________________
અશ્વત્થ સૂત્ર છે તે મંત્રના અર્થને કહેનારા શબ્દોથી અન્ય શબ્દો તે અર્થને કહેનારા હોવા છતાં તે મંત્રનું કાર્ય કરતા નથી તે પ્રકારે દર્શન હોવાથી પ્રસ્તુતમાં પણ નમો અરિહંતાણં જ બોલીને કાયોત્સર્ગ પારવો જોઈએ, પરંતુ તે અર્થને કહેનારાં અન્ય પદોથી કાયોત્સર્ગ પારવો જોઈએ નહિ, હવે ઘણા છે કાયોત્સર્ગ કરનારા એક કરતાં અધિક છે, તો એક જ સ્તુતિને બોલે છે તે ઘણા લોકોમાંથી નમસ્કાર દ્વારા કાયોત્સર્ગને પારીને એક જ પુરુષ સ્તુતિને બોલે છે, વળી, અન્ય કાયોત્સર્ગ કરનારાઓ કાયોત્સર્ગથી જ રહે છે, જ્યાં સુધી સ્તુતિની પરિસમાપ્તિ થાય.
અને અહીં કાયોત્સર્ગના વિષયમાં, આ પ્રમાણે વૃદ્ધો=જ્ઞાનવૃદ્ધ પુરુષો, કહે છે – જે આયતન આદિમાં=જિનાલય આદિમાં, વંદન કરવાનું ઈચ્છાયું, ત્યાં જે ભગવાનનું સંનિહિત સ્થાપનારૂપ છે તેને આગળ કરીને પ્રથમ કાયોત્સર્ગ અને સ્તુતિ કરવી જોઈએ; કેમકે તે પ્રકારે શોભનભાવનું જનકપણું હોવાથી=જે તીર્થંકરની પ્રતિમા સન્મુખ છે તેના સ્મરણપૂર્વક તેમની ભક્તિ નિમિતે હું પ્રસ્તુત કાયોત્સર્ગ કરું છું તે પ્રકારના શોભનભાવનું જનકપણું હોવાથી, તેનું જ=તે ભગવાનની
સ્તુતિનું જ, ઉપકારિપણું છે, ત્યારપછી=એક પુરુષ સ્તુતિ બોલી રહે ત્યારપછી, સર્વ પણ નમસ્કારના ઉચ્ચારણથી પારે છે.
- વંદના કાયોત્સર્ગ સૂત્ર વ્યાખ્યાન કરાયું. ભાવાર્થ :
અરિહંત ચેઇયાણ સૂત્ર દ્વારા પ્રતિસંધાન કરીને અને અન્નત્થ સૂત્ર દ્વારા આગારીપૂર્વક કાયોત્સર્ગ કરવાની પ્રતિજ્ઞા કરીને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરાય છે તે કાયોત્સર્ગ કરનાર એક પુરુષ પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે. જો એક પુરુષ હોય તો નમો અરિહંતાણં એ પ્રકારે નમસ્કારથી કાયોત્સર્ગને પારીને સ્તુતિ બોલે છે. જો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ ધ્યેયનું ધ્યાન કર્યા પછી પણ નમસ્કાર દ્વારા કાયોત્સર્ગ પાર્યા વગર સ્તુતિ બોલે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય છે અર્થાત્ કાયોત્સર્ગ મુદ્રામાં સ્તુતિ બોલે તોપણ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે અને નમો અરિહંતાણં બોલ્યા વગર કાયોત્સર્ગ મુદ્રાનો ત્યાગ કરે તોપણ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે, કેમ કે અન્નત્થ સૂત્રમાં જાવ અરિહંતાણં ઇત્યાદિ શબ્દો દ્વારા નમો અરિહંતાણં પદ દ્વારા પારવાની પ્રતિજ્ઞા કરેલી. વળી, નમો અરિહંતાણં પદ દ્વારા જ કાયોત્સર્ગ પારવો જોઈએ, એ અર્થમાં જ નમસ્કારનું રૂઢપણું છે, માટે નમો અરિહંતાણં શબ્દોથી જણાતા અર્થને જ અન્ય શબ્દોથી કહે તોપણ દોષની પ્રાપ્તિ છે; કેમ કે નમો અરિહંતાણં એ પદ મંત્રરૂપ છે, તેથી મંત્રની મર્યાદા અનુસાર તેના વાચક તે જ શબ્દો બોલવાથી ફળની પ્રાપ્તિ થાય છે.
વળી, ઘણા ચૈત્યવંદન કરતા હોય તો એક જ પુરુષ કાયોત્સર્ગ પારીને સ્તુતિ બોલે છે, અન્ય સર્વ કાયોત્સર્ગમાં જ રહીને સ્તુતિની પરિસમાપ્તિ સુધી તે સ્તુતિનું જ પ્રતિસંધાન કરે છે, તેથી આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ અને સ્તુતિના પ્રતિસંધાન યુક્ત કાલાવધિ સુધી કાયોત્સર્ગમાં રહીને ત્યારપછી જ કાયોત્સર્ગ પારે.