________________
૨૨૭
જયવીયરાય સૂત્ર
કલ્યાણમાં નિમિત્ત હોય તે સર્વ સાથે હંમેશાં ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ અને તેવી ઉચિત પ્રવૃત્તિ કરવાના પ્રયોજનથી જ વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ કરાય છે અને ઉચિત પ્રવૃત્તિ એ સકલ યોગમાર્ગની પ્રાપ્તિનું બીજ છે, તેથી દૃઢ પ્રણિધાનપૂર્વક કરાયેલી તીર્થંકરની સ્તુતિ જેમ યોગમાર્ગનું બીજ છે, તેમ વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ પણ ઉચિત પ્રવૃત્તિ રૂપ હોવાથી યોગમાર્ગનું બીજ છે, તેથી જે અન્ય પણ સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા આદિ છે તેઓ સાથે પણ હંમેશાં ઔચિત્યથી પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી યોગમાર્ગની પ્રવૃત્તિનું બીજ પ્રાપ્ત થાય. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો જગતમાં ક્ષુદ્ર ઉપદ્રવો શમે, અન્ય સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ પ્રાપ્ત થાય ઇત્યાદિ રૂપ જે ઉચિત પ્રવૃત્તિ કરે છે તેનાથી તેમને યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ એવું ઉત્તમ બીજ પ્રાપ્ત થાય છે, તેથી જેઓ સદા સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે તેવા જીવો ક્યારેક તુચ્છ પ્રકૃતિવાળા ક્ષુદ્ર જીવો પોતાની સાથે અનુચિત વર્તન કરે તોપણ દયાળું ચિત્ત હોવાથી તેવા સમયે પોતાને શું ઉચિત કરવું આવશ્યક છે તેનો વિચાર કરીને તે જીવો સાથે ઔચિત્યથી પ્રવૃત્તિ કરે છે, તેના કારણે તે પ્રવૃત્તિકાળમાં પણ તેઓમાં યોગબીજની જ વૃદ્ધિ થાય છે.
વળી, દેવતાઓની સ્તુતિ માટે વંદન આદિ નિમિત્તે કાઉસ્સગ્ગ કરું છું ઇત્યાદિ બોલાતું નથી, પરંતુ અન્નત્થ સૂત્ર બોલીને કાઉસ્સગ્ગ કરાય છે; કેમ કે તે દેવતાઓ અવિરત છે, વળી, વંદનાદિ કૃત્યો વિરતિવાળા જીવોને જ કરાય છે, તોપણ તેઓની ઉચિત પ્રવૃત્તિને કારણે કાયોત્સર્ગપૂર્વક તેઓની સ્તુતિ કરાય છે; કેમ કે એ પ્રકારે સામાન્ય પ્રવૃત્તિથી જ ઉપકારની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તેઓના વૈયાવચ્ચ આદિ ગુણોના સ્મરણપૂર્વક કાયોત્સર્ગ ક૨વાથી તે દેવોને ઉપસ્થિતિ થાય કે આ મહાત્માઓ મારા વૈયાવચ્ચ આદિ કે ગુણોની સ્તુતિ કરે છે, તેથી ઉત્સાહિત થઈને તેવા યોગ્ય જીવોને યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રાપ્ત થતાં વિઘ્નોને દૂર કરવા પ્રવૃત્ત થાય છે અને તે જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ દૃઢતાથી કરી શકે તેમાં સહાયક થવા યત્ન કરે છે અને ક્વચિત્ તે દેવોને તે પ્રકારે પોતાના નિમિત્તે કરાયેલા કાયોત્સર્ગની ઉપસ્થિતિ ન થાય તોપણ કાયોત્સર્ગ ક૨ના૨ને આપ્તપુરુષના વચનના પાલનજન્ય શુભ અધ્યવસાયથી વિઘ્નઉપશમન આદિ થાય છે; કેમ કે આપ્તવચનનું પ્રમાણપણું છે.
આ રીતે સિદ્ધાણં બુદ્ધાણં ઇત્યાદિ સૂત્રનું વ્યાખ્યાન કરાયું.
લલિતવિસ્તરા :
पुनः स ते वा संवेगभावितमतयो विधिनोपविश्य पूर्ववत् प्रणिपातदण्डकादि पठित्वा स्तोत्रपाठपूर्वकं ततः सकलयोगाक्षेपाय प्रणिधानं करोति कुर्वन्ति वा मुक्ताशुक्त्या; उक्तं च
'पंचंगो पणिवाओ, थयपाढो होइ जोगमुद्दाए ।
वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्ती || १ ||
जणू दोणि करा, पंचमंगं होइ उत्तमंगं तु । संमं संपणिवाओ, ओ पंचगपणिवाओ ।। २ ।।