SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ દર લલિતવિસ્તરા ભાગ-૩ લલિતવિસ્તરા ઃ अवसितमानुषङ्गिकम्। प्रकृतं प्रस्तुमः । स हि कायोत्सर्गान्ते यद्येक एव ततो 'नमो अरहंताणं ति नमस्कारेणोत्सार्य्य स्तुतिं पठत्यन्यथा प्रतिज्ञाभङ्गः, 'जाव अरहंताणं' इत्यादिनाऽस्यैव प्रतिज्ञातत्वात् नमस्कारत्वेनास्यैव रूढत्वाद्, अन्यथैतदर्थाभिधानेऽपि दोषसम्भवात्, तदन्यमन्त्रादौ तथादर्शनादिति । अथ बहवस्तत एक एव स्तुतिं पठति, अन्ये तु कायोत्सर्गेणैव तिष्ठन्ति यावत्स्तुतिपरिसमाप्तिः । अत्र चैवं वृद्धा वदन्ति, -यत्र किलाऽऽयतनादौ वन्दनं चिकीर्षितं तत्र यस्य भगवतः सन्निहितं स्थापनारूपं, तं पुरस्कृत्य प्रथमः कायोत्सर्गः स्तुतिश्च तथाशोभनभावजनकत्वेन तस्यैवोपकारित्वात्, ततः सर्वेऽपि नमस्कारोच्चारणेन पारयन्तीति । ।। व्याख्यातं वन्दनाकायोत्सर्गसूत्रम् ।। લલિતવિસ્તરાર્થ ઃ આનુષંગિક જણાયું=પ્રસ્તુતમાં ધ્યેયનો નિયમ નથી તેમ બતાવીને ત્રણ પ્રકારના ધ્યેય બતાવ્યા, ત્યારપછી ગ્રંથકારશ્રીએ પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન વિધાજન્મનું બીજ છે, ઇત્યાદિ આનુષંગિક કહ્યું તે જણાયું, હવે પ્રકૃતને કહીએ છીએ. તે=કાયોત્સર્ગ કરનાર મહાત્મા, કાયોત્સર્ગના અંતે જો એક જ હોય તો ‘નમો અરિહંતાણં' એ પ્રકારે નમસ્કારથી કાયોત્સર્ગને પારીને સ્તુતિને બોલે છે, અન્યથા=નમસ્કારથી પાર્યા વગર સ્તુતિ બોલે તો, પ્રતિજ્ઞાભંગ છે; કેમ કે જાવ અરિહંતાણં ઇત્યાદિ દ્વારા આનું જ=નમસ્કારથી પારવાનું જ, પ્રતિજ્ઞાતપણું છે. અહીં પ્રશ્ન થાય કે ત્યાં નમો અરિહંતાણં એ પ્રમાણે કહેલું નથી, પરંતુ જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કારથી હું પારું નહિ એ પ્રકારે પ્રતિજ્ઞા કરાઈ છે, તેથી નમો અરિહંતાણં એ પ્રકારે બોલીને ન પારે તો પ્રતિજ્ઞાભંગ છે તેમ કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે નમસ્કારપણાથી આનું જ=નમો અરિહંતાણં એ પદનું જ, રૂઢપણું છે. નમસ્કાર પદથી નમસ્કારની ક્રિયા ગ્રહણ કરવાને બદલે નમો અરિહંતાણં પદ કેમ ગ્રહણ કર્યું ? તેને દઢ કરવા માટે અન્ય હેતુ કહે છે અન્યથા=અન્ય પ્રકારે=નમો અરિહંતાણં પદને છોડીને અન્ય પ્રકારે, આ અર્થના અભિધાનમાં પણ=અરિહંતોને નમસ્કાર થાવ એ અર્થના અભિધાનમાં પણ, દોષનો સંભવ છે. કેમ દોષનો સંભવ છે ? તે સ્પષ્ટ કરવા માટે અન્ય હેતુ કહે છે તેનાથી અન્ય મંત્રાદિમાં=નમો અરિહંતાણં ઇત્યાદિ મંત્રથી અન્ય મંત્રાદિમાં, પ્રકારે દર્શન
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy