________________
જયવીયરાય સૂત્ર
૨૩૧ પૂજા થાય છે અને આ પ્રકારના પ્રણિધાનપૂર્વક લોકોત્તમ પુરુષના ગુણ તરફ નમેલા અધ્યવસાયથી જેઓ પંચાંગ પ્રણિપાત કરે છે ત્યારે તેઓને અતિશય માર્દવપરિણામ વર્તે છે, તેથી ગુણ પ્રત્યે નમ્રભાવ થવાથી તેવા પ્રકારનાં ગુણના પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે અને ઉચ્ચગોત્રનો બંધ થાય છે.
વળી, યોગમુદ્રાનું સ્વરૂપ બતાવે છે – પાંચે આંગળીઓ પરસ્પર અંતરિત રહે તે રીતે બે હાથ જોડે, મધ્યમાં કોશના આકારવાળો પોલો ભાગ રહે અને તે બંને હાથની કોણી પેટ ઉપર સ્થાપન કરે તે યોગમુદ્રા છે. યોગમુદ્રાથી પંચાંગ પ્રણિપાત અને સ્તુતિપાઠ કરાય છે.
વળી, જિનમુદ્રાનું સ્વરૂપ બતાવે છે – બે પગની વચ્ચે આગળ ચાર અંગુલ અને પાછળ કંઈક ન્યૂન ચાર અંગુલ અંતર રાખીને ઊભા રહીને કાઉસ્સગ્ન કરાય એ જિનમુદ્રા છે, જિનમુદ્રાથી વંદન કરાય છે, આથી જ અરિહંત ચેઈયાણ આદિ સૂત્ર બોલીને ચૈત્યવંદનમાં જે એક નવકારનો કાઉસ્સગ્ન કરાય છે તે ચૈત્યવંદન જિનમુદ્રાથી થાય છે.
વળી, મુક્તાશક્તિ મુદ્રાનું સ્વરૂપ બતાવે છે – જેમાં બંને હાથ સમાન રીતે જોડાયેલા હોય, વચમાં પોલા હોય અને લલાટે સ્પર્શેલા હોય અથવા અન્યના મતે નહિ સ્પર્શેલા હોય, તેના દ્વારા પ્રણિધાન કરાય છે કે ભગવાનની ભક્તિના ફળરૂપે મને ભવનિર્વેદ આદિ સર્વ ભાવોની પ્રાપ્તિ થાય અને તે યાચનાના અધ્યવસાયને અતિશય કરવાના અંગરૂપ મુક્તાશક્તિ મુદ્રા છે.
આ રીતે મુદ્રાઓનું કથન કર્યા પછી તે પ્રણિધાન સૂત્રથી શું પ્રાપ્ત થાય છે તે બતાવવા માટે કહે છે – પ્રણિધાન સૂત્ર બોલનારા મહાત્માને તે પ્રણિધાન સૂત્ર પોતાના આશયને અનુરૂપ તીવ્ર સંવેગનો હેતુ થાય છે અને તેનાથી સદ્યોગનો લાભ થાય છે.
આશય એ છે કે જે મહાત્મા પ્રણિધાન સૂત્રથી યાચના કરાતા ભવનિર્વેદ આદિ આઠ ભાવોનો જે પ્રકારનો સૂક્ષ્મબોધ ધરાવે છે અને તે બોધને સ્મૃતિમાં લાવીને ભવનિર્વેદ આદિ તે તે શબ્દથી વાચ્ય તે ભાવોને અભિમુખ જેટલો તીવ્ર પરિણામ કરી શકે છે તેને અનુરૂપ તીવ્ર સંવેગ તેને થાય છે અને જેને પ્રણિધાન સૂત્રથી તીવ્ર સંવેગ થાય છે તેનાથી તે મહાત્મામાં તે ગુણોની પ્રાપ્તિને અનુકૂળ એવી કષાયોના શમનરૂપ સમાધિ પ્રગટ થાય છે, તે સદ્યોગના લાભરૂપ છે અને આ તીવ્ર સંવેગ પણ સમાધિનું કારણ છે એ પ્રમાણે પતંજલિ ઋષિ પણ કહે છે અને તે તીવ્ર સમાધિ પણ જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારની છે, તેથી તે ત્રણ પ્રકારના તીવ્ર સંવેગના ભેદથી પણ સમાધિના ભેદની પ્રાપ્તિ છે.
અહીં વિશેષ એ છે કે જેઓ સંવેગ વગર પ્રણિધાન સૂત્ર બોલે છે તેનાથી કોઈ શુભ ભાવ થતો નથી, માત્ર હું ચૈત્યવંદન કરું છું તેવો સ્થૂલ શુભ ભાવ વર્તે છે અને જેઓને ભવનિર્વેદ આદિ ભાવો પ્રત્યે કંઈક આકર્ષણ છે, કંઈક બોધ છે, ઉપયોગપૂર્વક બોલવા પ્રયત્ન કરે છે તોપણ હૈયાને અત્યંત સ્પર્શે તેવો સંવેગ થતો નથી તેઓ ક્વચિત્ મંદ સંવેગવાળા હોય તો તે ભાવો પ્રત્યે કંઈક રાગ થાય છે, તેનાથી તેટલા પ્રમાણમાં નિર્જરા થાય છે, તે મંદ સંવેગ સ્વરૂપ છે, વળી, કોઈક જીવને પ્રણિધાન સૂત્ર બોલતી વખતે તે ભાવો કંઈક સ્પર્શે છે તોપણ દઢ પ્રણિધાન નહિ હોવાથી તીવ્ર સંવેગ થતો નથી, તેથી તે ભાવોથી તેમનું