________________
૨૫૩
પ્રણિધાનને અનુકૂળ ૩૩ કર્તવ્યો ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય. જે પૂર્વની અક્લેશ અવસ્થા કરતાં પણ વિશેષ પ્રકારે અફ્લેશવાળી અવસ્થાની પ્રાપ્તિનું કારણ છે; કેમ કે કષાયોનો ઉત્કર્ષ જ ક્લેશ કરાવે છે અને ધર્મશાસ્ત્રનું મહાયત્નથી ભાવન કરવાને કારણે પોતાનામાં વિદ્યમાન કષાય શક્તિ અલ્પ-અલ્પતર થાય છે.
(૧૩) વિધાનથી પ્રવર્તવું જોઈએ, ધર્મશાસ્ત્રનો પરમાર્થ જાણ્યા પછી તેને અત્યંત ભાવન કરવાથી આ જ આત્માનું હિત છે તેવી બુદ્ધિ સ્થિર થાય છે, ત્યારપછી પોતાની ભૂમિકા અનુસાર ઉત્તર-ઉત્તરના ધર્મની નિષ્પત્તિ માટે વિધિપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ માત્ર બાહ્ય કૃત્ય કરીને સંતોષ માનવો જોઈએ નહિ, પરંતુ તે તે કૃત્યની વિધિ જાણીને વિધિપૂર્વક તેમાં યત્ન કરવો જોઈએ.
(૧૪) ધૈર્યનું અવલંબન લેવું જોઈએ, ઉત્તર ઉત્તરના ગુણની નિષ્પત્તિ માટે વિધિમાં યત્ન દુષ્કર છે; કેમ કે પ્રમાદ આપાદક પ્રકૃતિ દૃઢ યત્નમાં અલના કરાવે છે, તો પણ ધૈર્યનું અવલંબન લઈને વિવેકપૂર્વક યત્ન કરવાથી તે તે ગુણને અનુકૂળ ચિત્ત નિષ્પન્ન થાય છે, તેથી તે ધર્મ અનુષ્ઠાન અધિક અદ્દેશવાળી પ્રકૃતિનું કારણ બને છે જે અત્યંત સુખાકારી છે, છતાં અધીરપુરુષો તેને સેવી શકતા નથી, માટે વૈર્યનું અવલંબન લેવું જોઈએ.
(૧૫) ભવિષ્યનું પર્યાલોચન કરવું જોઈએ, આ લોકમાં પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ધર્મપ્રધાન જીવન જીવી શકાય તે રીતે વર્તમાનમાં મારે મારી શક્તિનો સંચય કરવો જોઈએ, તેમ વિચારીને આલોકનું અને પરલોકનું અહિત ન થાય તે રીતે ભવિષ્યનો વિચાર કરવો જોઈએ.
(૧૩) મૃત્યુનું અવલોકન કરવું જોઈએ, ભવિષ્યનો વિચાર કરનાર પણ મહાત્મા હંમેશાં વિચારે કે ગમે ત્યારે મૃત્યુની પ્રાપ્તિ થઈ શકે છે અને આયુષ્ય ક્ષય થઈ રહ્યું છે, માટે માત્ર આલોકનો વિચાર કરીને મારે જીવવું જોઈએ નહિ, પરંતુ પરલોકને અનુકૂળ ઉત્તમ ચિત્તનું નિર્માણ થાય તે રીતે વિચારીને મારે જીવવું જોઈએ, જેથી ગમે ત્યારે મૃત્યુ આવે તો પણ મારું અહિત થાય નહિ.
(૧૭) પરલોકપ્રધાન થવું જોઈએ, માત્ર આલોકની સુખશાંતિનો વિચાર કરીને વિવેકીએ જીવવું જોઈએ નહિ, પરંતુ પરલોકમાં મારું આ ભવ કરતાં અધિક હિત થાય તેની પ્રધાનતા કરીને જીવવું જોઈએ, તે ઉત્તમ પ્રકૃતિના નિર્માણથી થાય છે, માત્ર બાહ્ય કૃત્યોથી નહિ, તેથી પરલોક સાધક બાહ્ય કૃત્યો પ્રકૃતિની ઉત્તમતા કરે તે રીતે સેવવાં જોઈએ.
(૧૮) ગુરુજન સેવવો જોઈએ, ગુણથી ગુરુ એવા ઉત્તમ પુરુષોની સેવા કરવી જોઈએ, જેથી તેવા ઉત્તમ પુરુષો પાસેથી સૂક્ષ્મમાર્ગની પ્રાપ્તિ થાય, તેમના ઉત્તમ આચારો અને ઉત્તમ પ્રકૃતિને જોઈને પણ તેના પ્રત્યે વધતા આદરને કારણે પોતાનામાં શીધ્ર તેવી ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય, માટે ગુણવાન જનોની સેવા કરવી જોઈએ.
(૧૯) યોગપટનું દર્શન કરવું જોઈએ, મોક્ષને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિનો પ્રારંભ અપુનબંધક દશાથી થાય છે અને તેનું અંતિમ સ્થાન યોગનિરોધ અવસ્થા છે અને મધ્યની સર્વ અવસ્થાઓ જીવન કષાયોની મંદતાથી થનારી જીવની પરિણતિ સ્વરૂપ છે અને વિતરાગમાં કષાયોનો સંપૂર્ણ અભાવ થાય છે, ત્યારપછી મન