________________
૧૯૦
લલિતવિસ્તરા ભાગ-૩ માટે સત્ છે. તેથી વિધિ-પ્રતિષેધના સેવનથી આત્મામાં મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટ થાય છે અને સંસારના પરિભ્રમણને અનુકૂળ ભાવોનો વ્યય થાય છે તે સંગત થાય છે. જો આત્માને ફૂટસ્થ નિત્ય માનવામાં આવે તો વિધિ-નિષેધથી કોઈ પરિવર્તન સંભવે નહિ, તેથી તે વચન એકાંતવાદરૂપ હોવાથી વિધિ-નિષેધને અનુરૂપ પદાર્થને કહેનાર નથી, વળી, પદાર્થ એકાંત ક્ષણિક માનવામાં આવે તોપણ વિધિ-પ્રતિષેધ સેવનાર પુરુષ જ ઉત્તરમાં મોક્ષને અનુકૂળ પર્યાયને પ્રાપ્ત કરે છે તે સંગત થાય નહિ, તેથી તે એકાંત વચન પણ મિથ્યા છે. પરંતુ ભગવાને પદાર્થનું સ્વરૂપ તેવું જ બતાવ્યું છે, તે રીતે પદાર્થનો સ્વીકાર કરવાથી અને વિધિ-નિષેધના સેવનથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે તે વચન સંગત થાય છે. માટે ભગવાનનું વચન ત્રિકોટી પરિશુદ્ધ છે.
વળી, કાયોત્સર્ગનો વિસ્તાર પ્રથમની બે સ્તુતિમાં જેમ કહ્યો તે પ્રકારે જ ત્રીજી સ્તુતિમાં પણ જાણવો, તેથી જેમ ત્યાં અન્નત્ય આદિ બોલીને એક નવકારનો કાઉસ્સગ્ન કરાય છે, તેમ પ્રસ્તુતમાં પણ એક નવકારનો કાઉસ્સગ્ન કરાય છે અને જેમ કાઉસ્સગ્ન કર્યા પછી એક તીર્થકરની અને સર્વ તીર્થંકરની સ્તુતિ બોલાય છે તેમ અહીં શ્રુતજ્ઞાનની સ્તુતિ બોલાય છે. અહીં બીજી સ્તુતિ કેમ બોલાતી નથી, શ્રુતની જ સ્તુતિ કેમ બોલાય છે ? તેમાં યુક્તિ બતાવે છે – પુખરવરદી સૂત્રથી જે શ્રતનું માહાભ્ય સ્મરણ કરેલું અને સુઅસ ભગવઓ દ્વારા તે શ્રુતનાં વંદન-પૂજન આદિ માટે કાયોત્સર્ગ કરીને ભક્તિની વૃદ્ધિ કરી તેની સમાનજાતીય સ્તુતિ બોલવાથી ભાવનો અતિશય થાય છે અને પરિણામને જોનારા બુદ્ધિમાન પુરુષોને આ અનુભવસિદ્ધ છે; કેમ કે પૂર્વની ક્રિયાથી શ્રુત પ્રત્યેનો ભક્તિનો પરિણામ અખ્ખલિત વૃદ્ધિ પામતો હતો તેને અનુરૂપ સ્તુતિ બોલવાથી તે પરિણામ અતિશયિત થાય છે તેમ અનુભવસિદ્ધ છે અને અન્ય પ્રકારની સ્તુતિ બોલવામાં આવે તો “પુખરવરદી' સૂત્રથી અને કાયોત્સર્ગના પ્રણિધાનના સૂત્રથી તત્ત્વથી વાસિત થયેલું ચિત્ત હોવાને કારણે જે સમાધિ પ્રગટેલ તે સમાધિ અન્ય પ્રકારની સ્તુતિ બોલવાથી ચલાયમાન થાય છે, માટે વિવેકીએ તે પ્રકારના પરિણામને પોષક સ્તુતિ બોલવી જોઈએ, અને ત્રીજી સ્તુતિ જ્ઞાનની છે, એ સંપ્રદાયથી નિર્ણત છે, એથી બાધનીય નથી.
આ રીતે પુખરવરદીવડ્રઢ ઇત્યાદિ સૂત્રનું વ્યાખ્યાન કરાયું. અવતરણિકા -
पुनरनुष्ठानपरम्पराफलभूतेभ्यस्तथाभावेन तत्क्रियाप्रयोजकेभ्यश्च सिद्धेभ्यो नमस्करणायेदं पठति पठन्ति વા - અવતરણિકાળું:
વળી, અનુષ્ઠાનની પરંપરાના ફલભૂત અને તે પ્રકારના ભાવથી–સિદ્ધના ગુણોનું સ્મરણ હોય તે પ્રકારના ભાવથી, તકિયાના પ્રયોજક એવા=મોક્ષને અનુકૂળ એવી ક્રિયાના પ્રયોજક એવા, સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા માટે આ સૂત્ર એક સાધુ કે એક શ્રાવક અથવા અનેક સાધુ કે અનેક શ્રાવક બોલે છે –