________________
૨૦
લલિતવિસ્તરા ભાગ-૩ થતું નથી, પરંતુ તત્ત્વ અવિરોધી હયાથી જ સર્વ કલ્યાણની પ્રાપ્તિ છે અને તત્ત્વ અવિરોધી હૃદયને અતિશય કરવા માટે જ ધર્મની પ્રવૃત્તિ ઉપકારક છે, તેથી અજ્ઞાનને વશ કોઈક અપુનબંધક જીવો તેવી પ્રવૃત્તિ ન કરે તોપણ તેઓનું તત્ત્વ અવિરોધી હૃદય કષાયને ક્ષીણ કરીને ગુણવૃદ્ધિ પ્રત્યે કારણ છે. જેમ બૌદ્ધદર્શનના વિદ્વાન ગોવિંદાચાર્ય કલ્યાણના અર્થી હતા તોપણ તેને બૌદ્ધદર્શન જ તત્ત્વભૂત જણાતું હતું અને સ્યાદ્વાદી સામે વાદમાં પોતે પરાજિત થતા હતા, તેથી સ્યાદ્વાદના રહસ્યને જાણવા માટે અન્ય ઉપાય વિદ્યમાન નહિ હોવાથી કપટથી જૈનસાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી છે, પરંતુ પોતાના દર્શન પ્રત્યે પક્ષપાતી છે, સ્યાદ્વાદ સમ્યગુ વાદ નથી તેવો કંઈક વિપરીત બોધ છે તોપણ તે મહાત્માનું હૃદય તત્ત્વને અભિમુખ હોવાથી તે મહાત્માને જ્યારે કોઈક આગમવચનથી નિર્ણય થાય છે, આ જ દર્શન સત્ય છે, ત્યારે ગુરુ આગળ સરળ ભાવથી પોતાનો આશય વ્યક્ત કરીને શુદ્ધ સંયમનો સ્વીકાર કરે છે, તેથી પ્રભાવક આચાર્ય થયા, માટે પૂર્વમાં સ્વદર્શન પ્રત્યે કંઈક પક્ષપાત હોવા છતાં, વાદમાં જીતવાના આશયથી સંયમ ગ્રહણ કરેલ હોવા છતાં તે મહાત્માનું હૃદય તત્ત્વ અવિરોધી હોવાથી ઉત્તમચિત્તને કારણે સન્માર્ગની પ્રાપ્તિનું કારણ બન્યું. વળી, તત્ત્વ અવિરોધી હૃદયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
તે મહાત્મા શુભ અશુભરૂપ પુરુષાર્થની પ્રવૃત્તિરૂપ સકલ ચેષ્ટાઓ તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વક કરે છે, જેમ કોઈ અપુનબંધક જીવ સંસારથી ભય પામેલ હોય, છતાં અર્થ-કામની વૃત્તિ ક્ષીણ થયેલ ન હોય ત્યારે તે મહાત્મા શુભ પુરુષાર્થરૂપ ધર્મની પ્રવૃત્તિ કરે છે અને અશુભ પુરુષાર્થરૂપ અર્થ-કામની પ્રવૃત્તિ પણ કરે છે, ત્યારે પણ પોતાના સ્થૂલ બોધ અનુસાર તે મહાત્માનું ચિત્ત તત્ત્વને અભિમુખ જ હોય છે, તેથી અર્થ અને કામ પુરુષાર્થ તે રીતે સેવે છે કે જેથી ક્રમસર તે લાલસાઓ ક્ષીણ થાય અને ધર્મ પુરુષાર્થ પણ તે રીતે સેવે છે કે જેથી ગુણને અભિમુખ યત્ન થવાથી કષાયો ક્ષીણ થાય, તેથી તેઓની બધી ચેષ્ટા તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વક થાય છે, માટે તેની સર્વ પ્રવૃત્તિમાં સમતભદ્રતા છે. આથી જ અજ્ઞાનથી ધર્મની પ્રવૃત્તિમાં કોઈ દોષની પ્રાપ્તિ થાય તોપણ કષાયની વૃદ્ધિનું કારણ બને તેવી તેની ચિત્તવૃત્તિ નથી, ફક્ત સૂક્ષ્મબોધના અભાવને કારણે તે પ્રકારના દોષના પરિહારથી કરાયેલી પ્રવૃત્તિ જે રીતે વિશેષ શુદ્ધિનું કારણ બને તેવી વિશેષ શુદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેમ ગોવિંદાચાર્ય વાદ જીતવા માટે સંયમની ક્રિયા કરે છે ત્યારે તેઓની સંયમની દ્રક્રિયા તત્ત્વને અભિમુખ હૃદયપૂર્વક હોવા છતાં અનાભોગને કારણે આ ક્રિયા તત્ત્વભૂત છે તેવો બોધ નહિ હોવાથી વિશેષ શુદ્ધિનું કારણ બનતી નથી તોપણ તે વખતની તેમની સંયમની ક્રિયાને શાસ્ત્રમાં પ્રધાન દ્રવ્યક્રિયા કહેલ છે; કેમ કે હૃદય તત્ત્વ અવિરુદ્ધ હતું અને જ્યારે સૂક્ષ્મબોધ થયો ત્યારે તે જ પ્રકારની સંયમની ક્રિયા તે મહાત્માને અધિક શુદ્ધિનું પ્રબળ કારણ થઈ.
આનાથી એ ફલિત થાય કે જે અપુનબંધક જીવોનું કે સમ્યગ્દષ્ટિ જીવોનું તત્ત્વ અવિરોધી હૃદય છે તેઓને કષાયોનો ક્ષય કરવો એ જ તત્ત્વ દેખાય છે અને તેના ઉપાયરૂપે જ ચૈત્યવંદન આદિ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તોપણ પૂર્વમાં અકલ્યાણમિત્રોનો પરિહાર આદિ જે તેત્રીશ કૃત્યો બતાવ્યાં તે કૃત્યોનું જેઓ સમ્યફ સેવન કરે છે તેનાથી તેઓનું ચિત્ત તત્ત્વને અભિમુખ અતિશયતર થાય છે, તેથી પૂર્વમાં વર્ણન