________________
લલિતવિસ્તાર ભાગ-
અહીં પ્રશ્ન થાય કે સાધુ-શ્રાવક આદિ ચૈત્યવંદનના પ્રાંતે જે દેવોની સ્તુતિ કરે છે તેઓને “મારા વૈયાવચ્ચ આદિ ગુણોને સામે રાખીને આ શ્રાવકો આદિ કાઉસ્સગ્ન કરે છે તે પ્રકારે ઉપસ્થિત ન થાય તો પ્રસ્તુત કાઉસ્સગ્ન નિષ્ફળ જશે તેથી કહે છે. તે દેવોને તેનું અપરિજ્ઞાન હોવા છતાં પણ આ પ્રકારની સ્તુતિથી સ્તુતિ કરનારને શુભની સિદ્ધિ થાય છે એનું જ્ઞાપક આ પ્રસ્તુત વચન છે.- --
આશય એ છે કે જે સાધુ-સાધ્વી આદિ દઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરતાં હોય અને પ્રાંતમાં વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરે છે તેનું જ્ઞાન તે દેવોને ક્વચિત્ થાય છે અને ક્વચિત્ અનુપયુક્ત દશા હોય તો ઉપસ્થિતિ ન પણ થાય, તોપણ આપ્તપુરુષના વચનનું સ્મરણ કરીને દઢ પ્રણિધાનપૂર્વક જે મહાત્માઓ કાઉસ્સગ્ન કરે છે તેનાથી તે મહાત્માઓને શુભ અધ્યવસાય થાય છે; કેમ કે આપ્તવચનના પાલનનો વિશુદ્ધ ભાવ છે તેનાથી પોતાની યોગમાર્ગની પ્રવૃત્તિમાં જે વિપ્નો ઉપસ્થિત હોય કે ઉપસ્થિત થાય તેમ હોય તો તેઓના નિર્મળ અધ્યવસાયથી તે વિઘ્નોનો ઉપશમ થાય છે અને આપ્તવચનને અનુસરવાનો શુભ અધ્યવસાય હોવાથી પુણ્યબંધ અને નિર્જરા થાય છે; કેમ કે આપ્ત પ્રત્યેના બહુમાનથી આપ્તવચન અનુસાર પ્રવૃત્તિ થાય છે, તેથી આપ્ત પ્રત્યેના બહુમાનના ભાવનો જે પ્રકારે પ્રકર્ષ થાય તે પ્રકારે પુણ્યબંધનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે અને આપ્ત તુલ્ય થવામાં બાધક ક્લિષ્ટ કર્મોનો પોતાના અધ્યવસાયને અનુરૂપ ક્ષય થાય છે, તેથી કાયોત્સર્ગ કરનારને વિઘ્નનું શમન, પુણ્યનો બંધ અને સકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે આ કાયોત્સર્ગપૂર્વક સ્તુતિનું વચન જ તે શુભસિદ્ધિનું જ્ઞાપક છે. કેમ જ્ઞાપક છે ? તેથી કહે છે – આપ્ત ઉપદિષ્ટપણું હોવાને કારણે અવ્યભિચારીપણું છે અર્થાત્ આપ્તપુરુષો તેવું જ કૃત્ય કરવાનો ઉપદેશ આપે જેનાથી ક્ય કરનારને શુભની સિદ્ધિ થાય, તેથી આપ્તવચનથી વિપ્નનું શમન, પુણ્યનો બંધ અને સકામનિર્જરારૂપ શુભની સિદ્ધિ અવશ્ય થાય છે. વળી, આ કથનને દૃઢ કરવા માટે કહે છે – આપ્તવચનથી શુભસિદ્ધિરૂપ વસ્તુ અસિદ્ધ નથી જ; કેમ કે અભિચારુક આદિમાં તે પ્રકારે દેખાય છે.
આશય એ છે કે સ્તોભન-સ્તંભન-મોહન આદિ કૃત્યો કરવા માટે તે તે મંત્રો પ્રસિદ્ધ છે તે દ્વાદશાંગીમાંથી ઉપલબ્ધ છે, તેથી ગીતાર્થો યોગ્ય જીવોને હિત થવાના આશયથી તે મંત્રો આપે છે અને તે મંત્રોથી યોગ્ય જીવો સ્વ-પરના હિત માટે તે કૃત્યો કરે છે ત્યારે જેઓને સ્તોભન આદિ કરવું છે તેઓને જ્ઞાન નથી કે આ પુરુષ મને સ્તોભન કરવા માટે આ મંત્ર બોલે છે તોપણ તે જીવો તે મંત્રથી અવશ્ય સ્તોભન આદિને પ્રાપ્ત કરે છે, માટે નક્કી થાય છે કે આપ્ત દ્વારા કહેવાયેલાં સ્તોભન આદિ કર્મોને કરનારને સ્તંભન આદિ ફલ પ્રાપ્ત થતું પ્રત્યક્ષથી દેખાય છે, માટે જેમ આપ્ત ઉપદેશ અનુસાર સ્તોભન આદિ મંત્રોથી સ્તોભન આદિ ક્રિયા થાય છે, તેમ આપ્ત ઉપદેશ અનુસાર જેઓ વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરે છે તેઓને પણ અવશ્ય તે સ્તુતિના ફળરૂપે શુભની સિદ્ધિ થાય છે.
વળી, પ્રસ્તુત સૂત્ર બોલીને વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરાય છે એ કથન જ્ઞાપન કરે છે કે સદા ઉચિત પ્રવૃત્તિથી સર્વત્ર પ્રવર્તવું જોઈએ. જેમ આત્મકલ્યાણ માટે તીર્થકરોની અને શ્રતની સ્તુતિ કરવી જોઈએ તેમ કલ્યાણમાં પ્રબળ નિમિત્તભૂત વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરવી જોઈએ, એ પ્રકારનું કથન ચૈત્યવંદન સૂત્રના પ્રસ્તુત દેવોની સ્તુતિથી પ્રાપ્ત થાય છે, તેનાથી એ જ ફલિત થાય કે જે જે જીવો પોતાના