________________
૧૪
લલિતવિસ્તરા ભાગ-૩ પ્રાપ્તિ થતી નથી, તોપણ આહુતિનું માહાસ્ય બતાવવા માટે તે પ્રકારનું પ્રશંસાવચન છે, તેમ પ્રસ્તુતમાં ભગવાનને કરેલો નમસ્કાર સંસારસાગરથી તારતો નથી, તોપણ ભગવાનની સ્તુતિનું માહાત્મ બતાવવા માટે તે પ્રકારનું પ્રશંસાવચન છે એમ એક વિકલ્પ છે. વળી, જેમ સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર કરે તે વચનાનુસાર અગ્નિહોત્ર કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેમ ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એમ સ્વીકારવામાં આવે તો તે નમસ્કારની ક્રિયા વિધિવાદ બને. આ પ્રકારના બે પ્રશ્નો કરીને પૂર્વપક્ષી કહે છે, જો સ્તુતિ માટે અર્થવાદરૂપ પ્રસ્તુત ગાથા છે તેમ સ્વીકારો તો ભગવાનને કરાયેલા એક નમસ્કારથી સંસારસાગરથી તરવારૂપ યથોક્ત ફલ થાય નહિ અને અન્ય ફલ બતાવેલ નથી, તેથી અન્ય સ્તુતિથી વીર ભગવાનની સ્તુતિમાં કોઈ ભેદ નથી; કેમ કે અન્ય કોઈ યક્ષાદિની સ્તુતિ કરવામાં આવે તેનાથી જેમ સંસારસાગરથી તરવારૂપ કોઈ ફલ ન મળે અને તેની સ્તુતિથી અન્ય કોઈ ફલ પ્રાપ્ત થાય નહિ તો તેના જેવી જ વિર ભગવાનની સ્તુતિ હોવાથી તેમની સ્તુતિ કરવામાં યત્નથી સર્યું અર્થાત્ વિચારકપુરુષ સ્તુતિ કરે નહિ, કેમ? તેથી કહે છે – યક્ષની સ્તુતિ પણ અફલ જ નથી અર્થાત્ યક્ષની સ્તુતિ કરવાથી તે પ્રસન્ન ન થાય તો અફલ બને છે, પરંતુ ક્યારેક સ્તુતિથી પ્રસન્ન થયેલ યક્ષ કોઈક ફળ આપે છે, તેથી કેવલ અફલ જ નથી, ક્વચિત્ ફળ આપે અને વીર ભગવાનની કરાયેલી સ્તુતિ પરમાર્થથી સંસારસાગરથી તરવારૂપ ફળ આપતી નથી અને અન્ય ફળ પણ આપતી નથી, માટે તે સ્તુતિમાં યત્ન કરવો જોઈએ નહિ; કેમ કે વ્યર્થ ચેષ્ટારૂપ છે.
આ દોષના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે કે ભગવાનને કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચન વિધિવાદ છે, તો પૂર્વપક્ષી કહે છે – તમારા મતાનુસાર ભગવાનને કરાયેલા એક નમસ્કારથી મોક્ષફળની પ્રાપ્તિ થતી હોય તો સમ્યક્ત-અણુવ્રત-મહાવ્રત આદિ સર્વ આચારો વ્યર્થ સિદ્ધ થાય; કેમ કે મોક્ષફળ માટે જ સમ્યક્ત આદિનું પાલન સ્વીકારાય છે અને એક નમસ્કારથી મોક્ષફળની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન પુરુષ કષ્ટ સાધ્ય એવા મહાવ્રતોમાં યત્ન કરે નહિ, માટે જો મહાવ્રતો આદિને મોક્ષના ઉપાયરૂપે સ્વીકારો છો તો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચનને વિધિવાદરૂપે પણ કહી શકાય
નહિ.
લલિતવિસ્તરા -
अत्रोच्यते-विधिवाद एवायं न च सम्यक्त्वादिवैयर्थं, तत्त्वतस्तद्भाव एवास्य भावात्। दीनारादिभ्यो भूतिन्याय एषः, तदवन्थ्यहेतुत्वेन तथा तद्भावोपपत्तेः, अवन्ध्यहेतुश्चाधिकृतफलसिद्धौ भावनमस्कार ત્તિો લલિતવિસ્તરાર્થ :
અહીં=પૂર્વપક્ષીએ પૂર્વમાં બે પ્રશ્નો કરીને કહ્યું કે ભગવાનને કરાયેલો નમસ્કાર સ્તુતિરૂપે અર્થવાદ પણ સંગત નથી અને વિધિવાદ પણ સંગત નથી એ પૂર્વપક્ષીના કથનમાં, ઉત્તર અપાય