SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સબ લોએ સૂત્ર ૧૩૫ પણ તેવી પરિણતિ વિધમાન છે, એ પ્રકારની ભાવના છેકસાગરવર ગંભીરાવિશેષણની ભાવના છે, સિત=બાત છે, આઓને=નષ્ટ છે એઓને, એ સિદ્ધ છે-કર્મના વિગમનથી કૃતકૃત્ય છે, સિદ્ધિને–પરમપદની પ્રાતિને, મને આપો અમને આપો, એ પ્રમાણે ગાથાર્થ છે. IIછો. ભાવાર્થ: ચંદ્ર બાહ્ય રીતે નિર્મળ દેખાય છે, કેમ કે તેનો દેહ નિર્મળ પુદ્ગલોનો છે અને સિદ્ધ ભગવંતો સર્વ કર્મ રહિત હોવાથી આત્માના નિર્મળ સ્વભાવવાળા છે, તેથી ચંદ્ર દ્રવ્યથી નિર્મળ છે અને સિદ્ધ ભગવંતોનો આત્મા નિર્મળ હોવાથી ભાવથી નિર્મળ છે, માટે ચંદ્ર કરતાં નિર્મળતર છે. વળી, સૂર્ય પરિમિત ક્ષેત્રનું પ્રકાશન કરનાર છે અને સિદ્ધ ભગવંતોનું કેવલજ્ઞાન પૂર્ણ વિશ્વનું પ્રકાશન કરનાર છે, આથી જ ગણધરોને ત્રિપદી દ્વારા પૂર્ણ વિશ્વનું પ્રકાશન કર્યું છે, તેથી સૂર્ય કરતાં અધિક પ્રકાશને કરનારા છે. વળી, બધા સાગરોમાં શ્રેષ્ઠ સાગર સ્વયંભૂરમણ સમુદ્ર છે અને તે સમુદ્ર પોતાની મર્યાદાને છોડીને જગતને જલમય કરતો નથી, તેથી ગંભીર છે અથવા તેમાં રહેલા મલ્યાદિથી ક્ષોભને પામતો નથી, તેમ સાધનાકાળમાં અક્ષોભ્ય ભાવ હતો તે તેવી રીતે સ્થિર કરેલો કે જેથી પરિષહ-ઉપસર્ગોથી ક્ષોભ પામીને તેમનો આત્મા શરીરાદિ સાથે સંશ્લેષને પામતો નથી અને તે અક્ષોભ્ય ભાવ સિદ્ધ અવસ્થામાં પણ સદા સ્થિર રહેલો છે, તેથી સિદ્ધ ભગવંતો સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં અધિક ગંભીર છે અને કર્મના વિગમનને કારણે કૃતકૃત્ય છે, તેથી તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થયેલાં છે એવા સિદ્ધ ભગવંતો મને પરમપદની પ્રાપ્તિરૂપ સિદ્ધિને આપો, આ પ્રકારની પ્રાર્થના કરીને વિવેકી પુરુષો સિદ્ધ ભગવંતના સ્વરૂપને અભિમુખ જવાને અનુકૂળ દઢ વિર્ય ઉલ્લસિત થાય તેવું પ્રણિધાન કરે છે, જેના બળથી શીધ્ર સિદ્ધ તુલ્ય અવસ્થાની પ્રાપ્તિ થાય. લલિતવિસ્તરા - एवं चतुर्विंशतिस्तवमुक्त्वा सर्व्वलोक एवार्हच्चैत्यानां कायोत्सर्गकरणायेदं पठति पठन्ति वा, 'सव्वलोए अरिहंतचेइयाणं करेमि काउस्सग्गमित्यादि..... जाव 'वोसिरामि', व्याख्या पूर्ववत्, नवरं 'सर्व्वलोके अर्हच्चैत्यानाम्' इत्यत्र लोक्यते-दृश्यते केवलज्ञानभास्वतेति 'लोकः' चतुर्दशरज्ज्वात्मकः परिगृह्यते, उक्तं च'धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम्। तैर्द्रव्यैः सह लोकस्तद्विपरीतं ह्यलोकाख्यम्।।१।।' सर्व्वः खल्वस्तिर्यगूर्ध्वभेदभिन्नः, सर्वश्चासौ लोकश्च सर्वलोकः, तस्मिन् सर्वलोके, त्रैलोक्य इत्यर्थः, तथाहि, -अधोलोके चमरादिभवनेषु, तिर्यग्लोके द्वीपाचलज्योतिष्कविमानादिषु, ऊर्ध्वलोके सौधर्मादिषु सन्त्येवार्हच्चैत्यानि, ततश्च मौलं चैत्यं समाधेः कारणमिति मूलप्रतिमायाः प्राक्,
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy