________________
હિતોપદેશ
૨૧૭ આદરપૂર્વક સાંભળવો જોઈએ અર્થાત્ તેના પરમાર્થની પ્રાપ્તિ થાય તે પ્રકારે યોગ્ય ઉપદેશક પાસેથી સાંભળવો જોઈએ અને યથાર્થ બોધ કર્યા પછી સૂક્ષ્મબુદ્ધિથી તેના પદાર્થનું પરિભાવન કરવું જોઈએ, પરંતુ માત્ર આ ગ્રંથ વાંચીને સંતોષ માનવો જોઈએ નહિ; કેમ કે તેના પરમાર્થની પ્રાપ્તિ ન થાય તેવું ગ્રંથનું અધ્યયન રસ વગરની શેરડી ચાવવા તુલ્ય છે, તેથી તેમાંથી મધુર સ્વાદ આવે નહિ, પરંતુ પ્રસ્તુત ગ્રંથનો જે પારમાર્થિક અર્થ છે તે રસતુલ્ય છે, તેથી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક પ્રસ્તુત ગ્રંથના અર્થને પરિભાવન કરવામાં આવે તો ગ્રંથનો પારમાર્થિક અર્થ પ્રાપ્ત થાય, જે અંતરાત્માને પ્રીતિ ઉત્પન્ન કરે છે–પોતાના દેહમાં રહેલ મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ જે અંતરાત્મા છે તેને પ્રશમના પરિણામરૂપ પ્રીતિને ઉત્પન્ન કરે છે. તેનાથી તે અર્થના સૂક્ષ્મબોધથી, સંવેગ-નિર્વેદ પ્રશમ આદિ ભાવોની સિદ્ધિ છે અને જેઓ પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે છે છતાં સૂક્ષ્મબુદ્ધિથી પ્રસ્તુત ગ્રંથના અર્થનું ભાવન કરતા નથી, તેથી યુક્તિ અને અનુભવ અનુસાર પ્રસ્તુત ચૈત્યવંદન કઈ રીતે યોગ્ય જીવને સુગતિની પરંપરા દ્વારા મોક્ષફળનું કારણ બને છે તે પ્રકારના રહસ્યને પામતા નથી, તેથી તેઓને પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી સંવેગાદિ ભાવો થતા દેખાતા નથી.
ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને સંવેગ આદિ ભાવોની પ્રાપ્તિ થાય તેના માટે ચૈત્યવંદન સૂત્ર ઉપર લલિતવિસ્તરા= આનંદને આપતા વિસ્તારને કરનારી, ટીકા રચી છે, એથી પ્રારબ્ધને પ્રતિકૂળ આસેવન કરવું જોઈએ નહિક ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને સૂક્ષ્મબોધ કરાવીને સંવેગ આદિની સિદ્ધિ થાય તેના માટે પ્રસ્તુત ટીકાનો પ્રારંભ કર્યો છે તેનાથી પ્રતિકૂળ ગ્રંથઅધ્યયનમાં યત્ન કરવો જોઈએ નહિ, પરંતુ સ્થાને સ્થાને ગ્રંથના રહસ્યને જાણીને ચૈત્યવંદન કઈ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે તેના પરમાર્થની પ્રાપ્તિ થાય તે રીતે નિપુણપ્રજ્ઞાથી ગ્રંથ અધ્યયનમાં પ્રયત્ન કરવો જોઈએ; કેમ કે પ્રકૃતિથી સુંદર ચિંતામણિ રત્ન જેવું સંવેગરૂપ કાર્ય છે જેને એવું આ ચૈત્યવંદનનું વ્યાખ્યાન છે અર્થાત્ જેમ ચિંતામણિ રત્ન પ્રકૃતિથી સુંદર હોય છે તેમ પ્રકૃત ચૈત્યવંદનનું વ્યાખ્યાન પ્રકૃતિથી સુંદર છે અને જેમ ચિંતામણિ રત્ન સર્વ ઇષ્ટ ફલને આપે છે તેમ પ્રસ્તુત ચૈત્યવંદનનું વ્યાખ્યાન આત્મા માટે સંવેગનું કાર્ય કરે છે, તે જીવ માટે સર્વ કલ્યાણરૂપ છે; કેમ કે સંવેગકાળમાં જ ચિત્તની સ્વસ્થતા વધે છે, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, પાપપ્રકૃતિઓ ક્ષીણ થાય છે અને સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થાય છે, એથી મહાકલ્યાણનું કારણ છે, તેના વિષયક વિરોધી વિચારવું જોઈએ નહિ અર્થાત્ જેમ ગ્રંથના પ્રારંભમાં શંકા કરેલ કે ચૈત્યવંદન સ્વયં નિષ્ફળ છે, તેથી તેના વ્યાખ્યાનનો પ્રયત્ન પણ નિરર્થક છે તે પ્રકારે ચિંતવન કરવું જોઈએ નહિ; કેમ કે સ્કૂલ બુદ્ધિવાળા જીવોને યથાતથા ચૈત્યવંદન કરતા જોઈને થાય છે કે આ પ્રકારનું કોલાહલ સ્વરૂપ ચૈત્યવંદન નિષ્ફળ છે, માટે તેવા ચૈત્યવંદન ઉપર વ્યાખ્યાન કરવું તે પણ નિષ્ફળ પ્રયાસ છે તે પ્રમાણે વિચારવું જોઈએ નહિ; કેમ કે ચિંતામણિ રત્ન પણ સમ્યગુ જ્ઞાતગુણવાળું હોય તો જ તેમાં શ્રદ્ધાદિનો અતિશય થાય છે અને અવિધિના પરિહારપૂર્વક તેની ઉપાસના થાય છે, તેનાથી મહાકલ્યાણની સિદ્ધિ થાય છે તેમ પ્રસ્તુત ચૈત્યવંદન પણ ચિંતામણિ રત્ન જેવું છે છતાં અજ્ઞ જીવો યથાતથા ચૈત્યવંદન કરે છે તેને જોઈને આ ચૈત્યવંદન નિરર્થક છે માટે તેનું વ્યાખ્યાન