________________
૨૩૮
લલિતવિસ્તરા ભાગ-૩ દર્શનમાં રહેલા શિષ્ટ લોકો ભવનિર્વેદ આદિવાળા જીવોને જ ઉત્તમ જીવો છે તેમ સ્વીકારે છે અને આવું લૌકિક સૌંદર્ય જેઓને પ્રગટ થયું છે તેઓ લોકોત્તર ધર્મના અધિકારી છે અર્થાત્ તેવા જીવોને લોકોત્તર ધર્મ સુખપૂર્વક પરિણમન પામે છે અને જેમાં લૌકિક સૌંદર્ય નથી તેઓ બાહ્યથી લોકોત્તર ધર્મની આચરણા કરતા હોય તો પણ લોકોત્તર ધર્મને પરિણમન પમાડવાને અનુકૂળ લૌકિક સૌંદર્ય નહિ હોવાથી લોકોત્તર ધર્મ પરિણમન પામતો નથી, તેથી દરેક ભવમાં લોકોત્તર ધર્મને અનુકૂળ લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ કર્યા પછી લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે “મને દરેક ભવમાં શુભ ગુરુનો યોગ પ્રાપ્ત થાવ, શુભગુરુ તે જ છે કે જેઓ પરમગુરુના વચનના પરમાર્થને જાણીને યોગ્ય જીવોને પરમગુરુના વચનાનુસાર મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકે અને પોતે પણ શક્તિના પ્રકર્ષથી પરમગુરુના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સંસારનો ક્ષય કરી રહ્યા છે તેવા ગુરુનો યોગ અને પ્રાપ્ત થાય અને જો લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ વગર તેવા ગુરુનો યોગ થાય તોપણ દોષવાળા રોગીને પથ્યના લાભની જેમ ગુણકારી થતો નથી, તેથી લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ વગર વિશિષ્ટ ગુરુનો યોગ અયોગ જ છે અર્થાત્ નિષ્ફળ છે, પરંતુ ઔષધ દ્વારા દોષોને દૂર કર્યા પછી પથ્યના સેવન દ્વારા દેહની પુષ્ટિ થાય છે તેમ લૌકિક સૌંદર્યની યાચના પછી તેવી ભૂમિકાને પામીને હું સદ્ગુરુના યોગને પ્રાપ્ત કર્યું, જેથી મારા માટે સદ્ગુરુનો યોગ નિષ્ફળ ન થાય.
વળી, તેવા ગુરુને પામ્યા પછી પણ મન-વચન-કાયાના દૃઢ વ્યાપારપૂર્વક તેમના વચનના સેવન વગર કલ્યાણની પ્રાપ્તિ નથી, તેથી અભિલાષ કરાય છે કે દરેક ભવમાં તેવા ઉત્તમ ગુરુના વચનનું સમ્યક્ પાલન કરવાને અનુકૂળ પરિણતિવાળો હું થાઉં; કેમ કે તેવા ઉત્તમ ગુરુ ક્યારે પણ અહિત કહે નહિ, તેથી તેઓના વચનની સેવા જ એક મારું હિત છે તેવી બુદ્ધિને સ્થિર કરવા માટે અને જન્મજન્માંતરમાં તેની પ્રાપ્તિ માટે ગુરુના વચનની સેવના મને પ્રાપ્ત થાવ એમ પ્રાર્થના કરાય છે.
વળી, આ ભવનિર્વેદ આદિ એક વખત પ્રાપ્ત થાય તેનાથી ઇષ્ટ સિદ્ધિ થતી નથી, અલ્પકાળ પ્રાપ્ત થાય તેનાથી પણ ઇષ્ટ સિદ્ધિ થતી નથી તેથી કહે છે – જ્યાં સુધી મારો જન્મ છે અથવા જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી ભવનિર્વેદ આદિ બધા ભાવો મને પ્રાપ્ત થાવ; કેમ કે આટલા ભાવોની પ્રાપ્તિ થતાં શીધ્ર જ નિયમથી મોક્ષ છે; કેમ કે આ ભવનિર્વેદ આદિ સર્વ ભાવો ભવના ઉચ્છેદને કરાવીને મોક્ષને અનુકૂળ દૃઢ યત્ન કરાવવામાં પ્રબળ કારણ છે અને ભગવાન અચિંત્ય ચિંતામણિ છે, તેથી ભગવાનના ગુણોનું સ્મરણ કરીને તેમની પાસે તે ભાવોની યાચના કરવાથી તેમના પ્રભાવથી પોતાની યાચના ફલવાળી થાય છે. લલિતવિસ્તરા :
सकलशुभानुष्ठाननिबन्धनमेतद् अपवर्गफलमेव, अनिदानम्, तल्लक्षणायोगादिति दर्शितम्, असङ्गतासक्तचित्तव्यापार एष महान्, न च प्रणिधानाद् ऋते प्रवृत्त्यादयः, एवं कर्तव्यमेवैतदिति, प्रणिधानप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगानामुत्तरोत्तरभावात् आशयानुरूपः कर्मबन्ध इति न खलु तद्विपाकतोऽस्यासिद्धिः स्यात्, युक्त्यागमसिद्धमेतत्, अन्यथा प्रवृत्त्याद्ययोगः, उपयोगाभावादिति।
नानधिकारिणामिदम्, अधिकारिणश्चास्य य एव वन्दनाया उक्ताः, तद्यथा-एतद्बहुमानिनो