________________
૨૪૧
જયવીરાય સૂત્ર થાય છે અને તે પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ હોય છે અને જ્યારે તે કર્મ વિપાકમાં આવે છે ત્યારે તે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને કારણે ભવનિર્વેદ આદિ ભાવોમાં યત્ન કરવાની ઇચ્છા થાય છે, જેથી ઉત્તરઉત્તરના ભવોમાં ભવનિર્વેદ આદિ ભાવોમાં પ્રવૃત્તિ આશયની પ્રાપ્તિ થશે
વળી, પ્રણિધાનથી બંધાયેલા પુણ્યને કારણે પ્રવૃત્તિ આદિ આશયો પ્રાપ્ત થાય છે એ યુક્તિ અને આગમથી સિદ્ધ છે અર્થાત્ યુક્તિથી સિદ્ધ છે અને આગમવચનથી સિદ્ધ છે, અન્યથા=પ્રણિધાનથી ઉત્તરઉત્તરમાં પ્રવૃત્તિ આદિ થાય છે તેમ ન માનવામાં આવે તો, પ્રવૃત્તિ આદિ આશયોનો અયોગ પ્રાપ્ત થાય; કેમ કે ઉપાયનો અભાવ છે અર્થાત્ ભવનિર્વેદ આદિ ભાવોની ઇચ્છા જ ભવનિર્વેદ આદિ ભાવોમાં પ્રવૃત્તિ કરાવે છે અને પ્રણિધાન આશય ભવનિર્વેદ આદિ ભાવોની ઇચ્છા સ્વરૂપ છે અને તે ઇચ્છા ન થાય તો પ્રવૃત્તિ આદિ આશયો પ્રાપ્ત થાય નહિ, માટે પ્રવૃત્તિ આદિ આશયોનો ઉપાય પ્રણિધાન આશય જ છે, તેથી યુક્તિથી પણ સિદ્ધ થાય છે કે ભવનિર્વેદ આદિ ભાવોની ઇચ્છા જ ભવનિર્વેદ આદિમાં પ્રવૃત્તિ કરાવશે અને ભવનિર્વેદ આદિ ભાવોમાં થતી પ્રવૃત્તિ તેમાં થતી અલનારૂપ વિપ્નનો જય કરીને સ્થિર બને છે, ત્યારપછી તે ભવનિર્વેદ આદિ ભાવો જીવની પ્રકૃતિરૂપે સ્થિર થાય છે, ત્યારપછી તે ભાવો જ અન્ય યોગ્ય જીવોમાં વિનિયોગરૂપે પરિણમન પામે છે, તેથી પ્રણિધાન આશય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વિનિયોગ આશયનું કારણ છે તેમ અનુભવથી પણ સિદ્ધ થાય છે અને પ્રસ્તુત સૂત્રમાં મોક્ષના અર્થી સાધુ અને શ્રાવક ભવનિર્વેદ આદિનું પ્રણિધાન કરે છે તે આગમવચનથી પણ સિદ્ધ થાય છે કે આ રીતે ઇચ્છા કરવાથી જ ક્રમસર તે ભાવો જીવની પ્રકૃતિરૂપ થશે, જેનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થશે.
આ રીતે પ્રસ્તુત પ્રણિધાન મોક્ષનું કારણ કઈ રીતે છે તે સ્પષ્ટ કર્યું. હવે જેઓ પ્રસ્તુત સૂત્ર બોલે છે તે સર્વને તે સૂત્ર મોક્ષનું કારણ થતું નથી; કેમ કે અધિકારી જ તે સૂત્ર બોલીને પ્રણિધાનને પ્રાપ્ત કરે છે તે બતાવવા માટે કહે છે – અનધિકારી જીવોને પ્રસ્તુત સૂત્ર બોલવા છતાં પ્રણિધાન થતું નથી અર્થાત્ ભવનિર્વેદ આદિ પ્રાપ્ત કરીને મારે અસંગપરિણતિને પ્રગટ કરવી છે એવા દઢ સંકલ્પપૂર્વક સૂત્ર બોલાતું નથી.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષનું કારણ બને તે પ્રકારે પ્રણિધાન કરવા માટે કોણ અધિકારી છે? તે બતાવવા માટે કહે છે – પૂર્વમાં ચૈત્યવંદન કરવાના અધિકારી કોણ છે તે બતાવવા માટે કહેલું કે અર્થી, સમર્થ અને શાસ્ત્રથી જેનો નિષેધ ન કરાયો હોય તેવા પુરુષો જ ધર્મના અધિકારી છે અને તેઓને ચૈત્યવંદન પ્રત્યે અત્યંત બહુમાન હોય,વિધિમાં તત્પર હોયઆલોક અને પરલોકનાં અનુષ્ઠાનો જે રીતે હિતનું કારણ બને તે રીતે સેવવામાં તત્પર હોય, અને ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય તેવા જીવો જ ચૈત્યવંદન કરવાના અધિકારી છે અને તેઓ જ પ્રસ્તુત પ્રણિધાન કરવાના પણ અધિકારી છે; કેમ કે તેઓને ભવનિર્વેદ આદિ ભાવોમાં બહુમાન વર્તે છે, વિધિપૂર્વક આ લોકની અને પરલોકની પ્રવૃત્તિ કરનારા છે, તેથી મૂઢમતિથી ધર્મ કરનારા નથી, પરંતુ હિતનું કારણ બને તે રીતે જ વિચારીને પ્રવૃત્તિ કરનારા છે અને સંસારમાં પણ ક્લેશની પ્રાપ્તિ ન થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારા છે અને તેઓ જ ભવનિર્વેદ આદિ ભાવોના અર્થી છે અને ઉચિત યત્ન કરીને તે ભાવોને પ્રગટ કરે એવા સત્ત્વવાળા છે માટે સમર્થ છે અને ધર્મ પ્રધાન મતિ