SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર છે ? એ પ્રકારે પૂર્વપક્ષીએ આજથી બે પ્રશ્નો કરેલ છે અને કહે છે – આનાથી શું ? આ બે પ્રશ્નોમાંથી તમારો મત શું છે? જો આપક્ષ છે=વીર ભગવાનને કરાયેલી સ્તુતિ અર્થવાદ છે એ પ્રકારે પ્રથમપક્ષનો સ્વીકાર છે તો ચોક્ત ફલશૂન્યપણું હોવાથી વીર ભગવાનને એક નમસ્કાર કરવાથી સંસારસાગરથી તરવારૂપ યથોક્ત ફલશૂન્યપણું હોવાથી, અને લાંતરના અભાવમાં તેનાથી અન્ય સ્તુતિનો અવિશેષ હોવાથી અહીં જ=વીર ભગવાનને નમસ્કાર કરવાના વિષયમાં જ, યત્નથી સર્યું અને પક્ષની સ્તુતિ પણ અફલ જ નથી એથી આ=વીર ભગવાનની સ્તુતિ જો ફલશૂન્ય હોય તો ચક્ષની સ્તુતિની જેમ પણ ફલ આપનાર નહિ હોવાથી વિચારકે ત્યાં પ્રયત્ન કરવો જોઈએ નહિ એ, પ્રતીત જ છે, હવે ચરમવિકલ્પ છે=ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચન વિધિવાદરૂપ છે એ પ્રકારનો ચરમ વિકલ્પ છે, એમ સ્વીકારવામાં આવે તો પૂર્વપક્ષી કહે છે, તેનાથી=એક નમસ્કાર કરવાથી સંસારસાગર તરાય છે તેનાથી, સમ્યક્ત=અણુવ્રત-મહાવત આદિ ચારિત્રની પાલનાનું વ્યર્થપણું છે; કેમ કે તેનાથી જ=એક નમસ્કારથી જ, મુક્તિની સિદ્ધિ છે અને સમ્યક્ત આદિ ફલાંતર સાધક ઈચ્છાતા નથી; કેમ કે મોક્ષના ફલપણાથી ઈષ્ટપણું છે=સખ્યત્વે આદિનું ઈષ્ટપણું છે. સમ્યક્ત આદિ કેમ અન્યફલના સાધકરૂપે ઇષ્ટ નથી, મોક્ષફલના સાધકરૂપે ઇષ્ટ છે ? એમાં હેત કહે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે એ પ્રકારનું વચન છે. પંજિકા - 'स्तुत्यर्थवाद' इति, स्तुतये स्तुत्यर्थ, अर्थवादः प्रशंसा, स्तुत्यर्थवादः, विप्लावनाद्यर्थमपि अर्थवादः स्यात्, तद्व्यवच्छेदार्थं स्तुतिग्रहणमिति। પંજિકાર્ય : “તુન્યવાદ' તિ ..... સ્તુતિગ્રહમતિ | તુચર્થવા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – સ્તુતિ માટે અર્થવાદ=પ્રશંસાવચન, સ્તુતિ અર્થવાદ છે, વિપ્લાવત આદિ માટે પણ= સામેની વ્યક્તિને લાવવા માટે પણ, અર્થવાદ થાય, તેના વ્યવચ્છેદ માટે સ્તુતિનું ગ્રહણ છેઃઅર્થવાદના વિશેષણરૂપે સ્તુતિનું ગ્રહણ છે. ભાવાર્થ પ્રસ્તુત ગાથામાં કહ્યું કે વિર ભગવાનને કરાયેલો એક નમસ્કાર નર-નારીને સંસારસાગરથી તારે છે અર્થાત્ મોક્ષફળને આપે છે, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે ભગવાનની સ્તુતિ કરવા માટે અર્થવાદ છે કે વિધિવાદ છે ? જેમ વેદમાં કહેવાય છે કે એક પૂર્ણ આહુતિથી સર્વ કામોની પ્રાપ્તિ થાય છે તે વેદવિહિત આહુતિની સ્તુતિ કરવા માટે પ્રશંસાવચન છે, વસ્તુતઃ એક આહુતિથી આહુતિ કરનારનાં બધાં કામોની
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy