________________
પુખ્ખરવરદી સૂત્ર
૧૭૫ અને વીતરાગતુલ્ય થવા માટે મહાપરાક્રમ કરતાં સુસાધુ પ્રત્યે રાગની વૃદ્ધિ કરીને તત્ તુલ્ય થવા જે યત્ન કરે છે તે સંવેગનો પરિણામ છે. તેવો સંવેગનો પરિણામ શ્રુતઅધ્યયનથી ઉત્તરોત્તર પ્રકર્ષ પામે છે જે અમૃતના આસ્વાદન જેવો છે; કેમ કે અમર અવસ્થારૂપ મોક્ષનું પ્રબલ બીજ છે.
અહીં પ્રશ્ન થાય કે વિવેકપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવા માત્રથી ફળ પ્રાપ્ત થતું નથી, પરંતુ જ્ઞાન થયા પછી તે પ્રકારની ક્રિયા કરવાથી જ ફળ મળે છે, જેમ કોઈને સુંદર સ્ત્રીનું જ્ઞાન હોય કે સુંદર ભક્ષ્ય પદાર્થનું જ્ઞાન હોય તેટલા માત્રથી તેને સ્ત્રીના ભોગનું સુખ થતું નથી કે ભક્ષ્યના ભોગજન્ય સુખ થતું નથી, પરંતુ સ્ત્રીના ભોગની ક્રિયા કે ભક્ષ્યના ભોજનની ક્રિયા કરે તો સુખી થાય છે, તેમ શ્રુતઅધ્યયન કર્યા પછી શ્રુતાનુસારી ક્રિયાઓ કરે તો સંવેગસુખની પ્રાપ્તિ થાય છે, માટે શ્રુતઅધ્યયનમાં વિવેકરૂપી જલથી શ્રુતની વૃદ્ધિ થાય છે અને તેનાથી સંવેગરૂપે ફળ મળે છે તેમ કેમ કહ્યું? તેથી કહે છે –
અવિજ્ઞાતગુણવાળો ચિંતામણિ કોઈને પ્રાપ્ત થાય તોપણ તે પુરુષ તેને ઉચિત પૂજાદિ અનુષ્ઠાનમાં યત્ન કરતો નથી, તેમ શ્રતમાં પણ જેને શ્રુતનો પારમાર્થિક બોધ છે કે ભગવાનના વચનરૂપ શ્રુત જીવને અસંગભાવમાં જ યત્ન કરવા પ્રેરણા કરે છે તેઓની જ્ઞાનપૂર્વકની ક્રિયા ફલવાળી થાય છે, અન્યની ક્રિયા ફળવાળી નથી તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ વિવેકપૂર્વક શ્રુતઅધ્યયન કરતા નથી તેઓને શ્રુતઅધ્યયનથી શ્રુતનો બોધ થાય છે તોપણ પરમાર્થને સ્પર્શે એવો શ્રતનો બોધ થતો નથી, તેથી જે શ્રુત ભણ્યા છે તેના પારમાર્થિક સ્વરૂપનો તેમને બોધ થતો નથી, જેમ કોઈને ચિંતામણિ પ્રાપ્ત થયો હોય છતાં આ ચિંતામણિરત્ન છે તેવો બોધ નથી, તેથી તે પુરુષ ચિંતામણિથી ફલપ્રાપ્તિમાં કારણ બને તે પ્રકારે પૂજાદિ અનુષ્ઠાનમાં યત્ન કરતો નથી, તેમ જેઓને શ્રુતઅધ્યયનથી શ્રુતની પ્રાપ્તિ થઈ છે છતાં વિવેકપૂર્વક અધ્યયન કરેલ નહિ હોવાથી તે શ્રુતજ્ઞાન સંવેગની વૃદ્ધિ દ્વારા કઈ રીતે વીતરાગતા તરફ જવાના વીર્યને ઉલ્લસિત કરે છે તેનો પારમાર્થિક બોધ તે જીવને થતો નથી તેઓ ચારિત્રની ક્રિયામાં યત્ન કરશે તોપણ વીતરાગતાને અનુકૂળ અસંગભાવને ઉલ્લસિત કરે તે પ્રકારે ક્રિયા કરશે નહિ, તેથી જેમ ચિંતામણિ મળ્યા પછી પણ તેના ગુણનું જ્ઞાન ન હોય તો તે ચિંતામણિથી ફળ મળે નહિ, તેમ જેઓને વિવેકપૂર્વકના જ્ઞાનથી ક્રિયા પ્રાપ્ત થઈ નથી તેઓની તે ક્રિયા સંસારક્ષયરૂપ ફળનું કારણ બને નહિ, માટે અતિગંભીર ઉદાર આશયવાળા વિવેકપૂર્વક શ્રુતના અધ્યયનથી પ્રાપ્ત થયેલા જ્ઞાનપૂર્વકની જ ચારિત્રની ક્રિયા ફલવાળી થાય છે. આથી જ ભાવથી ચારિત્ર પામેલા પણ મહાત્માઓ વિશેષ વિશેષ શ્રુતજ્ઞાન વિવેકપૂર્વક ગ્રહણ કરીને સૂક્ષ્મ-સૂક્ષ્મતર જ્ઞાનપૂર્વકની અસંગ ક્રિયા કરીને ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરે છે તેમ જેઓ વિવેકપૂર્વક શ્રુતઅધ્યયન કરે છે તેઓ જ તે પ્રકારે વિવેકયુક્ત ચારિત્રની ક્રિયાઓ કરીને સમીહિત એવા સંસારક્ષયને પ્રાપ્ત કરે છે અને ચિંતામણિ પામ્યા પછી પણ જો તેના ગુણનું જ્ઞાન ન હોય તો ચિંતામણિથી પ્રાર્થિત પરમ ઐશ્વર્ય આદિની સિદ્ધિ થતી નથી, તેમ જેઓ તે પ્રકારના વિવેકપૂર્વક શ્રુતઅધ્યયન કરતા નથી તેઓ ચિંતામણિ તુલ્ય શ્રુતને પામીને પણ તે પ્રકારની વિવેકયુક્ત ચારિત્રની ક્રિયાઓ નહિ કરનારા હોવાથી સંસારક્ષયરૂપ ઇચ્છિત ફળને પ્રાપ્ત કરી શકતા નથી. આ કથન વિચારપૂર્વક કરનારાઓને પ્રત્યક્ષ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષ બુદ્ધિરૂપી ચક્ષુથી જોઈ શકે છે કે સમ્યજ્ઞાનપૂર્વકનો સમ્યગુ યત્ન સમીહિત સિદ્ધિને દેનાર છે, તેથી વિવેકપૂર્વક જ્ઞાનના રહસ્યને