________________
૨૪૯
પ્રણિધાનને અનુકૂળ ૩૩ કર્તવ્યો થયું ન હોય તો સંયમ ગ્રહણ ન પણ કરે અને શક્તિનો સંચય થયો હોય તો અવશ્ય ગ્રહણ કરે, પરંતુ માત્ર દ્રવ્ય સંયમથી તેનું ચિત્ત સંતોષ પામતું નથી, પરંતુ સદુપદેશ દ્વારા જે અજ્ઞાતનું જ્ઞાન થયું છે તેના પરમાર્થને સ્પર્શવા તે મહાત્મા સદા યત્ન કરે છે.
વળી, તે મહાત્માને સદુપદેશની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અજ્ઞાતનું જ્ઞાપન કરાવે તેવા સદુપદેશના અભાવને કારણે તે પ્રકારના સૂક્ષ્મબોધનો અભાવ વર્તે છે, ક્વચિત્ સદુપદેશક અજ્ઞાતના જ્ઞાપન માટે યત્ન કરે છતાં દઢ જ્ઞાનાવરણીય કર્મને કારણે ઉપદેશક દ્વારા કહેવાયેલા તે સૂક્ષ્મ ભાવોનો બોધ ન થાય તોપણ અનાભોગ વર્તે છે, જેમ માલતુષ મુનિને સદ્ગુરુ ઉપદેશ આપે છે અને કઈ રીતે રાગ-દ્વેષનો ક્ષય થાય તેનો સૂક્ષ્મબોધ કરાવીને તેને રાગ-દ્વેષના ક્ષય માટે ઉદ્યમ કરવાનું કહે છે, છતાં દઢ જ્ઞાનાવરણીય કર્મને કારણે સૂક્ષ્મ ભાવોમાં કંઈક અનાભોગ પણ વર્તે છે તોપણ પ્રસ્તુત પ્રણિધાન કરનારા મહાત્માઓને સંસારનો ક્ષય કરવાનો દઢ પરિણામ વર્તે છે, તેથી તેઓનું ચિત્ત સંસારક્ષયને અનુકૂળ જ વર્તે છે, માટે અનાભોગ હોવા છતાં પણ સદંધન્યાયથી તેઓનું માર્ગમાં જ ગમન થાય છે. જેમ શાતાના ઉદયવાળો અંધ પુરુષ કોઈ ઇષ્ટ નગરમાં જવા તત્પર થયેલ હોય અને તે જાણતો હોય કે હું અંધ છું, તેથી વિચાર્યા વગર યથાતથા ગમન કરીશ તો ઇષ્ટ સ્થાનમાં પહોંચીશ નહિ અને માર્ગમાં ખાડા આદિમાં પડીશ તો દુઃખી થઈશ તેવો સ્પષ્ટ બોધ છે, તેથી પોતાના ઇષ્ટ સ્થાનમાં જનાર દેખતા પુરુષની પરીક્ષા કરીને નક્કી કરે કે જે સ્થાનમાં હું જવા ઇચ્છું છું તે જ સ્થાનમાં આ પુરુષ જાય છે અને ચક્ષુથી માર્ગને જુએ છે, તેથી માર્ગનો નિર્ણય કરીને તે નગરમાં તે પહોંચશે, તેથી તેવા પુરુષનો આશ્રય કરીને હું જઈશ તો હું પણ તે નગરે સુખપૂર્વક પહોંચીશ, તેથી તે પુરુષનું અનુસરણ કરીને તે સદંધપુરુષ=શાતાવેદનીયના ઉદયવાળો પુરુષ, ઇષ્ટ નગરે પહોંચે છે, તેમ જેઓ કોઈક સ્થાનમાં અનાભોગવાળા છે તેઓ પણ માર્ગાનુસારી બુદ્ધિને કારણે માર્ગગમન જ કરે છે, જેથી અવશ્ય વિઘ્ન રહિત ઇષ્ટ સ્થાને પહોંચે છે, એમ અધ્યાત્મચિંતકો કહે છે.
જયવયરાય સૂત્રનો અર્થ કર્યો અને તેમાં ભગવાન પાસે આઠ વસ્તુની યાચના કરી, તે યાચનાથી તે મહાત્માને મોક્ષને અનુકૂળ સર્વ અંગોની પ્રાપ્તિ થાય છે એમ પૂર્વમાં કહ્યું એવા પ્રકારના શુભ ફલવાળું પ્રણિધાન છે અંતમાં જેને એવું ચૈત્યવંદન કર્યા પછી મહાત્મા આચાર્યાદિને વંદન કરીને કુગ્રહના ત્યાગથી તત્ત્વની પ્રાપ્તિને અનુકૂળ યથાઉચિત કૃત્ય કરે છે અને અનેક હોય તો અનેક મહાત્માઓ તે કૃત્ય કરે છે; કેમ કે ચૈત્યવંદનથી ભાવિત થયેલા ચિત્તવાળા તે મહાત્મા સંસારક્ષયના અત્યંત અર્થી છે, તેથી સંસારના ક્ષય માટે મહા ઉદ્યમ કરનારા આચાર્ય આદિને જોઈને તેમના પ્રત્યે ભક્તિ થાય છે, તેથી તેઓને વંદન કરીને તેઓ પાસેથી તત્ત્વની પ્રાપ્તિ માટે કુગ્રહના ત્યાગપૂર્વક તત્ત્વને જાણવા માટે ઉચિત યત્ન કરે છે. લલિતવિસ્તરા :
एतत्सिद्ध्यर्थं तु, १. यतितव्यमादिकर्मणि २. परिहर्त्तव्यो अकल्याणमित्रयोगः ३. सेवितव्यानि कल्याणमित्राणि ४. न लवनीयोचितस्थितिः ५. अपेक्षितव्यो लोकमार्गः ६. माननीया गुरुसंहतिः ७. भवितव्यमेतत्तन्त्रेण ८. प्रवर्तितव्यं दानादौ ९. कर्त्तव्योदारपूजा भगवतां १०. निरूपणीयः