________________
૨૪૦
લલિતવિક્તા ભાગ-૩
મર્મને સ્પર્શે તે રીતે જેઓ પ્રણિધાન કરે છે તેઓને પ્રવૃત્તિ આશયનું કારણ બને તેવા તે આઠે ભાવો તેના આત્મામાં બીજરૂપે આધાન થાય છે, તેનાથી ઉત્તર ઉત્તરના ભવમાં યોગ સાધવાને અનુકૂળ સર્વ અંગોને તે મહાત્મા અવશ્ય પ્રાપ્ત કરે છે, તેથી પ્રસ્તુત પ્રણિધાન યોગમાર્ગજન્ય સર્વ સુખની પરંપરાનાં સર્વ અંગોની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે, માટે પ્રસ્તુત પ્રણિધાન આવા પ્રકારનું નથી કોઈ અંગની વિકલતાની પ્રાપ્તિ કરાવે તેવું નથી, એ પ્રમાણે યોગાચાર્યોને દેખાય છે, તેથી પ્રસ્તુત પ્રણિધાન કરીને તે મહાત્મા પૂર્વમાં કહ્યું તે રીતે સર્વ ઉપાધિની શુદ્ધિવાળા બને છે. આથી જ પ્રણિધાન આશયને કેટલાક ભવસમુદ્રમાં તરવા માટે નાવ કહે છે, તેથી સમુદ્રમાં પડેલા જીવને નાવની પ્રાપ્તિ થાય તો તે મહાત્મા તે નાવના બળથી સુખપૂર્વક સમુદ્રને તરે છે, તેમ પ્રણિધાન આશયને પામેલા મહાત્મા ઉત્તર ઉત્તરના ભાવોમાં યોગમાર્ગને અનુકૂળ સર્વ સામગ્રીને પ્રાપ્ત કરીને પ્રવૃત્તિ આદિ આશયની પ્રાપ્તિ દ્વારા અવશ્ય ભવરૂપી સમુદ્રને તરે છે.
વળી, અન્ય દર્શનવાળા પ્રણિધાન આશયને પ્રશાંતવાહિતા કહે છે, તેથી જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક પ્રસ્તુત સૂત્ર બોલે છે તેઓને પ્રણિધાનકાળમાં ભવવૈરાગ્ય આદિની પ્રાપ્તિમાં કારણભૂત બને તેવા કષાયોનો પ્રશમભાવ વર્તે છે. તે પ્રશમભાવ જ ઉત્તર ઉત્તરના ભવમાં અધિક અધિક પ્રાપ્ત થશે અને વિતરાગતાનું કારણ બનશે, આ રીતે પ્રણિધાન આશય કઈ રીતે સર્વ અંગોની પ્રાપ્તિનું કારણ છે તે બતાવ્યું. હવે પ્રણિધાન આશયને કરનારા જીવોને સદુપદેશની પ્રાપ્તિ થાય તો શું પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે –
પ્રણિધાન આશય કરનારા મહાત્માને કોઈ મહાત્મા ઉપદેશ આપે તે ઉપદેશ યોગમાર્ગના સૂક્ષ્મ ભાવોનું જે તેને અજ્ઞાન છે તેના જ્ઞાપનના ફલવાળો હોય છે અને તેવો ઉપદેશ તેઓને એકાંતે પરિણમન પામે છે, તેનાથી તેઓના હૈયામાં વિશિષ્ટ આનંદ ઉત્પન્ન થાય છે, તેથી એ ફલિત થાય કે “ઉપદેશક પાસે જઈને કંઈક સાંભળવું માત્ર તેવી પ્રકૃતિવાળા પુરુષો પ્રણિધાન આશયને પામેલા નથી, પરંતુ પ્રણિધાન આશયવાળા મહાત્માને ભવનિર્વેદ આદિ આઠ ભાવો જ સંસારના ઉચ્છેદનું અને સદ્ગતિની પરંપરાનું પ્રબળ કારણ દેખાય છે અને તેના વિષયક જ સૂક્ષ્મબોધના તેઓ અર્થી છે અને યોગ્ય ઉપદેશક તેઓને જે વસ્તુમાં કંઈક અજ્ઞાન વર્તે છે તેનું જ જ્ઞાન કરાવે છે, તે ઉપદેશ સાંભળીને તેઓના હૈયામાં અપૂર્વ આનંદ થાય છે અને તત્ત્વના અર્થી તે જીવોને તે ઉપદેશ એકાંતથી પરિણમન પામે છે; કેમ કે તે મહાત્માનું ઉત્તમ ચિત્ત શક્તિના પ્રકર્ષથી તે ઉપદેશના પરમાર્થને પ્રાપ્ત કરવાને અભિમુખ છે.
વળી, યોગ્ય સદુપદેશને પામીને તે મહાત્માને યોગમાર્ગ વિષયક કોઈક સૂક્ષ્મ પદાર્થનું અજ્ઞાન હોય તેનું જ્ઞાન થાય અર્થાત્ ઉપદેશ દ્વારા તેનો સૂક્ષ્મબોધ થાય ત્યારે તે મહાત્માને ભાવથી તેના સમ્યફ પાલનનો દઢ પરિણામ થાય છે, દ્રવ્યથી તેના પાલનની શક્તિ ન હોય તો યત્ન ન કરે, પરંતુ ભાવથી અવશ્ય તે ભાવો તરફ તેનું ચિત્ત સદા આવર્જિત રહે છે. જેમ કોઈ શ્રાવકની ભૂમિકામાં હોય અને મહાત્મા દ્વારા તેને દશ પ્રકારના યતિધર્મનો સૂક્ષ્મબોધ થાય ત્યારે તે દશ પ્રકારના યતિધર્મ વિષયક થયેલા સૂક્ષ્મબોધને અનુરૂપ ભાવો પ્રત્યે તેનું ચિત્ત સદા આવર્જિત રહે છે, તેથી શ્રાવકની ભૂમિકામાં રહેલા તે મહાત્મા જ્યારે જ્યારે સાધુધર્મનું પરિભાવન કરે છે ત્યારે ત્યારે તે સૂક્ષ્મ ભાવો પ્રત્યે તેનું ચિત્ત સદા ભાવથી પ્રવર્તે છે, તેથી તે મહાત્મા ભાવથી તે ભાવોને પ્રગટ કરવાનો યત્ન હંમેશાં કરે છે, ફક્ત સંયમ જીવનને અનુકૂળ સત્ત્વ સંચય