________________
૧૮૦
લલિતવિસ્તરા ભાગ-૩ વળી, બીજા કહે છે કે ગાઢ અંધકારમાં આલોક જેવો વિવેક છે, જેમ ગાઢ અંધકારમાં રહેલા જીવને કયા જવું તેની કોઈ સૂઝ પડતી નથી, તેમાં પ્રકાશ થવાથી એ હર્ષિત થાય છે, તેમ ગાઢ અંધકાર સ્વરૂપ સંસારમાં રહેલા જીવને વિવેકના બળથી શ્રતનું પારમાર્થિક તાત્પર્ય દેખાય છે, તેથી મારે મારા હિત માટે શું કરવું ઉચિત છે તેનો નિર્ણય કરી શકે છે તેવા પ્રકાશ જેવો આ વિવેક છે.
વળી, ભવરૂપી સમુદ્રમાં દ્વીપ જેવો વિવેક છે. જેમ કોઈ પુરુષો ઉચિત રીતે નાવ આદિથી સમુદ્ર પસાર કરતાં હોય અને સમુદ્રમાં તોફાન થવાથી નાવ આદિનો ભંગ થાય ત્યારે તેઓ અત્યંત અસુરક્ષિત બને છે તે વખતે સમુદ્રમાં દ્વીપ મળે તો તેઓ કંઈક સુરક્ષિત બને છે, તેમ સંસારરૂપી સમુદ્રમાં પડેલા જીવોને મોહના ઉપદ્રવોને કારણે કોઈ ભવમાં સુરક્ષિતતા નથી, તે સ્થિતિમાં દુર્ગતિઓથી આત્માનું રક્ષણ કરી શકે તેવા વિવેકની પ્રાપ્તિ થાય અને તેઓ વિવેકપૂર્વક શ્રુતનું ગ્રહણ કરે તો દુર્ગતિઓના પરિભ્રમણના ઉપદ્રવોથી સુરક્ષિત બને છે, તેથી વિવેક ભવરૂપી સમુદ્રમાં દ્વિીપની પ્રાપ્તિ જેવો છે.
અહીં પ્રશ્ન થાય કે જે જીવો ભગવાનના શાસનને બાહ્યથી પણ પામ્યા છે અને તેના કારણે મૃતઅધ્યયન આદિ કરે છે અને માને છે કે શ્રુતઅધ્યયન આદિ ક્રિયાથી અમે માર્ગમાં સુરક્ષિત છીએ, તેથી તેઓને શ્રુતમાત્રના ગ્રહણથી નિયત વિવેકની પ્રાપ્તિ છે; કેમ કે ભોગવિલાસની પ્રવૃત્તિ છોડીને શ્રુતઅધ્યયન કરે છે, તપ-સંયમની ક્રિયા કરે છે તે જ તેઓનો વિવેક છે, માટે શ્રુતઅધ્યયનથી પૃથ| જલસ્થાનીય વિવેકનું ગ્રહણ કેમ કર્યું ? તેથી કહે છે –
મહામિથ્યાદૃષ્ટિ જીવો શ્રુતઅધ્યયન કરે તો પણ શ્રુતના પારમાર્થિક તાત્પર્યને સ્પર્શતા નથી; કેમ કે જેઓમાં ગાઢ વિપર્યા છે તેઓ શ્રુતઅધ્યયન કરે છે, બાહ્ય તપ આદિ ક્રિયા કરે છે તો પણ તેમને સંગની પરિણતિમાં અત્યંત સારબુદ્ધિ હોવાથી મૃતધર્મ વિતરાગતાને અભિમુખ યત્ન કઈ રીતે કરાવે છે તેના પરમાર્થને તેઓ જાણી શકતા નથી, તેથી ક્વચિત્ શ્રુતઅધ્યયન કરીને પણ આલોકમાં માન-ખ્યાતિ આદિમાં જ તેઓનું ચિત્ત વિશ્રાંત થાય છે, તો ક્વચિત્ પરલોકનાં બાહ્ય સમૃદ્ધિનાં સુખોમાં જ તેઓનું ચિત્ત વિશ્રાંત થાય છે, તેથી શ્રુતઅધ્યયન દ્વારા ગાઢ અંધકારને ભેદે તે પ્રકારે વિવેકપૂર્વક શ્રુતનું ગ્રહણ કરતા નથી; કેમ કે તે જીવોમાં તે પ્રકારે શ્રુતના તાત્પર્યને સ્પર્શે તેવા બોધના ભાવનું આવારક કર્મ પ્રચુર છે, તેથી વિવેક વગર શ્રુત ગ્રહણ કરીને કે તપ-સંયમની ક્રિયા કરીને પણ તેઓ મનુષ્યભવને નિષ્ફળ કરે છે. જેમ કાવ્યના શૃંગારાદિ રસસૂચક વચનના રહસ્યને જાણવામાં આવ્યુત્પન્ન પુરુષ કાવ્યને સાંભળે તોપણ કાવ્યના પરમાર્થને સ્પર્શતો નથી, તેમ ગાઢ વિપર્યાસવાળા જીવો સર્વજ્ઞના વચનરૂપ શ્રુતનું અધ્યયન કરે તો પણ તેના પરમાર્થને સ્પર્શતા નથી. કેમ તેઓ શ્રતનું અધ્યયન કરીને તપ-સંયમની પ્રવૃત્તિ કરનારા હોવા છતાં શ્રતના પરમાર્થને પ્રાપ્ત કરી શકતા નથી ? તેથી કહે છે –
જેઓને શ્રુતઅધ્યયન દ્વારા પારમાર્થિક તત્ત્વનો બોધ થાય છે તેઓ અંતરંગ રીતે આત્માના પરમ શત્રુ એવા કષાયના ઉન્મેલનને અનુકૂળ સતત પ્રવૃત્તિ કરે છે, જેના બળથી વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગને પણ અવશ્ય પ્રાપ્ત કરે છે, આથી જ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ તીવ્ર અવિરતિનો ઉદય હોવા છતાં શ્રુતથી તત્ત્વને પામ્યા પછી પોતાની શક્તિનું સમ્યગુ આલોચન કરીને પોતાની ભૂમિકા અનુસાર તે તે બાહ્ય