________________
પ્રણિધાનને અનુકૂળ ૩૩ કર્તવ્યો
૨પ૧ ભાવોનું દર્શન કર્યું તે તે ભાવોની ધારણા સ્થિર થાય તેવો યત્ન કરવો જોઈએ, વિક્ષેપમાર્ગનો પરિહાર કરવો જોઈએ શંકા-કુશંકા દ્વારા ચિત્તનું યોગમાર્ગથી અન્યત્ર ગમન થાય તેવા વિક્ષેપમાર્ગનો પરિહાર કરવો જોઈએ, યોગસિદ્ધિમાં યત્ન કરવો જોઈએ=પોતાની ભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરના યોગમાર્ગની સિદ્ધિમાં યત્ન કરવો જોઈએ, ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ, ભુવનેશ્વરનું વચન લેખન કરવું જોઈએ, મંગલજાપ કરવો જોઈએ, ચારનું શરણું સ્વીકારવું જોઈએ=અરિહંત આદિ ચારનું શરણું સ્વીકારવું જોઈએ, દુષ્કતોની ગહ કરવી જોઈએ, કુશલ કૃત્યનું અનુમોદન કરવું જોઈએ, મંત્રદેવતાની પૂજા કરવી જોઈએ, સત્ ચેષ્ટિતોને સાંભળવા જોઈએ, ઔદાર્યનું ભાવન કરવું જોઈએ, ઉત્તમ દષ્ટાંતથી વર્તવું જોઈએ. ભાવાર્થ -
પૂર્વમાં વર્ણન કર્યું તેવા શુભ ફલવાળા પ્રણિધાનના અંતવાળું ચૈત્યવંદન માત્ર કરવાથી સંસારના ઉચ્છેદનું કારણ બને તેવું બળ સંચિત થતું નથી, પરંતુ તેને અનુકૂળ ઉત્તમ ચિત્ત પ્રાપ્ત કરવું આવશ્યક છે અને તેની સિદ્ધિ માટે શું કરવું જોઈએ ? જેથી ચૈત્યવંદન કરવાની યોગ્યતા પોતાનામાં પ્રગટે તે બતાવવા માટે કહે છે –
(૧) આદિ કર્મમાં યત્ન કરવો જોઈએ, સંસારઅવસ્થામાં માતા-પિતા સ્વજન આદિ સર્વ સાથે સર્વત્ર ઉચિત વર્તન થાય તે પ્રકારે અને ઉચિત વ્યવસાય આદિથી ધન અર્જન થાય તે પ્રકારે પ્રવૃત્તિ કરે, જેથી સંસારઅવસ્થામાં પણ અક્કેશવાળું સુંદર જીવન પ્રાપ્ત થાય; કેમ કે આદ્યભૂમિકામાં અક્લેશ માટે કરાયેલો યત્ન જ ચૈત્યવંદન દ્વારા સર્વ પ્રકારના ક્લેશ રહિત અવસ્થાને અનુકૂળ બળસંચય માટે થાય છે. જેઓ આદિ ભૂમિકામાં જ અતિક્લેશપ્રકૃતિવાળા છે, તેથી સર્વત્ર અનુચિત પ્રવૃત્તિ કરીને સંયોગ અનુસાર ક્લેશને જ પામે છે તેઓ સર્વથા અક્લેશ અવસ્થાને અનુકૂળ ચૈત્યવંદનથી પણ યત્ન કરવા સમર્થ બનતા નથી.
(૨) અકલ્યાણમિત્રના યોગનો પરિહાર કરવો જોઈએ, જેઓ અક્લેશપ્રિય છે તેઓ ક્લેશની વૃદ્ધિ કરે તેવા અકલ્યાણમિત્રોથી દૂર રહે તો જ પોતાની અદ્દેશને અભિમુખ પ્રારંભની ભૂમિકાનો વિનાશ થાય નહિ, માટે જેઓ ભોગવિલાસ માત્રમાં રત છે તેવા અકલ્યાણમિત્રોનો પરિહાર કરવો જોઈએ.
(૩) કલ્યાણમિત્રોને સેવવા જોઈએ, આદિ ધાર્મિક જીવો આલોકમાં અને પરલોકમાં સુખી થવાના અથ હોય છે, તોપણ નિમિત્તોને વશ લોભાદિ કષાયોથી ક્લેશોને પ્રાપ્ત કરે છે અને તેના પરિહાર માટે સ્વયં યત્ન કરે છે, છતાં યોગ્ય કલ્યાણમિત્રો મળે તો તેમના સમાગમથી આલોકનું અને પરલોકનું હિત થાય તેવી ઉચિત પ્રવૃત્તિ વિષયક પ્રેરણા મળે છે, તેથી કલ્યાણમિત્રોનો સંસર્ગ કરવો જોઈએ, જેથી પોતાની ઉત્તમ પ્રકૃતિ અધિક સુંદર બને.
(૪) ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ, આદિ ધાર્મિક જીવ પણ પોતાની ભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને આ લોકમાં સુંદર જીવન જીવવા ઇચ્છે છે, તોપણ અનાદિનો ક્લેશનો સ્વભાવ હોવાથી કષાયોને વશ ઉચિત પ્રવૃત્તિનું ઉલ્લંઘન થાય છે, તેથી તેવા જીવોએ ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન ન કરવું