________________
૨૫૪
લલિતવિસ્તરા ભાગ-૩ વચન-કાયાના યોગો પ્રવર્તે છે તેનો નિરોધ કરવાથી યોગની ચરમભૂમિકા પ્રાપ્ત થાય છે અને તે સર્વ યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિ સમ્યગુ રીતે સેવાયેલા મન-વચન-કાયાના વ્યાપારથી પ્રગટ થાય છે, તેથી યોગમાર્ગની અંતરંગ પરિણતિઓનો અને તેને અનુકૂળ ઉચિત બાહ્ય કૃત્યોનો સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક સ્વપ્રજ્ઞા અનુસાર બોધ કરીને બુદ્ધિચક્ષુથી વારંવાર તેનું અવલોકન કરવું જોઈએ, જેથી પોતાનામાં તેવો ઉત્તમ યોગમાર્ગ શીધ્ર પ્રગટ થાય.
(૨૦) ચિત્તમાં તેના રૂપાદિ સ્થાપન કરવા જોઈએ, પૂર્વમાં બતાવ્યું એ રીતે યોગપટનું દર્શન કર્યા પછી તે તે યોગની ભૂમિકા કઈ રીતે ચિત્તની શુદ્ધિ કરીને આત્માને સ્વસ્થ સ્વસ્થતર કરે છે તે સ્વરૂપને અને તે સ્વરૂપની પ્રાપ્તિના ઉચિત ઉપાયોને ચિત્તમાં સ્થાપન કરવા જોઈએ, જેથી પોતે પણ યોગમાર્ગની ઉત્તરઉત્તરની ભૂમિકાને સુખપૂર્વક આરોહણ કરી શકે.
(૨૧) ધારણા નિરૂપણ કરવી જોઈએ, યોગપટના તે તે ભાવોને ચિત્તમાં સ્થાપન કર્યા પછી તે વિસ્તૃત ન થાય તે રીતે ધારણ કરવા જોઈએ, જેથી તે ભાવો પ્રત્યે સૂક્ષ્મ ઊહાપોહ કરીને અધિક અધિક સૂક્ષ્મબોધ થાય.
(૨૨) વિક્ષેપમાર્ગનો પરિહાર કરવો જોઈએ, યોગપટનું દર્શન કર્યા પછી અને તેના ભાવો વિષયક ધારણા કર્યા પછી પોતાની ભૂમિકા અનુસાર તે તે ભાવોને સેવવામાં ચિત્તના વિક્ષેપો બાધક છે, તેનો પરિહાર કરીને તે તે ભૂમિકા પોતાનામાં પ્રગટ થાય તેવો યત્ન કરવો જોઈએ; કેમ કે યોગની ઉત્તર-ઉત્તરની અવસ્થામાં ચિત્તનું ધૈર્ય અધિક અધિક થાય છે, જેથી સુખની જ વૃદ્ધિ થાય છે, તોપણ સુખની વૃદ્ધિના યત્નમાં વિક્ષેપમાર્ગ બાધક છે, તેથી નિપુણતાપૂર્વક તેનો પરિહાર કરવો જોઈએ. જેમ ધનના અર્થી જીવો ધનના ઉપાયોને નિપુણતાપૂર્વક જાણીને તેમાં યત્ન કરે છે, તેમ યોગમાર્ગની ભૂમિકામાં જવામાં બાધક અંતરંગ અને બહિરંગ વિક્ષેપમાર્ગનું નિપુણતાપૂર્વક અવલોકન કરીને તેનો પરિહાર કરવો જોઈએ.
(૨૩) યોગસિદ્ધિમાં યત્ન કરવો જોઈએ, યોગપટનું દર્શન કર્યા પછી ઉત્તર-ઉત્તરના યોગને પ્રગટ કરવા માટે વિક્ષેપમાર્ગના ત્યાગપૂર્વક પોતાનામાં યોગની સિદ્ધિ થાય તે રીતે વૈર્યપૂર્વક યત્ન કરવો જોઈએ; કેમ કે યોગ એ શમભાવના પરિણામરૂપ છે અને સ્વભૂમિકા અનુસાર જેમ જેમ સમભાવની વૃદ્ધિ થશે તેમ તેમ અંતરંગ સ્વસ્થતાના સુખની વૃદ્ધિ થશે, તેનાથી સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ થશે.
(૨૪) ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ, ભગવાન વીતરાગ સર્વજ્ઞ છે, અપાયાપરામ આદિ ચાર અતિશયવાળા છે, જગતના ગુરુ છે, જગતના જીવોને સન્માર્ગ બતાવીને જગતના સર્વ જીવો માટે એકાંતે હિતકારી છે તે પ્રકારે સ્મરણ કરીને તેઓ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તેવા નિર્મળ આશયપૂર્વક વિધિથી ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ, જેથી ઉત્તમ પ્રકૃતિની વૃદ્ધિ થાય.
(૨૫) ભુવનેશ્વરનું વચન લખાવવું જોઈએ, ભુવનેશ્વર જગતના હિતને કરનાર ત્રણ જગતના ગુરુ ઉચિત ઉપદેશને આપનારા છે. તેમનું વચન જગતના જીવોના કલ્યાણનું કારણ છે તેમ વિચારીને તે વચન પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તે રીતે લેખન કરાવવું જોઈએ અને વિચારવું જોઈએ કે આ ભુવનેશ્વરના વચનનું