________________
૧૯૮
લલિતવિસ્તરા ભાગ-૩ જિનના અંતરમાં સાધુનો ઉચ્છેદ છે, એથી ત્યાં પણ જાતિસ્મરણ આદિ દ્વારા પ્રાપ્ત થયેલા મોક્ષમાર્ગવાળા અતીર્થસિદ્ધ છે અથવા મરુદેવી વગેરે સિદ્ધ થાય છે જ એ અતીર્થસિદ્ધ છે; કેમ કે ત્યારે તીર્થનું અનુત્પન્નપણું છે. ૩. તીર્થંકરસિદ્ધ તીર્થકરો જ છે. ૪. અતીર્થંકરસિદ્ધ અન્ય સામાન્ય કેવલીઓ છે. ૫. સ્વયંબુદ્ધસિદ્ધ સ્વયં બોધ પામેલા છતાં જે સિદ્ધ છે. ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ પ્રત્યેબુદ્ધ છતાં જે સિદ્ધ છે.
અથથી શંકા કરે છે – સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધસિદ્ધમાં કયો ભેદ છે? ઉત્તર અપાય છે – બોધિ-ઉપાધિ-શ્રુત-લિંગકૃત ભેદ છે, તે આ પ્રમાણે –
સ્વયંભુદ્ધ બાહ્ય નિમિત વગર બોધ પામે છે, વળી, પ્રત્યેકબુદ્ધ તેના વિરહથી નહિ–બાહ્ય નિમિત્તના વિરહથી નહિ, અને સંભળાય છે – બાહ્ય વૃષભ આદિ નિમિત્ત સાપેક્ષ કરકંડ આદિ પ્રત્યેકબુદ્ધોનું બોધિ છે. એ રીતે જાતિસ્મરણ આદિવાળા સ્વયંબુદ્ધોનું નહિ.
વળી, ઉપધિ સ્વયંબુદ્ધોને પાત્ર આદિ બાર પ્રકારે છે, પ્રત્યેકબુદ્ધોને પ્રાવરણને છોડીને નવ પ્રકારની ઉપધિ હોય છે.
સ્વયંબુદ્ધોને પૂર્વે ભણેલા કૃતમાં અનિયમ છે, પ્રત્યેકબુદ્ધોને નિયમથી હોય છે જ=પૂર્વ ભવમાં ભણેલું શ્રત હોય છે જ.
સ્વયંબુદ્ધોને લિંગનો સ્વીકાર આચાર્યની સંનિધિમાં પણ થાય છે, પ્રત્યેકબુદ્ધોને દેવતા સાધુવેશ આપે છે, વિસ્તારથી સર્યું.
૭. બુદ્ધબોધિતસિદ્ધ=બુદ્ધ અર્થાત્ આચાર્ય તેઓથી બોધ પમાડાયેલા છતાં જેઓ સિદ્ધ થયા તેઓ અહીં ગ્રહણ કરાય છે. ૮. અને આ સર્વ પણ=પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વ પણ, કેટલાક સ્ત્રીલિંગસિદ્ધ. ૯. કેટલાક પેલિંગસિદ્ધ. ૧૦. કેટલાક નપુંસકલિંગસિદ્ધ.
બાદથી પ્રશ્ન કરે છે – તીર્થકરો પણ સ્ત્રીલિંગસિદ્ધ થાય છે ? થાય છે એ પ્રમાણે કહે છેઃ ઉત્તર આપે છે - જે કારણથી સિદ્ધપ્રાભૃતમાં કહેવાયું છે – સર્વથી થોડા તીર્થકરીસિદ્ધ છે સ્ત્રી તીર્થંકરસિદ્ધ છે, તીર્થકરીના તીર્થમાં નોતીર્થંકરસિદ્ધ અસંખ્યાતગુણા છે અર્થાત્ સ્ત્રીરૂપે તીર્થંકર થઈને મોક્ષમાં ગયેલા જીવો અનંતા છે તોપણ અન્ય સર્વ સિદ્ધો કરતાં થોડા છે અને તે તીર્થકરીના તીર્થમાં સિદ્ધ થયેલા પુરુષો સર્વે નોતીર્થંકરસિદ્ધ છે અને તે તીર્થકરીસિદ્ધ કરતાં અસંખ્યાતગુણા છે, વળી, તીર્થકરી તીર્થમાં નોતીર્થકરીસિદ્ધો તીર્થકર ન હોય એવા સ્ત્રીસિદ્ધો અસંખ્યાતગુણા છે—નોતીર્થંકરસિદ્ધ કરતાં અસંખ્યાતગુણા છે, તીર્થકરો નપુંસકલિંગસિદ્ધ થતા નથી. પ્રત્યેકબુદ્ધ વળી, પુંલિંગ જ હોય છે.
૧૧. સ્વલિંગસિદ્ધ દ્રવ્યલિંગને આશ્રયીને રજોહરણ ગોચ્છગધારી સાધુઓ છે. ૧૨. અન્યલિંગસિદ્ધ પરિવ્રાજક આદિ લિંગસિદ્ધ છે. ૧૩. ગૃહિલિંગસિદ્ધ મરુદેવી વગેરે છે. ૧૪. એક સિદ્ધ એક સમયમાં એક જ સિદ્ધ છે. ૧૫. અનેકસિદ્ધ એક સમયમાં ૨ આદિથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ છે, જે કારણથી કહેવાયું છે – બત્રીસ, અડતાલીસ, સાઈઠ, ન્હોતેર, ચોરાશી, છન્નુ,