________________
૧૬૯
પુષ્પરવરદી સૂત્ર
આ પ્રકારનું પ્રાર્થના પ્રણિધાન છે=શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ પ્રકારનું પ્રાર્થન શ્રતધર્મની વૃદ્ધિને અનુકૂળ સદ્દીર્યને ઉલ્લસિત કરવાનું પ્રણિધાન છે અને આ પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે; કેમ કે સર્વ કર્મથી અને સર્વ પ્રકારના કષાયોથી મુક્ત એવી અવસ્થારૂપ મોક્ષ પ્રત્યે પ્રતિબંધ હોવાને કારણે અત્યંત રાગ હોવાને કારણે, સર્વ ઇચ્છાના ઉપરનું તે બીજ છે; કેમ કે હું શ્રતધર્મની વૃદ્ધિ કરીને ઇચ્છાનો ઉચ્છેદ કરું, એ પ્રકારના પરિણામપૂર્વક શ્રતધર્મની વૃદ્ધિનું પ્રણિધાન કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષ પ્રત્યેના રાગને કારણે મોક્ષના ઉપાયની ઇચ્છા કરાય છે, વસ્તુતઃ મોક્ષ ઇચ્છાના અભાવસ્વરૂપ છે, તેથી ઇચ્છાના અભાવમાં જ યત્ન કરવો જોઈએ, પરંતુ મોક્ષની ઇચ્છાથી મોક્ષના ઉપાયભૂત શ્રતધર્મમાં ઇચ્છા કરવી ઉચિત નથી, તેના નિરાકરણ માટે કહે છે –
મોક્ષની ઇચ્છારૂપ પ્રતિબંધ પરમાર્થથી અપ્રતિબંધ જ છે; કેમ કે અસંગફલનું સંવેદન છે, આશય એ છે કે જેઓ મોક્ષ પ્રત્યેની ઇચ્છાવાળા છે તેઓ મોક્ષના ઉપાયભૂત કૃતધર્મમાં દઢ યત્ન કરે છે, અને શ્રતધર્મના દઢ યત્નના બળથી નિર્વિકલ્પ ઉપયોગને પ્રાપ્ત કરે છે, જે અસંગફલના સંવેદનરૂપ છે, તેથી અસંગપરિણતિરૂપ મોક્ષની ઇચ્છા પરમાર્થથી અસંગફલનું સંવેદન કરાવીને જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને પૂર્ણ અસંગભાવરૂપ મોક્ષમાં વિશ્રાંત થાય છે, તેથી મોક્ષ પ્રત્યેનો જે પ્રતિબંધ છે તે પરમાર્થથી અપ્રતિબંધ છે.
અહીં પ્રશ્ન થાય કે ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ પ્રકારનું પ્રણિધાન અનાશંસાનું બીજ છે એ કેમ નક્કી થાય ? એથી કહે છે – ભગવાને જે તાત્પર્યથી જે વચનો કહેલ છે તે તાત્પર્યથી જેઓમાં શ્રતધર્મની વૃદ્ધિ થાય છે તેઓને અનાશંસારૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી નક્કી થાય કે શ્રુતધર્મની વૃદ્ધિનું પ્રણિધાન અનાશંસારૂપ મોક્ષના પરિણામનું બીજ છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રુતધર્મની વૃદ્ધિથી અવશ્ય મોક્ષ થાય છે તેમ કેમ નક્કી થાય ? એથી કહે છે –
શ્રતધર્મની વૃદ્ધિ મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુભાવથી સિદ્ધ છે. કઈ રીતે શ્રતધર્મની વૃદ્ધિ મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુભાવથી સિદ્ધ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે - જેઓ ભગવાનના વચનના યથાર્થ તાત્પર્યને સ્પર્શીને મૃતધર્મની વૃદ્ધિ કરે છે તેઓને ભગવાનનું વચન વીતરાગનું વચન હોવાથી વીતરાગતાને અનુકૂળ સદીર્ય ઉલ્લસિત કરાવે છે, તેથી શ્રતધર્મની વૃદ્ધિથી વીતરાગતાને અનુકૂળ ફળ કરતાં અન્ય ફળ પ્રાપ્ત થતું નથી અર્થાત્ રાગાદિ વૃદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતું નથી કે શ્રતધર્મની વૃદ્ધિ નિષ્ફળ પણ થતી નથી, તેથી નક્કી થાય છે કે શ્રુતધર્મની વૃદ્ધિ મોક્ષફળ પ્રત્યે અવ્યભિચારી છે. વળી, જેઓ શ્રુતને ભણીને હું વિદ્વાન છું ઇત્યાદિ ખ્યાતિમાં યત્ન કરે છે તેઓમાં પરમાર્થથી શ્રતધર્મની વૃદ્ધિ થતી નથી, પરંતુ શ્રતધર્મના વાચક શબ્દોની વૃદ્ધિ થાય છે અને તે શબ્દોની વૃદ્ધિ જિનવચનાનુસાર નહિ હોવાથી મોહધારાની વૃદ્ધિનું કારણ બને છે, પરંતુ જેઓને જિનવચનાનુસાર સંસારની રૌદ્રતાનું સ્પષ્ટ જ્ઞાન છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય સામાયિકના પરિણામરૂપ શ્રતધર્મથી માંડીને યાવતુ ચૌદપૂર્વ છે તેમ જાણે છે તેઓ શ્રતધર્મને સામાયિકના પરિણામની વૃદ્ધિના ઉપાયરૂપે જ ગ્રહણ કરે છે, તેથી જેમ જેમ શ્રતધર્મ વધે છે તેમ તેમ સામાયિકનો પરિણામ વૃદ્ધિ પામે છે, જે વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફલમાં વિશ્રાંત થાય છે.