SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર (इति), इष्टसिद्ध्यर्थमाह 'नो नवगुणस्थानरहिता', तत्संभवस्य तस्याः प्रतिपादितत्वात्। नवगुणस्थानसङ्गतापि लब्ध्ययोग्या अकारणमधिकृतविधेः, इत्येतत्प्रतिक्षेपायाह-'नायोग्या लब्धेः', आमर्पोषध्यादिरूपायाः कालौचित्येनेदानीमपि दर्शनात्। कथं द्वादशाङ्गप्रतिषेधः? तथाविधविग्रहे ततो दोषात्श्रेणिपरिणतौ तु कालगर्भवद् भावतो भावोऽविरुद्ध एव। लब्धियोग्यापि अकल्याणभाजनोपघाता नाभिलषितार्थसाधनायालमित्यत आह 'नाकल्याणभाजनं', तीर्थकरजननात्, नातः परं कल्याणमस्ति, यत एवमतः कथं नोत्तमधर्मसाधिका? इति उत्तमधर्मसाधिकैव। લલિતવિસ્તરાર્થ - આની વ્યાખ્યા – એક પણ નમસ્કાર, ઘણા નમસ્કાર દૂર રહો એક પણ નમસ્કાર જિનવર વૃષભ એવા વર્ધમાન સ્વામીને યત્નથી કરાતો છતો=ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક તેને સમુખ વધતા જતા વિનયના પરિણામરૂપ યત્નથી કરાતો છતો, શું?=શું કરે છે? એથી કહે છે – સંસારસાગરથી તારે છે એમ અન્વય છે. સંસારનો અર્થ સ્પષ્ટ કરે છે – સંસરણ સંસાર છે અર્થાત્ તિર્યંચ-મનુષ્ય-નાક-દેવભવના અનુભવરૂપ સંસાર તે જ સાગરના જેવો સંસારસાગર છે; કેમ કે ભવસ્થિતિ અને કાયસ્થિતિ દ્વારા અનેક વખત અવસ્થાનથી અલબ્ધપારપણું છે, તેનાથી તે સંસારસાગરથી, નર અથવા નારીને–પુરુષ અથવા સ્ત્રીને, તારે છે સંસારસાગરથી તારે છે, પુરુષગ્રહણ પુરુષોત્તમ ધર્મ પ્રતિપાદન માટે છે–પુરુષ પ્રધાન ધર્મ છે તેના પ્રતિપાદન માટે છે, સ્ત્રીનું ગ્રહણ તેઓને પણ તે ભવમાં જ=સ્ત્રીભવમાં જ, સંસાર ક્ષય થાય છે એ બોઘ કરાવવા માટે છે, જે પ્રમાણે ચાપનીયતંત્રમાં કહેવાયું છે – શ્રી અજીવ નથી અને વળી, અભવ્ય નથી અને વળી, દર્શનની વિરોધિની નથી=સમ્યગ્દર્શન ન થાય તેવી નથી, અમનુષ્યા નથી, અનાર્ય ઉત્પતિ નથી, અસંખ્ય વર્ષના આયુષ્યવાળી નથી, અતિક્રૂરમતિવાળી નથી, ઉપશાંતમોહવાળી નથી એમ નહિ, શુદ્ધ આચારવાળી નથી એમ નહિ, અશુદ્ધ શરીરવાળી નથી, વ્યવસાયવર્જિત નથી, અપૂર્વકરણવિરોધિની નથી, નવા ગુણસ્થાનક રહિત નથી, લબ્ધિને અયોગ્ય નથી, અકલ્યાણનું ભાજન નથી, એથી કેમ ઉત્તમધર્મની સાધિકા ન થાય? કેવલજ્ઞાનની પ્રાતિને સાધનારી ન થાય? ત્યાં=જાપનીયતંત્રના કથનમાં, ન હતુ શબ્દ નેવ અર્થમાં છે, સ્ત્રી અજીવ નથી, પરંતુ જીવ જ છે અને જીવનો ઉત્તમધર્મ સાધકત્વનો અવિરોધ છે; કેમ કે તે પ્રકારે દર્શન છે=જીવ ઉત્તમ એવા કેવલજ્ઞાનને સાધે છે તે પ્રકારે દર્શન છે, જીવ પણ સર્વ ઉત્તમ ધર્મના સાધક થતા નથી; કેમ કે અભવ્યની સાથે વ્યભિચાર છે, તેના નિરાસ માટે કહે છે – અને વળી, સ્ત્રી અભવ્યા નથી, આ=સ્ત્રી અભવ્યા નથી એ, જાતિનો પ્રતિષેધ છે સ્ત્રી જાતિ સર્વ અભવ્યા હોય તેનો પ્રતિષેધ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy