________________
૨૨૦
લલિતવિસ્તરા ભાગ-૩
હોવાને કારણે કોઈ વીર ભગવાનની સ્તુતિ કરે કે અન્ય કૃષ્ણ આદિની સ્તુતિ કરે તે બંને સ્તુતિ સમાન ફલવાળી સ્વીકારવાની આપત્તિ આવશે, માટે તેવી સ્તુતિ કરવાથી સર્યું, આ પ્રકારના પૂર્વપક્ષીના કથનના નિરાકરણ માટે કહે છે
-
સર્વ સ્તુતિઓ સમાન લવાળી નથી અર્થાત્ કોઈ વીર ભગવાનની સ્તુતિ કરે કે કૃષ્ણ આદિ દેવની સ્તુતિ કરે તે સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી, તેથી ભગવાનની સ્તુતિ વિશિષ્ટ ફલનું કારણ હોવાથી ભગવાનની સ્તુતિમાં યત્ન કરવો જોઈએ. વીર ભગવાનની સ્તુતિ કે અન્ય દેવની સ્તુતિ કેમ સમાન ફલવાળી નથી ? તેમાં હેતુ કહે છે કોઈ બે પુરુષ સમાન યત્નથી સ્તુતિ કરતા હોય તે બેમાંથી કોઈ એક પુરુષ કૃષ્ણ આદિની સ્તુતિ કરે અને અન્ય પુરુષ વીતરાગ સર્વજ્ઞ એવા વીર ભગવાનની સ્તુતિ કરે તેનાથી તે બે પુરુષને ફળભેદની પ્રાપ્તિ છે. કઈ રીતે નક્કી થાય કે સમાન યત્નથી કરાયેલી સ્તુતિમાં પણ સ્તુતિના વિષયભૂત દેવને આશ્રયીને ફલભેદની પ્રાપ્તિ છે તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
-
જેમ કોઈ પુરુષ બાવળના વૃક્ષ પાસે યાચના કરે અને તેવી જ યાચના અન્ય કોઈ પુરુષ કલ્પવૃક્ષ પાસે ફરે, ત્યાં બાવળ પાસે યાચના કરનારને કંઈ મળતું નથી અને કલ્પવૃક્ષ પાસે યાચના કરનારને ઇચ્છિત ફળ મળે છે એ લોકમાં પ્રતીત છે, તેમ બંસી હાથમાં લઈને ગાય ઉપર બેઠેલ કૃષ્ણની મૂર્તિમાં કોઈ લીન થાય તેનાથી તે વીતરાગને અભિમુખ પરિણતિવાળા બનતા નથી, તેથી તેની સ્તુતિથી વીતરાગતાને અભિમુખ જવામાં બાધક કર્મોનો ક્ષયોપશમ થતો નથી અને કોઈક અન્ય પુરુષ વીર ભગવાનની યોગનિરોધવાળી અવસ્થાને જોઈને તેમની સ્તુતિ કરે તો વીર ભગવાનને કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે, તેનાથી વીતરાગતાને અભિમુખ જવામાં બાધક કર્મો તેની સ્તુતિના પ્રકર્ષને અનુરૂપ ક્ષયોપશમભાવને પામે છે, તેથી બાવળતુલ્ય કૃષ્ણનો નમસ્કાર અને કલ્પવૃક્ષતુલ્ય વીર ભગવાનનો નમસ્કાર વિષયના ભેદને કારણે ફળભેદનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે અન્ય દેવને કરાયેલો નમસ્કાર અને વીર ભગવાનને કરાયેલો નમસ્કાર નમસ્કારની ક્રિયાની અપેક્ષાએ તુલ્ય યત્નવાળો હોય તોપણ નમસ્કારના વિષયભૂત વીર પરમાત્મા હોવાને કારણે ફલભેદ કેમ પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે
ભગવાનને કરાયેલો નમસ્કાર પરમાત્માના વિષયપણારૂપ હોવાથી ઉપમાતીત વર્તે છે અર્થાત્ વીર ભગવાન સર્વ ઘાતિકર્મનો નાશ કરીને વીતરાગ સર્વજ્ઞ બન્યા છે તે સ્વરૂપે વીર ભગવાનનું સ્મરણ કરીને જે ભાવનમસ્કાર કરાય છે તે ઉપમાતીત છે અર્થાત્ તેના તુલ્ય જગતમાં અન્ય કોઈ વસ્તુ નથી, નમસ્કારના વિષયભૂત અન્ય દેવ અને વીર ભગવાનને તુલ્ય કહેવા ઉચિત નથી, તેમાં સાક્ષીપાઠ આપતાં કહે છે
—
કેટલાક અપંડિત પુરુષો કહે છે કે કલ્પવૃક્ષ યાચના કરાયેલા ફળને આપે છે, ૫૨મ મંત્ર ઇચ્છાયેલા કાર્યને કરે છે, પુણ્યનો ઉદય સર્વ પ્રયત્નને સફળ કરે છે, ચિંતામણિ ઇચ્છાયેલા સર્વ ફળને આપે છે તેવો જ વી૨ ભગવાનને કરાયેલો નમસ્કાર છે, આ પ્રકારનું કેટલાકનું કથન અજ્ઞતાભરેલું છે. કેમ અજ્ઞતાભરેલું છે, તેથી કહે છે – જો કે તીર્થંકર નામકર્મ બાહ્ય સમૃદ્ધિ આપે છે તે અસાધારણ વિશિષ્ટ છે, તોપણ