________________
લલિતવિસ્તરા ભાગ-૩
છે=અપનયન કરનાર છે એ જાતિજરામરણશોક પ્રણાશન છે, તેના સારને પામીને કોણ પ્રમાદને કરે એમ અન્વય છે, અને તે રીતે=જાતિ આદિનો વિનાશક શ્રુતધર્મ છે તેમ કહ્યું તે રીતે, શ્રુતધર્મથી કહેવાયેલા અનુષ્ઠાનથી જાતિ આદિ નાશ પામે છે જ, અને આના દ્વારા=જાતિ આદિનો નાશ કરનાર એ પ્રકારના વિશેષણ દ્વારા, આનું=શ્રુતધર્મનું, અનર્થ પ્રતિઘાતપણું કહે છે, કલ્ય=આરોગ્ય=ભાવ આરોગ્ય, ભાવઆરોગ્યરૂપ કલ્ચને બોલાવે છે એ કલ્યાણ છે અર્થાત્ કલ્ચને બોલાવે છે એ પ્રકારનો અર્થ છે, પુલ=સંપૂર્ણ, અને તે અલ્પ નહિ, પરંતુ વિશાળ=વિસ્તીર્ણ, એવું પ્રતીત સુખ છે, કલ્યાણને, પુષ્કળ અને વિશાળ એવા સુખને લાવે છે=પ્રાપ્ત કરાવે છે, એ કલ્યાણ પુષ્કળ વિશાળ સુખાવહ છે, તેના સારને પામીને કોણ પ્રમાદ કરે એમ અન્વય છે, અને તે રીતે=કલ્યાણને અને પુષ્કળ વિશાળ સુખને લાવનાર છે એમ કહ્યું તે રીતે, શ્રુતધર્મથી કહેવાયેલા અનુષ્ઠાનથી ઉક્ત લક્ષણવાળું=ભાવ આરોગ્ય અને વિશાળ સુખવાળું, મોક્ષસુખ પ્રાપ્ત કરાય છે જ અને આના વડે=કલ્યાણ પુષ્કળ વિશાલસુખાવહ એ વિશેષણ વડે, આનું= શ્રુતધર્મથી કહેવાયેલા અનુષ્ઠાનનું, વિશિષ્ટ અર્થ પ્રસાધપણું કહે છે, દેવ-દાનવ-નરેન્દ્રના ગણથી અર્ચિત શ્રુતધર્મના સારને=સામર્થ્યને, પામીને=જોઈને જાણીને, ક્યો પ્રાણી પ્રમાદ કરે ? સચેતન જીવને ચારિત્રધર્મમાં પ્રમાદ કરવો યુક્ત નથી એ પ્રકારનું તાત્પર્ય છે.
૧૬૦
ભાવાર્થ:
વળી, ભગવાને કહેલું શ્રુતજ્ઞાન જે મહાત્માને સમ્યક્ પરિણમન પામે છે તે મહાત્મા શ્રુતધર્મથી બતાવાયેલા કષાયનાશને અનુકૂળ અનુષ્ઠાનના સામર્થ્યને પામીને પ્રમાદ કરે નહિ, કેમ પ્રમાદ કરે નહિ તે બતાવવા માટે તે શ્રુતધર્મના અનુષ્ઠાનનું કેવું શ્રેષ્ઠ ફળ છે ? તે બતાવે છે
સંસારવર્તી જીવો જન્મ-જરા-મરણ-શોકને પ્રસંગે પ્રસંગે પ્રાપ્ત કરે છે અને જ્યારે ક્લિષ્ટકર્મો પ્રકર્ષવાળાં હોય છે ત્યારે નરકાદિ ભવોમાં સતત શોકથી આકુળ રહે છે, તે જીવ માટે એક પ્રકારની કદર્થના જ છે. તે કદર્થનાને નાશ કરનાર શ્રુતધર્મથી કહેવાયેલું અનુષ્ઠાન છે.
વળી, શ્રુતધર્મથી કહેવાયેલું ધર્મ અનુષ્ઠાન માત્ર બાહ્ય ક્રિયાત્મક નથી, પરંતુ મોહનો નાશ થાય એ પ્રકારે અંતરંગ મહાવીર્યના અંગરૂપ તે તે જીવની યોગ્યતા અનુસાર આચરણારૂપ છે. જેઓ શ્રુતધર્મથી નિયંત્રિત થઈને સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન સેવે છે તેઓના રાગાદિ રોગો સતત ક્ષીણ થાય છે, તેથી ભાવ આરોગ્ય પ્રાપ્ત થાય છે, તેથી શ્રુતથી બતાવાયેલું ધર્મ અનુષ્ઠાન ભાવ આરોગ્યને સતત બોલાવે છે અર્થાત્ પ્રગટ કરે છે અને પુષ્કળ=સંપૂર્ણ, વિશાળ સુખને આપે છે અર્થાત્ દુઃખના સ્પર્શ વગરનું સંપૂર્ણ અને શાશ્વત કાળ ૨હે તેવું વિશાળ મોક્ષસુખ આપે છે. તેથી તેવા શ્રુતધર્મના સારને જાણીને જ દેવો, દાનવો અને રાજાઓનો સમૂહ શ્રુતધર્મની પૂજા કરે છે. આવા પ્રકારના ઉત્તમ શ્રુતધર્મના સામર્થ્યને જાણીને કયો બુદ્ધિમાન પુરુષ તેના વચનના સેવનમાં પ્રમાદ કરે ? અર્થાત્ સચેતન પુરુષ પ્રમાદ કરે નહિ.