SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય સૂત્ર અર્થની હાનિ થાય છે, માટે તેનું મરણ પ્રશંસાપાત્ર બને નહિ. કાઉસ્સગ્નમાં ઉચ્છવાસ આદિનો નિરોધ કરીને ધ્યાનમાં યત્ન કરવામાં આવે તેનાથી અર્થની હાનિ કેમ થાય છે? તેમાં યુક્તિ બતાવે છે – શુભભાવનાનો અને શુભધ્યાનનો અયોગ છે અર્થાત્ કાયોત્સર્ગકાળમાં ભગવાનના ગુણોમાં જવાને અનુકૂળ યત્ન કરવાનું છોડીને ઉછુવાસ આદિના નિરોધમાં યત્ન કરવાથી શુભભાવનાની પ્રાપ્તિ થતી નથી કે શુભધ્યાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પોતાના પ્રાણત્યાગનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને અવિધિથી પ્રાણનો ત્યાગ કરવાનો નિષેધ છે; કેમ કે શ્વાસ નિરોધ કરીને પ્રાણનાશ થાય તેનાથી સમભાવના કંડકોની વૃદ્ધિ થતી નથી, પરંતુ મૂઢતાથી મનુષ્યભવ નિષ્ફળ કરાય છે, આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુએ સર્વત્ર છ કાયના પાલનરૂપ સંયમમાં યત્ન કરવો જોઈએ અને છ કાયનું પાલન અશક્ય જણાય ત્યારે પોતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ. આથી જ હિંસક પ્રાણી આદિ સન્મુખ આવતાં હોય ત્યારે જીવરક્ષાને અનુકૂળ યત્નને ગૌણ કરીને પણ મહાત્મા વૃક્ષાદિ ઉપર ચડીને પોતાના દેહનું રક્ષણ કરે છે અને પ્રાણના અતિપાતથી મુકાય છે, વળી, વૃક્ષ ઉપર ચડવામાં જે અયતના થઈ તેની વિશુદ્ધિ કરે છે, પરંતુ અવિરતિની પ્રાપ્તિ નથી. આનાથી એ ફલિત થાય કે જે મહાત્માઓ શમભાવના કંડકની વૃદ્ધિ કરી શકે તેમ છે તે મહાત્માઓ પ્રાણને ગૌણ કરીને પણ ષટુ કાયના પાલનમાં યત્ન કરે છે. આથી જ કડવી તુંબડીને પરઠવવા ગયેલ મહાત્માએ તેને પાઠવવાથી થતી હિંસાને જોઈને તુંબડીનો આહાર કરીને પ્રાણનો ત્યાગ કર્યો, તેનાથી વૃદ્ધિ પામતા શમભાવના પરિણામના બળથી સર્વાર્થસિદ્ધની પ્રાપ્તિ થઈ અને જે મહાત્મા તેવા સંયોગમાં શમભાવના પરિણામથી ભ્રંશ પામે તેમ છે તેઓ બાહ્ય જીવરક્ષાના યત્નને ગૌણ કરીને પણ પ્રાણરક્ષણ કરે છે અને રક્ષણ કરાયેલા પ્રાણવાળા તે મહાત્મા થયેલી હિંસાની આલોચનાથી શુદ્ધિ કરે છે અને શમભાવની વૃદ્ધિના અર્થી તેઓ બાહ્ય સંયમને ગૌણ કરે છે, તેનાથી અવિરતિની પ્રાપ્તિ થતી નથી, તેથી જે મહાત્માઓ કાયોત્સર્ગ દ્વારા શમભાવની વૃદ્ધિના અર્થી છે અને તેના માટે જ કાયોત્સર્ગ કરે છે અને ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞાનું અણિશુદ્ધ પાલન થાય તે માટે આગાર રાખે છે તે દોષરૂપ નથી અને મૂઢતાને વશ થઈને આગાર વગર પ્રતિજ્ઞા કરે અને તે પ્રતિજ્ઞાના પાલન માટે ઉચ્છવાસ આદિનો વિરોધ કરે તેનાથી મૃત્યુ થાય તે આગમ અનુસાર નહિ હોવાથી અવિધિથી મરણ છે, તેથી તેનાથી આજ્ઞાપાલનકૃત શુભભાવની વૃદ્ધિ થાય નહિ. પ્રસંગથી સર્યું મારો કાઉસ્સગ્ગ અભગ્ન થાવ એમ કહ્યા પછી તે આગારો કેટલા ભેદવાળા છે તેની સ્પષ્ટતા કરી, ત્યારપછી આગાર રાખવાનું પ્રયોજન શું છે તે બતાવતાં કહ્યું કે ઉપાધિશુદ્ધ પરલોકનું અનુષ્ઠાન મોક્ષનું કારણ છે. એ બતાવવા માટે આગાર છે, તે સર્વ કથન પ્રાસંગિક છે તે અહીં પૂરું થાય છે તેમ બતાવીને સૂત્રના આગળના કથનનો પ્રારંભ કરતાં કહે છે. લલિતવિસ્તરા - कियन्तं कालं यावत् तिष्ठामीत्यत्राह- 'जाव अरिहंताणमित्यादि, यावदिति कालावधारणे,
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy