂર્વક તેઓની સ્તુતિ કરાય છે; કેમ કે એ પ્રકારે સામાન્ય પ્રવૃત્તિથી જ ઉપકારની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તેઓના વૈયાવચ્ચ આદિ ગુણોના સ્મરણપૂર્વક કાયોત્સર્ગ ક૨વાથી તે દેવોને ઉપસ્થિતિ થાય કે આ મહાત્માઓ મારા વૈયાવચ્ચ આદિ કે ગુણોની સ્તુતિ કરે છે, તેથી ઉત્સાહિત થઈને તેવા યોગ્ય જીવોને યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રાપ્ત થતાં વિઘ્નોને દૂર કરવા પ્રવૃત્ત થાય છે અને તે જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ દૃઢતાથી કરી શકે તેમાં સહાયક થવા યત્ન કરે છે અને ક્વચિત્ તે દેવોને તે પ્રકારે પોતાના નિમિત્તે કરાયેલા કાયોત્સર્ગની ઉપસ્થિતિ ન થાય તોપણ કાયોત્સર્ગ ક૨ના૨ને આપ્તપુરુષના વચનના પાલનજન્ય શુભ અધ્યવસાયથી વિઘ્નઉપશમન આદિ થાય છે; કેમ કે આપ્તવચનનું પ્રમાણપણું છે.
આ રીતે સિદ્ધાણં બુદ્ધાણં ઇત્યાદિ સૂત્રનું વ્યાખ્યાન કરાયું.
લલિતવિસ્તરા :
पुनः स ते वा संवेगभावितमतयो विधिनोपविश्य पूर्ववत् प्रणिपातदण्डकादि पठित्वा स्तोत्रपाठपूर्वकं ततः सकलयोगाक्षेपाय प्रणिधानं करोति कुर्वन्ति वा मुक्ताशुक्त्या; उक्तं च
'पंचंगो पणिवाओ, थयपाढो होइ जोगमुद्दाए ।
वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्ती || १ ||
जणू दोणि करा, पंचमंगं होइ उत्तमंगं तु । संमं संपणिवाओ, ओ पंचगपणिवाओ ।। २ ।।
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૮
લલિતવિસ્તરા ભાગ-૩
अण्णोण्णंतरियंगुलिकोसागारेहिं दोहिं हत्येहिं । पिट्टोवरिकोप्परसंठिएहिं तह जोगमुद्दत्ति ।।३।। चत्तारि अंगुलाई, पुरओ ऊणाहिं(ई) जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ।।४।। मुत्तासुत्ती मुद्दा, समा जहिं दोवि गब्भिया हत्था । ते पुण निडालदेसे, लग्गा अन्ने अलग्गत्ति ।।५।।'
प्रणिधानं यथाशयं यद् यस्य तीव्रसंवेगहेतुः, ततोऽत्र सद्योगलाभः, यथाहुरन्ये, -'तीव्रसंवेगानामासनः समाधिः, मृदुमध्याधिमात्रत्वात्, ततोऽपि विशेष इत्यादि', प्रथमगुणस्थानस्थानां तावदेवंविधमुचितमिति સૂરવા લલિતવિસ્તરાર્થ -
વળી, તેત્રમૈત્યવંદન કરનાર પુરુષ, અથવા તેઓ=અનેક ચૈત્યવંદન કરનારા પુરૂષો, સંવેગથી ભાવિત મતિવાળા વિધિપૂર્વક બેસીને પૂર્વની જેમ=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, પ્રણિપાતદંડક આદિ સૂકો બોલીને=નમુસ્કુર્ણ-જાવંતિ આદિ સૂત્રો બોલીને, સ્તોત્રપાઠપૂર્વકaઉચિત સ્તવન બોલવા પૂર્વક, ત્યારપછી સકલ યોગના આક્ષેપ માટે મોક્ષપ્રાપ્તિ માટે જે કોઈ શુભ યોગો છે તે સર્વ યોગો પોતાનામાં આવિર્ભાવ થાય તેના માટે, મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન કરે છે અથવા ઘણા શ્રાવકો આદિ મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન કરે છે અને કહેવાયું છે – પંચાંગ પ્રણિપાત, યોગમુદ્રાથી સ્તુતિપાઠ, જિનમુદ્રાથી વંદન, મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન થાય છે.
બે જાન, બે હાથ, પાંચમું અંગ ઉત્તમાંગ છે મસ્તક છે, સાથે સંપ્રણિપાત=પાંચ અંગોનો સાથે સમ્યફ પ્રણિપાત, પંચાંગ પ્રણિપાત જાણવો.
અને અન્યોન્ય અંતરિત અંગુલિથી કોશ આકારવાળા પેટ ઉપર કોણી સ્થાપન કરાયેલા એવા બે હાથથી યોગમુદ્રા થાય છે.
જેમાં આગળ ચાર ગુલ અને પાછળ ઊણું ચાર આંગળથી ન્યૂન, બે પગનો ઉત્સર્ગ છે, એ વળી, જિનમુદ્રા છે.
જેમાં બંને પણ હાથ સમાન ગર્ભિત=પોલાણવાળા, છે, તે બે હાથ નિડાલ દેશમાં લાગેલા તે મુક્તાશુક્તિ મુદ્રા છે, અન્ય કહે છે નહિ લાગેલા તે મુક્તાશક્તિ મુદ્રા છે.
જેને જે પ્રણિધાન યથાઆશય તીવ્ર સંવેગનો હેતુ છે, તેનાથી–તીવ્ર સંવેગથી, આમાં=પ્રણિધાનમાં, સધોગનો લાભ છે, જે પ્રમાણે અન્ય કહે છે – તીવ્ર સંવેગવાળા જીવોને આસન્ન સમાધિ છે; કેમ કે મૃદુ-મધ્ય-અધિમાત્રપણું છે=સંવેગનું મંદ-મધ્યમ અને તીવમાત્રાપણું છે, તેનાથી પણ=સંવેગના મૃદુ આદિ ભેદથી પણ, વિશેષ છે ઈત્યાદિ.
Page #250
--------------------------------------------------------------------------
________________
જયવીયરાય સૂત્ર
પ્રથમ ગુણસ્થાનકમાં રહેલાઓને આવા પ્રકારનું ઉચિત છે એ પ્રમાણે સૂરિ કહે છે=અપેક્ષાએ પ્રમત્ત ગુણસ્થાનક અને અપ્રમત્ત ગુણસ્થાનક એમ બે ગુણસ્થાનક છે; કેમ કે ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા કેટલાક જીવો કંઈક પ્રમાદથી સંવલિત છે તેથી પ્રમત્ત ગુણસ્થાનકમાં છે અને જેઓ સર્વ વિકલ્પથી પર એવા અપ્રમત્ત ગુણસ્થાનકમાં છે તેઓ બીજા ગુણસ્થાનકમાં છે તે બેમાંથી પ્રમત્ત ગુણસ્થાનકવાળા જીવો પ્રથમ ગુણસ્થાનકમાં રહેલા છે તેઓને જયવીયરાયમાં જે યાચના કરાય એ પ્રકારનું પ્રણિધાન ઉચિત છે એ પ્રમાણે યોગાચાર્યો કહે છે
પંજિકા ઃ
‘તતોડો'ચાવિ, તતઃ=તીવ્રસંવેગાલુરુષાત્, અત્ર=પ્રનિયાને, સંઘોનામ:-શુદ્ધસમાધિપ્રાપ્તિ, परसमयेनापि समर्थयन्नाह— यथाहुः अन्ये = पतञ्जलिप्रभृतयः, यदाहुस्तदेव दर्शयति - तीव्रसंवेगानां = प्रकृष्टमोक्षવાગ્યાનામ્, ગાસત્ર:=ગાશુમાવી, સમાધિ:=મન:પ્રસાવઃ, ‘યતઃ ' કૃતિ શમ્યતે, અત્રાપિ તારતમ્યામિયાનાવા,,मृदुमध्याधिमात्रत्वात्, मृदुत्वात् - सुकुमारतया, मध्यत्वाद् - अजघन्यानुत्कृष्टतया, अधिमात्रत्वात्-प्रकृष्टतया तीव्रसंवेगस्य, ततोऽपि = तीव्रसंवेगादपि किं पुनर्मन्दान्मध्याद्वा संवेगाद्, विशेषः = त्रिविधः समाधिरासन्नाऽऽसन्नतराऽऽसन्नतमरूपः, 'आदि' शब्दान्मृदुना मध्येनाधिमात्रेण चोपायेन यमनियमादिना समवायवशात् प्रत्येकं मृदुमध्याधिमात्रभेदभिन्नतया त्रिविधस्य समाधेर्भावात् नवधाऽसौ वाच्य इति ।
પંજિકાર્ય :
૨૨૯
.....
-
'ततोऽत्रे' त्यादि નવધાડસો વાચ્ય કૃતિ।। તતોઽત્રેત્યાદ્રિ લલિત વિસ્તરાનું પ્રતીક છે, તેથી=ઉક્ત રૂપવાળા તીવ્રસંવેગથી=પૂર્વમાં કહ્યું કે યથાઆશય પ્રણિધાન તીવ્રસંવેગનો હેતુ છે એવા સ્વરૂપવાળા સંવેગથી, અહીં પ્રણિધાનમાં, સદ્યોગનો લાભ થાય છે—શુદ્ધ સમાધિની પ્રાપ્તિ થાય છે=પ્રણિધાનપૂર્વક સૂત્ર બોલનારા મહાત્માને તેના સંવેગને અનુરૂપ કષાયોના ઉપશમ ભાવરૂપ શુદ્ધ સમાધિની પ્રાપ્તિ થાય છે, પરસમયથી પણ=પરના સિદ્ધાંતથી પણ, સમર્થન કરતાં કહે છે અર્થાત્ પૂર્વમાં કહ્યું કે જેને યથાઆશય જે તીવ્રસંવેગ થાય છે તે તીવ્રસંવેગને અનુરૂપ સદ્યોગનો લાભ થાય છે તે કથનને પતંજલિ ઋષિના વચનથી પણ સમર્થન કરતાં કહે છે જે પ્રમાણે અન્ય=પતંજલિ ઋષિ કહે છે, જેને કહે છે તેને જ બતાવે છે જે કારણથી તીવ્રસંવેગવાળાઓને=પ્રકૃષ્ટ મોક્ષની ઈચ્છાવાળા જીવોતે, આસન્ન સમાધિ છે=શીઘ્રભાવી મનપ્રસાદ છે, અહીં લલિતવિસ્તરામાં ‘વતઃ’ શબ્દ અધ્યાહાર છે તે બતાવવા માટે ‘યતઃ’ કૃતિ ામ્યતે કહેલ છે. અહીં પણ=તીવ્રસંવેગવાળા જીવોમાં પણ, તારતમ્યને કહેવા માટે કહે છે — મૃદુ મધ્ય અને અધિમાત્રપણું હોવાથી=તીવ્રસંવેગનું સુકુમારપણું હોવાને કારણે મૃદુપણું હોવાથી - અજઘન્ય અનુભૃષ્ટપણું હોવાને કારણે મધ્યમપણું હોવાથી - તીવ્રસંવેગનું પ્રકૃષ્ટપણું હોવાને કારણે અધિમાત્રપણું હોવાથી, તેનાથી પણ=તીવ્રસંવેગથી પણ, વિશેષ છે, શું વળી, મંદ અથવા મધ્યમ સંવેગથી ? તીવ્રસંવેગથી પણ આસન્ન-આસન્નતર આસન્નતમરૂપ ત્રિવિધ સમાધિ થાય છે, આવિ શબ્દથી મૃદુ મધ્ય અને અધિમાત્રાના ઉપાયથી યમ-નિયમ આદિ સમુદાયના
-
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૦
લલિતવિક્તા ભાગ-૩
વશથી પ્રત્યેકમાં તીવ્રસંવેગ પણ મૂદ આદિ ભેદથી ત્રણ પ્રકારનો છે તે પ્રત્યેકમાં, મૃદુ-મધ્ય-અધિમાત્રાવા ભેદથી ભિતપણાને કારણે વિવિધ સમાધિનો ભાવ હોવાથી=સદ્દભાવ હોવાથી નવ પ્રકારની આ=સમાધિ, કહેવી જોઈએ. ભાવાર્થ:
પૂર્વમાં ચૈત્યવંદન સૂત્રોના વર્ણનમાં ચાર સ્તુતિ સુધીનું વર્ણન કર્યું તે પ્રમાણે કોઈ એક શ્રાવક કે એક સાધુ અથવા અનેક શ્રાવકો કે સાધુઓ ચૈત્યવંદન કર્યા પછી સંવેગથી ભાવિત મતિવાળા થયેલા વિધિપૂર્વક બેસે છે અર્થાત્ ચૈત્યવંદનના સૂત્ર-અર્થના દઢ ઉપયોગપૂર્વક ચૈત્યવંદન કરેલ હોવાથી તીર્થંકરના ગુણો, શ્રુતજ્ઞાનના ગુણો, સિદ્ધ ભગવંતના ગુણો અને વૈયાવચ્ચ કરનારા દેવોના ગુણોનું સ્મરણ કરીને યોગમાર્ગની વૃદ્ધિ થાય તેવા પરિણામથી આત્માને અત્યંત ભાવિત કર્યો છે તેવી મતિવાળા તે મહાત્માઓ પ્રમાર્જના આદિ વિધિપૂર્વક બેસીને પૂર્વની જેમ જ પ્રણિપાત દંડક સૂત્ર બોલે છે, તેથી ભગવાનના ગુણોનું ફરી સ્મરણ થવાથી તેમનું ચિત્ત લોકોત્તમ પુરુષના ગુણોથી અત્યંત વાસિત થાય છે. ત્યારપછી જાવંતિ ચેઇયાઈ અને જાવંત કવિ સાહુ બોલીને સર્વ તીર્થકરોની પ્રતિમાને વંદન કરવાના અધ્યવસાયવાળા અને સર્વ મુનિ ભગવંતો પ્રત્યે ભક્તિના અધ્યવસાયવાળા થાય છે, જેથી પૂર્વની સંવેગ ભાવિતમતિ અતિશયતર થાય છે. ત્યારપછી પોતાના બોધ અનુસાર ભગવાનનાં સ્તવનો બોલીને આત્માને ભગવાનના ગુણોથી અત્યંત રંજિત કરે છે અને અંતે પ્રણિધાનસૂત્ર રૂપ જયવીયરાય બોલે છે જે મોક્ષની પ્રાપ્તિના કારણભૂત સકલ યોગનું આક્ષેપક છે; કેમ કે ભવનિર્વેદથી માંડીને સદ્ગુરુનો યોગ થાવ અને તેમના વચનની સેવા મને મોક્ષપ્રાપ્તિ સુધી અખંડ પ્રાપ્ત થાવ એ પ્રકારના અત્યંત અભિલાષપૂર્વક પ્રણિધાન સૂત્ર બોલવાથી આત્મામાં તે પ્રકારના તે ભાવો પ્રત્યે પક્ષપાતના સંસ્કારો પડે છે, તેથી ભગવાન પાસે પ્રાર્થનારૂપે ભવનિર્વેદ આદિ ઇચ્છાયેલા ભાવો જન્મજન્માંતરમાં અવશ્ય પ્રાપ્ત થાય છે, તેનાથી તે મહાત્મા ઉત્તર-ઉત્તરના યોગમાર્ગને સુખપૂર્વક સેવીને સંસારનો અંત કરવા સમર્થ બને છે અને આ સૂત્ર મુક્તાશક્તિ મુદ્રાથી બોલાય છે તેના દ્વારા પૂર્ણપુરુષ એવા તીર્થંકર પાસે ભવનિર્વેદ આદિ ભાવોની યાચના કરતા હોય તેવી તે મુદ્રા હોવાથી સૂત્ર બોલતી વખતે તે મુદ્રાના બળથી પણ તે પ્રકારનો ભાવ અતિશય થાય છે.
અહીં ચૈત્યવંદનમાં બોલાતાં સૂત્રો બોલતી વખતે કઈ કઈ મુદ્રા કરવાથી ભાવો અતિશય થાય છે? તે બતાવવા માટે મુદ્રાઓનું સ્વરૂપ બતાવે છે –
પંચાંગ પ્રણિપાત અને સ્તુતિનો પાઠ યોગમુદ્રાથી થાય છે, ભગવાનને વંદન જિનમુદ્રાથી થાય છે અને ભગવાન પાસે યાચના માટે કરાતું પ્રણિધાન મુક્તાશક્તિ મુદ્રાથી થાય છે. પંચાંગ પ્રણિપાત શું છે? તે સ્પષ્ટ કરે છે –
બે જાન, બે હાથ અને પાંચમું મસ્તક, એ પાંચ અંગોનો સાથે સમ્યક પ્રણિપાત તે પંચાંગ પ્રણિપાત કહેવાય છે, તેનાથી લોકોત્તમ પુરુષની પોતાનાં પાંચ અંગોથી ભક્તિને અભિવ્યક્ત કરનારી પંચપ્રકારી
Page #252
--------------------------------------------------------------------------
________________
જયવીયરાય સૂત્ર
૨૩૧ પૂજા થાય છે અને આ પ્રકારના પ્રણિધાનપૂર્વક લોકોત્તમ પુરુષના ગુણ તરફ નમેલા અધ્યવસાયથી જેઓ પંચાંગ પ્રણિપાત કરે છે ત્યારે તેઓને અતિશય માર્દવપરિણામ વર્તે છે, તેથી ગુણ પ્રત્યે નમ્રભાવ થવાથી તેવા પ્રકારનાં ગુણના પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે અને ઉચ્ચગોત્રનો બંધ થાય છે.
વળી, યોગમુદ્રાનું સ્વરૂપ બતાવે છે – પાંચે આંગળીઓ પરસ્પર અંતરિત રહે તે રીતે બે હાથ જોડે, મધ્યમાં કોશના આકારવાળો પોલો ભાગ રહે અને તે બંને હાથની કોણી પેટ ઉપર સ્થાપન કરે તે યોગમુદ્રા છે. યોગમુદ્રાથી પંચાંગ પ્રણિપાત અને સ્તુતિપાઠ કરાય છે.
વળી, જિનમુદ્રાનું સ્વરૂપ બતાવે છે – બે પગની વચ્ચે આગળ ચાર અંગુલ અને પાછળ કંઈક ન્યૂન ચાર અંગુલ અંતર રાખીને ઊભા રહીને કાઉસ્સગ્ન કરાય એ જિનમુદ્રા છે, જિનમુદ્રાથી વંદન કરાય છે, આથી જ અરિહંત ચેઈયાણ આદિ સૂત્ર બોલીને ચૈત્યવંદનમાં જે એક નવકારનો કાઉસ્સગ્ન કરાય છે તે ચૈત્યવંદન જિનમુદ્રાથી થાય છે.
વળી, મુક્તાશક્તિ મુદ્રાનું સ્વરૂપ બતાવે છે – જેમાં બંને હાથ સમાન રીતે જોડાયેલા હોય, વચમાં પોલા હોય અને લલાટે સ્પર્શેલા હોય અથવા અન્યના મતે નહિ સ્પર્શેલા હોય, તેના દ્વારા પ્રણિધાન કરાય છે કે ભગવાનની ભક્તિના ફળરૂપે મને ભવનિર્વેદ આદિ સર્વ ભાવોની પ્રાપ્તિ થાય અને તે યાચનાના અધ્યવસાયને અતિશય કરવાના અંગરૂપ મુક્તાશક્તિ મુદ્રા છે.
આ રીતે મુદ્રાઓનું કથન કર્યા પછી તે પ્રણિધાન સૂત્રથી શું પ્રાપ્ત થાય છે તે બતાવવા માટે કહે છે – પ્રણિધાન સૂત્ર બોલનારા મહાત્માને તે પ્રણિધાન સૂત્ર પોતાના આશયને અનુરૂપ તીવ્ર સંવેગનો હેતુ થાય છે અને તેનાથી સદ્યોગનો લાભ થાય છે.
આશય એ છે કે જે મહાત્મા પ્રણિધાન સૂત્રથી યાચના કરાતા ભવનિર્વેદ આદિ આઠ ભાવોનો જે પ્રકારનો સૂક્ષ્મબોધ ધરાવે છે અને તે બોધને સ્મૃતિમાં લાવીને ભવનિર્વેદ આદિ તે તે શબ્દથી વાચ્ય તે ભાવોને અભિમુખ જેટલો તીવ્ર પરિણામ કરી શકે છે તેને અનુરૂપ તીવ્ર સંવેગ તેને થાય છે અને જેને પ્રણિધાન સૂત્રથી તીવ્ર સંવેગ થાય છે તેનાથી તે મહાત્મામાં તે ગુણોની પ્રાપ્તિને અનુકૂળ એવી કષાયોના શમનરૂપ સમાધિ પ્રગટ થાય છે, તે સદ્યોગના લાભરૂપ છે અને આ તીવ્ર સંવેગ પણ સમાધિનું કારણ છે એ પ્રમાણે પતંજલિ ઋષિ પણ કહે છે અને તે તીવ્ર સમાધિ પણ જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારની છે, તેથી તે ત્રણ પ્રકારના તીવ્ર સંવેગના ભેદથી પણ સમાધિના ભેદની પ્રાપ્તિ છે.
અહીં વિશેષ એ છે કે જેઓ સંવેગ વગર પ્રણિધાન સૂત્ર બોલે છે તેનાથી કોઈ શુભ ભાવ થતો નથી, માત્ર હું ચૈત્યવંદન કરું છું તેવો સ્થૂલ શુભ ભાવ વર્તે છે અને જેઓને ભવનિર્વેદ આદિ ભાવો પ્રત્યે કંઈક આકર્ષણ છે, કંઈક બોધ છે, ઉપયોગપૂર્વક બોલવા પ્રયત્ન કરે છે તોપણ હૈયાને અત્યંત સ્પર્શે તેવો સંવેગ થતો નથી તેઓ ક્વચિત્ મંદ સંવેગવાળા હોય તો તે ભાવો પ્રત્યે કંઈક રાગ થાય છે, તેનાથી તેટલા પ્રમાણમાં નિર્જરા થાય છે, તે મંદ સંવેગ સ્વરૂપ છે, વળી, કોઈક જીવને પ્રણિધાન સૂત્ર બોલતી વખતે તે ભાવો કંઈક સ્પર્શે છે તોપણ દઢ પ્રણિધાન નહિ હોવાથી તીવ્ર સંવેગ થતો નથી, તેથી તે ભાવોથી તેમનું
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૨
લલિતવિસ્તાર ભાગ-૩ ચિત્ત અત્યંત રંજિત થતું નથી, તેથી તે પ્રકારના મધ્યમ સંવેગથી પણ સદ્યોગની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સદ્યોગને અભિમુખ કંઈક ભાવો થાય છે અને પ્રણિધાન સૂત્ર બોલવાના કાળમાં તે તે શબ્દોથી વાચ્ય ભાવોને સ્પર્શવા માટે શક્તિના પ્રકર્ષથી જેઓનું વીર્ય ઉલ્લસિત થાય છે તેઓને તીવ્ર સંવેગ થાય છે તેનાથી તેઓમાં ભવનિર્વેદ આદિ ભાવોની પ્રાપ્તિને અનુકૂળ સમાધિ પ્રગટે છે.
વળી, તે તીવ્ર સંવેગ પણ ઉપયોગના પ્રકર્ષ-અપકર્ષના ભેદથી જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદવાળો છે અને સંયમની આચરણાના ભેદથી જઘન્ય-મધ્યમ અને અધિમાત્રાના ભેંદવાળો છે, તેથી જે મહાત્માઓ સંયમની જઘન્ય આચરણા કરનારા છે તેઓનો તીવ્ર સંવેગ ક્યારેક જઘન્ય હોય છે, ક્યારેક મધ્યમ હોય છે અને ક્યારેક ઉત્કૃષ્ટ હોય છે. વળી, જે મહાત્માઓ સંયમની મધ્યમ આચરણા કરનારા છે તેઓનો પણ તીવ્ર સંવેગ ક્યારેક જઘન્ય હોય છે, ક્યારેક મધ્યમ હોય છે અને ક્યારેક ઉત્કૃષ્ટ હોય છે. વળી, કેટલાક મહાત્માઓ શક્તિના પ્રકર્ષથી સંયમની ઉત્કૃષ્ટ આચરણા કરનારા છે તેઓનો પણ તીવ્ર સંવેગ ક્યારેક જઘન્ય હોય છે, ક્યારેક મધ્યમ હોય છે, ક્યારેક ઉત્કૃષ્ટ હોય છે. તેથી તીવ્ર સંવેગના પણ નવ ભેદો પ્રાપ્ત થાય છે અને તીવ્ર સંવેગના તે તે ભેદને અનુરૂપ સમાધિ જીવમાં પ્રાપ્ત થાય છે, તે સમાધિના બળથી તે મહાત્મા ઉત્તર-ઉત્તરના ભવમાં ભવવૈરાગ્ય આદિને પામીને સદ્ગુરુના યોગની પ્રાપ્તિપૂર્વક તેમને પરતંત્ર થઈને સુખપૂર્વક સંસારનો અંત કરી શકશે.
વળી, જેઓ તીવ્ર સંવેગપૂર્વક પ્રસ્તુત પ્રણિધાન સૂત્ર બોલે છે તેવું સૂત્ર બોલવાના અધિકારી કોણ છે? તે સ્પષ્ટ કરે છે –
પ્રમત્ત અને અપ્રમત્ત નામનાં જે બે ગુણસ્થાનકો છે તે બે ગુણસ્થાનકોમાં રહેલા જીવો પોતપોતાના ગુણસ્થાનકને અનુરૂપ ઉચિત કૃત્ય દ્વારા ગુણવૃદ્ધિ કરે છે તેમાંથી પ્રથમના છ ગુણસ્થાનકવર્તી જીવો પ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા છે તેવા જીવોને આવા પ્રકારનું પ્રણિધાન કરવું ઉચિત છે એમ આચાર્યો કહે છે; કેમ કે સંસારક્ષયને અનુકૂળ સર્વ શક્તિ પીંડીભૂત થયેલી નથી, તેથી તેઓ પ્રમત્ત નામના પ્રથમ છ ગુણસ્થાનકમાં છે અને તેઓ આ પ્રકારે પ્રણિધાન કરીને ઉત્તર-ઉત્તરના યોગની પ્રાપ્તિની શક્તિનો સંચય કરી શકે છે અને જેઓ અપ્રમત્ત ગુણસ્થાનકમાં છે તેઓ સર્વ વિકલ્પોથી પર સામાયિકના પરિણામવાળા છે, જેમ તીર્થકરો સંયમ ગ્રહણ કરે છે ત્યારથી બહુલતાએ નિર્વિકલ્પ સામાયિકના પરિણામમાં હોય છે, તેઓ સર્વ શક્તિથી સંસારના ક્ષય માટે ઉદ્યમવાળા છે, માટે તેઓને આ પ્રકારનું પ્રણિધાન કરવું આવશ્યક નથી.
સૂત્ર :
जय वीयराय! जगगुरु! होउ मम तुहप्पभावओ भयवं! । भवनिव्वेओ मग्गाणुसारिआ इट्ठफलसिद्धी ।।१।। लोयविरुद्धच्चाओ, गुरुजणपूया परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखण्डा ।।२।।
Page #254
--------------------------------------------------------------------------
________________
233
જયવીયરાય સૂત્ર सूत्रार्थ :
હે વીતરાગ હે જગતગુરુ તમે જય પાહે ભગવન, તમારા પ્રભાવથી મને ભવન નિર્વેદ, માર્થાનુસારિતા, ઈષ્ટ ફલસિદ્ધિ, લોકવિરુદ્ધનો ત્યાગ, ગુરુજનની પૂજ, પરાર્થકરણ, સદ્દગુરુન થગ, તેમના વચનની સેવા ક્યાં સુધી ભવ છે ત્યાં સુધી અખંડ પ્રાપ્ત થાવ. ॥१-२॥ ललितविस्तश:
अस्य व्याख्या, जय वीतराग! जगद्गुरु!-भगवतस्त्रिलोकनाथस्यामन्त्रणमेतत् भावसन्निधानार्थम्। भवतु मम त्वत्प्रभावतो जायतां मे त्वत्सामर्थ्येन; भगवन्! किं तदित्याह भवनिर्वेदः संसारनिर्वेदः, न ह्यतोऽनिर्विण्णो मोक्षाय यतते, अनिर्विण्णस्य तत्प्रतिबन्धात्, तत्प्रतिबद्धयत्नस्य च तत्त्वतोऽयत्नत्वात्; निर्जीवक्रियातुल्य एषः, तथा मार्गानुसारिता-असद्ग्रहविजयेन तत्त्वानुसारितेत्यर्थः, तथा इष्टफलसिद्धिः अविरोधिफलनिष्पत्तिः, अतो हीच्छाविघाताभावेन सौमनस्यं, तत उपादेयादरः, न त्वयमन्यत्रानिवृत्तीत्सुक्यस्य, इत्ययमपि विद्वज्जनवादः।
तथा लोकविरुद्धत्यागः लोकसंक्लेशकरणेन तदनर्थयोजनया महदेतदपायस्थानम्, तथा गुरुजनपूजा= मातापित्रादिपूजेतिभावः, तथा परार्थकरणं च-सत्त्वार्थकरणं च, जीवलोकसारं पौरुषचिह्नमेतत्, सत्येतावति लौकिके सौन्दर्ये लोकोत्तरधर्माधिकारीत्यत आह-शुभगुरुयोगो-विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः, अन्याथाऽपान्तराले सदोषपथ्यलाभतुल्योऽयमित्ययोग एव, तथा तद्वचनसेवना-यथोदितगुरुवचनसेवना, न जातुचिदयमहितमाहेति, न सकृत् नाप्यल्पकालमित्याह- आभवमखण्डा आजन्म आसंसारं वा संपूर्णा भवतु ममेति, एतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्गः, फलति चैतदचिन्त्यचिन्तामणेर्भगवतः प्रभावेनेति गाथाद्वयार्थः। ललितविस्तारार्थ :
આની વ્યાખ્યા સૂત્રની વ્યાખ્યા, હે વીતરાગ! હે જગદ્ગુરુ તમે જય પામો, આ=વીતરાગી જગદ્ગરુ ! તમે જય પામો એ, ભાવથી સંનિધાન માટે=ભાવથી વીતરાગ પોતાને આસન્નતર થાય તેને માટે, ત્રિલોકનાથ એવી ભગવાનને આમંત્રણ છે, હે ભગવન તમારા પ્રભાવથી મને થાવ તમારા સામર્થ્યથી મને થાવ તમને અવલંબીને મેં જે ચૈત્યવંદન કર્યું છે તેના સામર્થ્યથી મને થાવ, તે શું ? એથી કહે છેeતમારા સામર્થ્યથી મને શું થાય? એથી કહે છે – ભવનો નિર્વેદ=સંસારનો નિર્વેદ, f=જે કારણથી, આનાથી સંસારથી, અનિર્વેદવાળો મોક્ષ માટે યત્ન કરતો નથી; કેમકે અનિવેંદવાળાને તેનો પ્રતિબંધ છે સંસારના બાહ્ય ભાવોમાં સંશ્લેષ છે, અને તત્ પ્રતિબદ્ધ યત્નનું=સંસારના ભાવો પ્રત્યે સંશ્લેષવાળા જીવના મોક્ષને અનુકૂળ રત્નનું,
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
લલિતવિસ્તરા ભાગ-૩
તત્ત્વથી અયત્નપણું છે=સ્થૂલથી ધર્મની આચરણા હોવા છતાં મોક્ષને અનુકૂળ ધર્મની નિષ્પત્તિના અકારણરૂપ યત્ન હોવાથી અયત્નપણું છે, નિર્જીવ યિાતુલ્ય આ છે=ધર્મનો યત્ન છે, અને માર્ગાનુસારિતા મને પ્રાપ્ત થાવ એમ અન્વય છે=અસગ્રહના વિજયથી તત્ત્વ અનુસારિતા એ પ્રકારનો અર્થ છે=તત્ત્વને જોવાને અનુકૂળ જે બુદ્ધિ છે તેમાં અસદ્ આગ્રહ બાધક છે તેના વિજયથી તત્ત્વ અનુસારિતા માર્ગાનુસારિતા છે અને ઈષ્ટ ફલની સિદ્ધિ=અવિરોધી ફલની નિષ્પત્તિ=આત્મકલ્યાણમાં વિઘ્ન ન કરે તેવા અને આત્મકલ્યાણમાં સહાયક થાય તેવા અનુકૂળ સંયોગરૂપ ફલની નિષ્પત્તિ ઇષ્ટ ફ્લસિદ્ધિ છે, =િજે કારણથી, આનાથી ઇચ્છાના વિઘાતનો અભાવ થવાને કારણે સૌમનસ્ય છે=પોતાને જે ઈચ્છા હતી તેવા ઇષ્ટ ફળની સિદ્ધિ થવાથી ઈચ્છાના વિઘાતનો અભાવ થાય છે તેથી ચિત્ત અવ્યાકુળતારૂપ સૌમનસ્યને પ્રાપ્ત કરે છે, તેથી ઉપાદેયમાં આદર થાય છે=યત્ન થાય છે, વળી, આ=ઉપાદેયમાં આદર, અન્યત્ર=જીવનના ઉપાય આદિમાં, અનિવૃત્ત ઓત્સુક્યવાળા જીવને નથી=ઉપાદેયમાં યત્ન થતો નથી, એથી આ પણ=જીવનના ઉપાયભૂત ઈષ્ટ ફલની સિદ્ધિ પણ, ભગવાનના પ્રભાવથી ઇચ્છાય છે એ પ્રમાણે વિદ્વાનજનનો વાદ છે, અને લોકવિરુદ્ધનો ત્યાગ=લોકના સંક્લેશના કરણથી તેના અનર્થના યોજનને કારણે અર્થાત્ લોકોમાં અનર્થના યોજનને કારણે આ મોટું અપાય સ્થાન છે અર્થાત્ લોકવિરુદ્ધ આચરણ એ મોટા અનર્થનું કારણ છે માટે લોકવિરુદ્ધનો ત્યાગ કરવો જોઈએ એમ અન્વય છે, અને ગુરુજનની પૂજા=માતા-પિતા આદિની પૂજા એ પ્રકારનો ભાવ છે, અને પરાર્થકરણ= જીવોના પ્રયોજનનું કરણ, આ=પરાર્થકરણ એ, જીવલોકનો સાર પૌરુષ ચિહ્ન છે, આટલું લૌકિક સૌંદર્ય હોતે છતે=ભવનિર્વેદથી માંડીને પરાર્થકરણની માંગણી કરી એટલું લૌકિક સૌંદર્ય હોતે છતે, લોકોત્તર ધર્મનો અધિકારી થાય છે=લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ દ્વારા જીવ લોકોત્તર ધર્મનો અધિકારી થાય છે, આથી કહે છે=લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે કહે છે · શુભ ગુરુનો યોગ=વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યનો સંબંધ=પરમગુરુના વચનાનુસાર સ્વયં મોક્ષમાર્ગમાં પ્રસ્થિત હોય અને યોગ્ય જીવોને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે એવા વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યનો સંબંધ, અન્યથા=લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ થયા વગર શુભગુરુનો યોગ થાય તો, અપાંતરાલમાં=રોગનાશને અનુકૂળ યત્નનો પ્રારંભ કરવાના યત્નની મધ્યમાં, દોષવાળાને પથ્યના લાભ તુલ્ય=શરીરમાં દોષવાળા પુરુષને પથ્ય અન્નનો લાભ થાય તેના જેવો, આ=શુભગુરુનો યોગ છે, એથી અયોગ જ છે અને તેમના વચનની સેવા=યથાઉદિત એવા ગુરુના વચનની સેવા=પૂર્વમાં જેવા પ્રકારના શુભગુરુ કહ્યા તેવા શુભગુરુના વચનની સેવા, મને તમારા પ્રસાદથી પ્રાપ્ત થાવ એમ અન્વય છે.
-
કેમ તેમના વચનની સેવા મને પ્રાપ્ત થાવ ? એથી કહે છે
આ=શુભગુરુ, ક્યારેય અહિતને કહે નહિ, એથી તેમના વચનની સેવા મને પ્રાપ્ત થાવ એમ કૃતિનું યોજન છે, એક વખત નહિ, વળી, અલ્પકાળ નહિ એથી કહે છે જ્યાં સુધી ભવ છે ત્યાં સુધી અખંડ=જ્યાં સુધી જન્મ છે અથવા જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી મને સંપૂર્ણ, થાવ=ભવનિર્વેદ
=
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૫
જયવીયરાય સૂત્ર આદિ સર્વ સંપૂર્ણ થાવ, આટલા કલ્યાણની પ્રાપ્તિમાં અત્યાર સુધી ભવનિર્વેદ આદિની યાચના કરી એટલા કલ્યાણની પ્રાપ્તિમાં, શીધ્ર જ નિયમથી મોક્ષ છે અને અચિંત્યચિંતામણિ એવા ભગવાનના પ્રભાવથી આ=પ્રસ્તુત સૂત્ર દ્વારા ભગવાન પાસે યાચન, ફળે છે=પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. પંજિકા -
'अतो'हीत्यादि, अतः इष्टफलसिद्धेः, हिः यस्माद्, इच्छाविघाताभावेन अभिलाषभङ्गनिवृत्त्या किमित्याह- सौमनस्य-चित्तप्रसादः, ततः सौमनस्याद्, उपादेयादरः, उपादेये-देवपूजनादौ, आदरः प्रयत्नः, अन्यथापि कस्यचिदयं स्यादित्याशङ्क्याह- न तु-न पुनः, अयम् उपादेयादरः, अन्यत्र जीवनोपायादौ, अनिवृत्तौत्सुक्यस्य-अव्यावृत्ताकाङ्क्षातिरेकस्येति, तदौत्सुक्येन चेतसो विह्वलीकृतत्वात्। પંજિકાર્ય :
ગતો હીત્યાદિ .... વિદ્વત્ની તત્વાન્ | ગોહીત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, કિજે કારણથી, આનાથી=ઈષ્ટ લસિદ્ધિથી, ઈચ્છાના વિઘાતનો અભાવ હોવાથી અભિલાષના ભંગની નિવૃત્તિ હોવાથી અભિલાષ પૂર્ણ થવાથી, શું એથી કહે છે – સૌમનસ્પ=ચિતનો પ્રસાદ થાય છે, તેના કારણે=સૌમનસ્યને કારણે, ઉપાદેયમાં આદર થાય છે–દેવપૂજનાદિમાં પ્રયત્ન થાય છે, અન્યથા પણ=પોતાની ઈચ્છાઓ પૂર્ણ થયેલી ન હોય તોપણ, કોઈક જીવને આ=દેવપૂજનાદિમાં આદર, થાય એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ=ઉપાદેયમાં આદર=જિનપૂજાદિમાં યત્ન, અન્યત્ર જીવનના ઉપાય આદિમાં, અતિવૃત સુક્વવાળા જીવને અવ્યાવૃત આકાંક્ષાના અતિરેકવાળા જીવને, નથી= બાહ્યથી ઉપાદેયમાં યત્ન થાય તો પણ પરમાર્થથી જિનગણમાં ચિતનું યોજન થાય તે રીતે યત્ન થાય નહિ; કેમ કે તેના સુજ્યથી=પોતાને જે સંસારી પદાર્થોની ઈચ્છા છે અને તેની પ્રાપ્તિ થઈ નથી તે વિષયક ઓસ્ક્યથી, ચિત્તનું વિઘલીકૃતપણું છે=ચિત્તનું અસ્થિરપણું છે. ભાવાર્થ :
ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ચૈત્યને વંદન કર્યા પછી ભક્તિથી અત્યંત સંભૂત હૈયાવાળા સાધુ કે શ્રાવક ભગવાન પાસે યાચના કરવા માટે પ્રથમ હે વીતરાગ ! હે જગદ્ગુરુ ! તમે જય પામો, તેમ કહે છે ત્યારે ભગવાન વીતરાગ ત્રણ જગતના ગુરુ છે તેમને ભાવથી આસન્ન કરવા માટે આ પ્રકારનું આમંત્રણ કરે છે, જેમ રાજાને પોતાને અભિમુખ કરવા માટે વ્યવહારમાં હે રાજા !તમે જય પામો, તેમ કહેવાય છે, તેમ વીતરાગ એવા જગદ્ગુરુને પોતાની બુદ્ધિમાં સન્મુખ કરવા માટે આ પ્રમાણે સાધુ કે શ્રાવક બોલે છે, તેથી ઉપયોગપૂર્વક બોલનારા મહાત્માને સાક્ષાત્ બુદ્ધિરૂપી ચક્ષુ સન્મુખ વીતરાગ જગદ્ગુરુ દેખાય છે, ત્યારપછી તેમની પાસે યાચના કરતાં કહે છે – હે ભગવન્!તમારા સામર્થ્યથી મને ભવનિર્વેદ આદિ થાવ અર્થાત્ હું તમારું નિત્ય સ્મરણ કરું છું તેના બળથી તમને અવલંબીને મારામાં તેનું સામર્થ્ય પ્રગટે, જેથી મને
Page #257
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
૨૩૬
ભવનિર્વેદ આદિ ભાવો પ્રાપ્ત થાય. જોકે વિવેકી સાધુને કે શ્રાવકને ભવનિર્વેદ અવશ્ય વર્તે છે, તેથી જ વીતરાગની ભક્તિ કરીને ભવથી નિસ્તારની વાંછા કરે છે, તોપણ ભવનિર્વેદ અત્યંત સ્થિર થયો નથી જેથી તેના ઉત્કર્ષના બળથી મોક્ષને અનુકૂળ વીર્યનો ઉત્કર્ષ થાય, તેથી જ્યાં સુધી પોતે સંસારમાં છે ત્યાં સુધી અધિક અધિક ભવનિર્વેદ થાય તે માટે પ્રાર્થના કરે છે, તે ભવનિર્વેદની ઇચ્છા જ ભવનિર્વેદને અનુકૂળ યત્ન કરાવીને વિશિષ્ટ ભવનિર્વેદનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન પાસે ભવનિર્વેદની પ્રાર્થના કેમ કરી ? તેથી કહે છે – જેઓને ભવનિર્વેદ નથી તેઓ મોક્ષ માટે યત્ન કરી શકતા નથી; કેમ કે ભવના સુંદર ભાવોમાં તેમનું ચિત્ત પ્રતિબંધવાળું હોવાને કારણે તે ભાવોમાં ચિત્તનો સંશ્લેષ વર્તે છે, તેથી વીતરાગતાને અભિમુખ થાય તે રીતે ધર્મનું અનુષ્ઠાન પણ કરી શકતા નથી, તેથી વિષયમાં સંશ્લેષવાળા જીવોનો બાહ્યથી ધર્મઆચરણાનો યત્ન પણ તત્ત્વથી વીતરાગતાને અભિમુખ નહિ હોવાથી અયત્ન છે, તેથી જીવ વગરની કાયાતુંલ્ય ધર્મની પ્રવૃત્તિ છે અર્થાત્ તે ક્રિયાઓમાં મોક્ષને અનુકૂળ ચેતના રૂપ જીવ નથી, તેથી તે ક્રિયા વ્યર્થક્રિયા છે, આથી જ ભવથી નિર્વેદ પામેલા સાધુ અને શ્રાવકો ભગવાન પાસે યાચના કરીને ભવનિર્વેદને અભિમુખ અત્યંત ઇચ્છા કરે છે, તેના સંસ્કારના બળથી ઉત્તર-ઉત્તરના ભવોમાં પણ વિશેષ વિશેષ ભવનિર્વેદ પ્રાપ્ત થશે, જેથી મોક્ષને અનુકૂળ યત્ન સુખપૂર્વક થઈ શકે.
વળી, સાધુ અને શ્રાવક યાચના કરે છે કે મને જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી માર્ગાનુસારિતા પ્રાપ્ત થાવ અર્થાત્ અસગ્રહના ત્યાગપૂર્વક મોક્ષને અનુકૂળ તત્ત્વની પ્રાપ્તિ થાય તે પ્રકારની ચિત્તની પરિણતિ પ્રાપ્ત થાવ, વસ્તુતઃ સાધુ અને શ્રાવક મોક્ષમાર્ગમાં પ્રસ્થિત છે, તેથી તેઓમાં મોક્ષમાર્ગને અનુસારીપણું વર્તે છે જ, તોપણ જન્મજન્માંતરમાં તેની અસ્ખલિત પ્રાપ્તિ થાય તેવા માર્ગાનુસારી ભાવ પ્રત્યે પક્ષપાતના પરિણામને સ્થિર કરવા યત્ન કરે છે. જેમ જમાલીએ વૈરાગ્યપૂર્વક સંયમ ગ્રહણ કર્યું ત્યારે તેમનામાં માર્ગાનુસારિતા શ્રેષ્ઠ કોટીની હતી, છતાં નિમિત્તને પામીને અસગ્રહ પ્રગટ થયો, તેથી મૂઢમતિવાળા થયા, તેના કારણે સંયમની ક્રિયાઓ કરવા છતાં મોહનાશને અનુકૂળ તત્ત્વઅનુસારિતા નાશ પામી, તે રીતે પોતાની માર્ગાનુસારિતા નાશ ન પામે તેવા વિશુદ્ધ આશયપૂર્વક માર્ગાનુસારી ભાવ પ્રત્યે દૃઢ પક્ષપાત થાય અને તેના કારણે ઉત્ત૨ના કોઈ ભવમાં અસગ્રહના કારણે તત્ત્વઅનુસારિતા નાશ ન પામે તે માટે સાધુ અને શ્રાવક માર્ગાનુસારિતાની યાચના કરીને તે ભાવ પ્રત્યે દૃઢરાગ કેળવે છે, જેથી નિમિત્તને પામીને માર્ગાનુસારિતા નાશ પામે નહિ, પરંતુ ઉત્તરોત્તર અધિક અધિક માર્ગાનુસારિતા પ્રગટ થાય.
આ રીતે ભવનિર્વેદ અને માર્ગાનુસારિતાના બળથી મોક્ષને અનુકૂળ યત્ન સુખપૂર્વક થઈ શકે છે, આમ છતાં જ્યાં સુધી જીવને સંસારમાં ઉત્કટ ભવનિર્વેદ થયો નથી ત્યાં સુધી ઉત્તર-ઉત્તરમાં સુખપૂર્વક મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તે માટે પોતાને કોઈક અનુકૂળ સંયોગની ઇચ્છા હોય છે અને તે અનુકૂળ સંયોગો પ્રાપ્ત ન થાય તો તે ઇચ્છાથી તે મહાત્માનું ચિત્ત હંમેશાં વિઘાત પામે છે, તેથી તે મહાત્મા દેવપૂજાદિ ઉચિત કૃત્યોમાં દૃઢ યત્ન કરવા સમર્થ બનતા નથી, તેથી ચિત્તને નિરાકુળતાપૂર્વક ધર્મના અનુષ્ઠાનમાં પ્રવર્તાવવામાં બાધક એવી ઇચ્છાઓના શમન માટે ઇષ્ટ ફલસિદ્ધિની યાચના કરે છે. જોકે સાધુને સર્વથા ત્રણ ગુપ્તિ જ ઇષ્ટ છે
Page #258
--------------------------------------------------------------------------
________________
જયવીરરાય મૂંગા
૨૩૭ તોપણ દેહના પ્રતિકૂળ સંયોગ કે અન્ય કોઈ તથાવિધ પ્રતિકૂળ સંયોગ હોય તો નિરાકુળ ભાવથી સંયમમાં યત્ન થઈ શકે નહિ અને શ્રાવકને પણ પોતાના સંયોગ અનુસાર શારીરિક, કૌટુંબિક, આર્થિક સંયોગો પ્રતિકૂળ થાય ત્યારે તેને દૂર કરવાની ઇચ્છાથી તેઓનું ચિત્ત વ્યાકુળ રહે છે, જેના કારણે ધર્મમાં દઢ પ્રણિધાનપૂર્વક યત્ન થતો નથી, તેથી શ્રાવક અને સાધુ જગદ્ગુરુ પાસે ભક્તિના અતિશયથી યાચના કરે છે કે મારી ભૂમિકા અનુસાર ઉપાદેય એવાં દેવપૂજાદિ અનુષ્ઠાનોમાં વિજ્ઞકારી સંયોગો દૂર થાય, જેથી આ ભવમાં હું સુખપૂર્વક વિશિષ્ટ ધર્મ સેવીને યોગમાર્ગમાં દૃઢ યત્નવાળો થાઉ અને જ્યાં સુધી સંસારમાં છું ત્યાં સુધી દરેક ભવમાં તે તે ભવ અનુસાર જે ઇચ્છાઓને કારણે ધર્મઅનુષ્ઠાનમાં દઢ ઉદ્યમ સ્કૂલના પામતો હોય તેવી ઇચ્છાઓ શાંત થાય એ પ્રકારના ફળની મને પ્રાપ્તિ થાવ, આ પ્રકારે અભિલાષ કરવાથી પોતાના વિશુદ્ધ અધ્યવસાયને અનુરૂપ પોતાના જીવનમાં જે પ્રતિકૂળ સંયોગો છે તે દૂર થાય છે અને પોતાને ઇષ્ટ એવી ઇચ્છાઓની પૂર્તિ થાય છે તેના કારણે યોગમાર્ગની પ્રવૃત્તિમાં અલના વગર દઢ યત્ન થાય એવા સંયોગો તે મહાત્માને પ્રાપ્ત થાય છે અને તે મહાત્માના પ્રણિધાનને અનુરૂપ ઉત્તર-ઉત્તરના ભવમાં પણ સર્વત્ર ઇષ્ટ ફળની સિદ્ધિ થાય છે, જેથી સમ્યગુ ધર્મને સેવીને મોક્ષને અનુકૂળ મહાસત્ત્વનો સંચય કરી શકે છે.
વળી, જીવ સંસારઅવસ્થામાં મોહ વાસિત છે, તેથી અનાભોગથી કે મૂઢતાથી પણ લોકવિરુદ્ધ કૃત્યો કરીને લોકોને ધર્મ પ્રત્યે અનાદર થાય તેવો સંક્લેશ કરાવે છે, તેથી પોતાનાં કૃત્યો દ્વારા ઘણા યોગ્ય જીવોને ધર્મથી વિમુખ કરવામાં નિમિત્ત બને છે, તેથી તેવું લોકવિરુદ્ધ કૃત્ય મોટા અનર્થનું કારણ છે, તેથી વિવેકી સાધુ-શ્રાવક લોકવિરુદ્ધ કૃત્ય કરે નહિ, તોપણ અનાભોગ આદિથી લોકવિરુદ્ધ કૃત્ય ન થાય અને જન્માંતરમાં પણ લોકવિરુદ્ધ આચરણાની પ્રાપ્તિ ન થાય તેવો અધ્યવસાય દઢ કરવા માટે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી તેવા લોકવિરુદ્ધનો ત્યાગ પ્રાપ્ત થાય તેવી ભગવાન પાસે યાચના કરે છે.
વળી, માતા-પિતા આદિ ગુરુજનની પૂજા ઉચિત કૃત્ય સ્વરૂપ છે, તેથી દરેક જન્મમાં પોતે તેવાં ઉચિત કૃત્ય કરનાર થાય તેવી ઇચ્છા રાખે છે. જે જીવોમાં ક્ષુદ્ર પ્રકૃતિ છે તેઓ વર્તમાનના ભવમાં માતા-પિતા આદિ દ્વારા જે પોતાના ઉપર દેહપાલન આદિ ઉપકાર થયો છે તેના કારણે પણ તેઓની ભક્તિ આદિ કરતા નથી તેવા શુદ્ર જીવો ધર્મ સેવીને પણ ઉત્તમ પ્રકૃતિ પ્રગટ કરી શકે નહિ, તેથી વિવેકી સાધુ-શ્રાવક સામાન્યથી પોતાની ભૂમિકા અનુસાર ગુરુજનની પૂજા કરનારા જ હોય છે, કદાચ અજ્ઞાનવશ તે પ્રકારે યત્ન ન થયો હોય તો પ્રસ્તુત સૂત્રના બળથી જાણીને અવશ્ય તે પ્રકારે યત્ન કરે છે. તોપણ દરેક ભવમાં તેવી સુંદર પ્રકૃતિ પોતાને પ્રાપ્ત થાય માટે પ્રસ્તુતમાં ગુરુજનપૂજાની યાચના કરે છે.
વળી, બીજા જીવોના હિતને અનુકૂળ પ્રયત્ન કરનાર હું થાકે એ માટે પરાર્થકરણની યાચના કરે છે જે જીવલોકનો સાર છે સંસારમાં વર્તતા જીવોનો શ્રેષ્ઠ અધ્યવસાય છે અને આ વાસ્તવિક પુરુષાર્થનું ચિહ્ન છે; કેમ કે સર્વ જીવોનું હિત થાય તે પ્રકારની વિવેકપૂર્વકની ઉચિત પ્રવૃત્તિ સ્વ-પરના કલ્યાણનું પ્રબળ કારણ છે.
આ રીતે ભવનિર્વેદ આદિથી માંડીને પરાર્થકરણ સુધીની માંગણી કરી તે લૌકિક સૌંદર્ય છે; કેમ કે સર્વ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૮
લલિતવિસ્તરા ભાગ-૩ દર્શનમાં રહેલા શિષ્ટ લોકો ભવનિર્વેદ આદિવાળા જીવોને જ ઉત્તમ જીવો છે તેમ સ્વીકારે છે અને આવું લૌકિક સૌંદર્ય જેઓને પ્રગટ થયું છે તેઓ લોકોત્તર ધર્મના અધિકારી છે અર્થાત્ તેવા જીવોને લોકોત્તર ધર્મ સુખપૂર્વક પરિણમન પામે છે અને જેમાં લૌકિક સૌંદર્ય નથી તેઓ બાહ્યથી લોકોત્તર ધર્મની આચરણા કરતા હોય તો પણ લોકોત્તર ધર્મને પરિણમન પમાડવાને અનુકૂળ લૌકિક સૌંદર્ય નહિ હોવાથી લોકોત્તર ધર્મ પરિણમન પામતો નથી, તેથી દરેક ભવમાં લોકોત્તર ધર્મને અનુકૂળ લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ કર્યા પછી લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે “મને દરેક ભવમાં શુભ ગુરુનો યોગ પ્રાપ્ત થાવ, શુભગુરુ તે જ છે કે જેઓ પરમગુરુના વચનના પરમાર્થને જાણીને યોગ્ય જીવોને પરમગુરુના વચનાનુસાર મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકે અને પોતે પણ શક્તિના પ્રકર્ષથી પરમગુરુના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સંસારનો ક્ષય કરી રહ્યા છે તેવા ગુરુનો યોગ અને પ્રાપ્ત થાય અને જો લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ વગર તેવા ગુરુનો યોગ થાય તોપણ દોષવાળા રોગીને પથ્યના લાભની જેમ ગુણકારી થતો નથી, તેથી લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ વગર વિશિષ્ટ ગુરુનો યોગ અયોગ જ છે અર્થાત્ નિષ્ફળ છે, પરંતુ ઔષધ દ્વારા દોષોને દૂર કર્યા પછી પથ્યના સેવન દ્વારા દેહની પુષ્ટિ થાય છે તેમ લૌકિક સૌંદર્યની યાચના પછી તેવી ભૂમિકાને પામીને હું સદ્ગુરુના યોગને પ્રાપ્ત કર્યું, જેથી મારા માટે સદ્ગુરુનો યોગ નિષ્ફળ ન થાય.
વળી, તેવા ગુરુને પામ્યા પછી પણ મન-વચન-કાયાના દૃઢ વ્યાપારપૂર્વક તેમના વચનના સેવન વગર કલ્યાણની પ્રાપ્તિ નથી, તેથી અભિલાષ કરાય છે કે દરેક ભવમાં તેવા ઉત્તમ ગુરુના વચનનું સમ્યક્ પાલન કરવાને અનુકૂળ પરિણતિવાળો હું થાઉં; કેમ કે તેવા ઉત્તમ ગુરુ ક્યારે પણ અહિત કહે નહિ, તેથી તેઓના વચનની સેવા જ એક મારું હિત છે તેવી બુદ્ધિને સ્થિર કરવા માટે અને જન્મજન્માંતરમાં તેની પ્રાપ્તિ માટે ગુરુના વચનની સેવના મને પ્રાપ્ત થાવ એમ પ્રાર્થના કરાય છે.
વળી, આ ભવનિર્વેદ આદિ એક વખત પ્રાપ્ત થાય તેનાથી ઇષ્ટ સિદ્ધિ થતી નથી, અલ્પકાળ પ્રાપ્ત થાય તેનાથી પણ ઇષ્ટ સિદ્ધિ થતી નથી તેથી કહે છે – જ્યાં સુધી મારો જન્મ છે અથવા જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી ભવનિર્વેદ આદિ બધા ભાવો મને પ્રાપ્ત થાવ; કેમ કે આટલા ભાવોની પ્રાપ્તિ થતાં શીધ્ર જ નિયમથી મોક્ષ છે; કેમ કે આ ભવનિર્વેદ આદિ સર્વ ભાવો ભવના ઉચ્છેદને કરાવીને મોક્ષને અનુકૂળ દૃઢ યત્ન કરાવવામાં પ્રબળ કારણ છે અને ભગવાન અચિંત્ય ચિંતામણિ છે, તેથી ભગવાનના ગુણોનું સ્મરણ કરીને તેમની પાસે તે ભાવોની યાચના કરવાથી તેમના પ્રભાવથી પોતાની યાચના ફલવાળી થાય છે. લલિતવિસ્તરા :
सकलशुभानुष्ठाननिबन्धनमेतद् अपवर्गफलमेव, अनिदानम्, तल्लक्षणायोगादिति दर्शितम्, असङ्गतासक्तचित्तव्यापार एष महान्, न च प्रणिधानाद् ऋते प्रवृत्त्यादयः, एवं कर्तव्यमेवैतदिति, प्रणिधानप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगानामुत्तरोत्तरभावात् आशयानुरूपः कर्मबन्ध इति न खलु तद्विपाकतोऽस्यासिद्धिः स्यात्, युक्त्यागमसिद्धमेतत्, अन्यथा प्रवृत्त्याद्ययोगः, उपयोगाभावादिति।
नानधिकारिणामिदम्, अधिकारिणश्चास्य य एव वन्दनाया उक्ताः, तद्यथा-एतद्बहुमानिनो
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૯
જયવીયરાય સૂત્ર विधिपरा उचितवृत्तयश्चोक्तलिङ्गा एव, प्रणिधानलिङ्गं तु विशुद्धभावनादिः यथोक्तं, 'विशुद्धभावनासारं, तदर्थापितमानसम्। यथाशक्तिक्रियालिग, प्रणिधानं मुनिर्जगौ।।१।।' इति। स्वल्पकालमपि शोभनमिदं, सकलकल्याणाक्षेपात्। લલિતવિસ્તરાર્થ:
બધા શુભાનુષ્ઠાનનું કારણ આ=પ્રસ્તુત વાચન, અપવર્ગના ફલવાળું જ છે, અનિદાન છે; કેમ કે તેના લક્ષણનો અયોગ છેઃનિદાનના લક્ષણનો અયોગ છે એ પ્રમાણે પૂર્વમાં લોગસ્સ સૂત્રની છઠી ગાથામાં બતાવાયેલું છે, અસંગમાં આસક્ત ચિત્તનો વ્યાપાર આ મહાન છે અને પ્રણિધાન વગર પ્રવૃત્તિ આદિ નથી, એ રીતે=પ્રણિધાનથી પ્રવૃત્તિ આદિ થાય છે એ રીતે, આ= પૂર્વમાં કરેલું યાચન, કર્તવ્ય જ છે, રૂતિ શબ્દ પ્રસ્તુત પ્રાર્થન કેમ કરવું જોઈએ? તે કથનની સમાપ્તિ અર્થક છે, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગનો ઉત્તરોતર ભાવ હોવાથી આશયને અનુરૂપ કર્મબંધ છે, એથી ખરેખર ! તેના વિપાકથી=પ્રણિધાનરૂપ યાચના કરવાથી બંધાયેલા કર્મના વિપાકથી, આની અસિદ્ધિ નથી–ઉત્તરોતર શુભ અનુષ્ઠાનની અસિદ્ધિ નથી, આ શુભ કર્મના વિપાકથી ઉત્તરોત્તર શુભ અનુષ્ઠાન થાય છે એ, યુક્તિથી અને આગમથી સિદ્ધ છે, અન્યથા શુભ કર્મના વિપાકથી ઉત્તર-ઉત્તરના શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી ન હોય તો પ્રવૃત્તિ આદિનો અયોગ છે; કેમ કે ઉપયોગનો અભાવ છે. (ઉપાયનો અભાવ છે.) નોંધ:પુસ્તકમાં ૩યોમાવા એ પ્રકારનો પાઠ છે પરંતુ સંદર્ભથી પાયામાવા પાઠ હોવાની સંભાવના છે.
અનધિકારીને આ=પ્રણિધાન, નથી અને આના અધિકારી=પ્રણિધાનના અધિકારી, જે જ વંદનાના કહેવાયા છે=વંદનાના અધિકારી કહેવાયા છે તે જ છે, તે આ પ્રમાણે – આના બહમાનવાળા વિધિમાં તત્પર અને ઉચિત પ્રવૃત્તિવાળા ઉક્ત લિંગવાળા જ છે ધર્મના અધિકારી જે અર્થી-સમર્થ આદિ લિંગવાળા કહ્યા છે તે ઉક્ત લિંગવાળા જ છે, વળી, પ્રણિધાનનું લિંગ વિશુદ્ધ ભાવનાદિ છે, જે પ્રમાણે કહેવાયું છે – મુનિએ વિશુદ્ધ ભાવનાસાર તદ્ અર્થમાં અર્પિત માનસવાળા યથાશક્તિ ક્રિયા લિંગવાળા પ્રણિધાનને કહ્યું છે. સ્વલ્પ કાળવાળું પણ જયવીયરાય સૂત્ર બોલતી વખતે થતા અલ્પ કાળવાળું પણ, આ પ્રણિધાન શોભન છે; કેમ કે સકલ કલ્યાણનો આક્ષેપ છે.
પંજિકા–
'स्वल्पेत्यादि, स्वल्पकालमपि-परिमितमपि कालं, शोभनम् उत्तमार्थहेतुतया, इदं-प्रणिधानम्, कुत इत्याह- सकलकल्याणाक्षेपात्-निखिलाभ्युदयनिःश्रेयसावन्थ्यनिबन्धनत्वात्। પંજિકાર્ય - “જેહિ .. નિન્યનત્વાન્ શ્વેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, સ્વલ્પ કાળવાળું
Page #261
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
પણ=પરિમિત કાળવાળું પણ, આ=પ્રણિધાન, ઉત્તમાર્થનું હેતુપણું હોવાથી શોભન છે, કયા કારણથી ઉત્તમાર્થનું હેતુ છે ? એથી કહે છે સકલ કલ્યાણનો આક્ષેપ હોવાથી=સંપૂર્ણ અભ્યુદય અને મોક્ષનું અવંધ્યકારણપણું હોવાથી, ઉત્તમાર્થનો હેતુ છે.
૪૦
–
ભાવાર્થ:
પૂર્વમાં જયવીયરાયની બે ગાથાનો અર્થ કર્યો તેમાં ભવનિર્વેદ આદિ આઠ વસ્તુની યાચના કરી તે પ્રણિધાન છે અને તે પ્રણિધાન સર્વ શુભ અનુષ્ઠાનનું કારણ છે, તેથી જેઓ પ્રણિધાન આશયપૂર્વક તે સૂત્ર બોલે છે તેઓને પોતાની ભૂમિકા અનુસાર સકલ શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે અને અંતે તે મોક્ષફળવાળું બને છે; કેમ કે તે મહાત્માને જન્માંત૨માં પ્રણિધાન આશયથી સદ્ગુરુનો યોગ અને તેમના વચનની સેવા અતિશય-અતિશયતર મળે છે અને તે મહાત્મા તે ભવમાં પ્રાપ્ત થયેલી શક્તિ અનુસાર સદ્ગુરુને પરતંત્ર થઈને સર્વ ઉદ્યમથી શુભ અનુષ્ઠાન સેવશે, તેથી અવશ્ય મોક્ષરૂપ ફળ પામશે.
અહીં પ્રશ્ન થાય કે ભવનિર્વેદ આદિની પ્રાપ્તિની આશંસા પ્રસ્તુત સૂત્રમાં કરાઈ છે, તેથી આશંસારૂપ પ્રણિધાનની પ્રાપ્તિ થશે જે આશંસા મોક્ષપ્રાપ્તિમાં બાધક બનશે, તેના નિરાકરણ માટે કહે છે – પ્રસ્તુત પ્રણિધાન નિદાન નથી; કેમ કે નિદાનના લક્ષણનો અયોગ છે, એ પ્રમાણે લોગસ્સ સૂત્રની છઠ્ઠી ગાથામાં બતાવેલ છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રસ્તુત પ્રણિધાન નિદાન નથી તો શું છે ? કે જેથી મોક્ષનું કારણ બને છે ? તેથી કહે છે અસંગતામાં આસક્ત એવો ચિત્તનો વ્યાપાર આ મહાન છે; કેમ કે ભવનિર્વેદ આદિની ઇચ્છા અત્યંત ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપ છે અને અંતે સદ્ગુરુનો યોગ અને તેમના વચનની સેવાની ઇચ્છા કરી તે સદ્ગુરુ ‘પોતાનામાં અસંગશક્તિ પ્રગટ થાય તેવી ક્રિયા કરાવે છે' તેથી છે, માટે ભવનિર્વેદ આદિની ઇચ્છા અસંગતામાં આસક્ત ચિત્તવ્યાપારરૂપ છે, તેથી પ્રસ્તુત પ્રણિધાન મોક્ષનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે ભવનિર્વેદ આદિમાં યત્ન કરવાથી મોક્ષફળની પ્રાપ્તિ થાય તેને છોડીને ‘મને ભવનિર્વેદ આદિ પ્રાપ્ત થાવ' એ પ્રકારનું પ્રણિધાન કરવાથી શું ? તેથી કહે છે – પ્રણિધાન વગર પ્રવૃત્તિ આદિ આશયો આવતા નથી, એથી મોક્ષના અર્થીએ ભવનિર્વેદ આદિ ભાવોમાં પ્રવૃત્તિ આદિ પ્રગટ કરવા માટે પ્રણિધાન આશય કર્તવ્ય છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે જેઓ પ્રવૃત્તિ આદિ આશયમાં સાક્ષાદ્ યત્ન કરી શકતા નથી તેઓ ભવનિર્વેદ આદિ ક૨વાના અભિલાષરૂપ પ્રણિધાન કરે તેનાથી શું પ્રાપ્ત થાય ? તેથી કહે છે – પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ પૂર્વ-પૂર્વના ભાવને પ્રાપ્ત કરીને ઉત્તર-ઉત્તરના ભાવને પ્રાપ્ત કરે છે, તેથી પ્રવૃત્તિ આદિ આશયની પ્રાપ્તિના અર્થીએ પણ પ્રણિધાનમાં યત્ન કરવો જોઈએ, કેમ તેથી કહે છે આશયને અનુરૂપ કર્મબંધ થાય છે અને તે કર્મબંધના વિપાકથી પ્રવૃત્તિ આદિ આશયની અસિદ્ધિ નથી.
આશય એ છે કે જેઓ ભવનિર્વેદ આદિ ભાવોનાં યથાર્થ સૂક્ષ્મ અર્થનો બોધ કરીને દૃઢ ઉપયોગપૂર્વક ભવનિર્વેદ આદિ ભાવોની પ્રાપ્તિનો અભિલાષ કરે છે તેઓને તે વખતે વર્તતા આશયને અનુરૂપ કર્મબંધ
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૧
જયવીરાય સૂત્ર થાય છે અને તે પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ હોય છે અને જ્યારે તે કર્મ વિપાકમાં આવે છે ત્યારે તે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને કારણે ભવનિર્વેદ આદિ ભાવોમાં યત્ન કરવાની ઇચ્છા થાય છે, જેથી ઉત્તરઉત્તરના ભવોમાં ભવનિર્વેદ આદિ ભાવોમાં પ્રવૃત્તિ આશયની પ્રાપ્તિ થશે
વળી, પ્રણિધાનથી બંધાયેલા પુણ્યને કારણે પ્રવૃત્તિ આદિ આશયો પ્રાપ્ત થાય છે એ યુક્તિ અને આગમથી સિદ્ધ છે અર્થાત્ યુક્તિથી સિદ્ધ છે અને આગમવચનથી સિદ્ધ છે, અન્યથા=પ્રણિધાનથી ઉત્તરઉત્તરમાં પ્રવૃત્તિ આદિ થાય છે તેમ ન માનવામાં આવે તો, પ્રવૃત્તિ આદિ આશયોનો અયોગ પ્રાપ્ત થાય; કેમ કે ઉપાયનો અભાવ છે અર્થાત્ ભવનિર્વેદ આદિ ભાવોની ઇચ્છા જ ભવનિર્વેદ આદિ ભાવોમાં પ્રવૃત્તિ કરાવે છે અને પ્રણિધાન આશય ભવનિર્વેદ આદિ ભાવોની ઇચ્છા સ્વરૂપ છે અને તે ઇચ્છા ન થાય તો પ્રવૃત્તિ આદિ આશયો પ્રાપ્ત થાય નહિ, માટે પ્રવૃત્તિ આદિ આશયોનો ઉપાય પ્રણિધાન આશય જ છે, તેથી યુક્તિથી પણ સિદ્ધ થાય છે કે ભવનિર્વેદ આદિ ભાવોની ઇચ્છા જ ભવનિર્વેદ આદિમાં પ્રવૃત્તિ કરાવશે અને ભવનિર્વેદ આદિ ભાવોમાં થતી પ્રવૃત્તિ તેમાં થતી અલનારૂપ વિપ્નનો જય કરીને સ્થિર બને છે, ત્યારપછી તે ભવનિર્વેદ આદિ ભાવો જીવની પ્રકૃતિરૂપે સ્થિર થાય છે, ત્યારપછી તે ભાવો જ અન્ય યોગ્ય જીવોમાં વિનિયોગરૂપે પરિણમન પામે છે, તેથી પ્રણિધાન આશય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વિનિયોગ આશયનું કારણ છે તેમ અનુભવથી પણ સિદ્ધ થાય છે અને પ્રસ્તુત સૂત્રમાં મોક્ષના અર્થી સાધુ અને શ્રાવક ભવનિર્વેદ આદિનું પ્રણિધાન કરે છે તે આગમવચનથી પણ સિદ્ધ થાય છે કે આ રીતે ઇચ્છા કરવાથી જ ક્રમસર તે ભાવો જીવની પ્રકૃતિરૂપ થશે, જેનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થશે.
આ રીતે પ્રસ્તુત પ્રણિધાન મોક્ષનું કારણ કઈ રીતે છે તે સ્પષ્ટ કર્યું. હવે જેઓ પ્રસ્તુત સૂત્ર બોલે છે તે સર્વને તે સૂત્ર મોક્ષનું કારણ થતું નથી; કેમ કે અધિકારી જ તે સૂત્ર બોલીને પ્રણિધાનને પ્રાપ્ત કરે છે તે બતાવવા માટે કહે છે – અનધિકારી જીવોને પ્રસ્તુત સૂત્ર બોલવા છતાં પ્રણિધાન થતું નથી અર્થાત્ ભવનિર્વેદ આદિ પ્રાપ્ત કરીને મારે અસંગપરિણતિને પ્રગટ કરવી છે એવા દઢ સંકલ્પપૂર્વક સૂત્ર બોલાતું નથી.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષનું કારણ બને તે પ્રકારે પ્રણિધાન કરવા માટે કોણ અધિકારી છે? તે બતાવવા માટે કહે છે – પૂર્વમાં ચૈત્યવંદન કરવાના અધિકારી કોણ છે તે બતાવવા માટે કહેલું કે અર્થી, સમર્થ અને શાસ્ત્રથી જેનો નિષેધ ન કરાયો હોય તેવા પુરુષો જ ધર્મના અધિકારી છે અને તેઓને ચૈત્યવંદન પ્રત્યે અત્યંત બહુમાન હોય,વિધિમાં તત્પર હોયઆલોક અને પરલોકનાં અનુષ્ઠાનો જે રીતે હિતનું કારણ બને તે રીતે સેવવામાં તત્પર હોય, અને ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય તેવા જીવો જ ચૈત્યવંદન કરવાના અધિકારી છે અને તેઓ જ પ્રસ્તુત પ્રણિધાન કરવાના પણ અધિકારી છે; કેમ કે તેઓને ભવનિર્વેદ આદિ ભાવોમાં બહુમાન વર્તે છે, વિધિપૂર્વક આ લોકની અને પરલોકની પ્રવૃત્તિ કરનારા છે, તેથી મૂઢમતિથી ધર્મ કરનારા નથી, પરંતુ હિતનું કારણ બને તે રીતે જ વિચારીને પ્રવૃત્તિ કરનારા છે અને સંસારમાં પણ ક્લેશની પ્રાપ્તિ ન થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારા છે અને તેઓ જ ભવનિર્વેદ આદિ ભાવોના અર્થી છે અને ઉચિત યત્ન કરીને તે ભાવોને પ્રગટ કરે એવા સત્ત્વવાળા છે માટે સમર્થ છે અને ધર્મ પ્રધાન મતિ
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
લલિતવિર ભાગ-૩
હોવાથી ધર્મને અવિરુદ્ધ જ અર્થકામ સેવનારા છે, તેથી શાસ્ત્રમાં તેને અધિકારી તરીકે સ્વીકાર્યા છે અને તેવા જ સાત્ત્વિક જીવો પ્રણિધાન કરવા સમર્થ છે અને તેઓનું જ કરાયેલું પ્રણિધાન ઉત્તર-ઉત્તરના આશયની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે.
અહીં પ્રશ્ન થાય કે આ જીવે પ્રસ્તુત સૂત્ર બોલીને પ્રણિધાનને પ્રાપ્ત કર્યું છે કે નહિ, તેને જાણવાનું લિંગ શું છે ? તેથી પ્રણિધાનનું લિંગ બતાવે છે – વિશુદ્ધ ભાવનાદિ પ્રણિધાનનું લિંગ છે, તેને જ સાક્ષીપાઠથી સ્પષ્ટ કરે છે – જે ભવનિર્વેદ આદિની યાચના કરાય છે તે ભાવો તરફ અત્યંત અભિમુખ થયેલું ચિત્ત હોય તો વિશુદ્ધ ભાવનાપ્રધાન એવું પ્રણિધાન બને છે. વળી, બોલાતાં સૂત્રોમાં તે મહાત્માનું માનસ અર્પિત હોય તો તે ભાવોને તે મહાત્મા સ્પર્શે છે અને પોતાની શક્તિને અનુરૂપ જે ભાવોની યાચના કરે છે તેને અનુકૂળ ક્રિયાઓ કરે છે તેવા મહાત્માને પ્રણિધાન નામનો આશય છે એમ મુનિઓ કહે છે.
અહીં પ્રશ્ન થાય કે અધિકારી પણ ચૈત્યવંદન કરતી વખતે જયવીયરાય સૂત્રથી પ્રણિધાન કરે છે તે સ્વલ્પ કાળવાળું છે, તેટલા કાળમાત્રના પ્રયત્નથી મોહનો નાશ કરવાને અનુકૂળ સર્વ કલ્યાણની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તેથી કહે છે – અલ્પકાળવાળું પણ આ પ્રણિધાન શોભન છે અર્થાત્ જેઓ ફરી ફરી તે ભાવોનું ભાવન કરીને દીર્ધકાળ સુધી ભવનિર્વેદ આદિનો અભિલાષ કરે છે તે તો શોભન છે જ, પરંતુ કોઈ મહાત્મા તેવું ન કરી શકે તેઓ પણ પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે દઢ પ્રણિધાન કરે એ શોભન જ છે.
કેમ અલ્પકાલવાળું પ્રણિધાન શોભન છે? તેથી કહે છે – સકલ કલ્યાણનો આક્ષેપ થાય છે અર્થાત્ સૂત્ર બોલતી વખતે ભવનિર્વેદ આદિ શબ્દોના અર્થોમાં જેમનું અર્પિત માનસ છે તેઓમાં તે ભાવો પ્રત્યે દઢ પક્ષપાતના સંસ્કારો પડે છે અને ભવનિર્વેદ આદિ ભાવો જ મારા હિતનું એક કારણ છે તેવી દૃઢમતિ વર્તે છે તેના ઉત્તમ સંસ્કારોને કારણે જન્મજન્માંતરમાં ફરી તેવી શોભન મતિ થશે, જેથી ભવનિર્વેદ આદિ ભાવોને સેવીને ગુણવાન ગુરુને પ્રાપ્ત કરીને તેમને પરતંત્ર થશે અને તે ઉત્તમ પુરુષના ઉપદેશના બળથી તેમના આત્મામાં અસંગશક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે, તેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે, તેથી પ્રસ્તુત પ્રણિધાનથી સર્વ કલ્યાણનો આક્ષેપ થાય છે, માટે અલ્પકાળવાળું પણ પ્રણિધાન શોભન છે. લલિતવિસ્તરા :
अतिगम्भीरोदारमेतत्, अतो हि प्रशस्तभावलाभाद्विशिष्टक्षयोपशमादिभावतः प्रधानधर्मकायादिलाभः, तत्रास्य सकलोपाधिशुद्धिः, दीर्घकालनैरन्तर्यसत्कारासेवनेन श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञावृद्ध्या। લલિતવિસ્તરાર્થ -
આ=પ્રણિધાન, અતિગંભીર અને ઉદાર છે=પ્રણિધાન સૂત્રના શબ્દોનું તાત્પર્ય સૂક્ષ્મબુદ્ધિગમ્ય હોવાથી અતિગંભીર છે અને આત્માના ઉત્તમ આશયનું કારણ હોવાથી ઉદાર છે, હિ=જે કારણથી, આનાથી=પ્રણિધાનથી, પ્રશસ્તભાવનો લાભ થવાને કારણે વિશિષ્ટ ક્ષયોપશમ આદિ ભાવ થવાથી પ્રધાન ધર્મકાયાદિનો લાભ છે, ત્યાં ધર્મકાયાદિના લાભમાં, દીર્ઘકાલ નિરંતરપણાથી
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪3
જયવીયરાય સૂત્ર સત્કારપૂર્વક આસેવનને કારણે શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ થવાથી આને=પ્રણિધાન કરનાર મહાત્માને, સકલ ઉપાધિની શુદ્ધિ છે. પંજિકા -
इदमेव भावयति'अतिगम्भीरोदारमिति प्राग्वत्, एतत्-प्रणिधानं, कुत इत्याह- अतः प्रणिधानाद, हिः यस्मात्, प्रशस्तभावलाभात् रागद्वेषमोहैरच्छुप्तपरिणामप्राप्तेः, किमित्याह- विशिष्टस्य-मिथ्यात्वमोहनीयादेः शुद्धमनुजगतिसुसंस्थानसुसंहननादेश्च कर्मणो यथायोगं क्षयोपशमस्य-एकदेशक्षयलक्षणस्य, 'आदि'शब्दाद् बन्धस्य, भावतः सत्तायाः, प्रेत्य प्रधानधर्मकायादिलाभः प्रधानस्य-दृढसंहननशुभसंस्थानतया सर्वोत्कृष्टस्य, धर्मकायस्य-धाराधनारीशरीरस्य, 'आदि'शब्दादुज्ज्वलकुलजात्यायुर्देशकल्याणमित्रादेः, लाभः प्राप्तिः, ततः किमित्याह- तत्र-धर्मकायादिलाभे, अस्य-प्रणिधानकर्तुः, सकलोपाधिविशुद्धिः प्रलीननिखिलकलकस्थानतया सर्वविशेषणशुद्धिः, कथमित्याह,-दीर्घकालं-पूर्वलक्षादिप्रमाणतया, नैरन्तर्येण=निरन्तरायसातत्येन, સરસ્વ=બિનપૂના, માસેવન નુભવઃ, તેન, શ્રદ્ધા=શુદ્ધમારિ , વીર્થસનુષ્ઠાન, स्मृतिः अनुभूतार्थविषया ज्ञानवृत्तिः, समाधिः=चित्तस्वास्थ्यं, प्रज्ञा=बहुबहुविधादिगहनविषयाऽवबोधशक्तिः, तासां वृद्ध्या प्रकर्षण, अनासेवितसत्कारस्य हि जन्तोरदृष्टकल्याणतया तदाकाङ्क्षाऽसंभवेन चेतसोऽप्रसन्नत्वात् श्रद्धादीनां तथाविधवृद्ध्यभाव इति। પંજિકાર્ય -
નેવ માવતિ .. તથવિઘવૃધ્યભાવ રૂતિ છે. આને જ ભાવન કરે છે=સ્વલ્પકાળ સેવાયેલું પ્રણિધાન પણ સકલ કલ્યાણનું આક્ષેપક હોવાથી શોભન છે એમ પૂર્વમાં કહ્યું એને જ સ્પષ્ટ કરે છે – અતિગંભીર ઉદાર એ શબ્દનો અર્થ પૂર્વની જેમ છત્રસિદ્ધ ભો ! પયઓ એ ગાથામાં બતાવેલ એ પ્રમાણે ઘણા શ્રત આવરણના ક્ષયોપશમથી લભ્યપણું હોવાને કારણે અતિગંભીર અને સકલ સુખનું સાધકપણું હોવાથી ઉદાર આ પ્રણિધાન છે=અતિગંભીર ઉદાર આ પ્રણિધાન છે, કયા કારણથી ગંભીર ઉદાર છે? એથી કહે છે – દિ=જે કારણથી, આનાથી=પ્રણિધાનથી, પ્રશસ્તભાવનો લાભ હોવાને કારણે=રાગ-દ્વેષ-મોહથી નહિ સ્પર્શાયેલા પરિણામની પ્રાપ્તિ હોવાને કારણે, શું? શું પ્રાપ્ત થાય છે ? એથી કહે છે = વિશિષ્ટ એવા ક્ષયોપશમ આદિનો ભાવ હોવાથીમિથ્યાત્વ મોહનીય આદિ અને શુદ્ધ મનુષ્યગતિ-સુંદર સંસ્થાન-સુંદર સંઘયણ આદિ કર્મનો યથાયોગ્ય ક્ષયોપશમ આદિ ભાવ હોવાથી અર્થાત્ એક દેશ ક્ષયરૂપ ક્ષયોપશમ અને આદિ શબ્દથી બંધની સત્તા હોવાથી, પ્રત્ય=જન્માંતરમાં, પ્રધાન ધર્મકાયાદિનો લાભ છે=દઢ સંઘયણ શુભ સંસ્થાનપણું હોવાને કારણે સર્વોત્કૃષ્ટ એવા ધર્મ-આરાધનાને યોગ્ય શરીરનો લાભ છે અર્થાત્ પ્રાપ્તિ છે, આદિ શબ્દથી ઉજ્જવળ કુળ-ઉજ્જવળ જાતિ-દીર્ઘ આયુષ્ય-સુંદર દેશ-કલ્યાણમિત્ર આદિની પ્રાપ્તિ છે, તેનાથી શું?=પ્રધાન
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૪
લલિતવિક્તશ ભાગ-૩ ધર્મકાયાદિની પ્રાપ્તિ થાય છે તેનાથી શું? એથી કહે છે – ત્યાં=ધર્મકાયાદિના લાભમાં, આ=પ્રણિધાન કરનારને, સકલ ઉપાધિની વિશુદ્ધિ થાય છે=નાશ થયેલા íકનું સ્થાનપણું હોવાને કારણે સર્વ વિશેષણની શુદ્ધિ છે=મોક્ષને અનુકુળ સર્વયોગ્યતારૂપ વિશેષણની પ્રાપ્તિ છે, કેવી રીતે એથી કહે છે=જન્માંતરમાં તે મહાત્માને ધર્મકાયાદિની પ્રાપ્તિને કારણે સર્વ ઉપાધિની વિશુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તેમાં હેતુ કહે છે – પૂર્વ લાખ વર્ષ આદિ પ્રમાણપણું હોવાને કારણે દીર્ધકાળ નિરંતરપણાથી= નિરંતપણારૂપે સાતત્યથી, જિનપૂજારૂપ સત્કારનું આસેવન–અનુભવ, તેનાથી શ્રદ્ધા શુદ્ધમાર્ગની રુચિ, વીર્ય અનુષ્ઠાનશક્તિ, સ્મૃતિ=અનુભૂત અર્થના વિષયવાળી જ્ઞાનની વૃત્તિ, સમાધિ=ચિત્તનું સ્વાસ્થ, પ્રજ્ઞા=બહુ-બહુવિધ આદિ ગહન વિષયના અવબોધની શક્તિ, તેઓની અદ્ધાદિ ભાવોની, વૃદ્ધિ છે પ્રકર્ષ છે, શિ=જે કારણથી, અનાસેવિત સત્કારવાળા જીવને=જેઓ ભગવાનની પૂજા સત્કારપૂર્વક સેવતા નથી પરંતુ મુગ્ધતાથી કરે છે તેવા જીવોને, અદષ્ટકલ્યાણપણું હોવાથી=ભગવાનની પૂજા કઈ રીતે વીતરાગભાવને સ્પર્શીને સમાદિ ગુણોની વૃદ્ધિ દ્વારા કલ્યાણની પરંપરાનું કારણ છે તે નહિ જોયેલ હોવાથી, તેની આકાંક્ષાનો અસંભવ હોવાને કારણે= તે પ્રકારના ક્ષમાદિ ભાવો ઉત્તર ઉત્તરમાં વૃદ્ધિ પામે તેની આકાંક્ષાનો અસંભવ હોવાને કારણે. ચિત્તનું અપ્રસવપણું હોવાથી=ભગવાનની પૂજા દ્વારા જે પ્રકારની ચિત્તની પ્રસન્નતા થાય છે તે પ્રકારે ચિત્તનું અપ્રસાપણું હોવાથી, શ્રદ્ધાદિની તે પ્રકારની વૃદ્ધિનો અભાવ છે= તે જીવોને પૂજાકાળમાં જે શ્રદ્ધાદિ ભાવો છે તે ભાવિકભાવને અભિમુખ વૃદ્ધિ પામે તે પ્રકારની વૃદ્ધિનો અભાવ છે. ભાવાર્થ -
પૂર્વમાં કહ્યું કે સ્વલ્પકાળ સેવેલું પણ આ પ્રણિધાન શોભન છે; કેમ કે સકલ કલ્યાણનો આક્ષેપ કરનાર છે, પ્રસ્તુત પ્રણિધાન કેમ સકલ કલ્યાણનો આક્ષેપ કરે છે ? તેથી કહે છે – આ પ્રણિધાન અતિગંભીર ઉદાર છે અર્થાત્ સૂક્ષ્મબોધનું કારણ બને તેવા ઘણા શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જીવને ભવનિર્વેદ આદિ ભાવોના તત્ત્વને સ્પર્શે તેવો બોધ થાય છે, તેથી સ્થૂલથી જયવીયરાય બોલનારા સર્વ જીવોને તે પ્રકારનું પ્રણિધાન થતું નથી, પરંતુ જેઓ ભવનિર્વેદ આદિ ભાવોના સૂક્ષ્મપરમાર્થનો બોધ કરી શકે છે તેઓને જ સૂત્ર ઉચ્ચારણકાળમાં તે ભાવોની પ્રાપ્તિને અનુકૂળ એવો દઢ સંકલ્પ થાય છે, માટે આ પ્રણિધાન અતિગંભીર છે.
વળી, સમ્યગુ રીતે કરાયેલું પ્રણિધાન સગતિઓની પરંપરા દ્વારા સકલ સુખનું સાધક છે, માટે ઉદાર છે. કઈ રીતે આ પ્રણિધાન ગંભીર ઉદાર છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
આ પ્રણિધાનથી રાગ-દ્વેષ અને અજ્ઞાનને નહિ સ્પર્શનારો પરિણામ પ્રાપ્ત થાય છે. સામાન્યથી સંસારી જીવો રાગ-દ્વેષવાળા અને તત્ત્વના વિષયમાં અજ્ઞાનવાળા છે, તોપણ જેઓ ભગવાનની પૂજા કરીને ભવનિર્વેદ આદિ ભાવોની યાચના કરે છે ત્યારે તેઓનો ઉપયોગ રાગ-દ્વેષને સ્પર્શતો નથી અને અજ્ઞાનરૂપ મૂઢતાને સ્પર્શતો નથી, પરંતુ આત્માના પારમાર્થિક હિતને સ્પર્શનારો માર્ગાનુસારી ઉપયોગ પ્રવર્તે છે, તેથી રાગ-દ્વેષ અને અજ્ઞાનને સ્પર્યા વગરની જીવની પરિણતિ થાય છે તેનાથી તે જીવોને વિશેષ-વિશેષતા
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૫
જયવીયરાય સૂત્ર
મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ થાય છે, ચારિત્ર મોહનીયનો પણ તે તે અંશથી ક્ષયોપશમ ભાવ થાય
અથવા પોતાના પ્રણિધાનને અનુરૂપ ચારિત્ર મોહનીયકર્મ શિથિલ શિથિલતર થાય છે, વળી, તે અધ્યવસાય ભવવૈરાગ્ય આદિ ભાવોના પક્ષપાતને સ્પર્શનારો ભાવ હોવાથી શુદ્ધ મનુષ્યગતિ, શુદ્ધ દેવગતિ સુંદર સંસ્થાન, સુંદર સંઘયણ આદિ અનેક પુણ્ય પ્રકૃતિઓના બંધનું કારણ થાય છે, તેનાથી જન્માંત૨માં પ્રધાન ધર્મકાયાદિનો લાભ થાય છે અર્થાત્ મોક્ષને અનુકૂળ સર્વ પ્રકારની આરાધનાને કરવા માટે તે સમર્થ બને તેવા દૃઢ સંઘયણ, શુભ સંસ્થાન, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણમિત્ર આદિનો યોગ પ્રાપ્ત થાય છે જે સર્વ પ્રસ્તુત પ્રણિધાનનું ફળ છે અને તે મહાત્મા ધર્મકાયાદિને પ્રાપ્ત કરીને જન્માંતરમાં લાખો પૂર્વ સુધી નિરંતર સતતપણાથી ભગવાનની પૂજાનું આસેવન ક૨શે અર્થાત્ શ્રાવકની ભૂમિકામાં હશે તો ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરીને પોતાનામાં ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ ક૨શે અને સંચિત બળવાળા થયા હશે તો સંયમ ગ્રહણ કરીને ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મને સતત સેવીને નિરંતર ભગવાનની ભક્તિ ક૨શે, જેથી તેઓમાં શુદ્ધમાર્ગની રુચિ સતત વૃદ્ધિ પામશે; કેમ કે તે મહાત્માને સ્વસંવેદનથી જેમ જેમ ક્ષમાદિ ભાવો પ્રગટ થશે તેમ તેમ ક્ષમાદિ ભાવો જ સર્વ કલ્યાણનું કારણ છે તેવી શ્રદ્ધા પૂર્વ કરતાં અતિશય અતિશયતર થશે, વળી, ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ ઉચિત આચરણાનું વીર્ય સતત વૃદ્ધિ પામશે; કેમ કે તે મહાત્મા દેશવિરતિના અને સર્વવિરતિના પાલન દ્વારા જેમ જેમ ક્ષમાદિ ભાવોનું સેવન ક૨શે તેમ તેમ ઉત્ત૨ ઉત્તરના ક્ષમાદિ ભાવોને અનુકૂળ વીર્ય વૃદ્ધિ પામશે, વળી, ભગવાનની ભક્તિના કાળમાં વર્તતા ઉત્તમ ભાવોની સ્મૃતિ સતત વૃદ્ધિ પામશે; કેમ કે સત્કારથી કરાયેલી ભક્તિથી ક્ષમાદિ ભાવોના સંસ્કારો દૃઢ થાય છે, તેથી વારંવાર તે ઉત્તમ ભાવોની સ્મૃતિ થાય છે, વળી, તે મહાત્માને સમાધિની પણ વૃદ્ધિ સતત થાય છે; કેમ કે ભગવાનની ભક્તિના કાળમાં ક્ષમાદિ ભાવોમાં જેમ જેમ તેમનું ચિત્ત પ્રવર્તે છે તેમ તેમ મોહની આકુળતા શાંત થવાથી ચિત્તનું સ્વાસ્થ્ય વધે છે તે કષાયોના ઉપશમરૂપ સમાધિ છે, વળી, તત્ત્વને સ્પર્શનારી માર્ગાનુસા૨ી પ્રજ્ઞા હોવાથી ગહન પદાર્થોના અવબોધની શક્તિ સતત વૃદ્ધિ પામે છે, તેથી તે મહાત્માને મે કરીને મોક્ષપ્રાપ્તિને અનુકૂળ સકલ ઉપાધિની શુદ્ધિ પ્રાપ્ત થાય છે=ભવના ઉચ્છેદ માટે સમ્યગ્ યત્ન થઈ શકે તેવા અંતરંગ ગુણો અને દેહાદિની સર્વ બાહ્ય શક્તિ પૂર્ણ અંશથી પ્રાપ્ત થાય છે, તેથી તે મહાત્મા અલ્પ ભવોમાં સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષસુખને પ્રાપ્ત કરવા સમર્થ બને છે.
વળી, જેઓ અત્યંત સત્કારપૂર્વક પ્રણિધાન કરતા નથી તેવા જીવોને ‘પ્રસ્તુત ચૈત્યવંદનથી કઈ રીતે કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે અને ચૈત્યવંદનમાં કરાયેલા પ્રણિધાન સૂત્રથી સુગતિઓની પરંપરા દ્વારા કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે' તેનો કોઈ બોધ નહિ હોવાથી તેઓને તે પ્રકારની આકાંક્ષા પ્રસ્તુત પ્રણિધાનથી થતી નથી, તેથી પ્રણિધાન સૂત્ર બોલીને તેમનું ચિત્ત તે પ્રકારના પ્રસન્નભાવને પામતું નથી, તે જીવોમાં પ્રસ્તુત પ્રણિધાન સૂત્ર દ્વારા પણ ક્ષાયિક ભાવને અનુકૂળ શ્રદ્ધાદિ ભાવોની વૃદ્ધિ થતી નથી, તેથી તેઓ માત્ર પ્રણિધાન સૂત્ર બોલે છે, પરંતુ પ્રવૃત્તિ આદિના બીજભૂત પ્રણિધાન આશયને પ્રાપ્ત કરતા નથી, આથી જ પ્રણિધાન આશય અતિગંભીર છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
લલિતવિસ્તરા ભાગ-૩
લલિતવિસ્તરા :
न हि समग्रसुखभाक् तदङ्गहीनो भवति, तद्वैकल्येऽपि तद्भावेऽहेतुकत्वप्रसङ्गात्। न चैतदेवं भवतीति योगाचार्यदर्शनम्, 'सेयं भवजलधिनौः प्रशान्तवाहिते ति परैरपि गीयते, 'अस्य अज्ञातज्ञापनफलः सदुपदेशो हृदयानन्दकारी परिणमत्येकान्तेन, ज्ञाते त्वखण्डनमेव भावतः, अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेन' इत्यध्यात्मचिन्तकाः।
तदेवंविधशुभफलप्रणिधानपर्यन्तं चैत्यवन्दनम्, तदनु आचार्यादीनभिवन्द्य यथोचितं करोति कुर्वन्ति वा कुग्रहविरहेण। લલિતવિસ્તરાર્થ -
કિજે કારણથી, તેના અંગથી હીન=ભોગસુખના અંગથી હીન, સમગ્ર સુખને ભોગવનારો થતો નથી; કેમ કે તેના વેકલ્યમાં પણ=ભોગસુખના અંગના વૈકલ્યમાં પણ, તેના સભાવમાં=સમગ્ર સુખના સભાવમાં, અહેતુકત્વનો પ્રસંગ છે=ભોગના અંગોને ભોગના અહેતુક સ્વીકારવાનો પ્રસંગ છે, અને આ=પ્રણિધાન, આવું થતું નથી=કલ્યાણના સર્વ અંગોનું કારણ ન બને એવું થતું નથી, એ પ્રમાણે યોગાચાર્યને દર્શન છે-એ પ્રમાણે યોગાચાર્યોને દેખાય છે, તે આ=પ્રણિધાન, ભવસમુદ્રમાં નાવ છે, પ્રશાંતવાહિતા છે એ પ્રમાણે બીજા વડે પણ કહેવાય છે, આને=પ્રણિધાન કરનારા મહાત્માને, અજ્ઞાતના જ્ઞાપનના ફલવાળો હૃદયના આનંદને કરનારો સદુપદેશ એકાંતથી પરિણમન પામે છે, જ્ઞાત થયે છતેaઉપદેશ દ્વારા ઉત્તર ઉત્તરના યોગમાર્ગમાં જવાને અનુકૂળ માર્ગ જ્ઞાત થયે છતે, ભાવથી અખંડન જ છે દ્રવ્યથી કવચિદ્ર બાહ્ય અંગની વિકલતા હોય તોપણ ભાવથી તે ઉપદેશ અનુસાર ઉત્તર-ઉત્તરના યોગમાર્ગમાં અલના વગર પ્રવર્તે જ છે, અનાભોગથી પણ=સદુપદેશની અપ્રાતિને કારણે ઉત્તર ઉત્તરના ભાવ માટેના યત્નવિષયક અનાભોગથી પણ, સદંઘન્યાયથી માર્ગગમન જ છે, એ પ્રકારે અધ્યાત્મચિંતકો કહે છે, તે આવા પ્રકારના શુભ ફ્લના પ્રણિધાનના પર્યતવાળું ચૈત્યવંદન છે= પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું એવા પ્રકારના શુભ ફલવાળું પ્રણિધાન છે અંતમાં જેને એવું ચૈત્યવંદન છે, ત્યારપછી=ચૈત્યવંદન કર્યા પછી, આચાર્યાદિને વંદન કરીને ચૈત્યવંદન કરનાર મહાત્મા એક હોય તો એક અને અનેક હોય તો અનેક કુગ્રહના વિરહથી યથાઉચિત કૃત્યને કરે છે. પંજિકા - इदमेव व्यतिरेकतः प्रतिवस्तूपन्यासेनाह
न-नैव, हिः यस्मात्, समग्रसुखभाक् संपूर्णवैषयिकशर्मसेवकः, तदङ्गहीनः तस्य-समग्रसुखस्य, अगानि-हेतवो वयोवैचक्षण्यदाक्षिण्यविभवौदार्यसौभाग्यादयः, तैः, हीनो-रहितो, भवति। विपक्षे बाधकमाहतवैकल्येऽपि तदङ्गाभावेऽपि, तद्भावे-समग्रसुखभावे, अहेतुकत्वप्रसङ्गात्-निर्हेतुकत्वप्राप्तेरिति,
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૭
જયવીયરાય સૂબા 'सेयमिति प्रणिधानलक्षणा, भवजलधिनौः 'प्रशान्तवाहिता' इति, प्रशान्तो-रागादिक्षयक्षयोपशमोपशमवान्, वहति-वर्त्तते, तच्छीलश्च यः स तथा तद्भावस्तत्ता। પંજિકાર્ય :
મેવ ચંતિત તભાવતા | આને જ=પૂર્વમાં કહેલ પ્રણિધાન સકલ ઉપાધિની શુદ્ધિનું કારણ છે એ જ, વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપચાસ દ્વારા સદશ દાંતના કથન દ્વારા, કહે છે – દિ=જે કારણથી, તેના અંગથી હીનતે સમગ્ર સુખનાં અંગો અર્થાત્ વય-વૈચક્ષય-દાક્ષિણ્યવિભવ-દાર્થ-સૌભાગ્ય આદિ હેતુઓ તેનાથી હીન અર્થાત્ રહિત, સમગ્ર સુખ ભોગવનાર=સંપૂર્ણ વૈષયિક સુખને સેવનાર, થતો નથી જ, વિપક્ષમાં=અંગવિકલતામાં પણ સમગ્ર સુખ થાય છે એમ સ્વીકારવારૂપ વિપક્ષમાં, બાધકને કહે છે – તેના વૈકલ્યમાં પણ=સુખના અંગના અભાવમાં પણ, તેના ભાવમાં=સમગ્ર સુખના ભાવમાં, અહેતુકત્વનો પ્રસંગ છે=સુખનાં અંગોમાં વિહેતુકત્વની પ્રાપ્તિ છે, તે આ=જયવીરાય સૂત્રથી કરાયેલ પ્રણિધાન, ભવજલરૂપી સમુદ્રમાં નાવ છે, પ્રશાન્તવાહિતા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – રાગાદિના ક્ષય-ક્ષયોપશમ-ઉપશમવાળા પ્રશાંતને વહન કરે છે અને તે સ્વભાવ છે જેને તે તશીલવાળો જે છે તે તેવો છે=પ્રશાંતવાહી છે, તેનો ભાવ તત્તા=પ્રશાંતવાહિતા છે.
ભાવાર્થ
પૂર્વમાં કહ્યું કે અતિગંભીર ઉદાર એવું આ પ્રણિધાન છે અને તે પ્રણિધાન જેઓ કરે છે તેઓ ઉત્તરોત્તર ધર્મકાયાદિને પ્રાપ્ત કરીને સકલ ઉપાધિની શુદ્ધિવાળા થાય છે અર્થાત્ મોક્ષને અનુકૂળ સર્વ પ્રકારના સુખની પરંપરા પ્રાપ્ત થાય તેવાં અંગોથી યુક્ત બને છે, એ કથનને જ વ્યતિરેકથી દૃષ્ટાંત દ્વારા બતાવે છે – જેમ કોઈ મનુષ્યને સર્વ સુખનાં અંગો પ્રાપ્ત થયાં હોય તો તે સમગ્ર સુખને ભોગવી શકે છે, જેમ યૌવન વય હોય, વિચક્ષણતા હોય અર્થાત્ ભોગોના રહસ્યને પ્રાપ્ત કરી શકે તેવી વિચક્ષણતા હોય, દાક્ષિણ્ય હોય તેથી બધા સાથે ક્લેશ ન થાય તેવી સુંદર પ્રકૃતિ હોય, વળી, વૈભવ હોય તેથી ઉત્તમ ભોગસામગ્રીની પ્રાપ્તિ કરી શકે છે, વળી, ઔદાર્ય છે તેથી ક્લેશ વગર સુંદર ભોગો કરી શકે છે, જો કૃપણતા હોય તો વૈભવ હોય તોપણ સમગ્ર સુખ થાય નહિ, વળી, સૌભાગ્ય આદિ અન્ય અંગો પણ હોય તો તે જીવ ભોગસામગ્રીથી સમગ્ર ભોગજન્ય સુખને પ્રાપ્ત કરે છે અને એકાદ અંગ વિકલ હોય તો સંપૂર્ણ સુખ ભોગવનાર બને નહિ અને અંગવિકલતામાં પણ જો તે પુરુષ સંપૂર્ણ સુખ ભોગવનાર છે તેમ સ્વીકારીએ તો તે સુખનું અંગ છે તેમ કહેવાય નહિ, તેથી સ્થૂલ દૃષ્ટિથી જોનારને જણાય કે હું યુવાન છું, વિચક્ષણ છું, વૈભવવાળો છું, તેથી મને સંસારમાં સર્વ પ્રકારનું સુખ છે, છતાં દાક્ષિણ્ય, ઔદાર્ય આદિ કોઈક અંગની વિકલતા તેની પ્રકૃતિમાં હોય તોપણ તે જીવ ભોગાદિ કાળમાં પોતાની ક્ષુદ્ર પ્રકૃતિને કારણે ભોગજન્ય સમગ્ર સુખનો ભોગવનાર થતો નથી, તે રીતે આ પ્રણિધાન કેવા પ્રકારનું નથી અર્થાત્ જેઓ દઢપ્રણિધાનથી પ્રસ્તુત સૂત્ર બોલે છે તેને કલ્યાણની પરંપરાનાં બધાં અંગો ન પ્રાપ્ત થાય તેવા પ્રકારનું નથી. અર્થાત્ ભવનિર્વેદ આદિ આઠ ભાવોના
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૦
લલિતવિક્તા ભાગ-૩
મર્મને સ્પર્શે તે રીતે જેઓ પ્રણિધાન કરે છે તેઓને પ્રવૃત્તિ આશયનું કારણ બને તેવા તે આઠે ભાવો તેના આત્મામાં બીજરૂપે આધાન થાય છે, તેનાથી ઉત્તર ઉત્તરના ભવમાં યોગ સાધવાને અનુકૂળ સર્વ અંગોને તે મહાત્મા અવશ્ય પ્રાપ્ત કરે છે, તેથી પ્રસ્તુત પ્રણિધાન યોગમાર્ગજન્ય સર્વ સુખની પરંપરાનાં સર્વ અંગોની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે, માટે પ્રસ્તુત પ્રણિધાન આવા પ્રકારનું નથી કોઈ અંગની વિકલતાની પ્રાપ્તિ કરાવે તેવું નથી, એ પ્રમાણે યોગાચાર્યોને દેખાય છે, તેથી પ્રસ્તુત પ્રણિધાન કરીને તે મહાત્મા પૂર્વમાં કહ્યું તે રીતે સર્વ ઉપાધિની શુદ્ધિવાળા બને છે. આથી જ પ્રણિધાન આશયને કેટલાક ભવસમુદ્રમાં તરવા માટે નાવ કહે છે, તેથી સમુદ્રમાં પડેલા જીવને નાવની પ્રાપ્તિ થાય તો તે મહાત્મા તે નાવના બળથી સુખપૂર્વક સમુદ્રને તરે છે, તેમ પ્રણિધાન આશયને પામેલા મહાત્મા ઉત્તર ઉત્તરના ભાવોમાં યોગમાર્ગને અનુકૂળ સર્વ સામગ્રીને પ્રાપ્ત કરીને પ્રવૃત્તિ આદિ આશયની પ્રાપ્તિ દ્વારા અવશ્ય ભવરૂપી સમુદ્રને તરે છે.
વળી, અન્ય દર્શનવાળા પ્રણિધાન આશયને પ્રશાંતવાહિતા કહે છે, તેથી જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક પ્રસ્તુત સૂત્ર બોલે છે તેઓને પ્રણિધાનકાળમાં ભવવૈરાગ્ય આદિની પ્રાપ્તિમાં કારણભૂત બને તેવા કષાયોનો પ્રશમભાવ વર્તે છે. તે પ્રશમભાવ જ ઉત્તર ઉત્તરના ભવમાં અધિક અધિક પ્રાપ્ત થશે અને વિતરાગતાનું કારણ બનશે, આ રીતે પ્રણિધાન આશય કઈ રીતે સર્વ અંગોની પ્રાપ્તિનું કારણ છે તે બતાવ્યું. હવે પ્રણિધાન આશયને કરનારા જીવોને સદુપદેશની પ્રાપ્તિ થાય તો શું પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે –
પ્રણિધાન આશય કરનારા મહાત્માને કોઈ મહાત્મા ઉપદેશ આપે તે ઉપદેશ યોગમાર્ગના સૂક્ષ્મ ભાવોનું જે તેને અજ્ઞાન છે તેના જ્ઞાપનના ફલવાળો હોય છે અને તેવો ઉપદેશ તેઓને એકાંતે પરિણમન પામે છે, તેનાથી તેઓના હૈયામાં વિશિષ્ટ આનંદ ઉત્પન્ન થાય છે, તેથી એ ફલિત થાય કે “ઉપદેશક પાસે જઈને કંઈક સાંભળવું માત્ર તેવી પ્રકૃતિવાળા પુરુષો પ્રણિધાન આશયને પામેલા નથી, પરંતુ પ્રણિધાન આશયવાળા મહાત્માને ભવનિર્વેદ આદિ આઠ ભાવો જ સંસારના ઉચ્છેદનું અને સદ્ગતિની પરંપરાનું પ્રબળ કારણ દેખાય છે અને તેના વિષયક જ સૂક્ષ્મબોધના તેઓ અર્થી છે અને યોગ્ય ઉપદેશક તેઓને જે વસ્તુમાં કંઈક અજ્ઞાન વર્તે છે તેનું જ જ્ઞાન કરાવે છે, તે ઉપદેશ સાંભળીને તેઓના હૈયામાં અપૂર્વ આનંદ થાય છે અને તત્ત્વના અર્થી તે જીવોને તે ઉપદેશ એકાંતથી પરિણમન પામે છે; કેમ કે તે મહાત્માનું ઉત્તમ ચિત્ત શક્તિના પ્રકર્ષથી તે ઉપદેશના પરમાર્થને પ્રાપ્ત કરવાને અભિમુખ છે.
વળી, યોગ્ય સદુપદેશને પામીને તે મહાત્માને યોગમાર્ગ વિષયક કોઈક સૂક્ષ્મ પદાર્થનું અજ્ઞાન હોય તેનું જ્ઞાન થાય અર્થાત્ ઉપદેશ દ્વારા તેનો સૂક્ષ્મબોધ થાય ત્યારે તે મહાત્માને ભાવથી તેના સમ્યફ પાલનનો દઢ પરિણામ થાય છે, દ્રવ્યથી તેના પાલનની શક્તિ ન હોય તો યત્ન ન કરે, પરંતુ ભાવથી અવશ્ય તે ભાવો તરફ તેનું ચિત્ત સદા આવર્જિત રહે છે. જેમ કોઈ શ્રાવકની ભૂમિકામાં હોય અને મહાત્મા દ્વારા તેને દશ પ્રકારના યતિધર્મનો સૂક્ષ્મબોધ થાય ત્યારે તે દશ પ્રકારના યતિધર્મ વિષયક થયેલા સૂક્ષ્મબોધને અનુરૂપ ભાવો પ્રત્યે તેનું ચિત્ત સદા આવર્જિત રહે છે, તેથી શ્રાવકની ભૂમિકામાં રહેલા તે મહાત્મા જ્યારે જ્યારે સાધુધર્મનું પરિભાવન કરે છે ત્યારે ત્યારે તે સૂક્ષ્મ ભાવો પ્રત્યે તેનું ચિત્ત સદા ભાવથી પ્રવર્તે છે, તેથી તે મહાત્મા ભાવથી તે ભાવોને પ્રગટ કરવાનો યત્ન હંમેશાં કરે છે, ફક્ત સંયમ જીવનને અનુકૂળ સત્ત્વ સંચય
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૯
પ્રણિધાનને અનુકૂળ ૩૩ કર્તવ્યો થયું ન હોય તો સંયમ ગ્રહણ ન પણ કરે અને શક્તિનો સંચય થયો હોય તો અવશ્ય ગ્રહણ કરે, પરંતુ માત્ર દ્રવ્ય સંયમથી તેનું ચિત્ત સંતોષ પામતું નથી, પરંતુ સદુપદેશ દ્વારા જે અજ્ઞાતનું જ્ઞાન થયું છે તેના પરમાર્થને સ્પર્શવા તે મહાત્મા સદા યત્ન કરે છે.
વળી, તે મહાત્માને સદુપદેશની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અજ્ઞાતનું જ્ઞાપન કરાવે તેવા સદુપદેશના અભાવને કારણે તે પ્રકારના સૂક્ષ્મબોધનો અભાવ વર્તે છે, ક્વચિત્ સદુપદેશક અજ્ઞાતના જ્ઞાપન માટે યત્ન કરે છતાં દઢ જ્ઞાનાવરણીય કર્મને કારણે ઉપદેશક દ્વારા કહેવાયેલા તે સૂક્ષ્મ ભાવોનો બોધ ન થાય તોપણ અનાભોગ વર્તે છે, જેમ માલતુષ મુનિને સદ્ગુરુ ઉપદેશ આપે છે અને કઈ રીતે રાગ-દ્વેષનો ક્ષય થાય તેનો સૂક્ષ્મબોધ કરાવીને તેને રાગ-દ્વેષના ક્ષય માટે ઉદ્યમ કરવાનું કહે છે, છતાં દઢ જ્ઞાનાવરણીય કર્મને કારણે સૂક્ષ્મ ભાવોમાં કંઈક અનાભોગ પણ વર્તે છે તોપણ પ્રસ્તુત પ્રણિધાન કરનારા મહાત્માઓને સંસારનો ક્ષય કરવાનો દઢ પરિણામ વર્તે છે, તેથી તેઓનું ચિત્ત સંસારક્ષયને અનુકૂળ જ વર્તે છે, માટે અનાભોગ હોવા છતાં પણ સદંધન્યાયથી તેઓનું માર્ગમાં જ ગમન થાય છે. જેમ શાતાના ઉદયવાળો અંધ પુરુષ કોઈ ઇષ્ટ નગરમાં જવા તત્પર થયેલ હોય અને તે જાણતો હોય કે હું અંધ છું, તેથી વિચાર્યા વગર યથાતથા ગમન કરીશ તો ઇષ્ટ સ્થાનમાં પહોંચીશ નહિ અને માર્ગમાં ખાડા આદિમાં પડીશ તો દુઃખી થઈશ તેવો સ્પષ્ટ બોધ છે, તેથી પોતાના ઇષ્ટ સ્થાનમાં જનાર દેખતા પુરુષની પરીક્ષા કરીને નક્કી કરે કે જે સ્થાનમાં હું જવા ઇચ્છું છું તે જ સ્થાનમાં આ પુરુષ જાય છે અને ચક્ષુથી માર્ગને જુએ છે, તેથી માર્ગનો નિર્ણય કરીને તે નગરમાં તે પહોંચશે, તેથી તેવા પુરુષનો આશ્રય કરીને હું જઈશ તો હું પણ તે નગરે સુખપૂર્વક પહોંચીશ, તેથી તે પુરુષનું અનુસરણ કરીને તે સદંધપુરુષ=શાતાવેદનીયના ઉદયવાળો પુરુષ, ઇષ્ટ નગરે પહોંચે છે, તેમ જેઓ કોઈક સ્થાનમાં અનાભોગવાળા છે તેઓ પણ માર્ગાનુસારી બુદ્ધિને કારણે માર્ગગમન જ કરે છે, જેથી અવશ્ય વિઘ્ન રહિત ઇષ્ટ સ્થાને પહોંચે છે, એમ અધ્યાત્મચિંતકો કહે છે.
જયવયરાય સૂત્રનો અર્થ કર્યો અને તેમાં ભગવાન પાસે આઠ વસ્તુની યાચના કરી, તે યાચનાથી તે મહાત્માને મોક્ષને અનુકૂળ સર્વ અંગોની પ્રાપ્તિ થાય છે એમ પૂર્વમાં કહ્યું એવા પ્રકારના શુભ ફલવાળું પ્રણિધાન છે અંતમાં જેને એવું ચૈત્યવંદન કર્યા પછી મહાત્મા આચાર્યાદિને વંદન કરીને કુગ્રહના ત્યાગથી તત્ત્વની પ્રાપ્તિને અનુકૂળ યથાઉચિત કૃત્ય કરે છે અને અનેક હોય તો અનેક મહાત્માઓ તે કૃત્ય કરે છે; કેમ કે ચૈત્યવંદનથી ભાવિત થયેલા ચિત્તવાળા તે મહાત્મા સંસારક્ષયના અત્યંત અર્થી છે, તેથી સંસારના ક્ષય માટે મહા ઉદ્યમ કરનારા આચાર્ય આદિને જોઈને તેમના પ્રત્યે ભક્તિ થાય છે, તેથી તેઓને વંદન કરીને તેઓ પાસેથી તત્ત્વની પ્રાપ્તિ માટે કુગ્રહના ત્યાગપૂર્વક તત્ત્વને જાણવા માટે ઉચિત યત્ન કરે છે. લલિતવિસ્તરા :
एतत्सिद्ध्यर्थं तु, १. यतितव्यमादिकर्मणि २. परिहर्त्तव्यो अकल्याणमित्रयोगः ३. सेवितव्यानि कल्याणमित्राणि ४. न लवनीयोचितस्थितिः ५. अपेक्षितव्यो लोकमार्गः ६. माननीया गुरुसंहतिः ७. भवितव्यमेतत्तन्त्रेण ८. प्रवर्तितव्यं दानादौ ९. कर्त्तव्योदारपूजा भगवतां १०. निरूपणीयः
Page #271
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
૨૫૦ साधुविशेषः ११. श्रोतव्यं विधिना धर्मशास्त्रं १२. भावनीयं महायत्नेन १३. प्रवर्तितव्यं विधानतः १४. अवलम्बनीयं धैर्यं १५. पर्यालोचनीया आयतिः १६. अवलोकनीयो मुत्युः १७. भवितव्यं परलोकप्रधानेन १८. सेवितव्यो गुरुजनः १९. कर्त्तव्यं योगपटदर्शनं २०. स्थापनीयं तद्रूपादि चेतसि २१. निरूपयितव्या धारणा २२. परिहर्त्तव्यो विक्षेपमार्गः २३. यतितव्यं योगसिद्धौ २४. कारयितव्या भगवत्प्रतिमाः २५. लेखनीयं भुवनेश्वरवचनं २६. कर्त्तव्यो मङ्गलजापः २७. प्रतिपत्तव्यं चतुःशरणं २८. गर्हितव्यानि दुष्कृतानि २९. अनुमोदनीयं कुशलं ३०. पूजनीया मन्त्रदेवताः ३१. श्रोतव्यानि सच्चेष्टितानि ३२. भावनीयमौदावें ३३. वर्तितव्यमुत्तमज्ञातेन। લલિતવિસ્તરાર્થ
આની સિદ્ધિ માટે પ્રણિધાન અંતવાળા ચૈત્યવંદનની સિદ્ધિ માટે, યત્ન કરવો જોઈએ. શેમાં યત્ન કરવો જોઈએ ? તે બતાવતાં કહે છે –
આદિ કર્મમાં યત્ન કરવો જોઈએ, અકલ્યાણમિત્રના યોગનો ત્યાગ કરવો જોઈએ, કલ્યાણમિત્રોને સેવવા જોઈએ, ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ=પોતાની ભૂમિકા પ્રમાણે જે ઉચિત કૃત્ય હોય તેનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ, લોકમાર્ગની અપેક્ષા રાખવી જોઈએ, ગુરુના સમુદાયને માન આપવું જોઈએ, એમના પરતંત્રપણાથી થવું જોઈએ, દાનાદિમાં પ્રવર્તવું જોઈએ, ભગવાનની ઉદારપૂજા કરવી જોઈએ, સાધવિશેષ નિરૂપણ કરવું જોઈએ=સુંદર પુરુષોનું અનુસરણ કરવું જોઈએ, વિધિથી ધર્મશાસ્ત્ર સાંભળવાં જોઈએ, મહાયત્નથી ભાવન કરવું જોઈએ=ધર્મશાસ્ત્રથી થયેલા બોધને મહાયત્નથી ભાવન કરવો જોઈએ, વિધાનથી પ્રવર્તવું જોઈએ=બોઘ થયા પછી સ્વભૂમિકા અનુસાર ઉચિત કૃત્યમાં પ્રવર્તવું જોઈએ, ઘેર્યનું અવલંબન કરવું જોઈએ=ગુણવૃદ્ધિમાં કષ્ટસાધ્યતા જાણીને ઘેર્ય રહિત થવું જોઈએ નહિ, પરંતુ ઘેર્યનું અવલંબન લઈને ચત્ન કરવો જોઈએ, ભવિષ્યનું પર્યાલોચન કરવું જોઈએ અર્થાત્ જો હું પ્રમાદ કરીશ તો ભવિષ્યમાં મારું અહિત થશે, તેથી ભવિષ્યનો વિચાર કરીને પિતાનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ, મૃત્યુનું અવલોકન કરવું જોઈએ=પ્રતિક્ષણ મૃત્યુ નજીક નજીક થાય છે અને ક્યારે મૃત્યુ થશે તે નિર્ણાત નથી તેનું અવલોકન કરવું જોઈએ, જેથી અપ્રમાદની વૃદ્ધિ થાય, પરલોક પ્રધાનરૂપે થવું જોઈએ=માત્ર વર્તમાનભવની વિચારણા કરીને અને પરલોકને ગૌણ કરીને પ્રયત્ન કરવો જોઈએ નહિ, પરંતુ પરલોકમાં હિત થાય તેની પ્રધાનતાથી જીવન જીવવું જોઈએ, ગુરુજનનીeગુણસંપન્ન જીવોની સેવા કરવી જોઈએ, યોગપટનું દર્શન કરવું જોઈએ=અપુનબંધકથી યોગનિરોધ અવસ્થા સુધીના અંતરંગ પરિણામરૂપ અને તેને અનુરૂપ ઉચિત બાહ્ય કૃત્યરૂપ યોગપટ તેનું સૂક્ષ્મબુદ્ધિથી અવલોકન કરવું જોઈએ, તેના રૂપાદિ ચિત્તમાં સ્થાપન કરવા જોઈએ=યોગપટનું જે દર્શન કર્યું તેમાં વર્તતા ભાવોના સ્વરૂપને ચિત્તમાં સ્થાપન કરવું જોઈએ, ધારણા કરવી જોઈએ યોગમાર્ગના જે જે
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રણિધાનને અનુકૂળ ૩૩ કર્તવ્યો
૨પ૧ ભાવોનું દર્શન કર્યું તે તે ભાવોની ધારણા સ્થિર થાય તેવો યત્ન કરવો જોઈએ, વિક્ષેપમાર્ગનો પરિહાર કરવો જોઈએ શંકા-કુશંકા દ્વારા ચિત્તનું યોગમાર્ગથી અન્યત્ર ગમન થાય તેવા વિક્ષેપમાર્ગનો પરિહાર કરવો જોઈએ, યોગસિદ્ધિમાં યત્ન કરવો જોઈએ=પોતાની ભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરના યોગમાર્ગની સિદ્ધિમાં યત્ન કરવો જોઈએ, ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ, ભુવનેશ્વરનું વચન લેખન કરવું જોઈએ, મંગલજાપ કરવો જોઈએ, ચારનું શરણું સ્વીકારવું જોઈએ=અરિહંત આદિ ચારનું શરણું સ્વીકારવું જોઈએ, દુષ્કતોની ગહ કરવી જોઈએ, કુશલ કૃત્યનું અનુમોદન કરવું જોઈએ, મંત્રદેવતાની પૂજા કરવી જોઈએ, સત્ ચેષ્ટિતોને સાંભળવા જોઈએ, ઔદાર્યનું ભાવન કરવું જોઈએ, ઉત્તમ દષ્ટાંતથી વર્તવું જોઈએ. ભાવાર્થ -
પૂર્વમાં વર્ણન કર્યું તેવા શુભ ફલવાળા પ્રણિધાનના અંતવાળું ચૈત્યવંદન માત્ર કરવાથી સંસારના ઉચ્છેદનું કારણ બને તેવું બળ સંચિત થતું નથી, પરંતુ તેને અનુકૂળ ઉત્તમ ચિત્ત પ્રાપ્ત કરવું આવશ્યક છે અને તેની સિદ્ધિ માટે શું કરવું જોઈએ ? જેથી ચૈત્યવંદન કરવાની યોગ્યતા પોતાનામાં પ્રગટે તે બતાવવા માટે કહે છે –
(૧) આદિ કર્મમાં યત્ન કરવો જોઈએ, સંસારઅવસ્થામાં માતા-પિતા સ્વજન આદિ સર્વ સાથે સર્વત્ર ઉચિત વર્તન થાય તે પ્રકારે અને ઉચિત વ્યવસાય આદિથી ધન અર્જન થાય તે પ્રકારે પ્રવૃત્તિ કરે, જેથી સંસારઅવસ્થામાં પણ અક્કેશવાળું સુંદર જીવન પ્રાપ્ત થાય; કેમ કે આદ્યભૂમિકામાં અક્લેશ માટે કરાયેલો યત્ન જ ચૈત્યવંદન દ્વારા સર્વ પ્રકારના ક્લેશ રહિત અવસ્થાને અનુકૂળ બળસંચય માટે થાય છે. જેઓ આદિ ભૂમિકામાં જ અતિક્લેશપ્રકૃતિવાળા છે, તેથી સર્વત્ર અનુચિત પ્રવૃત્તિ કરીને સંયોગ અનુસાર ક્લેશને જ પામે છે તેઓ સર્વથા અક્લેશ અવસ્થાને અનુકૂળ ચૈત્યવંદનથી પણ યત્ન કરવા સમર્થ બનતા નથી.
(૨) અકલ્યાણમિત્રના યોગનો પરિહાર કરવો જોઈએ, જેઓ અક્લેશપ્રિય છે તેઓ ક્લેશની વૃદ્ધિ કરે તેવા અકલ્યાણમિત્રોથી દૂર રહે તો જ પોતાની અદ્દેશને અભિમુખ પ્રારંભની ભૂમિકાનો વિનાશ થાય નહિ, માટે જેઓ ભોગવિલાસ માત્રમાં રત છે તેવા અકલ્યાણમિત્રોનો પરિહાર કરવો જોઈએ.
(૩) કલ્યાણમિત્રોને સેવવા જોઈએ, આદિ ધાર્મિક જીવો આલોકમાં અને પરલોકમાં સુખી થવાના અથ હોય છે, તોપણ નિમિત્તોને વશ લોભાદિ કષાયોથી ક્લેશોને પ્રાપ્ત કરે છે અને તેના પરિહાર માટે સ્વયં યત્ન કરે છે, છતાં યોગ્ય કલ્યાણમિત્રો મળે તો તેમના સમાગમથી આલોકનું અને પરલોકનું હિત થાય તેવી ઉચિત પ્રવૃત્તિ વિષયક પ્રેરણા મળે છે, તેથી કલ્યાણમિત્રોનો સંસર્ગ કરવો જોઈએ, જેથી પોતાની ઉત્તમ પ્રકૃતિ અધિક સુંદર બને.
(૪) ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ, આદિ ધાર્મિક જીવ પણ પોતાની ભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને આ લોકમાં સુંદર જીવન જીવવા ઇચ્છે છે, તોપણ અનાદિનો ક્લેશનો સ્વભાવ હોવાથી કષાયોને વશ ઉચિત પ્રવૃત્તિનું ઉલ્લંઘન થાય છે, તેથી તેવા જીવોએ ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન ન કરવું
Page #273
--------------------------------------------------------------------------
________________
૫૨
જોઈએ, એ પ્રકારનો ઉપદેશ તે ક્લેશથી તેઓનું રક્ષણ કરે છે.
(૫) લોકમાર્ગની અપેક્ષા રાખવી જોઈએ, સંસારમાં શિષ્ટ લોકો જે પ્રકારે ઉચિત કૃત્યો કરીને પોતાની જીવનવ્યવસ્થા અક્લેશવાળી થાય તેવો યત્ન કરનારા હોય છે તેનું વારંવાર સ્મરણ કરીને પોતે પણ તે પ્રકારે લોકમાર્ગ પ્રમાણે જીવવા યત્ન કરવો જોઈએ, જેથી શિષ્ટ લોકોના માર્ગના અનુસરણથી ઉત્તમ પ્રકૃતિ નિર્માણ થાય.
લલિતવિસ્તરા ભાગ-૩
(૬) ગુરુ સંહતિને માન આપવું જોઈએ, વયથી અને જ્ઞાનથી જે ગુરુવર્ગ છે તેઓની સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. ક્વચિત્ કર્મદોષને કારણે માતા-પિતા આદિ ગુરુવર્ગ ક્લેશની પ્રકૃતિવાળો હોય, તોપણ પોતાના ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનો વ્યાઘાત ન થાય તે રીતે તેઓ સાથે પણ ઉચિત વર્તન કરવું જોઈએ, પરંતુ તેઓના પ્રકૃતિદોષને કારણે તેઓની સાથે અનુચિત વર્તન કરીને પોતાની પ્રકૃતિ ક્ષુદ્ર થાય તેવો યત્ન ક૨વો જોઈએ નહિ.
(૭) આમના પરતંત્રથી થવું જોઈએ, ગુરુવર્ગના પરતંત્રથી જીવવું જોઈએ, પરંતુ સ્વમતિ અનુસાર જીવવું જોઈએ નહિ, જેથી કૃતજ્ઞતા આદિ ગુણો નાશ પામે નહિ.
(૮) દાનાદિમાં પ્રવર્તવું જોઈએ, દાન, તપ આદિ ઉચિત ધર્મકૃત્યોમાં પ્રવર્તવું જોઈએ, જેથી ગુણવૃદ્ધિને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિઓનું નિર્માણ થાય. ફક્ત કષાયને વશ દાન, તપ આદિ કરીને માન-ખ્યાતિ આદિની તુચ્છ પ્રકૃતિને પુષ્ટ કરવી જોઈએ નહિ, પરંતુ અક્લેશવાળી પ્રકૃતિ પુષ્ટ થાય તે રીતે દાનાદિમાં યત્ન કરવો જોઈએ.
(૯) ભગવાનની ઉદાર પૂજા કરવી જોઈએ, આદિ ધાર્મિક જીવો ધર્મપ્રધાન અર્થ કામ પુરુષાર્થને સેવીને આલોકમાં સુખે જીવવા ઇચ્છતા હોય છે, તેથી જેમ ગુરુવર્ગની પૂજા કરે છે તેમ દેવની પણ પૂજા કરીને પોતાની પ્રકૃતિ સુંદર ક૨વા યત્ન કરે છે અને પોતાની શક્તિ અનુસાર ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરે તો ચિત્ત ભગવાનના ગુણોથી વાસિત બને છે, તેથી તેઓની પ્રકૃતિ વિશેષ નિર્મળ બને છે, માટે ભગવાનની ઉદાર પૂજા કરવી જોઈએ.
(૧૦) સાધુવિશેષનું અવલોકન કરવું જોઈએ, ત્યાગી સાધુઓ તત્ત્વને જોનારા કોણ છે તેનો સ્વબુદ્ધિથી નિર્ણય કરીને તેમનો પરિચય કરવો જોઈએ, જેથી પોતાની તત્ત્વમાર્ગને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિ વિશેષવિશેષતર નિર્મળ બને.
(૧૧) વિધિપૂર્વક ધર્મશાસ્ત્ર સાંભળવાં જોઈએ, ઉત્તમ સાધુ પુરુષો કોણ છે તેનો નિર્ણય કર્યા પછી તેવા મહાત્માઓ પાસેથી ધર્મના રહસ્યને વિધિપૂર્વક સાંભળવા યત્ન કરવો જોઈએ, જેથી પારમાર્થિક ધર્મનો બોધ થાય.
(૧૨) મહાયત્નથી ભાવન કરવું જોઈએ, સુસાધુ પાસેથી વિધિપૂર્વક ધર્મશાસ્ત્ર સાંભળ્યા પછી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક તેના રહસ્યને જાણવા યત્ન કરવો જોઈએ, શંકા થાય તો મહાત્માને પૂછીને તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ અને તત્ત્વનો નિર્ણય કર્યા પછી તે તત્ત્વનું મહાયત્નથી અત્યંત ભાવન કરવું જોઈએ, જેથી ધર્મને અનુકૂળ
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૩
પ્રણિધાનને અનુકૂળ ૩૩ કર્તવ્યો ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય. જે પૂર્વની અક્લેશ અવસ્થા કરતાં પણ વિશેષ પ્રકારે અફ્લેશવાળી અવસ્થાની પ્રાપ્તિનું કારણ છે; કેમ કે કષાયોનો ઉત્કર્ષ જ ક્લેશ કરાવે છે અને ધર્મશાસ્ત્રનું મહાયત્નથી ભાવન કરવાને કારણે પોતાનામાં વિદ્યમાન કષાય શક્તિ અલ્પ-અલ્પતર થાય છે.
(૧૩) વિધાનથી પ્રવર્તવું જોઈએ, ધર્મશાસ્ત્રનો પરમાર્થ જાણ્યા પછી તેને અત્યંત ભાવન કરવાથી આ જ આત્માનું હિત છે તેવી બુદ્ધિ સ્થિર થાય છે, ત્યારપછી પોતાની ભૂમિકા અનુસાર ઉત્તર-ઉત્તરના ધર્મની નિષ્પત્તિ માટે વિધિપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ માત્ર બાહ્ય કૃત્ય કરીને સંતોષ માનવો જોઈએ નહિ, પરંતુ તે તે કૃત્યની વિધિ જાણીને વિધિપૂર્વક તેમાં યત્ન કરવો જોઈએ.
(૧૪) ધૈર્યનું અવલંબન લેવું જોઈએ, ઉત્તર ઉત્તરના ગુણની નિષ્પત્તિ માટે વિધિમાં યત્ન દુષ્કર છે; કેમ કે પ્રમાદ આપાદક પ્રકૃતિ દૃઢ યત્નમાં અલના કરાવે છે, તો પણ ધૈર્યનું અવલંબન લઈને વિવેકપૂર્વક યત્ન કરવાથી તે તે ગુણને અનુકૂળ ચિત્ત નિષ્પન્ન થાય છે, તેથી તે ધર્મ અનુષ્ઠાન અધિક અદ્દેશવાળી પ્રકૃતિનું કારણ બને છે જે અત્યંત સુખાકારી છે, છતાં અધીરપુરુષો તેને સેવી શકતા નથી, માટે વૈર્યનું અવલંબન લેવું જોઈએ.
(૧૫) ભવિષ્યનું પર્યાલોચન કરવું જોઈએ, આ લોકમાં પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ધર્મપ્રધાન જીવન જીવી શકાય તે રીતે વર્તમાનમાં મારે મારી શક્તિનો સંચય કરવો જોઈએ, તેમ વિચારીને આલોકનું અને પરલોકનું અહિત ન થાય તે રીતે ભવિષ્યનો વિચાર કરવો જોઈએ.
(૧૩) મૃત્યુનું અવલોકન કરવું જોઈએ, ભવિષ્યનો વિચાર કરનાર પણ મહાત્મા હંમેશાં વિચારે કે ગમે ત્યારે મૃત્યુની પ્રાપ્તિ થઈ શકે છે અને આયુષ્ય ક્ષય થઈ રહ્યું છે, માટે માત્ર આલોકનો વિચાર કરીને મારે જીવવું જોઈએ નહિ, પરંતુ પરલોકને અનુકૂળ ઉત્તમ ચિત્તનું નિર્માણ થાય તે રીતે વિચારીને મારે જીવવું જોઈએ, જેથી ગમે ત્યારે મૃત્યુ આવે તો પણ મારું અહિત થાય નહિ.
(૧૭) પરલોકપ્રધાન થવું જોઈએ, માત્ર આલોકની સુખશાંતિનો વિચાર કરીને વિવેકીએ જીવવું જોઈએ નહિ, પરંતુ પરલોકમાં મારું આ ભવ કરતાં અધિક હિત થાય તેની પ્રધાનતા કરીને જીવવું જોઈએ, તે ઉત્તમ પ્રકૃતિના નિર્માણથી થાય છે, માત્ર બાહ્ય કૃત્યોથી નહિ, તેથી પરલોક સાધક બાહ્ય કૃત્યો પ્રકૃતિની ઉત્તમતા કરે તે રીતે સેવવાં જોઈએ.
(૧૮) ગુરુજન સેવવો જોઈએ, ગુણથી ગુરુ એવા ઉત્તમ પુરુષોની સેવા કરવી જોઈએ, જેથી તેવા ઉત્તમ પુરુષો પાસેથી સૂક્ષ્મમાર્ગની પ્રાપ્તિ થાય, તેમના ઉત્તમ આચારો અને ઉત્તમ પ્રકૃતિને જોઈને પણ તેના પ્રત્યે વધતા આદરને કારણે પોતાનામાં શીધ્ર તેવી ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય, માટે ગુણવાન જનોની સેવા કરવી જોઈએ.
(૧૯) યોગપટનું દર્શન કરવું જોઈએ, મોક્ષને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિનો પ્રારંભ અપુનબંધક દશાથી થાય છે અને તેનું અંતિમ સ્થાન યોગનિરોધ અવસ્થા છે અને મધ્યની સર્વ અવસ્થાઓ જીવન કષાયોની મંદતાથી થનારી જીવની પરિણતિ સ્વરૂપ છે અને વિતરાગમાં કષાયોનો સંપૂર્ણ અભાવ થાય છે, ત્યારપછી મન
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
લલિતવિસ્તરા ભાગ-૩ વચન-કાયાના યોગો પ્રવર્તે છે તેનો નિરોધ કરવાથી યોગની ચરમભૂમિકા પ્રાપ્ત થાય છે અને તે સર્વ યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિ સમ્યગુ રીતે સેવાયેલા મન-વચન-કાયાના વ્યાપારથી પ્રગટ થાય છે, તેથી યોગમાર્ગની અંતરંગ પરિણતિઓનો અને તેને અનુકૂળ ઉચિત બાહ્ય કૃત્યોનો સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક સ્વપ્રજ્ઞા અનુસાર બોધ કરીને બુદ્ધિચક્ષુથી વારંવાર તેનું અવલોકન કરવું જોઈએ, જેથી પોતાનામાં તેવો ઉત્તમ યોગમાર્ગ શીધ્ર પ્રગટ થાય.
(૨૦) ચિત્તમાં તેના રૂપાદિ સ્થાપન કરવા જોઈએ, પૂર્વમાં બતાવ્યું એ રીતે યોગપટનું દર્શન કર્યા પછી તે તે યોગની ભૂમિકા કઈ રીતે ચિત્તની શુદ્ધિ કરીને આત્માને સ્વસ્થ સ્વસ્થતર કરે છે તે સ્વરૂપને અને તે સ્વરૂપની પ્રાપ્તિના ઉચિત ઉપાયોને ચિત્તમાં સ્થાપન કરવા જોઈએ, જેથી પોતે પણ યોગમાર્ગની ઉત્તરઉત્તરની ભૂમિકાને સુખપૂર્વક આરોહણ કરી શકે.
(૨૧) ધારણા નિરૂપણ કરવી જોઈએ, યોગપટના તે તે ભાવોને ચિત્તમાં સ્થાપન કર્યા પછી તે વિસ્તૃત ન થાય તે રીતે ધારણ કરવા જોઈએ, જેથી તે ભાવો પ્રત્યે સૂક્ષ્મ ઊહાપોહ કરીને અધિક અધિક સૂક્ષ્મબોધ થાય.
(૨૨) વિક્ષેપમાર્ગનો પરિહાર કરવો જોઈએ, યોગપટનું દર્શન કર્યા પછી અને તેના ભાવો વિષયક ધારણા કર્યા પછી પોતાની ભૂમિકા અનુસાર તે તે ભાવોને સેવવામાં ચિત્તના વિક્ષેપો બાધક છે, તેનો પરિહાર કરીને તે તે ભૂમિકા પોતાનામાં પ્રગટ થાય તેવો યત્ન કરવો જોઈએ; કેમ કે યોગની ઉત્તર-ઉત્તરની અવસ્થામાં ચિત્તનું ધૈર્ય અધિક અધિક થાય છે, જેથી સુખની જ વૃદ્ધિ થાય છે, તોપણ સુખની વૃદ્ધિના યત્નમાં વિક્ષેપમાર્ગ બાધક છે, તેથી નિપુણતાપૂર્વક તેનો પરિહાર કરવો જોઈએ. જેમ ધનના અર્થી જીવો ધનના ઉપાયોને નિપુણતાપૂર્વક જાણીને તેમાં યત્ન કરે છે, તેમ યોગમાર્ગની ભૂમિકામાં જવામાં બાધક અંતરંગ અને બહિરંગ વિક્ષેપમાર્ગનું નિપુણતાપૂર્વક અવલોકન કરીને તેનો પરિહાર કરવો જોઈએ.
(૨૩) યોગસિદ્ધિમાં યત્ન કરવો જોઈએ, યોગપટનું દર્શન કર્યા પછી ઉત્તર-ઉત્તરના યોગને પ્રગટ કરવા માટે વિક્ષેપમાર્ગના ત્યાગપૂર્વક પોતાનામાં યોગની સિદ્ધિ થાય તે રીતે વૈર્યપૂર્વક યત્ન કરવો જોઈએ; કેમ કે યોગ એ શમભાવના પરિણામરૂપ છે અને સ્વભૂમિકા અનુસાર જેમ જેમ સમભાવની વૃદ્ધિ થશે તેમ તેમ અંતરંગ સ્વસ્થતાના સુખની વૃદ્ધિ થશે, તેનાથી સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ થશે.
(૨૪) ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ, ભગવાન વીતરાગ સર્વજ્ઞ છે, અપાયાપરામ આદિ ચાર અતિશયવાળા છે, જગતના ગુરુ છે, જગતના જીવોને સન્માર્ગ બતાવીને જગતના સર્વ જીવો માટે એકાંતે હિતકારી છે તે પ્રકારે સ્મરણ કરીને તેઓ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તેવા નિર્મળ આશયપૂર્વક વિધિથી ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ, જેથી ઉત્તમ પ્રકૃતિની વૃદ્ધિ થાય.
(૨૫) ભુવનેશ્વરનું વચન લખાવવું જોઈએ, ભુવનેશ્વર જગતના હિતને કરનાર ત્રણ જગતના ગુરુ ઉચિત ઉપદેશને આપનારા છે. તેમનું વચન જગતના જીવોના કલ્યાણનું કારણ છે તેમ વિચારીને તે વચન પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તે રીતે લેખન કરાવવું જોઈએ અને વિચારવું જોઈએ કે આ ભુવનેશ્વરના વચનનું
Page #276
--------------------------------------------------------------------------
________________
મણિધાનને અનુકૂળ ૩૩ કર્તવ્યો
૫૫
લેખન સ્વ-પરના કલ્યાણનું એક કારણ છે, તેથી પોતાને પરમગુરુના વચન પ્રત્યે જે બહુમાન છે તે અનેક જીવોને બહુમાનની પ્રાપ્તિનું કારણ બને તેવા આશયથી તેનું લેખન ક૨વાથી પોતાની ઉત્તમ પ્રકૃતિ સુવિશુદ્ધ બને છે, પરંતુ ભુવનગુરુના વચનના નામથી જે તે વચનો વિચાર્યા વગર લેખન ક૨વાથી કલ્યાણ થાય નહિ, માટે વીતરાગનું વચન કઈ રીતે વીતરાગતાનું કારણ છે તેમ જાણીને અને તેને અનુરૂપ જ આ વચનો છે તેમ જાણીને તેનું લેખન કરાવવું જોઈએ, જેથી યથાતથા લખાવીને ભગવાનના વચનની લઘુતાની પ્રાપ્તિ થાય નહિ.
(૨૬) મંગલ જાપ કરવો જોઈએ, આત્માને કલ્યાણનું એક કા૨ણ તેવાં ચાર શરણાં કે નવકા૨ કે અન્ય મંગલ કરનારાં પદોનો દૃઢ પ્રણિધાનપૂર્વક જાપ કરવો જોઈએ, જેથી તે તે મંગલ કરનારાં પદોથી આત્મા અત્યંત વાસિત બને, તેના કારણે કષાયોજન્ય ક્લેશો અત્યંત અલ્પ થાય અને યોગમાર્ગની વૃદ્ધિ થાય.
(૨૭) ચાર શરણાંમાં પ્રયત્ન કરવો જોઈએ, સંસારવર્તી જીવો કર્મવશ જન્મે છે, કર્મવશ સર્વ પ્રકારની કદર્થના પામે છે, તેથી અત્યંત અશરણ છે, તેઓને શરણ થઈ શકે એવા અરિહંત, સિદ્ધ, સુસાધુ અને સર્વજ્ઞપ્રણીત ધર્મ જ છે, તેથી પ્રજ્ઞા અનુસાર તે ચારનું પારમાર્થિક સ્વરૂપ જાણવા યત્ન કરવો જોઈએ અને જાણ્યા પછી બુદ્ધિથી પોતે તેઓને શરણાગત થાય તે રીતે અરિહંતે શરનું પવપ્નમિ ઇત્યાદિ પદોથી આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી કર્મોની ૫૨વશતામાં પણ દુર્ગતિઓના પાતથી પોતાનું રક્ષણ થાય.
(૨૮) દુષ્કૃતોની ગર્તા કરવી જોઈએ, અઢાર પાપસ્થાનકો દુષ્કૃતો છે, તેના સ્વરૂપને સમ્યક્ અવધારણ કરીને તેના પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય માટે વિચારવું જોઈએ કે મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં આ દુષ્કૃતો વિઘ્નભૂત છે અને દુર્ગતિઓનાં પ્રબળ કારણ છે, તેથી તેનું સ્મરણ કરીને તેના પ્રત્યે હું જુગુપ્સા કરું, જેના કારણે મારામાં અનાદિથી સ્થિર થયેલી દુષ્કૃતોની શક્તિ ક્ષીણ ક્ષીણતર થાય.
(૨૯) કુશલનું અનુમોદન કરવું જોઈએ, જે મહાત્માઓએ સંસારથી ભય પામીને સંસારનો ઉચ્છેદ કર્યો છે તેવા સિદ્ધ ભગવંતો અને તીર્થંકરો કુશલને પામેલા છે અને જેઓ સંસારના ઉચ્છેદમાં મહાપરાક્રમ કરે છે તેવા ઋષિઓ કુશલને પામી રહ્યા છે તેઓના કુશલનું સ્મરણ કરીને તેનું અનુમોદન ક૨વું જોઈએ, જેથી તેવા કુશલની પ્રાપ્તિને અનુકૂળ પોતાનું સદ્ગીર્ય ઉલ્લસિત થાય.
(૩૦) મંત્રદેવતાની પૂજા કરવી જોઈએ, મનન અને ત્રાણ જે કરે તે મંત્ર કહેવાય, તેથી જે મંત્રનું સ્મરણ કરવાથી દુર્ગતિઓના પાતથી આત્માનું રક્ષણ થાય તે મંત્ર કહેવાય અને તેવા મંત્ર પ્રત્યે અત્યંત ભક્તિવાળા વ્યંતર જાતિના જે દેવતાઓ છે તેઓ પણ ગુણના પક્ષપાતી છે, કલ્યાણનું પ્રબળ કારણ છે અને ઉત્તમ મંત્રો પ્રત્યે પક્ષપાતવાળા હોવાથી પ્રાયઃ સમ્યગ્દષ્ટિ છે તેવા દેવોની પૂજા ક૨વાથી તે મંત્રની જ પૂજા થાય છે, તેથી તે મંત્ર શીઘ્ર ફળપ્રદ બને છે.
(૩૧) સત્ ચેષ્ટિતોને સાંભળવા જોઈએ, ઉત્તમ પુરુષો સંસારના ઉચ્છેદ માટે મહાપરાક્રમ કરનારા હોય છે અને તેઓની ઉત્તમ ચેષ્ટાઓને બતાવનારાં તેમનાં દૃષ્ટાંતોને સાંભળવાં જોઈએ, જેમ ૨ાજકૂળમાં જન્મેલા ગજસુકુમાલ સંયમ ગ્રહણ કરીને ગ્રહણશિક્ષાથી અને આસેવનશિક્ષાથી સંપન્ન થયા પછી સ્મશાનમાં
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૬.
લલિતવિસ્તરા ભાગ-૩ મરણાંત ઉપસર્ગ થવા છતાં પણ શમભાવમાં સ્થિર રહી શક્યા તેવા ઉત્તમ પુરુષોનાં ચરિત્રો સદા સાંભળવા જોઈએ, જેથી કષાયોનું શમન અતિશય થાય અને અક્કેશવાળી પ્રકૃતિ અતિશયિત થાય.
(૩૨) ઔદાર્યનું ભાવન કરવું જોઈએ, સ્વભાવથી જીવ પોતાના તુચ્છ બાહ્ય સ્વાર્થ પ્રત્યે પક્ષપાતી હોય છે, આથી જ ક્યારેક લોકમાં માન-ખ્યાતિ આદિના નિમિત્તથી કે તેવા સંયોગથી બાહ્ય ધનવ્યય આદિની ઉદાર પ્રવૃત્તિ કરતો હોય તોપણ પ્રસંગે પોતાનામાં શુદ્રભાવ વ્યક્ત વર્તતો હોય છે તેનું સૂક્ષ્મ અવલોકન કરીને તે ક્ષુદ્રભાવ દૂર થાય તે રીતે ઔદાર્યનું ભાવન કરવું જોઈએ. માત્ર ઉદારતાથી દાનાદિ આપે તોપણ જેમ ભોગ માટે ધન વ્યય કરે છે તેમ લોકમાં હું સુંદર દેખાઉ વગેરે મુદ્ર આશયો જીવમાં વર્તતા હોય તો દાન આપવાની ક્રિયા થાય, પરંતુ ઔદાર્ય પ્રગટ થાય નહિ, માત્ર લોક તેને ઉદાર કહે છે, પરંતુ પોતાની ક્ષુદ્ર પ્રકૃતિ અનુસાર કર્મ બંધ પ્રાપ્ત થાય છે અને તેવી શુદ્ર પ્રકૃતિ સ્વયે ક્લેશ સ્વરૂપ છે, તે ક્ષીણ થાય તે રીતે ઔદાર્યનું ભાવન કરવું જોઈએ.
(૩૩) ઉત્તમ દષ્ટાંતથી વર્તવું જોઈએ, સ્વભાવથી જ જીવ કષાયને વશ અન્યોના અવલંબન લઈને પોતાની તુચ્છ પ્રકૃતિ પોષે છે, તેથી થોડું શાસ્ત્ર ભણીને પણ મૂર્ખ જીવોનું અવલંબન લઈને પોતે શાસ્ત્રો ભણીને કુશળ થયો છે તેવા ભાવો કરે છે, થોડું દાન કરીને પોતે દાનવીર છે તેવા ભાવો કરે છે, તે ભાવોના ઉચ્છેદ માટે “ઉત્તમ પુરુષો કઈ રીતે શાસ્ત્રના પરમાર્થને જોનારા હતા અને પોતાના બોધથી પોતે અધિક છે તેવા તુચ્છ ભાવો કરનારા ન હતા, પરંતુ પૂર્ણજ્ઞાની આગળ પોતે ઘણા અલ્પ છે' તેમ ભાવન કરતા હતા અને પૂર્વના ઉદાર પુરુષોએ માન-ખ્યાતિ નિરપેક્ષ થઈને કઈ રીતે ઉત્તમ કાર્યો કર્યા છે તે બધાના દૃષ્ટાંતથી પોતાના જીવનમાં તેવી ઉત્તમતા પ્રગટે તે રીતે વર્તવું જોઈએ, અન્યથા અલ્પ દાન કરીને હું દાનશીલ છું, અલ્પ ભણીને હું શાસ્ત્રમાં નિપુણ છું ઇત્યાદિ તુચ્છ ભાવોમાં વર્તનારા જીવો પોતાની ઉત્તમ પ્રકૃતિનો નાશ કરે છે. તેવા જીવો ક્રમે કરીને ધર્મની યોગ્યતાનો પણ ક્ષય કરે છે, માટે ઉત્તમ દષ્ટાંતોથી વર્તવું જોઈએ. લલિતવિસ્તરા -
एवंभूतस्य या इह प्रवृत्तिः सा सर्वव साध्वी, मार्गानुसारी ह्ययं नियमादपुनर्बन्धकादिः, तदन्यस्यैवंभूतगुणसम्पदोऽभावात्, अत आदित आरभ्यास्य प्रवृत्तिः सत्प्रवृत्तिरेव नैगमानुसारेण चित्रापि प्रस्थकप्रवृत्तिकल्पा, तदेतदधिकृत्याहुः-'कुठारादिप्रवृत्तिरपि रूपनिर्माणप्रवृत्तिरेव, तद्वदादिधार्मिकस्य धर्मे कान्येन तद्गामिनी, न तु तद्बाधिनीति हार्दाः, तत्त्वाविरोधकं हृदयमस्य; ततः समन्तभद्रता; तन्मूलत्वात् सकलचेष्टितस्य। લલિતવિસ્તરાર્થ:
આવા પ્રકારના જીવની=પૂર્વમાં ચૈત્યવંદનની સિદ્ધિ માટે શું કરવું જોઈએ તે તેત્રીશ કર્તવ્યથી બતાવ્યું તેવાં કૃત્યો કરનારા જીવની, અહીં=સંસારમાં, જે પ્રવૃત્તિ છે તે સર્વ જ સાધ્વી છે= સુંદર છે અર્થાત્ તેઓની ધર્મ-અર્થ-કામ ત્રણેની સર્વ જ પ્રવૃતિ સુંદર છે, હિં=જે કારણથી, આ આવા
Page #278
--------------------------------------------------------------------------
________________
૩૩ કર્તવ્ય કરનારા અપુનબંધકાદિ જીવો
૨૫૭
પ્રકારની પ્રવૃત્તિ કરનાર માર્ગાનુસારી, નિયમથી અપુનર્બંધક આદિ છે=મોક્ષપથમાં સ્વશક્તિ અનુસાર યત્ન કરનારા સ્થૂલ બોધવાળા અપુનર્બંધક-સૂક્ષ્મ બોધવાળા સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવકો છે; કેમ કે તેનાથી અન્યને=અપુનબંધક આદિથી અન્યને, આવા પ્રકારની ગુણસંપત્તિનો અભાવ છે=અપુનર્બંધક આદિથી અન્ય જીવોને પૂર્વમાં બતાવ્યું તેવી તેત્રીશ ઉત્તમ આચરણા કરે એવા પ્રકારની ગુણસંપત્તિનો અભાવ છે, આથી આદિથી માંડીને આની=અપુનર્બંધકની, પ્રવૃત્તિ નૈગમ અનુસારથી ચિત્ર પ્રકારની પ્રસ્થપ્રવૃત્તિતુલ્ય સત્પ્રવૃત્તિ જ છે, તે આને આશ્રયીને= અપુનર્બંધકની પ્રારંભથી માંડીને પ્રસ્થક પ્રવૃત્તિતુલ્ય સત્પ્રવૃત્તિ છે એને આશ્રયીને, કહે છે - કુઠાર આદિ પ્રવૃત્તિ પણ=કુહાડો લઈને પ્રસ્થક બનાવવા માટે જંગલમાં લાકડું લેવા જાય તે વગેરે પ્રવૃત્તિ પણ, રૂપનિર્માણની પ્રવૃત્તિ જ છે=પ્રસ્થકના સ્વરૂપના નિર્માણની પ્રવૃત્તિ જ છે, તેની જેમ= કુહાડો લઈને લાકડું લેવા જનાર પ્રસ્થની પ્રવૃત્તિ કરનારની જેમ, ધર્મના વિષયમાં આદિ ધાર્મિકની સંપૂર્ણતાથી તેને અનુસરનારી પ્રવૃત્તિ છે, પરંતુ તેને બાધ કરનારી નથી=ધર્મને બાધ કરનારી નથી, એ પ્રમાણે હાર્દને જોનારા કહે છે.
—
આનું=અપુનબંધનું, તત્ત્વ અવિરોધક હૃદય છે, તેથી સમંતભદ્રતા છે; કેમ કે સકલ ચેષ્ટિતનું= અપુનબંધકની બધી ચેષ્ટાઓનું, તદ્નલપણું છે=તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વકપણું છે.
પંજિકા ઃ
‘ઊતારે'ત્યાવિ, તારાવિપ્રવૃત્તિપિ, વ્યારાવો પ્રસ્થજોવિતવા છેવોપયોગિનિ શસ્ત્ર, પ્રવૃત્તિ:=યટનदण्डसंयोगनिशातीकरणादिका, अपि, आस्तां प्रस्थकोत्किरणादिका, रूपनिर्माणप्रवृत्तिरेव = प्रस्थकाद्याकारनिष्पत्तिव्यापार एव; उपकरणप्रवृत्तिमन्तरेण उपकर्त्तव्यप्रवृत्तेरयोगात्, तद्वत् = कुठारादिप्रवृत्तिवद् रूपनिर्माणे, आदिधार्मिकस्य- अपुनर्बन्धकस्य, धर्मे= धर्म्मविषये, या प्रवृत्तिः देवताप्रणामादिका सदोषाऽपि सा, कार्त्स्न्येन = સામત્સ્યેન, તામિની ધર્મ શામિની, ન તુ=ન પુનઃ, તત્ત્વાધિની=ધર્મવાધિવા, કૃતિ=વું, હાર્યાઃ=પેતમ્પર્યાન્તगवेषिणः, आहुरिति शेषः । कुत इदमित्थमित्याह
तत्त्वाविरोधकं = देवादितत्त्वाप्रतिकूलं, यतो हृदयम् अस्य = अपुनर्बन्धकस्य, न तु प्रवृत्तिरपि; अनाभोगस्यैव तत्रापराधित्वात्, ततः=तत्त्वाविरोधकात् हृदयात्, समन्तभद्रता = सर्व्वतः कल्याणता, न तु प्रवृत्तेः केवलायाः, कुशलहृदयोपकारित्वात् तस्याः, तस्य च तामन्तरेणापि क्वचित् फलहेतुत्वात्, कुत इत्याह- तन्मूलत्वात्-तत्त्वाविरुद्धहृदयपूर्वकत्वात्, सकलचेष्टितस्य = शुभाशुभरूपपुरुषार्थप्रवृत्तिरूपस्य, (अस्यापुनर्बन्धकस्य) ।
પંજિકાર્થ ઃ‘જુવારે ચાયિક .... • પુરુષાર્થપ્રવૃત્તિરૂપસ્વ ।। તારેત્યાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, કુઠાર આદિ પ્રવૃત્તિ પણ, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – કુઠારાદિમાં=પ્રસ્થકને ઉચિત લાકડાને છેદવામાં ઉપયોગી શસ્ત્રમાં,
Page #279
--------------------------------------------------------------------------
________________
લલિતવિસ્તરા ભાગ-૩
પ્રવૃત્તિ=ઘટન-દંડસંયોગ-ધારનું તીક્ષ્ણતાકરણ આદિ અર્થાત્ કુહાડાને અનુકૂળ લાકડાને ઘડે, દંડનો કુહાડામાં સંયોગ કરે, કુહાડાની ધારને તીક્ષ્ણ કરે અને તે લઈને જંગલમાં જાય તે સર્વ પણ પ્રવૃત્તિ, રૂપનિર્માણની પ્રવૃત્તિ જ છે=પ્રસ્થક આદિ આકારની નિષ્પત્તિનો વ્યાપાર જ છે; કેમ કે ઉપકરણની પ્રવૃત્તિ વગર ઉપકર્તવ્યની પ્રવૃત્તિનો=પ્રસ્થક નિર્માણની પ્રવૃત્તિનો, અયોગ છે, જુતારાવિપ્રવૃત્તિષિમાં રહેલા ઋષિ શબ્દનો અર્થ કરે છે – પ્રસ્થકની ઉત્કિરણાદિ ક્રિયા દૂર રહો, કુઠારાદિ પ્રવૃત્તિ પણ પ્રસ્થક નિર્માણની ક્રિયા છે એમ સંબંધ છે, તેની જેમ=પ્રસ્થક નિર્માણમાં કુઠારાદિ પ્રવૃત્તિની જેમ, આદિ ધાર્મિક એવા અપુનબંધકની ધર્મવિષયમાં જે દેવતાપ્રણામાદિ સદોષ પણ પ્રવૃત્તિ છે તે કાર્ત્યથી= સમસ્તપણાથી, તદ્ગામિની=ધર્મગામિની છે, પરંતુ ધર્મબાધિકા નથી, એ પ્રમાણે હાર્દને જોનારા=ઐપર્વને જોનારા, કહે છે, લલિતવિસ્તરામાં ગાઢુ એ અધ્યાહાર છે એ બતાવવા માટે આિિત શેષઃ કહેલ છે.
–
૨૫.
કયા કારણથી આ=અપુનર્બંધકની સદોષ પણ દેવતા પ્રણામાદિની પ્રવૃત્તિ એ, એ પ્રમાણે છે ?= સદોષ પણ સંપૂર્ણ ધર્મગામિની છે એ પ્રમાણે છે ? એથી કહે છે જે કારણથી આનું=અપુનબંધકનું, તત્ત્વ અવિરોધક=દેવાદિ તત્ત્વ અપ્રતિકૂલ, હૃદય છે, પરંતુ પ્રવૃત્તિ પણ નહિ; કેમ કે ત્યાં=અપુનબંધકની તત્ત્વ વિરોધી પ્રવૃત્તિમાં, અનાભોગનું જ=સૂક્ષ્મબોધના અભાવનું જ, અપરાધીપણું છે, તેથી=તત્ત્વ અવિરોધક એવા હૃદયથી, સમંતભદ્રતા છે=સર્વથી કલ્યાણતા છે, પરંતુ કેવલ પ્રવૃત્તિથી સમંતભદ્રતા નથી; કેમ કે તેનું=પ્રવૃત્તિનું, કુશલ હૃદયમાં ઉપકારીપણું છે અને તેનું=તત્ત્વ અવિરોધક હૃદયનું, તેના વગર પણ=ઉચિત પ્રવૃત્તિ વગર પણ, ક્યારેક લહેતુપણું હોવાથી અપુનબંધકની સમંતભદ્રતા છે એમ અન્વય છે, કથા કારણથી=કુશલ પ્રવૃત્તિ નહિ હોવા છતાં કુશલ હૃદયથી અપુનબંધકની સમંતભદ્રતા કયા કારણથી છે ? એથી હેતુ કહે છે સકલ ચેષ્ટિતનું=શુભાશુભરૂપ પુરુષાર્થની પ્રવૃત્તિરૂપ સકલ ચેષ્ટિતનું, તદ્ મૂલપણું છે=તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વકપણું છે, આથી અપુનબંધકની સમંતભદ્રતા છે એમ અન્વય છે.
-
ભાવાર્થ:
કેટલાક જીવો સંસારથી અત્યંત ભય પામેલા હોય છે, છતાં સ્કૂલ બોધવાળા હોય છે તેઓ અપુનર્બંધક છે, તેથી પોતાના સ્થૂલ બોધ અનુસાર સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે, કેટલાક સૂક્ષ્મ બોધવાળા હોય છે તેઓ પોતાના બોધ અનુસાર સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ છે અથવા દેશવિરતિવાળા છે. અને તેવા અપુનર્બંધક, સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિવાળા જીવો પૂર્વમાં બતાવ્યું તેવી તેત્રીશ પ્રકારની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ પોતાની શક્તિ અનુસાર કરે છે એવા પ્રકારના જીવોની સંસારમાં જે પ્રવૃત્તિ છે તે સર્વ જ સુંદર છે; કેમ કે તેઓને સંસારના ઉચ્છેદની ઉત્કટ ઇચ્છા છે, તેથી અર્થ-કામની ઇચ્છા થાય તોપણ આ મારું હિત નથી તેમ જાણીને તેને ક્ષીણ કરવા યત્ન કરે છે અને વિકારો ચિત્તને વિહ્વળ કરે ત્યારે યતનાપૂર્વક વિકારોને શમન ક૨વા યત્ન કરે છે અને ધર્મની પ્રવૃત્તિ પણ પોતાના બોધ અનુસાર કષાયો અલ્પ થાય તે
Page #280
--------------------------------------------------------------------------
________________
૩૩ કર્તવ્ય કરનારા અપુનર્ભધકાદિ જીવો
૨૫૯ રીતે કરે છે, તેથી નિયમથી તેઓની સર્વ પ્રવૃત્તિ કષાયને ક્ષીણ કરીને મોક્ષમાર્ગને અનુસરનારી હોય છે, તેથી તેઓની સર્વ પ્રવૃત્તિ સુંદર જ છે અને જેઓ અપુનબંધક આદિ દશાને પામ્યા નથી તેઓની પાસે પૂર્વમાં કહ્યું તેવી અકલ્યાણમિત્રોનો પરિહાર, કલ્યાણમિત્રનું સેવન ઇત્યાદિ કૃત્યરૂપ ગુણસંપદા નથી, તેથી તેઓની માર્ગાનુસારી પ્રવૃત્તિ નથી.
અહીં તેવા જ અપુનબંધકોનું ગ્રહણ છે જેઓનું ચિત્ત વર્તમાનમાં મોક્ષને અનુકૂળ વર્તે છે, જ્યારે કેટલાક અપુનબંધક હોવા છતાં વર્તમાનમાં મોક્ષને પ્રતિકૂળ ચિત્તવાળા પણ હોય છે, જેમ જમાલી વગેરે, તેઓનું અહીં ગ્રહણ નથી અને મોક્ષને અનુકુળ જેઓનું ચિત્ત છે તેઓ પૂર્વમાં કહ્યું તેવા ઉચિત આચારોને સેવીને પોતાની ઉત્તમ પ્રકૃતિ સુંદર બનાવે છે અને જેઓ આવી સુંદર પ્રકૃતિવાળા છે તેવા અપુનબંધકની આદિથી માંડીને સર્વ પ્રવૃત્તિ સત્યવૃત્તિ જ છે અને નૈગમનય અનુસારથી તેઓની ચિત્ર પણ સત્યવૃત્તિ પ્રસ્થક પ્રવૃત્તિ જેવી જ છે. જેમ કોઈ પ્રસ્થક ઘડનાર સુથાર પ્રસ્થક ઘડવા માટે કુહાડો ગ્રહણ કરે, તેનો દંડ સાથે સંયોગ કરે, કુહાડાની ધાર તીક્ષ્ણ કરે, ત્યારપછી જંગલમાં જઈને તે પ્રસ્થક માટે લાકડું લઈ આવે અને પ્રસ્થક નિર્માણની પ્રવૃત્તિનો પ્રારંભ કરે ત્યાં નૈગમનય પ્રસ્થક માટે કુહાડાનો ઘટન આદિ પ્રવૃત્તિને પણ પ્રચકની પ્રવૃત્તિ કહે છે; કેમ કે તે પ્રવૃત્તિ વગર પ્રસ્થક નિર્માણની પ્રવૃત્તિ થઈ શકે નહિ, જો કે વ્યવહારનય પ્રસ્થક નિર્માણની ક્રિયા કરતો હોય ત્યારે પ્રસ્થકની ક્રિયા કરે છે તેમ કહે છે જ્યારે નૈગમનય કુહાડાનું ગ્રહણ આદિ સર્વ ક્રિયા પ્રસ્થક કરવાની ક્રિયા છે તેમ કહે છે, તે રીતે આદ્યભૂમિકાવાળો અપુનબંધક જીવ જે કંઈ આદ્યભૂમિકાની ઉચિત પ્રવૃત્તિ કરે છે તે જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ત્રણ ગુપ્તિવાળા ભાવસાધુની ક્રિયામાં વિશ્રાંત થવાનું કારણ બને તેવી છે, તેથી જેમ ત્રણ ગુપ્તિવાળા મુનિ અસ્મલિત મોક્ષમાર્ગમાં જાય છે તેમ અપુનબંધક જીવ પણ આદ્યભૂમિકામાં માતા-પિતાની ભક્તિ, અકલ્યાણમિત્રનો પરિહાર ઇત્યાદિ જે જે કૃત્યો કરે છે તેનાથી કષાયોની વિરુદ્ધ પ્રવૃત્તિ કરીને અકષાયભાવ તરફ જાય છે, તેથી તેવી સર્વ પ્રવૃત્તિ ધર્મમાં જવાનું પ્રબળ કારણ છે, માટે આઘભૂમિકામાં અજ્ઞાનને વશ તે જીવ કોઈક દોષવાળી પ્રવૃત્તિ કરે તોપણ તે પ્રવૃત્તિ ધર્મને સન્મુખ જ જનારી છે, એ પ્રમાણે ધર્મને જોનારા આપ્તપુરુષો કહે છે.
અહીં પ્રશ્ન થાય કે અપુનબંધક જીવો આત્મકલ્યાણ માટે ઉચિત પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ સ્કૂલ બોધને કારણે તેઓની પ્રવૃત્તિમાં કોઈક દોષો વર્તતા હોય તે દોષને કારણે તેટલા અંશથી તેની પ્રવૃત્તિ ધર્મથી વિમુખ કેમ બનતી નથી ? તેથી કહે છે –
જે અપુનબંધક જીવો પૂલ બોધવાના છે તોપણ સંસારને નિર્ગુણ જાણીને સંસારના ઉચ્છેદના ઉપાયરૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓનું હૃદય તત્ત્વને અવિરોધક છે, ફક્ત અનાભોગને કારણે જ તત્ત્વને વિરોધી પ્રવૃત્તિ થાય છે, તેથી તે પ્રવૃત્તિમાં તેનું અજ્ઞાન જ અપરાધી છે, તેનું હૈયું તો તત્ત્વને અનુકૂળ જ છે અને તત્ત્વને અનુકૂળ હૈયાથી જ સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે, પરંતુ કેવલ પ્રવૃત્તિથી નહિ અર્થાત્ જેઓનું હૈયું તત્ત્વને અનુકૂળ નથી અને તેઓ કોઈક નિમિત્તે ધર્મની પ્રવૃત્તિ કરે છે તોપણ તે પ્રવૃત્તિથી તેઓનું કલ્યાણ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૦
લલિતવિસ્તરા ભાગ-૩ થતું નથી, પરંતુ તત્ત્વ અવિરોધી હયાથી જ સર્વ કલ્યાણની પ્રાપ્તિ છે અને તત્ત્વ અવિરોધી હૃદયને અતિશય કરવા માટે જ ધર્મની પ્રવૃત્તિ ઉપકારક છે, તેથી અજ્ઞાનને વશ કોઈક અપુનબંધક જીવો તેવી પ્રવૃત્તિ ન કરે તોપણ તેઓનું તત્ત્વ અવિરોધી હૃદય કષાયને ક્ષીણ કરીને ગુણવૃદ્ધિ પ્રત્યે કારણ છે. જેમ બૌદ્ધદર્શનના વિદ્વાન ગોવિંદાચાર્ય કલ્યાણના અર્થી હતા તોપણ તેને બૌદ્ધદર્શન જ તત્ત્વભૂત જણાતું હતું અને સ્યાદ્વાદી સામે વાદમાં પોતે પરાજિત થતા હતા, તેથી સ્યાદ્વાદના રહસ્યને જાણવા માટે અન્ય ઉપાય વિદ્યમાન નહિ હોવાથી કપટથી જૈનસાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી છે, પરંતુ પોતાના દર્શન પ્રત્યે પક્ષપાતી છે, સ્યાદ્વાદ સમ્યગુ વાદ નથી તેવો કંઈક વિપરીત બોધ છે તોપણ તે મહાત્માનું હૃદય તત્ત્વને અભિમુખ હોવાથી તે મહાત્માને જ્યારે કોઈક આગમવચનથી નિર્ણય થાય છે, આ જ દર્શન સત્ય છે, ત્યારે ગુરુ આગળ સરળ ભાવથી પોતાનો આશય વ્યક્ત કરીને શુદ્ધ સંયમનો સ્વીકાર કરે છે, તેથી પ્રભાવક આચાર્ય થયા, માટે પૂર્વમાં સ્વદર્શન પ્રત્યે કંઈક પક્ષપાત હોવા છતાં, વાદમાં જીતવાના આશયથી સંયમ ગ્રહણ કરેલ હોવા છતાં તે મહાત્માનું હૃદય તત્ત્વ અવિરોધી હોવાથી ઉત્તમચિત્તને કારણે સન્માર્ગની પ્રાપ્તિનું કારણ બન્યું. વળી, તત્ત્વ અવિરોધી હૃદયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
તે મહાત્મા શુભ અશુભરૂપ પુરુષાર્થની પ્રવૃત્તિરૂપ સકલ ચેષ્ટાઓ તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વક કરે છે, જેમ કોઈ અપુનબંધક જીવ સંસારથી ભય પામેલ હોય, છતાં અર્થ-કામની વૃત્તિ ક્ષીણ થયેલ ન હોય ત્યારે તે મહાત્મા શુભ પુરુષાર્થરૂપ ધર્મની પ્રવૃત્તિ કરે છે અને અશુભ પુરુષાર્થરૂપ અર્થ-કામની પ્રવૃત્તિ પણ કરે છે, ત્યારે પણ પોતાના સ્થૂલ બોધ અનુસાર તે મહાત્માનું ચિત્ત તત્ત્વને અભિમુખ જ હોય છે, તેથી અર્થ અને કામ પુરુષાર્થ તે રીતે સેવે છે કે જેથી ક્રમસર તે લાલસાઓ ક્ષીણ થાય અને ધર્મ પુરુષાર્થ પણ તે રીતે સેવે છે કે જેથી ગુણને અભિમુખ યત્ન થવાથી કષાયો ક્ષીણ થાય, તેથી તેઓની બધી ચેષ્ટા તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વક થાય છે, માટે તેની સર્વ પ્રવૃત્તિમાં સમતભદ્રતા છે. આથી જ અજ્ઞાનથી ધર્મની પ્રવૃત્તિમાં કોઈ દોષની પ્રાપ્તિ થાય તોપણ કષાયની વૃદ્ધિનું કારણ બને તેવી તેની ચિત્તવૃત્તિ નથી, ફક્ત સૂક્ષ્મબોધના અભાવને કારણે તે પ્રકારના દોષના પરિહારથી કરાયેલી પ્રવૃત્તિ જે રીતે વિશેષ શુદ્ધિનું કારણ બને તેવી વિશેષ શુદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેમ ગોવિંદાચાર્ય વાદ જીતવા માટે સંયમની ક્રિયા કરે છે ત્યારે તેઓની સંયમની દ્રક્રિયા તત્ત્વને અભિમુખ હૃદયપૂર્વક હોવા છતાં અનાભોગને કારણે આ ક્રિયા તત્ત્વભૂત છે તેવો બોધ નહિ હોવાથી વિશેષ શુદ્ધિનું કારણ બનતી નથી તોપણ તે વખતની તેમની સંયમની ક્રિયાને શાસ્ત્રમાં પ્રધાન દ્રવ્યક્રિયા કહેલ છે; કેમ કે હૃદય તત્ત્વ અવિરુદ્ધ હતું અને જ્યારે સૂક્ષ્મબોધ થયો ત્યારે તે જ પ્રકારની સંયમની ક્રિયા તે મહાત્માને અધિક શુદ્ધિનું પ્રબળ કારણ થઈ.
આનાથી એ ફલિત થાય કે જે અપુનબંધક જીવોનું કે સમ્યગ્દષ્ટિ જીવોનું તત્ત્વ અવિરોધી હૃદય છે તેઓને કષાયોનો ક્ષય કરવો એ જ તત્ત્વ દેખાય છે અને તેના ઉપાયરૂપે જ ચૈત્યવંદન આદિ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તોપણ પૂર્વમાં અકલ્યાણમિત્રોનો પરિહાર આદિ જે તેત્રીશ કૃત્યો બતાવ્યાં તે કૃત્યોનું જેઓ સમ્યફ સેવન કરે છે તેનાથી તેઓનું ચિત્ત તત્ત્વને અભિમુખ અતિશયતર થાય છે, તેથી પૂર્વમાં વર્ણન
Page #282
--------------------------------------------------------------------------
________________
૩૩ કર્તવ્ય કરનારા અપનબંધકાદિ જીવો
૨૬૧
કર્યું તેવા ઉત્તમ ભાવોથી યુક્ત ચૈત્યવંદનને કરવા માટે તેઓ સમર્થ બને છે, તેના બળથી તેવા મહાત્માઓ ઉત્તર-ઉત્તરના ભવમાં શ્રેષ્ઠ ધર્મ સામગ્રીને પામીને શીધ્ર ભવનો અંત કરવા સમર્થ બને છે, માટે ચૈત્યવંદનને અનુકૂળ ઉત્તમ ચિત્તના નિર્માણ માટે આદિ કર્મ આદિ સર્વ કૃત્યોમાં શક્તિ અનુસાર ઉચિત યત્ન કરવો होय. ललितविस्तरा:
एवमतोऽपि विनिर्गततत्तदर्शनानुसारतः सर्वमिह योज्यं सुप्तमण्डितप्रबोधदर्शनादि, न ह्येवं प्रवर्त्तमानो नेष्टसाधक इति, भग्नोऽप्येतद्यत्नलिङ्गोऽपुनर्बन्धकः, इति तं प्रत्युपदेशसाफल्यम्।
'नानिवृत्ताधिकारायां प्रकृतावेवंभूत' इति कापिलाः, 'न अनवाप्तभवविपाक' इति च सौगताः, 'अपुनर्बन्धकास्त्वेवंभूता' इति जैनाः। ललितविस्तरार्थ :
આનાથી જ=જૈનદર્શનથી જ, નીકળેલા તે તે દર્શન અનુસારથી સુપ્તમંડિત પ્રબોધ દર્શન આદિ સર્વ અહીં=જૈનદર્શનમાં, આ રીતે=પ્રસ્થક દષ્ટાંતની જેમ, યોજવું, શિ=જે કારણથી, આ રીતે પ્રવર્તમાન=પ્રસ્થકકર્તુના દષ્ટાંતથી પ્રવર્તતો અપુનર્નાક, ઈષ્ટ સાધક નથી એ પ્રમાણે નથી, ભગ્ન પણ આ અપનબંધક યત્નલિંગવાળો છે, એથી તેના પ્રત્યે ઉપદેશનું સાફલ્ય છે.
અનિવૃત અધિકારવાળી પ્રકૃતિમાં આવા પ્રકારનો નથી એ પ્રમાણે કપિલ દર્શનવાળા કહે છે અને અપ્રાપ્ત ભવવિપાકવાળો નથી=આવા પ્રકારનો નથી એમ સીગતો કહે છે, વળી, અપુનબંધકો આવા પ્રકારના છે એમ જેનો કહે છે. ies:
‘एवं'=प्रस्थकदृष्टान्तवद्, 'अतोऽपि' जैनदर्शनादेव, 'विनिर्गतानि' पृथग्भूतानि, 'तानि तानि', यानि 'दर्शनानि' प्रवादाः, तेषामनुसारतः तत्रोक्तमित्यर्थः, 'सर्च'-दृष्टान्तजालम्, 'इह' दर्शने, 'योज्यम्', किंविशिष्टमित्याह- 'सुप्तमण्डितप्रबोधदर्शनादि', यथा-कस्यचित् सुप्तस्य सतो मण्डितस्य कुङ्कुमादिना, प्रबोधे निद्रापगमे, अन्यथाभूतस्य सुन्दरस्य चात्मनो, दर्शनम् अवलोकनम्, आश्चर्यकारि भवति, तथाऽपुनर्बन्धकस्यानाभोगवतो विचित्रगुणालङ्कृतस्य सम्यग्दर्शनादिलाभकाले विस्मयकारि आत्मनो दर्शनमिति, 'आदि'शब्दानावादिना सुप्तस्य सतः समुद्रोत्तीर्णस्य बोधेऽपि तीर्णदर्शनादि ग्राह्यमिति। दार्टान्तिकसिद्ध्यर्थमाह'न' नैव, 'हिः' यस्माद्, ‘एवं प्रस्थककर्तृन्यायेन, 'प्रवर्तमानो'ऽपुनर्बन्धको, 'न'=नैव, 'इष्टसाधकः'= प्रस्थकतुल्यसम्यक्त्वादिसाधकः, अपि तु साधक एवेति। अपुनर्बन्धकस्यैव लक्षणमाह- 'भग्नोऽपि'= अपुनर्बन्धकोचितसमाचारात् कथंचित् च्युतोऽपि, ‘एतद्यत्नलिङ्गः' पुनः स्वोचिताचारप्रयत्नावसेयो, 'अपुनर्बन्धकः' आदिधर्मिकः, 'इति'।
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૨
લલિતવિસ્તા ભાગ-૩
પંજિકાર્ચ -
ર્વ=પ્રસ્થા ....... ગતિર્મિ:, “તિ' આ રીતે=પ્રસ્થક દગંતની જેમ, આનાથી જ=જૈનદર્શનથી જ, વિવિગત પૃથભૂત=નીકળેલાં, તે તે દર્શનો પ્રવાદો, તેના અનુસારથી-તેમાં કહેવાયેલો સર્વ દાંતસમૂહ, આ દર્શનમાં=જેવદર્શનમાં, યોજવો, કેવા પ્રકારનો વિશિષ્ટ દષ્ટાંતસમૂહ ? એથી કહે છે – ઊંઘમાં શણગારાયેલાને જાગે ત્યારે શણગારનું દર્શન આદિ દષ્ઠતો યોજવાં, જે પ્રમાણે – સૂતેલા છતાં કોઈક કેસર આદિથી શણગારાયેલાને પ્રબોધમાં=વિદ્રાના અપગમમાં, અન્યથા થયેલા અને સુંદર એવા પોતાનું દર્શન અવલોકન, આશ્ચર્યકારી થાય છે તે પ્રકારે વિચિત્ર ગુણથી અલંકૃત અનાભોગવાળા અપનબંધકને સમ્યગ્દર્શન આદિના લાભકાળમાં પોતાનું વિસ્મયકારી દર્શન થાય છે, ગરિ શબ્દથી સુતામજિત થનારમાં રહેલા પાલિ શબ્દથી, સૂતેલા છતાં તાવ આદિથી સમુદ્રને ઊતરેલા પોતાને બોધમાં પણ=જાગ્રત અવસ્થામાં પણ, તરેલાનું દર્શન આદિ ગ્રાહા છેતરેલાનું દર્શન વિસ્મયકારી થાય તેનું ગ્રહણ છે,
દાણંતિકની સિદ્ધિ માટે કહે છે અપુનબંધકમાં સુપ્તમંડિત પ્રબોધ દર્શન આદિ દાંતની પ્રસ્થક ચાય દ્વારા સિદ્ધિ માટે કહે છે – =જે કારણથી, આ રીતે પ્રસ્થકકતના ન્યાયથી પ્રવર્તમાન અપુનબંધકઆઘભૂમિકાની ધર્મપ્રવૃત્તિમાં પ્રવર્તતો અપુનબંધક, ઈષ્ટ સાધક=પ્રસ્થકતુલ્ય સમ્યક્ત આદિનો સાધક, નથી થતો જ એમ નહિ જ, પરંતુ સાધક જ થાય છે, અપુનબંધકના જ લક્ષણને
છે – ભગ્ન પણ અપુનબંધકને ઉચિત આચાસ્થી કોઈક રીતે ચુત થયેલો પણ, આ યત્નલિંગવાળોઃ ફરી પોતાના ઉચિત આચારોમાં પ્રયત્નવાળો, અપુનબંધક છે=આદિ ધાર્મિક છે. ભાવાર્થ
પૂર્વમાં ચૈત્યવંદનની સિદ્ધિ માટે તેત્રીશ કર્તવ્યો બતાવ્યાં અને તેવાં કર્તવ્યોમાં યત્ન કરનારની સર્વ પ્રવૃત્તિ સુંદર હોય છે તેમ બતાવ્યું અને કહ્યું કે આવા જીવો નિયમથી માર્ગાનુસારી અપુનબંધકાદિ હોય છે. ત્યારપછી અપુનબંધકની પ્રવૃત્તિ આદિથી માંડીને પ્રસ્થક પ્રવૃત્તિ જેવી નૈગમ અનુસાર હોય છે તેમ બતાવ્યું. તેની પ્રવૃત્તિ આદિથી માંડીને તત્ત્વને અભિમુખ કેમ હોય છે તેમાં કહ્યું કે તેનું તત્ત્વ અવિરોધક હૃદય છે, તેથી તેની સર્વ પ્રવૃત્તિમાં સમતભદ્રતા છે. હવે તેઓની પ્રસ્થક ન્યાયથી સમંતભદ્રતા કઈ રીતે છે? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
મોક્ષમાર્ગને કહેનારાં અન્ય દર્શનો છે તે સર્વ જૈનદર્શનમાંથી જ પૃથફ થયેલાં છે; કેમ કે ઋષભદેવ ભગવાને સન્માર્ગનું સ્થાપન કર્યું તેના પૂર્વે લોકમાં મોક્ષ અને મોક્ષમાર્ગ વિષયક કોઈ પ્રવૃત્તિ ન હતી, અને ઋષભદેવ ભગવાને મોક્ષમાર્ગ કહ્યો અને નયોને અવલંબીને દેશના આપી, તેમાંથી તે તે નયને અવલંબીને મોક્ષમાર્ગને કહેનારાં દર્શનો પ્રગટ થયાં, તેથી જૈનદર્શનમાંથી જ તે તે દર્શનો પૃથફ થયાં છે અને તે દર્શનો મોક્ષમાર્ગમાં પ્રસ્થિત જીવ આદ્યભૂમિકામાં કેવો હોય છે તેને બતાવવા માટે સુપ્તમંડિત પ્રબોધદર્શન આદિ
Page #284
--------------------------------------------------------------------------
________________
૩૩ કર્તવ્ય કરનારા પુનર્થધકાદિ જીવો.
૨૩ દષ્ટાંતો બતાવે છે અને તે દૃષ્ટાંતોનું યોજન ભગવાનના દર્શનમાં રહેલા અપુનબંધકમાં પ્રસ્થક દૃષ્ટાંતની જેમ કરવું જોઈએ. જેમ સુપ્તમંડિત દૃષ્ટાંત બતાવતાં તેઓ કહે છે કે કોઈ પુરુષ ઊંઘમાં હોય, તેને કોઈ કેસર આદિથી અને અલંકારોથી શણગારે અને જ્યારે જાગે ત્યારે તેને દેખાય કે સૂઈ ગયો ત્યારે હું આવા પ્રકારનો ન હતો અને અત્યારે શણગારાયેલો છું, તેથી તેને આશ્ચર્ય થાય છે, તેમ અપુનબંધક જીવ પણ અપુનબંધક થયા પૂર્વે ક્લિષ્ટ કર્મોથી અસુંદર ભાવવાળો હતો અને કોઈક રીતે અનાભોગથી તેનાં ક્લિષ્ટ કર્મોનો અપગમ થવાને કારણે કંઈક ભદ્રક પ્રકૃતિવાળો થાય છે છતાં તેને આ સંસાર અત્યંત વિષમ છે, મુક્ત અવસ્થા અત્યંત સુંદર છે અને તેની પ્રાપ્તિનો એક ઉપાય વિતરાગના વચનાનુસાર વિતરાગ થવાને અનુકૂળ ઉચિતવ્યાપાર છે તેવો સૂક્ષ્મબોધ થયો નથી, તેથી અનાભોગવાળો છે, તોપણ ક્લિષ્ટ કર્મોનું વિગમન થયું હોવાને કારણે સહજ રીતે તે આદિ કર્મમાં યત્નવાળો થાય છે તેના બળથી તેના તત્ત્વને જોવામાં બાધક કર્મો વિશેષ વિશેષતર ક્ષીણ થાય છે અને જ્યારે તે કોઈક નિમિત્તથી પ્રતિબોધ પામે છે ત્યારે સંસારની સર્વ પ્રવૃત્તિઓ ઇન્દ્રજાળ જેવી છે તેવો તેને સ્પષ્ટ બોધ થાય છે અને ત્રણ ગુપ્તિઓમાં જ કરાયેલો યત્ન વર્તમાનમાં આત્માને માટે સર્વથા સુખકારી છે, આગામી સુખની પરંપરાનું એક કારણ છે તેવો સ્પષ્ટ બોધ થાય છે ત્યારે તેને જણાય છે કે જ્યારે મને કોઈ જાતનો બોધ ન હતો ત્યારે હું ઊંઘમાં હતો, તોપણ ક્લિષ્ટ કર્મો દૂર થવાથી હું વિચિત્ર ગુણોથી અલંકૃત થયેલો, જેથી આજે મને આખો સંસાર ઇન્દ્રજાળ જેવો સ્પષ્ટ દેખાય છે અને ત્રણ ગુપ્તિઓ જ સર્વ કલ્યાણનું કારણ દેખાય છે, તેથી અપુનબંધકદશામાં પોતાનો આત્મા કંઈક સુંદર ગુણોથી અલંકૃત થયો હતો, તેથી જ આજે સમ્યગ્દર્શન આદિના લાભકાળમાં મને સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ દેખાય છે અને અનંતકાળમાં પૂર્વે ઘણી વખત મનુષ્યભવને પામીને બોધની સામગ્રી પામવા છતાં હું તે પ્રકારના ગુણોથી અલંકૃત થયેલો નહિ, આથી જ અત્યાર સુધી હું સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણી શક્યો નહિ, હવે મને જે કંઈ તત્ત્વને અભિમુખ સુંદર સ્વરૂપ દેખાય છે તેનું કારણ ઊંઘ અવસ્થામાં પણ કર્મોના વિગમનથી મારામાં ઉત્તમ ગુણો પ્રગટ થયેલા, તેથી વર્તમાનમાં પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થઈ છે તેમ જણાય છે, વળી, આ કથનને જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે –
જે અપુનબંધક જીવો પ્રસ્થકકર્તાના ન્યાયથી આદ્યભૂમિકામાં ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેઓ ક્રમસર ઇષ્ટના સાધક અવશ્ય થાય છે. જેમ પ્રસ્થક માટે કુઠારનું સંઘઠન આદિ કરનાર પુરુષ ક્રમસર લાકડું લાવીને અવશ્ય પ્રસ્થક બનાવે છે, તેમ આઘભૂમિકામાં રહેલો અપુનબંધક પણ સ્વભૂમિકા અનુસાર ઉચિત ઉચિતતર પ્રવૃત્તિઓ કરીને સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિનો અવશ્ય સાધક થાય છે. આથી જ તેવા યોગ્ય જીવોને ચૈત્યવંદન કરીને હિત સાધવા માટે ગ્રંથકારશ્રીએ તેત્રીશ કર્તવ્ય બતાવ્યાં, તેને સેવીને જૈનશાસનને પામેલો અપુનબંધક જીવ સમ્યક્ત, દેશવિરતિ આદિ અવશ્ય પામે છે; કેમ કે સમ્યક્ત પામ્યા પછી તેને ત્રણ ગુપ્તિ જ સર્વથા હિત સ્વરૂપ દેખાય છે, તેથી તેવા જીવો સ્વભૂમિકા અનુસાર ચૈત્યવંદન કરીને પ્રાંતમાં ભવનિર્વેદ આદિ આઠ ભાવોની પ્રાર્થના કરીને તે પ્રકારના ઉત્તમ પુણ્યને પ્રાપ્ત કરશે, જેથી
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૪
લલિતવિસ્તરા ભાગ-૩ મોક્ષની નિષ્પત્તિમાં કારણભૂત સર્વ અંગોને પામીને તે મહાત્મા અલ્પકાળમાં ભવનો ઉચ્છેદ કરશે.
અહીં પ્રશ્ન થાય કે અપુનબંધક જીવો પણ કર્યદોષને કારણે ક્યારેક પોતાના ઉચિત આચારોથી ભગ્ન પરિણામવાળા હોય છે, આથી જ માતા-પિતા આદિ સાથે ક્યારેક કષાયોને વશ અનુચિત વર્તન પણ કરે છે તેથી કહે છે –
અપુનબંધક જીવોનાં ક્લિષ્ટ કર્મો પ્રાયઃ દૂર થયેલા હોવાથી પ્રાથમિક ભૂમિકાની ઉચિત પ્રવૃત્તિ કરવાની પરિણતિ થાય છે, તેથી તત્ત્વને અભિમુખ થયેલા અપુનબંધક જીવો માતા-પિતા આદિ સાથે સામાન્યથી ઉચિત પ્રવૃત્તિ જ કરે, તે રીતે સંસારમાં પણ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવા યત્ન કરે, છતાં ક્યારેક નિમિત્તને પામીને કોઈક કષાયનો ઉદય થાય ત્યારે તે અપુનબંધક જીવ તે ઉચિત આચારથી વિપરીત આચરણા પણ કરે છે, તોપણ ઉપદેશ આદિની સામગ્રીને પામીને કે નિમિત્તને પામીને ફરી તે ઉચિત આચારમાં યત્નવાળો થાય છે, એથી તેવા જીવો પ્રત્યે ઉપદેશનું સાફલ્ય છે, આથી જ તેવા જીવોને હિતમાં પ્રવર્તાવવા માટે ગ્રંથકારશ્રીએ તેત્રીશ કર્તવ્યો બતાવ્યાં, તેને સાંભળીને અપુનબંધક જીવો તે સેવવાને અભિમુખ પરિણામવાળા થાય છે, તેથી ભગ્ન થયેલા પણ તે અપુનબંધક જીવો સમ્યક્ત આદિને પામીને વિશેષ પ્રકારે ચૈત્યવંદન કરવા માટે સમર્થ બને છે.
પૂર્વમાં કહ્યું કે અપુનબંધક જીવો અનાભોગવાળા હોય ત્યારે પણ વિચિત્ર ગુણોથી અલંકૃત બને છે, તે વિષયમાં કપિલ દર્શનવાળા કહે છે કે જ્યાં સુધી જીવ ઉપરથી પ્રકૃતિનો અધિકાર દૂર થયો નથી, ત્યાં સુધી જીવ આવા પ્રકારનો થતો નથી, આથી જ અનાદિ કાળથી કર્મ પ્રકૃતિનો અધિકાર તે જીવ ઉપર હતો તે નિવર્તન પામે છે ત્યારે તે જીવ આઘભૂમિકાના ગુણોથી અલંકૃત બને છે. વળી, સૌગત દર્શનવાળા કહે છે કે જેનો ભવનો વિપાક નાશ થયો નથી તેઓ આવા ગુણવાળા થતા નથી, તેથી જેઓનો ભવભ્રમણનો પરિણામ ક્ષીણ થવા આવ્યો છે તે જીવો જ આઘભૂમિકાના ગુણથી અલંકૃત થાય છે, વળી, જૈનો કહે છે કે અપુનબંધક જીવો આવા પ્રકારના હોય છે; કેમ કે અથડાતાં કુટાતાં વિપર્યાય આપાદક કર્મો ઘણાં અલ્પ થાય છે, ત્યારે જીવ પ્રકૃતિથી ઉત્તમ પ્રકૃતિને અભિમુખ પરિણામવાળો થાય છે, તે અપુનબંધક જીવો પૂર્વમાં બતાવેલાં ઉચિત કૃત્યો કરીને ચૈત્યવંદનને અનુકૂળ ચિત્ત નિષ્પન્ન કરે છે. લલિતવિસ્તરા -
तच्छ्रोतव्यमेतदादरेण, परिभावनीयं सूक्ष्मबुद्ध्या, शुष्केक्षुचर्वणप्रायमविज्ञातार्थमध्ययनम्, रसतुल्यो ह्यत्रार्थः, स खलु प्रीणयत्यन्तरात्मानं, ततः संवेगादिसिद्धः; अन्यथा त्वदर्शनात्, तदर्थं चैष प्रयास इति न प्रारब्धप्रतिकूलमासेवनीयं, प्रकृतिसुन्दरं चिन्तामणिरत्नकल्पं संवेगकार्यं चैतद्, इति, महाकल्याणविरोधि न चिन्तनीयम्, चिन्तामणिरत्नेऽपि सम्यग्ज्ञातगुण एव श्रद्धाद्यतिशयभावतोऽविधिविरहेण महाकल्याणसिद्धिरित्यलं प्रसङ्गेन ।
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫
હિતોપદેશ લલિતવિસ્તરાર્થ -
તે કારણથી પૂર્વમાં તેત્રીશ કર્તવ્યો બતાવ્યાં તે સેવીને યોગ્ય જીવો ચૈત્યવંદન કરવા સમર્થ થાય છે અને પ્રાંતમાં જયવીયરાય સૂત્ર દ્વારા આઠ વસ્તુની ચાયના કરીને તેના બળથી જન્માંતરમાં મોક્ષસાધક સર્વ યોગોને પ્રાપ્ત કરીને સુખપૂર્વક સંસારનો અંત કરશે તે કારણથી, આને પ્રસ્તુત ગ્રંથને, આદરથી સાંભળવો જોઈએ, સૂકમબુદ્ધિથી ભાવન કરવું જોઈએ, સૂકી શેરડી ચાવવા જેવું અવિજ્ઞાત અર્થવાળું અધ્યયન છે, કિજે કારણથી, અહીં ગ્રંથઅધ્યયનમાં, રસતુલ્ય અર્થ છે, તે=અધ્યયનનો અર્થ, અંતરાત્માને પ્રીતિ ઉત્પન્ન કરે છે; કેમ કે તેનાથી=અર્થના બોધથી, સંવેગ આદિની સિદ્ધિ છે, વળી, અન્યથા અર્થના બોધ વગર માત્ર સૂત્રનું અધ્યયન કરવામાં આવે તો, અદર્શન છે=સંવેગ આદિનું અદર્શન છે, અને તેના માટે સંવેગ આદિની સિદ્ધિ માટે, આ પ્રયાસ છે=પ્રસ્તુત લલિતવિસ્તરા ગ્રંથની રચનાનો પ્રયાસ છે, એથી પ્રારબ્ધને પ્રતિકૂળ આસેવન કરવું જોઈએ નહિ=પ્રસ્તુત ગ્રંથ અપુનબંધક આદિ જીવોને અર્થનો બોધ કરાવીને સંવેગ આદિ પ્રગટ કરાવશે તે માટે ચૈત્યવંદનસૂત્રની ટીકા રચાયેલી છે તેને જેમતેમ ભણીને પ્રતિકૂલ આસેવન કરવું જોઈએ નહિ અર્થાત્ તેનું હાર્દ પ્રાપ્ત થાય તે રીતે જાણવા યત્ન કરવો જોઈએ, અને પ્રકૃતિથી સુંદર ચિંતામણિ રત્ન જેવું સંવેગ છે કાર્ય જેને એવું આ=પ્રસ્તુત ગ્રંથનું નિર્માણ છે, એથી મહાકલ્યાણનું વિરોધી ચિંતવન કરવું જોઈએ નહિ, સમ્યગુ જ્ઞાતગુણવાળા પષને જ ચિંતામણિ રત્નમાં પણ શ્રદ્ધાદિના અતિશય ભાવથી અવિધિના વિરહપૂર્વક મહાકલ્યાણની સિદ્ધિ છે, એથી પ્રસંગથી સયુંકચૈત્યવંદનની સિદ્ધિ માટે તેત્રીશ કર્તવ્યોથી માંડીને અત્યાર સુધી બતાવ્યું તે પ્રાસંગિક કથનથી સર્યું. પંજિકા -
एतदिति इदमेव प्रकृतं चैत्यवन्दनव्याख्यानम् इति, 'महे'त्यादि, महतः सच्चैत्यवन्दनादेः, कल्याणस्यकुशलस्य, विरोधि-बाधकम् अवज्ञाविप्लावनादि, न-नैव, चिन्तनीयम्=अध्यवसेयं, कुत इत्याह-'चिन्तामणी'त्यादि सुगमम् । इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां ललितिवस्तरापञ्जिकायां सिद्धमहावीरादिस्तवः समाप्तः ।
तत्समाप्तौ समाप्ता चेयं ललितिवस्तरापञ्जिका ।। कष्टो ग्रन्थो मतिरनिपुणा, संप्रदायो न तादृक्, शास्त्रं तन्त्रान्तरमतगतं, सन्निधौ नो तथापि । स्वस्य स्मृत्यै परहितकृते, चात्मबोधानुरूपं, मागामागःपदमहमिह व्यापृतश्चित्तशुद्ध्या ॥१॥
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૦૧
प्रत्यक्षरं निरूप्यास्य ग्रन्थमानं विनिश्चितम् ।
અનુષ્ટુપે સહસ્ર કે પળ્વાશષિò તથા (૨૦૧૦) ||
मङ्गलमस्तु । शुभं भवतु ।
-
લલિતવિસ્તરા ભાગ-૩
પંજિકાર્થ :
આ જ
‘ક્ષતિ’ • શુક્ષ્મ ભવતુ ।। વિતિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, એનો અર્થ કરે છે પ્રકૃત ચૈત્યવંદનનું વ્યાખ્યાન વ્ શબ્દથી ગ્રહણ થાય છે, મ, ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે મહાન=સત્ ચૈત્યવંદન આદિ, કલ્યાણનું=કુશલનું, વિરોધી=અવજ્ઞા વિપ્લવ આદિ બાધક, ચિંતવન કરવું જોઈએ નહિ, કેમ ચિંતવન કરવું જોઈએ નહિ ? એથી હેતુ કહે છે ચિંતામણિ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સુગમ છે.
-
આ પ્રકારે મુનિચંદ્રસૂરિ વિરચિત લલિતવિસ્તરાની પંજિકામાં સિદ્ધ મહાવીરાદિ સ્તવ સમાપ્ત થયો અને તેની સમાપ્તિમાં લલિતવિસ્તરાની પંજિકા સમાપ્ત થઈ.
કષ્ટગ્રંથ છે=પ્રસ્તુત લલિતવિસ્તરા ગ્રંથ અતિકઠણ છે, મતિ અનિપુણ છે=પંજિકાકારની મતિ ગ્રંથના પરમાર્થને જાણવામાં અગ્નિપુણ છે, તેવો સંપ્રદાય નથી=સુગુરુની પરંપરામાં કઠણ સ્થાનોને સ્પષ્ટ કરે તેવા મહાત્માઓ વિદ્યમાન નથી, તંત્રાંતરમતગત શાસ્ત્ર સંનિધિમાં નથી=પ્રસ્તુત ગ્રંથમાં તે તે દર્શનોના ઉલ્લેખપૂર્વક લલિતવિસ્તરામાં જે જે તત્ત્વની પુષ્ટિ કરી છે તે તે મતને કહેનારું શાસ્ત્ર મુનિચંદ્રસૂરિની પાસે વિદ્યમાન નથી, તોપણ પોતાની સ્મૃતિ માટે=પ્રસ્તુત ગ્રંથની પંજિકા લખતા પોતાને તે ગ્રંથના ભાવોની સ્મૃતિ થાય તેના માટે, અને પરના હિત માટે=મુનિચંદ્રસૂરિ મહારાજને બોધ થયો છે તે યોગ્ય જીવોને બોધ કરાવીને હિતનું કારણ થાય તેના માટે, આત્મબોધને અનુરૂપ અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, ચિત્તશુદ્ધિથી વ્યાવૃત એવો હું આન્તઃ પö=અપરાધના સ્થાનને, મા અા=પ્રાપ્ત થાઉં નહિ, પ્રતિઅક્ષરને નિરૂપિત કરીને આનું=પંજિકારૂપે લખાયેલા ગ્રંથનું, નિશ્ચિત ગ્રંથમાન તે પ્રકારે અનુષ્ટુપ છંદમાં પચાશથી અધિક બે હજાર છે (૨૦૧૦).
મંગલ થાઓ, શુભ થાઓ.
ભાવાર્થ:
—
ગ્રંથકારશ્રી લલિતવિસ્તરા ગ્રંથની પૂર્ણાહુતિમાં સાર રૂપે હિતોપદેશ આપતાં કહે છે
પૂર્વમાં કહ્યું તે પ્રમાણે અપુનર્બંધક આદિ જીવો ઉચિત કૃત્યો કરીને સુંદર પરિણતિવાળા થયેલા ચૈત્યવંદન કરીને અંતે ભવનિર્વેદ આદિ માગે છે, તેનાથી તેઓને મોક્ષ સાધવાને અનુકૂળ એવાં સંઘયણ આદિ સર્વ અંગો પૂર્ણ પ્રાપ્ત થશે, તેનાથી સુખપૂર્વક તેઓ મોક્ષને પ્રાપ્ત કરી શકશે, તેથી આ લલિતવિસ્તરા ગ્રંથ
Page #288
--------------------------------------------------------------------------
________________
હિતોપદેશ
૨૧૭ આદરપૂર્વક સાંભળવો જોઈએ અર્થાત્ તેના પરમાર્થની પ્રાપ્તિ થાય તે પ્રકારે યોગ્ય ઉપદેશક પાસેથી સાંભળવો જોઈએ અને યથાર્થ બોધ કર્યા પછી સૂક્ષ્મબુદ્ધિથી તેના પદાર્થનું પરિભાવન કરવું જોઈએ, પરંતુ માત્ર આ ગ્રંથ વાંચીને સંતોષ માનવો જોઈએ નહિ; કેમ કે તેના પરમાર્થની પ્રાપ્તિ ન થાય તેવું ગ્રંથનું અધ્યયન રસ વગરની શેરડી ચાવવા તુલ્ય છે, તેથી તેમાંથી મધુર સ્વાદ આવે નહિ, પરંતુ પ્રસ્તુત ગ્રંથનો જે પારમાર્થિક અર્થ છે તે રસતુલ્ય છે, તેથી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક પ્રસ્તુત ગ્રંથના અર્થને પરિભાવન કરવામાં આવે તો ગ્રંથનો પારમાર્થિક અર્થ પ્રાપ્ત થાય, જે અંતરાત્માને પ્રીતિ ઉત્પન્ન કરે છે–પોતાના દેહમાં રહેલ મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ જે અંતરાત્મા છે તેને પ્રશમના પરિણામરૂપ પ્રીતિને ઉત્પન્ન કરે છે. તેનાથી તે અર્થના સૂક્ષ્મબોધથી, સંવેગ-નિર્વેદ પ્રશમ આદિ ભાવોની સિદ્ધિ છે અને જેઓ પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે છે છતાં સૂક્ષ્મબુદ્ધિથી પ્રસ્તુત ગ્રંથના અર્થનું ભાવન કરતા નથી, તેથી યુક્તિ અને અનુભવ અનુસાર પ્રસ્તુત ચૈત્યવંદન કઈ રીતે યોગ્ય જીવને સુગતિની પરંપરા દ્વારા મોક્ષફળનું કારણ બને છે તે પ્રકારના રહસ્યને પામતા નથી, તેથી તેઓને પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી સંવેગાદિ ભાવો થતા દેખાતા નથી.
ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને સંવેગ આદિ ભાવોની પ્રાપ્તિ થાય તેના માટે ચૈત્યવંદન સૂત્ર ઉપર લલિતવિસ્તરા= આનંદને આપતા વિસ્તારને કરનારી, ટીકા રચી છે, એથી પ્રારબ્ધને પ્રતિકૂળ આસેવન કરવું જોઈએ નહિક ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને સૂક્ષ્મબોધ કરાવીને સંવેગ આદિની સિદ્ધિ થાય તેના માટે પ્રસ્તુત ટીકાનો પ્રારંભ કર્યો છે તેનાથી પ્રતિકૂળ ગ્રંથઅધ્યયનમાં યત્ન કરવો જોઈએ નહિ, પરંતુ સ્થાને સ્થાને ગ્રંથના રહસ્યને જાણીને ચૈત્યવંદન કઈ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે તેના પરમાર્થની પ્રાપ્તિ થાય તે રીતે નિપુણપ્રજ્ઞાથી ગ્રંથ અધ્યયનમાં પ્રયત્ન કરવો જોઈએ; કેમ કે પ્રકૃતિથી સુંદર ચિંતામણિ રત્ન જેવું સંવેગરૂપ કાર્ય છે જેને એવું આ ચૈત્યવંદનનું વ્યાખ્યાન છે અર્થાત્ જેમ ચિંતામણિ રત્ન પ્રકૃતિથી સુંદર હોય છે તેમ પ્રકૃત ચૈત્યવંદનનું વ્યાખ્યાન પ્રકૃતિથી સુંદર છે અને જેમ ચિંતામણિ રત્ન સર્વ ઇષ્ટ ફલને આપે છે તેમ પ્રસ્તુત ચૈત્યવંદનનું વ્યાખ્યાન આત્મા માટે સંવેગનું કાર્ય કરે છે, તે જીવ માટે સર્વ કલ્યાણરૂપ છે; કેમ કે સંવેગકાળમાં જ ચિત્તની સ્વસ્થતા વધે છે, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, પાપપ્રકૃતિઓ ક્ષીણ થાય છે અને સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થાય છે, એથી મહાકલ્યાણનું કારણ છે, તેના વિષયક વિરોધી વિચારવું જોઈએ નહિ અર્થાત્ જેમ ગ્રંથના પ્રારંભમાં શંકા કરેલ કે ચૈત્યવંદન સ્વયં નિષ્ફળ છે, તેથી તેના વ્યાખ્યાનનો પ્રયત્ન પણ નિરર્થક છે તે પ્રકારે ચિંતવન કરવું જોઈએ નહિ; કેમ કે સ્કૂલ બુદ્ધિવાળા જીવોને યથાતથા ચૈત્યવંદન કરતા જોઈને થાય છે કે આ પ્રકારનું કોલાહલ સ્વરૂપ ચૈત્યવંદન નિષ્ફળ છે, માટે તેવા ચૈત્યવંદન ઉપર વ્યાખ્યાન કરવું તે પણ નિષ્ફળ પ્રયાસ છે તે પ્રમાણે વિચારવું જોઈએ નહિ; કેમ કે ચિંતામણિ રત્ન પણ સમ્યગુ જ્ઞાતગુણવાળું હોય તો જ તેમાં શ્રદ્ધાદિનો અતિશય થાય છે અને અવિધિના પરિહારપૂર્વક તેની ઉપાસના થાય છે, તેનાથી મહાકલ્યાણની સિદ્ધિ થાય છે તેમ પ્રસ્તુત ચૈત્યવંદન પણ ચિંતામણિ રત્ન જેવું છે છતાં અજ્ઞ જીવો યથાતથા ચૈત્યવંદન કરે છે તેને જોઈને આ ચૈત્યવંદન નિરર્થક છે માટે તેનું વ્યાખ્યાન
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૮
લલિતવિસ્તરા ભાગ-૩
પણ નિરર્થક છે તેમ ચિંતવન કરવું જોઈએ નહિ, પરંતુ ચિંતામણિ રત્ન જેવા ચૈત્યવંદનના પારમાર્થિક બોધ માટે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત વ્યાખ્યાન કરેલું છે, જેનાથી યોગ્ય જીવો ચિંતામણિ રત્નતુલ્ય ચૈત્યવંદનના પરમાર્થને જાણીને શ્રદ્ધાદિના અતિશયથી અને વિધિપૂર્વક યત્ન કરીને સદ્ગતિઓની પરંપરારૂપ મહાકલ્યાણને પ્રાપ્ત કરશે, તેના માટે જ ગ્રંથકારશ્રીએ ચૈત્યવંદન ઉપર પ્રસ્તુત ટીકા લખેલ છે.
આ રીતે પ્રસ્તુત ગ્રંથ ઉપર શ્રી મુનિસુંદરસૂરિ મહારાજની ટીકા પૂર્ણ થાય છે અને પ્રાંતમાં તે મહાત્મા લખે છે કે પ્રસ્તુત ગ્રંથ અતિગંભીર છે, તેથી પોતે પણ તેના પૂર્ણ હાર્દને સ્પર્શવા સમર્થ નથી તોપણ પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે પોતાના બોધ અનુસાર અને પોતાને પ્રસ્તુત ગ્રંથોના ભાવોનું સ્મરણ થાય તેના માટે પ્રસ્તુત પંજિકા કરેલ છે. લલિતવિસ્તરા -
आचार्यहरिभद्रेण, दृब्या सन्न्यायसंगता । चैत्यवन्दनसूत्रस्य, वृत्तिर्ललितविस्तरा ।।१।। य एनां भावयत्युच्चैर्मध्यस्थेनान्तरात्मना । स वन्दनां सुबीजं वा, नियमादधिगच्छति ।।२।। पराभिप्रायमज्ञात्वा, तत्कृतस्य न वस्तुनः ।। गुणदोषौ सता वाच्यो, प्रश्न एव तु युज्यते ।।३।। प्रष्टव्योऽन्यः परीक्षार्थमात्मनो वा परस्य वा । ज्ञानस्य वाऽभिवृद्ध्यर्थं, त्यागार्थं संशयस्य वा ।।४।। कृत्वा यदर्जितं पुण्यं, मयैनां शुभभावतः । तेनास्तु सर्वसत्त्वानां, मात्सर्यविरहः परः ।।५।। इति ललितिवस्तरानामचैत्यवन्दनवृत्तिः समाप्ता, कृतिर्द्धर्मतो याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्येति।
(ग्रन्थाग्रं १५४५, पञ्जिकाग्रन्थः २१५५, उभयोर्मीलने ३७०० श्लोकमानम्) લલિતવિસ્તરાર્થ -
ચૈત્યવંદન સૂત્રની સદ્ભક્તિથી સંગત એવી લલિતવિસ્તરા વૃતિ આચાર્ય હરિભદ્રસૂરિ વડે રચાઈ છે.
જે જીવ મધ્યસ્થ એવા અંતરાત્માથી આને=લલિતવિસ્તરા વૃત્તિને, અત્યંત ભાવન કરે છે તે વંદનાને અથવા સુબીજને નિયમથી પ્રાપ્ત કરે છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
ગ્રંથની પરીક્ષા
૨૧૯ પરના અભિપ્રાયને જાણ્યા વગર=લલિતવિસ્તરા વૃત્તિકારના અભિપ્રાયને જાણ્યા વગર, તેનાથી કરાયેલી વસ્તુના=ગ્રંથકારશ્રી વડે કરાયેલી લલિતવિસ્તરારૂપ વસ્તુના, સત્ પુરુષોએ ગુણ-દોષ કહેવા જોઈએ નહિ=આ ગ્રંથ અત્યંત ઉત્તમ છે એમ પણ કહેવું જોઈએ નહિ અને આ ગ્રંથ નિરર્થક પ્રવૃત્તિરૂપ છે તેમ પણ કહેવું જોઈએ નહિ, પરંતુ પ્રશ્ન જ ઘટે છેકગ્રંથકારશ્રીનો પ્રસ્તુત ગ્રંથ રચવાનો શું અભિપ્રાય છે તે જાણવાની ઈચ્છારૂપ પ્રશ્ન જ ઘટે છે.
અન્ય પરીક્ષા માટે પ્રશ્ન કરવા યોગ્ય છે=પ્રસ્તુત ગ્રંથ કઈ રીતે ગુણવાળો છે અને દોષ રહિત છે તેની પરીક્ષા કરવા માટે પ્રાજ્ઞ એવા અન્ય ગીતાર્થ પ્રશ્ન પૂછવા યોગ્ય છે અથવા પોતાના અથવા પરના જ્ઞાનની વૃદ્ધિ માટે પ્રસ્તુત ગ્રંથનું રહસ્ય ગીતાર્થને પૂછવા યોગ્ય છે અથવા સંશયના ત્યાગ માટે કોઈક સ્થાનમાં પ્રસ્તુત ગ્રંથના તાત્પર્યનો નિર્ણય ન થાય તે સ્થાનમાં સંશયના ત્યાગ માટે, ગીતાર્થને પૂછવું જોઈએ.
આને=લલિતવિસ્તરા વૃત્તિને, કરીને શુભ ભાવથી મારા વડે જે પુણ્ય બંધાયું તેના વડે સર્વ જીવોને પ્રકૃષ્ટ માત્સર્યવિરહ થાવ.
આ પ્રમાણે લલિતવિસ્તરા નામવાળી ચૈત્યવંદનની વૃત્તિ સમાપ્ત થઈ, ધર્મથી ચાકિનીમહારાના પુત્ર આચાર્ય હરિભદ્રસૂરિની કૃતિ છે. લલિતવિસ્તરાગ્રંથ ૧૫૪૫ શ્લોક પ્રમાણ છે. પશ્વિકા ગ્રંથ ૨૧૫૫ શ્લોક પ્રમાણ છે. બંનેના મિલનમાં ૩૭૦૦ શ્લોકો છે. ભાવાર્થ :
ગ્રંથકારશ્રી લલિતવિસ્તરાની સમાપ્તિમાં કહે છે કે ચૈત્યવંદનના સૂત્રની સદ્ યુક્તિઓથી સંગત એવી લલિતવિસ્તરા નામની વૃત્તિ હરિભદ્રસૂરિ વડે કરાઈ છે, તેથી સૂત્રના અર્થો કઈ રીતે તત્ત્વને બતાવનારા છે તેને યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યા છે, તેથી જે મહાત્મા પક્ષપાત વગર તત્ત્વના અર્થી થઈને આ ગ્રંથના પરમાર્થને જાણશે અને જાણ્યા પછી તે પદાર્થોને આત્મામાં સ્થિર કરશે, ત્યારપછી તે ભાવોને અત્યંત ભાવિત કરશે તેઓ શાસ્ત્રાનુસારી વંદનાને પ્રાપ્ત કરશે. કદાચ તેનું દઢ ધૃતિબળ પ્રાપ્ત થયું ન હોય તો ચૈત્યવંદનનો યથાર્થ બોધ કર્યા પછી પણ તે મહાત્મા વિધિશુદ્ધ વંદના ન કરી શકે તોપણ જન્માંતરમાં તે મહાત્માને વિધિશુદ્ધ વંદનાની પ્રાપ્તિ થાય તેવું સુંદર બીજ અવશ્ય પ્રાપ્ત થશે; કેમ કે ગુણના પક્ષપાતી જીવોને પ્રસ્તુત ચૈત્યવંદનની ક્રિયાથી ગુણોને અભિમુખ યત્ન કઈ રીતે થઈ શકે તેના પરમાર્થનો બોધ કરાવનાર પ્રસ્તુત ટીકા છે, તેથી તેના ભાવનથી શુદ્ધ વંદના કરવા પ્રત્યે દઢ રાગ થાય છે, તેથી સત્ત્વનો પ્રકર્ષ ન થાય તો તે જીવ શુદ્ધ વંદના ન કરી શકે, તોપણ શુદ્ધ વંદના કરવાના રાગના સંસ્કારો જન્માંતરમાં શુદ્ધ વંદનાની પ્રાપ્તિમાં સુબીજરૂપ છે, માટે પ્રસ્તુત લલિતવિસ્તરા ગ્રંથ રચવાનો ગ્રંથકારશ્રીનો શું અભિપ્રાય છે તેને જાણ્યા વગર તેમનાથી કરાયેલ પ્રસ્તુત લલિતવિસ્તરા વૃત્તિરૂપ વસ્તુના શું ગુણો છે, શું દોષો છે તેનું મધ્યસ્થબુદ્ધિથી સમાલોચન કર્યા વગર માત્ર આ ઉત્તમ પુરુષની કૃતિ છે માટે તેની પ્રશંસા કરવી કે આ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૦
લલિતવિસ્તરા ભાગ-૩
નિરર્થક ચેષ્ટા છે તેમ વિચારીને તેના દોષો કહેવા શિષ્ટ પુરુષને ઉચિત નથી, પરંતુ તેના રહસ્યને જાણવા માટે પ્રશ્ન કરવો જ ઉચિત છે. આથી જ ગીતાર્થ પાસે પ્રસ્તુત વૃત્તિની પરીક્ષા માટે ઉચિત પ્રશ્નો ક૨વા જોઈએ, જેથી પ્રસ્તુત ગ્રંથ ચૈત્યવંદનના પરમાર્થને બતાવનાર છે તેવો પોતાને નિર્ણય થાય અથવા પોતાના અથવા અન્ય શ્રોતાના જ્ઞાનની વૃદ્ધિ માટે ગીતાર્થને પ્રશ્નો કરવા જોઈએ. જેમ ગૌતમસ્વામી અન્ય યોગ્ય જીવોના બોધ માટે સ્થાને સ્થાને ભગવાનને પ્રશ્નો કરતા હતા, તે રીતે સ્વયં તત્ત્વને જાણનાર પણ પુરુષ ગીતાર્થને તે રીતે પૂછે કે જેથી અન્ય શ્રોતાઓને પ્રસ્તુત ગ્રંથના હાર્દની પ્રાપ્તિ થાય અથવા પદાર્થમાં કોઈ સ્થાને સંશય હોય તોપણ ગીતાર્થને પુછવું જોઈએ, જેથી ચૈત્યવંદન સૂત્રના પદાર્થવિષયક માર્ગાનુસારી સૂક્ષ્મબોધ થાય. અંતે ગ્રંથકારશ્રી મંગલ માટે કહે છે કે પ્રસ્તુત ટીકા રચવાથી ચૈત્યવંદન સૂત્રના જે સૂક્ષ્મ ભાવો ગ્રંથકારશ્રીના ચિત્તને સ્પર્ધા, તેનાથી જે શુભ ભાવ થયો તે શુભ ભાવ વડે જે પુણ્ય બંધાયું તેનાથી સર્વ જીવો પ્રકૃષ્ટ માત્સર્યના વિરહને પામે, તેથી સર્વ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે.
આ રીતે શુભ ભાવ દ્વારા હરિભદ્રસૂરિ મહારાજે પ્રસ્તુત ગ્રંથ સમાપ્ત કર્યો છે.
લલિતવિસ્તરા ભાગ-૩ સમાપ્ત
Page #292
--------------------------------------------------------------------------
________________ जाईजरामरणसोगपणासणस्स, कल्लाणपुक्खलविसालसुहावहस्स / को देवदाणवनरिंदगणच्चियस्स, धम्मस्स सारमुवलब्भ करे यमायं / / જન્મ-જરા-મરણ-શોકનો નાશ કરનાર, કલ્યાણ પુષ્કળ વિશાળ સુખને લાવનાર દેવ-દાનવ-નરેન્દ્રગણથી અર્ચિત એવા મૃતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? અર્થાત્ વિવેકી પ્રમાદ કરે નહિ. : પ્રકાશક : કતાથી ગd.” ‘શ્રુતદેવતા ભવન’, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com