________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
૨૧૧
પ્રાપ્તિ છે અર્થાત્ સ્ત્રીશ૨ી૨ને કારણે તથાવિધ ગંભીરતા આદિ ગુણોના અભાવને કારણે વિશિષ્ટ શ્રુત લબ્ધિથી થનારી શક્તિઓને તેણીઓ પચાવી ન શકે તો તેણીઓનું અહિત થાય, માટે સ્ત્રીઓને અગિયાર અંગથી અધિક શ્રુત આપવાનો નિષેધ છે, આમ છતાં સ્ત્રીઓમાં પણ ભાવની વિશુદ્ધિ થાય ત્યારે ક્ષપકશ્રેણિને અભિમુખ પરિણામ થાય છે, ત્યારે કાળગર્ભની જેમ ભાવથી દ્વાદશાંગીની પ્રાપ્તિ પણ થાય છે જ, તેથી સ્ત્રીઓ સર્વથા દ્વાદશાંગીને અયોગ્ય નથી, છતાં શ્રેણિની પ્રાપ્તિ પૂર્વે સ્ત્રીસ્વભાવથી અનર્થ થવાનો સંભવ હોવાને કારણે શાસ્ત્રમાં તેણીઓને દ્વાદશાંગી ભણાવવાનો નિષેધ કર્યો છે, તેથી જ્યારે સ્ત્રીઓમાં અસંગ પરિણામને અનુકૂળ વીર્ય અત્યંત ઉલ્લસિત થાય ત્યારે ક્ષપકશ્રેણિને અનુકૂળ પરિણામ થાય છે ત્યારે જેમ સ્ત્રીઓ ઋતુપ્રવૃત્તિના ઉચિતકાળમાં ગર્ભવાળી થાય છે તેમ તેના ઉચિતકાળમાં દ્વાદશાંગીને અનુકૂળ વિશુદ્ધ પરિણતિ થવાને કારણે દ્વાદશાંગીનો અર્થ ભાવથી પ્રાપ્ત થાય છે, તેથી સ્ત્રીઓ દ્વાદશાંગીને માટે સર્વથા અયોગ્ય નથી. અહીં કોઈ કહે કે સ્ત્રીઓ લબ્ધિને યોગ્ય હોવા છતાં પણ અકલ્યાણનું ભાજન હોવાથી ઉપઘાતવાળી છે, તેથી અભિલષિત એવા મોક્ષરૂપ અર્થને સાધવા સમર્થ નથી, તેથી કહે છે સ્ત્રીઓ અકલ્યાણનું ભાજન નથી; કેમ કે તીર્થંકરના જીવને જન્મ આપે છે, જગતમાં આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ કલ્યાણ નથી, આથી સ્ત્રીઓ ઉત્તમધર્મને અર્થાત્ મોક્ષને સાધનારી છે.
લલિતવિસ્તરા :
अनेन तत्तत्कालापेक्षयैतावद्गुणसंपत्समन्वितैवोत्तमधर्म्मसाधिकेति विद्वांसः, केवलसाधकश्चार्य, सति च केवले नियमान्मोक्षप्राप्तिरित्युक्तमानुषङ्गिकम्, तस्मान्नमस्कारः कार्य इति ।
લલિતવિસ્તરાર્થ :
આના દ્વારા=યાપનીયતંત્રના નિગમન દ્વારા, તે તે કાળની અપેક્ષાથી=જે જે કાળમાં જે જે સ્ત્રીઓ થાય છે તે તે કાળની અપેક્ષાથી, આટલા ગુણની સંપદાથી સમન્વિત જ=યાપનીયતંત્રમાં બતાવેલા સ્ત્રીઓના ગુણોના સમૂહથી યુક્ત જ એવી સ્ત્રી, ઉત્તમધર્મની સાધિકા છે=પરમાર્થને સ્પર્શે તે પ્રકારે સ્વશક્તિ અનુસાર વીતરાગને નમસ્કાર આદિ કૃત્યો કરીને આત્મામાં ઉત્તમધર્મની પ્રાપ્તિ કરી શકે છે, એ પ્રકારે વિદ્વાનો કહે છે અને આ=ઉત્તમધર્મ, કેવલ સાધક છે અને કેવલજ્ઞાન થયે છતે નિયમથી મોક્ષની પ્રાપ્તિ છે એ પ્રકારે આનુષંગિક કહેવાયું=યાપનીયતંત્રના વચન દ્વારા આનુષંગિક કહેવાયું, તે કારણથી=ભગવાનને કરેલ એક નમસ્કાર સંસારસાગરથી તારે છે તે કારણથી, નમસ્કાર કાર્ય છે=વીર ભગવાનને નમસ્કાર કરવો જોઈએ.
ભાવાર્થ:
ગાથામાં કહ્યું કે વર્ધમાન સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર નર અને નારીને સંસારસાગરથી તારે છે, ત્યાં સ્ત્રીઓને સંસારસાગરથી કેમ તારે છે તેમાં યાપનીયતંત્રનો સાક્ષીપાઠ આપેલ, તેનાથી એ ફલિત થયું કે સ્ત્રીઓના સ્ત્રીભવને કા૨ણે જ ઉત્તમધર્મ સાધવો દુષ્કર છે, તોપણ સર્વથા અસંભવિત નથી, તેથી