SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ લલિતવિસ્તરા ભાગ-૩ ઉપપતિ હોવાને કારણે, આ ભૂતિન્યાય છે=સખ્યત્વે આદિથી નમસ્કાર ભૂતિન્યાય છે એમ લલિતવિસ્તરામાં અવય છે, વળી, ભૂતિપક્ષમાં તેનું=ભૂતિરૂપ કર્મનું, દીનારાદિનું અવંધ્ય હેતુપણું હોવાથી તે પ્રકારથી=ભૂતિપણાથી, તેઓની=દીનારાદિની, પરિણતિથી ઘટનથી, ભૂતિન્યાય છે એ પ્રકારે યોજન કરવું. આ પ્રમાણે થાવ=દીનાર આદિથી ભૂતિન્યાયવાળો સમ્યક્ત આદિથી તમસ્કાર છે એ પ્રમાણે થાવ, તોપણ પ્રકૃત એવા સંસારથી ઉતારની સિદ્ધિ કેવી રીતે થાય? એ પ્રકારની આશંકા કરીને કહે છે – અને અવંધ્ય હેતુ=અખ્ખલિત કારણ, મોક્ષરૂપ અધિકૃત ફલસિદ્ધિમાં ભાવનમસ્કાર છે=ભગવાનના સ્વીકારરૂપ ભાવનમસ્કાર છે=ભગવાન તુલ્ય થવાના ઉપાયભૂત ભગવાનની આજ્ઞાના સ્વીકારરૂપ ભાવનમસ્કાર છે, એથી કેવી રીતે સમ્યગ્દર્શન આદિ મોકલવાળા ન થાય ? અર્થાત્ અવશય થાય; કેમ કે પરંપરાથી મોક્ષનું તત્કલપણું છે=સમ્યગ્દર્શન આદિ ભાવનમસ્કારહલપણું છે. ભાવાર્થ પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલ કે એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ કથનને વિધિવાદ સ્વીકારી શકાશે નહિ, તેના ઉત્તરરૂપે ગ્રંથકારશ્રી કહે છે – ભગવાનને કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વિધિવાદ જ છે, તેથી એ ફલિત થાય કે જે મહાત્મા તે વિધિનું સ્મરણ કરીને તે વિધિપૂર્વક એક નમસ્કાર કરે તો અવશ્ય સંસારસાગરથી તરે જ છે, તેથી વિધિવાદની મર્યાદા અનુસાર વિધિના પાલનથી તે વિધિનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વપક્ષીએ કહેલ તે પ્રમાણે નમસ્કારને વિધિવાદ સ્વીકારવામાં આવે તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર વ્યર્થ સિદ્ધ થાય; કેમ કે એક નમસ્કારથી જ જો મોક્ષફળની પ્રાપ્તિ થતી હોય તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ કષ્ટસાધ્ય આચરણામાં કોઈ પ્રવૃત્તિ કરે નહિ, વળી, તે પ્રવૃત્તિ મોક્ષમાર્ગ નથી, પરંતુ એક નમસ્કાર જ મોક્ષમાર્ગ છે તેમ સિદ્ધ થાય; કેમ કે મોક્ષનાં કારણો ભિન્ન પ્રકારનાં હોઈ શકે નહિ, તેથી જો એક નમસ્કાર જ મોક્ષનું કારણ હોય તો રત્નત્રયી મોક્ષનું કારણ નથી તેમ સિદ્ધ થાય, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – સમ્યક્ત આદિ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે વ્યર્થ નથી; કેમ કે સમ્યક્ત આદિના સદ્ભાવમાં જ પરમાર્થથી નમસ્કારનો ભાવ છે, તેથી સમ્યક્ત આદિ પરિણતિથી યુક્ત એવી નમસ્કારની ક્રિયા જ મોક્ષ પ્રત્યે કારણ છે. તેથી એ ફલિત થાય કે માત્ર દ્રવ્યથી કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તરવાનું કારણ નથી, પરંતુ જે મહાત્માને આત્માના પારમાર્થિક સ્વરૂપનું સૂક્ષ્મ જ્ઞાન છે અને તેવા પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર રુચિરૂપ સમ્યગ્દર્શન છે અને તેવા પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાને અભિમુખ નિગ્રંથભાવ પ્રત્યે જતું ઉત્તમચિત્ત વર્તી રહ્યું છે એ રૂપ ચારિત્ર છે, તે મહાત્મા આત્માના પારમાર્થિક સ્વરૂપને પામેલા વીર ભગવાનને સ્મૃતિમાં લાવીને રત્નત્રયીની પરિણતિથી સંપૂક્ત ચિત્તથી વીર ભગવાનને નમસ્કાર કરે છે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy