________________
૨૬૪
લલિતવિસ્તરા ભાગ-૩ મોક્ષની નિષ્પત્તિમાં કારણભૂત સર્વ અંગોને પામીને તે મહાત્મા અલ્પકાળમાં ભવનો ઉચ્છેદ કરશે.
અહીં પ્રશ્ન થાય કે અપુનબંધક જીવો પણ કર્યદોષને કારણે ક્યારેક પોતાના ઉચિત આચારોથી ભગ્ન પરિણામવાળા હોય છે, આથી જ માતા-પિતા આદિ સાથે ક્યારેક કષાયોને વશ અનુચિત વર્તન પણ કરે છે તેથી કહે છે –
અપુનબંધક જીવોનાં ક્લિષ્ટ કર્મો પ્રાયઃ દૂર થયેલા હોવાથી પ્રાથમિક ભૂમિકાની ઉચિત પ્રવૃત્તિ કરવાની પરિણતિ થાય છે, તેથી તત્ત્વને અભિમુખ થયેલા અપુનબંધક જીવો માતા-પિતા આદિ સાથે સામાન્યથી ઉચિત પ્રવૃત્તિ જ કરે, તે રીતે સંસારમાં પણ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવા યત્ન કરે, છતાં ક્યારેક નિમિત્તને પામીને કોઈક કષાયનો ઉદય થાય ત્યારે તે અપુનબંધક જીવ તે ઉચિત આચારથી વિપરીત આચરણા પણ કરે છે, તોપણ ઉપદેશ આદિની સામગ્રીને પામીને કે નિમિત્તને પામીને ફરી તે ઉચિત આચારમાં યત્નવાળો થાય છે, એથી તેવા જીવો પ્રત્યે ઉપદેશનું સાફલ્ય છે, આથી જ તેવા જીવોને હિતમાં પ્રવર્તાવવા માટે ગ્રંથકારશ્રીએ તેત્રીશ કર્તવ્યો બતાવ્યાં, તેને સાંભળીને અપુનબંધક જીવો તે સેવવાને અભિમુખ પરિણામવાળા થાય છે, તેથી ભગ્ન થયેલા પણ તે અપુનબંધક જીવો સમ્યક્ત આદિને પામીને વિશેષ પ્રકારે ચૈત્યવંદન કરવા માટે સમર્થ બને છે.
પૂર્વમાં કહ્યું કે અપુનબંધક જીવો અનાભોગવાળા હોય ત્યારે પણ વિચિત્ર ગુણોથી અલંકૃત બને છે, તે વિષયમાં કપિલ દર્શનવાળા કહે છે કે જ્યાં સુધી જીવ ઉપરથી પ્રકૃતિનો અધિકાર દૂર થયો નથી, ત્યાં સુધી જીવ આવા પ્રકારનો થતો નથી, આથી જ અનાદિ કાળથી કર્મ પ્રકૃતિનો અધિકાર તે જીવ ઉપર હતો તે નિવર્તન પામે છે ત્યારે તે જીવ આઘભૂમિકાના ગુણોથી અલંકૃત બને છે. વળી, સૌગત દર્શનવાળા કહે છે કે જેનો ભવનો વિપાક નાશ થયો નથી તેઓ આવા ગુણવાળા થતા નથી, તેથી જેઓનો ભવભ્રમણનો પરિણામ ક્ષીણ થવા આવ્યો છે તે જીવો જ આઘભૂમિકાના ગુણથી અલંકૃત થાય છે, વળી, જૈનો કહે છે કે અપુનબંધક જીવો આવા પ્રકારના હોય છે; કેમ કે અથડાતાં કુટાતાં વિપર્યાય આપાદક કર્મો ઘણાં અલ્પ થાય છે, ત્યારે જીવ પ્રકૃતિથી ઉત્તમ પ્રકૃતિને અભિમુખ પરિણામવાળો થાય છે, તે અપુનબંધક જીવો પૂર્વમાં બતાવેલાં ઉચિત કૃત્યો કરીને ચૈત્યવંદનને અનુકૂળ ચિત્ત નિષ્પન્ન કરે છે. લલિતવિસ્તરા -
तच्छ्रोतव्यमेतदादरेण, परिभावनीयं सूक्ष्मबुद्ध्या, शुष्केक्षुचर्वणप्रायमविज्ञातार्थमध्ययनम्, रसतुल्यो ह्यत्रार्थः, स खलु प्रीणयत्यन्तरात्मानं, ततः संवेगादिसिद्धः; अन्यथा त्वदर्शनात्, तदर्थं चैष प्रयास इति न प्रारब्धप्रतिकूलमासेवनीयं, प्रकृतिसुन्दरं चिन्तामणिरत्नकल्पं संवेगकार्यं चैतद्, इति, महाकल्याणविरोधि न चिन्तनीयम्, चिन्तामणिरत्नेऽपि सम्यग्ज्ञातगुण एव श्रद्धाद्यतिशयभावतोऽविधिविरहेण महाकल्याणसिद्धिरित्यलं प्रसङ्गेन ।