SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬. લલિતવિસ્તરા ભાગ-૩ મરણાંત ઉપસર્ગ થવા છતાં પણ શમભાવમાં સ્થિર રહી શક્યા તેવા ઉત્તમ પુરુષોનાં ચરિત્રો સદા સાંભળવા જોઈએ, જેથી કષાયોનું શમન અતિશય થાય અને અક્કેશવાળી પ્રકૃતિ અતિશયિત થાય. (૩૨) ઔદાર્યનું ભાવન કરવું જોઈએ, સ્વભાવથી જીવ પોતાના તુચ્છ બાહ્ય સ્વાર્થ પ્રત્યે પક્ષપાતી હોય છે, આથી જ ક્યારેક લોકમાં માન-ખ્યાતિ આદિના નિમિત્તથી કે તેવા સંયોગથી બાહ્ય ધનવ્યય આદિની ઉદાર પ્રવૃત્તિ કરતો હોય તોપણ પ્રસંગે પોતાનામાં શુદ્રભાવ વ્યક્ત વર્તતો હોય છે તેનું સૂક્ષ્મ અવલોકન કરીને તે ક્ષુદ્રભાવ દૂર થાય તે રીતે ઔદાર્યનું ભાવન કરવું જોઈએ. માત્ર ઉદારતાથી દાનાદિ આપે તોપણ જેમ ભોગ માટે ધન વ્યય કરે છે તેમ લોકમાં હું સુંદર દેખાઉ વગેરે મુદ્ર આશયો જીવમાં વર્તતા હોય તો દાન આપવાની ક્રિયા થાય, પરંતુ ઔદાર્ય પ્રગટ થાય નહિ, માત્ર લોક તેને ઉદાર કહે છે, પરંતુ પોતાની ક્ષુદ્ર પ્રકૃતિ અનુસાર કર્મ બંધ પ્રાપ્ત થાય છે અને તેવી શુદ્ર પ્રકૃતિ સ્વયે ક્લેશ સ્વરૂપ છે, તે ક્ષીણ થાય તે રીતે ઔદાર્યનું ભાવન કરવું જોઈએ. (૩૩) ઉત્તમ દષ્ટાંતથી વર્તવું જોઈએ, સ્વભાવથી જ જીવ કષાયને વશ અન્યોના અવલંબન લઈને પોતાની તુચ્છ પ્રકૃતિ પોષે છે, તેથી થોડું શાસ્ત્ર ભણીને પણ મૂર્ખ જીવોનું અવલંબન લઈને પોતે શાસ્ત્રો ભણીને કુશળ થયો છે તેવા ભાવો કરે છે, થોડું દાન કરીને પોતે દાનવીર છે તેવા ભાવો કરે છે, તે ભાવોના ઉચ્છેદ માટે “ઉત્તમ પુરુષો કઈ રીતે શાસ્ત્રના પરમાર્થને જોનારા હતા અને પોતાના બોધથી પોતે અધિક છે તેવા તુચ્છ ભાવો કરનારા ન હતા, પરંતુ પૂર્ણજ્ઞાની આગળ પોતે ઘણા અલ્પ છે' તેમ ભાવન કરતા હતા અને પૂર્વના ઉદાર પુરુષોએ માન-ખ્યાતિ નિરપેક્ષ થઈને કઈ રીતે ઉત્તમ કાર્યો કર્યા છે તે બધાના દૃષ્ટાંતથી પોતાના જીવનમાં તેવી ઉત્તમતા પ્રગટે તે રીતે વર્તવું જોઈએ, અન્યથા અલ્પ દાન કરીને હું દાનશીલ છું, અલ્પ ભણીને હું શાસ્ત્રમાં નિપુણ છું ઇત્યાદિ તુચ્છ ભાવોમાં વર્તનારા જીવો પોતાની ઉત્તમ પ્રકૃતિનો નાશ કરે છે. તેવા જીવો ક્રમે કરીને ધર્મની યોગ્યતાનો પણ ક્ષય કરે છે, માટે ઉત્તમ દષ્ટાંતોથી વર્તવું જોઈએ. લલિતવિસ્તરા - एवंभूतस्य या इह प्रवृत्तिः सा सर्वव साध्वी, मार्गानुसारी ह्ययं नियमादपुनर्बन्धकादिः, तदन्यस्यैवंभूतगुणसम्पदोऽभावात्, अत आदित आरभ्यास्य प्रवृत्तिः सत्प्रवृत्तिरेव नैगमानुसारेण चित्रापि प्रस्थकप्रवृत्तिकल्पा, तदेतदधिकृत्याहुः-'कुठारादिप्रवृत्तिरपि रूपनिर्माणप्रवृत्तिरेव, तद्वदादिधार्मिकस्य धर्मे कान्येन तद्गामिनी, न तु तद्बाधिनीति हार्दाः, तत्त्वाविरोधकं हृदयमस्य; ततः समन्तभद्रता; तन्मूलत्वात् सकलचेष्टितस्य। લલિતવિસ્તરાર્થ: આવા પ્રકારના જીવની=પૂર્વમાં ચૈત્યવંદનની સિદ્ધિ માટે શું કરવું જોઈએ તે તેત્રીશ કર્તવ્યથી બતાવ્યું તેવાં કૃત્યો કરનારા જીવની, અહીં=સંસારમાં, જે પ્રવૃત્તિ છે તે સર્વ જ સાધ્વી છે= સુંદર છે અર્થાત્ તેઓની ધર્મ-અર્થ-કામ ત્રણેની સર્વ જ પ્રવૃતિ સુંદર છે, હિં=જે કારણથી, આ આવા
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy