________________
૧૩૮
લલિતવિસ્તરા ભાગ-૩ તેનો અભિસંબંધ અને વિવરણ સ્પષ્ટ કરાય છે –
સર્વ તીર્થકરોની સ્તુતિ કહેવાઈ, હવે તેઓ વડે ઉપદેશ કરાયેલા આગમની સ્તુતિ કરાય છે, જેના વડે=જે આગમ વડે, તે ભગવાન અને તેમના વડે કહેવાયેલા ભાવો સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે, પ્રદીપસ્થાનીય તે સમ્યફ શ્રત=જે સમ્યફ ઋતથી ભગવાન અને તેમના કહેવાયેલા ભાવો સ્પષ્ટ થાય છે તે સમ્યફ શ્રુત, કીર્તનને યોગ્ય છે, એથી આ કહેવાય છે – પુખરવર ઇત્યાદિ – ભાવાર્થ :
સૂત્રના પ્રથમપદને આશ્રયીને પુષ્કરવરદ્વીપાદ્ધ એ પ્રકારનું સૂત્રનું નામ છે અને વિવેકી સાધુ અને શ્રાવક એક હોય તો વિધિપૂર્વક સૂત્ર બોલે છે ચૈત્યવંદન કરતી વખતે સૂત્ર-અર્થનું પ્રતિસંધાન થાય અને આલંબનીય જિનપ્રતિમાનું પ્રતિસંધાન થાય તે રીતે પ્રથમ બતાવેલ ચૈત્યવંદનની ઉચિત વિધિ અનુસાર સૂત્રને બોલે છે અને અનેક સાધુઓ કે શ્રાવકો હોય તો તેમાંથી એક સ્પષ્ટ ઉચ્ચારથી બોલતા હોય ત્યારે પણ અન્ય સાધુઓ અને શ્રાવકો અંતર્જલ્પાકારે પ્રસ્તુત સૂત્ર અવશ્ય બોલે છે, જેથી બધાનો ઉપયોગ સૂત્ર, અર્થ અને આલંબનમાં સમ્યફ પ્રવર્તે અને તે પ્રમાણે વિધિપૂર્વક શુદ્ધ ઉચ્ચાર અને દઢ પ્રણિધાનપૂર્વક સંવેગના અતિશયથી બોલવામાં જેઓની કુશળતા છે તેઓએ જ સૂત્ર બોલવું જોઈએ, જેથી અન્ય સર્વ ચૈત્યવંદન કરનારા પણ તે પ્રકારના સંવેગ સહિત વિધિપૂર્વક કરી શકે, અન્યથા પોતાને અવિધિકૃત દોષની પ્રાપ્તિ થાય અને બીજાને વિધિપૂર્વક કરવામાં અંતરાયરૂપ દોષની પ્રાપ્તિ થાય અને તે સૂત્રનો આ પ્રકારનો અભિસંબંધ છે તે બતાવે છે –
સર્વ તીર્થકરોની સ્તુતિ સવ્વ લોએ સૂત્ર દ્વારા કાઉસ્સગ્ન કરીને કહેવાઈ. હવે તેઓ વડે ઉપદેશ અપાયેલ આગમની સ્તુતિ પુખરવરદીવઢે સૂત્ર વડે કરે છે અને તે આગમ કેવું છે ? તે બતાવતાં કહે છે –
જે આગમ દ્વારા તીર્થકરોના સ્વરૂપનો સ્પષ્ટ બોધ થાય છે અને ભગવાને કહેલા ભાવોનો સ્પષ્ટ બોધ થાય છે તેવું આ સર્વજ્ઞકથિત આગમ છે. તે સમ્યફ શ્રુત તત્ત્વને જોવામાં પ્રદીપસ્થાનીય છે, જેમ ગાઢ અંધકારમાં જીવો ઉચિત સ્થાને જવામાં અસમર્થ બને છે અને પ્રદીપના બળથી સુખપૂર્વક ઇષ્ટ સ્થાને જઈ શકે છે, તેમ સંસારી જીવોની જ્ઞાનશક્તિ અત્યંત આવૃત્ત છે, તેથી વર્તમાનમાં અને પરલોકમાં પોતાનું હિત થાય, તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં અસમર્થ છે તેઓને પ્રદીપ જેવું ભગવાનનું શ્રુત ઉચિત પ્રવૃત્તિ કરવાની દિશા બતાવે છે, તેથી વિવેકી જીવો પ્રદીપતુલ્ય શ્રુતના બળથી પરમ સુખરૂપ ઇષ્ટ સ્થાનમાં જઈ શકે છે. તેવા શ્રુત પ્રત્યે ભક્તિનો અતિશય કરવા માટે શ્રતનું કીર્તન આવશ્યક છે, તેથી શ્રુત પ્રત્યેની ભક્તિનો અતિશય થાય તો તે શ્રુત સમ્યક્ પરિણમન પામે; કેમ કે આ શ્રુત આ રીતે સર્વ કલ્યાણનું એક કારણ છે તેવો બોધ સ્તુતિથી થવાને કારણે લઘુકર્મી જવો તે શ્રતના પારમાર્થિક અર્થને યથાર્થ ગ્રહણ કરવા અતિશય યત્નવાળા થાય છે અને તેવા યત્ન પ્રત્યે શ્રુતના માહાભ્યના સ્મરણપૂર્વક શ્રુતનું કીર્તન પ્રબળ કારણ બને છે. માટે નિર્મળ મતિવાળા સાધુઓ અને શ્રાવકો શ્રતની સ્તુતિ કરીને શ્રુતના ગુણોથી આત્માને અત્યંત વાસિત કરે છે અને તેઓને તે શ્રતના પારમાર્થિક અર્થનો બોધ કરાવવા માટે આ કહેવાય છે.