________________
અરિહંત ચેઈચાણ સૂત્ર
૩૩ ચિત્તનો સંશ્લેષ કાલુષ્ય સ્વરૂપ દેખાય છે, તેથી તેવા શ્રદ્ધાવાળા જીવો સતત કાલુષ્યને દૂર કરવા યત્ન કરે છે, તેથી તે શ્રદ્ધા ચિત્તના કાલુષ્યને દૂર કરનારો આત્માનો ધર્મ છે અર્થાત્ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારો મતિજ્ઞાનનો ઉપયોગ છે, જેનાથી કષાયોનું કાળુષ્ય સતત ક્ષણ-ક્ષીણતર થાય છે, આથી જ સમ્યગ્દષ્ટિ જીવો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાના બળથી કષાયોનો ક્ષય કરવા સતત યત્ન કરે છે જે તેઓની શ્રદ્ધાનું જ કાર્ય છે, આથી જ સાધુ અને શ્રાવકો પણ પોતાનામાં વર્તતી શ્રદ્ધાના બળથી પ્રસ્તુત સૂત્ર દ્વારા ચિત્તના કાલુષ્યને ક્ષીણ કરવા યત્ન કરે છે. આ શ્રદ્ધા કઈ રીતે ચિત્તના કાલુષ્યને દૂર કરે છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જેમ સરોવરમાં રહેલા કાદવને દૂર કરવા માટે સરોવરમાં વિશિષ્ટ મણિ નાખવામાં આવે છે, તેનાથી કાદવનું કાલુષ્ય દૂર થવાથી જળ સ્વચ્છતાને પામે છે અર્થાત્ સરોવરમાં રહેલો કાદવ નીચે બેસી જાય છે અને ઉપર સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે, એ રીતે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્ત છે તે સરોવરમાં ઉત્પન્ન થયેલો શ્રદ્ધારૂપી મણિ ચિત્તના કષાય-નોકષાયજન્ય સર્વ કાલુષ્યને દૂર કરીને ભગવાનથી પ્રણીત માર્ગને સમ્યગુ ભાવન કરે છે, તેથી જે મહાત્માઓના ચિત્તમાં સ્થિર શ્રદ્ધા પ્રગટી છે કે ચિત્તમાં સંશ્લેષની પરિણતિને કારણે જ કષાયોનું કાળુષ્ય થાય છે, તેનાથી દુર્ગતિઓની પરંપરાની કદર્થના પ્રાપ્ત થાય છે અને સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર વિતરાગતાને અનુકૂળ ઉદ્યમ કરાવવા માટે જ સર્વ પ્રકારના માર્ગોને બતાવે છે, તે મહાત્માઓ તે માર્ગના પરમાર્થોને જાણીને ચિત્તના કાલુષ્યને દૂર કરીને આત્માને સદા ભગવાનના વચનથી જ વાસિત કરે છે. આવી ઉત્તમ શ્રદ્ધા જે શ્રાવકોમાં જેટલી પ્રગટ થઈ છે તેને સ્વઉપયોગ દ્વારા અતિશયઅતિશયતર કરીને સાધુ અને શ્રાવક પ્રસ્તુત સૂત્રથી હું કાઉસ્સગ્નમાં રહું છું એ પ્રકારનું પ્રણિધાન કરે છે. લલિતવિસ્તરા :
एवं मेधया-न जडत्वेन, मेधा ग्रन्थग्रहणपटुः परिणामः, ज्ञानावरणीयकर्मक्षयोपशमजः चित्तधर्म इति भावः, अयमपीह सद्ग्रन्थप्रवृत्तिसारः पापश्रुतावज्ञाकारी गुरुविनयादिविधिवल्लभ्यो महांस्तदुपादेयपरिणामः; आतुरौषधाप्त्युपादेयतानिदर्शनेन;-यथा प्रेक्षावदातुरस्य तथा तथोत्तमौषधावाप्तौ विशिष्टफलभव्यतयेतरापोहेन तत्र महानुपादेयभावो ग्रहणादरश्च, एवं मेधाविनो मेधासामर्थ्यात् सद्ग्रन्थ एवोपादेयभावो ग्रहणादरश्च, नान्यत्र, अस्यैव भावौषधत्वादिति। લલિતવિસ્તરાર્થ
આ રીતે જે રીતે વધતી જતી શ્રદ્ધાથી સાધુ અને શ્રાવક પ્રસ્તુત કાયોત્સર્ગ કરવાનો અભિલાષ કરે છે એ રીતે, વધતી જતી મેધાથી કાયોત્સર્ગ કરવાનો અભિલાષ કરે છે, જડપણાથી નહિ=પોતાનો મતિજ્ઞાનનો ઉપયોગ કાયોત્સર્ગના પરમાર્થને સ્પર્શે તેવી મેધાથી કરવા અભિલાષ કરે છે જડપણાથી નહિ. મેધા શું છે ? તે સ્પષ્ટ કરે છે –