SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ લલિતવિસ્તરા ભાગ-૩ ભાવાર્થ : શ્રુતજ્ઞાનની સ્તુતિ કરવા માટે શ્રુતજ્ઞાનના ઉત્પાદક તીર્થકરોને પ્રથમ નમસ્કાર કરવા માટે કહે છે કે અર્ધપુષ્કરવર દ્વીપ, ઘાતકીખંડ અને જંબૂઢીપ આ ત્રણે દ્વીપોમાં જે ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં તીર્થંકરો થાય છે અને તેઓ શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો પ્રારંભ કરે છે, જેનાથી દુર્ગતિમાં પડતા જીવોનું રક્ષણ થાય છે અને તે જીવો સુગતિની પરંપરા દ્વારા માફળને પામે છે તેવા ગુણવાળો શ્રતચારિત્રરૂપ ધર્મ છે, જેને તીર્થકરો પ્રારંભ કરે છે તે તીર્થકરોને હું નમસ્કાર કરું છું, આ પ્રકારના નમસ્કારથી ધર્મના નિષ્પાદક સ્વરૂપે તીર્થકરોની ઉપસ્થિતિ થાય છે, તે રીતે તેઓને નમસ્કાર કરવાથી તે ધર્મ પ્રત્યે આદરનો અતિશય થાય છે, તેનાથી સ્તુતિ કરનારને તે ધર્મ સમ્યફ પરિણમન પામે છે અને બે પ્રકારના ધર્મમાં અહીં શ્રુતધર્મનો અધિકાર છે; કેમ કે મૃતની સ્તુતિ કરવા માટે પ્રસ્તુત સૂત્રનો પ્રારંભ છે અને તે શ્રુતધર્મ તીર્થકરોથી થાય છે, માટે અઢી દ્વીપમાં થનારા સર્વ તીર્થકરોને નમસ્કાર કરાય છે. લલિતવિસ્તરા : आह- 'श्रुतज्ञानस्य स्तुतिः प्रस्तुता, कोऽवसरस्तीर्थकृतां? येनोच्यते, धर्मादिकरान् नमस्यामीति, उच्यते, श्रुतज्ञानस्य तत्प्रभवत्वात् अन्यथा तदयोगात्, पितृभूतत्वेनावसर एषामिति। एतेन सर्वथा अपौरुषेयवचननिरासः। यथोक्तम्, 'असम्भव्यपौरुषेयं', 'वान्थ्येयखरविषाणतुल्यमपुरुषकृतं वचनं विदुषाऽनुपन्यसनीयं विद्वत्समवाये, स्वरूपनिराकरणात्। तथाहि-'उक्तिर्वचनम्, उच्यते इति चेति पुरुषक्रियानुगतं रूपमस्य, एतक्रियाऽभावे कथं तद् भवितुमर्हति? न चैतत् केवलं क्वचिद् ध्वनदुपलभ्यते, उपलब्धावप्यदृश्यवकाशङ्कासम्भवात्, तन्निवृत्त्युपायाभावाद्। अतीन्द्रियार्थदर्शिसिद्धेः, अन्यथा तदयोगात्, पुनस्तत्कल्पनावैयर्थ्याद्, असारमेतदिति। લલિતવિસ્તરાર્થ: ગાદથી શંકા કરે છે – શ્રુતજ્ઞાનની સ્તુતિ પ્રસ્તુત છે, તીર્થકરોનો તીર્થકરની સ્તુતિનો, કયો અવસર છે? જેના કારણે ધર્મ આદિકર એવા તેઓને હું નમસ્કાર કરું છું એ પ્રમાણે કહેવાય છે? ઉત્તર અપાય છે શંકાનો ઉત્તર આપે છે – શ્રુતજ્ઞાનનું તત્ પ્રભાવપણું હોવાથી=તીર્થકરોથી પ્રભવપણું હોવાથી, અન્યથા તેનો અયોગ હોવાથી તીર્થકરો વગર કૃતનો અયોગ હોવાથી, પિતૃભૂતપણારૂપે એઓનો-તીર્થકરોનો, અવસર છે=સ્તુતિ કરવા રૂપે અવસર છે, તિ શબ્દ ઉત્તરની સમાપ્તિ માટે છે, આના દ્વારા તીર્થંકરો શ્રુતજ્ઞાનના પિતૃભૂત છે એના દ્વારા, સર્વથા અપૌરુષેય વચનનો નિરાસ છે=એકાંતથી અપૌરુષેય વચનનો નિરાસ છે, જે પ્રમાણે કહેવાયું છે–અપૌરુષેય વચન અસંભવી છે, વંધ્યાપુત્ર અને અરવિષાણતુલ્ય અપુરુષકૃત વચન છે, વિદ્વાન વડે વિદ્વાનોની સભામાં અનુપભ્યસનીય છે; કેમકે સ્વરૂપથી નિરાકરણ છે, તે આ પ્રમાણે વરૂપથી
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy