________________
મણિધાનને અનુકૂળ ૩૩ કર્તવ્યો
૫૫
લેખન સ્વ-પરના કલ્યાણનું એક કારણ છે, તેથી પોતાને પરમગુરુના વચન પ્રત્યે જે બહુમાન છે તે અનેક જીવોને બહુમાનની પ્રાપ્તિનું કારણ બને તેવા આશયથી તેનું લેખન ક૨વાથી પોતાની ઉત્તમ પ્રકૃતિ સુવિશુદ્ધ બને છે, પરંતુ ભુવનગુરુના વચનના નામથી જે તે વચનો વિચાર્યા વગર લેખન ક૨વાથી કલ્યાણ થાય નહિ, માટે વીતરાગનું વચન કઈ રીતે વીતરાગતાનું કારણ છે તેમ જાણીને અને તેને અનુરૂપ જ આ વચનો છે તેમ જાણીને તેનું લેખન કરાવવું જોઈએ, જેથી યથાતથા લખાવીને ભગવાનના વચનની લઘુતાની પ્રાપ્તિ થાય નહિ.
(૨૬) મંગલ જાપ કરવો જોઈએ, આત્માને કલ્યાણનું એક કા૨ણ તેવાં ચાર શરણાં કે નવકા૨ કે અન્ય મંગલ કરનારાં પદોનો દૃઢ પ્રણિધાનપૂર્વક જાપ કરવો જોઈએ, જેથી તે તે મંગલ કરનારાં પદોથી આત્મા અત્યંત વાસિત બને, તેના કારણે કષાયોજન્ય ક્લેશો અત્યંત અલ્પ થાય અને યોગમાર્ગની વૃદ્ધિ થાય.
(૨૭) ચાર શરણાંમાં પ્રયત્ન કરવો જોઈએ, સંસારવર્તી જીવો કર્મવશ જન્મે છે, કર્મવશ સર્વ પ્રકારની કદર્થના પામે છે, તેથી અત્યંત અશરણ છે, તેઓને શરણ થઈ શકે એવા અરિહંત, સિદ્ધ, સુસાધુ અને સર્વજ્ઞપ્રણીત ધર્મ જ છે, તેથી પ્રજ્ઞા અનુસાર તે ચારનું પારમાર્થિક સ્વરૂપ જાણવા યત્ન કરવો જોઈએ અને જાણ્યા પછી બુદ્ધિથી પોતે તેઓને શરણાગત થાય તે રીતે અરિહંતે શરનું પવપ્નમિ ઇત્યાદિ પદોથી આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી કર્મોની ૫૨વશતામાં પણ દુર્ગતિઓના પાતથી પોતાનું રક્ષણ થાય.
(૨૮) દુષ્કૃતોની ગર્તા કરવી જોઈએ, અઢાર પાપસ્થાનકો દુષ્કૃતો છે, તેના સ્વરૂપને સમ્યક્ અવધારણ કરીને તેના પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય માટે વિચારવું જોઈએ કે મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં આ દુષ્કૃતો વિઘ્નભૂત છે અને દુર્ગતિઓનાં પ્રબળ કારણ છે, તેથી તેનું સ્મરણ કરીને તેના પ્રત્યે હું જુગુપ્સા કરું, જેના કારણે મારામાં અનાદિથી સ્થિર થયેલી દુષ્કૃતોની શક્તિ ક્ષીણ ક્ષીણતર થાય.
(૨૯) કુશલનું અનુમોદન કરવું જોઈએ, જે મહાત્માઓએ સંસારથી ભય પામીને સંસારનો ઉચ્છેદ કર્યો છે તેવા સિદ્ધ ભગવંતો અને તીર્થંકરો કુશલને પામેલા છે અને જેઓ સંસારના ઉચ્છેદમાં મહાપરાક્રમ કરે છે તેવા ઋષિઓ કુશલને પામી રહ્યા છે તેઓના કુશલનું સ્મરણ કરીને તેનું અનુમોદન ક૨વું જોઈએ, જેથી તેવા કુશલની પ્રાપ્તિને અનુકૂળ પોતાનું સદ્ગીર્ય ઉલ્લસિત થાય.
(૩૦) મંત્રદેવતાની પૂજા કરવી જોઈએ, મનન અને ત્રાણ જે કરે તે મંત્ર કહેવાય, તેથી જે મંત્રનું સ્મરણ કરવાથી દુર્ગતિઓના પાતથી આત્માનું રક્ષણ થાય તે મંત્ર કહેવાય અને તેવા મંત્ર પ્રત્યે અત્યંત ભક્તિવાળા વ્યંતર જાતિના જે દેવતાઓ છે તેઓ પણ ગુણના પક્ષપાતી છે, કલ્યાણનું પ્રબળ કારણ છે અને ઉત્તમ મંત્રો પ્રત્યે પક્ષપાતવાળા હોવાથી પ્રાયઃ સમ્યગ્દષ્ટિ છે તેવા દેવોની પૂજા ક૨વાથી તે મંત્રની જ પૂજા થાય છે, તેથી તે મંત્ર શીઘ્ર ફળપ્રદ બને છે.
(૩૧) સત્ ચેષ્ટિતોને સાંભળવા જોઈએ, ઉત્તમ પુરુષો સંસારના ઉચ્છેદ માટે મહાપરાક્રમ કરનારા હોય છે અને તેઓની ઉત્તમ ચેષ્ટાઓને બતાવનારાં તેમનાં દૃષ્ટાંતોને સાંભળવાં જોઈએ, જેમ ૨ાજકૂળમાં જન્મેલા ગજસુકુમાલ સંયમ ગ્રહણ કરીને ગ્રહણશિક્ષાથી અને આસેવનશિક્ષાથી સંપન્ન થયા પછી સ્મશાનમાં