SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ લલિતવિસ્તરા ભાગ-૩ કરાય છે જ, કેવા પ્રકારના જિનમતમાં સદા સંયમમાં નંદિ છે? એથી કહે છે – લોકન લોક છે અવલોકન લોક છે અર્થાત્ જ્ઞાન જ છે, તે લોક, જેમાં=જે જિનમતમાં, પ્રતિષ્ઠિત છે અને આ જગત ોયપણાથી પ્રતિષ્ઠિત છે, કેટલાક મનુષ્યલોકને જ જગત માને છે, એથી કહે છે=મનુષ્યલોકને જ જગત માનનારા મતના નિરાકરણ માટે કહે છે - દૈલોક્ય મનુષ્ય-અસુર આધારઆધેયરૂપ છે–ત્રણલોકરૂપ ક્ષેત્ર આધાર છે અને મનુષ્ય-અસુર આદિ આધેય છે, એવા ત્રણલોકરૂપ જગત જ્ઞેયપણાથી શ્રુતજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે એમ અન્વય છે, આ આવા પ્રકારનો શ્રતધર્મ=અત્યાર સુધી વર્ણન કર્યું એવા પ્રકારનો મૃતધર્મ, શાશ્વત વૃદ્ધિને પામો, શાશ્વત એ ક્રિયાવિશેષણ છે, વધો એ અપચ્યતિથી વધો એ પ્રકારે ભાવના છે. કઈ રીતે શાશ્વત વધો ? એથી કહે છે – વિજયથી=અનર્થ પ્રવૃત્ત પરપ્રવાદીના વિજયથી, શાશ્વત વધો એમ અન્વય છે સન્માર્ગના નાશમાં તત્પર એવા પ્રવાદીઓના નિરાકરણથી ભગવાનનું શાસન શાશ્વત વધો, એ પ્રકારની ભાવના છે અને ધર્મ ઉત્તર ચારિત્રધર્મની ઉત્તર, વૃદ્ધિ પામો-મૃતધર્મ વૃદ્ધિ પામો. ભાવાર્થ : જિનમત સિદ્ધ છે, તેમાં સિદ્ધ શબ્દના બે અર્થો છે – પ્રતિષ્ઠિત છે અને પ્રખ્યાત છે. કઈ રીતે જિનમત પ્રતિષ્ઠિત છે ? તે સ્પષ્ટ કરે છે – જિનમતમાં બતાવેલા વચનાનુસાર જેઓ પ્રવૃત્તિ કરે છે તેઓને નિયમો તે તે અનુષ્ઠાનથી અપેક્ષિત ફલ મળે છે, તેથી ફલની સાથે આવ્યભિચારરૂપે જિનમત પ્રતિષ્ઠિત છે. અહીં પ્રશ્ન થાય કે જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરનારને તેનાથી અભિપ્રેત ઇષ્ટ ફલ કેમ અવશ્ય મળે છે? તેથી કહે છે – ભગવાનના વચનમાં બધા નયોની વ્યાપ્તિ છે, તેથી જિનમત સર્વ નયની દૃષ્ટિથી પૂર્ણ ઉચિત પ્રવૃત્તિનો બોધ કરાવે છે, તેથી જિનમત સેવનારને પૂર્ણ સુખમય અવસ્થા જે અભિપ્રેત છે તેને અવશ્ય પ્રાપ્ત કરાવે, તે રીતે જિનમત પ્રતિષ્ઠિત છે, જેમ જિનમતમાં સમ્યગુ આચાર સર્વ કલ્યાણનું કારણ છે તેમ કહ્યા પછી નિગમાદિ સાતે નયોથી સમ્યગુ આચારનું નિરૂપણ પ્રાપ્ત થાય છે, તેમાં નિગમનયથી અત્યંત સામાન્યથી સમ્યમ્ આચારનું વર્ણન કરીને ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ નય સમ્યમ્ આચારનું સ્વરૂપ બતાવતાં બતાવતાં એવંભૂત નયમાં વિશ્રાંત થાય છે અને એવંભૂત નય યોગનિરોધરૂપ સમ્યગુ આચારને સેવવાનો સૂક્ષ્મબોધ કરાવે છે. તે બોધની પ્રાપ્તિથી તે જીવને અવશ્ય મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, આ રીતે જિનમતમાં સર્વ પદાર્થો સકલનયની વ્યાપ્તિથી બતાવાયા છે, તેના બળથી યોગ્ય જીવો અવશ્ય હિતની પ્રાપ્તિ કરી શકે છે. વળી, કષ-છેદ-તાપરૂપ ત્રણ કોટિથી પરિશુદ્ધરૂપે જિનમત પ્રખ્યાત છે, તેથી વિધિ-નિષેધ દ્વારા અનુચિત પ્રવૃત્તિનું નિવર્તન થાય છે અને ઉચિત પ્રવૃત્તિમાં યત્ન થાય છે અને તેને અનુરૂપ સર્વ ઉચિત ક્રિયાઓ જિનમતમાં બતાવાઈ છે અને તે વિધિ-નિષેધ સાથે ઉચિત પ્રવૃત્તિ સંગત થાય તેવો અર્થવાદ બતાવ્યો છે અર્થાત્ પદાર્થોનું સ્વરૂપ બતાવાયું છે, તેથી પૂર્ણ શુદ્ધારૂપે જિનમત પ્રખ્યાત છે, તેવા જિનમતમાં હું
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy