________________
૨૬૮
લલિતવિસ્તરા ભાગ-૩
પણ નિરર્થક છે તેમ ચિંતવન કરવું જોઈએ નહિ, પરંતુ ચિંતામણિ રત્ન જેવા ચૈત્યવંદનના પારમાર્થિક બોધ માટે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત વ્યાખ્યાન કરેલું છે, જેનાથી યોગ્ય જીવો ચિંતામણિ રત્નતુલ્ય ચૈત્યવંદનના પરમાર્થને જાણીને શ્રદ્ધાદિના અતિશયથી અને વિધિપૂર્વક યત્ન કરીને સદ્ગતિઓની પરંપરારૂપ મહાકલ્યાણને પ્રાપ્ત કરશે, તેના માટે જ ગ્રંથકારશ્રીએ ચૈત્યવંદન ઉપર પ્રસ્તુત ટીકા લખેલ છે.
આ રીતે પ્રસ્તુત ગ્રંથ ઉપર શ્રી મુનિસુંદરસૂરિ મહારાજની ટીકા પૂર્ણ થાય છે અને પ્રાંતમાં તે મહાત્મા લખે છે કે પ્રસ્તુત ગ્રંથ અતિગંભીર છે, તેથી પોતે પણ તેના પૂર્ણ હાર્દને સ્પર્શવા સમર્થ નથી તોપણ પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે પોતાના બોધ અનુસાર અને પોતાને પ્રસ્તુત ગ્રંથોના ભાવોનું સ્મરણ થાય તેના માટે પ્રસ્તુત પંજિકા કરેલ છે. લલિતવિસ્તરા -
आचार्यहरिभद्रेण, दृब्या सन्न्यायसंगता । चैत्यवन्दनसूत्रस्य, वृत्तिर्ललितविस्तरा ।।१।। य एनां भावयत्युच्चैर्मध्यस्थेनान्तरात्मना । स वन्दनां सुबीजं वा, नियमादधिगच्छति ।।२।। पराभिप्रायमज्ञात्वा, तत्कृतस्य न वस्तुनः ।। गुणदोषौ सता वाच्यो, प्रश्न एव तु युज्यते ।।३।। प्रष्टव्योऽन्यः परीक्षार्थमात्मनो वा परस्य वा । ज्ञानस्य वाऽभिवृद्ध्यर्थं, त्यागार्थं संशयस्य वा ।।४।। कृत्वा यदर्जितं पुण्यं, मयैनां शुभभावतः । तेनास्तु सर्वसत्त्वानां, मात्सर्यविरहः परः ।।५।। इति ललितिवस्तरानामचैत्यवन्दनवृत्तिः समाप्ता, कृतिर्द्धर्मतो याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्येति।
(ग्रन्थाग्रं १५४५, पञ्जिकाग्रन्थः २१५५, उभयोर्मीलने ३७०० श्लोकमानम्) લલિતવિસ્તરાર્થ -
ચૈત્યવંદન સૂત્રની સદ્ભક્તિથી સંગત એવી લલિતવિસ્તરા વૃતિ આચાર્ય હરિભદ્રસૂરિ વડે રચાઈ છે.
જે જીવ મધ્યસ્થ એવા અંતરાત્માથી આને=લલિતવિસ્તરા વૃત્તિને, અત્યંત ભાવન કરે છે તે વંદનાને અથવા સુબીજને નિયમથી પ્રાપ્ત કરે છે.