________________
લલિતવિસ્તરા ભાગ-૩
પણ=પરિમિત કાળવાળું પણ, આ=પ્રણિધાન, ઉત્તમાર્થનું હેતુપણું હોવાથી શોભન છે, કયા કારણથી ઉત્તમાર્થનું હેતુ છે ? એથી કહે છે સકલ કલ્યાણનો આક્ષેપ હોવાથી=સંપૂર્ણ અભ્યુદય અને મોક્ષનું અવંધ્યકારણપણું હોવાથી, ઉત્તમાર્થનો હેતુ છે.
૪૦
–
ભાવાર્થ:
પૂર્વમાં જયવીયરાયની બે ગાથાનો અર્થ કર્યો તેમાં ભવનિર્વેદ આદિ આઠ વસ્તુની યાચના કરી તે પ્રણિધાન છે અને તે પ્રણિધાન સર્વ શુભ અનુષ્ઠાનનું કારણ છે, તેથી જેઓ પ્રણિધાન આશયપૂર્વક તે સૂત્ર બોલે છે તેઓને પોતાની ભૂમિકા અનુસાર સકલ શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે અને અંતે તે મોક્ષફળવાળું બને છે; કેમ કે તે મહાત્માને જન્માંત૨માં પ્રણિધાન આશયથી સદ્ગુરુનો યોગ અને તેમના વચનની સેવા અતિશય-અતિશયતર મળે છે અને તે મહાત્મા તે ભવમાં પ્રાપ્ત થયેલી શક્તિ અનુસાર સદ્ગુરુને પરતંત્ર થઈને સર્વ ઉદ્યમથી શુભ અનુષ્ઠાન સેવશે, તેથી અવશ્ય મોક્ષરૂપ ફળ પામશે.
અહીં પ્રશ્ન થાય કે ભવનિર્વેદ આદિની પ્રાપ્તિની આશંસા પ્રસ્તુત સૂત્રમાં કરાઈ છે, તેથી આશંસારૂપ પ્રણિધાનની પ્રાપ્તિ થશે જે આશંસા મોક્ષપ્રાપ્તિમાં બાધક બનશે, તેના નિરાકરણ માટે કહે છે – પ્રસ્તુત પ્રણિધાન નિદાન નથી; કેમ કે નિદાનના લક્ષણનો અયોગ છે, એ પ્રમાણે લોગસ્સ સૂત્રની છઠ્ઠી ગાથામાં બતાવેલ છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રસ્તુત પ્રણિધાન નિદાન નથી તો શું છે ? કે જેથી મોક્ષનું કારણ બને છે ? તેથી કહે છે અસંગતામાં આસક્ત એવો ચિત્તનો વ્યાપાર આ મહાન છે; કેમ કે ભવનિર્વેદ આદિની ઇચ્છા અત્યંત ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપ છે અને અંતે સદ્ગુરુનો યોગ અને તેમના વચનની સેવાની ઇચ્છા કરી તે સદ્ગુરુ ‘પોતાનામાં અસંગશક્તિ પ્રગટ થાય તેવી ક્રિયા કરાવે છે' તેથી છે, માટે ભવનિર્વેદ આદિની ઇચ્છા અસંગતામાં આસક્ત ચિત્તવ્યાપારરૂપ છે, તેથી પ્રસ્તુત પ્રણિધાન મોક્ષનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે ભવનિર્વેદ આદિમાં યત્ન કરવાથી મોક્ષફળની પ્રાપ્તિ થાય તેને છોડીને ‘મને ભવનિર્વેદ આદિ પ્રાપ્ત થાવ' એ પ્રકારનું પ્રણિધાન કરવાથી શું ? તેથી કહે છે – પ્રણિધાન વગર પ્રવૃત્તિ આદિ આશયો આવતા નથી, એથી મોક્ષના અર્થીએ ભવનિર્વેદ આદિ ભાવોમાં પ્રવૃત્તિ આદિ પ્રગટ કરવા માટે પ્રણિધાન આશય કર્તવ્ય છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે જેઓ પ્રવૃત્તિ આદિ આશયમાં સાક્ષાદ્ યત્ન કરી શકતા નથી તેઓ ભવનિર્વેદ આદિ ક૨વાના અભિલાષરૂપ પ્રણિધાન કરે તેનાથી શું પ્રાપ્ત થાય ? તેથી કહે છે – પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ પૂર્વ-પૂર્વના ભાવને પ્રાપ્ત કરીને ઉત્તર-ઉત્તરના ભાવને પ્રાપ્ત કરે છે, તેથી પ્રવૃત્તિ આદિ આશયની પ્રાપ્તિના અર્થીએ પણ પ્રણિધાનમાં યત્ન કરવો જોઈએ, કેમ તેથી કહે છે આશયને અનુરૂપ કર્મબંધ થાય છે અને તે કર્મબંધના વિપાકથી પ્રવૃત્તિ આદિ આશયની અસિદ્ધિ નથી.
આશય એ છે કે જેઓ ભવનિર્વેદ આદિ ભાવોનાં યથાર્થ સૂક્ષ્મ અર્થનો બોધ કરીને દૃઢ ઉપયોગપૂર્વક ભવનિર્વેદ આદિ ભાવોની પ્રાપ્તિનો અભિલાષ કરે છે તેઓને તે વખતે વર્તતા આશયને અનુરૂપ કર્મબંધ