SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ લલિતવિક્તશ ભાગ-૩ ધર્મકાયાદિની પ્રાપ્તિ થાય છે તેનાથી શું? એથી કહે છે – ત્યાં=ધર્મકાયાદિના લાભમાં, આ=પ્રણિધાન કરનારને, સકલ ઉપાધિની વિશુદ્ધિ થાય છે=નાશ થયેલા íકનું સ્થાનપણું હોવાને કારણે સર્વ વિશેષણની શુદ્ધિ છે=મોક્ષને અનુકુળ સર્વયોગ્યતારૂપ વિશેષણની પ્રાપ્તિ છે, કેવી રીતે એથી કહે છે=જન્માંતરમાં તે મહાત્માને ધર્મકાયાદિની પ્રાપ્તિને કારણે સર્વ ઉપાધિની વિશુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તેમાં હેતુ કહે છે – પૂર્વ લાખ વર્ષ આદિ પ્રમાણપણું હોવાને કારણે દીર્ધકાળ નિરંતરપણાથી= નિરંતપણારૂપે સાતત્યથી, જિનપૂજારૂપ સત્કારનું આસેવન–અનુભવ, તેનાથી શ્રદ્ધા શુદ્ધમાર્ગની રુચિ, વીર્ય અનુષ્ઠાનશક્તિ, સ્મૃતિ=અનુભૂત અર્થના વિષયવાળી જ્ઞાનની વૃત્તિ, સમાધિ=ચિત્તનું સ્વાસ્થ, પ્રજ્ઞા=બહુ-બહુવિધ આદિ ગહન વિષયના અવબોધની શક્તિ, તેઓની અદ્ધાદિ ભાવોની, વૃદ્ધિ છે પ્રકર્ષ છે, શિ=જે કારણથી, અનાસેવિત સત્કારવાળા જીવને=જેઓ ભગવાનની પૂજા સત્કારપૂર્વક સેવતા નથી પરંતુ મુગ્ધતાથી કરે છે તેવા જીવોને, અદષ્ટકલ્યાણપણું હોવાથી=ભગવાનની પૂજા કઈ રીતે વીતરાગભાવને સ્પર્શીને સમાદિ ગુણોની વૃદ્ધિ દ્વારા કલ્યાણની પરંપરાનું કારણ છે તે નહિ જોયેલ હોવાથી, તેની આકાંક્ષાનો અસંભવ હોવાને કારણે= તે પ્રકારના ક્ષમાદિ ભાવો ઉત્તર ઉત્તરમાં વૃદ્ધિ પામે તેની આકાંક્ષાનો અસંભવ હોવાને કારણે. ચિત્તનું અપ્રસવપણું હોવાથી=ભગવાનની પૂજા દ્વારા જે પ્રકારની ચિત્તની પ્રસન્નતા થાય છે તે પ્રકારે ચિત્તનું અપ્રસાપણું હોવાથી, શ્રદ્ધાદિની તે પ્રકારની વૃદ્ધિનો અભાવ છે= તે જીવોને પૂજાકાળમાં જે શ્રદ્ધાદિ ભાવો છે તે ભાવિકભાવને અભિમુખ વૃદ્ધિ પામે તે પ્રકારની વૃદ્ધિનો અભાવ છે. ભાવાર્થ - પૂર્વમાં કહ્યું કે સ્વલ્પકાળ સેવેલું પણ આ પ્રણિધાન શોભન છે; કેમ કે સકલ કલ્યાણનો આક્ષેપ કરનાર છે, પ્રસ્તુત પ્રણિધાન કેમ સકલ કલ્યાણનો આક્ષેપ કરે છે ? તેથી કહે છે – આ પ્રણિધાન અતિગંભીર ઉદાર છે અર્થાત્ સૂક્ષ્મબોધનું કારણ બને તેવા ઘણા શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જીવને ભવનિર્વેદ આદિ ભાવોના તત્ત્વને સ્પર્શે તેવો બોધ થાય છે, તેથી સ્થૂલથી જયવીયરાય બોલનારા સર્વ જીવોને તે પ્રકારનું પ્રણિધાન થતું નથી, પરંતુ જેઓ ભવનિર્વેદ આદિ ભાવોના સૂક્ષ્મપરમાર્થનો બોધ કરી શકે છે તેઓને જ સૂત્ર ઉચ્ચારણકાળમાં તે ભાવોની પ્રાપ્તિને અનુકૂળ એવો દઢ સંકલ્પ થાય છે, માટે આ પ્રણિધાન અતિગંભીર છે. વળી, સમ્યગુ રીતે કરાયેલું પ્રણિધાન સગતિઓની પરંપરા દ્વારા સકલ સુખનું સાધક છે, માટે ઉદાર છે. કઈ રીતે આ પ્રણિધાન ગંભીર ઉદાર છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – આ પ્રણિધાનથી રાગ-દ્વેષ અને અજ્ઞાનને નહિ સ્પર્શનારો પરિણામ પ્રાપ્ત થાય છે. સામાન્યથી સંસારી જીવો રાગ-દ્વેષવાળા અને તત્ત્વના વિષયમાં અજ્ઞાનવાળા છે, તોપણ જેઓ ભગવાનની પૂજા કરીને ભવનિર્વેદ આદિ ભાવોની યાચના કરે છે ત્યારે તેઓનો ઉપયોગ રાગ-દ્વેષને સ્પર્શતો નથી અને અજ્ઞાનરૂપ મૂઢતાને સ્પર્શતો નથી, પરંતુ આત્માના પારમાર્થિક હિતને સ્પર્શનારો માર્ગાનુસારી ઉપયોગ પ્રવર્તે છે, તેથી રાગ-દ્વેષ અને અજ્ઞાનને સ્પર્યા વગરની જીવની પરિણતિ થાય છે તેનાથી તે જીવોને વિશેષ-વિશેષતા
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy