________________
૨૪૦
લલિતવિક્તા ભાગ-૩
વશથી પ્રત્યેકમાં તીવ્રસંવેગ પણ મૂદ આદિ ભેદથી ત્રણ પ્રકારનો છે તે પ્રત્યેકમાં, મૃદુ-મધ્ય-અધિમાત્રાવા ભેદથી ભિતપણાને કારણે વિવિધ સમાધિનો ભાવ હોવાથી=સદ્દભાવ હોવાથી નવ પ્રકારની આ=સમાધિ, કહેવી જોઈએ. ભાવાર્થ:
પૂર્વમાં ચૈત્યવંદન સૂત્રોના વર્ણનમાં ચાર સ્તુતિ સુધીનું વર્ણન કર્યું તે પ્રમાણે કોઈ એક શ્રાવક કે એક સાધુ અથવા અનેક શ્રાવકો કે સાધુઓ ચૈત્યવંદન કર્યા પછી સંવેગથી ભાવિત મતિવાળા થયેલા વિધિપૂર્વક બેસે છે અર્થાત્ ચૈત્યવંદનના સૂત્ર-અર્થના દઢ ઉપયોગપૂર્વક ચૈત્યવંદન કરેલ હોવાથી તીર્થંકરના ગુણો, શ્રુતજ્ઞાનના ગુણો, સિદ્ધ ભગવંતના ગુણો અને વૈયાવચ્ચ કરનારા દેવોના ગુણોનું સ્મરણ કરીને યોગમાર્ગની વૃદ્ધિ થાય તેવા પરિણામથી આત્માને અત્યંત ભાવિત કર્યો છે તેવી મતિવાળા તે મહાત્માઓ પ્રમાર્જના આદિ વિધિપૂર્વક બેસીને પૂર્વની જેમ જ પ્રણિપાત દંડક સૂત્ર બોલે છે, તેથી ભગવાનના ગુણોનું ફરી સ્મરણ થવાથી તેમનું ચિત્ત લોકોત્તમ પુરુષના ગુણોથી અત્યંત વાસિત થાય છે. ત્યારપછી જાવંતિ ચેઇયાઈ અને જાવંત કવિ સાહુ બોલીને સર્વ તીર્થકરોની પ્રતિમાને વંદન કરવાના અધ્યવસાયવાળા અને સર્વ મુનિ ભગવંતો પ્રત્યે ભક્તિના અધ્યવસાયવાળા થાય છે, જેથી પૂર્વની સંવેગ ભાવિતમતિ અતિશયતર થાય છે. ત્યારપછી પોતાના બોધ અનુસાર ભગવાનનાં સ્તવનો બોલીને આત્માને ભગવાનના ગુણોથી અત્યંત રંજિત કરે છે અને અંતે પ્રણિધાનસૂત્ર રૂપ જયવીયરાય બોલે છે જે મોક્ષની પ્રાપ્તિના કારણભૂત સકલ યોગનું આક્ષેપક છે; કેમ કે ભવનિર્વેદથી માંડીને સદ્ગુરુનો યોગ થાવ અને તેમના વચનની સેવા મને મોક્ષપ્રાપ્તિ સુધી અખંડ પ્રાપ્ત થાવ એ પ્રકારના અત્યંત અભિલાષપૂર્વક પ્રણિધાન સૂત્ર બોલવાથી આત્મામાં તે પ્રકારના તે ભાવો પ્રત્યે પક્ષપાતના સંસ્કારો પડે છે, તેથી ભગવાન પાસે પ્રાર્થનારૂપે ભવનિર્વેદ આદિ ઇચ્છાયેલા ભાવો જન્મજન્માંતરમાં અવશ્ય પ્રાપ્ત થાય છે, તેનાથી તે મહાત્મા ઉત્તર-ઉત્તરના યોગમાર્ગને સુખપૂર્વક સેવીને સંસારનો અંત કરવા સમર્થ બને છે અને આ સૂત્ર મુક્તાશક્તિ મુદ્રાથી બોલાય છે તેના દ્વારા પૂર્ણપુરુષ એવા તીર્થંકર પાસે ભવનિર્વેદ આદિ ભાવોની યાચના કરતા હોય તેવી તે મુદ્રા હોવાથી સૂત્ર બોલતી વખતે તે મુદ્રાના બળથી પણ તે પ્રકારનો ભાવ અતિશય થાય છે.
અહીં ચૈત્યવંદનમાં બોલાતાં સૂત્રો બોલતી વખતે કઈ કઈ મુદ્રા કરવાથી ભાવો અતિશય થાય છે? તે બતાવવા માટે મુદ્રાઓનું સ્વરૂપ બતાવે છે –
પંચાંગ પ્રણિપાત અને સ્તુતિનો પાઠ યોગમુદ્રાથી થાય છે, ભગવાનને વંદન જિનમુદ્રાથી થાય છે અને ભગવાન પાસે યાચના માટે કરાતું પ્રણિધાન મુક્તાશક્તિ મુદ્રાથી થાય છે. પંચાંગ પ્રણિપાત શું છે? તે સ્પષ્ટ કરે છે –
બે જાન, બે હાથ અને પાંચમું મસ્તક, એ પાંચ અંગોનો સાથે સમ્યક પ્રણિપાત તે પંચાંગ પ્રણિપાત કહેવાય છે, તેનાથી લોકોત્તમ પુરુષની પોતાનાં પાંચ અંગોથી ભક્તિને અભિવ્યક્ત કરનારી પંચપ્રકારી