SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પુખરવરદી સૂત્ર, ૧૮૫ સર્વ જીવોએ અનંતી વખત રૈવેયકમાં ઉપપાતને પ્રાપ્ત કર્યો છે, એ પ્રકારનું શાસ્ત્રવચન છે, તેથી નક્કી થાય છે કે મહામિથ્યાદૃષ્ટિ જીવો બહુલતાએ નરક-તિર્યંચ આદિ ભવોમાં જ ભટકે છે, કોઈક રીતે શુભ ભાવ કરીને મનુષ્યભવને પામે છે અને તેમાં પણ ભગવાનનો મૃતધર્મ પ્રાપ્ત કરીને સંયમ ગ્રહણ કરીને બાહ્ય આચરણાના બળથી અને શુભ લેશ્યાના બળથી ક્યારેક નવમા ગ્રેવેયકને પ્રાપ્ત કરે છે અને તેવી પ્રાપ્તિ અનંતકાળે હોવા છતાં દીર્ઘ અનંતકાળમાં પ્રાયઃ બધા જીવોને અનંતી વખત પ્રાપ્ત થાય છે અને દ્રવ્યશ્રુતને પામ્યા પછી પણ ગાઢ વિપર્યય હોવાને કારણે તેઓને અસ્થાનમાં અભિનિવેશ જ વર્તે છે, પરંતુ વીતરાગનું આ વચન વિતરાગતાની પ્રાપ્તિનું એક બીજ છે તેવો લેશ પણ પરિણામ તેઓને થતો નથી, આથી જ તેઓ જિનમાં કુશલ ચિત્ત આદિ પરિણામરૂપ યોગબીજોને પ્રાપ્ત કરતા નથી, તેથી જ અનંતી વખત શ્રુત પામવા છતાં તેઓ સંસારના ક્ષયને અનુકૂળ લેશ પણ પ્રયત્ન કરતા નથી, માટે તેઓને શ્રુતનું પારમાર્થિક ફળ લેશ પણ પ્રાપ્ત થતું નથી. આ કથન આગમ અનુસારથી શાસ્ત્રના જાણનાર પુરુષે પરિભાવન કરવું જોઈએ, જેથી શ્રતના પારમાર્થિક ભાવને જાણવાને અનુકૂળ ઉત્કટ જિજ્ઞાસા થાય, અન્યથા શ્રુતઅધ્યયન પણ નિષ્ફળ છે. વળી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સૂત્રનો અર્થ કર્યો કે ચારિત્રધર્મની વૃદ્ધિ પછી શ્રતધર્મની વૃદ્ધિ થાવ, તેનાથી ફલિત થાય છે કે શ્રતધર્મ ઉત્તર-ઉત્તરના સૂક્ષ્મ ચારિત્રને પ્રગટ કરીને ક્ષપકશ્રેણિનું પ્રબળ કારણ છે. એ રીતે જ દરેક સૂત્રનો અર્થ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો જોઈએ, જેથી દરેક સૂત્ર ચારિત્રપ્રાપ્તિ પછી પણ કઈ રીતે ક્ષપકશ્રેણિને અનુકૂળ સૂક્ષ્મબોધમાં ઉપકારક છે તેનો પરમાર્થથી બોધ થાય અને તે બોધ કરાવવા માટે જ ગ્રંથકારશ્રી દિશામાત્ર બતાવે છે. લલિતવિસ્તરા - एवं प्रणिधानं कृत्वैतत्पूर्विका क्रिया फलायेति श्रुतस्यैव कायोत्सर्गसंपादनार्थं पठति पठन्ति वा 'सुयस्स भगवओ करेमि काउस्सग्गमित्यादि यावद् वोसिरामि, व्याख्या पूर्ववत् नवरं 'श्रुतस्येति= प्रवचनस्य सामायिकादिचतुर्दशपूर्वपर्यन्तस्य, 'भगवतः' समग्रैश्वर्यादियुक्तस्य, सिद्धत्वेन समग्रेश्वर्यादियोगः, न ह्यतो विधिप्रवृत्तः फलेन वञ्च्यते; व्याप्ताश्च सर्वेप्रवादा एतेन; विधिप्रतिषेधाऽनुष्ठानपदार्थाविरोधेन च वर्त्तते, (१) 'स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यम्, सर्वे जीवा न हन्तव्या' इतिवचनात्; (२) 'समितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग' इतिवचनात्; (३) 'उत्पादविगमनौव्ययुक्तं सत्, एकद्रव्यमनन्तपर्यायमर्थ' इतिवचनादिति। कायोत्सर्गप्रपञ्चः प्राग्वत्, तथैव च स्तुतिः, यदि परं श्रुतस्य, समानजातीयबंहकत्वात्, अनुभवसिद्धमेतत् तज्ज्ञानां; चलति समाधिरन्यथेति प्रकटम्, ऐतिह्यं चैतदेवमतो न बाधनीयम्। इति व्याख्यातं 'पुष्करवरद्वीपार्द्ध' इत्यादिसूत्रम्।
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy