________________
લલિતવિસ્તરા ભાગ-૩
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રી અતિક્રૂરમતિવાળી ન હોય છતાં સ્ત્રીઓને કામની લાલસા અતિશય હોય છે, તેથી તેઓ મોક્ષમાં જઈ શકે નહિ, તેના નિરાકરણ માટે કહે છે – કેટલીક સ્ત્રીઓ કામવૃત્તિ ઉપશાંત થયેલી હોય તેવી પણ હોય છે, માટે મોક્ષમાં જઈ શકે છે.
૨૧૦
અહીં પ્રશ્ન થાય કે કામવૃત્તિની ઉપશાંત થયેલી પરિણતિવાળી પણ સ્ત્રીઓ અશુદ્ધ આચારવાળી હોય છે; કેમ કે સ્ત્રીમાં સ્વભાવથી જ ચાંચલ્ય ક્ષુદ્રતા આદિ ભાવોને કારણે સ્ત્રીઓ મોહનાશને અનુકૂળ શુદ્ધ આચારો પાળી શકે નહિ, માટે તે ભવમાં મોક્ષમાં જઈ શકે નહિ, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કેટલીક સ્ત્રીઓ શુદ્ધ આચારવાળી પણ હોય છે; કેમ કે ઔચિત્યથી પરના અપકારનું વર્જન આદિ આચારો પાળે છે, તેથી કોઈને પીડા ન થાય તેવી ઉચિત આચરણા દ્વારા તે પણ મોક્ષ સાધી શકે છે.
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રીઓનું શરીર અશુદ્ધ છે, તેથી શુદ્ધ આચારવાળી પણ તે સ્ત્રીઓ વિશિષ્ટ ધર્મને સેવી શકે નહિ, તેથી કહે છે – કેટલીક સ્ત્રીઓ શુદ્ધ શરીરવાળી પણ હોય છે, તેથી બધી સ્ત્રીઓ અશુદ્ધ શરીરવાળી છે તેવી નિયત વ્યાપ્તિ નથી, વળી, શુદ્ધ શરીરવાળી પણ સ્ત્રીઓ મોક્ષને અનુકૂળ વ્યવસાયવાળી નથી, તેથી મોક્ષપ્રાપ્તિ કરી શકે નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે બધી સ્ત્રીઓ મોક્ષને અનુકૂળ વ્યવસાયથી વર્જિત નથી, પરંતુ કેટલીક સ્ત્રીઓ શાસ્ત્રનું અવલંબન લઈને શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતી પણ દેખાય છે, જોકે સ્ત્રીસહજસ્વભાવથી ચાંચલ્ય આદિ દોષોને કારણે સ્ત્રીઓ સંયમ ગ્રહણ કરે તોપણ શાસ્ત્રથી નિયંત્રિત પ્રવૃત્તિ કરી શકતી નથી, તોપણ કેટલીક સ્ત્રીઓ સંસારથી અત્યંત ભય પામેલી હોય છે તે સ્ત્રીઓ શાસ્ત્રથી નિયંત્રિત પ્રવૃત્તિ કરતી પણ દેખાય છે, તેથી સ્ત્રીઓ મોક્ષમાં જઈ શકે છે.
-
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રથી નિયંત્રિત પ્રવૃત્તિ કરનારી સ્ત્રીઓમાં પણ અપૂર્વકરણના ભાવો થઈ શકે નહિ, તેથી સ્ત્રીઓ મોક્ષમાં જઈ શકે નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે સ્ત્રીઓ અપૂર્વકરણની વિરોધિની નથી; કેમ કે સ્ત્રીઓને અપૂર્વકરણનો સંભવ છે એમ શાસ્ત્રમાં કહેલું છે.
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રીઓને અપૂર્વકરણની પ્રાપ્તિ થવા છતાં નવા ગુણસ્થાનકની પ્રાપ્તિ કરી શકે તેવી યોગ્યતા નથી, તેથી કહે છે – કેટલીક સ્ત્રીઓ પોતાને પ્રાપ્ત થયેલા ગુણસ્થાનક કરતાં સ્વપરાક્રમથી નવા ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારી હોય છે.
-
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રી પ્રાપ્ત થયેલા ગુણસ્થાનક કરતાં નવા ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારી હોવા છતાં તેણીઓને આમર્ષોષધિ આદિ લબ્ધિ થતી નથી, તેથી સર્વ લબ્ધિના સ્થાનભૂત કેવલજ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકે અર્થાત્ કરી શકે નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે – સ્ત્રીઓ આમર્ષોષધિ આદિરૂપ લબ્ધિઓને અયોગ્ય નથી; કેમ કે સ્ત્રીઓમાં વર્તમાનકાળને અનુરૂપ કેટલીક વિશિષ્ટ લબ્ધિઓ હમણાં પણ દેખાય છે જે સામાન્ય મનુષ્યોમાં ન હોય તે લબ્ધિઓ અસાધારણ જ્ઞાનાવરણીયવિશેષના ક્ષયોપશમરૂપ હોય છે, તેમ સ્ત્રીઓને તે તે કાળને યોગ્ય આમર્ષોધિ આદિરૂપ લબ્ધિઓ પણ થઈ શકે છે.
અહીં પ્રશ્ન થાય કે જો સ્ત્રીઓ લબ્ધિઓને યોગ્ય છે તો તેણીઓને શાસ્ત્રમાં શ્રુત લબ્ધિરૂપ દ્વાદશાંગી ભણવાનો નિષેધ કેમ કરેલ છે ? તેથી કહે છે – તેવા પ્રકારના શરીરને કારણે દ્વાદશાંગી ભણવાથી દોષની