________________
ગ્રંથની પરીક્ષા
૨૧૯ પરના અભિપ્રાયને જાણ્યા વગર=લલિતવિસ્તરા વૃત્તિકારના અભિપ્રાયને જાણ્યા વગર, તેનાથી કરાયેલી વસ્તુના=ગ્રંથકારશ્રી વડે કરાયેલી લલિતવિસ્તરારૂપ વસ્તુના, સત્ પુરુષોએ ગુણ-દોષ કહેવા જોઈએ નહિ=આ ગ્રંથ અત્યંત ઉત્તમ છે એમ પણ કહેવું જોઈએ નહિ અને આ ગ્રંથ નિરર્થક પ્રવૃત્તિરૂપ છે તેમ પણ કહેવું જોઈએ નહિ, પરંતુ પ્રશ્ન જ ઘટે છેકગ્રંથકારશ્રીનો પ્રસ્તુત ગ્રંથ રચવાનો શું અભિપ્રાય છે તે જાણવાની ઈચ્છારૂપ પ્રશ્ન જ ઘટે છે.
અન્ય પરીક્ષા માટે પ્રશ્ન કરવા યોગ્ય છે=પ્રસ્તુત ગ્રંથ કઈ રીતે ગુણવાળો છે અને દોષ રહિત છે તેની પરીક્ષા કરવા માટે પ્રાજ્ઞ એવા અન્ય ગીતાર્થ પ્રશ્ન પૂછવા યોગ્ય છે અથવા પોતાના અથવા પરના જ્ઞાનની વૃદ્ધિ માટે પ્રસ્તુત ગ્રંથનું રહસ્ય ગીતાર્થને પૂછવા યોગ્ય છે અથવા સંશયના ત્યાગ માટે કોઈક સ્થાનમાં પ્રસ્તુત ગ્રંથના તાત્પર્યનો નિર્ણય ન થાય તે સ્થાનમાં સંશયના ત્યાગ માટે, ગીતાર્થને પૂછવું જોઈએ.
આને=લલિતવિસ્તરા વૃત્તિને, કરીને શુભ ભાવથી મારા વડે જે પુણ્ય બંધાયું તેના વડે સર્વ જીવોને પ્રકૃષ્ટ માત્સર્યવિરહ થાવ.
આ પ્રમાણે લલિતવિસ્તરા નામવાળી ચૈત્યવંદનની વૃત્તિ સમાપ્ત થઈ, ધર્મથી ચાકિનીમહારાના પુત્ર આચાર્ય હરિભદ્રસૂરિની કૃતિ છે. લલિતવિસ્તરાગ્રંથ ૧૫૪૫ શ્લોક પ્રમાણ છે. પશ્વિકા ગ્રંથ ૨૧૫૫ શ્લોક પ્રમાણ છે. બંનેના મિલનમાં ૩૭૦૦ શ્લોકો છે. ભાવાર્થ :
ગ્રંથકારશ્રી લલિતવિસ્તરાની સમાપ્તિમાં કહે છે કે ચૈત્યવંદનના સૂત્રની સદ્ યુક્તિઓથી સંગત એવી લલિતવિસ્તરા નામની વૃત્તિ હરિભદ્રસૂરિ વડે કરાઈ છે, તેથી સૂત્રના અર્થો કઈ રીતે તત્ત્વને બતાવનારા છે તેને યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યા છે, તેથી જે મહાત્મા પક્ષપાત વગર તત્ત્વના અર્થી થઈને આ ગ્રંથના પરમાર્થને જાણશે અને જાણ્યા પછી તે પદાર્થોને આત્મામાં સ્થિર કરશે, ત્યારપછી તે ભાવોને અત્યંત ભાવિત કરશે તેઓ શાસ્ત્રાનુસારી વંદનાને પ્રાપ્ત કરશે. કદાચ તેનું દઢ ધૃતિબળ પ્રાપ્ત થયું ન હોય તો ચૈત્યવંદનનો યથાર્થ બોધ કર્યા પછી પણ તે મહાત્મા વિધિશુદ્ધ વંદના ન કરી શકે તોપણ જન્માંતરમાં તે મહાત્માને વિધિશુદ્ધ વંદનાની પ્રાપ્તિ થાય તેવું સુંદર બીજ અવશ્ય પ્રાપ્ત થશે; કેમ કે ગુણના પક્ષપાતી જીવોને પ્રસ્તુત ચૈત્યવંદનની ક્રિયાથી ગુણોને અભિમુખ યત્ન કઈ રીતે થઈ શકે તેના પરમાર્થનો બોધ કરાવનાર પ્રસ્તુત ટીકા છે, તેથી તેના ભાવનથી શુદ્ધ વંદના કરવા પ્રત્યે દઢ રાગ થાય છે, તેથી સત્ત્વનો પ્રકર્ષ ન થાય તો તે જીવ શુદ્ધ વંદના ન કરી શકે, તોપણ શુદ્ધ વંદના કરવાના રાગના સંસ્કારો જન્માંતરમાં શુદ્ધ વંદનાની પ્રાપ્તિમાં સુબીજરૂપ છે, માટે પ્રસ્તુત લલિતવિસ્તરા ગ્રંથ રચવાનો ગ્રંથકારશ્રીનો શું અભિપ્રાય છે તેને જાણ્યા વગર તેમનાથી કરાયેલ પ્રસ્તુત લલિતવિસ્તરા વૃત્તિરૂપ વસ્તુના શું ગુણો છે, શું દોષો છે તેનું મધ્યસ્થબુદ્ધિથી સમાલોચન કર્યા વગર માત્ર આ ઉત્તમ પુરુષની કૃતિ છે માટે તેની પ્રશંસા કરવી કે આ