________________
૨૪૫
જયવીયરાય સૂત્ર
મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ થાય છે, ચારિત્ર મોહનીયનો પણ તે તે અંશથી ક્ષયોપશમ ભાવ થાય
અથવા પોતાના પ્રણિધાનને અનુરૂપ ચારિત્ર મોહનીયકર્મ શિથિલ શિથિલતર થાય છે, વળી, તે અધ્યવસાય ભવવૈરાગ્ય આદિ ભાવોના પક્ષપાતને સ્પર્શનારો ભાવ હોવાથી શુદ્ધ મનુષ્યગતિ, શુદ્ધ દેવગતિ સુંદર સંસ્થાન, સુંદર સંઘયણ આદિ અનેક પુણ્ય પ્રકૃતિઓના બંધનું કારણ થાય છે, તેનાથી જન્માંત૨માં પ્રધાન ધર્મકાયાદિનો લાભ થાય છે અર્થાત્ મોક્ષને અનુકૂળ સર્વ પ્રકારની આરાધનાને કરવા માટે તે સમર્થ બને તેવા દૃઢ સંઘયણ, શુભ સંસ્થાન, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણમિત્ર આદિનો યોગ પ્રાપ્ત થાય છે જે સર્વ પ્રસ્તુત પ્રણિધાનનું ફળ છે અને તે મહાત્મા ધર્મકાયાદિને પ્રાપ્ત કરીને જન્માંતરમાં લાખો પૂર્વ સુધી નિરંતર સતતપણાથી ભગવાનની પૂજાનું આસેવન ક૨શે અર્થાત્ શ્રાવકની ભૂમિકામાં હશે તો ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરીને પોતાનામાં ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ ક૨શે અને સંચિત બળવાળા થયા હશે તો સંયમ ગ્રહણ કરીને ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મને સતત સેવીને નિરંતર ભગવાનની ભક્તિ ક૨શે, જેથી તેઓમાં શુદ્ધમાર્ગની રુચિ સતત વૃદ્ધિ પામશે; કેમ કે તે મહાત્માને સ્વસંવેદનથી જેમ જેમ ક્ષમાદિ ભાવો પ્રગટ થશે તેમ તેમ ક્ષમાદિ ભાવો જ સર્વ કલ્યાણનું કારણ છે તેવી શ્રદ્ધા પૂર્વ કરતાં અતિશય અતિશયતર થશે, વળી, ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ ઉચિત આચરણાનું વીર્ય સતત વૃદ્ધિ પામશે; કેમ કે તે મહાત્મા દેશવિરતિના અને સર્વવિરતિના પાલન દ્વારા જેમ જેમ ક્ષમાદિ ભાવોનું સેવન ક૨શે તેમ તેમ ઉત્ત૨ ઉત્તરના ક્ષમાદિ ભાવોને અનુકૂળ વીર્ય વૃદ્ધિ પામશે, વળી, ભગવાનની ભક્તિના કાળમાં વર્તતા ઉત્તમ ભાવોની સ્મૃતિ સતત વૃદ્ધિ પામશે; કેમ કે સત્કારથી કરાયેલી ભક્તિથી ક્ષમાદિ ભાવોના સંસ્કારો દૃઢ થાય છે, તેથી વારંવાર તે ઉત્તમ ભાવોની સ્મૃતિ થાય છે, વળી, તે મહાત્માને સમાધિની પણ વૃદ્ધિ સતત થાય છે; કેમ કે ભગવાનની ભક્તિના કાળમાં ક્ષમાદિ ભાવોમાં જેમ જેમ તેમનું ચિત્ત પ્રવર્તે છે તેમ તેમ મોહની આકુળતા શાંત થવાથી ચિત્તનું સ્વાસ્થ્ય વધે છે તે કષાયોના ઉપશમરૂપ સમાધિ છે, વળી, તત્ત્વને સ્પર્શનારી માર્ગાનુસા૨ી પ્રજ્ઞા હોવાથી ગહન પદાર્થોના અવબોધની શક્તિ સતત વૃદ્ધિ પામે છે, તેથી તે મહાત્માને મે કરીને મોક્ષપ્રાપ્તિને અનુકૂળ સકલ ઉપાધિની શુદ્ધિ પ્રાપ્ત થાય છે=ભવના ઉચ્છેદ માટે સમ્યગ્ યત્ન થઈ શકે તેવા અંતરંગ ગુણો અને દેહાદિની સર્વ બાહ્ય શક્તિ પૂર્ણ અંશથી પ્રાપ્ત થાય છે, તેથી તે મહાત્મા અલ્પ ભવોમાં સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષસુખને પ્રાપ્ત કરવા સમર્થ બને છે.
વળી, જેઓ અત્યંત સત્કારપૂર્વક પ્રણિધાન કરતા નથી તેવા જીવોને ‘પ્રસ્તુત ચૈત્યવંદનથી કઈ રીતે કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે અને ચૈત્યવંદનમાં કરાયેલા પ્રણિધાન સૂત્રથી સુગતિઓની પરંપરા દ્વારા કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે' તેનો કોઈ બોધ નહિ હોવાથી તેઓને તે પ્રકારની આકાંક્ષા પ્રસ્તુત પ્રણિધાનથી થતી નથી, તેથી પ્રણિધાન સૂત્ર બોલીને તેમનું ચિત્ત તે પ્રકારના પ્રસન્નભાવને પામતું નથી, તે જીવોમાં પ્રસ્તુત પ્રણિધાન સૂત્ર દ્વારા પણ ક્ષાયિક ભાવને અનુકૂળ શ્રદ્ધાદિ ભાવોની વૃદ્ધિ થતી નથી, તેથી તેઓ માત્ર પ્રણિધાન સૂત્ર બોલે છે, પરંતુ પ્રવૃત્તિ આદિના બીજભૂત પ્રણિધાન આશયને પ્રાપ્ત કરતા નથી, આથી જ પ્રણિધાન આશય અતિગંભીર છે.