________________
૨૪૨
લલિતવિર ભાગ-૩
હોવાથી ધર્મને અવિરુદ્ધ જ અર્થકામ સેવનારા છે, તેથી શાસ્ત્રમાં તેને અધિકારી તરીકે સ્વીકાર્યા છે અને તેવા જ સાત્ત્વિક જીવો પ્રણિધાન કરવા સમર્થ છે અને તેઓનું જ કરાયેલું પ્રણિધાન ઉત્તર-ઉત્તરના આશયની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે.
અહીં પ્રશ્ન થાય કે આ જીવે પ્રસ્તુત સૂત્ર બોલીને પ્રણિધાનને પ્રાપ્ત કર્યું છે કે નહિ, તેને જાણવાનું લિંગ શું છે ? તેથી પ્રણિધાનનું લિંગ બતાવે છે – વિશુદ્ધ ભાવનાદિ પ્રણિધાનનું લિંગ છે, તેને જ સાક્ષીપાઠથી સ્પષ્ટ કરે છે – જે ભવનિર્વેદ આદિની યાચના કરાય છે તે ભાવો તરફ અત્યંત અભિમુખ થયેલું ચિત્ત હોય તો વિશુદ્ધ ભાવનાપ્રધાન એવું પ્રણિધાન બને છે. વળી, બોલાતાં સૂત્રોમાં તે મહાત્માનું માનસ અર્પિત હોય તો તે ભાવોને તે મહાત્મા સ્પર્શે છે અને પોતાની શક્તિને અનુરૂપ જે ભાવોની યાચના કરે છે તેને અનુકૂળ ક્રિયાઓ કરે છે તેવા મહાત્માને પ્રણિધાન નામનો આશય છે એમ મુનિઓ કહે છે.
અહીં પ્રશ્ન થાય કે અધિકારી પણ ચૈત્યવંદન કરતી વખતે જયવીયરાય સૂત્રથી પ્રણિધાન કરે છે તે સ્વલ્પ કાળવાળું છે, તેટલા કાળમાત્રના પ્રયત્નથી મોહનો નાશ કરવાને અનુકૂળ સર્વ કલ્યાણની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તેથી કહે છે – અલ્પકાળવાળું પણ આ પ્રણિધાન શોભન છે અર્થાત્ જેઓ ફરી ફરી તે ભાવોનું ભાવન કરીને દીર્ધકાળ સુધી ભવનિર્વેદ આદિનો અભિલાષ કરે છે તે તો શોભન છે જ, પરંતુ કોઈ મહાત્મા તેવું ન કરી શકે તેઓ પણ પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે દઢ પ્રણિધાન કરે એ શોભન જ છે.
કેમ અલ્પકાલવાળું પ્રણિધાન શોભન છે? તેથી કહે છે – સકલ કલ્યાણનો આક્ષેપ થાય છે અર્થાત્ સૂત્ર બોલતી વખતે ભવનિર્વેદ આદિ શબ્દોના અર્થોમાં જેમનું અર્પિત માનસ છે તેઓમાં તે ભાવો પ્રત્યે દઢ પક્ષપાતના સંસ્કારો પડે છે અને ભવનિર્વેદ આદિ ભાવો જ મારા હિતનું એક કારણ છે તેવી દૃઢમતિ વર્તે છે તેના ઉત્તમ સંસ્કારોને કારણે જન્મજન્માંતરમાં ફરી તેવી શોભન મતિ થશે, જેથી ભવનિર્વેદ આદિ ભાવોને સેવીને ગુણવાન ગુરુને પ્રાપ્ત કરીને તેમને પરતંત્ર થશે અને તે ઉત્તમ પુરુષના ઉપદેશના બળથી તેમના આત્મામાં અસંગશક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે, તેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે, તેથી પ્રસ્તુત પ્રણિધાનથી સર્વ કલ્યાણનો આક્ષેપ થાય છે, માટે અલ્પકાળવાળું પણ પ્રણિધાન શોભન છે. લલિતવિસ્તરા :
अतिगम्भीरोदारमेतत्, अतो हि प्रशस्तभावलाभाद्विशिष्टक्षयोपशमादिभावतः प्रधानधर्मकायादिलाभः, तत्रास्य सकलोपाधिशुद्धिः, दीर्घकालनैरन्तर्यसत्कारासेवनेन श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञावृद्ध्या। લલિતવિસ્તરાર્થ -
આ=પ્રણિધાન, અતિગંભીર અને ઉદાર છે=પ્રણિધાન સૂત્રના શબ્દોનું તાત્પર્ય સૂક્ષ્મબુદ્ધિગમ્ય હોવાથી અતિગંભીર છે અને આત્માના ઉત્તમ આશયનું કારણ હોવાથી ઉદાર છે, હિ=જે કારણથી, આનાથી=પ્રણિધાનથી, પ્રશસ્તભાવનો લાભ થવાને કારણે વિશિષ્ટ ક્ષયોપશમ આદિ ભાવ થવાથી પ્રધાન ધર્મકાયાદિનો લાભ છે, ત્યાં ધર્મકાયાદિના લાભમાં, દીર્ઘકાલ નિરંતરપણાથી