________________
૧૮૮
લલિતવિસ્તરા ભાગ-૩ પ્રણિધાન કર્યા પછી પ્રણિધાનપૂર્વક શ્રુતની ભક્તિરૂપ કાયોત્સર્ગની ક્રિયા નિર્જરા ફલવાળી થાય છે, એથી શ્રુતના કાયોત્સર્ગને સંપાદન કરવા માટે એક સાધુ કે એક શ્રાવક સુઅસ્સે ભગવઓથી માંડીને વોસિરામિ સુધી સૂત્રને બોલે છે અને ઘણા ચૈત્યવંદન કરનારા હોય તો બીજા અંતરજલ્પરૂપે તે સૂત્ર બોલે છે, તેનાથી શ્રુત ભગવાનની ભક્તિ નિમિત્તે કાયોત્સર્ગની ક્રિયા કરીને વિપુલ નિર્જરાની પ્રાપ્તિ કરે છે અને સુઅસ્સ ભગવઓ ઇત્યાદિ સૂત્રની વ્યાખ્યા અરિહંત ચેઇયાણં સૂત્રમાં કરી તે પ્રમાણે જ અહીં જાણવી. ફક્ત અરિહંત ચેઇયાણં' પાઠના સ્થાને “સુઅસ ભગવઓ' પાઠ બોલાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – સામાયિક આદિથી માંડીને ચૌદપૂર્વ સુધી ભગવાનના પ્રવચનરૂપ શ્રત છે.
વળી, તે શ્રુતને ભગવાન એ પ્રકારનું વિશેષણ બતાવ્યું, તેથી એ પ્રાપ્ત થયું કે શ્રતધર્મ સમગ્ર ઐશ્વર્ય આદિથી યુક્ત છે અને સામાયિક સૂત્રથી માંડીને ચૌદપૂર્વ સુધીનું ભગવાનનું વચન છે અને તે ભગવાનનું વચન સિદ્ધ હોવાને કારણે સમગ્ર ઐશ્વર્ય આદિના યોગવાળું છે. ભગવાનનું વચન સિદ્ધ કેમ છે? તેનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – ફલની સાથે આવ્યભિચારવાળું છે અને પ્રતિષ્ઠિત છે અને ત્રિકોટિપરિશુદ્ધ છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનનો બોધ કરીને તે પ્રમાણે જેઓ સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે તેઓને તે વચનાનુસાર પ્રવૃત્તિને કારણે દુર્ગતિઓથી રક્ષણ, સદ્ગતિની પરંપરા અને અંતે મોક્ષરૂપ ફળ અવશ્ય થાય છે, તેથી શ્રુતજ્ઞાન ફલની સાથે અવ્યભિચારથી સિદ્ધ છે. વળી, સકલ નયની વ્યાપ્તિ હોવાથી ભગવાનનું વચન પ્રતિષ્ઠિત છે= યથાર્થવાદીરૂપે પ્રતિષ્ઠિત છે. વળી, ભગવાનનું વચન કષ-છેદ-તાપરૂપ ત્રિકોટિપરિશુદ્ધ છે.
આ ત્રણ વસ્તુને જ=ભગવાનનું વચન ફલ સાથે અવ્યભિચારી છે, પ્રતિષ્ઠિત છે અને ત્રિકોટિપરિશુદ્ધ છે એ ત્રણ વસ્તુને જ, સ્પષ્ટ કરતાં કહે છે – શ્રુતથી વિધિમાં પ્રવૃત્ત પુરુષ ફલથી ઠગાતો નથી અર્થાત્ અવશ્ય ફલને પ્રાપ્ત કરે છે, તેથી ફલની સાથે અવ્યભિચારી છે, વળી, કૃતધર્મથી સર્વ પ્રવાદો વ્યાપ્ત છે અર્થાતુ ભગવાનનું શ્રુત સર્વ નયોને સ્વીકારનાર હોવાથી તે તે નથી કહેનાર સર્વ દર્શનોમાં વ્યાપ્ત છે, માટે સર્વ દર્શનોના તે તે નયના યથાર્થ અંશમાં ભગવાનનું વચન પ્રતિષ્ઠિત છે.
વળી, વિધિ-પ્રતિષેધરૂપ કષ અને છેદરૂપ અનુષ્ઠાન અને તાપના વિષયભૂત પદાર્થના અવિરોધથી ભગવાનનું વચન વર્તે છે, તેથી ત્રિકોટિપરિશુદ્ધ છે અને આ ત્રિકોટિપરિશુદ્ધને જ સંક્ષેપથી બે બે વચન દ્વારા બતાવે છે –
સ્વર્ગના અર્થીએ તપ-દેવતાપૂજન આદિ કરવા જોઈએ અને કેવલજ્ઞાનના અર્થીએ ધ્યાન-અધ્યયન આદિ કરવાં જોઈએ એ પ્રકારે વિધિવચન છે, સર્વ જીવોને હણવા જોઈએ નહિ એ પ્રકારનું નિષેધવચન છે, તેથી વિધિ અને નિષેધના પાલન દ્વારા જીવો અવશ્ય દુર્ગતિથી રક્ષણ પામે છે અને સ્વર્ગ અને મોક્ષના ફલને પ્રાપ્ત કરે છે. તેવા ફલને આપનારાં આ વિધિ-નિષેધ વચનો છે, તેનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સર્વ શક્તિથી ધ્યાન-અધ્યયન આદિ કરીને સંગ વગરના થાય છે તેઓ વિધિવચનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને જેમાં તે પ્રકારની શક્તિનો સંચય થયો નથી તેઓ કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વર્ગની પ્રાપ્તિ માટે તપ-દેવતા પૂજનાદિ સરાગ ચર્ય પાળે તો દેવલોકની પ્રાપ્તિ કરે છે. વળી, સર્વ જીવોને હણવા