SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ લલિતવિસ્તાર ભાગ-૩ લલિતવિસ્તરા : स्यादेतत्, भवतोऽपि तत्त्वतोऽपौरुषेयमेव वचनं, सर्वस्य सर्वदर्शिनस्तत्पूर्वकत्वात्, ‘तप्पुब्विया अरहया' इति वचनात्, तदनादित्वेऽपि तदनादित्वतस्तथात्वसिद्धेः अवचनपूर्वकत्वं चैकस्य, तदपि तन्त्रविरोधि, न्यायतोऽनादिशुद्धवादापत्तेरिति। न, अनादित्वेऽपि पुरुषव्यापाराभावे वचनानुपपत्त्या तथात्वासिद्धेः, न चावचनपूर्वकत्वं कस्यचित्, तदादित्वेन तदनादित्वविरोधादिति, बीजाङ्कुरवदेतत्, ततश्चानादित्वेऽपि प्रवाहतः सर्वज्ञाभूतभवनवद् वक्तृव्यापारपूर्वकत्वमेवाखिलवचनस्येति। લલિતવિસ્તરાર્થ: આ થાય=પરનું વક્તવ્ય આ થાય, તમારું પણ=પૌરુષેયવચનવાદી એવા તમારું પણ, તત્વથી અપૌરુષેય જ વચન છે; કેમ કે સર્વ સર્વદર્શીનું=બધા સર્વજ્ઞનું, તપૂર્વકપણું છેઃવચનપૂર્વકપણું છે. કેમ બધા સર્વજ્ઞ વચનપૂર્વક છે? એમાં હેતુ કહે છે – તપૂર્વક અરિહંતો છે=વયનપૂર્વક તીર્થકરો છે, એ પ્રકારનું વચન છે. અહીં શંકા થાય કે અરિહંતોનું અનાદિપણું છે, તેથી પૂર્વપૂર્વના અરિહંતના વચનથી ઉત્તર-ઉત્તરના અરિહંતો થાય છે, તેથી તે વચન અપૌરુષેય નથી, પરંતુ પૂર્વપૂર્વના તીર્થકર દ્વારા કહેવાયા છે, તેના નિરાકરણ માટે પૂર્વપક્ષી હેતુ કહે છે – તેના અનાદિપણામાં પણ અરિહંતોના અનાદિપણામાં પણ, તેનું અનાદિપણું હોવાથીકતે વચનનો અનાદિ ભાવ હોવાથી, તથાત્વની સિદ્ધિ છે=અપૌરુષેયત્વની સિદ્ધિ છે. આ કથનને જ દઢ કરવા માટે પૂર્વપક્ષી કહે છે – અને એકનું અવચનપૂર્વકપણું છે, તે પણ તંત્રવિરોધી છે; કેમ કે ન્યાયથી અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે=જે એક પુરુષ વચન વગર સિદ્ધ થયા છે તે અનાદિ શુદ્ધ છે એ પ્રકારના સ્વીકારની આપત્તિ છે, તિ શબ્દ ચારેતથી ઉદ્દભાવન કરાયેલા પરવક્તવ્યની સમાપ્તિ માટે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રમાણે તે કહેવુંકેમ કે અતાદિપણામાં પણ પુરુષના વ્યાપારના અભાવમાં વચનની અનુપપતિ હોવાથી તથાત્વની અસિદ્ધિ છે=અપૌરુષેય વચનની અસિદ્ધિ છે. વળી, પૂર્વપક્ષીએ કહેલ કે એકને અવચનપૂર્વક સ્વીકારીએ તો પૌરુષેય વચનની સંગતિ થાય, પરંતુ અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કોઈ ભગવાનનું અવચનપૂર્વકપણું નથી; કેમ કે તેનું આદિપણું હોવાને કારણે=વચનપૂર્વકપણું હોવાને કારણે, તેના અનાદિત્વનો વિરોધ છે=ભગવાનના અનાદિ શુદ્ધત્વનું નિરાકરણ છે.
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy