________________
૫૨
જોઈએ, એ પ્રકારનો ઉપદેશ તે ક્લેશથી તેઓનું રક્ષણ કરે છે.
(૫) લોકમાર્ગની અપેક્ષા રાખવી જોઈએ, સંસારમાં શિષ્ટ લોકો જે પ્રકારે ઉચિત કૃત્યો કરીને પોતાની જીવનવ્યવસ્થા અક્લેશવાળી થાય તેવો યત્ન કરનારા હોય છે તેનું વારંવાર સ્મરણ કરીને પોતે પણ તે પ્રકારે લોકમાર્ગ પ્રમાણે જીવવા યત્ન કરવો જોઈએ, જેથી શિષ્ટ લોકોના માર્ગના અનુસરણથી ઉત્તમ પ્રકૃતિ નિર્માણ થાય.
લલિતવિસ્તરા ભાગ-૩
(૬) ગુરુ સંહતિને માન આપવું જોઈએ, વયથી અને જ્ઞાનથી જે ગુરુવર્ગ છે તેઓની સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. ક્વચિત્ કર્મદોષને કારણે માતા-પિતા આદિ ગુરુવર્ગ ક્લેશની પ્રકૃતિવાળો હોય, તોપણ પોતાના ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનો વ્યાઘાત ન થાય તે રીતે તેઓ સાથે પણ ઉચિત વર્તન કરવું જોઈએ, પરંતુ તેઓના પ્રકૃતિદોષને કારણે તેઓની સાથે અનુચિત વર્તન કરીને પોતાની પ્રકૃતિ ક્ષુદ્ર થાય તેવો યત્ન ક૨વો જોઈએ નહિ.
(૭) આમના પરતંત્રથી થવું જોઈએ, ગુરુવર્ગના પરતંત્રથી જીવવું જોઈએ, પરંતુ સ્વમતિ અનુસાર જીવવું જોઈએ નહિ, જેથી કૃતજ્ઞતા આદિ ગુણો નાશ પામે નહિ.
(૮) દાનાદિમાં પ્રવર્તવું જોઈએ, દાન, તપ આદિ ઉચિત ધર્મકૃત્યોમાં પ્રવર્તવું જોઈએ, જેથી ગુણવૃદ્ધિને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિઓનું નિર્માણ થાય. ફક્ત કષાયને વશ દાન, તપ આદિ કરીને માન-ખ્યાતિ આદિની તુચ્છ પ્રકૃતિને પુષ્ટ કરવી જોઈએ નહિ, પરંતુ અક્લેશવાળી પ્રકૃતિ પુષ્ટ થાય તે રીતે દાનાદિમાં યત્ન કરવો જોઈએ.
(૯) ભગવાનની ઉદાર પૂજા કરવી જોઈએ, આદિ ધાર્મિક જીવો ધર્મપ્રધાન અર્થ કામ પુરુષાર્થને સેવીને આલોકમાં સુખે જીવવા ઇચ્છતા હોય છે, તેથી જેમ ગુરુવર્ગની પૂજા કરે છે તેમ દેવની પણ પૂજા કરીને પોતાની પ્રકૃતિ સુંદર ક૨વા યત્ન કરે છે અને પોતાની શક્તિ અનુસાર ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરે તો ચિત્ત ભગવાનના ગુણોથી વાસિત બને છે, તેથી તેઓની પ્રકૃતિ વિશેષ નિર્મળ બને છે, માટે ભગવાનની ઉદાર પૂજા કરવી જોઈએ.
(૧૦) સાધુવિશેષનું અવલોકન કરવું જોઈએ, ત્યાગી સાધુઓ તત્ત્વને જોનારા કોણ છે તેનો સ્વબુદ્ધિથી નિર્ણય કરીને તેમનો પરિચય કરવો જોઈએ, જેથી પોતાની તત્ત્વમાર્ગને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિ વિશેષવિશેષતર નિર્મળ બને.
(૧૧) વિધિપૂર્વક ધર્મશાસ્ત્ર સાંભળવાં જોઈએ, ઉત્તમ સાધુ પુરુષો કોણ છે તેનો નિર્ણય કર્યા પછી તેવા મહાત્માઓ પાસેથી ધર્મના રહસ્યને વિધિપૂર્વક સાંભળવા યત્ન કરવો જોઈએ, જેથી પારમાર્થિક ધર્મનો બોધ થાય.
(૧૨) મહાયત્નથી ભાવન કરવું જોઈએ, સુસાધુ પાસેથી વિધિપૂર્વક ધર્મશાસ્ત્ર સાંભળ્યા પછી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક તેના રહસ્યને જાણવા યત્ન કરવો જોઈએ, શંકા થાય તો મહાત્માને પૂછીને તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ અને તત્ત્વનો નિર્ણય કર્યા પછી તે તત્ત્વનું મહાયત્નથી અત્યંત ભાવન કરવું જોઈએ, જેથી ધર્મને અનુકૂળ