SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Ge ललितविस्तरा भाग-3 વળી, તેવા સ્વરૂપવાળા ભગવાન કેવલી છે=કેવલજ્ઞાન યુક્ત છે, તેથી પૂર્ણ જ્ઞાનવાળા છે તે સ્વરૂપે ભગવાનની ઉપસ્થિતિ થાય છે, આવા ચોવીશે પણ તીર્થકરોની તેમના નામથી હું સ્તુતિ કરીશ એ પ્રકારનું પ્રણિધાન કરાય છે અને ચોવીશે પણ તીર્થકરોને એમ કહેવાથી પ શબ્દ દ્વારા બે અર્થ પ્રાપ્ત થાય છે - ચોવીશ તીર્થકરો સિવાયના અન્ય પણ જે તીર્થકરો ઐરવત-મહાવિદેહ આદિમાં છે તેઓની હું શુભ અધ્યવસાય રૂ૫ ભાવથી સ્તુતિ કરીશ અર્થાત્ ચોવીશ તીર્થકરોની તો સાક્ષાત્ નામોલ્લેખથી હું સ્તુતિ કરીશ અને અન્ય સર્વ તીર્થકરોની મપ દ્વારા સમુચ્ચય કરીને હું ભાવથી સ્તુતિ કરીશ. વળી, જે તીર્થકરોની હું સ્તુતિ કરીશ તે નામ તીર્થકરો, સ્થાપના તીર્થંકરો કે દ્રવ્ય તીર્થકરો છે તેઓને છોડીને જે ચોવીશ ભાવ તીર્થંકરો થયા છે અને અન્ય ઐરવત-મહાવિદેહમાં ભાવ તીર્થંકરો થયા છે તે સર્વનો જ શબ્દથી સમુચ્ચય છે, તેથી સર્વ ક્ષેત્રમાં જે કોઈ ભાવ તીર્થંકર થયા છે તે સર્વની હું સ્તુતિ કરીશ, એ પ્રકારનો વિશાળ આશય થાય છે અને જે મહાત્માઓ દરેક શબ્દના અર્થનું પ્રતિસંધાન કરે છે તેઓને ભગવાનના સર્વ વિશેષણોનું જેમ અર્થથી પ્રતિસંધાન થાય છે તેમ પ શબ્દનું પણ અર્થથી પ્રતિસંધાન થાય છે, તેથી સર્વ ભાવ તીર્થકરોનું હું કીર્તન કરીશ એવો વિશાળ અધ્યવસાય થવાથી મહાનિર્જરાની પ્રાપ્તિ थाय छे. ललितविस्तरा :__ अत्राह -'लोकस्योद्योतकरानित्येतावदेव साधु, धर्मतीर्थकरानिति न वाच्यं, गतार्थत्वात्, तथाहिये लोकस्योद्योतकराः, ते धर्मतीर्थकरा एवेति', अत्रोच्यते, इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवल्लोकशब्दप्रवृत्तेः मा भूत्तदुद्योतकरेष्ववधिविभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा संप्रत्यय इत्यतस्तद्व्यवच्छेदार्थं धर्मतीर्थकरानिति। आह-'यद्येवं, धर्मतीर्थकरानित्येतावदेवास्तु, लोकस्योद्योतकरानिति न वाच्यमिति'। अत्रोच्यते, इह लोके येऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया धर्मार्थमवतरणतीर्थकरणशीलास्तेऽपि धर्मतीर्थकरा एवोच्यन्ते, तन्मा भूदतिमुग्धबुद्धीनां तेषु संप्रत्यय इति अतः तदपनोदाय लोकस्योद्योतकरानप्याहेति। ___ अपरस्त्वाह- 'जिनानित्यतिरिच्यते; तथाहि- यथोक्तप्रकारा जिना एव भवन्तीति,' अत्रोच्यते, मा भूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु संप्रत्यय इत्यतस्तदपोहायाह- 'जिनानिति, श्रूयते च कुनयदर्शने, 'ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम्। गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः।।' इत्यादि। तन्नूनं न ते रागादिजेतार इति; अन्यथा कुतो निकारतः पुनरिह भवाङ्कुरप्रभवो, बीजाभावात्, तथा चान्यैरप्युक्तम्- 'अज्ञानपांशुपिहितं, पुरातनं कर्मबीजमविनाशि। तृष्णाजलाभिषिक्तं, मुञ्चति जन्माङ्कुरं जन्तोः'।। तथा, 'दग्धे बीजे यथात्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः। कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः।।' इत्यादि।
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy